પાપ તારું પરકાશ જાડેજા!!!

પાપ તારું પરકાશ જાડેજા!!!
એક ભજન સાંભળી ને મને કાયમ નવાઈ લાગે છે અને હસવું પણ ખુબ આવે છે.’પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે,તારી બેડલી ને ડૂબવા નહિ દઉં’…લગભગ બધાએ આ ભજન સાંભળ્યું હશે.ખુબ લોકપ્રિય છે.આ જેસલ જાડેજો એક લુંટારો હતો.ભજન માં એણે કહ્યા પ્રમાણે,ચાર લાખ હરણ એણે માર્યા છે,વન ના મોરલા માર્યા છે,સરોવર ની પાળો તોડી ને ગાયો નાં ધણ તરસે માર્યા છે,સાત વિસુ એટલે ૭૨૦ અથવા સાત ગુણ્યા ૨૦ ગણો તો ૧૪૦ મોડ્બંધા એટલે વરરાજા એણે જાનો લુંટી ને મારી નાખ્યા છે.માથાના વાળ જેટલા વકરમ ખરાબ કર્મો કર્યા છે.કોઈ ત્રાસવાદી લાગે છે કેમ?જો કે એનું ક્યાંક કચ્છ માં મંદિર હશે.હશે શું!! છે જ.
     સીધો સાદો કર્મ નો નિયમ સમજીએ તો જે તમે કર્મ કરો તેનું ફળ મળે.સારું કરો તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ મળે.હવે આ જાડેજા નાં કર્મો પ્રમાણે એને ફાંસી થી ઓછી સજા થવી નાં જોઈએ.પણ આ બધા અતિશય  ખરાબ કુકર્મો માંથી છૂટવું હોય તો શું કરવાનું?કોઈ તોરી કે તોળી કે તોરલ રાણી ને મળો.બસ એ ભગવાન સમકક્ષ ભક્તાણી આગળ રડી પડો,બધા ખરાબ કર્મો એને કહી દો એ તમારી બેડલી કે નાવડી ડૂબવા નહિ દે.કેટલું સહેલું?બસ પછી ભક્ત બની જાવ અને પીર ની જેમ પૂજાઓ.તો પેલા હરણો,મોરલા અને વરરાજા મારેલાં એ બધા ની કોઈ સજા નાં મળી?શું કર્મ નો નિયમ આટલો બધો સસ્તો અને લાગવગવાળો છે?જ્યાં કોઈ એજન્ટ ની લાગવગ ચાલી જાય અને એ ભોગવવા માંથી મુક્ત થઇ જવાય?તો પછી આ હત્યાઓ અને ખરાબ કર્મો કદાચ ખરાબ ગણાતા નહિ હોય.હું તો મારી શંકાઓ રજુ કરું છું,મિત્રો કોઈ મને સમજાવશો?એક જ હત્યા કરો અને કોર્ટ તમને ફાંસી આપી દે.એવો કાયદો છે પણ ભારત માં ચાલી જાય છે પુરાવા ના મળે તો.બધે ચાલી જાય એકલા ભારત ની વાત નથી.પણ અહી તો દેખીતા વિડીયો રેકોર્ડીંગ પુરાવા હોય છતાં અને કોર્ટે ફાંસી આપી દીધી હોય છતાં ચાલી જાય છે,ગુનેગારો લહેર કરતા હોય છે,કારણ આ ભારત છે.સંતો,સ્વામીઓ ની પુણ્ય પાવનકારી ભૂમિ છે.અન્ગુલીમાલ,વાલ્મીકી,જોબન પગી અને જેસલ જાડેજો બધાને સુધારો,છો એ લોકોએ હજારો લોકો ને મારી નાખ્યા.માણસો છે એ લોકો,જે માર્યા ગયા એ લોકો તો તુચ્છ આત્માઓ હતા.સોહરાબુ્દ્દિન,અફજલ અને કસાબ જેવા માણસો છે.સોહરાબુ્દ્દિન ને મારનારા પોલીસ અધિકારીઓ ને સજા થવી જોઈએ કે નહિ?ડી.સી.પી વણઝારા એ તોળી રાણી બનવાનું હતું.”પાપ તારું પરકાશ,સોહરાબુ્દ્દિન તારી બેડલી ને ડૂબવા નહિ દઉં.”તો ચોક્કસ વણઝારા સાહેબ ની વાહ વાહ બોલી ગઈ હોત.બંને જણાં ભવિષ્ય માં પીર બની ને પૂજાત.પણ તુચ્છ આત્મા હવે સજા થવાની.કારણ ઉપર તોળી રાણી નું શાસન ચાલે છે.ગમે તેટલા પાપ કરો ભારત માં કોઈ ચિંતા નહિ.કોઈ સારો એજન્ટ પકડી લો.ગમે તેટલા મર્ડર કરો કોઈ ચિંતા નહિ.કોઈ પંથ,કોઈ ગુરુ પકડી લો અને બચી ગયા.આશ્રમ બનાવવા,મંદિર એટલે દુકાન બનાવવા રૂપિયા આપી દો નો પ્રોબ્લેમો.
        આ કર્મ નો નિયમ મને સમજાતો નથી.જ્યાં સમજવા જાઉં છું ત્યાં કોઈ આવી તોરી રાણી કે નરસિંહ મહેતા જેવો ભંકસ મારે છે.કર્મ ની જરૂર જ ક્યા છે?બસ પરમાત્મા નું ભજન કર્યા કરો,બધી જવાબદારી એની. નરસિંહ મહેતા,ગુજરાત ના પ્રથમ કવિ(૧૪૧૪-૧૪૮૧),ભક્ત,સંત,આદી કવિ,ગુજરાતી સાહિત્ય ના પ્રથમ કવિ.કોઈ આધારભૂત માહિતી એમના જીવન વિષે ની મળતી નથી.એમની કવિતાઓ,પદો અને પ્રભાતિયા વિગેરે માંથી માહિતી  મેળવવામાં આવી છે.નરસિંહ મહેતા એ જે તે સમય ની મૂળ ગુજરાતી ભાષા માં રચેલું સાહિત્ય આજે મળતું જ નથી.બધું મૌખિક રીતે સચવાયેલું બદલાઈ ચૂકેલું છે.કે.કા.શાસ્ત્રીજી ને જે કાઈ પુરાવો મળેલો તે પણ નરસિંહ મહેતાના સિધાવ્યા પછી સન ૧૬૦૦નો  એટલે ૨૦૦ વર્ષ પછી નો મળેલો છે.બધું નરસિંહ મહેતાનું હશે કે કેમ?એના પહેલાનું કોઈ ગુજરાતી કવિતા વિશેનું સાહિત્ય મળતું નથી,માટે એમને આદી કવિ કહેવામાં આવે છે. આ ભક્તો આળસુઓ ના પીર કેમ હોતા હશે?બસ આખો દિવસ ભજનીયા ગાવાના,નાં કોઈ કામધંધો,ના કોઈ ઉદ્યમ.કુદરત તમને જન્મ આપે પછી તમારી પોતાની જવાબદારી છે એ જીવન ને આગળ ધપાવવાની.હાથપગ તો જાતે હલાવવા જ પડે.પણ ભારત માં  બધું કુદરત ના માથે નાખી દેવાનું?બાળકો પેદા કરતા તો ભગવાન ને પુછવા જતા નથી કે  હે ભગવાન હવે મેં તો પેદા કરી દીધા હવે બધી જવાબદારી તમારા માથે.સંસારી હોવા છતાં સંસાર થી અલિપ્ત હતા એટલે આપણે તો અહોભાવ માં તણાઈ જવાના.બહુ મહાન કહેવાય.બે બાળકો પેદા કર્યા તો અલિપ્ત કઈ રીતે થઇ ગયા?પત્ની અને કામરસ થી અલિપ્ત નહિ રહેવાનું.કે પછી કમાવા કોણ જાય?મહેનત કોણ કરે?વર્ક થી અલિપ્ત.એમના ભજનો સાંભળી ભગવાન સાક્ષાત દર્શન દેતા.શું ભગવાન કોઈ વ્યક્તિ છે?કુદરત નવરી છે કે માનવ રૂપે દર્શન આપે?કે પછી ભ્રમણા?કે ઈલ્યુંજન?તો તો ભક્ત ગધેડા ને ભગવાન મોટા ગદર્ભરાજ  સ્વરૂપે ચોક્કસ દર્શન આપતા હશે.એમના દીકરાનો  વિવાહ હોય તો કુદરત ને ભગવાન ને દોડવું પડે,એમની દીકરી નું મામેરું હોય તો ભગવાન ને દોડવું પડે.ભારત ની પ્રજા કાયમ આવા સંદેશા મહાકવિઓ,મહાપુરુષો,ભક્તો,સંતો,ગુરુઓ  પાસે થી મેળવતી રહે પછી આશરે ૯૦૦ વર્ષ ગુલામ  ના રહે તો શું થાય?મહાન ફીલોસીફી,ઉચ્ચ આદર્શો ની વાતો,કવિતાઓ,આખ્યાનો,કથાઓ ના કલ્ચરે ભારત ને મહાન આળસુ બનાવી દીધું.બસ ભજન કરો બેસી રહો સમય નો વ્યય કરો અને ભગવાન બધું સાંભળી લેશે.ભગવાન સ્વયં વિઘ્નો દુર કરવા આવશે.થયું એવું હશે કોઈ વાણીયા શેઠ ને દયા આવી હશે ને  બધા કામ પુરા પાડ્યા હશે.હવે એ શેઠ તો ભગવાન જ કહેવાય ને?એનામાં પણ ભગવાન તો છે જ ને?એમણે રચેલી કવિતાઓ વિષે ગુજરાત અને દરેક ગુજરાતી આજે પણ ગર્વ અનુભવે છે.ગુજરાતી સાહિત્ય જગત માં એમનું સ્થાન બહુ ઊંચું છે.ભારત સરકારે નરસિંહ મહેતા નાં માનમાં  એક ટપાલ ટીકીટ બહાર પડેલી હતી.જે આપણાં માટે ગર્વ ની બાબત છે.પણ આ કર્મ નો નિયમ કાંતો ખોટો છે,કાંતો મને સમજાતો નહિ હોય.કે પછી કુદરત નાં સામ્રાજ્ય માં કર્મ નો કોઈ નિયમ જ નથી કે શું???????
    “હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઉતર્યું છે,પાપી તેમાં ડૂબકી દઈ ને પુણ્ય શાળી બને છે.” પહેલા પાપ કરો પછી કરો પસ્તાવો અને બનો પુણ્યશાળી.વેરી સિમ્પલ!!!!હા!હા!હા!હા!હાઆઆઆ!
            
    

26 thoughts on “પાપ તારું પરકાશ જાડેજા!!!”

  1. Dear brother,
    You have tried hard to explain certain spiritual things but the article does not clarify even your own views.The questions raised are also not valid.
    principle of karma does not fail.One must feel really sorry for his bad deeds.and try honestly to improve ,that is all.There are so many stories in our and others cultures that no proof is available. Our job is to accept what is good for us in our life. Also if you want to try out for one day to live like Jesal Jadeja ,Toral Sati won’t be too far if you are really sorry.

    Like

    1. ભાઈ,
      મારો કહેવાનો મતલબ તો ક્લીયર જ છે.મારી સ્ટાઈલ એવી છે જેથી તમને એવું લાગ્યું હશે.સારા અને નરસા કર્મો ની આપણી અને ઈશ્વરભાઈ ની વ્યાખ્યા જુદી છે તે અશોકભાઈ ની વાત સાચી છે.મારો ફક્ત એજ મતલબ હતો કે આવી ગપગોળા વાર્તાઓ હવે બંધ થવી જોઈએ,લોકોએ વાસ્તવિક બનવું જોઈએ.ભગવાન મામેરું ભરવા આવવાનો નથી.

      Like

      1. Dear brother,
        you wanted to emphasize that one is allowed to do whatever he wants and get away with it after simple sorry! Actually it is not so. This has been clarified well by mr. Ashok modhavadia.When we use the word KARMA, Immediately good karma and bad karma will follow in people’s mind, and then good results and bad results for us to enjoy and suffer respectively. But this a relative term.However, results good or bad sometimes take very long time to occur due to many factors. How can there be no action without any action.Your worry about the stories is right, but they will continue to be genrated, people need it. Now” Harry potter” has come for children.We have this wonderful story of Yamuna getting divided for giving safe passage to Vasudev and Lord Krishna. One can doubt anything under the sun.but you have given a good topic for thinking.

        Like

  2. શ્રી ભુપેન્દ્રસિંહજી, ઉચ્ચત્તમ વિચારશીલતા વાળો લેખ.
    (આ રહ્યા વિચાર યોગ્ય મુદ્દાઓ. આપના જ સવાલો * અને આપના જ જવાબો ! ** અને અમારા વિચારો *** )
    ** સાત વિસુ એટલે ૧૪૦ એ જ બરાબર છે.

    * આ કર્મ નો નિયમ કાંતો ખોટો છે, કાંતો મને સમજાતો નહિ હોય.
    ** જે તમે કર્મ કરો તેનું ફળ મળે.સારું કરો તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ મળે.
    *** કર્મના હિસાબ દ્વિનોંધી નામાપદ્ધત્તિ અનુસાર નહીં જ પડતા હોય, મારી સમજણ મુજબ તો દરેક સારા-ખરાબ કર્મનું ફળ ભોગવવું પડવું જોઇએ. આ માટે હું કશો સંદર્ભ નહીં આપી શકું કેમ કે આ મારી અંગત માન્યતા છે (જેને કદાચ ઘણા શાસ્ત્રોનું સમર્થન હશે ખરૂં) જેમ કે કોઇ જંગલમાં સિંહને હરણનો શિકાર કરતા જુએ અને ’જીવદયા’ની ભાવનાથી પ્રેરાઇ, કોઇપણ ઉપાયે સિંહને ખદેડી કાઢે અને હરણનો જીવ બચાવે તો સામાન્ય રીતે તે બહુ મોટો દયાવાન, સારૂં કર્મ કરનાર ગણાશે ! પરંતુ જરા અલગ દૃષ્ટિકોણથી વિચારતા જણાશે કે તેણે હરણનો જીવ બચાવવાનું પુણ્યકર્મ (તેની અંગત માન્યતાનુસાર) કર્યું તો શાથે સિંહને ભુખ્યો રાખવાનું પાપકર્મ પણ કર્યું ! અર્થાત સિક્કાની બે બાજુની જેમ દરેક કર્મના પણ બે પાસા હોય તો ખરા જ (આપણને ન સમજાય તે આપણો દોષ છે). સારા અને નરસા કર્મ કોને કહેવા તે પણ મોટાભાગે તો આપણે જાતે જ નક્કિ કરી લીધું છે, અને તે દરેક વખતે સાચું જ હોય તેવું જરૂરી નથી. કુદરતની સારા અને નરસાની વ્યાખ્યા આપણા કરતા અલગ પણ હોઇ શકે, અને માટે જ ક્યારેક દુન્યવી નજરે સારાં કર્મ કરનારને દુઃખી અને નરસા કર્મ કરનારને જલ્સા કરતા જોવામાં આવે છે. તેમાં કુદરતના (અને ઈશ્વરને આ માટે જવાબદાર માનતા હોય તો ઈશ્વરના) ન્યાયમાં કશી ઘાલમેલ નથી પરંતુ આપણી સમજશક્તિ ટુંકી પડતી હોય છે.

    આથી જ ’નિષ્કામ કર્મ’ની વિભાવના આવી હોય તેવું મને લાગે છે. જો આપણે સુકર્મનું ફળ જોઇતું હોય તો કુકર્મનું ફળ પણ શાથે લેવું ફરજીયાત છે ! (બાય વન ગેટ વન ફ્રી ! આ યોજના કુદરતે તો કરોડોવર્ષથી ચાલુ કરી છે !!) અહીં “કર્મફળનો ત્યાગ” કરવાની બાબત સમજવી જરૂરી છે. જો કે લોકોએ તેને “કર્મનો ત્યાગ” સમજી અને નવરાધૂપ રહેવાનું બહાનું બનાવી લીધું.

    * પહેલા પાપ કરો પછી કરો પસ્તાવો અને બનો પુણ્યશાળી.
    ** શું કર્મ નો નિયમ આટલો બધો સસ્તો અને લાગવગવાળો છે?
    *** આગળ કહ્યું તેમ, અહીં દ્વિનોંધી નામાપદ્ધત્તિના બધા જ નિયમો ચાલતા લાગતા નથી. જો કે સામાન્ય રીતે કહેવાતા ધર્મગુરુઓ કે કહેવાતા ધર્મપુસ્તકો એવું ઠસાવે છે કે પાપનું પ્રાયશ્ચિત્ત કરો એટલે પુણ્યશાળી બની જશો (અને પ્રાયશ્ચિત્તની સૌથી સારી રીત એ કે અમારા ધર્મમાં, પંથમાં, સંપ્રદાયમાં ભળી જાઓ. અમારા શરણમાં આવો અને આપનું તન,મન,ધન સઘળું પ્રાયશ્ચિત્તરૂપે અમારા ચરણોમાં રાખી દો એટલે તમે પુણ્યશાળી થઇ જશો !!). લોકોને પણ આ સહેલું લાગે છે, અને માટે ભક્તિ ચાલે છે. મારા મત અનુસાર ઉપરના ઉદાહરણમાં જણાવ્યું તેમ હરણને બચાવવાનું પુણ્ય એકાદ વખત આપણને પણ બચાવશે અને સિંહને ભુખ્યો રાખવાના પાપ બદલ આપણે પણ ક્યાંક ધરાર ભુખ્યા રહેવું પડશે. અહીં સિંહને ભુખ્યો રાખવાના પ્રાયશ્ચિત્તરૂપે એક દહાડો કુતરાને રોટલો નિરી દેવાથી કામ નહીં બને !! કેમ કે આ એકાઉન્ટમાં ’કોન્ટ્રા એન્ટ્રી’ પડતી નથી. તો પછી લાગવગ ચાલવાનો સવાલ જ નથી, આ તો લોકોને ભ્રમિત કરી અને પોતાનું ઘર ભરવાનો ધંધો છે, અને લોકો હોંશેહોંશે ભ્રમિત થાય તે દોષ લોકોનો છે કર્મના સિદ્ધાંતનો નહીં.
    અહીં પ્રાયશ્ચિત્ત કે પસ્તાવાનો અર્થ માત્ર પોતાના કર્મફળને સમજી વિચારીને ભોગવવાનો છે, તથા મારા કર્મને કારણે અન્યને જે ક્ષતિ પહોંચી છે તે ભરપાઇ કરવાની અને બીજી વખત આવું કુકર્મ નહીં થાય તેવી જાગૃત્તિ કેળવવી તેવો થાય છે. એમ નહીં કે કોઇને ઝાપટ મારી અને સોરી કહી દીધું એટલે ચાલી જશે ! બે-ચાર ધૂંબા ખાવાની તૈયારી રાખીને સોરી કહેવા જવું !!
    હમણાં એક દિવસ ચર્ચામાં કોઇએ કહ્યું કે ઘણા લોકો દેખીતા જ કુકર્મ કરનાર હોવા છતાં, સાયકલના વાંધા હતા તેને બદલે એ.સી. કારમાં ફરતા થયેલા છે તો આમાં ક્યાંથી કર્મના ફળ પર વિશ્વાસ કરવો ? મારો વિચાર એવો ચાલ્યો કે કદાચ તેઓના કુકર્મની સજારૂપે તેને જેલમાં જવાનું હોય પણ તેણે હજી પંખાની હવા પણ ચાખી નથીને જેલ ભેગો થશે તો તેને સજાની ઉગ્રતાનો અનુભવ નહીં થાય ! પહેલા તેને એ.સી.કાર અને એ.સી.બેડરૂમનો હેવા કરો, અને હવે તેને જેલમાં નાંખો તેથી સજાની ઉગ્રતા સમજાશે.
    શંકરાચાર્યનું “બ્રહ્મ સત્ય, જગત મિથ્યા” સુત્ર એક અર્થમાં એ પણ સમજાવે છે કે જે કંઇ દેખાય છે તે સત્ય જ નથી હોતું. બસ આંખ ખુલ્લી રાખો, “ઉતિષ્ઠ, જાગૃત…”

    * શું ભગવાન કોઈ વ્યક્તિ છે?
    ** ભ્રમણા ? કે ઈલ્યુંજન ?
    *** અહીં તો આપનો પ્રશ્ન અને ઉત્તર પણ સ્વયંસ્પટ જ છે. કોઇ મહાનુભાવે કહેલું કે મનુષ્યએ પોતાના ભયનું નામ ભગવાન રાખી લીધું છે. આપે જ હમણા હોકિંગના એક લેખની લિંક આપેલી જેમાં હોકિંગે ’આ જગત ઈશ્વરે બનાવ્યાનું’ નકાર્યું છે. જો કે તે પછી વધુ ચર્ચાઓથી જાણવા મળ્યું કે તે અલગ સંદર્ભની વાત છે, અને અહીં તે પ્રસ્તુત પણ નથી. સવાલ એટલો જ રાખીએ કે શું ઈશ્વર પણ ’ધારે તેમ કરી શકે છે ?’ દયાનંદજીએ સમજાવ્યું છે કે; જો હા, તો ’શું ઈશ્વર પોતાના જેવો જ બીજો ઈશ્વર બનાવી શકે ?’, ’શું ઈશ્વર જન્મ ધારણ કરી શકે ?’, ’શું ઈશ્વર અન્યાયી બની શકે ?’, જો કે આવા ઘણા પ્રશ્નો તેમણે કર્યા પરંતુ આ બધાનો ઉત્તર છે “ના”. કેમ કે તો ઈશ્વર ’એક’, ’અજન્મા’, ’ન્યાયી’ વગેરે વગેરે રહી શકે નહીં. અને તે ગુણો તેનામાં હોય તો જ તે ઈશ્વર કહેવાય અન્યથા નહીં. આથી એક વાત તો ચોક્કસ થઇ કે ખુદ ઈશ્વર પણ કુદરતના (કે સ્વયં તેમના પોતાના) નિયમોથી વિરૂદ્ધ વર્તી શકવા માટે શક્તિમાન નથી. તો પછી બે-ચાર નાળિયેર કે બે-ચાર રૂપિયાની લાંચ આપી અને કરેલા કર્મના ફળમાંથી છટકી જવું ક્યાંથી સંભવ બને ?

    આપે જેસલ અને નરસિંહ મહેતાની જે વાત કરી તેમાં પણ ખરેખર જે તે પાત્ર નહીં પણ તે પાત્રને લઇ ઉટપટાંગ કથાઓ રચનારાઓનો દોષ ગણવો જોઇએ. જો કે અહીં બહુ લંબાણ થયું હોઇ આ બાબતે ચર્ચા કરતો નથી. અહીં ફક્ત આપના જ સ.જ.ને વિસ્તૃતરૂપે સમજવાનો આ પ્રયાસ કર્યો છે આને કોઇ ઉપદેશ ગણવો નહીં તેવી નમ્રવિનંતી છે. (નહીં તો વળી કોઇ નવો કલ્ટ શરૂ થઇ જશે !!) આભાર.

    Like

    1. સાચે જ અશોક્મુની,
      સરસ ઉત્તમ વિચારણા અને પ્રતિભાવ. “કુદરતની સારા અને નરસાની વ્યાખ્યા આપણા કરતા અલગ પણ હોઇ શકે, અને માટે જ ક્યારેક દુન્યવી નજરે સારાં કર્મ કરનારને દુઃખી અને નરસા કર્મ કરનારને જલ્સા કરતા જોવામાં આવે છે. તેમાં કુદરતના (અને ઈશ્વરને આ માટે જવાબદાર માનતા હોય તો ઈશ્વરના) ન્યાયમાં કશી ઘાલમેલ નથી પરંતુ આપણી સમજશક્તિ ટુંકી પડતી હોય છે.”બહુ સરસ.અને મને પણ ઉટપટાંગ કથાઓ વધારે લાગે છે.પણ સમજનારા સાચું સમજી ને આળસુ બને રાખે તેમાં નુકશાન આખા સમાજ અને આખા દેશ ને થાય છે.નરસિંહ મહેતા ની કવિતાઓ મને પણ બહુ ગમે છે.પણ આવી વાર્તાઓ ના રચાવી જોઈએ તેવો મારો મત છે.ખુબ આભાર.એક નવો કલ્ટ રચવો જોઈએ.જે આ બધા મુરખ કલ્ટ નો સફાયો કરે.ત્યારે જ દેશ ઉંચો આવશે.હમણા જોયું?સ્ટીંગ ઓપરેશનો માં આશારામ,સુધાન્સું મહારાજ અને બીજા અનેક બાવાઓ નાં પોલ પકડાયા છે.

      Like

  3. કર્મના સિદ્ધાંતની વાત કાં કરો? પેલા અયોધ્યાના બ્રાહ્મણનો પુત્ર મરી ગયો તો રામના સલાહકારોએ કહ્યું કે શમ્બુકે તપ આદર્યું હતું તેથી. કહેતા તો દીવાના પણ સુનતા (રામ) પણ દીવાના તે ત્યાંથી જ તીર મારીને બિચારાને માંરી નાખ્યો. શૂદ્રનો કઈ ખુલાસો પૂછવાનો હોય?

    મને લાગે છે કે નરસિંહ મહેતા બે હશે. એક તો ખરેખર ભક્ત જેમણે બધા ભજનો લખ્યા, સીધું સાદું આપણા બધા જેવું જીવન જીવી ગયા. બીજા પ્રેમાનંદની કલ્પનાના નરસિંહ મહેતા. પ્રેમાનંદે કદાચ લોકવાયકાઓના આધારે તેમની કવિતાઓ લખી હશે. “શું શા પૈસા ચાર” ના કેટલા વધ્યા તે તો કોને ખબર પણ ગુજરાતની પ્રજાને આળસુ થવાનું એક વધારે કારણ મળ્યું.

    Like

    1. રશમિભાઇ,
      મોરરિબાપુ,ગુણવતં શાહ સાહેબ અને બીજા અનેક લોકો ને રામરાજ્ય પાછુ લાવવુ છે.શુ કરીશુ?

      Like

  4. સાહિત્ય બાબતે કશું વધારે જાણતો નથી અને તેમાં વધારે રુચિ પણ નથી.રામાયણ અને મહાભારત પણ મહાકાવ્યો જ છે.રામાયણ મહર્ષિ વાલ્મિકી નામના કવિએ પોતાની કલ્પના મૂજબ લખી નાખી.અને લોકો થ્રિ ઈડિયટ્સની જેમ તેની પાછળ ઘેલા તો શું ! પાગલ થઈ ગયા.કાલ્પનિક કાવ્યો પર એટલો વિશ્વાશ કે ખૂદની બુદ્ધી અને તર્ક પણ એટલો વિશ્વાસ ન રહ્યો.બસ પછી શું પોતે આસ્તિક થઈ ગયા.હા હા હા હા હા ..કહેવાતા ઈશ્વર ,અલ્લાહ,ગોડ વગેરેનું કોઈ અસ્તિત્વ નથી.ઈશ્વર માટે મારા દિમાગમાં પણ અનેક વિચારો છે.(જે ભવિષ્યમાં જણાવીશું)
    અફઝલ ગુરુનો કેશ કેટલાય વર્ષોથી ઘોદા ખાય છે.(તે પહેલાના કેશ ચાલે જ છે )અફઝલ પસ્તાવો કરે તો કદાચ ભારતમાં તેનો મેળ પડી જાય. અમેરીકાની જેમ કર્યુ હોય તો ? સદ્દામ હુસેનને ડાબા હાથે પકડ્યો અને જમણા હાથે ફાંસી !

    Like

    1. તદ્દન સચી વાત છે.લોકો આ મહાકાવ્યો પાછળ પાગલ છે.અને બાપુઓ ના રોટલા નિકળે છે.ગુનેગાર ને મારનારા બાહોશ પોલીસ અધીકારી વણઝારા આજે જેલ મા છે.એ બહુ સારા કવિ પણ છે.એમના જેલ મા લખાયેલા કાવ્યો ના બે પુસ્તકો બહાર પડ્યા છે.માટે કટાક્ષમા આ લેખ લખ્યો છે.

      Like

  5. Oh…yes…. even I was thinking on the same lines…. and that’s what I wrote in my today’s post….. saying sorry….does not justify the harm one has done with his act…..

    Love Is Forgiving ……. My Dear Young lovers…..but Forgiving does not mean allowing someone to hurt you or harm you again and again in the name of love.


    Forgiveness doesn’t mean that you deny the other person’s responsibility for hurting you, and it doesn’t minimize or justify the wrong. You can forgive the person without excusing the act. Forgiveness brings a kind of peace that helps you go on with life. Forgiving does not mean allowing someone to hurt you or harm you again and again in the name of love.

    Like

  6. ઈશ્ર્વર કે ભગવાન આધારીત આવી બધી કવીતાઓ હવે અભ્યાસક્રમમાંથી નીકળતી જાય છે. રસ્તામાં, સરકારી કે અર્ધ સરકારી કાર્યાલયોમાંથી ભગવાનના ફોટાઓ, મુર્તીઓ હટાવવામાં આવી રહ્યા છે. સરકારી કાર્યાલયોમાં જે પુજા પાઠ કે વીધીઓ થતી હતી એ દુર થઈ રહી છે. એવી જ રીતે ધર્મ કે પ્રાર્થના આધારીત જાહેર રજાઓ પણ દુર કરવા માટે કોશીષ ચાલુ છે. એટલે કે સરકારી કાર્યાલયો ચાલુ રહેશે. કોઈને એ દીવસે રજા જોઈતી હોય તો જેમ બીજી રજાઓ કે છુટી મળે છે એમ રજા કે છુટી મળી શકશે. રાજ્ય એટલે કે સ્ટેટ્સ ને ધર્મથી દુર કરવા શરુઆતથી કોઈએ કોશીષ ન કરી એના કારણે કુંભ મેળા અને હજ યાત્રાઓ માટે સરકારી મશીનરીનો ઉપયોગ થઈ ગયો.

    કમ્પલસરી મેરેજ રજીસ્ટ્રેશનમાં ઘણાં રાજ્યોએ આનાકાની પીછેહઠ કરતા હતા પણ હવે એ પણ થઈ ગયું. યુનીફોર્મ જીવન પદ્ધતી આવતી જશે એમ આ કર્મનો સીદ્ધાંત ગાયબ થઈ જશે અથવા એના પ્રચારકોને આપઘાત કે હારાકીરી કરવી પડશે. માહીતીના અધીકાર હેઠળ સરકારી ઓફીસોમાં આ પુજા પાઠ બાબત પ્રશ્ર્નો પુછી પુછી સરકારી અધીકારીઓની બુરી વલે થઈ રહી છે. રસ્તામાં થતી હરીનામ કથાઓ કે રામ કથાઓ બંધ થતી જાય છે. રજા કોણે આપી અને પોલીસ અધીકારીઓને જવાબ આપવો પડે છે. રાષ્ટ્રપતી પુજા પાઠ કરે અને છાપામાં સમાચાર આવે તો એની પણ એ જ હાલત થશે. કોનો પ્રચાર કરે છે? શા માટે કરે છે? ખર્ચ કોણ ભોગવે છે?

    બધાના કરમ ફુટશે.

    Like

    1. પણ હજુ શ્રાવણ મહિના માં દર સોમવારે ગુજરાત માં બે પીરીયડ સ્કુલો વહેલી છોડી દેવાય છે.એક લેખ મારો પછી આવશે.

      Like

    2. રેશનાલીસ્ટનાં હાથે આવું ઈર્રેશ્ન્લ?

      એમ આ કર્મનો સીદ્ધાંત ગાયબ થઈ જશે – કર્મનો સિદ્ધાંત શું છે એ સમજાવશો?

      રાષ્ટ્રપતી પુજા પાઠ કરે કે નામાઝા પઢે – એ એનો વ્યકતિગત વિષય છે.
      જ્યાં શુધી રાષ્ટ્રપતી પોતાનું કાર્ય યોગ્યતાથી કરે ત્યાં સુધી લોકોએ એની અંગત બાબતમાં માથું મારવું જરૂરી નથી.

      તમારો પ્રત્યુત્તર કદી વાંચ્યો નથી. રેશાનલિ ચર્ચા કરવા આગળ આવશો?

      Like

  7. ખુબ જ સેન્સીટીવ ઈશ્યુ છે આ…..આપે લખ્યું છે તેમ જેસલ- તોરલ ની વાતો ખુબ જ પ્રસિદ્ધ છે. પણ મને લાગે છે કે એમાં જે પાપ તારું પ્રકાશ જાડેજા એ કદાચ જેસલે કરેલ ગુનાની પૂરી કબુલાત માટે અને એ ગુનાઓ બદલ સાચા પશ્ચાતાપ માટે હોઈ શકે, જેથી એ જ ગુના ફરીથી થવાની શક્યતા ન રહે. એટલે કહે છે કે ‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું પાપી જેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે…’ એટલે ફરી એજ ગુનાના પાપથી બચીને પુણ્યશાળી બને. આમ તો કર્મના સિદ્ધાંત પ્રમાણે જન્મો-જન્મના સારા-ખરાબ કર્મોનું ફળ દરેક જીવે ભોગવવું પડે છે. ઈશ્વર પણ આમાંથી બાકાત નથી …!! એટલે તો ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ ક્યારેક દાનવો હરાવે અને સ્વર્ગ ( જો હોય તો) માંથી કાઢી મુકે…!!!! ક્રષ્ણ પણ એક સામાન્ય પારધીના તીરથી મરે…!!! રહી વાત નરસિંહ મહેતાની તો આપે કહ્યું તેમ તેમના જીવન વિષે કોઈ સચોટ પુરાવા આપણી પાસે નથી કે એમણે કામ-કાજ કર્યા વગર માત્ર ભજન જ ગાયા છે..!! એમના વિશેની વાયકાઓ તો પ્રેમાનંદ જેવા કવિઓની કલ્પના વધારે છે… હા , એના પરથી તમે શ્રધ્ધા રાખવાનું શીખી શકો કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ રસ્તો મળી શકે, મદદ મળી શકે દોસ્તોની કે માનવતાની…કદાચ સુસાઈડ ઓછા થાય..!!! હવે રહી વાત વણઝારા સાહેબની તો એમાં હું આપની સાથે સહમત છુ કે માત્ર રાજકારણ ની ગંદી રમત માટે ત્રાસવાદી ના માનવાધિકારની વાત શરમજનક છે. આના પરથી ગુનેગારો વધુ બેફીકરા થશે કે હવે એન્કાઉન્ટરથી પણ નહી ડરે ઉલટું પોલીસ એમનો જીવ નાં જાય તેની ચિંતામાં રહેશે…!!! બાકી કોઈ ધર્મ કે સંપ્રદાયના વડાને દાન આપવાથી કર્મનું ફળ વિફળ જાય તેમાં કોઈ માલ નથી.પંચતંત્ર થી લઈને હેરી પોર્ટર સુધીની કે ઈશ્વરના નામે લખાયેલ વાતો જીવનમાં કૈક સારું શીખવા માટે છે.રામે શબરીના એઠાં બોર ખાધા એ અસ્પૃશ્યતા નિવારણ સૂચવે છે, સીતા પર પ્રજાને ખુશ રાખવા કરેલી શંકા અને તે પછીનું દુખ તેમ ન કરવાની સલાહ આપે છે ,ન્યાય માટે મહાભારત કરાવનાર કે ન રોકી શકનાર ,કુરુવંશનો અંત કરાવનાર કૃષ્ણ યાદવાસ્થળી અને યાદવ કુળનો અંત નથી રોકી શકતા …!! કર્મના સિદ્ધાંત મુજબ …. પણ કહે છે ને કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટી . આપણી સગવડ પ્રમાણે તેના અનેક અર્થ-અનર્થ થાય છે.
    આપના વિચારોનું કુરુક્ષેત્ર આમ જ ચાલતું રહે તેવી શુભેચ્છા .

    Like

    1. સાચી વાત,પસ્તાવા નો મતલબ ફરી ભૂલ નાં થવી જોઈએ.બધી વાત સાથે સંમત પણ એઠા બોર ખાધા તો પછી બ્રાહ્મણો ના કહેવાથી શુદ્ર ને કેમ મારી નાખ્યો?એક નાનો બાળ બ્રાહ્મણ મૃત્યુ પામેલો,તેનું શબ લઈને બ્રાહ્મણો આવ્યા કે શુદ્ર તપ કરે છે માટે આ મૃત્યુ પામ્યો.અને તત્ક્ષણ બાણ ચડાવી મારી નાખ્યો.અસ્પૃશ્યતા નિવારણ ક્યા ગયું?આપને જાણવું કે વણજારા સાહેબ સારા કવિ છે.એમની ‘વિજય પંથ’ અને ‘સિંહ ગર્જના’ નામના બે કાવ્ય સંગ્રહો બહાર પડ્યા છે.ખુબ આભાર.

      Like

  8. શ્રી ભૂપેન્દ્રસિંહજી
    સુંદર લેખ બદલ અભિનંદન!
    ખરાબ કાર્યો કર્યા બાદ તેણે ફાંસી આપવીજ જોઈએ (જોતેને સાચો પસ્તાવો ન થાય તો.)
    હવે સાચો પસ્તાવો છે કે નહી તેનકી કરનારા ઓથોરાઈઝ વ્યક્તિ એટલે તોરલ જેવા સંતો!
    બીજી રીતે જોઈએ તો કોઈ પણ ખરાબ સિસ્ટમ તોડવી હોયતો તોડનાર તે દરેક ખરાબ વસ્તુ નો પાક્કો જાણકાર હોવો જોઈએ.એટલેકે ગુંડા,ડાકુ પકડવા માટે જુના ગુંડાજ કામ લાગે! માટે જો કોઈ કામ લાગતો હોય તો તેના સડેલા મગજ થી સડેલી સિસ્ટમ તોડવી શું ખોટી?
    રશિયા ને નવું રૂપ આપનાર ગર્બાચોવ પણ એજ જૂની સિસ્ટમ માં ભળી તેમાંથીજ પહેલા ચૂંટાઈને આવેલા પછી તેમણે બધું જડમૂળ માંથી બદલ્યું.
    હવે વાત રહી કામધંધો ન કરવા બાબત. જો ગાંધીજી ખુબ ઉમદા વકીલ હોત તો? તો ભારતને આટલું કામ લાગત?. અમારા એક મિત્ર ૫૫ વર્ષ સુધી એક પણ ધંધો કર્યોનથી (કે સફળ નથી થયા) પરંતુ તેમના જંગલ અને પહાડો માં ફરવાના શોખ અને કુશળતા ને લીધે હજારો લોકો ને ટ્રેકર બનાવ્યા છે . નેસનલ કક્ષા ના ટ્રેકર અપ્યાછે મને હિમાલય માં ફેરવ્યો છે. મારો કહેવાનો મતલબ એ છેકે કોઈને સફળ કે અસફળ કહેવા માટે અલગ અલગ પેરામીટર હોઈ શકે.
    ફરી ખુબ સરસ લેખ બદલ અભિનંદન!

    Like

    1. ‘મિત્ર’
      ગાંધીજી ઉમદા વકીલ હોત તો આટલું કામ નાં કર્યું હોત.સતત કર્મ કરતા હતા.બેચાર કલાક જ ઊંઘતા હતા.દેશ ને ગુલામી માંથી મુક્ત કરાવવા જેટલું મહાન કામ કોઈ બીજું નાં હોય.અપના મિત્ર પણ ટ્રેકર છે.ખુબ ચાલે છે,પહાડો ચડે છે,બીજા ને શીખવે છે.બેસી નથી રહેતા ભજન ગાઈ ને.સાચો પસ્તાવો કર્મ ફળ માંથી મુક્તિ નાં હોય.સાચો પસ્તાવો એ કે ફરી એવી ભૂલો નાં થાય.પણ કરી તેનું શું?ખુબ આભાર.

      Like

  9. શ્રી ભૂપેન્દ્રસિંહજી,મને પ્રાચિન ભજનો ખૂબ જ ગમે છે.અને તેમાં પણ નરસિંહ મેહતાનું ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ .ભજન સાંભળવાથી બે ક્ષણ મગજમાં શાંતિ જરૂર છવાય જાય (ચમત્કારી દ્રષ્ટીએ નહિં).પણ નરસિંહ મેહતા સાથે જોડાયેલા ચમત્કારોમાં જરા પણ વિશ્વાશ નથી.
    અને આ જેસલ જાડેજા ખતરનાક માણસ હતો.ઉપેન્દ્ર ત્રિવેદી (જેસલ જાડેજા) અને સ્નેહ લતા (તોરલ) અભિનિત ફિલ્મ પણ ઘણા વર્ષો પહેલા જોઇ હતી (ફિલ્મનુ નામ જેસલ-તોરલ).જેસલ જાડેજા દાઉદ ઈબ્રાહિમ અને લાદેનને પણ સારા કહેવડાવે તેવો હતો.તેનો એક ડાયલોગ સોલેની જેમ ખૂબ જ હિટ છે.ડાયલોગ–> “હું કોણ ? ધરતીનો કાળો નાગ,જેસલ જાડેજો” . મેં તો સાંભળ્યુ છે કે ૨૦૦૧ના ભૂકંપ વખતે જેસલ-તોરલની સમાધી વાળું મંદિર ભાંગી ગયુ છે .
    ખરેખર તો કર્મના કુંડાળામાં ન પડવુ જોઇએ.સિંહની માફક ખોરાક મેળવવા મેહનત કરો,બ્લોગ લખો,જલ્સા કરો…..બાકી કર્મના લફડામાં જેટલા પડ્યા છે તેઓએ બુદ્ધીથી કશું વિચાર્યુ જ નથી.તેમના બ્રેનની માર્કેટમાં સારી કિંમત આવે તેમ છે.કેમકે તેઓએ મગજ કયાંરેય યુઝ જ નથી કર્યુ <-(૩-ઈડિયટનો ડાયલોગ છે:) )

    Like

    1. નરસિંહ નાં ભજનો ઘણા સારા છે.ઘણા તો ઉચ્ચ ફિલોસોફી નાં તત્વો ધરાવે છે.પણ ઉંચી ફિલોસોફી અને આઈડીયોલોજી નવરા લોકો નું કામ છે.એમાં વાસ્તવિક જરૂરિયાતો ભુલાઈ જવાય છે.

      Like

      1. પણ ઉંચી ફિલોસોફી અને આઈડીયોલોજી નવરા લોકો નું કામ છે.એમાં વાસ્તવિક જરૂરિયાતો ભુલાઈ જવાય છે.

        એમ નથી. નરસિંહ મહેતાને ભક્તિભાવ હતો એટલે એઓ આવા ભજન લખી શક્યા.
        હું આવા ભજનો ગાઈ શકું પણ મારામાં એવો ભાવ જ ન હોય તો સુધારો કેમ થાય?

        “હા પસ્તાવો…” એ કાયદાની દ્રષ્ટિએ લખાયેલું કાવ્ય નથી.
        તમને/મને લાગે કે કઈ ખોટું કર્યું છે અથવા થઈ ગયું છે તો એનાં પર ચિંતન કરીને પસ્તાવો થવો એનાથી મન સ્વસ્થ થશે. કાયદો એના મુજબ સજા કરશે.

        પણ પસ્તાવાથી કદાચ સજાને સ્વીકારવાની શક્તિ મળી શકે.

        આપણે ગાંધીના અહિંસાના ગાણા ગાઈએ પણ એમની જેમ એક ટકાનું જીવન ન જીવીએ તો આપણે દમ્ભી.

        વાંક ધર્મનો નથી. ગાંડા માણસનાં હાથમાં બંદુક હોય તો શું થાય?
        આજે બધા સંપ્રદાયોમાં મોટેભાગે આવી સ્થિતિ છે. એનાથી ધર્મ ખોટો નથી પડી જતો.

        મોરારીબાપુ ને મેં માત્ર ટીવી પર જોયા છે અને ઓછા સાંભળ્યા છે. પણ “પઢાઈ હાર ગઈ…” એ વાક્ય પકડીને ચાલશો તો તમને ખોટો જ લાગશે. માની લો કે એમણે એમ કહ્યું હોય તો પણ એ પોતાના માટે કહ્યું હોઈ શકે. એનો અર્થ લોકોએ એમ કાઢવાની જરૂર નથી કે બધાને એ ફોર્મ્યુંલા ઉપયોગી થશે.

        આંખ/કાન બંધ કરીને ચાલવાના મજા નથી.
        એક વિનંતી: દરેક વાતને એબ્સોલ્યુટ રીતે ન જોતા બંને બાજુ જોશો તો સારું રહેશે.
        મારો પણ આ પ્રયાસ ચાલુ છે.

        એક દ્રષ્ટિએ હું એથીસ્ટ છું પણ એનો અર્થ એમ નથી કે બાકી બધાનો હું વિરોધ કરું છું અથવા બાકી બધા (જે ભગવાનમાં માને છે) મૂર્ખા છે. આવો એકપક્ષી વિચાર યોગ્ય નથી.

        Like

        1. ભાઈ,
          આવા ચીપ સંદેશા જાહેરમાં ટીવી ઉપર નાં અપાય.કારણ નાનાબાળકો નાં સબ કોન્શિયસ માઈન્ડ તરત પકડી લે.એ એવું કહી શક્યા હોત કે ભાઈ હું ભણી ના શક્યો મારી મજબૂરી હતી,પણ તમે બધા ભણજો.પ્રજા નું ઘડતર મહાપુરુષો ની વાણી થકી થતું હોય છે.આવી આઈડિયોલોજી થકી ભારત સાવ નમાલું બની ચુક્યું છે.ગાંડા માણસો જ બંદુક હાથ માં લઇ ને ફરતા હોય છે ડાહ્યા નહિ.હાલ જુઓ બંદુક કોના ખભે હોય છે?

          Like

Leave a comment