
પૂર્વ આફ્રિકા ખંડ માં આવેલા કેન્યા અને ઈથિયોપિયા ને આવરી લેતી ગ્રેટ રીફ્ટ વેલી એ માનવ નું જન્મસ્થળ મનાય છે.૧૦ મિલિયન વર્ષ પહેલાના નાં ગળા માં ત્યાં ચિમ્પાન્ઝી જેવા અનેક એપ્સ ની બોલબાલા હતી.ગીચ વર્ષા વનો થી ઉભરતો આ પ્રદેશ,જ્વાલામુખીઓ ફાટતાં ઉજ્જડ બનવા લાગ્યો.પાછા વર્ષા વનો ઉભા થઇ જતા,અને પાછું બધું ઉજ્જડ.આવું હજાર વર્ષ ના ગાળે વારંવાર બનતું.એમાં પછી એક દિવસ સાવ ઉજ્જડ જ થઇ ગયું.બસ કલાયમેટ ચેન્જ માનવ જન્મ માટે કારણભૂત બન્યું તેવું વૈજ્ઞાનિકો નું માનવું છે.એપ્સ મૂળભૂત રીતે વૃક્ષો ઉપર જ વસવાટ કરતા હોય છે.વાનરો સહીત બધા પ્રાણીઓ ચાર પગે ચાલે છે,જયારે એપ્સ આગળ નાં બે પગ અથવા હાથ ગણો તો નકલ ટેકવી ને ચાલે છે.પંજો ઉન્ધો ટેકવી ને ચાલે.ચાલે તો ચાર પગે જ ગણાય.ખાલી માનવ જ એવો છે જે બે પગે ચાલે છે.હવે જયારે આ પ્રદેશ ઉજ્જડ થઇ ને પહેલા ઘાસિયા મેદાનો માં પરિવર્તિત પામ્યો ત્યારે આ એપ્સ ને ચાલવાનું વધી ગયું કારણ હવે વૃક્ષો ખાસ બચ્યા નહોતા.બધાજ પ્રાણીઓ માં એપ્સ નું બ્રેઈન વધારે મોટું છે.એટલે બુદ્ધિશાળી તો ખરું જ.ચાર પગે ચાલવામાં ચાર ઘણી એનર્જી વધારે વપરાય છે.એનર્જી બચાવો!!!
ઈથિયોપિયા માંથી વૈજ્ઞાનિકો ને એક પ્રાણી નું પૂરેપૂરું ફોસિલ મળ્યું,જે ને નામ અપાયું લુસી.૩.૩ મિલિયન વર્ષ જુનું આ ફોસિલ એપ્સ અને માનવ ની વચ્ચેનું હતું.૩.૮ ઈચ ઊંચું અને ચીમ્પ જેવડું બ્રેઈન ધરાવતું આ નૃસિંહ અવતાર હતું.નાં પૂરું માનવ નાં પૂરું ચીમ્પ.બે પગે ચાલતું હતું,અને વૃક્ષ ઉપર પણ રહેતું.છતાં વૈજ્ઞાનિકો ને એક કડી ખૂટતી હતી.વૈજ્ઞાનિક મિશેલ ને થયું જરા બીજે શોધખોળ કરીએ.એ ગયા જરા પશ્ચિમ બાજુ ૬૦૦ માઈલ.સન ૨૦૦૧ માં સહારા પ્રદેશ માં થી એક બીજું ૬ મિલિયન વર્ષ જુનું ફોસિલ મળ્યું.એક મિલિયન એટલે દસ લાખ ગણવાના.આ હતું પૂરેપૂરું એપ્સ પણ બે પગે ચાલનારું એપ્સ.એનર્જી બચાવો અંદોલન નો પ્રથમ પ્રણેતા.ત્રણ વર્ષ ની ઉંમરે ચીમ્પ નું બ્રેઈન ૯૦% વિકસિત હોય છે.આ ‘સલામ’ નું બ્રેઈન ૭૫% વિકસિત હતું.ચીમ્પ નાં બ્રેઈન કરતા શરીર નાં પ્રમાણ માં માનવ નું બ્રેઈન ત્રણ ઘણું મોટું હોય છે.માનવ બ્રેઈન ને પુખ્ત થતા લગભગ બે દાયકા વીતી જાય છે.જયારે બાળ ચીમ્પ ને પુખ્ત થતા ૭ વર્ષ જ લાગે.બ્રેઈન ના વિકાસ માટે લાંબુ બાળપણ આવશ્યક છે.એપ્સ પછી બે પગે ચાલતું એપ્સ,પછી લુસી નહિ પૂરું એપ્સ નહિ પૂરું માનવ પણ બે પગે ચાલનારું અને હવે માનવજાત.૧.૬ થી ૨.૫ જુના હોમો હેબીલસ નાં ફોસિલ મળ્યા છે.આશરે ૨ મિલિયન વર્ષ પહેલા આવ્યા હોમો ઈરેક્ટસ જે આપણાં પૂર્વજ ગણાય.આપણે હોમો સેપિયન કહેવાઈએ.ઉત્તર કેન્યા માંથી એક ભાઈ મળ્યો ફોસિલ રૂપે સચવાયેલો નામ આપ્યું છે ટર્કાનાં બોય કેટલી ઉંમર છે?ખબર છે એની?પુરા દોઢ મિલિયન વર્ષ,૧૫ લાખ વર્ષ.આ હતો હોમો ઈરેક્ટસ બાળ ૮ વર્ષ ની ઉંમરે મૃત્યુ પામેલો પણ ઉંચાઈ હતી ૫.૩ ઇંચ.માનવ કરતા થોડું નાનું બ્રેઈન અને એપ્સ કરતા ઘણું મોટું.પહેલા બે પગે ઉભા થયા પછી પગ લાંબા અને હાથ પાતળા થયા,પછી બ્રેઈન મોટું થયું અને માનવ નો જન્મ થઇ ચુક્યો હતો.
પણ બ્રેઈન ૨૫% એનર્જી ખાઈ જાય છે એમાં પાછું મોટું બ્રેઈન.હવે ચીલાચાલુ ખોરાક ચાલે નહિ.પથ્થરો ના બનાવ્યા ઓજારો અને સમૂહ માં શિકાર કરવાનું ચાલુ થયું.કુદરતી રીતે લાગતાં દવ એટલે જંગલો માં લગતી આગ માં શેકાયેલા પશુ કે પક્ષી ખાઈ ને માંસ શેકી ને ખાવાનું શીખ્યા.મોટા ભાગે શિકારી પ્રાણીઓ રાત્રે શિકાર શોધતા હોય છે.એમનાથી બચવા અગ્નિ પ્રગટાવવાનું શીખી અને એની આસપાસ બેસતા ધીમે ધીમે સામાજિક બનતા ચાલ્યા.અને શિકાર માટે સમૂહ નો ઉપયોગ કરતા થયા.પશુઓ બપોરે ગરમી થી બચવા અને એનર્જી બચાવવા આરામ કરતા હોય છે.ત્યારે આ લોકો નો શિકાર નો સમય થાય.સતત દોડવાની ક્ષમતા મેળવી અને પશુઓ ને દોડાવી દોડાવી થકવી નાખી ને શિકાર કરવાનું શીખ્યા.આજે પણ કલ્હારી ના બુશ લોકો ચાર કલાક દોડી શકે છે શિકાર પાછળ.હોમો ઈરેક્ટસ તરત જ આફ્રિકા છોડવા મંડેલા.જ્યોર્જીયા કોકેસસ માંથી પણ ફોસિલ મળ્યા છે જે ૧.૮ મિલિયન વર્ષ જુના છે.ફક્ત ત્રણ ફૂટ ઊંચા પણ પૂર્ણ વિકસિત એવા માનવ ફોસિલ ઇન્ડોનેશિયા માંથી પણ મળ્યા છે.
માનવ બ્રેઈન એક યુંનીક્નેસ અર્પે છે માનવ જાત ને.બીજાના મનમાં શું ચાલે છે તેનો વિચાર કરવો,ઈમેજીનેશન કરવું,સહકાર એટલે કોઓપરેશન,ઈમોશન્સ અને ખાસ લેન્ગવેજ આ બધી બાબતો એ માનવ બ્રેઈન ની વિશિષ્ટતાઓ છે.એક નાની ૬ મહિનાની બેબી છે.એની સાથે વૈજ્ઞાનિકો બેઠા છે.સામે એક બોર્ડ ઉપર એક લાલ રંગ નો લાકડાનો ટુકડો છે.હવે એક બીજો પીળા રંગ નો ટુકડો પેલા લાલ રંગ નાં ટુકડા ને ધક્કા મારે નીચે તરફ પાડતો હોય છે જયારે બીજો વાદળી રંગ નો ટુકડો એને સહારો આપી ને ઉપર ચડાવતો હોય છે.બેચાર વાર આવું કરી ને બંધ કરવામાં આવે છે.પછી વાદળી અને પીળા રંગ નાં ટુકડા ને પેલી છ મહિના ની બેબી પાસે લાવવામાં આવે છે.પેલી જટ દઈ ને વાદળી રંગ નો ટુકડો પકડી લે છે. બીજા પપેટ લાવી ને જુદા જુદા પ્રયોગો પણ કરવામાં આવે છે.બાળકો પણ બદલાતા જતા હોય છે.જે પપેટ બીજા પપેટ ને સહકાર આપતું હોય તેને આ બાળકો પસંદ કરી લેતા હોય છે,અને સહકાર નાં આપતું હોય તેને ઇગ્નોર કરવામાં આવતું હોય છે છે ને માનવ બ્રેઈન ની કમાલ? માટે એક ગાંધીજી,નેલ્શન માંડેલા,માર્ટીન લ્યુથર કિંગ જેવા આજે પણ લોકો ને પ્રિય હોય છે હિટલર નહિ.
જ્યોર્જ વોશીન્ગ્ટન યુની,કોલમ્બિયા યુની,હાવર્ડ યુની,ઓરેગન યુની,સ્મિથ સોનિયાન યુની અને એમ.આઈ ટી જેવી બીજી યુનીવર્સીટી ઓ નાં પ્રોફેસરો નાં વાર્તાલાપો માંથી આ લેખ તૈયાર કર્યો છે.
ખુબ ખુબ આભાર. નીચે યુનીવર્સીટી અને વાર્તાલાપનો ઉલ્લેખ છે. શું લાગે છે ગળે ઉતરશે?
હારવર્ડ અને એમ.આઈ.ટી. નો ઉલ્લેખ કરેલ છે. હું એમ માટે માશાકુશેટ ઉચ્ચાર કરું છું સાચું શું છે?
LikeLike
વોરા સાબ,
ગળે ઉતરે કે નાં ઉતરે પણ ફોસિલ મળ્યા છે તે હકીકત છે.માશાકુશેટ ને બદલે માથાકૂટેસ સારું લાગે છે નહિ?હું કઈ મારા ઘર નું તો લખતો નથી.સાયંસ ચેનલો જોઈ ને લખું છું.મને સાયંસ માં રસ છે,હું રોનેધોને વાળી હિન્દી સીરીયલો જોતો નથી.મેં હિન્દી ચેનલ્સ લીધી જ નથી.આભાર.
LikeLike
મેસેચ્યુસેટ્સ
LikeLike
સરસ માહિતી.
લગભગ 70,000 વર્ષ પહેલા માનવોએ આફ્રિકામાંથી સ્થળાંતર કર્યું અને દરેક જગ્યે વસતા હોમો નિએંડર્થલ (જે પણ માનવોની એક પ્રજાતિ હતી)ને હડસેલી મૂક્યા અને નાબૂદ કરી નાંખ્યા. કદાચ આપણા હોમો સેપિયંસમાં આ ગુણ સદીઓ જુનો છે 🙂
લગભગ 25000 વર્ષ પહેલા મનુષ્ય પથ્થરના શીલ્પ બનાવતા (અને એ માટેના જોઈતા સાધનો પણ) શીખી ગયો હતો.
LikeLike
ચિરાગ ભાઈ,
હોમો નિએંડર્થલ સિવાય પણ બીજી પ્રજાતિઓ સમાંતર વિકસેલી પણ તમે કહો છો તેમ આપણે સેપીયંસ હડસેલી દેવામાં માહિર બધાને કાયમ માટે હડસેલી દીધા.
LikeLike
આપે ખુબ જ રસપ્રદ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે માહિતી મૂકી છે. આપણા મૂળ સુધીની સફર કરાવવા બદલ અભાર… પેલી જૂની કહેવત સાંભળી હશે કે વાંદરો ઘરડો થાય તોય ગુલાંટ મારવાનું ભૂલે નહી….!! એ માણસ માટે એટલે જ કહેવાય છે…!!!! આપનાં વિચારોનું કુરુક્ષેત્ર ચાલતું રહે તેવી શુભેચ્છા.
LikeLike
મૌસમી બેન,
આપણાં પૂર્વજો ના સંસ્કાર ગુલાંટ મારવાના જાળવી રાખવા પડે..
LikeLike
ભૂપેન્દ્રસિંહજી, સરસ લેખ.
માનવ બ્રેઇન વિશે થોડુ વધારે.
શરીરમાં મગજ એવું અંગ છે જેને પીડા થતી નથી.
મગજમાં જે સ્મૃતિ માટેનો ભાગ છે તે દરેક સેકન્ડે ૧૦ જેટલી માહિતીની આઇટમો સંઘરવાની શક્તિ ધરાવે છે.
પુરુષના મગજનું વજન લગભગ ૧૪૦૦ ગ્રામ હોય છે પણ સ્ત્રીના મગજનું વજન ૧૨૬૦ ગ્રામ સરેરાશ હોય છે. પરંતુ સ્ત્રીનું મગજ લાંબુ ટકે છે પુરુષનું મગજ જલ્દી ખરાબ થઇ જાય છે
શરીરનો ૨૦ ટકા ઓક્સિજન મગજ વાપરે છે.
ટેલિફોન સિસ્ટમ કરતાં માણસનું મગજ સો ગણાં વધુ કનેક્શન કરી શકે છે.
જમણા ભાગનું મગજ ડાબા હાથને કંટ્રોલ કરે છે લોજિકલ થિંકિંગ કરે છે અને વધુ સ્પષ્ટ જોઇ શકે છે.
ધડથી માથું અલગ થાય તો પણ ૨૦-૨૫ સેકન્ડ સુધી મગજ કામ કરે છે.
LikeLike
મીતાજી,
ભલે અમારું મગજ લાંબુ ના ટકે અને જલ્દી ખરાબ થઇ જાય પણ તમારા થી મોટું છે,અમારા કૉલર ઊંચા!!!!!
LikeLike
Homo sapiens were more modern looking people…’ wise man’ they appeared about 750000 years ago. While Neanderthals died about 30ooo years ago…probably suffering in competition for food with modern humans.
Survival of fittest…… 🙂
વ્હાલસોયું નિમંત્રણ ….જરૂર થી આવશો …… આપ ખુદ નેજ પામશો ……
http://piyuninopamrat.wordpress.com/2010/09/10/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E2%80%A6-%E0%AA%9C%E0%AA%B0/
With Regards,
Paru Krishnakant
LikeLike
શ્રી ભુપેન્દ્રસિંહજી, ગુજરાતીમાં આવી બધી માહિતીઓ ભાગ્યે જ જાણવા મળે છે. આપ આવા લેખ આપી અને ખરે જ ઉમદા કાર્ય કરો છો. મને તો લગભગ બધું જ પહેલી વાર જાણવા મળ્યું, એકદમ રસપ્રદ લાગ્યું. (જો કે ૮-૧૦ વખત બધૂં વાંચવું પડ્યું ! હું હજુ “લુસી” કે “નૃસિંહ” છું !!)
આભાર.
LikeLike
શ્રી અશોકભાઈ,
હું મોટા ભાગે સાયન્સ ચેનલ્સ જોઉં છું.પછી થોડું જોતા જોતા ટપકાવી લઉં છું,લેખ તૈયાર.મેં અગાઉ પણ લુસી વિષે ક્યાં કોઈ લેખ માં લખેલું છે.આપણાં હોમો સેપિયન ની સાથે સાથે યુરોપ માં અને પૃથ્વી નાં ઉત્તર ભાગ માં હોમો નિએંડર્થલ જાત નાં આપણા કજિન રહેતા જ હતા.જર્મની માં એક આખી ખીણ માં ૩૦૦ ફોસિલ એ લોકોના મળ્યા છે.એ ખીણ ને હોમો નિએંડર્થલ વેલી તરીકે ઓળખવામાં આવે છે.રસ પૂર્વક વાચવા બદલ ખુબ આભાર.નૃસિંહ ની વાર્તા મહજ કલ્પના નાં હોય.જૂની યાદો હોય.
LikeLike
Dear brother,
Good article once again.The missing link is yet to be found officially.How ever humans appeared about 17 lac years before. Nru- sinh word is from sanskrit or hindi language and is refered for incarnation of lord Vishnu(a combination of lion and man) for killing Prahlad’s father.Not a combination of a chimp and a man.Why can not you use Nru-kapi? we already have Hanumanji who had a monkey’s tail and face.
LikeLike
વાત તો ભાઇ સાહેબ આપની યોગ્ય લાગે છે, એમ લાગે છે કે મનુષ્ય અને વાનરની વચ્ચેની કડીરૂપે કદાચ હનુમાનજીને દર્શાવ્યા હોય. ’નૃકપિ’ શબ્દ સારો લાગ્યો.
LikeLike
અશોક ભાઈ,
હનુમાનજી એક મહજ કલ્પના માત્ર છે.કારણ એપ્સ પછી માનવ પેદા થયો છે અને હનુમાનજી ને પૂંછડી હતી,એપ્સ ને પૂંછડી નાં હોય.બીજું એપ્સ બોલી શકતા નથી,જયારે હનુમાનજી તો બોલતા હતા.અને સિંહ અને માનવ નું ભેગું પેદા થવું તેતો અશક્ય છે.એ પણ એક કલ્પના માત્ર જ છે.એપ્સ ચાર પગે એટલે નકલ વોકિંગ કરે છે.જે સહારા નાં પ્રદેશ માંથી ફોસિલ મળ્યું છે તે બે પગે ચાલતું એપ્સ છે.ત્યાર પછી લુસી મળ્યું છે એપ્સ અને માનવ નાં સયુંકત ગુણ ધરાવે છે.આ બધા ફોસિલ પુરેપુરા સંપૂર્ણ મળ્યા છે.એટલે ’નૃકપિ’ શબ્દ ઉત્તમ અને યોગ્ય છે,પણ નૃસિંહ તો અશક્ય છે.અને હનુમાનજી તો કલ્પના જ છે.આ કલ્પના પણ જૂની સ્મૃતિઓ અને વાતો નાં આધારે ઉપજી હોઈ શકે છે.
LikeLike