

અમેરિકા,અમેરિકા,અમેરિકા!!!!!!
અમેરિકા શબ્દ સાંભળીયે એટલે મનમાં પહેલી આકૃતિ યુ.એસ.એ ની જ ઉભી થવાની.ઘણાને ખબર હોય અને ના પણ હોય, કે અમેરિકા બે ભાગ માં વહેચાયેલો એક ખુબ મોટો ખંડ છે,અને એમાં કેટલાય સ્વતંત્ર દેશો છે.યુ.એસ.એ.પણ એમાંનો જ એક દેશ છે.પણ નાં અમેરિકા શબ્દ સાંભળી ને પહેલો વિચાર યુ.એસ.એ. નો જ આવે છે,કેમ કે આ એક દુનિયાનો સૌથી મોટો પાવરફુલ દેશ છે.ઉત્તર અમેરિકા ખંડ માં કેનેડા.યુ.એસ.એ. એમ બે મહત્વ નાં દેશો છે.એમાજ નીચે મેક્સિકો નામનો દેશ છે.જેને સેન્ટ્રલ અમેરિકામાં ગણવામાં આવે છે.દક્ષીણ અમેરિકા ખંડ અને ઉત્તર અમેરિકા ખંડ ને વચ્ચે એક નાની પટ્ટી રૂપ જોડાણ છે જેમાં નાના દેશો આવેલા છે.આ નાની પટ્ટી માં હોન્ડુરાસ,નિકારાગુઆ,અલ સાલ્વાડોર,ગ્વાટેમાલા,કોસ્ટારિકા,પનામા જેવા દેશો આવેલા છે.જયારે નીચે દક્ષીણ અમેરિકા ખંડ માં વેનેઝુએલા,ગુયાના,સુરીનામ,કોલમ્બિયા,ઇક્વાડોર,પેરુ,બ્રાઝીલ,બોલિવિયા,પેરુગ્વે,ઉરુગ્વે,ચીલી,આર્જેન્ટીના વિગેરે સ્વતંત્ર દેશો છે.વચ્ચે નાના નાના ટાપુઓ રૂપ ઘણા બધા દેશો છે જેવા ક્યુબા,ડોમોનીકન રિપબ્લિક.આ બધા માં બ્રાઝીલ અને આર્જેન્ટીના ખૂબ મોટા દેશો છે.જ્યારે પણ ગ્લોબલ ઈકોનોમી વિષે ચર્ચા ચાલે ત્યારે ભારત,ચીન ની સાથે આ બ્રાઝીલ ની પણ ચર્ચા અવશ્ય કરવી પડે છે.
આશરે ૧૭ હજાર વર્ષ પહેલા વાયા સાયબીરીયા થી માનવો ધીમે ધીમે આ અમેરિકા ખંડ માં અલાસ્કા થી પ્રવેશ કરવા લાગેલા.એમાં જુદી જુદી સંસ્કૃતિઓ અહી વિકસેલી જેવી કે Mesoamerica(the Olmec, the Toltec, the Teotihuacano, the Zapotec, the Mixtec, the Aztec, and the Maya) and the Andes (Inca, Moche, Chibcha, Cañaris).આમાં માયા સંસ્કૃતિના એમના પોતાના લેખિત રેકોર્ડ મળે છે.આ બધી સંસ્કૃતિઓ ઘણી વિકસેલી હતી.ખેતીવાડી બાંધકામ બધામાં નિષ્ણાંત હતી. એઝટેક લોકોએ એક ભવ્ય શહેર બનાવેલું Tenochtitlan ,જે પુરાણું મેક્સિકો હતું.ત્યાં લગભગ ૨૦૦,૦૦૦ લોકો રહેતા હશે.તે લોકો ખગોળીય અને ગણિતશાસ્ત્ર જ્ઞાન માં માહિર હતા.૧૪૯૨ માં કોલંબસ ની સફર પછી યુરોપિયન લોકો નાં ધાડા આવવાનું અહી ચાલુ થયું.એ લોકો ગુલામ તરીકે ખેતી કરવા માટે આફ્રિકન લોકો ને લઇ ને આવ્યા.અને સાથે સાથે જાત જાત નાં મૂળ અહીના લોકો માટે નવા એવા રોગો લઇ ને આવ્યા.એમાં અહીની સ્થાનિક પ્રજા મરવા માંડી,બંને વચ્ચે યુદ્ધો થવા લાગ્યા.રીતસર નું જેનોસાઈડ શરુ થયું અને અહીની પ્રાચીન સંસ્કૃતિઓ નાશ પામી.માયા અને ઇનકા સંસ્કૃતિઓ ખુબ વિકસેલી હતી.માયા લોકો માં માનવ બલી ની પ્રથા પણ હતી.ભગવાન ને રીઝવવા માનવ બલી?
ધાર્મિક સ્વતંત્રતા અને આર્થિક હિતો માટે યુરોપ નાં જુદા જુદા દેશો માંથી લોકો અહી આવવા લાગ્યા.સ્પેનીશ,બ્રિટીશ,આઈરીશ,ઇટાલિયન,પોર્ટુગીઝ,જર્મન,ડચ અને સ્કેન્ડીવિયન લોકો અહી વસવા લાગ્યા.સાથે મજુરી કરવા આફ્રિકન લોકો ને લાવવામાં આવ્યા.દક્ષીણ અમેરિકા ખંડ નાં દેશો માં સ્પેનીશ લોકો એ અડ્ડો જમાવ્યો.બ્રાઝીલમાં પોર્ટુગીઝ લોકોએ કબજો કર્યો.કેટલા નાના નાના યુરોપ નાં આ દેશો એ કેટલા મોટા સાહસો કર્યા.અને મોટા મોટા દેશો બથાવ્યા.આપણે તો એક ઋષીએ બકવાસ કર્યો કે દરિયો નાં ઓળંગાય બસ પતી ગયું.થોડા સાહસિક કચ્છ નાં ભાટિયા લોકો વહાણવટુ કરતા,આફ્રિકા જતા.એમાંના જ કોઈએ વાસ્કોડીગામાં ને ભારત નો રસ્તો બતાવેલો.
હાલ નાં યુ.એસ.એ. માં નાની નાની કોલોનીયો હતી.પણ રાજ્યવ્યવસ્થા બ્રિટન થી ચાલતી હતી.નાં કોઈ પ્રતિનિધિત્વ હતું.ટેક્સ ખુબ ઊંચા અને બ્રિટીશ લશ્કર ગમેતેના ઘર માં રાતવાસો કરતુ.બસ અહી વિરોધ શરુ થયો.જ્યોર્જ વોશીન્ગ્ટન આગેવાન બન્યો.થોમસ જેફરસન,બેન્જામીન ફ્રેન્કલીન અને જોન એડમ્સ જેવા આગેવાનો મળ્યા અને લડાઈ સ્વતંત્રતા ની શરુ થઇ.અંગ્રેજો એ ઘણી લડાઈઓ પછી હાર માની.૪ જુલાઈ ૧૭૭૬ નાં રોજ સ્વતંત્રતા નું ઘોષણા પત્ર લખાયું.અને વંચાયું કે ગ્રેટ બ્રિટન થી હવે સ્વતંત્ર છીએ.આ બધું ખાલી યુ.એસ.એ માટે છે.શરૂમાં બંધારણ ૧૭૮૭ માં લખાયું.અને ફક્ત ૧૩ રાજ્યો એમાં જોડાયેલા.માટે આજે પણ તેર ઓરીજોનલ રાજ્યો ના માનમાં રાષ્ટ્રધ્વજ માં તેર પટ્ટા છે.ધીમે ધીમે બીજા રાજ્યો જોડવા લાગ્યા એમ કુલ ૫૦ રાજ્યો થયા માટે અહીના રાષ્ટ્રધ્વજ માં ૫૦ તારાઓ ના ચિન્હો છે.અહી કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે અને કોઈ પણ ધર્મ નાં પાળવો હોય તેની પણ છૂટ છે.અહીની ઈકોનોમી કેપીટાલીસ્ટ અને મુક્ત બઝાર ની કહેવાય.
રાજ્યવ્યવસ્થા માં કોંગ્રેસ અને હાઉસ મુખ્ય છે.કોંગ્રેસ માં દરેક રાજ્ય દીઠ બે સેનેટ નાં સભ્યો ચૂંટાય.અને હાઉસ માં રાજ્ય ની વસ્તી નાં પ્રમાણ માં સભ્યો ચૂંટાય.બધાના ઉપરી રાષ્ટ્રપતિ ચાર વર્ષ માટે ચૂંટાય.બે વાર ચૂંટાઈ શકે ત્રીજી વાર નહિ.પ્રથમ રાષ્ટ્રપતિ અહીના રાષ્ટ્રપિતા ગણાતા જ્યોર્જ વોશીન્ગ્ટન જ બન્યાં.જે ખાસ મહત્વ નું બન્યું હતું.આપણે ભૂલ કરી મહાન બનવાના ચક્કર માં,અને પોતાને રાજ્ય કરવાની કે હોદ્દો ભોગવવાની કોઈ ઈચ્છા નથી તેવું બતાવવાના ચક્કર માં ગાંધીજી વડાપ્રધાન ના બન્યા.જે મહાન ભૂલ મારે હિસાબે હતી.અને સત્તા પર નાં હોવાથી એમનું પાછળ થી કોઈ સાંભળતું ના હતું.અહીના જેટલા ફાઉન્ડર ફાધર હતા તે બધા વારાફરતી રાષ્ટ્રપતિ બનેલા.એમણે યુદ્ધો લડેલા બલિદાનો આપેલા અને એક મહાન દેશ રચવાનું સ્વપ્ન સેવેલું જે પૂરું કર્યું.અહી ભારત માં સ્વતંત્રતા નાં લડવૈયા ધીમે ધીમે બાજુ પર ધકેલાઈ ગયા.નહેરુ ઊંચા આદર્શવાદી હશે કદાચ પણ દીર્ઘ દ્રષ્ટા નહિ હોય.આદર્શો થી અહંકાર સંતોષાય,રોટલા નાં નીકળે.અહી ધર્મો પાળવાની છૂટ છે,ધર્મો ને રાજકારણ માં ડખલ કરવાની છૂટ નથી.સેનેટર ૬ વર્ષ માટે,હાઉસ નાં ધારાસભ્ય ૨ વર્ષ માટે અને રાષ્ટ્રપતિ ૪ વર્ષ માટે ચૂંટાય છે.હાઉસ માં ૪૩૫ સભ્યો હોય.સેનેટ માં ૧૦૦ સેનેટર હોય.રાષ્ટ્રપતિ માટે વોટીંગ નવેમબર માં જ થાય.હાલ નાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાં ૪૪ માં પ્રમુખ છે,પ્રથમ આફ્રિકન અમેરિકન,મીલીટરી નાં કમાન્ડર ઇન ચીફ,૪ ઓગસ્ટ ૧૯૬૧ માં Hawaiiમાં જન્મેલા,કોલમ્બિયા યુની નાં સ્નાતક,હાવર્ડ નાં કાયદા નાં સ્નાતક અને વર્ષો થી ઈલીનોઈ નાં સેનેટર તરીકે સેવા આપતા હિસ્ટ્રી મેકર પ્રેસિડેન્ટ કહેવાય,એમના પત્ની મિશેલ “the first lady “કહેવાય.અહીના વાઈસ પ્રેસિડેન્ટ Biden ૪૭ માં ઉપરાષ્ટ્રપતિ,૨૦ નવેમ્બર ૧૯૪૨ માં જન્મેલા,યુ.એસ સેનેટ નાં પ્રેસિડેન્ટ અને રાષ્ટ્રપતિ નાં ઉચ્ચ સલાહકાર કહેવાય.બંને ડેમોક્રેટિક પાર્ટી ના છે.
૧૮ મી સદી માં અહી ઉત્તર અને દક્ષીણ નાં રાજ્યો વચ્ચે સિવિલ વોર થયા.તે વખતે અબ્રાહમ લિંકન પ્રમુખ હતા.દક્ષીણ નાં રાજ્યો ખેતી પ્રધાન હતા એમણે ગુલામો ની જરૂર હતી.જયારે ઉત્તર નાં રાજ્યો ઔદ્યોગિક હતા.ગુલામી નાબુદી એક મહત્વની જરૂરિયાત હતી જે દક્ષીણ નાં રાજ્યો ને મંજુર નાં હતી.પણ છેવટે એમણે હાર માની.લીન્કને ગુલામી પ્રથા નાબુદ કરી અને પોતાના જીવ નું બલિદાન પણ આપ્યું,ફોર્ડ થીયેટર માં જોહન બુથ નામના માણસે એમની હત્યા કરી.અત્યાર સુધી માં યુ.એસ.એ.ના મોટા યુદ્ધો ગણો તો
અમેરીકા અને યુએસએની વીગતો વાંચી. અગાઉની બે કૃતીમાં લીન્કને બદલે માહીતી આપી છે એટલે ઘણાંને હકીકત ખબર પડશે. અમેરીકાની શરુઆતની ધારાસભામાં ભારત જેવા જ લાલુ પ્રસાદ કે ફુલણ દેવી હતા. બીજા વીશ્વયુદ્ધમાં જાપાન ઉપર અણુ હુમલો કરી નીર્દોષની જાનહાનીમાં અમેરીકા કે યુએસએ પહેલો આવે જે વીયેતનામ, ઈરાન, ઈરાક, અફઘાનીસ્તાન સુધી ચાલુ છે.
LikeLike
સાચી વાત છે,બુશ ભાઈ બીજા લાલુ કે ફૂલન જ હતા ને?ક્લીન્ટન ભાઈ 5 ટ્રીલીઓન ડોલર મુકીને ગયા હતા,હવે?બધે કાગડા કાળા જ છે.આભાર.
LikeLike
મુરબ્બી શ્રી ભુપેન્દ્ર્સીહજી રાઓલ,
કુરુક્ષેત્ર ને કલમના સહારે ખુબ સુદર વાંચન આપ્યું છે.
આપના દરેક લેખમાં કૈક નવીનતા હોય છે.
આજે અમેરિકા અમેરિકા લેખ વાચ્યો . ખુબ છણાવટ અને
ઘણું શોધખોળ કરીને સુદર માહિતી સભર લેખ લખ્યો છે.
અમેરિકા અને ખંડના દેશોની વિગત ખુબ સરસ છે. હું વર્ષો
પહેલા શિક્ષક હતો. મારી પાસે પણ આટલી માહિતી નથી.
જયારે ભારત જાઉં ત્યારે મિત્રો ઘણું પૂછે. જેમ કે સ્ટોર,રસ્તા
તો જાણતો હોઉં તે જાણવું. મારા ખ્યાલ મુજબ આ લેખ આપ
ગુજરાત સમાચાર , સંદેશ, દિવ્ય ભાસ્કર માં આપો તો લોકોને
અને શિક્ષકો, વિદ્યાર્થીઓને ખુબ સુંદર માહિતી મળશે.
આપ શ્રીને ખુબ ધન્યવાદ અને અભિનંદન.
LikeLike
ભાઈ,
આભાર લેખ લાંબો થઇ જવાની બીક માં ઘણી બધી માહિતી ટૂંકાવી નાખી છે,અથવા બાકી રાખી છે.ગુજરાતી ન્યુઝ પેપરવાલા ને આપણાં જેવા માં રસ હોતો નથી.એમને તો ગોસીપ અને ખ્યાતનામ લેખકો માં રસ હોય છે.મેં ઘણી વાર સારું લખીને મોકલ્યું છે,પણ છાપે નહિ.મને ઈતિહાસ માં રસ ખરો.એમાં સીટીઝન માટે ની એક્ઝામ ની તૈયારીમાં આ બધી માહિતી મળેલી.થોડું હું જાણતો હતો.અને થોડું સર્ચ કર્યું.આપનો આભાર.
LikeLike
યુ એસ વિષેની જાણકારી રસપ્રદ છે. પણ આપે જે કહ્યું કે
“પોતાને રાજ્ય કરવાની કે હોદ્દો ભોગવવાની કોઈ ઈચ્છા નથી તેવું બતાવવાના ચક્કર માં ગાંધીજી વડાપ્રધાન ના બન્યા.જે મહાન ભૂલ મારે હિસાબે હતી”
એ વાત કઠે તેવી છે.
ગાંધીજીનું આવું કોઈ ચક્કર ન હતું. રાજાએ (શાસકે કે નંબર વન સત્તાધીશ વ્યક્તિએ જે નામ આપવું હોય તે આપો)કરેલી ક્રાંતિ ટકતી નથી એટલું જ નહીં તે કદાચ “ક્રાંતિ” ન પણ હોઈ શકે.
“ક્રાંતિ” વ્યક્તિગત અભિપ્રાયની વાત છે અને વિવાદાસ્પદ પણ છે. લોકશાહી એ પ્રજા થકી છે, પ્રજા માટે છે અને પ્રજાની છે એ કોઈ બ્રહ્મ વાક્ય નથી. લોકશાહી એ એક સાપેક્ષ પરિસ્થિતિ વાળી પ્રથા છે.
ઘણા મહાનુભાવોએ ઈન્દીરા ગાંધીની “નયી રોશની”માંના “બેંકના રાષ્ટ્રીય કરણના પગલામાં” ક્રાંતિના દર્શન કરેલા. અને તે “ક્રાંતિ” બેંકોના વહીવટને ખાડામાં લઈ ગયી તેનાથી આપણે અજાણ નથી.
આ બધી વાતો લાંબી છે. શાસકો દ્વારા થતી અને થઈ શકતી ભ્રામક ક્રાંતિઓને મહાત્માગાંધી કલ્પી શકતા હતા. તેથી જ તેમણે પ્રથમ હરોળના નેતાઓને પ્રજા પાસે જવાનું કહેલ. દેશનું શાસન બીજી હરોળના નેતાઓને સોંપવાની વાત કરેલી જેથી શાસન ઉપર પ્રજાનું અનુશાસન રહે.
લોકશાહી પ્રથા ચોક્કસ રીતે સાપેક્ષે સારી પ્રથા છે. તમે શાસકની ભૂલોને સુધારી શકો છો. તમે શાસકને બદલી શકો છો. પણ તે દરમ્યાન ઘણીવાર ઘણું મોડું પણ થાય છે. વળી ચૂંટણી એક રમત છે. અને રમતમાં દાવપેચ અને કાવાદાવાઓ પણ હોય છે. લોકશાહી પોતેજ સાપેક્ષ છે. ગુજરાતની પ્રજાએ નવનિર્માણમાં ચિમનભાઈ પટેલ અને ઇન્દીરા કોંગ્રેસને સત્તા સ્થાનેથી હઠાવેલા. પણ તે દરમ્યાન કોંગીએ જનતાને વિભાજીત કરી વર્ગ વિગ્રહને ઉછેરી દીધેલો. અને તેના શરમજનક પરિણામો ૧૯૮૧ પછી જોવા મળેલાં.
ક્રાન્તિ પ્રજા તરફથી આવવી જોઇએ.
વધુ માટે કોપી પેસ્ટ અને ક્લીક કરો “હાડ માંસના રામ (Rama the Real in Flesh and Blood)
http://shirish-dave.sulekha.com/blog/post/2007/03/rama-the-real-in-flesh-and-blood.htm
LikeLike
દરેક વ્યવસ્થા માં ગરબડો તો રહેવાની જ.ગાંધીજી પોતે કદાચ પ્રમાણિક પણે એવું માનતા હશે પણ પોતે જાતે દેશ ના વડા બન્યા હોત તો શું વાંધો હતો?અને સખત થઇ ને મજબુત એવા સરદાર ને વડાપ્રધાન બનાવ્યા હોત તો?દેશ નું ચિત્ર આજે કદાચ જુદું હોત.રાજ કરવામાં લાગણીઓ નું મહત્વ નાં હોવું જોઈએ.નહેરુ રિસાયાં હતા અને સરદાર ખસી ગયા.ગાંધીજી અપરોક્ષ રીતે દેશ ની દુર્દશા નું કારણ તો બન્યા.જે બલિદાનો આપી ને મહાન થવાનું રામાયણ થી ચાલ્યું આવે છે તે અહી થયું કે શું?જુનાગઢ અને હૈદરાબાદ,દીવ દમણ અને ગોવા ના પ્રશ્નો જે રીતે હલ થયા તે રીતે કાશ્મીર નો પણ થઇ જાત,પણ નહેરુએ કાશ્મીર નો હવાલો પોતાના પાસે રાખ્યો.સરદાર શું કરે?આજે દેશ સળગી રહ્યો છે કાશ્મીર ના પ્રશ્ને તે પાપ નહેરુ નું છે.ગાંધી આ દેખી કેમ નહિ શક્યા હોય?
LikeLike
“ઘણા મહાનુભાવોએ ઈન્દીરા ગાંધીની “નયી રોશની”માંના “બેંકના રાષ્ટ્રીય કરણના પગલામાં” ક્રાંતિના દર્શન કરેલા. અને તે “ક્રાંતિ” બેંકોના વહીવટને ખાડામાં લઈ ગયી તેનાથી આપણે અજાણ નથી.”
ભારતમાં હતો ત્યાં સુધી હું પણ આમ જ માનતો હતો. અમેરિકન બેંકો જેવી રીતે અમેરિકન પ્રજાનું શોષણ કરે છે તે જોયા, જાણ્યા અને અનુભવ્યા પછી માનું છું કે ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રીયકરણ ન કર્યું હોત તો આ બધી પરદેશી બેન્કોએ ભારતને ઘણું વધારે ખુવાર કરી નાખ્યું હોત. જે ખાનગી અમેરિકન કંપનીઓ અમેરિકન પ્રજાનું ભલું નથી જોતી તે વળી ભારતની પ્રજાનું હિત જોવાની હતી?
LikeLike
બેંકો ના રાષ્ટ્રીયકરણે ભારત ને અમેરિકાની જેમ ખુવાર થતું અટકાવ્યું છે.
LikeLike
wow. So many information about America and USA. Thank for the detailed information about Obama The President. I feel more information could have been mentioned related to burning topics related to migration, afghan, black people, Indians in US etc.
Cheers !!!
LikeLike
Informative 🙂
You can send this to Gujarat Samachar or any other news paper or any other gujarati magazine.
LikeLike
યુંરોપીઅનોએ બંને અમેરિકન ખંડોમાં કરેલા નરસંહારો વિષે ઓક્ટોબર ૨૦૦૭ ના ‘કુમાર’ માસિકમાં શ્રી પ્રફુલ્લ બી પારેખ નો લેખ વાંચવા જેવો છે.
કાશ્મીર વિષે નહેરુ જવાબદાર હતા તેમ હું પણ માનતો હતો. ગુગલ પર કાશ્મીરની ટોપોગ્રાફી ના નકશા જોયા બાદ હવે લાગે છે કે ૧૯૪૯ માં આપણા લશ્કર પાસે એવા સાધનો અને તાલીમ નહોતા કે ભેખડ જેવા સીધા ચઢાણ ચઢી તાયાફવાલાઓને હરાવી બાકીના કાશ્મીરને ‘આઝાદ’ બનતું અટકાવી શકાયું હોત. ક્રીમીઆની લડાઈમાં ૬૦૦ સૈનિકોનો ખાત્મો બોલી ગયો હતો તેમ આપનું સૈન્ય પણ વધેરાઈ ગયું હોત. પ્રતિકાર ચાલુ રાખવામાં ડહાપણ નહોતું, કેસરિયા જ કરી શક્ય હોત. લડાઈ અટકાવી યુનોમાં ગયા સિવાય બીજો વિકલ્પ નહોતો.
LikeLike
May be u r right.
LikeLike
પ્રિય ભૂપેન્દ્રભાઈ,
ગાંધીજીની અનુશાસનની વાત એક વિશાળ વિષય છે. વળી ગાંધીજી શામાટે પોતે પ્રધાન મંત્રી ન થયા તે ગાંધી વિચાર પ્રમાણે વદતો વ્યાઘાત (અબી બોલે અબી ફોક) થાય.
સ્વરાજ્ય ૧૫મી ઑગષ્ટ ૧૯૪૭ને દિવસે મળ્યું. મહાત્મા ગાંધી ૧૯૪૮ ના જાન્યુઆરી માસના અંતમાં અંત પામ્યા. સ્વરાજ્યને દિવસે મહાત્મા ગાંધી રમખાણકારોની વચ્ચે શાંતિ સ્થાપવામાં વ્યસ્ત હતા. રમખાણો જુદી જુદી જગ્યાએ ચાલુ રહેલા. ગૃહખાતું સંભાળવા માટે વલ્લભભાઈ પટેલ જ યોગ્ય હતા. નહેરુ પાસે જો ગૃહખાતું હોત તો દેશના અનેક વિભાજન થયા હોત અને ફક્ત જુનાગઢ, પાલનપુર કે હૈદ્રાબાદ જ નહીં પણ અનેક બીજા રાજ્યોના પ્રશ્નો અને સમસ્યાઓ સર્જાઇ હોત. આ વાતનો ખ્યાલ નહેરુએ હાથ લીધેલી કાશ્મિર સમસ્યા ઉપરથી આવી શકે છે. ૧૫મી ઑગષ્ટ ૧૯૪૭થી ૧૯૫૧ સુધી નો સમય કે જ્યાં બોર્ડરો ખુલ્લી રાખવામાં આવી હતી, તે સમય ગાળા માટે ગૃહખાતું જ મહત્વનું હતું. અને તે વલ્લભભાઈ પટેલને આપવામાં આવ્યું તે બરાબર જ હતું. અને દેશના હિતમાં હતું એ વાત ગાંધીજી જોઈ શકેલા હતા.
જ્યારે પાકીસ્તાને કાશ્મિર ઉપર લશ્કરી હુમલો કર્યો ત્યારે કાશ્મિરના મહારાજાએ ભારતની મદદ માગી. નહેરુ અને સરદાર બંને અવઢવમાં હતા. તેઓ ગાંધીજીની સલાહ લેવા ગયા. ગાંધીજીએ પળના પણ વિલંબ કર્યા વગર સલાહ આપી કે તેને મદદ કરવી આપણો ધર્મ છે.અને તૂર્ત જ વલ્લભભાઈ પટેલે લશ્કર અને હવાઈ દળ મોકલી આપ્યાં.
ગાંધીજીની પ્રાથમિકતામાં માનવીના જીવન હતાં. રાજકીય હોદ્દાઓ મૂખ્ય નહતા. અને જે કંઈ સલાહો આપી હતી તે કંઈ “યાવત ચંદ્ર દિવાકરૌ” માટે નહતી પણ તે સમય પૂરતી જ હતી. ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ બંને ૧૦ વર્ષ વધુ જીવી ગયા હોત તો પાકિસ્તાન અને ભારતનો ઈતિહાસ કંઇક જુદો હોત. વલ્લભભાઈ પટેલ પણ ૧૯૫૦માં ગુજરી ગયા. અને તેથી જવાહરલાલે અને તેમના પ્રચારતંત્રોએ મનમાન્યો પ્રચાર કર્યો.
અને આપણામાંના ઘણાને વિચારભ્રષ્ટ કર્યા.
મણીબેન પટેલે ગાંધીજીની જે છેલ્લા ત્રણ માસની ડાયરી લખી છે તે વાંચવાથી ઘણી ગેરસમજુતીઓ દૂર થઈ શકે છે.
LikeLike
સાચી વાત છે.પણ નહેરુ ને કોઈ ખાતું જ આપવા જેવું નાં હતું.સરદાર ને ગૃહ ખાતું આપ્યું હતું તે યોગ્ય હતું.
LikeLike
ભૂપેન્દ્રસિંહજી ખૂબ જ સરસ માહિતીસભર લેખ. ઘણું બધું નવું જાણવા મળ્યું. આભાર.
LikeLike
કાશ્મિર તો ભારતીય સૈન્યે જીતીજ લીધેલું, પણ જે દિવસે નહેરુ પ્રશ્ન યુનોમાં લઈ ગયા (અને તે પણ વલ્લભભાઇની સાથે ચર્ચા કર્યા વગર) તે દિવસની સ્થિતી પ્રમાણે આપણે યુનોના કહેવા પ્રમાણે સૈન્યને તેટલું પાછું લેવુ લેવું પડેલુ. જે અત્યારે પીઓકે (પાકીસ્તાન ઑક્યુપાઈડ કાશ્મિર) કહેવાય છે.
ચીની સૈન્યને પણ હરાવી શક્યા હોત (૧૯૬૨). પણ નહેરુ-મેનને તે સરહદ ઉપર પૂરતું સૈન્ય જ ગોઠવ્યું નહતું જે વલ્લભભાઈ પટેલે નહેરુને ૧૯૪૯માં પત્રદ્વારા જણાવેલું.
LikeLike
બાપુ અમારા પટેલ મિત્રોને સીટીઝન માટેની પરીક્ષામાં ગુજરાતી ભાષામાં જાણકારી ખુબ ઉપયોગી નીવડશે . વધુ જાણકારી જણાવતા રહેજો .
LikeLike
શ્રી ભુપેન્દ્રસિંહજી, એકદમ ટુંકમાં અમેરિકાના ઈતિહાસ,ભૂગોળ અને નાગરીકશાસ્ત્રની માહિતી આપી દીધી. ભાઇ આ તો અન્ય લોકોને પણ પરીક્ષાની તૈયારી માટે રેડી રેફ. તરીકે કામ આવે તેમ છે. આપે ઘણી મહેનત લીધી છે. આભાર.
(આપની અનુમતી હોય તો લેખની લિંક મારી ફેસબુક પર અને જરૂરી મિત્રોને મેઇલ દ્વારા મોકલવા માંગુ છું.)
LikeLike
Ashokbhaai,
No problem, u can do it.
LikeLike
વાહ ભુપેન્દ્રસિંહજી વાહ,
સુંદર માહિતીસભર લેખ આપ્યો છે.
પણ હજુ આપે છે સેન્સર કરી બાકી રાખેલુ છે એ જાણવાની તલાવેલી જાગી છે. આની પણ એક સીરીઝ બનાવી દો એટલે જ્ઞાન સાથે ગમ્મત પણ આવી જાય. રંગ છે બાપુ તમારી તલવારને.
કોંગ્રેસે દેશનુ નખ્ખોદ વાળ્યુ છે એવુ નહેરુજીના ક્રુત્યો પરથી જણાય છે. જો કે રાજીવ-રાહુલ અને પ્રિયંકા-સોનિયા ઘણા સારા કામ કરી રહ્યા છે, એમેમેસ પણ ટોપ દસ વૈશ્વિક નેતાઓમાં મથાળે રમી રહ્યા છે એ ગર્વ લેવા જેવી વાત તો છે પણ મુળે દેશની જનતા અને અધિકારી ગણો અને વચેટીયાઓ લુચ્ચા વરૂં રુપે દેશને કોતરી રહ્યા છે અને બદનામ હાલની કોંગ્રેસ થઈ રહિ છે, પણ અન્ય પક્ષો માં પણ ક્યા કંઈ વખાણવા જેવુ જણાય છે.
એક કલમાડીના પાપના કારણે આખેઆખો CWG નો મહામુલો યજ્ઞ ચારેકોરથી બદનામ થઈ રહ્યો છે, જેમાં મુખ્ય હાથ તો આપણા વિરોધ પક્ષો નો જ મને લાગી રહ્યો છે.
ચીને જે ઓલિમ્પિક ની વિશ્વને ચકિત કરી મુકતી અકલ્પી સફળતા મેળવી એ તો ભારત ૨૦૦ વરસે પણ નહિ મેળવી શકે કેમ કે આપણા શાશક વત્તા વિરોધપક્ષો, અધિકારી ગણ અને વચેટીયા “વરુ” ઓ દેશને લુંટી રહ્યા છે અને બદનામ કોંગ્રેસ થઈ રહિ છે. જોકે મારી નમ્ર ઈચ્છા છે કે કોંગ્રેસે હવે મેદાન મુકી દેવુ જોઈએ અને અન્ય પક્ષોને દેશ સોંપી દેવો જોઈએ તો જ કોંગ્રેસની ગરીમા જળવાશે નહિ તો બદનામ થયા કરશે કેમ કે આ દેશ કહેવાતો જ નિરપેક્ષવાદી છે અંદરખાને થી તો કટ્ટર હિંદુ વાદી જ છે અને એમાંય વળી એકતા જણાતી નથી.
LikeLike
અમેરીકા વિષે સરસ માહિતી આપી ! ધન્યવાદ !
LikeLike
અમેરિકા હજું પણ ગુલામો જ આયાત કરે છે -કેટલાંક પેન્ટેગોનમાં છે, તો અનેક
ડંકિન ડોનટમાં કે કન્વિનીઅન્સ સ્ટોરોમાં અને મોટલોમાં છે…વિચારી જુઓ !!!
LikeLike
ભાઈ,
આ ગુલામો જાતે જ ૨૫ કે ૩૦ લાખ બ્લેક માં ખર્ચી ને અહી જાતે જ આવે છે.પેલા ગુલામો મારી જુડી ને પકડી ને કેદ કરી ને લાવવામાં આવતા હતા.બધા અહી ગુલામી કરતા નથી.રૂપિયા કમાવા નોકરી કરવી તે ગુલામી નાં કહેવાય.ગુલામી તો આપણે ભારત માં કરીએ છીએ,નેતાઓ ની ગુલામી,ગુરુઓ ની ગુલામી તો ખાસ કરીએ છીએ.
LikeLike
ખૂબ જ ઉપયોગી તથા રસપ્રદ માહિતી આપી છે.આભાર…
LikeLike
What Rashmikant bhai has said is correct, that foreign banks are cunning. But the fault lies with RBI.
The Banks are under the control of RBI. And a customer is supposed to go through the documents supplied by banks. However now RBI has started taking care of the genuine interest of citizen and it is supposed to do so. However the governance fails in taking proper care when politicians are involved. In such cases RBI and politicians tries to shirk from the responsibility when some thing abnormal happens. This happens in the US also. But in the US, the goveernment to not keep the victims at the mercy of God.
A lot fraud took place after nationalisation viz. Bogus DDs worth Rs. One crores rupees being cashed daily only that of SBI. Forget about corruption in small loan.
LikeLike
Nice….. very informative .
That’s called….” time invested….” and not “time spent”…. Dadabhai, you invested your time for learning the history of USA and see …we are now tasting the sweet fruits of it…..
Thanks for such a nice write up.
LikeLike
Bapu, tamara jetli mahenat ketla loko karta hashe? citizen to thavu che loko ne parantu, vagar mahenate, copy paste kari ne. 😀
LikeLike
ભુપેન્દ્રભાઇ.
અમેરિકા વિશે ખુબ માહિતિ સભર લેખ.
મઝા આવી.
LikeLike
રાજેશભાઇ,
આપે કહ્યું ” જો કે રાજીવ-રાહુલ અને પ્રિયંકા-સોનિયા ઘણા સારા કામ કરી રહ્યા છે, એમેમેસ પણ ટોપ દસ વૈશ્વિક નેતાઓમાં મથાળે રમી રહ્યા છે એ ગર્વ લેવા જેવી વાત તો છે પણ મુળે દેશની જનતા અને અધિકારી ગણો અને વચેટીયાઓ લુચ્ચા વરૂં રુપે દેશને કોતરી રહ્યા છે અને બદનામ હાલની કોંગ્રેસ થઈ રહિ છે, પણ અન્ય પક્ષો માં પણ ક્યા કંઈ વખાણવા જેવુ જણાય છે”
રાજીવ રાહુલ કે પ્રિયંકા-સોનીયા કોઈ વખાણવા લાયક નથી. સ્વીસ બેંકે ભારત સરકારને જણાવ્યું પણ ખરુ કે તમે અરજી કરશો તો અમે એકાઉન્ટ ધારકોની માહિતી આપીશું. પણ અરજી કરે એ બીજા. પક્ષના પરફોર્મન્સ માટે પક્ષ-પ્રમુખ જવાબદાર ગણાય જ. અને જો પક્ષ કરોડો ટન અનાજને સડી જતાં પહેલાં વહેંચી ન શકે, અનાજના ભાવોને વધવા દેવાય અને તે ખાતા નો પ્રધાન એમ કહે કે હું એકલો જવાબદાર નથી વડાપ્રધાન પણ એટલા જ જવાબદાર છે. અને કોંગ્રેસ પ્રમુખ અને તેના હોદ્દેદાર સંતાન મુંગા રહે અને ચૂંટણીદાવો રમ્યા કરવામાં વ્યસ્ત રહે તે પ્રમુખને કોઈ પણ સંસ્થા ગમે તેટલા સર્ટ્ફીકેટો આપે તેનો કોઈ અર્થ નથી.
શંકરા ચાર્યે કહ્યું છે કે વેદ વાક્ય કરતાં પણ પ્રત્યક્ષપ્રમાણ વધુ ગ્રાહ્ય છે.
ઇન્દીરા ગાંધી કે જેના આ કોંગી જનો ઉપાસકો છે તેના કૌભાન્ડો અને બેવકુફીઓ ઉપર તો મહાભારત જેવડું પુસ્તક લખી શકાય. ૧૯૭૩ ના સિમલા કરાર હેઠળ, ઈન્દીરા ગાંધી એ તો લશ્કરે જીતેલો એવો મુલ્ક પાકિસ્તાનને આપી દીધેલો કે જેના ઉપર આપણો હક્ક હતો. નુકશાની માગવાની, કે પાકિસ્તાનના ૯૦૦૦૦ બંધક સૈન્યને ખવડાવ્યા પીવડાવ્યાની અને એવા ભારતે કરેલા ખર્ચનું વળતર માગવાની કે કાશ્મિર નો પ્રશ્ન કાયમ માટે ઉકેલવાનો સોદો કરવાની તક પણ લીધેલી નહીં. લશ્કરના જવાનોએ આપેલી કુરબાની એળે ગયેલી. પાકિસ્તાનને અને બંગ્લાદેશને આતંકવાદ વિકસાવવાની તક મળેલી જે ઈન્દીરા ગાંધીના પરમ સંત ભીન્દરાણવાલે એ પૂરી પાડેલી. કૉગીની “આવ બૈલ મુઝે માર” જેવી વિદેશનીતિમાં થી રસ્તો કાઢવાની ઉપરોક્ત રાહુલ કે પ્રિયંકા-સોનીયા માં છે જ નહીં. તેમની સ્થિતી તો “બોલે તો બે ખાય” એવી છે.
કોંગ્રેસ અને તેના સાથી પક્ષો એક સરખા છે. પણ બાજપેયીની સરકાર સાપેક્ષે તો સારી જ હતી. અને હમેશા સાપેક્ષતા જ જોવાય.
નરેન્દ્ર મોદીએ તેના ૮ વર્ષમાં જે કરી દેખાડ્યું છે તેના દશમાં ભાગનું પણ ઈન્દીરા કોંગ્રેસ ગુજરાતમાં તેના ૨૦ વર્ષના શાસનમાં કરી શકી ન હતી.
LikeLike
દવે સાહેબ આપની વાત એકદમ સાચ્ચી જ છે.
મને હવે તો રાજકારણ અને જુઠ્ઠાડા રાજકારણીઓ પર ભરોસો અને આશા નથી રહ્યા.
ક્યાયે નીતીનિયમો જણાતા જ નથી. કોંગ્રેસે જે પ્રગતિ કરી છે એ ધર્મનિરપેક્ષતા પ્રમાણે કરી છે અને હવે એના વળતા પાણી જણાઈ રહ્યા છે. જ્યારે મોદી સાહેબે જે ઉત્તમ પ્રગતિ કરી છે એ તો મને કટ્ટર હિંદુવાદી સહયોગના કારણે જ ભાસે છે. કેમ કે અન્ય ધર્મીઓનો હાથ મને જણાતો નથી. કોંગ્રેસ જો હિંદુવાદને પોસવાનુ અને અન્યધર્મોને ધધડાવવાનુ શરુ કરી દે તો કદાચ અન્ય પક્ષોને સત્તા ન મળી શકે એવુ મારુ માનવુ છે જે કોંગ્રેસ કરશે નહિ અને મોદી સાહેબ અન્ય ધર્મીઓનો વિશ્વાસ કદાચ જીતવામાં મોડા પડી શકે.
એકંદરે ગુજરાતની પ્રગતિ મોદીસાહેબે નથી કરી પણ “એનારાય” ઓ ફંડ પ્રવાહ દ્વારા કરાવી રહ્યા છે. પ્લાન અને ડિમાંડ તો વણિકો અને એમાંયે “એનારાય” વણિકોની જ પુરી કરાય છે જ ને. જો કે ખરેખર ગુજરાત સુવર્ણ દિવસો માણી રહ્યુ છે એવુ મને લાગે છે. આ પહેલાની કોંગ્રેસ કે બીજેપીના રાજ માં “એનારાય” તત્વ તો નહિંવત જ હતુ ને એટલે આટલી કટ્ટરતા જણાતી ન હ્તી. ત્યારે તો ગરીબ કેંદ્ર ઉપરજ આધાર રાખવો પડતો હતો જ્યારે આજે કેંદ્ર જ ગુજરાત બની ગયુ છે એનુ કારણ આ “એનારાય” ફંડ અને કટ્ટરતા જ છે બીજુ કોઈ નહિ. અને આજે પણ ભારતની પ્રગતિ આ “એનારાય” તત્વને કારણે જ નથી શું? જો કે હવે આપણૉ દેશ આઉટ સોર્સીંગ નો મોહતાજ નથી રહ્યો.
એક્ષ્પોર્ટ વધી રહ્યુ છે એનુ કારણ પણ આપણા સમ્રુધ્ધ “એનારાય” ભારતવાસીઓની વધેલી ખરીદ શક્તિ જ છે હો અને એ એનારાયના વાદે વાદે વિદેશીઓ પણ હવે ભારતના ગુણો તરફ મીંટ માંડી બેઠા છે બીજુ તો મને કોઈ જણાતુ નથી. હવે આ દેશનો આપણી જ સ્વદષ્ટીએ સુવર્ણ સમય આવી લાગ્યો છે.
એટલે સો વાતની એક જ વાત આ દેશની પ્રગતિ કોઈ પણ પક્ષ નથી કરી રહ્યો, ફક્ત અને ફક્ત “એન. આર. આઈ.” અને જગત કરાવી રહ્યા છે જે છેવટે તો આ દેશનુ જ ઉત્પાદન છે ને. અને એના બીજ કદાચ કોંગ્રેસ જ વાવેલા હતા ને કે બીજુ કોઈ??
અનાજ સડી રહ્યુ છે પણ ટેકાના ભાવને ટેકો આપવા જ તો અનાજને જાણી જોઈને સડાવવામાં આવી રહ્યુ છે ને નહિ તો વેપારીઓ ભુખે નહિ મરે?? મેં સાંભળ્યુ છે કે દક્ષિણમાં બે રુપીયે કિલો ચોખા વહેચાતા હતા જેને વિદેશમાં “એનારાય” સગાઓને નફાખોરોએ એક્ષ્પોર્ટ કરેલા છે તો કોની સેવા થઈ રહિ છે? ગરીબોની કે તવંગરોની??
બેવકુફી તો આ દેશનો જન્મસિધ્ધ હક્ક છે ચાહે કોઈ પણ પક્ષ હોય, દરેકે દરેક પક્ષ અને નાગરીક એ વણકહ્યે જ આદરી રહ્યો છે.
અને આમ પણ ખરુ કહો તો નહેરુજીની બેવકુફીના કારણે મને ગાંધી પરીવાર બિલ્કુલ નથી જચતો, પણ શુ કરે બીજા કોઈને પક્ષનો નેતા માનવા અન્ય નેતાઓ તૈયાર જ નથી થતા. છેવટે તો આ દેશ મુર્તિ પુજક રહ્યોને એટલે કોઈને કોઈ આઈડોલ તો જોઈએ જ ને એવુ જ અન્ય પક્ષોમા પણ તો છે જ ને વળી !!
છતાંય બીજેપી હવે ઘડાઈ રહ્યો છે અને એનુ ભવિષ્ય ઉજળુ છે પણ કેંદ્રસત્તામાં વણકહ્યે જ બાંધછોડ, આપોઆપ જ કરવા લાગશે અને એટલે જ લોકો કોંગ્રેસને સારી માને છે અને કોંગ્રેસનુ ધર્મનિરપેક્ષવાદનુ ગાણુ બુઠ્ઠુ થઈ રહેલુ મને જણાય છે વૈશ્વિક હિંદુવાદ અને વૈશ્વિક હિંદુત્વનુ ગાણુ વધુ મજબુત બની રહેલુ જણાય છે, ભલુ થાઓ ભારતનુ……પરમાત્મા સદબુધ્ધિ આપો…..
LikeLike
Awesome post!!!
Very informative and at the same time very interesting.
Enjoyyed
LikeLike
શ્રી ભુપેન્દ્રભાઇ,
વધુ એક વાર સુંદર લેખ વાંચવાની મજા આવી!
LikeLike
‘મિત્ર’,
આ પહેલા પણ મેં આ વિષય ઉપર થોડું લખેલું હતું.જો કે ભારત માં લોકો ખાસ માની શકતા નથી કે આપણે એપ્સ નાં વંશજો છીએ.કોઈ ભગવાન કે અવતાર ઉપરથી ટપકતા નથી.આભાર.
LikeLike
રાઉલજી,
એકદમ રસપ્રદ લેખ. એટલીજ જીવંત ચર્ચા.
ને તમારા બ્લોગની ગતિ પણ ધસમસ…ધસમસ… ધસમસ!!!!
ધન્યવાદ.
LikeLike
mr raol, nice job i like. god bless you
LikeLike