
નિયમ આગળ કોઈનું ચાલે નહિ. બની શકે કે નિયમો સમજાતાં નથી, કે સમજવા દેવામાં આવતા નથી. દસમાં માળેથી નીચે પડો અને માથું જમીન પર અથડાય તો ભગવાનનો વહાલો દીકરો પણ ના બચે. હા માથું જમીન પર નાં ભટકાય તો બચી જવાય ભલે હાથ કે પગ તૂટે. હવે અહી બચી ગયેલો સમજે કે ભગવાને બચાવ્યો કે ગુરુજીએ બચાવ્યો તે ખોટું છે. એક્સીડેન્ટ કે માથું ના ફૂટ્યું ને બચી ગયો. અમારા એક સબંધીનો દીકરો નાનો હતો ત્યાર થી ખુબ ભક્તિભાવ વાળો. રોજ મહાદેવને દૂધ ચડાવવા જાય. પણ એકવાર કારમાં એક્સીડેન્ટ થયો. વીજળીનો થાંભલો કારના અથડાવાથી તુટ્યો અને એ જે બાજુ બેઠેલો તે બાજુ પડ્યો ને ગુજરી ગયો. થાંભલો જરા દુર પડ્યો હોત તો બચી જાત. બચી જવાના કારણો હોય છે, નિયમ હોય છે. પણ આપણે માની શકતા નથી. ભારત ખુબ ધાર્મિક હતું અને છે. કાયમ લોકો કથા, વાર્તાઓ, જપ, તપ, યજ્ઞો, ભજન, ભક્તિમાં રમમાણ રહેતા હોય છે. માટે ઈશ્વરભાઈના સૌથી વહાલા હોવા જોઈએ ને? તો મુસ્લિમ ચડી આવ્યા તો હારી કેમ ગયા? ભગવાને મદદ કેમ ના કરી? પછી અંગ્રેજો આવ્યા. નિઝામના હૈદરાબાદ કરતા બ્રિટન નાનું હતું. સ્પેન કેવડું છે? ભારતના એક કે બે રાજ્યો જેટલું? એક સમયે આખું સ્પેન મુસલીમના અંડરમાં આવી ગયેલું. પણ જાતે જ બેઠું થયું. અરે દક્ષીણ અમેરિકા ખંડનાં લગભગ તમામ દેશો કબજે કરી લીધા. જેવા કે પેરુ, ઉરુગ્વે, આર્જેન્ટીના, નિકારાગુઆ, ગ્વાટેમાલા, મેક્સિકો અને બીજા અનેક. બ્રાઝીલ નાનકડા પોર્ટુગલે કબજે કર્યું. નાતો ભારતીયો નિયમ આગળ મોટા છે ના યુરોપિયન નાના. અરે અમેરિકાનોએ આજ બ્રીટીશરો ને ૧૭ મી સદીમાં ભગાડેલા. આજ બ્રીટીશરો પાછા એજ ૧૭ મી સદીમાં ભારત આવ્યા. હારીને બેસી રહ્યા હોત તો? નિયમો સમજો, ના સમજાય તો ચમત્કાર માનશો નહિ. કે ચમત્કારની આશા રાખશો નહિ. માટે શિવજીનું ત્રીજું નેત્ર ખુલ્યું નહિ અને ગઝની સોમનાથ તોડી ગયો. તમે નબળા પડ્યા. કુદરત આગળ ગઝની અને હિંદુ બધા સરખા જ છે.
શ્રી સુબોધ શાહ કહે છે Culture Can Kill હું કહું છું Culture Already Killed Us !!!!!!હજુ તો મોહન ભાગવત આજે પણ કહે છે કે હિંદુ ધર્મ અહિંસક છે. હવે અહિંસક બનવું હોય અને તે પાળવું હોય તો ગુલામ બની રહો. આશરે ૯૦૦ વર્ષ ગુલામી ભોગવી દેવોની ભાષા બોલવાવાળા આપણે. જો આપણે જ પવિત્ર અને ધાર્મિક પુણ્યશાળી જ હોત તો ઈશ્વરે કેમ ગુલામીમાંથી મુક્ત ના કરાવ્યા? તમારામાં લડવાની તાકાત કે આયોજન ના હોય તો ભોગવો મારે શું? આ છે ઈશ્વરભાઈનું કહેવું. અને ગુલામીમાં જ સુખ અને આનદ મેળવવો હોય તો પણ એને શું વાંધો? આ તો અંગ્રેજોની ભૂલ કે તમને ભણાવ્યા. બાકી હજુ ગુલામ જ હોત. પરમાત્મા નિર્બળ નથી. એ એનું કામ કર્યે જ જાય છે. તમે ભક્તિ કરશો તો તમારે પડખે ઈશ્વર બેસી જશે એવું માનવું ભૂલ છે. અને ભક્તિ નહિ કરે તેની વિરુદ્ધ જશે તેવું પણ નથી. જગત આખું નિયમથી ચાલી રહ્યું છે. તો આપણી સ્વતંત્રતા શું? બહુ સરસ જવાબ આપ્યો છે મહમદ પયગમ્બરે પૂછનારને. તમે ઉભા છો તો તમે એક પગ ઉંચો કરવા માટે સ્વતંત્ર છો. બીજો નહિ. બંને સાથે ઉંચા કરવા માટે નિયમ એવો છે કે ગબડો અને પડો. પડવું હોય તો ચોઈસ તમારી છે. એમાંથી પણ આનંદ મેળવવો હોય તો ચોઈસ તમારી છે. અંગ્રેજો લુંટી નથી ગયા. આપણને લુંટાઈ જવામાં મજા આવી હશે. ચોઈસ આપણી જ હતી.
શરીરનાં ખાસ નિયમો છે. ૪૨ વર્ષ પછી વળતા પાણી સમજી લેવાના. નવા કોશો ઓછા બને. સારા ખોરાક અને નિયમો થી આયુષ્ય થોડું વધારી શકો. એક સેલ એક કોપી મૂકતો જાય. એક જ પેપરની ઝેરોક્ષ કોપી કાઢો. પછી તે ઝેરોક્ષની ઝેરોક્ષ કોપી કાઢો. આમ ઝેરોક્ષની ઝેરોક્ષ કાઢતા જાવ. શું થશે? ધીમે ધીમે કોપી બગડતી જવાની. બસ ભાઈ શરીરનું પણ એવું જ છે. પણ ૧૪૦૦ વર્ષ જીવવાની લાલચ અપાઈ જાય તો ધંધો આપનારનો સારો ચાલે. મૂર્ખાઈની કોઈ હદ હોય ખરી? શરીરમાં જે દહન ક્રિયા થાય છે તેમાં ઓક્સીજન વપરાય છે, આજ ઓક્સીજનનો એક ફ્રી રેડીકલ બહાર પડે. જે પોષતું તે મારતું. આ ભઈલો જ કોશોનો નાશ કરતો જતો હોય છે. હવે શ્વસન ક્રિયા જેટલી લાંબી અને ધીમી એટલી દહન ક્રિયા પણ ધીમી એટલું ઓક્સીજનનો ફ્રી રેડીકલ જમા થવાનું ઓછું. માટે કાચબો લાંબુ જીવતો હોઈ શકે. તમે કોઈ નવા નુસખા શોધી ને કેટલું લંબાવી શકો? વધારે જીવવા માટે બેસી પણ કેટલા રહો?પ્રાણાયમ એમાજ શોધાયા. અને નિષ્ક્રિય બેસી રહેવાનું પણ એમા જ તપ અને સમાધિ કે ધ્યાનનાં નામે શોધાયું હોવું જોઈએ. કોઈ પણ કર્મ એની સમગ્રતા થી કરવું જોઈએ એ જ ધ્યાન. શારીરિક તંદુરસ્તી માટે યોગા અને પ્રાણાયામ સારા જ છે, પણ એનાથી હજારો વર્ષનું આયુષ્ય મળે તે ઈમ્પોસીબલ છે. કલ્પનાઓના તરંગોમાં જીવતી આપણે મહાન ભારતીય પ્રજા છીએ, વાસ્તવિકતાથી લાખો માઈલ દુર. શ્રી અરવિંદ અતિમનસ ચેતનાનો કોન્સેપ્ટ લઇ આવેલા. એમના મૃત્યુ પછી માતાજી(ફ્રેંચ મહિલા)ની આજ્ઞાથી એમની ડેડ બોડીમાં અતિમનસ ચેતનાનું અવતરણ થશે તેમ માની રાખી મુકેલી. પણ પછી દુર્ગંધ આવવા લાગી અને સમાધિમાં પરિવર્તિત કરી દેવામાં આવી. રીસાયકલીંગ કુદરતનો નિયમ છે.
પ્રાણાયામ, તપ, સમાધિ વગેરે આપણે 24 કલાક નથી કરતા હોતા. જેટલો સમય ફાળવી શકીએ અને બેસી શકીએ તો મન/શરીરને એકાગ્ર/કેન્દ્રિત કરી શકીશું. હું નથી માનતો કે જે લોકો આ બધું શીખવે છે એ કદી હમ્મેશા નીષ્ક્રીય રહેવાનું સૂચવતા હોય!
ધીમેથી અને લામ્બો શ્વાસ લેનાર વધુ જીવે છે, પરંતુ કામ પણ એવું જ મંથર ગતિએ કરે છે. આપણે, લામ્બો-ધીરો અને ઉતાવળો-ટૂંકો શ્વાસ બન્ને વચ્ચે તાલમેલ જાળવવાનો છે. દરેક સજીવોમાંથી માત્ર આપણને એ કેવી રીતે કરવું એની જાણ અને આવડત છે. પ્રાણાયામ એ જ શીખવે છે. તન્દુરસ્તી માટે એ ખૂબ ઉપયોગી છે એનો મને જાત-અનુભવ છે.
જેટલું જીવીએ એટલું તન્દુરસ્ત રહીએ (શારીરીક/માનસિક) એ જરૂરી છે.
ધર્મ આપણા માટે અફિણ છે. એ નશાખોરીમાંથી ક્યારે છૂટશું એ ખબર નથી. એડિસન પાસે નવુ અક્ષરધામ બનવાનુ છે, 100 મિલીયનના ખર્ચે!!! જો આંકડો સાચો હોય તો એ ખર્ચે ભારતમાં વિકાસના કે સામાજીક કામ કેટલા બધા થઈ શકે!!!
LikeLike
ચિરાગભાઈ,
સાચી વાત છે.જેમણે શીખવ્યું છે તે ખોટું નાં શીખવે.પણ જેને ફક્ત બેસી જ રહેવું છે તેને બહાનું મળી જાય.માટે તો ભારત માં ૫૦ લાખ સાધુઓ છે.તંદુરસ્તી માનસિક અને શારીરિક જરૂરી છે.હું સ્વીમીંગ શીખવા જતો ત્યારે પાણી ઉપર ડેડ બોડી ની જેમ ઘણા ને પડી રહેલા જોઈ ને આશ્ચર્ય થતું.પછી શીખી ગયા પછી હું પણ પાણી માં પદ્માસન વાળી ને ડેડ બોડી ની જેમ પડી રહેતો,એ જોઈ ને બીજા નવા લોકો ને નવાઈ લાગતી.પછી ખબર પડી કે આ તો પ્લાવની પ્રાણાયામ છે.ફક્ત શ્વાસ ની એક રીધમ સાચવો ને પાણી ઉપર આરામ થી પડી રહો.
ધર્મ એક હવે અફીણ બની ચુક્યો છે.NRI ની ખરી મહેનત ના પૈસા પથ્થરો માં જવાના.જે છે એની ચિંતા નથી અને જેને જોયું નથી તે પરલોક ની ચિંતા માં લોકો આ લોક ની સમાન્ય જરૂરિયાતો ને ભૂલી રહ્યા છે.શાશ્વત ની શોધ માં પાયાની જરૂરિયાતો ભૂલવાનું કામ આપણું છે.૧૦૦ મિલિયન ડોલર ના ખર્ચે તો ગંગા કદચ શુદ્ધ થઇ જાય.આભાર.
LikeLike
This article also removes many confusions.there are laws and according to it
the universe is run.if we break these laws entire human race could suffer a lot. why talf of india ,many nations have suffered ,The mighty always rules.
for comman man it is difficult to understand such basic things and your beloved gurus will always misguide him.Good article indeed.
LikeLike
ભાઈ,
યુનિવર્સ નાં રૂલ્સ આગળ તો પૃથ્વી પણ કોઈ વીશાત માં નથી.એને પણ એક દિવસ નાશ પામવું પડશે.એક દેશ ની વાત નથી.સઘળી માનવ જાત ને પણ સહન કરવું પડે.આભાર.
LikeLike
શ્રી ભુપેન્દ્રસિંહજી.
“ન્યુટ્રલ ગીયર…” શું શબ્દ ગોત્યો છે !!! (કર્મને ફર્સ્ટ,સેકન્ડ વગેરે ગીયર અને કૂકર્મને રિવર્સ ગીયર !!)
સાવ સાચું કે ઇશ્વર કોઇપણ કારણોસર વ્હાલાં-દવલાંવેડા કરે તો તે અન્યાયી ઠરે, અને તો પછી તે ઇશ્વર ન રહે ! મોટાભાગના કહેવાતા ધર્મગ્રંથોએ (કે ગ્રંથકારોએ) ઉંધા ભાઠે ભરાવી દીધા છે. અથવા તો તેઓનો ઉદ્દેશ ત્યારના લોકો સમજે તેવી ભાષામાં લોકોને સુસંસ્કૃત બનાવવાનો પણ હોઇ શકે. પરંતુ જેને સ્વતંત્ર વિચારવાની આદત હોય તેમને લગભગ કોઇપણ કહેવાતા ધર્મગ્રંથમાંનો ઇશ્વર ગળે નહીં ઉતરે.
આપે એ પણ ખરૂં કહ્યું કે પ્રકૃતિના (કે ઇશ્વરના સ્વયંના) નિયમથી વિરૂદ્ધ ચાલવું સ્વયં ઇશ્વરના હાથમાં પણ નથી. હા, ઘણી વખત ન સમજાયેલી ઘટનાઓને અલૌકિક ઘટનાનું નામ આપી દેવાય છે. પરંતુ તે આપણા જ્ઞાનની સીમા છે. કોઇ દૂરસુદૂર જંગલમાં જ રહેલા અને કદીપણ સુધરેલા સમાજમાં ન આવેલા વ્યક્તિને પ્રથમ વખત અત્યારની આધુનિક સામગ્રીઓ બતાવવામાં આવે તો તે કદાચ બાઘો બની તેને ઇશ્વરનો બહુ મોટો ચમત્કાર જ માની લે.
હવે એમ માની લઇએ કે કોઇ એક એવી સત્તા તો છે કે જે આ તમામ વ્યવશ્થાઓને માટે જવાબદાર છે, તો એ સત્તા કેવી હોઇ શકે તે દરેક ધર્મગ્રંથકારે પોતપોતાની બુદ્ધિ અને સંજોગો પ્રમાણે કલ્પ્યું અને તેને વિવિધ નામ આપ્યાં. પછી આગળ ઉપર તે દરેકની પાછળ ઉભા થયેલા કોઇ કોઇ શઠ અને ચાલાક લોકોએ આ પરિકલ્પનાને પોતાના કાયમી ફાયદામાં ઢાળી અને લોકો પર પ્રભુત્વ ધરાવવાની તક જોઇ, અને તે મૂજબ તેમાં સુધારા-વધારા પણ કર્યા. સરવાળે ભયનું નામ ઇશ્વર થઇ ગયું ! (કેવી દૂર્દશા થઇ !)
ક્યાં ઇશ્વરને સમજ્યા પછી મળતું ’અભય’નું વરદાન અને ક્યાં ભયને કારણે થતું ઇશ્વરનું ભજન !!! આખો કન્સેપ્ટ જ ઉલ્ટો થઇ ગયો છે.
બાકી “ઇશ્વરની લીલા” (ચાલુ અર્થમાં ન લેવું) હું એમ સમજ્યો છું કે; તે સિંહને પેટ ભરવા માટે હરણનો શિકાર કરવાની આવડત આપે છે, અને શિકારીથી બચવા માટે હરણને ભાગવાની શક્તિ આપે છે. અંતે તો પોતાની આવડત, મહેનત અને અભ્યાસને કારણે ’જો જીતા વહી સિકંદર’ એટલે કે ’લાયક હંમેશા બચે છે’. બાકી તે પક્ષપાત કરતો નથી જ, અને તેને પણ પોતાના જ નિયમો મુજબ ચાલવું પડે છે. અહીં વધુ જાણકારી માટે ’વેદ’ માન્ય ઇશ્વરની વ્યાખ્યા લખું છું; જે મહર્ષિ દયાનંદ દ્વારા કરવામાં આવી છે.
’જે સચ્ચિદાનંદાદિ લક્ષણયુક્ત છે, જેના ગુણ, કર્મ, સ્વભાવ પવિત્ર છે; જે સર્વજ્ઞ નિરાકાર, સર્વવ્યાપક, અજન્મા, અનન્ત, સર્વશક્તિમાન, દયાળુ, ન્યાયકારી, સર્વ સૃષ્ટિનો કર્ત્તા, ધર્ત્તા, હર્ત્તા, સર્વ જીવોને કર્માનુસાર સત્ય ન્યાયથી ફળદાતા આદિ લક્ષણયુક્ત છે, તેને જ પરમેશ્વર મનાય છે.’
એક બહુ જાણીતો શ્લોક પણ આ લેખના સમર્થનમાં લખી જ નાખું છું.
ईशा वा॒स्य॒मि॒द सर्व॒ यत्किञ्च॒ जग॑त्याञ्जग॑त् ।
तेन॑ त्य॒क्तेन॑ भुञ्जीथा॒ मा गृ॑धः कस्य॑ स्वि॒द्धन॑म् ॥ (यजु.४.१)
(સંસારમાં જે કંઇ જગત્ છે તે સર્વમાં વ્યાપ્ત થઇને નિયન્તા છે તે ઇશ્વર કહેવાય છે. તેને જાણી, અન્યાયનો ત્યાગ અને ન્યાયાચરણરૂપ ધર્મ કરીને પોતાના આત્માના આનંદને ભોગવ.–સાર)
સુંદર લેખ લખ્યો તેથી થોડું અમને પણ અમારી મતિ અનુસાર ઉમેરવાની ઇચ્છા થઇ. જો કે એકાદ વિરોધ પણ રજુ કરવો છે ! ખાસ તો એ વાક્ય પર કે ’અંગ્રેજો ની ભૂલ કે તમને ભણાવ્યા.’ હા, યાંત્રિકી અને તકનિક બાબતે અંગ્રેજોએ થોડું જ્ઞાન જરૂર આપ્યું કહેવાય. બાકીના જ્ઞાનના ક્ષેત્રમાં ઉલ્ટું તેઓ ભારતમાંથી શિખ્યા હોય. (ભુતકાળમાં અહીં અજ્ઞાન, ગરીબી અને ભૂખમરો જ હોત તો અંગ્રેજો સહિત સમગ્ર વિશ્વના આક્રાંતાઓ કંઇ હવાફેર માટે તો નહીં જ આવ્યા હોય !!) જો કે આ બાબત લેખનો મુખ્યમુદ્દો પણ નથી, હા લેખનો મુળ વિચાર અતિઉત્તમ રીતે રજુ થયો છે. આભાર.
LikeLike
shri ashokbhai,
આપણે ખુબ સમૃદ્ધ હતા માટે લોકો અહી આવેલા.મુસ્લિમો લુંટવા અને અંગ્રેજો વેપાર કરવા.પણ પછી જોયું કે અહી તો પોપાબાઈ નું રાજ છે એટલે એમની દાનત બગડી.પ્રજા ને મન તો નસીબ માં હશે તેમ થશે.બધા શાશ્વત ની શોધ માં હતા.ભક્તો ને ભક્તિ ની પડી હતી.કોઈ ને ગુલામી દેખાતી નહોતી.આ તો જે લોકો બ્રિટન ભણવા ગયા,બેરિસ્ટર બન્યા,તેમને લાગ્યું કે હવે સ્વતંત્ર બનવું જોઈએ.એ ખયાલ પણ હોમરુલ લીગ નો ડો.એની બેસન્ટે આપ્યો.ખેર એ પહેલા ૧૮૫૭ માં થોડા મરજીવાઓ એ પ્રયત્ન કરેલો,પણ પ્રજા માં જાગૃતિ એટલી નહોતી.બધા ફેઈલ ગયા.ભાઈ એ સમયે કોણ ભણતું હતું?બ્રાહ્મણ સિવાય કોઈ ને વિદ્યા નો અધિકાર હતો?કે થોડો રાજપુત્રો નો હતો.બાકી કોઈ સામાન્ય ક્ષત્રીય પણ ભણી નાં શકતો.આમ પ્રજા તો ક્યાંથી ભણી શકે?આપણી પાસે ફિલોસોફી ખુબ હતી,પણ ઔદ્યોગિક જ્ઞાન નાં હતું.ગરીબી અને ભૂખમરો તો હતો જ નહિ.નેચરલ રીસોર્સીસ તો ખુબ જ હતા.પણ ટેકનોલોજી માં પાછળ હતા.ડીસીપ્લીન નહોતી.એક કીલર ઇન્સ્ટીન્કટ જોઈએ સર્વાઈવલ થવા તે નહોતું.ગુલામ બની શરણે થઇ ને સર્વાઈવ થવું એ કોઈ મહાનતા નથી.
LikeLike
Nice one
LikeLike
bhupendrabhai,
good artical
એક પાદરી લેકચર આપતા હતા કે જે નીતિવાન હશે અને આસ્તિક હશે તેને પ્રભુના રાજ્ય માં પ્રવેશ મળશે.એક ભાઈ એ સવાલ કર્યો કે નીતિવાન હોય પણ આસ્તિક ના હોય નાસ્તિક હોય તેનું શું?એને પ્રભુના રાજ્ય માં પ્રવેશ નહિ મળે?પાદરી ગૂંચવાયા.માણસ છે તો નીતિવાન સ્વર્ગ નો અધિકારી છે,પણ નાસ્તિક છે.શું કહેશું?પાદરી કહે હું જરા આવતી કાલે શાસ્ત્રો કે બાઈબલ જે હોય તે વાંચી ને કહીશ અથવા મોટા પાદરી ને પૂછવું પડશે.ખુબ વિચારમાં પડી ગયા.અને એમજ ઊંઘી ગયા.પહોચી ગયા નર્ક માં લાવો જોઈએ નાસ્તિકો શું કરે છે?ભગવાન બુદ્ધ પરમ નાસ્તિક ત્યાં બેઠા છે.નર્ક જેવું કશું લાગતું જ નથી.અહી તો સ્વર્ગ જેવું લાગે છે.આવા લોકો જ્યાં હોય ત્યા સ્વર્ગ હોય અને અચાનક જાગી ગયા.પાછો સવાલ આવ્યો કે આસ્તિક હોય પણ નીતિવાન નાં હોય તો?પણ હવે સમજાઈ ગયું હતું કે મૂળ વાત જ ખોટી હતી.
YOU LOVE TO READ RAJNISHJI’S BOOKS
LikeLike
આપની પાસે કોઈ જાદુઈ કોમ્પ્યુટર છે કે શું? મારા વિચારો સીધા તેમાં ટાઇપ થઇ જાય છે!
LikeLike
રશ્મીભાઈ,
આપની અને રાજેશભાઈ વચ્ચે જે ચર્ચા(કોમેન્ટ્સ) ચાલી તેમાં મને આવું સુજી આવ્યું,અને લેખ લખાઈ ગયો.એક બીજાને કોમેન્ટ્સ લખી તેમાં મને લેખ સુજ્યો તે બદલ બંને નો આભાર.
LikeLike
આમ તો હું તમારા વિચારો સાથે મોટે ભાગે શમત છું. છતાં ‘શ્રદ્ધાળુઓ’ સાથે વિમર્શ કરતા સમયે તેઓની મૂળભૂત સમાજ કે પરમેશ્વર સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી, પરમકૃપાળુ ઈત્યાદી છે તે સ્વીકારી લઉં છું. પછી ધર્મસ્થાપકો, ગુરુઓ, પ્રચારકો વગેરે જે કહે તેમાં અને પરમેશ્વરના વર્ણન વચ્ચે રહેલી વિસંગતતા બતાવવાનો પ્રયાસ કરું છું. દાખલા તરીકે thou shalt not kill નો આદેશ આપનાર પરમેશ્વર જાતે જોશુઆને કહે કે જા જેરીકોમાં નરસંહાર કરી નાખ તો તે બને ખરું?
મને તો લાગે છે કે પરમેશ્વરે શરૂમાં ઉર્જા, વસ્તુ (mass ) અને વિજ્ઞાનના નિયમો બનાવીને દહીંનો ઘોડો મૂકી દીધો છૂટમુટ, દુર ઉભો ખેલ જોતો
Strangely, the Gujarati typing software stopped working. I’ll have to complete this comment later.
LikeLike
સાચી વાત છે આપની.દહીં નો ઘોડો પાણી પી ને છુટ્ટો.મધ્યસ્થીઓ જાતે બની બેઠેલા છે.એ પણ આપણાં જેવા જ છે.આપણે પણ ધંધો કરવો હોય તો મધ્યસ્થી બની શકીએ છીએ.પ્રજા ઉપર શાસન કરવું હોય,પૈસા બનાવવા હોય,પ્રજાને દોરવી હોય કે પોતાનું મહત્વ બતાવવું હોય કે કંટ્રોલ કરવો હોય આ બધું કરવું હોય અને સહેલાઇ થી કરવું હોય તો મધ્યસ્થી બની જાઓ.વાર્તા પૂરી.
LikeLike
(At my age we talk to ourselves including this reply to myself. I’ll try to complete the comment if possible.)
હશે.
આપે પરમેશ્વરના જે લક્ષણો લખ્યા છે તેમાં થોડા ઉમેરવા જેવા લાગે છે. કુદરતના અવલોકન પરથી જણાય છે કે પરમેશ્વર
૧ સ્વયંસંચાલિત વ્યવસ્થાઓ (systems) દ્વારા સૃષ્ટિને ચલાવે છે
૨ વિવિધતા ચાહે છે અને ઉત્પન્ન કરે છે
૩ બધી વસ્તુઓ (masses) અને ઊર્જાઓ ને વારંવાર ઉપયોગમાં લે છે recycling વડે
૪ અસમાનતા દુર થાય એવી વ્યવસ્થા કરી રાખી છે. દા.ત. એવા પતિપત્ની ને ભેગા કરે છે કે થોડી થોડી તો ભિન્નતા હોય. બધા રૂપાળા પુરુષો રૂપાળી સ્ત્રીઓનેજ પરણે તો સમાજ રૂપાળા અને અ-રૂપાળા લોકો વચ્ચે વહેંચાઇ જાય. એવું બહુ ઓછું બનતું હોય છે.
મને લાગે છે કે પરમેશ્વર એક અત્યંત મોટા નાટકનો લેખક દિગ્દર્શક નિર્માતા વગેરે છે. કોઈ પણ નાટક ખલનાયક વગર આગળ ન ચાલી શકે તેથી થોડી ખરાબ વ્યક્તિઓ પણ બન્યા કરે તેવી વ્યવસ્થા કરી રાખી છે..
LikeLike
આપની પાસે કોઈ જાદુઈ કોમ્પ્યુટર છે કે શું? મારા વિચારો સીધા તેમાં ટાઇપ થઇ જાય છે!
મને પણ કઈક એવુ જ લાગે છે રશ્મિકાન્તભાઈ. 😉
LikeLike
Nice to read this post.
LikeLike
હિરલજી,
આપની વાર્તા ને રીડ ગુજરાતી માં ઇનામ મળ્યું તે બદલ અભિનંદન.
LikeLike
i like very much.we r living like the dead but we have to live for the death to get something
LikeLike
વર્ણ વ્યવસ્થા અને અહિંસાવાદી ધર્મો એ હિંદુ પ્રજાનાં મોટાભાગ ના વર્ગ ને શસ્ત્રો થી દુર રાખ્યો ,અને આમ આપોઆપ જ શસ્ત્રવિહીન પ્રજા , શૌર્ય વિમુખ પણ થઇ ગયી, તેથી રાજ ના કરી શકી . વન માં રાજ તો સિંહો નુજ હોય હરણા ઓ નું નહિ . બીજું કે કલ્પનાપ્રધાન ,અને અતિ આદર્શવાદી વિચાર શરણી જે સદીઓ થી ચાલી આવી છે તે કરને જ પ્રજા પાયમાલ થી રહી છે . વાસ્તવિક અને વ્યહવારિક વિચારધારા વાળા બહુ જુજ લોકો છે.
ચાણક્યે એ રાષ્ટ્ર ને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાનું સૂચવ્યું છે …અને અંગ્રેજો ની પૂરી નીતિ જ આ આધાર ઉપર હતી. વળી ચાણક્ય યુદ્ધ ની અનિવાર્યતા ને મને છે અને હમેશા તૈયાર રહેવાનું સૂચવે છે . પરંતુ ઈતિહાસ કહે છે કે હિન્દુ રાજા ઓ કે પ્રજા ની આ નીતિ ક્યારેય રહીજ નથી ….. નહિતર મહમૂદ ગઝનવી ૧૭ વાર ભારત ઉપર ચઢી આવી અને બધીજ ધન દોલત લુટી જાય અને હજારો ની સંખ્યા માં સ્ત્રી પુરુષોને બંદી બનાવી ને લઇ જાય ..અને તોય આપને એમાંથી બોધપાઠ ના લીધો એ સાચેજ શરમ જનક છે ….અને આમજ .history kept on repeating it self …. ગઝની પછી ઘોરી ,પછી કુત્બુદ્દીન ઐબક ,પછી તૈમુર લંગ , પછી ખીલજી અને પછી બાબર …પછી તો આખો મોગલ વંશ ..અને પછી પોર્ટુગીસ અને અંગ્રજો .અરે પછીય ક્યાં શીક્યા છીએ? પછી તો હવે અહિંસા ના નશા માંજ રચ્યા પચા છીએ ને ? નકસલવાદ, માઓવાદ એ અંગે શું? અને હા પછીયે કાશ્મીર પર આક્રમણ ,કે ચીન નું આક્રમણ., કે પછી બાંગ્લાદેશ નું યુદ્ધ ,કે કારગીલ યુદ્ધ …કંઈ પણ હોય ..સામેથી આક્રમણ ની નીતિ તો ભારત પાસે ક્યારેય છેજ નહિ ને ????? માત્ર એક વારજ સામેથી આક્રમણ કરી અને વિજયી થયા હતા …… તે શ્રી રામ …લંકા ઉપર આક્રમણ કરી ને સીતાજી ને પાછા લઇ આવ્યા … અને પછી શું કર્યું? એક ધોબી ની વાત ઉપર ??????
મને લાગે છે કે બસ હવે બંધ થવું જરૂરી છે …. હૈયાવરાળ નો કોઈ ફાયદોજ નથી .
LikeLike
પારૂબેન,
આમ થાકી ગયે ચાલશે?આવી હૈયાવરાળ માંથી જ એક વીરલો ઉભો થયેલો ગુરુ ગોવિંદસિંહ.આખી એક વૈશ્ય પ્રજાને હાથ માં હથિયાર પકડાવી ને બહાદુર બનાવી દીધેલી.આજે પણ આર્મી માં શીખ એટલે?વર્ણ વ્યવસ્થા નો એક પ્રોબ્લેમ એ થયો કે એક જ કોમ લડી લડી ને ખલાસ થઇ ગઈ.શરીર ની એક મર્યાદા હોય છે.ગમે તેટલા બૈરાં કરો વસ્તી કેટલી વધે?લાખો ના ટોળાં સામે કેટલાક હજાર રજપૂતો કેસરિયા કરી કરી ને ખલાસ થઇ ગયા.એમનીયે ભૂલો તો હતી જ.પણ ઓછું સંખ્યાબળ કામ કરી ગયું.આજે પણ એમની વસ્તી ભારત માં ખુબ ઓછી છે,જે વધી છે તે આઝાદી પછી વધી છે.આખા ગામ માં આજે પણ ચાર કે પાચ ઘર એમના હોય એવા અસંખ્ય ગામો મેં જોએલા છે,અને બીજી કોમો ઢગલા બંધ હોય.નો ડાઉટ કે એ ચાર ઘર આખા ગામ ને ધ્રુજાવતા હોય.પણ ઝારખડાંઓ નાં ટોળાં સામે સિંહ ને પણ ભાગવું અને હારવું પડતું હોય છે.અને હરણાંઓ ની તો કોઈ વિસાત જ નહિ કે ટકી શકે.હરણાં તો ભાગવા સિવાય કશું કરતા જ નથી ને? અહી લીંક મુકું છું તે જુનો લેખ વાચી લેશો. https://brsinh.wordpress.com/2009/12/27/
LikeLike
“નીતીવાન” શબ્દ જ સમાજની મુળભુત જરુરત એવી “શિસ્તતા” ને દર્શાવે છે અથવા “શિસ્તતાની સુગંધ” ફેલાવે છે. અને ધર્મ એ શિસ્તતા ના નિયમોને રજુ કરતો ગ્રંથ-માર્ગદર્શક છે.
નાસ્તિકના નિયમો સમાજને મજબુતી નથી આપી શક્તો પણ ધાર્મિકતા જે તે સમાજને મજબુતી-નક્કરતા પ્રદાન કરે છે. આજે જગતમાં જેટલા પણ મજબુત સમાજો-દેશોને જોઈશુ તો એમા એ સમાજ અમુક ધર્મને અનુસરનાર જ હશે. (સર્વ ધર્મોના દેશો વિશે વિચારવા વિનંતી છે.) આજ સુધી નાસ્તિકતાના આધારે કોઈ સમાજ-દેશ અસ્તિત્વમાં વધુ સમય ટક્યો હોય એવુ જાણવા મને તો હજુ સુધી નથી મળ્યુ, અને કદાચ હશે તો પણ એ અંધારામાં જ અથવા તો ભુગર્ભમાં જ હશે. ભલે એ ભુગર્ભમાં જ રહે કેમ કે જાહેરમાં એ ટકી નહિ શકે.
LikeLike
ભગવાન ઈશુના શબ્દો યાદ રાખો : “માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણાં ખુલી જશે.” આ શબ્દો પુર્ણ રીતે સાચા છે – આલંકારીક કે કાલ્પનીક નથી.
જો ઈશ્વર હોય તો આપણે તેનું દર્શન કરવું જોઈએ; જો આત્મા હોય તો આપણે તેની અનુભુતી કરવી જોઈએ; નહી તો, એમાં માનવું નહી એ વધુ સારું છે. દમ્ભી થવા કરતાં આખાબોલા નાસ્તીક થવું એ બહેતર છે.
– Swami Vivekananda
http://bhajanamrutwani.wordpress.com/2010/06/20/ishwar/
વાક્યોને મેં ગોઠવ્યા છે. આ બે વાક્યો વચ્ચે કોઈ સંબંધ નથી.
તે છતાં, ઈશુને/અલ્લાહને/રામને માનનારા બધા સારા હોય અને કોઈપણ ભગવાનમાં ન માનનારા બધા ખોટા, એ વાતમાં સાર નથી.
LikeLike
સરસ લેખ,કુદરત માટે બધા જીવ સરખા છે.શાકાહારી ઉપર પણ વિજળી પડે અને માસાહારી ઉપર વિજળી પડે.આ કોમેન્ટ ટાઈપ કર્યાના એક કલાક પહેલાનું તાજુ જ ઉદાહરણ છે.અમારા જ વિસ્તારમાં વિજળી પડતા ૧૨ વર્ષના બાળકનું મૃત્યુ થયું.રવિવારે પણ યમને રજા નથી હોતી.આ તો કુદરતનો નિયમ છે કે જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે.મોટાભાગના ધાર્મિક લોકો એમ કહે છે કે વિધાતાએ લખ્યુ હોય તેમ થાય,તેમાં આપણું કશું ચાલે નહીં.હકીકતમાં આપણું કર્યુ આપણે ભોગવવાનું હોય છે.ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વેપાર કરવાનુ લાયસન્સ આપ્યુ એટલે ભારત ગુલામ બન્યો.પણ ભારત ગુલામ બનવા પાછળ માત્ર લાયસન્સ જવાબદાર નથી.બીજા કારણો પણ હતા.
LikeLike
ભાઈ વીજળી પડી ત્યારે બીજો કોઈ ઉભો હોત તો એ જાત.વિધાતા એ લખ્યું તે બહાને ભારત સાવ આળસુ થઇ ગયું.આભાર.
LikeLike
ભૂપેન્દ્રસિંહજી આપનો લેખ અને અશોકભાઇનો પ્રતિભાવ સરસ.
LikeLike
Too Good Article sir
LikeLike
શ્રી ભુપેન્દ્ર ભાઈ, આપનો ખુબ ખુબ આભાર. ઈશ્વર અને ધર્મ વ્યક્તિગત વસ્તુ છે તે હિન્દુસ્તાન અને પ્રજા માનવા તૈયાર જ નથી. જો આ વિધાન કે ” તેની ઈચ્છા વિરુધ પાંદડું પણ નથી હાલતું” to pachi aapna jeva kala માથા ના manvi નું શું હેસિયત કે aapne સારા કે kharab karma kari shakiye ?
LikeLike
sir, mari samajan pramane aa badhu krambaddha paryay pramane chale chhe nahitar to m bane k always sashkta j nabala ne dabavata rahe.
LikeLike
રાઓલ સર, સહમત નિયમ બધા ને સરખા લાગુ પડે છે. એ તો આપડે છીએ જે એને તોડવા ની કોશિશ કરી છીએ. તાજું ઉદારહણ દાવ તો હમણાં અહિયા મોરારી બાપુ ની રામ કથા હતી(રામયણ કથા નહિ કહું કેમ કે એવું કઈ હતું જ નહિ), બહાર ની securityવાળા એ પરદેસ ના હતા ને નિયમ ની એક્દુમ પરવા કરતા હતા. ને મને માન થયું. અંદર આપડા ગુજ્જુ ભાઈ volunteer હતા. હવે એક ભાઈ ભીડ વધારે દેખાય એટલે બધા ને આગળ બેસાડતા હતા. હું ગયો તોહ મને કહે કે આગળ બેસો. (સુ કે કેમેરા માં એવું લાગે કે જોરદાર માણસો છે) મને થયું રૂલ્સ છે. પણ થોડા સમય પછી ત્યાં થી પસાર થયો ત્યારે એજ ભાઈ બીજા પાંચ છ જણા ને પોતાની બાજુ માં બેસાડી ને ટોળ ટપ્પા કરતા હતા!!!. આવી છે mentality વાહલા દવલા ની.
ફ્રી રેડીકલ ની થીઓરી સાચી છે અને એ ઘણા વરસો પેલા ૧૨ માં ભણી ગયો છુ. ને મારું એવું માનવું છે કે ઘડપણ એ રોગ છે, અવસ્થા નહિ. અને હા એ પાદરી ની વાત પરથી એક નોધ કે જો આપડે તાર્કિક રીતે કાઈપણ કેસુ એટલે આપડે નાસ્તિક માં ખપી જસુ જે બિલકુલ ખોટું છે!!
સરળ શબ્દો માં મજ્જા આવી ને મને ટેગ કરવા બદલ અભાર.
LikeLike
મોરારી હવે કથાને બદલે એમની બકવાસ ફિલોસોફી હાંકે રાખે છે.
LikeLike
મને પણ નવાઈ લાગી કે આ બધું શું ચાલે છે. આ બાપુ ક્યાં તોપિક પર બોલે છે?? પેલે દિ મૃત્યુ પર કીધું ને છેલે દી પણ એજ. ભલું થયું કે weekend માજ ગયો હતો. બાકી ના ૭ દિવસ ખબર નહીં સુ કીધું હશે !!
LikeLike