
હવે નર્કારોહણ તો લખી નાં શકાય કે નાં સ્વર્ગારોહણ લખી શકાય. ચિત્રગુપ્તે બધી પોલ બહાર પાડી દીધી હતી. લોકોનાં અચેતન મન જ સ્વર્ગ અને નર્કનાં જનક છે. દરેકનાં નર્ક અને સ્વર્ગ જુદા જુદા છે. તિબેટમાં કાયમ પુષ્કળ ઠંડી પડે છે. તો એમના સ્વર્ગમાં ગરમ પાણીનાં ફુવારા અને જળાશયો છે. ભારતમાં ગરમી પડે તો અહીં શીતલ જળનાં જળાશયો છે. ભારતનાં સાધુઓ સેક્સને દબાવીને સાધના કરતા હોય છે માટે એમને સ્વર્ગમાં ફક્ત ૧૬ વર્ષ થી આગળ ઉંમર વધે જ નહિ તેવી સુંદર અપ્સરાઓનો સહવાસ જોઈએ છે.
એક તો પહેલા મજબૂત નરને જ નારી મળે તેવી કુદરતી વ્યવસ્થા હતી. કોઈ લગ્ન વ્યવસ્થા હતી નહિ. ઉદાલક મુનિનો પુત્ર શ્વેતકેતુ ખૂબ નાનો હતો. પણ બુદ્ધિશાળી હતો. એ સમયે લગ્નના પવિત્ર બંધન હતા જ નહિ. એક ઉદાલક કરતા વધારે વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને ઉદાલકની સ્ત્રીને કહે ચાલ મારી સાથે. સ્ત્રી એટલાં માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા આવી પછી પત્ની શબ્દ આવ્યો. બ્રાહ્મણોમાં મજબૂત કોણ કહેવાય? જે વધારે વિદ્વાન હોય તે. પેલી નાના શ્વેતકેતુને અને ઉદાલકને મૂકી ને ધરાર ચાલી ગઈ. બસ નાના શ્વેતકેતુનાં મનમાં થયું કે આ કેવું? એણે મોટા થઈને લગ્નવ્યવસ્થાની રચના કરી. અને પવિત્રતાનાં વાઘા પહેરાવી દીધા.
આ પહેલા જે ભિખારી જેવા કમજોર અને આળસુ લોકો હતા તેઓને સ્ત્રી મળતી નાં હતી. એ લોકો એ અમે તો તપસ્વી છીએ, અમે તો સ્વર્ગમાં સુંદર કન્યાઓ ભોગવવાના છીએ. બસ અને કમજોર લોકોએ જેમ લગ્નવ્યવસ્થા શોધી કાઢી તેના પૂર્વે આ આળસુ ભારતીય લોકોએ સ્વર્ગમાં અપ્સરાઓની કલ્પના કરી લીધી. સાથે સાથે આ આલસ્ય શિરોમણિ લોકોએ કલ્પવૃક્ષની રચના પણ કરી લીધી. જેથી ખાલી મનમાં વિચાર જ કરો ને વસ્તુ હાજર. કોઈ હાથ પગ હલાવવાના નહિ, નાં કોઈ મહેનત, નાં કોઈ મજૂરી, નાં કોઈ ઉદ્યમ. ખાલી ફક્ત વિચાર જ કરવાનો. બોલો આને શું કહેશો? કલ્પવૃક્ષ એટલે ભયંકર આળસુ લોકોનો કૉન્સેપ્ટ. આજે એજ થઈ રહ્યું છે. ભારતની મૂર્ખ પ્રજા કલ્પવૃક્ષ છે આ બાવાઓ માટે. જરા જેટલો ઇશારો અને વસ્તુ હાજર.
બાપજી કહેશે મારે વિમાનમાં રામાયણ ગાવી છે. કલ્પવૃક્ષ(મૂરખ ઘેટાં) હાજર. બાપજી કહેશે મારે હવે પાણીમાં કથા કરવી છે તો જહાજ હાજર કરી દેવાનું આ કલ્પવૃક્ષ. હવે જ્યારે કોઈ ને કામ કરવું જ નથી ત્યારે નવરો બેઠો નખ્ખોદ વાળે તેમ છોકરાં પેદા કરે જાય છે. કશું તો કામ જોઈએ ને? જે પ્રજા ખૂબ જ પ્રવૃત્તિશીલ છે ત્યાં બાળકો ઓછા પેદા થવાના. સમય જ ક્યાં છે? બે જૂનામાં જૂની સંસ્કૃતિઓ આલસ્ય શિરોમણિ હતી. ચીન અને ભારત, અને બંને જગ્યાએ ખૂબ વસ્તી વધી ગઈ. હવે ડ્રેગન તો કામે વળી ગયો છે, પણ ભારત?
અમુક લોકોના સ્વર્ગમાં તો સુંદર છોકરાઓ મળે છે અપ્સરાઓની જગ્યાએ. આ બધી આપણાં મનની અતૃપ્ત ઇચ્છાઓ જ છે. અચેતન મનની અતૃપ્ત વાસનાઓ. પહેલા મનોવૈજ્ઞાનિકો એને અનકોન્સયશ માઈન્ડ કહેતા હતા હવેના મનોવૈજ્ઞાનિકો એને સબકોન્સયશ માઈન્ડ કહે છે. એને ગુપ્ત ચિત્ત કે ચિત્રગુપ્ત કહી શકો. હિસાબમાં કોઈ ભૂલ જ નહિ. આ ધર્મગુરુઓનો નાર્કો એનાલિસીસ ટેસ્ટ કરવો જોઈએ, જો કેવો કાદવ નીકળે છે પછી. બૌદ્ધ લોકોના સ્વર્ગ અને નર્ક જુદા છે તેમ જૈન લોકોના પણ જુદા જુદા છે. મહાભારતનાં યુદ્ધના કારણે વળી જૈનો એ શ્રી કૃષ્ણને સાતમાં નર્કમાં નાખી રાખ્યા છે. હવે હિંદુઓ જેને ભગવાન ગણે છે તે જૈનો માટે પાપીઓ છે. પાછો જેવો તેવો પાપ કર્તા નહિ છેક નીચે સાતમાં નર્કમાં.
ત્યાં અમે બે ઋષિઓ અમને જોઈ ને છટકવા માંગતા હોય તેવું જોયું, પણ અમે એ લોકોને ઝડપી લીધા. આ તો ઋષિ પરાશર અને એમના દીકરા વ્યાસજી હતા. પરાશરને નદી પાર કરાવતી સુંદર માછીની કન્યા જોઈ ને કામાવેગ પીડવા લાગ્યો. એટલે બહાનું કાઢ્યું કે ઉપર તારાઓ અને નક્ષત્રો સુંદર રીતે ગોઠવાયા છે. આજે પુત્ર દાન કરીશ તો બહુ બુદ્ધિશાળી, જ્ઞાની પુત્ર પેદા થશે. એમ ફોસલાવી ને સ્પર્મદાન કરી દીધું. વાર્તાઓ ઊભી કરવાનાં નિષ્ણાત આ ઋષિને પાછી જવાબદારી તો ગમે નહિ. કામ પૂરું કે ભાગી જવાનું ભારતનાં લોહીમાં મૂકતા ગયા. એ મત્સ્ય કન્યાની કુખે પુત્ર થયો તે વેદવ્યાસ. એમને તો શું પૂછીએ? પણ વ્યાસજી ને પૂછ્યું કે,
‘મહર્ષિ, આપે ખૂબ શાસ્ત્રો રચ્યા, લગભગ બધાં પુરાણો અને ઘણું બધું. શું બધું ગણપતિએ લખેલું?’ મેં પુચ્છ્યું.
‘ભાઈ, એમાં એવું છે કે એ વખતે લખવું શેમાં? એવું કોઈ જ્ઞાન હતું નહિ, કાગળ પણ હતા નહિ. એટલે ગણપતિ એટલે મોટા માથાવાળો મતલબ મોટા બ્રેન અને યાદ શક્તિવાળાને બધું કહ્યું, તેણે સ્મરણમાં રાખ્યું અને પેઢી દર પેઢી એકનું એક રટણ કરાવીને યાદ રાખ્યું. બાકી કોઈ માનવનાં માથે હાથીનું મસ્તક ચોટે નહિ.’ વ્યાસજીએ ઉત્તર આપ્યો.
‘પણ આપે કૃષ્ણનાં નામે ખૂબ ચડાવી દીધું કેમ?’
‘ભાઈ, બધું જ મારું લખેલું હતું, મહાભારત અને ગીતા પણ, પણ કૃષ્ણે કહ્યું એટલે ભગવાને કહ્યું કે એના ઉપર એક સ્ટેમ્પ વાગી ગયો. લોકો ઊંધું ઘાલી ને માની લેવાનાં. ખલાસ ભગવાને કહ્યું છે, કોઈ શંકા જ નાં કરે.’
‘એમ કરીને આપે આપની ફિલસૂફી ને એક સ્ટાન્ડર્ડ રૂપ આપી દીધું. આપે નહિ પણ ભગવાને કહ્યું છે તેમ જ લોકો માને છે અને અંધ બનીને દોરવાય છે. આ તો બિઝનેસ પોલિસી કહેવાય.’
‘સાચી વાત છે. એમાં બધું જ મારું પણ નથી. કારણ કંઠસ્થ રાખેલું એમાં દરેક પોતાનું ઉમેરતા પણ જતા. બધા પુરાણો પણ મેં નથી રચ્યા, લોકોએ મારી જ પોલિસી વાપરી ને પછી મારા નામે ચડાવી દીધું છે.’
‘પણ, આપ લોકો છટકતા કેમ હતા?’ મેં હસતાં હસતાં પૂછ્યું.
‘ભાઈ, હવેના રિપોર્ટરોથી ખૂબ બીક લાગે છે. અવ નવા સવાલો કરીને ગૂંચવી નાખે છે. અને એમાં આપ લોકો બહુ માહેર છો. માટે અમે ભાગતા ફરતા હતા, પણ આજે ઝડપાઈ ગયા.’
‘તો આપ આકાશમાં ગોઠવાયેલા ગ્રહો ને લીધે જ્ઞાની બન્યા હતા?’
‘ના ભાઈ નાં, એના માટે મેં ખૂબ અભ્યાસ કરેલો. એમ તારાઓની ગોઠવણી અહીં કામ નાં લાગે. અભ્યાસ નાં કરો તો કશું કામનું નહિ. બાકી મેં અભ્યાસ ના કર્યો હોત તો હું પણ રામાયણ ગાતો ફરતો હોત.’ વ્યાસજી હસી પડ્યા.
‘આપે રચેલા અને બીજા શાસ્ત્રો માટે આપ શું કહો છો?’
‘જુઓ, સાચી વાત એ છે કે એ સમયે સ્થિતિ જુદી હતી. હવે જમાનો બદલાયો છે. એમાંથી સારું રાખીને બીજા બધા ને દરિયામાં ફેંકી ને નવા શાસ્ત્રો રચવા જોઈએ, નવો એક જ ધર્મ રચાય તો સારું. અથવા તો ધર્મની જ જરૂર નથી. શાસ્ત્રોને ધર્મનું સ્વરૂપ આપવાની શું જરૂર છે? જ્ઞાનને ફક્ત શુદ્ધ જ્ઞાન રાખો, જ્ઞાનને વળી ધર્મોનાં લેબલની જરૂર હોય ખરી? જેમ આજે નવું કોઈ વિજ્ઞાન પેદા થાય છે તે આખી દુનિયા વાપરે છે કોઈ એકની માલિકીનું રહેતું નથી તેમ શાસ્ત્રો પણ કોઈ એકની માલિકીના નાં રાખવા જોઈએ. સારું હોય તે બધાનું અને ખોટું હોય તે ફેંકી દેવાનું.’ વ્યાસજીએ લાંબો ઉત્તર આપ્યો.
વ્યાસજીને ખાસ કશું પૂછવાનું યાદ આવતું નહોતું. હું અને રશ્મીભાઈ હવે છટકવાની વેતરણમાં હતા. હવે સમજાઈ ગયું હતું કે શરુમાં જ્યારે હું સવાલ કરતો કે પ્રભુ આપણ અહીં? ભગવાન આપ પણ અહીં? અને બધા મોઘમમાં હસતા કેમ હતા. હું અહીં નર્ક સમજીને આવેલો પણ અહીં તો?
પ્રેસિડન્ટ સ્વામી ભલે એમના સ્વર્ગમાં રાચે. આવું તો પેલાં વિશ્વામિત્રે પણ કરેલું. ત્રિશંકુને સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે લટકાવી રાખ્યો હતો. બસ આજે પણ ભારતની પ્રજાને સાવ ત્રિશંકુ જ બનાવી દીધી છે, અધવચાળે લટકી રહેલી.
અમે ભગવાન રામજી, કૃષ્ણજી અને બીજા બધાને મળી ને કંઈક આડું અવળું પુછાઈ ગયું હોય તો ક્ષમા માંગી લીધી. બધા એ જ્યારે જરૂર પડે કોઈ સવાલ ઊઠે તો બેધડક આવી ને પૂછી લેવાનું જણાવ્યું. ફક્ત એક વ્યક્તિને લઈને આ જગ્યા છોડવાનું મને મન થતું નહોતું. એમના સુંદરતમ પવિત્ર મુખારવિંદ અને એમના નયનમાંથી સદાયે વહેતું પ્રેમાળ હૃદય માણ્યાં કરવાનું મન થયા કરતું હતું. એમની રગે રગ અને રોમરોમમાંથી પ્રેમ જ નીતરતો હતો, એવા સીતા મૈયાને છેલ્લો સવાલ કરી ને ઉત્તરની રાહ જોયા વગર અમે પ્રસ્થાન કર્યું કે,
‘હે, સીતામૈયા આપને પૃથ્વીલોકમાં બીજા કોઈ નહિ ને ફક્ત રામ જ મળ્યા?’
VERY GOOD SERIES. ONLY ONE QUESTION. PANDURANG SHASTRI?
ARE YOU NOT KNOW WHAT HAPPEN TO HIS MOVEMENT?
LikeLike
I know about his movement.He himself told some where he was helpless.I know about murder of NRI did by his followers.
LikeLike
bhupendrabhai,
so you believe him that he was helpless.you know why he is helpless.?according to me ,charity begins at home, why he didn’t abolish his ‘panth’ instead of advise to other people?
LikeLike
મહેશભાઈ,
તદ્દન સાચી વાત કહી આપે.બીજા ને સલાહ આપવી સહેલી છે.મુંબઈ નાં નાનકડા માધવ બાગ ની સામાન્ય સભાઓ થી માંડી ને ટેમ્પલટન અને રોમન મેગ્સેસે એવોર્ડ સુધી પહોચી ગયા અને આશરે ૪૦૦ કરોડ સુધી ની આસામીએ પહોચી ગયેલા.દત્તક પુત્રીએ કબજો જમાવી લીધો.પ્રતિષ્ઠિત જજ દિવાન સાહેબે ટ્રસ્ટી પદે થી નીકળી જવાનું મુનાસીબ માન્યું અને NRI નું મર્ડર થયું.ભાઈ હું તો કાયમ કહું છું કે એક ઉદ્યોગપતિ પોતે કમાય છે પણ વસ્તુ નું ઉત્પાદન કરી ને લાખો લોકો ને રોજી રોટી આપે છે.જયારે એક ધર્મગુરુ કશું પણ ઉત્પાદન કર્યા વગર,કોઈ સેવા વેચ્યા વગર એના બકવાસ વિચારો લોકો ને સમજાવી ને કરોડો ભેગા કરી લે છે જે દેશ ની ઈકોનોમી માટે ખતરા રૂપ છે.આભાર.
LikeLike
હું અહીં થોડો અલગ પડીશ.
હું ક્યારેય સ્વાધ્યાયી નહોતો પણ પાંડુરંગ શાસ્ત્રીના કેટલાક વિચારો મારા પર ઘેરી અસર છોડી ગયા છે. “પ્રસન્નચિત્તપારિવારિકસાધક” એમાંનો એક છે.
ઉપરાંત જ્યાં સુધી સ્વાધ્યાયની ગાડી પાટા પર ચાલી ત્યાં સુધીમાં તો અનેકનાં જીવન ભવસાગર તરી ગયાં.
હું ગામડે ગામડે નથી ગયો અને નથી મેં એ સ્વાધ્યાયીઓની જેમ કચડાયેલા લોકોને આત્મસન્માન શિખવ્યું. મારાથી થાય પણ નહીં. હું મારો ટૂંકો સ્વાર્થ છોડી દર અઠવાડિયે જઈ પણ નથી શક્યો.
આથી હું માત્ર દોષદૃષ્ટા બની રહેવાનો વિરોધ કરીશ.
જે ખોટું થયું હોય તેને કાયદાથી પહોંચવાનો વાંધો નથી. હું કોઈને લોકોત્તર બનાવવાનો પણ વિરોધ કરીશ.
LikeLike
ભૂપેન્દ્સિંહજી,
સારું રાખીને બીજા બધાને દરિયામાં ફેંકી અને નવા શાસ્ત્રો રચવા જોઈએ, નવો એક જ ધર્મ રચાય તો સારું. જ્ઞાનને ફક્ત શુદ્ધ જ્ઞાન રાખો, જ્ઞાનને વળી ધર્મોનાં લેબલની જરૂર હોય ખરી? સાચી વાત છે એક નવા જ માનવધર્મની જરૂર છે અત્યારના સમય પ્રમાણે દેશ અને દુનિયા માટે. પરોપકાર કરવો તે પુણ્ય અને કોઇને પીડા આપવી તે અધર્મ કે પાપ. ઋષિઓ, પયંગબરો, ગૌતમ બુદ્ધ, ઇસુ મસિહા મોહમ્મદ સાહેબ કે જરથુષ્ટ્ર દરેકે એક જ વાત કહી છે, હૈયુ સાફ રાખો, દિલ પાક કરો, અંતર પવિત્ર કરો. ધર્મ જેટલો સાદો એટલો સમાજ ઓછો દંભી. ધર્મને જેટલો અઘરો અને માથાકૂટવાળો બનાવાય તેટલો સમાજ વધુ દંભી બને. અનેક ક્રિયાકાંડ, પૂજા અને વહેમોને ધર્મ સાથે જોડી દીધાં છે. શુકન-અપશુકન, ભૂતપ્રેત અને મંત્રતંત્રને ધર્મ સાથે જોડી દીધા છે. અને કેટલાક લોકો તેના સોલ-એજન્ટ બની ગયા છે
૨૪૯૫ વર્ષ પહેલાં ગ્રીસના એથેન્સ શહેરમાં મધ્યમવર્ગમાં જન્મેલા યુરીપીડિઝ નામના ફિલસૂફે ગુરુઓ અને ગુરુપદ સામે સખત વિરોધ જગાવેલો. માઇકલ ઇક્વિમ ‘દ મોન્ટેને ૪૨૫ વર્ષ પહેલાં લખેલું કે માનવી એક ઉંદર પેદા નથી કરી શકતો પરંતુ ડઝનબધ ભગવાનો પેદા કરે છે. આ બાપુ કે તે બાપુ. બધાને ભગવાન બનાવી દે છે. અને આજે પણ આ જ પરિસ્થિતિ છે. અમેરિકના મિલવાકી ગામમાં જન્મેલા રોમન કેથલિક નીલ ડોનાલ્ડ વોશે બાઇબલ, કુરાન, ઋગ્વેદ, ઉપનિષદ અને ગીતાનો અભ્યાસ કરીને જગતમાં ધર્મનાં ઝઘડા ના રહે તે માટે પેન્થેઈસ્ટિક ગોડ એટલે કે સર્વેશ્વરવાદનો વિચાર ઉભો કરેલો.
LikeLike
મીતાજી,
બહુ સુંદર વાત કરી આપે.એક ઉંદર પેદા નથી કરી શકતો.જયારે ભગવાન પેદા કરવા માટે?જરાય વાર નથી લાગતી.ચાલો મારા જેવા વિચારો બીજા ફિલોસોફરો ને પણ આવે છે ખરા???હા!હા!હા!હાઆઆઆઅ!!
LikeLike
મીતાબહેને ઉલ્લેખેલા કેટલાક પાત્રો વિશે વધુ જાણકારી મળે તે હેતુથી થોડી પુરક લિંક્સ:
* http://en.wikipedia.org/wiki/Euripides (યુરીપીડિઝ)
* http://en.wikipedia.org/wiki/Michel_de_Montaigne (માઇકલ ઇક્વિમ ‘દ મોન્ટેન)
* http://en.wikipedia.org/wiki/Neale_Donald_Walsch (નીલ ડોનાલ્ડ વોશ)
* http://en.wikipedia.org/wiki/Panentheistic (પેન્થેઈઝમ)
LikeLike
Really enjoyed this ‘નર્કાવરોહણ’ series .It really an excellent food for thought. Keep up the spirits…. awaiting eagerly for many more of such kind.
And yes I fully agree to Mitaben for this,
‘સાચી વાત છે એક નવા જ માનવધર્મની જરૂર છે અત્યારના સમય પ્રમાણે દેશ અને દુનિયા માટે.’
Thats why I said, “ઉપદેશ આપી ને લોકો ને ભય બતાવી ને જીવન પ્રત્યે વૈરાગ જન્માવે તે સાચા સદગુરુ હોય શકેજ નહિ. પરમસુખ, અખંડસુખ, આત્મસુખ….. વગેરે શબ્દો ની જાળ રચ્યા વિના , વર્તમાન પરિસ્થિતિ માં જીવન પ્રત્યે ની સાચી સમજણ અને અભિગમ કેળવવામાં મદદ કરે તેજ સાચા સદગુરુ.”
http://piyuninopamrat.wordpress.com/2010/07/27/
LikeLike
Then you(piyuni),mitaben and me should start new dharma name”No Dharma” or “Manavdharma” or “prem dharma”.
LikeLike
અરે દાદાભાઈ,
આમ જોઈએ તો આઈડીયા અચ્છા હૈ…… આમ પણ આપણા દેશ માં ધર્મગુરુ થવાનું કઈ અઘરું નથી … વળી આ વ્યપાર માં તો વગર મેહનતે ઘી-કેળા.
અરે દાદાસા , શું તમે પણ ….. છે એટલા ઓછા છે શું ??? કે વળી એમાં વધારો કરવાની વાતો કરો છો????
🙂
LikeLike
આખી નર્કારોહણની શ્રુંખલા હું વાંચી ગયો. મને ના ગમી! સાહિત્યકૃતિ તરીકે એનું કંઈ ખાસ મૂલ્ય નથી. નર્કારોહણના એક કલ્પનને બાજુમાં મૂકીએ તો બાકી વાતો જૂની જ છે. બળાપો જ ઠાલવવો હોય તો નિબંધ એ વધુ યોગ્ય પ્રકાર ગણાય.
તમે એક પક્ષ લઈને બેઠા છો. ભલે એ પક્ષ ગમે તેટલો સાચો હોય સાહિત્ય સર્જન માટે ખુલ્લાપણુ અને સંતુલનની જે અપેક્ષા રહે છે તે અહીં સંતોષાતી નથી.
મને તો દલા તરવાડી વાળી વાર્તા યાદ આવી ગઈ.
ઓ હિન્દુ મહાકાવ્યો, પુરાણો, શાસ્ત્રો ના પાત્રો
બોલો ભૂપેન્દ્રસીંહ રાઓલ બાપુ
ગડદા પાટુ મારું કે બે ચાર
અરે મારોને દસ બાર
LikeLike
ચાલો એક જણ ને તો ના ગમી!!ભાઈ હું કોઈ ને ગમે તે માટે લખતો જ નથી.અને સાહિત્યકાર નો દાવો પણ કરતો નથી.હું તો ધારી ને જ લખું છું કે મેક્ઝીમમ લોકો ને નહિ ગમે.અને દલા તરવાડી તો બે બાજુ બેઠા છે.લગભગ આખો દેશ એક બાજુ બેઠો,એમાં પુણેકર સાહેબ પણ આવી જાય કે શું?કે હે મહાન ભારત નાં મહાન શાસ્ત્રો બે ચાર પ્રશસ્તિ નાં ગીતો ગઈ લઉં?બે ચાર શું કામ લાખો ગાઓ ને!!હજારો વર્ષ થી આજ કર્યું છે ને?કડવી દવા કોઈ ને નાં ગમે ભાઈ.ભાઈ આપણે બાપુઓ ના પૈસે સાહિત્ય સર્જન કરવું નથી અને એમના બારોટ બનવું પણ નથી.આજે લગભગ ગુજરાતી સાહિત્ય નાં મોટાભાગ ના સર્જકો મોરારીબાપુ ના બારોટો બની ચુક્યા છે એમાં મારે જોડાઈ જવાનું જરૂરી નથી.સાહિત્ય ની મને કોઈ ખાસ સમજ નથી.હું તો મનમાં આવે તે બેધડક લખી દઉં છું.હું કોઈ સાહિત્ય સર્જન માટે નથી લખતો હું તો હથોડા મારવા આવ્યો છું.ભાઈ મને ધમકી પણ મળી ચુકી છે કે દયાનંદ સરસ્વતી નો રોગ લાગ્યો છે.એ તો ગયા તમે પણ જવાના છો.I don’t care .
LikeLike
Exceeds all expectations.
માનવજાતને અને ઈશ્વરને પણ બધા ધર્મોમાંથી મુક્તિ અપાવવાની જરૂર છે.
LikeLike
ઈશ્વર તો ધર્મો થી પર જ છે.આપણે લઇ બેઠા છીએ કે આ મારો ઈશ્વર અને આ તારો ખુદા.આ મારો બુદ્ધ અને આ તારો મહાવીર.એટલે ધર્મો અને સાથે ઈશ્વર ને પણ મુક્ત કરી દઈએ તે જ સારું.
LikeLike
આપણો પ્રશ્ન ધર્મના વાડાનો નથી. એ માત્ર શરૂઆત છે કારણ કે એ સહુથી પુરાણા અને જડ વાડાઓમાંનો એક છે. માણસમાં જન્મજાત જુથબન્ધી કે વાડાબન્ધી પડી છે. આપણે એમાંથી મુક્ત થવું જરૂરી છે. આવી જુથગીરી વૈજ્ઞાનિકોમાં કે ચિંતકોમાં પણ પ્રવર્તે છે, નાસ્તિકોમાં પણ પ્રવર્તે છે.
ભલે, દુનિયામાં લાખો ધર્મ શોધાય કે ભલે લાખો વિચારધારાઓ વિકસે, એક માનવી જો બીજાની વૈચારિક ક્ષમત ખમત ના કરે અને બીજાની વિચારધારાને પણ મહાસાગરને મળતી પોતાની ધારા જેવી જ એક અને સાચી ગણે તો, એ લાખો ધર્મ કે વિચારધારાઓનું હોવું સફળ થયું કહેવાય. માત્ર એક ધર્મ બનાવી દેવાથી આપણે વાડાઓ બનાવવાનું છોડવાના નથી. ભારત શું કે અમેરિકા શું, વાડાઓનું અસ્તિત્વ એક યા બીજા સ્વરૂપે છે.
LikeLike
ચિરાગભાઈ,
પ્રશ્ન ચાલો વાડાઓ નો નથી.પણ આ વાડાઓ ના લીધે જે શોષણ થાય છે તેનું શું કરીશું?એક વાડો બનાવી ને લોકો કશું કર્યા વગર એમની જવાબદારી બીજા ને માથે નાખે છે તેનું શું?ચાલો ને લાખો વાડાઓ હોય પણ જાતે કમાઈને ખાતા શું થાય છે?એમના મોક્ષ નાં બીલ આપણે શુકામ ભરવાના?ખુદ આ લોકો ને મોક્ષ ની પડી છે ખરી?જેટલી તમને કે બીજા કોઈ સામાન્ય જન ને પડી હોય છે.વૈષ્ણવ ગુરુઓ શું કહે છે?હું જ ભગવાન કૃષ્ણ સ્વરૂપ છું મને બધું સ્ત્રીઓ સાથે અર્પણ કરી ને ખાવ આ વિચારધારા ની ખમત કરવાની?અમારા સ્વર્ગ માં સુંદર સ્ત્રીઓ મળશે,અમારા સ્વર્ગ માં સુંદર છોકરાઓ મળશે,શું આ વિચારધારાઓ ની ખમત કરવાની?સ્ત્રીઓ ની અગ્નિ પરીક્ષા લેવાની વિચારધારા ની ખમત કરવાની?ખમત ભારત કરી જ રહ્યું છે ને ભાઈ.જૂથબંધી જન્મજાત છે એમાંથી મુક્ત થવા કરતા જૂથો એકબીજા નું શોષણ કરે છે તેમાં થી મુક્ત થવાનું છે.
LikeLike
“હું તો મનમાં આવે તે બેધડક લખી દઉં છું.”
મનમાં આવ્યું તેથી જ લખવું તો બહુ યોગ્ય ના પણ ગણી શકાય. પરંતુ તમે જે લખો છો તેમાં ભારોભાર સત્ય હોય છે. જેઓ હિન્દુત્વના સામુહિક મિથ્યાભિમાનમાં રાચતા હોય તેમને તે ન ગમે તે સ્વાભાવિક છે. કુપાત્રોના નામો આગળ વારંવાર ‘મહાન’ વિશેષણ વાપરવાથી તેઓ મહાન બની જતા નથી. તેમના કૃત્યો કેવા છે કે હતા તે જોવું અને સમજવું અગત્યનું છે.
“જૂથો એકબીજા નું શોષણ કરે છે તેમાં થી મુક્ત થવાનું છે.”
જૂથો એકબીજાનું શોષણ કરે તે તો સમજ્યા પણ આપણે તો પોતીકાઓનું શોષણ કર્યાં કર્યું છે અને કરીએ છીએ જેમ કે ગુરુઓ તેમના શિષ્યોનું.
LikeLike
જરા ભૂલ સુધારી લઉં કે ‘મનમાં આવે તે લખવા જેવું હોય તો બેધડક લખી દઉં છું’.શોષણ કરી શકાય અને મહેનત કર્યા વગર આખી જીંદગી શું,પેઢી દર પેઢી મફત માં ખાઈ શકાય તેની વ્યવસ્થા એટલે ભારત નાં ધાર્મિક સંપ્રદાયો.પોતીકા ને જ છેતરી શકાય ને?
LikeLike
આપની વાત સાચી છે કે
“પોતીકા ને જ છેતરી શકાય ને?”.
આજના જ પેપરમાં સમાચાર છે કે એક યહૂદીએ બીજા અનેક યહુદીઓ સાથે ૨૦૦ મિલિયન ડોલરની છેતરપીંડી કરી.
LikeLike
એક હર્ષદ મહેતા,એક કેતન પારેખે,એક ચેનરૂપ ભણસાલીએ હજારો કરોડો ની છેતરપીંડી કરી છે,પોતાના ભાઈઓ ને છેતરી ને જ.આ બધા જાય જીનેન્દ્ર અને જયશ્રી કૃષ્ણ કહ્યા વગર ઘર માંથી કદી બહાર નીકળે નહિ.હા!હા!હા!હાઆઆઆઆઆઆઆ!
LikeLike
શ્રી ભુપેન્દ્રસિંહજી,
Welcome to Home !! (અરે ભાઇ આપ ત્યાં જલ્સા કરો અને અમારે અહીં જીવ બાળવો પડતો હતો ! આથી જ આપના ઘરે પાછા આવવાની ખુશી થઇ !!)
આપનું આ મનોભ્રમણ માણવું ગમ્યું, આ શ્રેણી પર આપણે તો બહુ ચર્ચાઓ કરી જ છે, ઘણું નવું જાણવા પણ મળ્યું, વિવિધ રસ અને લાગણીઓનો અનુભવ પણ થયો, આથી આ વિષયપર વધુ ન લખતા હવે આગળ ઉપર વળી કોઇ નવો વિચાર, નવો પ્રદેશ અને મિત્રોના નવા નવા પ્રતિભાવોની રાહ જોવાનું શરૂ કરી દીધું છે.
હું તો એક સામાન્ય વાંચક છું, આપના બહુ વખાણ નહીં કરૂં પરંતુ એટલું કહીશ કે ઓટલે બેસીને મિત્રો શાથે થતી હોય તેવી આપની ચર્ચાશૈલીમાં દેશીગોળ જેવી મીઠાશ (અને ક્યારેક ગોંડલીયા મરચા જેવો તમતમાટ !) માં મજા બહુ આવે છે. (આ ચણાનું ઝાડ નથી !! અંતરની વાણી છે.)
LikeLike
શ્રી અશોકભાઈ,
આપ જેવા અનેક મિત્રો ની અંતર ની વાણી નાં લીધે તો અમે લખી શકીએ છીએ ભાઈ.આભાર
LikeLike
બ્લોગ ઉપર લખનાર કે પોતાના વિચારો પ્રગટ કરનાર ખચિત સાહિત્ય સર્જન નથી જ કરતા હોતા તે ભાઈ પુનેકર વીસરી ગયા લાગે છે. કોઈપણ બ્લોગર પોતાના વિચારો નિજાનંદ માટે લખ્તો હોય છે અને તે વાચનાર અર્થાત બ્લોગની મુલાકાતે આવનારને પસંદ ના પણ પડે તેથી શું ? હકિકતે મારી સમજ પ્રમાણે જો વાચકે પ્રી કંડીશંડ માઈંડ અને પૂર્વગ્રહો છોડી ખુલ્લા મને વિચારી અને લેખનું હાર્દ સમજવા કોશિશ કરવી જોઈએ ! ભાઈ ભુપેન્દ્રસિંહ આપે ઘણી એવી વાતો કરી છે કે જે માત્ર જૂનવાણી વિચાર ધારા અને અંધશ્રધ્ધાળુ છે તેમને માટે આઘાત જનક ગણાય ! પરંતુ હું તો આપને અભિનંદન આપીશ કે આપે વાચકોને વિચારતા કરવા સરસ પ્રયાસ કર્યો છે. એક વાત બીજી અંધશ્રધ્ધાળુ વાચકો ક્યારે ય એવો વિચાર કરે છે ખરા કે કહેવાતા ગૂરુઓ-સંતો-મહંતો અને સાધુઓ રામયણ કથાઓ-ભાગવત કથાઓ-ગીતા ઉપરના વ્યાખ્યાનો અને અન્ય પણ ધાર્મિક પ્રવચનો કર્યા કરતા રહેતા હોવા છતાં આટ આટલા મંદિરો બંધાવવા છતાં સમાજમાં ભ્રષ્ટાચાર -ભેળસેળ ચોરી-લૂંટફાટ બળાત્કાર-ખૂન વગેરે ઘટવાને બદલે વધી કેમ રહ્યા છે ? મારી તમામ વાચકોને વિનંતિ છે કે ક્યારે ક નિરાંતે આ સમસ્યા ઉપર વિચાર કરજો અને તો મને ચોક્ક્સ ખાત્રી છે કે આ વધવાનું કારણ ઉપર ક્હ્યા તે તમામ લોકો એક નંબરના ઢોંગી અને પાખંડી છે કારણ તે જે પ્રબોધે છેતેના કરતાં પોતાનું જીવન અતિ સમૃધ્ધ ભક્તોને હિસાબે અને જોખમે વ્યતીત કરતા રહે છે ! આ કડવી હકિકત છે કોઈન સ્વીકાર કે અસ્વીકારથી કોઈ ફેર પડે તેમ નથી ! અસ્તુ !
સ-સ્નેહ
અરવિંદ
LikeLike
સાચી વાત છે.મેં તો શરુ કરેલું નિજાનંદ માટે લખવાનું.કથાઓ અને પ્રવચનો ધંધા પાણી નું સાધન માત્ર છે.અને મંદિરો મોટી દુકાનો.આધુનિક મંદિરો મોટા મોલો જેવા શોપિંગ સેન્ટર.ભક્તો ને કરેલી બેઈમાની નાં પાપ માંથી મુક્ત થવું છે,સરળ લાભો મેળવવા છે,સ્વર્ગ માં સીટ રિજર્વ કરાવવી છે.ગુરુઓ આ બધા નાં એજન્ટો છે.અરવિંદભાઈ અહી તો ગીધડાં,ઘેંટા અને ગુરુઓ નો મેળો જામ્યો છે.મહાન સંસ્કૃતિ કદાચ આ ત્રિપુટી જ્યાં વધુ હોય તેને જ કહેતા હશે.આભાર…
LikeLike
શ્રી અરવિંદભાઇ આપે સત્ય કહ્યું, ‘વાચકે પ્રી કંડીશડ માઈંડ અને પૂર્વગ્રહો છોડી ખુલ્લા મને વિચારી અને લેખનું હાર્દ સમજવા કોશિશ કરવી જોઈએ !’ અને વિચારવા જેવી વાત છે કહેવાતા ગૂરુઓ,સંતો,મહંતો અને સાધુઓ અને કથાઓ ઉપરના વ્યાખ્યાનો અને અન્ય પણ ધાર્મિક પ્રવચનો કરતા રહેતા હોવા છતાં અને ભવ્ય મંદિરો બંધાવવા છતાં સમાજમાં ભ્રષ્ટાચાર -ભેળસેળ ચોરી-લૂંટફાટ બળાત્કાર-ખૂન વગેરે ઘટવાને બદલે વધી કેમ રહ્યા છે ? કડવી હકીકત કોઈ સ્વીકારે કે ના સ્વીકારે તેનાથી કોઇ ફેર પડે તેમ નથી. આમેય હંમેશા સત્ય તો કડવું જ હોય.
LikeLike
મેં પહેલા કહ્યું એમ, આ આખી રચનાને સાહિત્યકૃતિ તરીકે તપાસવાનો પ્રયાસ છે. તમે ઊઠાવેલા મુદ્દાના સમર્થન કે વિરોધનો પ્રશ્ન નથી.
હું ખુલ્લાપણાની અને સંતુલનની વાત કરીને પોતે જ એક પક્ષમાં બેસી જઉં એ તો ન ચાલે.
નર્કારોહણ નામ વાંચ્યું એટલે એમાં કલ્પન હશે, લલિત સાહિત્ય જેવું કંઈક હશે, રસ મળશે એવી અપેક્ષા બંધાઈ જે પૂરી ન થઈ. મોસંબીનો રસ મળશે એવા મતલબનું પાટીયું હોય અને પીવા મળે લીમડાનો રસ! તો કમ સે કમ અપેક્ષાભંગ થયો એટલું તો કહીશ જ!
“અયોધ્યાનો રાવણ અને લંકાનો રામ” નામક એક લઘુનવલ કુમારમાં પ્રગટ થઈ હતી, જે દિનકર જોષીએ લખી હતી. ખૂબ મજાની હતી. જો હું એક પક્ષમાં બેસી ગયેલો હોઉં તો આવી કૃતિને માણી જ ન શકું.
એવું વાંચ્યાનું યાદ છે કે શેખાદમ આબુવાલા એ ક્યાંક કહ્યું/લખ્યું છે કે હું ગાંધીને ચાહી શકતો નથી અને હિટલર સાથે નફરત કરી શકતો નથી. આ સંતુલન હોય તો વાંચવાની મજા આવે. બાકી ભારતની મૂર્ખ પ્રજા, ભારતની આલસ્ય શીરોમણી પ્રજા, ત્રાસવાદી જેવા ઋષિઓ….વગેરે વગેરે જેવા gross generalizations વાંચવામાં કોઇને મજા આવતી હશે, મને નથી આવતી.
LikeLike
સ્વર્ગારોહણ માં લલિત સાહિત્ય હોય નર્ક માં થોડું હોય?પાટિયું જ લીમડાના રસ નું હતું,તમે મોસંબી માંગો તેમાં અમારી શી ભૂલ?ગાંધી ની અનેક ભૂલો હોવા છતાં હું ગાંધી ને ખુબ ચાહું અને હિટલર ને કદી ચાહી ના શકું એના માથે ૬૦ લાખ યહુદીઓ નાં ખૂન લખેલા છે.નાના નાના બાળકો ને જીવતા શેકી નાખનાર ને કદી ચાહી ના શકાય.શેખાદમ જો આવું કહેતા હોય તો એ મહાન દંભી કહેવાય,કાંતો ૬૦ લાખ યહુદીઓ ને મારી નાખ્યા છે તે યોગ્ય હશે તેવું માનનાર મહામૂરખ.આમાં સંતુલન ક્યા આવ્યું? મુર્ખ,આલસ્ય શિરોમણી,વધારામાં કાયર,કમજોર,અનિર્ણાયક,હિપોક્રસી નો હિમાલય આ બધી હકીકત વાંચવામાં કોને મજા આવે?મને પણ લખવામાં મજા નથી આવતી.લીમડા ની ચટણી કોને ભાવે?
LikeLike
સ્વર્ગારોહણ માં લલિત સાહિત્ય હોય નર્ક માં થોડું હોય?
–> કેમ ન હોઈ શકે? મુદ્દો સ્પષ્ટ કરવા માટે જ ‘અયોધ્યાનો રાવણ અને લંકાનો રામ’ નું ઉદાહરણ આપ્યું. લાલિત્ય ગમે ત્યાં નીપજાવી શકાય. ઉલટાનો નર્કારોહણમાં મજાનો વ્યંગ હશે એવી અપેક્ષા જાગે છે.
ગાંધી ની અનેક ભૂલો હોવા છતાં હું ગાંધીને ખુબ ચાહું અને હિટલર ને કદી ચાહી ના શકું એના માથે ૬૦ લાખ યહુદીઓ નાં ખૂન લખેલા છે.નાના નાના બાળકો ને જીવતા શેકી નાખનાર ને કદી ચાહી ના શકાય.
–> થોડી ઉતાવળ થાય છે બાપુ! મેં જે લખ્યું છે એ બરાબર વાંચ્યું આપે? શું કહે છે શેખાદમ આબુવાલા? હિટલરને ચાહવાની વાત ક્યાં આવી એમની વાતમાં? એ કહે છે કે હિટલર સાથે નફરત કરી શકતો નથી. નફરત નથી કરી શકતો એટલે ચાહું છું એમ? થોડોક વિચાર તો કરો કે એ શું કહેવા માગતા હશે?
શેખાદમ મહાન દંભી અથવા મહામુરખ
–> ૐ શાંતિ!
આમાં સંતુલન ક્યા આવ્યું?
–> ક્ષમસ્વ! હું આપને સમજાવવા અસમર્થ છું.
LikeLike
આપ પણ થોડી નહિ ઘણી ઉતાવળ કરી રહ્યા છો.મેં તો મારી વાત લખેલી કે ગાંધી ની અનેક ભૂલો હોવા છતાં ચાહું છું,અને હિટલર ને નફરત જ કરી શકાય.શેખાદમ આબુવાલા કવિ હતા,શબ્દો ની રમત સારી રમી જાણે.એમના અચેતન મનની વાતો એમને કહી દીધી,જે એમને જ ખબર નહિ હોય.એમના સબ કોન્શીયાશ માં ક્યાંક ગાંધી પ્રત્યે નફરત નો જરા જેટલો છાંટો પણ હોવો જોઈએ,જેથી ગાંધી ને ચાહી શકતો નથી તેમ લખી શક્યા,અને એમના અચેતન મન માં ક્યાંક હિટલરે કરેલા જુઇશ લોકો નાં ખૂન વ્યાજબી લગતા હશે,અથવા જુઇશ લોકો પ્રત્યે મન નાં ઊંડા અતલ અંધકાર માં નફરત ભરેલી હોવી જોઈએ,જે લગભગ અમુક લોકો ના મન માં સ્વાભાવિક ભરેલી હોય જ છે.જાણીતો મુવી સ્ટાર મેલ ગીબ્સન કાયમ એવો બકવાસ અહી પણ કરતો હોય છે.જેથી હિટલર ને નફરત ના કરી શકું તેમ લખી શક્યા.તમે ગાંધી ને ચાહતા નથી એવું બતાવવા હિટલર ને નફરત કરી શકતો નથી એવી શબ્દો ની રમત રમવામાં કવિ સાહેબ એમના અચેતન મનની ગુપ્ત વાતો કહી ગયા.અચેતન મન ની લીલા અકળ છે ભાઈ.આ બધી મનોવૈજ્ઞાનિક બાબતો છે. મને સમજવો અઘરો છે,માટે સમજાવવો પણ અઘરો જ છે.બ્લોગચાર્ય(yashvant thakkar) કહેતા હતા કે લલિત ભાવ જાગે તેવું કરો.માટે કવિઓ ને આજુબાજુ વસાવો.કોઈ વાર હાસ્ય લેખ દ્વારા જાગી જાય છે,પણ લાંબો સમય લલિત ભાવ રહે તે અશક્ય છે.
LikeLike
ભૂપેન્દ્રસીંહજી તમારી ઝડપથી પ્રભાવિત નહીં હતપ્રભ છું. ફક્ત એક વાક્ય પરથી કવિના અચેતન મનના ભાવ આપ પામી ગયા! ફક્ત એટલું જ નહીં એ ભાવ કઈ રીતે બહાર આવ્યા છે એની આખી પ્રક્રિયા સમજાવી દીધી. એક જ વાક્ય અને શેખાદમ જેવા મહાન દંભી/મહામુરખને તમે પકડી પાડ્યો. Hats off!
મનોવિજ્ઞાનના બે ચાર પુસ્તકો મેં પણ વાંચ્યાં છે. બે psychologists મારા સારા મિત્રો છે. હું તો સમજતો હતો કે કોઈના પણ મનને સમજવામાં બહુ વાર લાગે છે. વાક્ય એક જ હોય પણ એની પાછળની અંતરમનની પ્રક્રિયાઓ બહુ અટપટી હોઈ શકે એમાં ઘણી સંભાવનાઓ હોઈ શકે.
આ બધા મનોવૈજ્ઞાનિકો (કમ સે કમ મારા મિત્રો અને જેમના પુસ્તકો મેં વાંચ્યા છે એ) મૂર્ખ છે જે psycho analysis માં આટલો બધો સમય બરબાદ કરે છે. બાકી તો એક વાક્ય જ પુરતું છે એનું ઉદાહરણ આપે પૂરું પાડ્યું જ છે.
કાં એ મૂર્ખા છે અથવા આપ ભીંત ભૂલ્યા છો. ત્રીજી શક્યતા હોય તો જણાવશો.
LikeLike
જ્ઞાની ઉતાવળ કહીશું કે શું?એકાદ વાક્ય થી એકાદ જ પર્ત અચેતન મનની જાણી શકાય,આખા વ્યક્તિ ના મન કળવા માટે તો આખી જીંદગી નીકળી જાય.કોઈ સંપૂર્ણ મુર્ખ હોતું નથી અને સંપૂર્ણ જ્ઞાની પણ નથી હોતું..ગાંધી પણ બ્રહ્મચર્ય બાબતે મૂર્ખા વેડા કરતા જ હતા.નાનામાં નાનો માણસ પણ ઘણી વાર બહુ મોટી જ્ઞાન ની વાત અમસ્તોજ કહી દેતો હોય છે.મેં તો એક જ છાંટો જ કહેલું કે ક્યાંક એમના અચેતન માં ગાંધી અને જુઇશ લોકો પ્રત્યે નફરત હોઈ શકે.મેલ ગીબ્સન મહાન એક્ટર,ડાયરેક્ટર છે.અમે એના ખાસ ફેન છીએ,પણ જીસસ ને મારવા કારણભૂત બનેલા જુઇશ લોકો વિરુદ્ધ બોલી ને એની એકાદ મૂર્ખાઈ જાહેર માં દેખાડે છે.અમે પણ કોમ્પુટર ની બાબત માં મહામુર્ખ છીએ.તમે આટલા બધા જ્ઞાની અને હતપ્રભ થઇ જવાની વારી મારી હોય છે અને થઇ જાઓ છો તમે એની નવાઈ લાગે છે.દબાવેલા સેક્સે કોઈ ઋષિ ના મનમાં સ્વર્ગ માં સોળ વર્ષ ની જ અપ્સરાઓ હોય તેવી કલ્પના કરી હોય,એ જ ઋષીએ કોઈ સારો સિદ્ધાંત પણ આપ્યો હોઈ શકે.મોનિકા ની બાબતે મુર્ખ બનેલા ક્લીન્ટને અમેરિકા ને પુરા પાંચ ટ્રીલિયન બેલેન્સ આપી ને અમેરિકા ને ઊંચું લાવી દીધેલું.પંડિતજી નહેરુ ખુબ સારા હશે પણ કાશ્મીર નો પ્રશ્ન યુનો માં આપી ને મૂરખ જ બનેલા.શેખાદમ સારા કવિ હતા.પણ હું તો ગાંધી ની અનેક ભૂલો ના જોઈ ને નોઅખાલી માં એકલે હાથે કોમી હુતાશન બુજાવી ને લાખોના જીવ બચાવનારા ગાંધી ને ફક્ત ચાહી જ શકું.અને ભલે જર્મન લોકો માટે હીરો હશે,પણ ૬૦ લાખ માનવો ને જીવતા બાફી નાખનાર ને કદી ચાહી ના શકું.હવે હિટલર ને નફરત ના કરી શકનાર ‘ઈશ્વર’ મારે તો નથી બનવું.આખી કટાક્ષ થી ભરેલી શ્રેણી માં મોટાભાગ ના મિત્રો ને બલકે એક સિવાય દરેક મિત્રો ને કટાક્ષ દેખાયો છે.આપ આંખે પટ્ટી પૂર્વગ્રહ ની બાંધી ને વાચતા લાગો છો.દુખે પેટ અને માથું ફૂટો છો.નકામા શેખાદમ ને વચમાં લાવ્યા.હવે મુંબઈ માં સીધી ગોળીઓ થી લોકો ને મારનાર કસાબ ને ત્રાસવાદી કહીએ છીએ,પણ ગર્ભવતીઓ ના પેટ ચીરી ને નાના બાળકો સુદ્ધાં ને મારી નાખનાર એક હિંદુ કહેવાતો ઋષિ હતો માટે ત્રાસવાદી ના કહેવાય.અહી જ પેટ દુખ્યું છે કે શું?પેલા સારા મિત્રો ને પૂછી લેશો જરા. મેં ભારત ની મુર્ખ પ્રજા ને મુર્ખ કીધી છે,બુદ્ધિશાળી પ્રજા ને મુર્ખ નથી કીધી.હવે આપની સાથે ચર્ચા નો કોઈ જ અર્થ નથી.કારણ એનો અંત નથી.
LikeLike
ભુપેન્દ્રસિંહ, ગાગાલગા વાળા ગજલિયાઓ સાથે માથાકુટ કરવાનો કોઈ અર્થ નથી. એ લોકોને કલ્પના વિહાર કરતા આવડે. વાસ્તવિક વાતો સાથે એમને કોઈ નિસબત ના હોય. જોયા જાણ્યા વગર વાત વાતમાં શેર ફટકારે. એમને એમ કે લોકો ઈમ્પ્રેસ થશે. આ ગજલિયાઓને એમના કુવામાં જ પડ્યા રહેવા દેવાના.
LikeLike
કલ્પેશ ભાઈ,
ખુબ આભાર આપનો.મારા ઘણા બધા મિત્રો અસહમત હોય છે,પણ એમની અસહમતી પણ તમને ગમે તેવી હોય છે.જ્યારે અમુક મિત્રો ને પોતાનું જ્ઞાન બતાવી દેવાની ઉતાવળ પણ હોય છે.અને અસહમતી પૂર્વગ્રહો થી ભરેલી જણાઈ આવતી હોય છે.
LikeLike
ધન્યવાદ કલ્પેશભાઈ!
LikeLike
એ ભાઈ, ધીમા પડો તો સારું!
તમને કોણે કહ્યું કે બધા ગઝલિયા એક જ રીતે વિચારે છે?
અરે હું ગઝલિયો છું (સાબિતી: http://rachanaa.wordpress.com) અને હું પણ બે સમયે બે રીતે વિચારું છું. ઘણી વખતે તો એક જ સમયે વાતનાં અનેક પાસાં વિચારું છું!
તમને એમ હોય કે કવિતા લખનારા વાસ્તવિક વાતો નથી કરી શકતા તો મને એ પૂછવા દો કે મારા (’પ્રમથ’ સિવાયના નામે ઓળખાતી) કેટલીક વાસ્તવિક શોધો કલ્પનાવિહાર શા માટે નથી?
વ્યક્તિગત રીતે મેઇલ લખશો તો હું તમને મારી વાસ્તવિક દુનિયાની રચનાત્મકતાનો પણ પરિચય આપીશ.
લોકો આપના જેવી ભ્રમણામાં રહે છે માટે જ મારે મારી બે ઓળખ અલગ અલગ રાખવી પડે છે!
LikeLike
ગઝલ મારો પ્રિય પ્રકાર છે સાંભળવા માટે.પણ મને ગઝલ લખતા નાં આવડે તે મારી મજબુરી છે.પણ સાંભળતા કે વાંચતા તો આવડે.જગજીતસિંહ મારા પ્રિય ગાયક છે,બીજા છે મહેંદી હસન.પછી ત્રીજા નંબરે આવે છે ગુલામ અલી.શ્રી હેમંતભાઈ ની રચનાઓ પણ ખુબ સારી છે.પંકજ ઉધાસ ખાસ નાં ગમે પણ મનહર ઉધાસ ની ગુજરાતી ગઝલો સંભળાવી ગમે.આપણાં કોઈ ગુજરાતી સાહિત્યકારે મરાઠી માં લખ્યું છે કદી?જ્યારે શ્રી હેમંતભાઈ ગુજરાતી માં કાવ્યો લખે તે તે બાબત ગર્વ સમાન છે.કોઈ બાબતે મત ભેદ હોઈ શકે પણ મનભેદ કદી ના હોવા જોઈએ.
LikeLike
શ્રી અરવિંદભાઈ લખે છે
“કહેવાતા ગૂરુઓ-સંતો-મહંતો અને સાધુઓ રામયણ કથાઓ-ભાગવત કથાઓ-ગીતા ઉપરના વ્યાખ્યાનો અને અન્ય પણ ધાર્મિક પ્રવચનો કર્યા કરતા રહેતા હોવા છતાં આટ આટલા મંદિરો બંધાવવા છતાં સમાજમાં ભ્રષ્ટાચાર -ભેળસેળ ચોરી-લૂંટફાટ બળાત્કાર-ખૂન વગેરે ઘટવાને બદલે વધી કેમ રહ્યા છે ? ”
તેનું કારણ એ પણ છે કે ગુરુઓ જે ઉપદેશો આપે છે તે પાળી શકાય તેવા નથી હોતા. કોઈ વાચકને રસ હોય તો નીચેની લીંક પર વાંચી શકે છે.
http://sites.google.com/site/tatoodi/balance
LikeLike
જ્યાં ચોર વધારે હોય ત્યાં પોલીસ વધારે રાખવી પડે.પછી ચોર પોતે પોલીસ માં જોડાઈ જાય.નાના ચોરો ને મારી ને પોતે પૈસા પડાવી લે.આપણે ત્યાં ધર્મ ગુરુઓ કેમ આટલા બધા છે તે હવે સમજાયું?હા!હા!હા!હાઆઆઆઆઆઆઆઅ!
LikeLike
આ છે “નર્કાવરોહણ (૧૦)ની પોસ્ટ !..તો, ભુપેન્દ્રસિંહજી હવે તમે પાછા પ્રુથ્વી પર આવી ગયા ?
તમારી “કટાક્ષ”ભરેલી લખવાની રીત, તમારો “શબ્દો”નો ઉપયોગ, જરૂર બતાવે છે કે તમારો ગુજરાતી ભાષા પરનો કાબુ અજબ છે..મારા વંદન !
મારૂં ભાષા જ્ઞાન અલ્પ છે !…મારી “સમજ શક્તિ”પણ અલ્પ છે !…..એટલે હું કોણ કે “ટિકા” કરી શકું?..અરે, હું કોણ કે તમોને કે અન્યને “સમજ” આપી શકું ?છતાં, કોણ જાણે કેમ મારૂં મન પ્રતિભાવ આપવા લલચાવે છે.
લલચાયો હું ભલે, પણ થોડી “વિચાર શક્તિ” સહારે કંઈક લખી રહ્યો છું !
તમે ‘જ્યાં ગયા હતા”ત્યાં જે નિહાળ્યું તેમાં “ફક્ત”ભારતવાસીઓ” જ હતા કે ?જગતના અન્ય ભાગેથી એવા જ વિચીત્ર લોકો હતા કે નહી ?ભારતના પૂરાણો રચનારાઓ સાથે ખ્રિસ્તી કે અન્ય ધર્મોના લેબલવાળા હતા કે નહી ? કોઈએ તમારૂં મન દુભાવ્યું હતું કે નહી ??
હવે, મારે “મુખ્ય પોઈન્ટ” પર આવવું છે…..અત્યારના ભારતમાં હિન્દુ ધર્મના નામે જે “નાટકો” ચાલી રહ્યા છે તે માટે મારો પણ વિરોધ છે…એથી, હું તમારી સાથે સહમત છું….પણ, જગતમાં “ધર્મના નામે” જ અનેક નાટકો થાય છે તેથી મને ખુબ જ દુઃખ થાય છે.
માનવમાં “માનવતા” એ જ મોટો ધર્મ !
જ્યારે માનવમાં માનવતા જ ના હોય ત્યારે ગમે તેવા ધર્મનો “લેબલ” હોય તે શા કામનો ???..અરે, જ્યાં માનવતા હોય ત્યાં “રેશનાલીસ્ટ” કે “નોન રેશનાલીસ્ટ”જેવા શબ્દો કે પછી “ભક્તિપંથી” કે “નાસ્તિક” જેવા શબ્દો પણ નકામા છે !
>>>>ચંદ્રવદન મિસ્ત્રી
LikeLike
ચંદ્રવદન સાહેબ,
માનવતા જ મોટો ધર્મ હોવો જોઈએ.બીજું દરેક ધર્મો ના સ્વર્ગ અને નર્ક જુદા જુદા છે.માટે હું તો ભારતીય નર્ક માં જ ગયેલો.દરેક ધર્મ માં નાટકો ચાલેજ છે.એમાં કોઈ શંકા નથી.આભાર.
LikeLike
ડો,સાહેબ.
ખુબ આભાર.ભાષા જ્ઞાન અલ્પ હોઈ શકે સમજ શક્તિ અલ્પ ના હોઈ શકે.મેં નાનપણ માં ગુજરાતી ખુબ વાંચેલું માટે મારા બ્રેન માં શબ્દો સ્ટોર થઇ ગયા હોય.આપે અંગ્રેજી ખુબ વાંચેલું હોય તો આપની એમાં મહારથ હોય.અંગ્રેજી ની બાબત માં મારું ભાષા જ્ઞાન અલ્પ હોઈ શકે.રશિયન ભાષા બાબતે આપણે બંને અજ્ઞાની હોઈએ.બાકી આપ વડીલ છો,વંદન ને લાયક તો આપ છો,અમે નહિ.
LikeLike
ભૂપેન્દ્રસીંહજી તમારી વાત પીરસવાની,રજુકરવાની કુદરતી કલાને મારા વંદન!
તમારે જે કહેવુંછે તેને સુંદર રીતે વાત માં વણી સચોટ રીતે અંતમાં કહ્યું છે.(સુંદર કલરફુલ વળ વાળી પાઘડી ના છેડે આવતું કથાસાર રૂપી રૂપાળું છોગું!)
વાત પણ ખુબ સરળ અને સહેલી (સાચા ઘી નો શીરો ગળે ઉતરે તેમ ઉતરી જાય)!
વધુ લખાણ વાંચવાની અપેક્ષા !
LikeLike
ડો,’મિત્ર’
આપનો ખુબ આભાર.ભાઈ આપ જેને અંત માં મુકેલું છોગું કહો છો તે કોઈ કોઈ મિત્રો માટે બોક્ષિન્ગ નો પંચ એવો વાગેલો છે કે ઘા ખાઈ ગયા છે.સાચી અને કડવી વાતો ને પચાવવી અઘરી છે.કટાક્ષ થી ભરપુર આખી શ્રેણી માં ઘણા સાહિત્યકારો ને કટાક્ષ જ દેખાયો નથી.જેવી જેની દ્રષ્ટિ.આપની દ્રષ્ટિ ને માન આપીએ છીએ.
LikeLike
સાચ્ચુ કહુ મોટા ભાઈ, મે આ અંધકારને પંદર-૨૦ વરસ પહેલા જ ઓળખી લીધો હતો હિંમત તો પાંચ વરસ પહેલા જ આવી……..
LikeLike
એક અંધકારમાંથી બીજા અંધકારમાં જઈએ તેને હિંમત ના કહેવાય. બંને અંધકારને ઓળખી પ્રકાશમાં જીઈએ તેને હિંમત કહેવાય.
LikeLike
ખુબ કહી!!અંધકાર શાશ્વત છે.પ્રકાશ ની હાજરી માં દેખાતો નથી.બળતણ જેના વડે પ્રકાશ પેદા થાય છે તે ખલાસ થયે અંધકાર જ રહેવાનો છે.ભલે તે બળતણ ને ખૂટતા અબજો વર્ષ લાગે.માટે અંધકાર ને ઓળખો.”પ્રકાશ માંથી પરમ અંધકાર માં પ્રભુ તું લઇ જા.”એવી પ્રાર્થના કેમ નહિ ગાઇ હોય?હા!હા!હા!હાઆઆઆઆઆ!
LikeLike
રાજેશભાઈ,
ખુબ આભાર.અમે પણ લખવાની હિંમત હમણા જ શરુ કરી છે ને?
LikeLike
“જ્ઞાન ને ફક્ત શુદ્ધ જ્ઞાન રાખો,જ્ઞાન ને વળી ધર્મો નાં લેબલ ની જરૂર હોય ખરી?જેમ આજે નવું કોઈ વિજ્ઞાન પેદા થાય છે તે આખી દુનિયા વાપરે છે કોઈ એક ની માલિકી નું રહેતું નથી તેમ શાસ્ત્રો પણ કોઈ એક ની માલિકીના નાં રાખવા જોઈએ.સારું હોય તે બધાનું ખોટું હોય તે ફેંકી દેવાનું”
હમ્મ…એક દમ સાચી વાત કહી છે.
LikeLike
yes, pan, Prabhu Jesus kahe chhe “MARG, JIVAN ANE SATYA HU J CHHUM, VINA MARA PARAVM PITA PASE KOYI JAY NAHI SHAKE”
mane e vaat vadhu prakashmay laage chhe !!
LikeLike
સર્વ શક્તિમાન પરમેશ્વર શું એટલો નિર્બળ હોઈ શકે કે તેના ભક્તોને મળવા તેને મધ્યસ્થીની જરૂર પડે? આપણી ભક્તિ શુદ્ધ અને ઉત્કટ હોય તો પરમેશ્વર સ્વયં આવીને મળે. નકર કોઈ દલાલ મદદ ન કરી શકે. પછી તે કોઈ પણ હો, રામ, કૃષ્ણ, બુદ્ધ, જીસસ, મહમદ કે અર્વાચીન ગુરુ.
LikeLike
હા, સર્વ શક્તિમાન પરમેશ્વર નિર્બળ બની જાય છે, કેમ એના જ સંતાનો એની સામે જ નરકમાં જવા દોડી જવા માટે ઉતાવળ કરતા હોય છે (ગંદા ગંદા કામો કરી કરીને), અને એવુ ન થાય એ માટે જ તો એમણે બુદ્ધ, જીસસ, મહમદ, શીરડીના સાંઈબાબા (રામ, કૃષ્ણને કાલ્પનીક માનુ છુ), શીવાજી, ગાંધીજી વગેરે ને મોક્લ્યા હતા ને. હુ એમનો દાખલો મારા રોજીંદા જીવનમાં અમલ કરવાની કોશીશ કરુ છુ, આપનો દાખલો હુ મારા જીવનમાં ઉતારુ તો મારુ તો કલ્યાણ થઈ જ રહ્યુ ને?
LikeLike
પરમેશ્વર જો નિર્બળ થતો હોય તો તેમના દલાલો તો તેમનાથી પણ વધારે નિર્બળ થાય. (તે જ તો આ શ્રેણીમાં બતાવ્યું.). પછી તે બુદ્ધ વગેરે હોય કે આધુનિક સમયમાં “The Great Great and Greatest of Great Benny Hinn and The Great Great and Greatest of Great Lady Joyece Meyer” હોય. તેમને સબળા અથવા નબળા બનાવવાનું આપણા હાથમાં છે, આપણા પોતાના કર્મો દ્વારા. તેને માટે શ્રદ્ધા પરમેશ્વરમાં હોવી જોઈએ ન કે તેમના બની બેઠેલા દલાલોમાં
LikeLike
મારો પુત્ર મારી ઈચ્છા વિરુધ્ધ મારા શત્રુના ખેમા માં જઈ બેસે તો હુ જેવી રીતે હુ નબળો થઈ, હતાશાથી ભાંગી પડુ છુ એવી જ રીતે પરમેશ્વર પણ લાચાર થઈ જાય છે કેમ કે પોતાના સંતાનોને નષ્ટ ન કરી શકે, ફક્ત શત્રુના હાથે નષ્ટ થતા જોઈ રહે…….બાકી સામર્થ ની રુએ તો પરમેશ્વર એક જ ક્ષણમાં જળમાં થળ અને થળમાં જળ કરી શકે છે તો શત્રુની વિસાત જ શી છે??
LikeLike
ન તમે ન અમે પરમેશ્વરના શત્રુના પક્ષે જોડવા ઈચ્છીએ છીએ. પણ નાનો પુત્ર મળવા આવતો હોય તો બાપ મોટા પુત્રની પરવાનગીની રાહ જુએ ખરો? ના નહીં જુએ. આપણે જયારે “બુદ્ધ, જીસસ, મહમદ, શીરડીના સાંઈબાબા (રામ, કૃષ્ણને કાલ્પનીક માનુ છુ), શીવાજી, ગાંધીજી વગેરે” ની પાસે જઈએ છીએ ત્યારે પણ હેતુ તો પરમેશ્વરને મળવાનો જ હોય છે. આપણે કંઈ તેમના શત્રુના પક્ષમાં બેસવા જતા નથી. મુદ્દો એ છે કે પરમેશ્વરને કોઈ પણ મધ્યસ્થીની જરૂર પડે જ નહીં. દરેક વ્યક્તિ તેમની ભક્તિ સીધેસીધી કરી શકે છે.
LikeLike
શું સરજી…..?? તમે પોતે જ તમારા મત (એ શક્તિને ઓળખવા વિનંતિ કરુ છુ) ને અન્યોમાં રોપવા મધ્યસ્થતા કરી રહ્યા જ છો એવી જ રીતે પરમેશ્વર પણ એમના પોતાની ધાર્મિકતાના-આત્મિકતાના મતને એમના દ્વારા જ મોકલેલ મધ્યસ્થોના માધ્યમે જ તો રજુ કરે છે. આપ સાહેબને વિનંતિ છે કે પરમેશ્વરની ભક્તિ સીધે સીધી કેવી રીતે કરી શકાય??
LikeLike
હું મારા મતને કોઈનામાં રોપવા નથી ઈચ્છતો. પ્રશ્ન ત્યારે ઉપસ્થિત થાય છે કે જયારે કોઈ વ્યક્તિ પોતાની જાતને પરમેશ્વરની એક માત્ર પ્રતિનિધિ જાહેર કરીને તેના વિચારો બધા પર રોપે છે.
ભક્તિ કરાય નહિ પણ થઇ જાય. આપણે પોતપોતાના અંતર આત્માનો અવાજ જ સંભાળવો જોઈએ; ધર્મસ્થાપકો, ગુરુઓ, પ્રચારકો વગેરે જે ઘોંઘાટ કરે છે તેને અવગણીને. પરમેશ્વરની ભક્તિ સીધેસીધી કેમ ન કરી શકાય? દલાલો કહે છે તેથી? તેમના સ્થાપિત હિતોને સમજીએ તો તેમને અવગણી શકાય.
LikeLike
dear blogiwale baba
i hope you donot get angry at this new name. it is so fun reading your articles and comments for them , and also how aggresively you defend it. and in india if someone proves himself to be master of something like religion , he is in respect called baba. now since you have become master in blog culture ,hence the new name blog baba. also i love you so much that even if you write anything bad i will ,if time permits surely read it. you must learn to accept and be thankful to all the comment givers,. they may differ but atleast they are not ignoring you. They all love you and respect you, opinions may differ . you are here to say what you feel right and not to make others think the same way.do not venture in to long arguments instead, prpare for the next beautiful article and donot change the style.say facts as you have been saying. i think you donot need further advice from me because you are the Blog Baba. over all in narkarohan you covered many myths and said sharply about hypocracy.
LikeLike
ડીયર ઢોંગી બાબા,
અમે દરેક મિત્રો નો પહેલા ખુબજ આભાર માનીએ જ છીએ.મુર્ખ કોઈ ના સમજે તેટલા પુરતું ડીફેન્ડ કરીએ છીએ.અને હમેશા લખીએ છીએ કે મતભેદ હોવા જરૂરી છે,જેથી માનસિક વિકાસ થાય,પણ મન ભેદ જરૂરી નથી.અમારા મિત્રો તે જાણે છે માટે અમને ખુબ પ્રેમ પણ કરે છે.લગભગ દરેક મિત્રો ને ઉત્તર આપીએ છીએ તે આભાર દર્શાવવા માટે જ હોય છે.છતાં કોઈ મિત્ર નો હેતુ ફક્ત નીચા પાડવાનો જ હોય તો જ ડીફેન્ડ કરીએ છીએ,બાકી એમનો પણ ખુબ આભાર માનીએ કે નવું વિચારવા માટે નું પરિબળ બનતા હોય છે.ખુબ આભાર આપનો.
LikeLike
કદાચ સાર્ત્રે કહ્યું છે: “નર્ક એટલે આપણાથી જુદા લોકો.” (મારી ભૂલ હોય તો સુધારજો.)
LikeLike
May be,but I don’t know..
LikeLike
બધા મીત્રોને અને મીત્ર ભુપેન્દ્ર સીંહને આભીનંદન. કોઈકે તો વીચાર રજુ કર્યા જ છે. બધું ગમે એની કાંઈ ગેરેંટી નથા હોતી. નર્કાવરોહણ પછી હવે કઈ બાજુ જવાનો છો બાપુ? ઘણાં લોકો સામુહીક ટુર કે કૈલાસ માન સરોવરની યાત્રાનું આયોજન કરે છે. એ પ્રવાસ વર્ણન અને મુલાકાત વર્ણન પણ જરુર લખજો. નર્મદા, ગંગા કે સીંધુ પરીક્રમણ જેવું કાંઈ આયોજન હોય તો સાથે એ પાણીના મગર મચ્છ જેવા પ્રાણીઓના વર્ણન પણ જરુર લખજો.
સાહીત્ય, વ્યાકરણ કે વાકય રચનાને મારો ગોલી. ગુજરાતીનો પ્રચાર પ્રસાર થાય છે એ સેવા કાંઈ ઓછી છે?
આપણે અહીં ભેગા થયા એ કાંઈ ઓછું છે? જય હોજો નરકારોહણનો.
LikeLike
ખુબ આભાર વોરા સાહેબ.આપણે ક્યા બાપુઓ ની જેમ મફત માં પ્રજા નાં પૈસે ટુર માણવાની છે?એટલે હમણા તો માનસરોવર કે કૈલાસ ની ટુર નું કોઈ આયોજન નથી.અહી તો દરેક તળાવ માનસરોવર છે અને દરેક ટેકરી મારે માટે કૈલાસ જ છે.
LikeLike
પહેલી વાતતો એ કે આપણી પેઢી પર વર્ષોથી એક પ્રકારનુ સંમોહન ટાઇપ નુ શોષણ કરવા માં આવ્યુ છે.
(૧)પાપ કર્યા તો ગંગા માં ડુબકી લગાવી લો.
(૨)સ્વર્ગ માં જવુ છે તો મારા ચરણે થઇ જાવ.(જાણે સ્વર્ગ તેન બાપૂજીની મિલકત ના હોય)
(૩)ધન જોઇતુ છે,ફલાણો યજ્ઞ કરો (આમા બ્રહ્મણોની મોનોપોલી ખરી)
(૪)મોક્ષ જોઇએ છીએ ઢીકણુ કરો.
આવા તો અનેક ઉદાહરણો હશે.એક વાત ચોક્કસ છે કે બધાને મોક્ષ/સ્વર્ગ માટે ટુકો અને સસ્તો રસ્તો જોઇએ છીએ.કોઇએ પણ સત્ય જાણવાની તકલીફ વેઠવી નથી.
અને છેલ્લે મોરારીબાપૂવાળી ટીપ્પણી પણ વિચારવાલાપક છે.
LikeLike
Dear Raolji,
Osho had tried too hard to awake peoples, please wrote something on him.
Thanks.
LikeLike
bapu.a kyarey sutharvana nathi ho bhai?
LikeLike
બાપુ તમારો પ્રયાસ સરાહનીય છે પણ હું ધર્મ માં માનું છું અને પાખંડીઓ અને બની બેઠેલ ગુરુ ઓ ને ખ્ચ્કાવતા જરાય સકોચ નહિ થાય પણ તમે એક આખી સંસ્થા ના પાયા ને જ ખોટો બતાવો છો ધર્મ અટેલે જીવન જીવવા ની પદ્ધતિ ને શાસ્ત્ર એટલે એપદ્ધતી સર નું જ્ઞાન શાસ્ત્રો તમને કોઈ ભગવાન તમારી માથે થોપતા નથી પણ એક સારી જીવન સરણી માટે જે તે સમયે {આજ થી હજારો વર્ષ પહેલા } તે સમય ના મનુષ્યો આપેલ એક માર્ગદર્શન છે
૧ ) શ્વેતકેતુ એ આપેલ લગ્ન વ્યવસ્થા ને શું તમને સારી નથી લગતી ?અને જો ઇને અયોગ્ય કર્યું હોય તો આપના મતે કઈ વ્યવસ્થા હોવી જોઈએ
૨)જ્ઞાનને ફક્ત શુદ્ધ જ્ઞાન રાખો, જ્ઞાનને વળી ધર્મોનાં લેબલની જરૂર હોય ખરી?
અરે બાપુ તમે આહિયા ચર્ચ ને મંદિર ને ભેગું કરી ને વિચારો છોવો આપણો ધર્મ નો કોન્સેપ્ટ જ્ઞાન ને જ ધર્મ માનવાનો છે .પણ કાળક્રમે આહીયાં ના ધર્મ નું જ્ઞાન પણ વેષ્ણવપંથ ને શિવપંથ ની લડાઈ માં ખરડાતું ગયું ને પંથ વાદ ને બચાવવા સાધુવાદ્દ ગુરુ વાદ એવી કૈક નવીન પ્રથાઓ શરુ થઇ મૂળ શાસ્ત્ર નો અનાદર થતો રહ્યો
૩) સીતામૈયા આપને પૃથ્વીલોકમાં બીજા કોઈ નહિ ને ફક્ત રામ જ મળ્યા?’
બાપુ આહિયા તમારે રાવણ નો કોન્સેપ્ટ લાવો તો ?
LikeLike
two hours – twice readings – interesting indeed and finally what i liked most is “”અહી તો દરેક તળાવ માનસરોવર છે અને દરેક ટેકરી મારે માટે કૈલાસ જ છે.”
LikeLike
Enjoyed a lot….. Khub j Maja aavi.. aakhi series vachine…!!
LikeLike