નર્કારોહણ-૯

નર્કારોહણ-૯

હવે અમારી ઇચ્છા બાજુમાં આવેલા સ્વર્ગમાં ઘૂશ મારવાની હતી. અને ત્યાંથી કશું જાણવા મળે તો રિપોર્ટ લખવો હતો. પણ ત્યાં જવું કઈ રીતે? ત્યાં તો ઠેર ઠેર ઓરેન્જધારીઓ ચોકી કરતાં ઉભા હતા. ત્યાં અમને ચિત્રગુપ્ત(ગુપ્ત ચિત્ત, અચેતન મન) મળી ગયા. બહુ હોશિયાર, બધો હિસાબ રાખે. જે કર્યું હોય છાનું છપનું બધું એમના એકાઉન્ટમાં જમા, કોઈ ભૂલ નાં થાય. એમણે અમને વચન આપેલું કે પેલાં સ્વર્ગમાં લઈ જવાની ગોઠવણ કરીશું, કશું બોફોર્સ જેવું આપવું પડશે. પણ આ કશી કામના વગરનાં અને કામ વગરનાં સાધુઓને શું આપીશું બોફોર્સમાં?

ચિત્રગુપ્ત કહે, ‘વેરી સિમ્પલ હમણાં પેલાં કર્ણાટકવાળા નિત્યાનંદ અને રન્જીથાની સીડી ૧૦૦૦ રૂપિયામાં મળે છે તે કોઈ ચોકી કરતા ઓરેન્જ્ધારીને આપી દેશું. આપણને છાનામાના ઘુસાડી દેશે.’

‘પણ અહીં તો બધાં ઓરેન્જધારીઓ વચ્ચે પકડાઈ જઈશું, મેં કહ્યું.

ચિત્રગુપ્ત કહે, ‘તેની ચિંતા નાં કરો. હું એવી કરામત કરીશ કે આપણે એ લોકોને ઓરેન્જ્ધારીઓ જ દેખાઈશું.’

આમેય ચિત્રગુપ્ત અમારી સાથે માર્ગદર્શન માટે સાથે જ આવવાનાં હતા. પૃથ્વી લોકમાં અમે સીડી માટે એજન્ટને કહ્યું, ‘તો કહે આવી એક શું હજાર સીડીઓ આપી દઉં. બોલો કયા સંપ્રદાય અને કયા ધર્મની જોઈએ છે? દુનિયાનાં તમામ સંપ્રદાયોનો માલ અમે રાખીએ છીએ. ઈમ્પોર્ટેડ માલ પણ રાખીએ છીએ.’

નિત્યાનંદ વાળી લેટેસ્ટ હતી, માટે તેજ મંગાવી લીધી. બસ અમે ચિત્રગુપ્તની કૃપાથી એમની સાથે સ્વર્ગનાં દરવાજે જઈ ને ઊભા. સીડી હાથમાં જોતા વેત દરવાજા ખુલી ગયા અને પેલાં ચોકીદાર જોવામાં  મશગૂલ પણ થઈ ગયા. ભાઈ કહેવું પડે સ્વર્ગ તો એકદમ અફલાતૂન છે. સુંદર વન ઉપવન, થિયેટર સ્લાઈડ શો માટેના. મ્યુઝિયમ અને ઘણું બધું. સંપૂર્ણ વાતાનુકૂલિત. ચિત્રગુપ્ત કહે આ બધી વૈજ્ઞાનિકોની મહેનત છે. કેટલી બધી સગવડ અહીં છે ખરું ને?

મેં ચિત્રગુપ્તને પૂછ્યું કે, ‘આપણે ત્યાં નરકમાં તો સુંદર નારીઓ વિહરતી હતી, રામ સીતા, પત્નીઓ સાથે કૃષ્ણ, ઋષિઓ સાથે ઋષિ પત્નીઓ. અહીં તો કોઈ સ્ત્રી દેખાતી નથી.’

‘ભાઈ હિન્દુઓના સ્વર્ગમાં સ્ત્રીઓને જગ્યા નથી. પણ હવે તમને ફોરડી(થ્રીડી કરતા વધારે પાવર ફુલ) ગ્લાસ પહેરાવીશ. એટલે અહીં વસેલાં લોકોના મનમાં રહેલું બધું પ્રત્યક્ષ  દેખાશે.’ ચિત્રગુપ્ત બોલ્યા.

એક સુંદર ફુવારા આગળ અમે ગયા. ત્યાં લગભગ ૧૫ સોળ વર્ષ સુધીના  નાના બાળકોની પ્રતિમાઓ હતી. થોડા ભગવાધારીઓ ત્યાં ઉભા હતા. એમના મુખ ઉપર ભયંકર અગ્નિમાં સળગતા હોય તેવી પીડાનાં ભાવ હતા. શીતલ જળનાં ફુવારા અને એમાંથી મંદ મંદ વહેતો શીતલ પવન અને આ લોકો જાણે લાખો સેલ્સિયશ ગરમીની પીડા કેમ પામતા હશે? જાણે નર્કનાં પેલાં તાવડામાં શેકાતાં નાં હોય?

અમે જટ દઈ ને ફોર ડી ગ્લાસ ચડાવી દીધા. ઓહ! માય ગોડ !!! તરત જ ગ્લાસ કાઢી નાખવા પડ્યા. દ્રશ્યો જોવાય તેવા નહોતા. ચિત્રગુપ્ત પૂછે  શું થયું?

‘હવે સમજ પડી, આ અગ્નિ તો કામાગ્નિ છે. ભલે આ લોકો પીડાય પણ પેલાં નાના બાળકોની મહા વ્યથા દેખવી અઘરી છે. આ તો બધા ચાઈલ્ડ અબ્યુઝર લોકો છે.’ મેં કહ્યું.

બાળકોના મુખ પર વસેલી પારાવાર પીડા જોઈ મારી આંખમાંથી અશ્રુ ટપકી પડ્યા. શું આટલાં માટે બાળકોને દીક્ષા આપતા હતા? અબુધ બાળકો અને મૂરખ એમના માબાપ.

ત્યાં થોડે દુર થોડા ભગવાધારીઓ વળી પીઠ ઉપર લેબલ લગાવી ને ફરતા હતા. એમાં લખેલું કે અમે મહાન બ્રહ્મચારી છીએ સ્ત્રીના મુખ કદી દીઠાં નથી. પણ ગ્લાસ ચડાવીએ એટલે એમની અંદર વસેલી કામાગ્નિ ની પીડા દેખાઈ આવે. સતત સ્ત્રીઓ સાથે સહવાસ માણતાં જ દેખાય છે. જાણે ખીલા ભોંકાતા હોય તેવી પીડાઓ પામતા આ બધાને જોઈ ને થયું કે ખરું નર્ક તો અહીં છે. અસલી સુખ કરતાં નકલી સુખ વધુ પીડા દાયક હોય છે. કોઈ કોઈ તો વળી સોનાચાંદીનાં ઢગલા ઉપર બેસીને જાણે ઊકળતા પાણીમાં નાંખ્યાં હોય તેમ તરફડતા હતા. થોડા ત્રાસવાદીઓ પણ જોયા. ચિત્રગુપ્ત કહે મંદિરમાં આ તો પોલીસના હાથે મરેલા. પણ અહીં કેમ? વસુધૈવ કુટુમ્બકમ, મંદિરમાં મર્યા ને અહીં બધા ભક્તો સાથે લાવી દેવાયા, કોઈ પક્ષપાત નહિ. સહુ સરખાં.

હવે અહીં વધુ ફરવામાં સાર હતો નહિ. નર્કની પીડાઓ તો અહીં હતી. આ જ તો નર્ક હતું. તો પેલું શું હતું? જ્યાં અમે ફરતા હતા?

ચિત્રગુપ્ત બોલ્યા, ‘સાઇન બોર્ડ બદલવાનું કામ મારું છે. સ્વર્ગની જગ્યાએ નર્ક અને નર્કની જગ્યાએ સ્વર્ગનાં પાટિયા બદલી નાખું છું સમય સમય પ્રમાણે.’

‘તો પછી સાચું સ્વર્ગ અને સાચું નર્ક કયું?’ મેં પુચ્છ્યું.

‘એકેય નહિ, નાં કોઈ સ્વર્ગ છે, નાં કોઈ નર્ક, બધું તમારા ગુપ્ત ચિત્તમાં જ છે. તમે સ્વર્ગમાં છો તેમ માનીને પણ નર્કની પીડા ભોગવી શકો છો. તેમ ભલે લોકો માને કે તમે નર્કમાં છો પણ સ્વર્ગનો આનંદ પામી શકો છો.’ ચિત્રગુપ્ત બોલ્યા.

‘તો પછી આ મહાપુરુષો જેવા કે મહાવીર અને બુદ્ધ તો નાસ્તિક હતા એ લોકોનું શું માનવું?’ મેં શંકા દર્શાવી.

‘એ લોકો સ્વર્ગનાં મોહતાજ નથી હોતા, સ્વર્ગ એ લોકોનું મોહતાજ હોય છે. એવા લોકો જ્યાં હોય ત્યાં સ્વર્ગ હોય.’ ચિત્રગુપ્તે જોરદાર વાત કરી.

અમે તો પાછાં અમારા જાણીતા નર્કમાં આવવા ભાગ્યા. બહાર આવતા ચિત્રગુપ્તે પેલાં બોર્ડ સામે નજર કરવા કહ્યું.

અરે, આ તો  ‘આલ્ફાબેટધામ’ ! ! ! ! !

24 thoughts on “નર્કારોહણ-૯”

  1. oh my God….. laser sharp…
    “ઓહ!માય ગોડ!!!તરત જ ગ્લાસ કાઢી નાખવા પડ્યા.દ્રશ્યો જોવાય તેવા ના હોતા.ચિત્રગુપ્ત પૂછે શું થયું?
    ‘હવે સમજ પડી,આ અગ્નિ તો કામાગ્ની છે.ભલે આ લોકો પીડાય પણ પેલા નાના બાળકો ની મહાવ્યથા દેખવી અઘરી છે.આતો બધા ચાઈલ્ડ એબ્યુજ લોકો છે.’
    બાળકોના મો પર વસેલી પારાવાર પીડા જોઈ મારી આંખો માંથી અશ્રુ ટપકી પડ્યા.શું આટલા માટે બાળકો ને દીક્ષા આપતા હતા?અબુધ બાળકો અને મૂરખ એમના માબાપ.”

    This one is the best….
    નાં કોઈ સ્વર્ગ છે,નાં કોઈ નર્ક,બધું તમારા ગુપ્ત ચિત્ત માં જ છે.તમે સ્વર્ગ માં છો તેમ માનીને પણ નર્ક ની પીડા ભોગવી શકો છો.તેમ ભલે લોકો માને કે તમે નર્ક માં છો પણ સ્વર્ગ નો આનંદ પામી શકો છો.’
    ‘તો પછી આ મહાપુરુષો જેવા કે મહાવીર અને બુદ્ધ તો નાસ્તિક હતા એ લોકો નું શું માનવું?’
    ‘એ લોકો સ્વર્ગ નાં મોહતાજ નથી હોતા,સ્વર્ગ એ લોકો નું મોહતાજ હોય છે.એવા લોકો જ્યાં હોય ત્યાં સ્વર્ગ હોય.’
    great job….. as always…. 🙂

    Like

    1. પારુબહેન્શ્રી,
      મારો ગુસ્સો અમથો નથી હોતો,જે મારા લખાણો મા દેખાય છે તે મે મારી સગી આંખે જોયેલુ છે.બધી વીગત અહી લખાય નહી.શરમજનક છે. આ બધી ધરમ ની પુંછડીઓ ને મારુ ચાલે તો ગોળીએ દઇ દઉ.

      Like

    1. રશ્મીભાઈ,
      આપના સહકાર વગર આટલું લખી ના શક્યો હોત.નર્ક માં જવાની પ્રેરણા કોણ આપે?અને આપ્યા પછી જોડે કોણ આવે?આભાર….

      Like

  2. ભૂપેન્દ્રસિંહજી, ચિત્રગુપ્ત એટલે ગુપ્ત ચિત્ત, અચેતન મન એવું જ હશે. અને આપણે આપણા અચેતન મનમાં જ પાપ અને પુણ્ય અને સ્વર્ગ અને નર્ક જેવી વાતો નાખીએ છીએ. અને ખોટો ભ્રમ ઊભો કરીએ છીએ કે ચિત્રગુપ્ત આપણા પાપપુણ્યના હિસાબો કરીને આપણને સ્વર્ગ નર્કમાં નાખે છે. સાચી રીતે આપણે જ પાપપુણ્ય નક્કી કરીએ છીએ અને જાતે જ સ્વર્ગનર્ક ઊભા કરીએ છીએ. સ્વર્ગ અને નર્ક બધું જ અહીં જ છે. પુરાણા શાસ્ત્રોમાં પાપપુણ્યનો અર્થ માનવ કારણ વિના કોઇ હિંસા ના કરે, બીજા જીવ પ્રત્યે કરૂણા, દયાભાવ રાખે, અને માનવી પ્રેમભાવ રાખીને રહે એવો જ ઉદ્દેશ હોઇ શકે. પહેલાંનો આદિમાનવ અજ્ઞાનતાને કારણે અમુક વિજ્ઞાનની ભાષામાં કે બીજી માનવતાની વાતો સમજી ના શકે તે કારણે તેને ધર્મના નામે અને પાપપુણ્યના નામે સમજાવાવનો ઉદ્દેશ હોઇ શકે. પરંતુ આજનો માનવ જો અજ્ઞાનતા દૂર કરીને સાચા અર્થમાં માનવધર્મ સમજે તો તેને આ બધી વાતોનો કોઇ જ અર્થ રહેતો નથી. પરંતુ આપણા અચેતન મનમાં હજારો વર્ષોથી ચાલી આવતી આ બધી વાતો એવી તો ઘર કરી ગઇ હોય છે અને અતિ ભક્તિભાવ પ્રસરી ગયો હોય છે. અને લોકોને પણ નવો ડેટા સ્વીકારવો નથી કે તેના વિશે વિચારવું પણ નથી. એટલે જ પૌરાણિક પાત્રો કે ઋષિઓ પણ આપણા જેવા માનવ જ હતા, તેવું સ્વીકારવા પણ તૈયાર નથી થતા. એમના અમુક કાર્યો ઘણાં મહાન હતા પણ તેઓ પણ સામાન્ય માનવીની જેમ ગુણો અને અવગુણો ધરાવતાં જ હતાં. સામાન્ય માનવીએ તેમના જીવનમાંથી જે શીખવાનું છે તે શીખવાને બદલે તેમને માત્ર પૂજનીય બનાવી દીધા છે. અને તેમની વિશે આપના જેવા સત્ય સમજાવવાની કોશિશ કરે તો અધર્મી કે અજ્ઞાની કહેશે. પણ યુગ પરિવર્તનની સાથે સાથે નવા ધર્મની શરૂઆત થવી જ જોઇએ. પાંચ હજાર વર્ષ જૂના ઐતિહાસિક પાત્રોમાંથી સાચી અને યોગ્ય વાત સ્વીકારીને નવા ધર્મ સાથે નવા યુગની શરૂઆત કરવી જોઇએ.

    Like

    1. મીતાજી,
      ખુબ ધન્યવાદ.બ્લોગ જગત માં સ્ત્રીઓ કેટલી બધી છે?પણ આવું વાચતા પણ ગભરાતી હશે.પાપ લાગી જાય.સ્ત્રીઓ જ્યાં સુધી જાગૃત નહિ થાય ત્યાં સુધી સમાજ કઈ રીતે નવું શીખવાનો?કારણ એક બાળક ની પહેલી ગુરુ તો માતા છે.ગણી ગાંઠી ત્રણચાર માનુનીઓ અહી આવે છે અને અભિપ્રાય આપે છે.સ્ત્રીઓ બાપુ ની કથા માં રડવા જવાનું બંધ કરશે ત્યારે ભારત માટે કઈક આશા જાગે.માટે પહેલા ગુરુઓ સ્ત્રીઓ ને જ ફોસલાવી દે છે,પછી એમનું કામ સરળ.

      Like

  3. ભૂપેન્દ્રસિંહજી સાચી વાત માતા જ સંતાનોની સાચી ગુરુ બને તો સંતાનોને કોઇ ગુરુની જરૂર નહીં રહે. સ્ત્રીઓ જ ગુરુઓના ખોટા ઉપદેશોને નહીં સ્વીકારે તો આવનારી પેઢી સુશિક્ષિત અને માનસિક રીતે સશક્ત બનશે. પાંચ હજાર વર્ષો પહેલાં લખાયેલા શાસ્ત્રો કે પૌરાણિક કથાઓ તે સમયને અનુસાર હોય કદાચ. અને તેમાં લખાયેલા ઉપદેશો પણ તે સમયને અનુસાર હોઇ શકે. અને બધા તો તે સમયને અનુસાર સાચા જ હતા તેમ પણ ના માની લેવાય. ગુણ અવગુણ દરેકમાં હોય. ગમે તેટલી મહાન વ્યક્તિ હોય તે દરેક વાતમાં સાચી જ હોય તેવું ના બની શકે. અને તે વખતની પરિસ્થિતિ અત્યારે ના હોય તો તે ઉપદેશ પણ અત્યારે લાગુ ના પડે. અને આજે તો કરુણતા એ છે કે એ લોકોએ જે સંદર્ભમાં કહ્યું હશે કે કર્યું હશે તેના અર્થનો તો હજારો વર્ષોમાં અપભ્રંશ થઇ ગયો છે. દરેક પોતાના મતલબ અનુસાર અર્થ કરીને પોતાના સ્વાર્થ સાધે છે. નવી પેઢીએ આ વાત વિચારીને એક નવા જ માનવધર્મનું નિર્માણ કરવાની જરૂર છે. અને નવી પેઢીને સાચો માર્ગ બતાવવા માટે માતાએ એટલે કે સ્ત્રીઓએ વધુ જાગૃત થવાની જરૂર છે.

    Like

  4. ભુપેન્દ્ર ભાઈ ,કુરુશેત્ર વાચ્યું ખુબ સુંદર છે , સાચી વાત છે ,સ્વર્ગ કે નર્ક કોને જોયું છે ,
    પાપ-પુણ્ય એ બધું શું છે તે સમજી નથી શકાતું , તમારા શબ્દો માં કહી એ તો —–
    સ્વર્ગ ને નર્ક એ તો આપની લાગણી પછી એ સારી હોય કે ખોટી ની પરછાઈ છે,
    આપણે કરેલા કર્મો થી આપણે દુર ભાગી નથી શકતા , જે કર્મ નો પડછાયો તમને –
    પીડા આપે કે સુખ આપે અરે ઘણા કહે કે કોઈક જન્મ ના પુણ્યે હું આજ સુખી છું, કે –
    કોઈક જન્મ ના પાપે આ બિચારો રિબાય છે , શું કહી શું એ રીબામણ ને , અરે !
    આપણે હરેક પલ કુરુશેત્ર માં જીવીએ છીએ ,આપ ની ચારે બાજુ આપની જ રચેલી –
    ભાવના ની ભૂતાવળ આપ ને સ્વર્ગ-નર્ક નો અનુભવ કરાવે છે ,
    ભગવાન કે ભગવાન ના અસ્તિત્વ માં માનતા હોઈએ તો જરા આપણાજ આત્મા ના –
    ઊંડાણ માં ઉતરી ને જોઈ એ તો સમજાય કે સ્વર્ગ કે નર્ક ના સર્જન હાર આપણે ખુદ છીએ ,
    ખરેખર ખુબ સુંદર લખાણ છે આપનું ,

    Like

  5. નર્કારોહણનો સહુથી શ્રેષ્ઠ એપિસોડ આ છે!

    મનમાં પરિતાપ થાય એ આપણું નર્ક અને જે જગ્યે સાચે જ આનન્દની લાગણી થાય એ સ્વર્ગ.

    Like

  6. શ્રી ભુપેન્દ્રસિંહ
    આપે કહ્યું કે જો તમારું ચાલે તો આ તમામ દંભી અને પાખંડીઓને ગોળીએ દઈ દો. ભાઈ રખે તેમ કરતા ! તો તો એક જ ગોળીએ ખાત્મો થઈ જતા તેઓ છૂટી જશે ! તેને બદલે સજા એવી કરો કે જીવન આખું પીલાય પિલાય ને વિતાવે અને કોઈ તેમની દયા ના ખાય ! માગી માગીને ખાવું પડે ! તમામને પકડી કરોડરજ્જુના એક એક મણકા છૂટા પાડી છોડી દો જેથી તેમને જોઈ અન્ય કોઈ આવા દંભ કે પાખંડ કરવાનો વિચાર સુધ્ધાં પણ ના કરે ! અસ્તુ !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

    1. શ્રી અરવિંદભાઈ,
      આપની વાત સાચી છે.નર્ક નાં સાચા હકદાર આ દંભી ઓ જ છે.હવે તો જનતાએ જ જાગવું પડશે.પણ ભારત માં એ શક્ય બનવું અઘરું છે.પણ આપણા રશ્મીભાઈ કહે છે તેમ ‘તતુડી’વગાડવી એ મારી ફરજ છે સાંભળો તો આભાર.એમના તતુડી બ્લોગ ની મુલાકાત લેવા જેવી છે.કોઈક તો સંભાળશે જ.અરે એકાદ જણ સાંભળી ને બદલાય તો પણ બહુ છે.અને મને ચોક્કસ ખાતરી છે કે મારી ભૂંગળ(એક પ્રકાર નું વાદ્ય) તો બહુ લોકોએ સાંભળી છે.આભાર…

      Like

  7. જોરદાર લેખ !! બાપુ,
    જો કે હું હમણા સંસારની માયાજાળમાં ફસાયો હતો તેથી બે લેખ ચુકી ગયો, હવે વાંચું છું.
    આપને પણ ’સ્વર્ગસ્થ’ થવાનું કુતુહલ થયું તો ખરૂં ને ?? આ તો સારૂં થયું કે પરત ભાગી આવ્યા !! નહીં તો અમારૂં શું થાત ?
    આપનો આક્રોશ વ્યાજબી જ છે. જ્યાં દરવાનને બે-ચાર ’ચોક્કસ રંગ’ની CDની લાંચ આપવા માત્રથી પ્રવેશ મળી જતો હોય ત્યાં જવાનો મોહ શો રાખવો ! આપે સાચું કહ્યું, કોને ખબર સાચું સ્વર્ગ કે નર્ક શું હોય ? એ કરતા તો આપણા ચિત્રગુપ્તના હિસાબો ચોખ્ખા રાખીએ એટલે અઠ્ઠે જ દ્વારિકા !
    અંતે એક ક્ષતિ પણ દર્શાવી આપું (ખણખોદ કરવી અને જીણું કાંતવું એ અમારો સ્વભાવ છે ! જો કોઇ સમજી શકે તો !!) ’નગર’ શબ્દ ખોટો છે !!! પ્રશ્ન: સાચો શબ્દ શોધો (ગુણ ૧૦૦)
    આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ,
      ઘણા લેખ ચુકી જાઓ છો.સંસાર ચલાવવો એજ એક મોટું તપ છે.એમાંથી છટકેલાઓ ને આપણે પૂજીએ છીએ.આભાર.મારા ગણિત માં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ આવતા હતા.અને ગુજરાતીમાં ૧૦૦ માંથી ૧૦૦ અપાય નહિ એવું શિક્ષક કહેતા હતા.

      Like

  8. ‘નાં કોઈ સ્વર્ગ છે,નાં કોઈ નર્ક,બધું તમારા ગુપ્ત ચિત્ત માં જ છે.તમે સ્વર્ગ માં છો તેમ માનીને પણ નર્ક ની પીડા ભોગવી શકો છો.તેમ ભલે લોકો માને કે તમે નર્ક માં છો પણ સ્વર્ગ નો આનંદ પામી શકો છો.’

    ચિત્રગુપ્તે એકદમ સાચી વાત કહીં. 4D ગ્લાસ જોરદાર છે.

    Like

  9. dear big B, not that one,you know. narkarohan sounds like rakesh rosan.Again YOU have writeen to show true lights of the facts and how people themselves are geting fooled by smarter conmen. but lobhia hoy tya dhutara bhukhe na mare. excellent article and understanding.but donot talk violence. i hate it ,pushpa.

    Like

    1. છોટે ભાઈ,
      but donot talk violence. i hate it ,pushpa.અહી જ ભારત માર ખાઈ ગયું.આ વિચારધારા એ જ ભારત ને હજાર વર્ષ ગુલામ રાખ્યું.અને હજુ ક્યા સ્વતંત્ર થયું છે?ભલે તમે આઝાદી ના ઉત્સવ મનાવો.એ મોટો દંભ જ છે.રાજેશખન્ના હવે ખોવાઈ ગયો છે પણ પુષ્પા ની યાદો ચોક્કસ મુકતો ગયો છે.

      Like

  10. dear fellow indian brother, i was azad when i was born,what went before that i donot have clear idea. which vichardhara must have proved right is a matter of great dispute even today. we can not punish anyone by our own mapdand. there is law and it should be respected.there could be delays but we must follow the law of the land.visit my blog raol1810pr.wordpress, if you can locate it.and email to give guidance, who will teach me otherthan big brother, i am still learning to handle this blog culture, but mind you i am not here to praise but to point out my vichars. by the way both rajeshkhanna and puspa were great in that movie.and the acting and the message given was also best for people. I really agree with you there we can never forget such roles, just like sholey’s Gabbar. -thank you anyway.

    Like

  11. નર્કારોહણ નો આ લેખ ખરેખર દિલ પર ચોટ કરનારો છે.
    અહિ સ્વગ્-નર્ક બાળક ને ગળથુથી માં પીવરાવામાં આવે છે.
    આવી પરંપરા સદીઓથી ચાલી આવે છે ના જાણે ક્યારે તે પૂરી થશે…!

    Like

  12. એક વાત મને આપની ન ગમી તે (બધી ધરમ ની પુંછડીઓ ને મારુ ચાલે તો ગોળીએ દઇ દઉ.)
    ગોળીથી માણસ મરે છે સમસ્યા નહી…!
    આપણે ભેગામળીને નવા ભયમૂક્ત,શોષણમૂક્ત અને મુખ્ય ધર્મમૂક્ત બનાવવાનો છે.

    Like

    1. સાચી વાત છે ગોળીથી માણસ મરે સમસ્યા નહિ. પણ મને તમારી આ વાત બહુ ગમી કે આપણે ભેગા મળીને એક ભયમુક્ત, શોષણમુક્ત અને ધર્મ મુક્ત સમાજ બનાવવાનો છે.

      Like

      1. ભુપેદ્રભાઈ જોકે મને આપના જેટલો અનુભવ નથી છતાં ધર્મ ના નામે ધતિંગ કરતા ભગવાધારી થી મને પણ ચીડ છે.અને આવા લોકો ના કારણે ધર્મ ને નુકશાન કરે છે.

        Like

Leave a comment