અવિસ્મરણીય મુલાકાત,,(શ્રી સુબોધ શાહ સાથે)

અવિસ્મરણીય મુલાકાત,,(શ્રી સુબોધ શાહ સાથે)
આજે સદનસીબે “કલ્ચર કેન કિલ” ના લેખકશ્રી સુબોધ શાહને મળવાનો મોકો મળ્યો. બ્લોગર મિત્ર શ્રી રશ્મીકાંત દેસાઈને  ઘેર મુલાકાત ગોઠવાઈ હતી. હું અને શ્રી સુબોધ શાહ બંને સાથે જ ત્યાં પહોચ્યા હતા.કેન્ડલ પાર્કમાં આવેલા રશ્મીભાઈનાં ઘર આગળ અમારા બંનેની કાર સાથે જ પહોચી હતી. પહેલા કદી મળેલા નહિ. પણ ખ્યાલ આવી ગયો કે આજ સુબોધ શાહ છે, એમ તેઓશ્રી ને પણ ખ્યાલ આવી ગયેલો કે આ ભુપેન્દ્રસિંહ છે. રશ્મીભાઈએ ઉમળકાભેર સ્વાગત કર્યું. બંને વડીલો આગળ હું તો ઘણો નાનો કહેવાઉં. ખૂબ વાતો કરી. ભારતીય સંસ્કૃતિમાં રહેલી ગરબડો વિષે વધારે હોય તે સ્વાભાવિક છે. બની બેઠેલા ભગવાન ગણાતા ગુરુઓની બાલીશ વાતો પર ખૂબ હસ્યા. કોઈ ગુરુના પગ ચરણ સ્પર્શ કરાવવાના આદતી થઇ ચૂક્યા હોય તે મૂરખ ચેલાનો પડછાયો જોતાવેંત પેલા પગના તળિયા ઓટોમેટીક અચેતન રૂપે ખૂલી જતાં તે જોઈ મને ખૂબ હસવું આવતું. તે વાત કરતા અમે બધા હસ્યા. તો કોઈ ગુરુ એમના ચરણનો અંગુઠો ચેલાના કપાળે અડાડી પ્લગઇન  કરી એમની અંદર રહેલો જ્ઞાનનો કરંટ પેલા અજ્ઞાનીના શરીરમાં વહેતો કરે તેની વાત કરીને પણ ખૂબ હસ્યા. આ ભગવાનો એક્સીડેન્ટમાં કેમ ગુજરી જતાં હશે? અને આ ભાગવાનો ને હાર્ટ એટેક આવે કે બીમાર થતા હોય ત્યારે ડોક્ટર્સ ની સેવા કેમ લેતા હશે?અને આ ભગવાન ભારતમાં જાય એવા થઇ ગયા હોય ત્યારે અમેરિકામાં મંદિરમાં મુકેલા ભગવાન આગળ પ્રાર્થનાઓ કેમ થતી હશે? કે  હે પથ્થર કે ભગવાન અમારા પ્રગટ બ્રહ્મ ને બચાવો!!!પણ એ વખતે ખુલાશો શું કરવાનો ખબર છે?અભરાઈએ ચડાવી દીધેલો કર્મનો નિયમ પાછો ધૂળ ચડેલો ખંખેરીને કોફી ટેબલ ઉપર મૂકી દેવાનો.
રશ્મીકાંત દેસાઈ સિવિલ એન્જીનીયર. ગુજરાતમાં ઈરીગેશન વિભાગમાં હતા નાયબ ઈજનેર તરીકે, અને પાછા ક્વોલીટી કંટ્રોલમાં હતા. ત્યાં સરકારનો  સરક્યુલર આવ્યો હશે કે દરેકના નામના અને હોદ્દાના સિક્કા ગુજરાતીમાં પણ બનાવો. રશ્મીભાઈ એ સજેસ્ટ કર્યું કે એમના હોદ્દામાં ના ઈ એટલે કેશ કર્તન કળા માહિર?(નાયબ ઈજનેર) લખો. અને વિભાગમાં ખણખોદીયો(ક્વોલીટી કંટ્રોલ) કામમાં ખોટું શું થયું છે તે પહેલું શોધવાનું.  હજુ પણ એ જ ચાલે છે, ખાલી ક્ષેત્ર બદલાયું છે. ન્યુ યોર્કના સબવે(ભૂગર્ભ રેલ્વે)માં કન્સ્ટ્રક્સન વિભાગમાં  ઈજનેરની લાંબી નોકરીમાંથી હવે રીટાયર થયા છે.
સુબોધ શાહ સાહેબ બી.ટેક થયેલા ટેક્ષટાઇલમાં રીસર્ચની જોબ, અમદાવાદ અને મુંબઈમાં ઉછરેલા. ન્યુ જર્સી અને ટેક્સાસ થઇને હવે રીટાયર થઇને મીજોરીમાં વસવાટ. સંસ્કૃતનાં ખાં, એમાં કવિતાઓ પણ લખે. બંને વડીલોનું સંસ્કૃતનું જ્ઞાન સારું. આપણને સંસ્કૃત ફાવે નહિ. ચબરાકિયા ફેંકવામાં બંને વડીલો માહિર. ખૂબ હસાવે. અમારા ત્રણેની સોચ લગભગ સરખી.સંસ્કૃત વિષે રશ્મીભાઈ નું કહેવું એવું કે લોકભોગ્ય ના રહી માટે ના ચાલી. સુબોધભાઈનું કહેવું કે અતિપ્રાચીન ભાષા છે.પણ બહુ મજાની છે.દેવોની ભાષા છે એ વિષે મજાનો ટુચકો કહ્યો.એક વાર કાકા કાલેલકર અને આચાર્ય કૃપલાની બંને સાથે જતા હતા.કાકા કાલેલકર ને સંસ્કૃત બહુ પ્રિય,અને પેલા સિંધમાંથી આવેલા.કાકા કાલેલકર કોઈ સંસ્કૃતનો શ્લોક બોલવા લાગ્યા.તો કૃપલાની કહે,

“આ શું વાનરો ભાષા બોલવા લાગ્યા.” કાકા કાલેલકરે જવાબ આપ્યો કે
“આ દેવોની ભાષા છે તમારી નહિ.”
 રશ્મીભાઈ કહે કે દેવો સંસ્કૃત કેમ બોલતા હતા ખબર છે?કારણ કે એમને ગુજરાતી નહોતું આવડતું.સાંભળીને સુબોધભાઈ ઝૂમી ઉઠ્યા કે શાબાશ!પાકા ગુજરાતી અને ગુજરાતી પ્રેમી.
       હું કાયમ કહેતો હોઉં છું કે શાશ્વતની શોધમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા, તેમ સુબોધ ભાઈ કહે છે કે આધ્યાત્મિકતાની શોધમાં પોતાનું યુનિક વ્યકતિત્વ ખોયું હોય તેવા એક હતા શ્રી અરવિંદ, પોંડીચેરી જઈને બેઠાં અને ભારતે એક પરિશુદ્ધ પી.એમ ખોયો, અને બીજા હતા સુન્દરમ જે પોંડીચેરી જઈને બેઠાં અને કવિતાની ધાર ખોઈ. ઓશોનું  એક વાક્ય મને પણ આ લખતા યાદ આવે છે કે જવાહર રાજકારણમાં પડ્યા અને ભારતે એક ઉચ્ચ કોટીનો સાહિત્યકાર ખોયો. ખયાલ અપના અપના..અને મને પણ મજાક કરવાનું મન થાય છે કે હું કોમર્સ માં ગયો અને ગુજરાતી સાહિત્ય જગતે એક મહાન લેખક ગુમાવ્યો.હા!હા!હા!હાઆઆ!!!!
મને પણ બંને વડીલો તરફથી ખૂબ સરાહના મળી. અને સારી એવી ઉપયોગી હિંટ્સ પણ મળી. જે મારા માટે ખુશનસીબની વાત હતી. આ રશ્મીભાઈને એક રોગ છે અંજાઈનાં, એટલે પેલો હૃદયનો નહિ. અંજાઈ  ના, કોઈથી અંજાઈ ના જાય તેવો રોગ. સમજ્યા પછી ખૂબ હસ્યા. જોકે અમને ત્રણે જણ ને આ રોગ કોમન છે. એ બાબતે ત્રણેમાં સામ્ય છે.
જો કોઈના પ્રભાવમાં અંજાઈ ગયા તો ગયાં,
કોઈનાં ઘેંટા બનતા વાર ના લાગે ભાયા.
સુબોધભાઈએ મોરારીબાપુનો એક દાખલો કહ્યો કે બાપુ કહે શ્રી રામના સમયમાં ભારતમાં લોકશાહી હતી. એની સાબિતી માટે એવો દાખલો આપ્યો કે રામને કશું કામ હોય તે મંત્રી સુમંતને પૂછીને કરતા. કેટલા નાદાન છે આ કહેવાતા મહાત્માઓ?અને એમની વાતો???
છેલ્લે એક રશ્મીભાઈનો સ્વાનુભવ લખું. રશ્મીભાઈ પાલીતાણામાં જોબ કરતા હતા. રોજ સાંજે કોઈ મેડીકલ સ્ટોર આગળ અલ્પ પરિચયે ઉભા રહેતા હશે. ત્યાં એક જૈન યુવાન  સાધ્વીજી આવ્યા. થોડી કંઈક દવા લીધી. સ્ટોરવાળા ભાઈએ પૈસા માંગ્યા. તો કહે મારી પાસે તો નથી. રશ્મીભાઈ તરફ ઈશારો કરીને કહ્યું કે આ ભાઈ આપી દેશે. રશ્મીભાઈ ભાવનાશીલ માણસ એમણે બીલ ચૂકવી દીધું. બે ત્રણવાર આવું બન્યું. પેલા મેડીકલ સ્ટોરવાલાને એમ કે આ ભાઈ યાત્રાળુ હશે. પણ બે ત્રણવાર આવું થયું અને રશ્મીભાઈએ સાધ્વીજીઓના પૈસા ચૂકવ્યા તો પેલો કહે તમે અહીં જ રહો છો? ક્યાં સુધી પૈસા આપશો? રશ્મીભાઈ કહે હું કોઈ યાત્રાળુ નથી, જોબ છે. બદલી ના થાય ત્યાં સુધી અહીં જ રહેવાનો છું. પેલા સ્ટોરવાલા ભાઈએ કહ્યું કે હવે તમે આવી રીતે આ સાધ્વીજીઓ માટે પૈસા ના ચૂકવશો, આ તો રોજનું રહ્યું. અને આ યુવાન સાધ્વીજી સાંજે દુકાન બંધ કરતા સમયે આવી ને રોજ તમારા પૈસે ખરીદેલી દવા પછી આપી જાય છે. કાયમ આવું જ થતું હોય છે. રશ્મીભાઈને એમકે દવા રીટર્ન કરીને પૈસા લઇ જતી હશે. પણ પેલો કહે ના, આ દવા રીટર્ન કરીને આ સાધ્વીઓ લઇ જાય છે કોન્ડોમ!!!!!!!
Book Information
Book title:Culture Can Kill(How Beliefs Blocked India’s Advancement)
Publisher; Author House,USA
To give comments:ssubodh@yahoo.com
To Order:
1-phone-1-888-519-5121 or 1-800-839-8640
2-Go to autorhouse.com–Bookstore–Type book title
price–$11.90+shipping

33 thoughts on “અવિસ્મરણીય મુલાકાત,,(શ્રી સુબોધ શાહ સાથે)”

 1. I don’t know what to tell, especially about last few sentences.
  If it is true then click photo of that sadhviji and inform to sangh with evidance.

  Like

  1. હિરલ,
   કેટલા ને સંઘ સામે લઇ જઈશું?સંઘ માં પણ બધા સતાઓ તો બેઠા નથી?આ સાધ્વીજીઓ પાસે પૈસા તો હોય નહિ,માટે દિવસે જે કોઈ ઉભો તેના પૈસે કોન્ડોમ તો લેવાય નહિ માટે કોઈ પણ દવા લઈજાય અને સાંજે પછી બદલી ને કોન્ડોમ.મારો પોતાનો જાત અનુભવ કહું તો એક જૈન મુની બરોડા માં માણીભદ્ર વીર નું મંદિર બનાવી ને આખી સોસાયટી ને હેરાન કરી રહ્યા છે.હવે જૈનો માં છોકરા નાં થતા હોય તો થઇ જાય તેવા યજ્ઞો હોય ખરા?હું ફોટા પાડવા જતો ત્યાં.એ મુની આખો દિવસ માણીકચંદ નામનો તમાકુવાળો ગુટકો અને બીજા મસાલા જે માવા તરીકે ઓળખાય છે તે તમાકુ વાલા ખાયા કરે.એક રાવલ જાતિ ની સ્ત્રી (રાવણહથ્થાવાલા,એક જાતનું મ્યુજિક નું સાધન જે વગાડી ને ભીખ માંગતા હોય છે) મંદિર ની બાજુ ની રૂમ માં રાખેલી.રૂમ નહિ બંગલો જ હતો.બે દિવસ યજ્ઞ વિધિ, હવન અને માણીભદ્ર દાદા ની પૂજા વિગેરે ચાલે.આખો દિવસ મંજુ બેન નાં નામની બુમો પાડ્યા કરે.કશી પણ પૂજા વિધિ હોય તો મંજુબેન પહેલા.મોટું દાન આપનારા વાણીયા નો નંબર પછી આવે.

   Like

   1. હિરલ.આપ જૈન છો માટે માઠું લાગ્યું હશે.પણ દરેક ધર્મ માં આવું જ છે,જેમણે કુદરત સાથે અને તેના અફર નિયમો સાથે ચેડા કર્યા છે ત્યાં.મારો “નાની ઉંમર માં સન્યાસ અકુદરતી” વાળો લેખ વાંચી લેશો.એમાં મેં બધી ચર્ચા કરી છે.એમાં પેલી સાધ્વીજીઓ નો વાંક નથી.એમણે ભૂલ ભરેલો અકુદરતી માર્ગ અખત્યાર કર્યો છે.અથવા એવો માર્ગ પસંદ કરવા માટે એમના બ્રેન જે નાનપણ માં વોશ થાય છે તેનો વાંક છે.આવા માર્ગ કોઈક મહાવીર,શંકરાચાર્ય કે ખાલી વિવેકાનંદ માટે યોગ્ય હશે બધા માટે નહિ.આવું દરેક પંથ માં જે લોકો નાની ઉંમર માં દીક્ષા કે સન્યાસ આપે છે.માટે સાધ્વીજીઓ પર ક્રુદ્ધ થયા વગર વિચારો અને સાચી સમજ ફેલાવો.એમને ન્યાય નાં પીંજરા માં ઉભા કરવા કરતા સમજવું વધુ સારું.

    Like

    1. હું જૈન છું પણ સત્ય અને અન્યાયની વાત સમજી શકુ છું. મને શું કામ ખોટું લાગે? વાસ્તવિકતા વાસ્તવિકતા જ રહે છે.

     મેં દિક્ષાઓ જોઇ છે. દીક્ષા માટેનું વાહિયાત દબાણ પણ જોયું છે. ઘણા ખુબ ગરીબીના કારણે દિકરીઓને દીક્ષાના પંથે વાળે છે અને પછી એ સાધ્વીજીઓ ખરેખર સારા પંથ (ગરીબી કન્યાઓને ગમે તેવા કુવામાં ધકેલી દે એના કરતા જ્ઞાનની ઉપાસના ખરા ર્હ્યદયથી કરવા વાળા પણ જોયા છે). આમાં ખરા હ્રદયથી માણસને સમજવાની વાત છે.

     એક રીતે કહું તો અમારે કુટુંબ (પપ્પાની જીંદગી એક અનાથની જીંદગી જેવી છે) જેવું કશું હતું નહિં. વિપરીત સંજોગોમાં પુરુષાર્થનો માર્ગ અપનાવ્યો છે અને એમાં ઘણા સાધુ-સાધ્વી ભગવંતોનું ઘણું પ્રોત્સાહન પણ મળ્યું છે કે પુરુષાર્થ અને આપકમાઇ ઘણા અગત્યના છે. (તમને કદાચ આશ્ચર્ય થશે પણ ક્યારેક એ લોકો અમારા માટે માર્ગદર્શક બન્યા છે તો ક્યારેક અમે એમના માટે – આમાં ગુરુ માનવાની વાત નથી પણ એ લોકોએ અમને મિત્ર માન્યા અને અમે પણ એમને મિત્ર માન્યા) ઘણાં એવાં છે જેમણે ક્યારેય દિક્ષા લેવી જોઇએ એવું નથી કહ્યું પણ એ લોકોને અમે મિત્ર ભાવે સમજીએ એવી આશા જરુર રાખી છે.

     તમે કહ્યું તેમ “માટે સાધ્વીજીઓ પર ક્રુદ્ધ થયા વગર વિચારો અને સાચી સમજ ફેલાવો.”

     આ વિષય ઘણો વિશાળ છે. ટુંકમાં કપડા બદલવાથી કોઇ ગુરુ થઇ શકે નહિ એવી કેળવણી ગળથુથીમાંથી મળી છે. પણ અમારા જેવા જેને કાકા-બાપા કોઇ સંબંધ જોયા ના હોય જીંદગીમાં એવા લોકો માટે અમુક સારા સાધુ-સાધ્વીજીઓ સારા મિત્રની ગરજ સારી શકે છે એ વાત અનુભવથી કહું છું.

     તમે જણાવેલા બરોડાના અનુભવની જાણ અમને પણ છે. અમે એવા અનુભવો બાબતે શરમ પણ ઉપજે છે.

     Like

     1. કુટુંબની વાતનો ઉલ્લેખ એટલા માટે કરવો પડ્યો કારણકે વાર-તહેવાર ઘરે કોઇ સગા-સંબંધીઓ આવનાર ના હોય અને દરેક વખતે વેકેશનમાં ફરવા જવા જેટલી અનુકુળતા કે પૈસા ના હોય ત્યારે આવા સાધુ-સાધ્વીજીઓએ સારા મિત્રોની ગરજ સારી છે (બાળમાનસ માટે). જેનું કોઇ સગુ નથી એવા લોકોને (ખાસ કરીને એવા બાળકોને) સમાજમાંથી યોગ્ય માનપાન નથી મળતું. બધા એમને બિચારાની નજરે જોવે છે એ વાત અનુભવેલી વાત છે. ત્યારે કોઇપણ સ્વાર્થ વગર આવા સાધુ-સાધ્વીજીઓ આવા બાળકોને બિચારા કહીને સમાજની જેમ હડધુત નથી કરતા પણ હસીને મીઠો આવકાર જરુર આપે છે. કોઇ ઘણા ખરા સવાલોના જવાબ આપી શકે કોઇ ખાલી પ્રેમથી આવકારી શકે. પણ માણસને માણસની જરુર હોય છે એ વાત મનોવિજ્ઞાનનો વિષય છે. જ્યાં આવા સાધુ-સાધ્વી ઘણીવાર વગર સ્વાર્થે વાત તો કરતા હોય છે, કહેવાતા મોટા લોકો (ભણેલા – પંડિત લોકો) જ્યારે આવા બાળકો સાથે મિત્રભાવે વાત કરવાના હતા? કે એમની વાતોમાં રસ લેવાના હતા?

      તમે સામેથી બૅંગલોરમાં સારો કોન્ટેક થાય એમ કીધું વગર કોઇ ઓળખાણે. પણ જાણીતા લોકોએ અમારા માથે પડશે અથવા રહેવા આવશે ઘેર એવી દ્રષ્ટિ છોડી નહોતી (પ્રોત્સાહન તો બહુ દુરની વાત છે) જ્યારે કે હું મારા પોતાની લાયકાતથી આગળ વધેલી હતી. (જેમાં કહેવાતા મોટા ભણેલા-ગણેલા પંડિત લોકોનો કે જેમનું સમાજમાં ખુબ નામ છે એવાઓનો સમાવેશ થાય છે) પણ અમુક સાધુ-સાધ્વીઓએ એમના લાગતા-વળગતાના નામ-સરનામાં હોંશે હોંશે આપેલા. (કંઇ નહિં પણ અડધી રાતે કોઇને ફોન કરી શકાય છે એટલું આશ્વાસન તો ભોળા ભાવે આપેલું – જે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ અગત્યનું છે)

      Like

     2. હિરલ,
      તમે શુ બરોડા ના છો?કારણ હુ ત્યા ફોટા પાડવા જતો હતો.મુની શ્રી મારા પર ગુસ્સે થૈ ગયેલા કે માણિભદ્રદાદા ના સ્થાનક મા કાળા કપડા પહેરી ને કેમ આવ્યાછો?હુ જાતે રાજ્પુત સ્વભાવ થી સ્વમાન વાલો હુ પણ ગરમ થૈ ગયેલો કે અહી ઉભેલા તમામ તમારા ભક્તો ના મથા ના વાળ કાળા છે.તેનુ શુ કરશો?ફોટા પડાવવાના છે?નહી તો આ ચાલ્યો.પછી ઢીલા પડી ગયેલા.

      Like

      1. ના, બરોડાની નથી. પણ આવી વાતો ફેલાતા ક્યાં વાર લાગે?

       હમણાં તિથિના ઝગડામાં અમદાવાદમાં લોકોએ એકબીજાના માથા ફોડેલા એવું ઘરેથી ફોન-સમાચારમાં હતું. આવું તો રોજનું થયું. એટલે તો કહું છું કે જો ભૂલથી ભગવાન મહાવીર આવશે ક્યારેક અહિં તો અહિંના જૈનોને જોઇને એટેક આવી જશે એમને.

       બાકી તમારો લેખ સરસ છે. ખાસ કરીને કોઇથી અંજાવું નહિ એ વાત મારું (અમારા ઘરમાં બધાનું ) પણ જીવનનું મુખ્ય સૂત્ર છે. (પછી એ કોઇપણ સંસારી હોય કે ગમે તેવા મોટા પૂજ્ય સંત)

       મેં સંઘને જણાવવાની વાત એટલે લખી જેથી બાળ-દિક્ષાના પ્રતિબંધ સંબંધી વિચારોને વેગ મળે. અને કોઇને ખરેખર કોઇથી પ્રેમ થઇ ગયો હોય તો પરણવાની છૂટ મળે. કોઇને પિંજરામાં ઉભા કરવા એ કોઇ સોલ્યુશન નથી. મેં પોતે બાળદિક્ષાઓ બ્રેન-વોશથી થયેલી જોઇ છે એટલે વધારે કંઇ લખવાની જરુર નથી. સજા કરવી જ હોય તો એમનાં માવતરને કરો જેમણે વગર વિચારે બાળપણમાં દિક્ષા અપાવી છે એમનાં સંતાનોને .

       દા.ત
       જે અત્યારે મારી ઉંમરના કે મારાથી પણ પાંચ વરસ નાના છે અને દિક્ષાના પંથે છે – એકસમયે સાથે રમતા તા તે હવે અમને બધાને સંસારમાં સેટ થતા જોઇને કે સારું કમાતા જોઇને એમની ઉપર શું વિતતી હશે એ કોઇ કહી શકે? મારા મમ્મીએ તો થાય એટલા પ્રયત્નો કરેલા કે બ્રેનવોશ અટકે પણ જ્યાં મા-બાપ જ દિક્ષા લેવાની છે ની માળા જપતા થઇ ગયા હોય એમાં આપણા જેવાઓથી થઇ થઇને શું થઇ શકે?

       Like

       1. હિરલ,
        આપના વિચારો ઉત્તમ છે.આપના મોમ ને પણ ધન્યવાદ.અન્જાઈના તમને પણ છે તે જાણી આનંદ થયો.અ રોગ સર્વવ્યાપી બને તો મોટાભાગ નાં પ્રશ્નો સોલ્વ થઇ જાય.ગુરુઓ ભૂખે મરે તે વાત જુદી છે.આપ યુવાન છો બાળ દીક્ષા પ્રતિબંધ ને વેગ મળે તેવું લખો અને પ્રયત્નો કરો તેવું અમે ઈચ્છીએ.

        Like

     3. મારો જૈનેતર જીગરી દોસ્ત એક જૈન યુવતીના પ્રેમમાં પડ્યો. તેની પ્રેયસીના પત્રો મારી હોસ્ટેલની રૂમના સરનામે આવતા. મિત્રનો આગ્રહ હતો કે મારે તે ખોલીને વાંચવા. છેલ્લે છેલ્લે જયારે તેની પ્રેમિકાને લાગ્યું કે તેઓ લગ્ન કરી શકે તેમ નહોતું ત્યારે તેણે દિક્ષા લેવાનો વિચાર દર્શાવ્યો હતો. લીધી કે નહિ તેની મને જાણ નથી. પણ પ્રેમમાં હતાશા પણ દિક્ષા લેવા પ્રેરી શકે તે ત્યારે જાણ્યું.

      Like

      1. પ્રેમ મા મળેલી હતાશા કે દગો જે ગણો તે રાજા ભર્તુહરિ સન્યાસી બનેલા અને પછી શ્રુન્ગાર શતક લખેલુ.ભલભલો ઉત્તેજિત થઇ જાય તેવુ.

       Like

       1. Hello BhupendraBhai,

        Thanks for your appreciation. Surely I will write something someday on “BalDiksha”. Infact, I have never thought of about that till the time.
        I had just shared my experience.

        But I can tell one thing that all the time…we can not blame “Guru” they are 3rd person. Parents are main culprits (from the exp. I have seen). Are Parents not responsible for their children’s life?
        Child education is human right. How one can go against that? Child Education is Parents responsibility.

        Rest Your knowledge about રાજા ભર્તુહરિ and all is too good. I am not that good about all these topic. Your reading about Hinduism, Buddism, Jainism is really touchy/eye opener.

        Thanks for sharing your knowledge especially about blind beliefs.

        Regards,
        Hiral

        Like

      2. તમારી વાત સાથે સહમત છું. મેં તો આવા સાધ્વીજી મ.સા જોયેલા છે/મળેલી છું. (સાચુ-ખોટું ખબર નથી. સાંભળેલી વાત છે કે એમણે પ્રેમભંગથી દીક્ષા લીધેલી છે.)

       આ સંબંધી એક વાત કહેવી ગમશે.

       ગુરુદેવ ચિત્રભાનુ જે એક સમયે આચાર્ય મ.સા હતા જેમણે “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં રહ્યા કરે …..” જેવા સ્તવનોની રચના કરી છે. જૈન સમુદાય એક સમયે એમની પાછળ પાગલ હતો. ખુબ જ્ઞાની છે એવું સાંભળ્યું છે. પાંચ વરસ જંગલમાં રહ્યા હતા અને ભગવાન મહાવીરે કહેલા અને બતાવેલા માર્ગે જ્ઞાનની ઉપાસના કરી હતી. ક્રમે કરીને આચાર્ય થયા હતા (નાની ઉંમરમાં). એક સમય એવો આવ્યો કે એમને પ્રેમ થઇ ગયો. કોઇપણ જાતના દંભ વગર એમણે દીક્ષાનો ત્યાગ કર્યો અને લગ્નગ્રંથિથી જોડાઇ ગયા પ્રમોદાબેન સાથે.

       જૈન સમાજે એમને તિરસ્કૃત કર્યા પણ એમણે સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવેલો. તપ એટલે willingness to take challenge of life and not to be afraid. જે એમણે પોતાના જીવનમાં પણ આત્મસાત કરેલી.

       સમજીને જ્ઞાનથી દીક્ષા લીધી હતી. આચાર્ય મ.સા પણ થયેલા. જૈન અને જૈનેત્તર સમુદાય એમની પાછળ પાગલ હતો અને છતાં પ્રેમ થતા સંસાર જીવન અપનાવી લીધું પૂરા દિલથી.

       એમણ કહેલી એક વાત મેં વીડિઓ પર સાંભળી છે ધર્મ વિશેના ઈંટરવ્યુમાં જે આ પ્રમાણે છે.

       કયો ધર્મ મહાન? કયા ધર્મનું આચરણ કરવું?

       જેમ ડાઇમંડની ખરીદીમાં આપણે ઘણી સકાચણી કરીએ છીએ. એમ ધર્મને સમજવામાં અને એનાં આચરણમાં યોગ્ય ચકાસણી કરવાની જવાબદારી વ્યક્તિની પોતાની છે.

       જવાબમાં એક સુંદર સ્ટાનઝા છે.

       धम्मो मंगलम मुक्क्तित्तम,

       अहिंसा संजमोत्तमो।

       देवादित्तम नममसंतिम्

       तસ્સ धम्मे सयामणुओ ॥

       ધર્મના ગુણોનું આચરણ કરવાનું છે નહિ કે ધર્મનું આંધળુ અનુકરણ.

       જે ધર્મ અહિંસા શીખવે છે (સૂક્ષ્મ અહિંસાની વાત છે. -મન,વચન અને કાયાથી અહિંસા)

       સયંમ =? સેલ્ફ મેનેજમેન્ટ (મન, વચન અને કાયાથી સંયમ – ખાલી ચારિત્ર કે ઓઘો નહિં, સંસાર ત્યાગને કે ભ્રમચર્યને સંયમ માનવું ભૂલ ભરેલું છે)

       તપ=> willingness to take chalenge of life and not be afraid.

       જે ધર્મ આપણને આ શીખવી શકે એ ધર્મનું આચરણ કરવું જોઇએ. નિતિમત્તાનું આ મૂળ છે.

       ભૂપેન્દ્રભાઇ, તમારા પ્રોત્સાહન માટે આભાર. હું તો નાનપણથી મ.સા લોકો સાથે રમેલી છું. આ સમુદાયને મેં ઘણો નજીકથી જોયેલો છે. પણ નાનપણથી ગ્લાસ અડધો ભરેલો જોવાની આદતને લીધે સારી વાતો જ જોઇ છે અને યાદ રાખી છે. સમય મળ્યે તમારા સજેશન પ્રમાણે બાળદીક્ષા વિશે જરુર યોગ્ય આર્ટીકલ લખીશ.

       બાકી ઘણા જૈન સાધુઓમાં ઘણું જ્ઞાન હોય છે. સ્વામી વિવેકાનંદની પ્રતિકૃતિ જેવા જૈન જ્ઞાની સાધુ મેં જોયેલા છે. એક વરસ એમના હાથ નીચે http://www.jainlibrary.org/ પ્રોજેક્ટ માટે OCR પ્રોજેક્ટ પર કામ કરેલું છે. OCR પ્રોજેક્ટ પર પહેલા એચ.પી આર.એન્ડી ટીમે દસ વરસ કામ કરીને અને અત્યારે ગુગલે પણ હાથ ઉંચા કરીને ઓપન સોર્સ ડીકલેર કરી દીધો છે. પણ જુની પ્રતોને કમ્યુટરથી રીડ કરવા માટે આ મ.સાએ ઘણી મહેનત લીધી છે અને લૈ રહ્યા છે અને દેવનાગરી લીપી (ટાઇપ ફોન્ટસ) માટે એમને ઘણી સફળતા પણ મળી છે. કમ્યુટરને અડ્યા વગર માઇન્ડથી જ એ આખો પ્રોજેક્ટ હેન્ડલ કરે છે.

       પ્રાકૃત -સંસ્કૃત ભાષાના જાણકાર, ગણિત-વિજ્ઞાનના અભ્યાસી, કમ્યુટરના વિષયોમાં ભલભલા પ્રોજેક્ટ આર્કિટેક્ટને હંફાવે એવા જ્ઞાની અને એવું વિશાળ વાંચન (હાર્ડવેર, સોફ્ટવેર કે પ્રોગ્રામીંગ કોઇ પણ ફાંટામાં). શિક્ષણથી બી.એસ.સી ભણેલા છે એટલી જ મને જાણ છે. મનોચિકિત્સાના વિષયમાં ડૉ. મૃગેશ વૈષ્ણવ કરતાં પણ સારું કાઉન્સેલિંગ કરી શકે છે એટલા અભ્યાસુ છે એ મારો પોતાનો જાત અનુભવ છે એક વરસ એમના હાથ નીચે OCR પ્રોજેક્ટ પર કામ કરવાના લીધે. આટલા વસસોમાં એમણે એક પણ શિષ્ય બનાવ્યો નથી(પચાસ વરસની આસપાસની ઉંમર હશે.) હમણાં ૪ વરસનો ખ્યાલ નથી. ઘણાં ભણવામાં નબળા યુવાનોને એમણે ધીરજ, ખંત અને મહેનતના પાઠ ભણાવીને ઉંચી ઉંચી કારકિર્દીના દ્રારે ઉભા કરી દીધા છે એવું મને કમ્યુટર પ્રોજેક્ટમાં કામ કરતા સ્ટાફ તરફથી જાણવા મળ્યું છે.

       પ્રોજેક્ટ છોડતા પહેલા અને બૅંગલોર જતા પહેલાં હું એમને મળી હતી અને મેં પૂછ્યું કે મ.સા , પ્રોજેક્ટ મેનેજરની હેસિયતથી તમે મને મારા ભવિષ્યમાટે શું શીખામણ આપશો?

       તો હસીને એમણે મને ત્રણ વાતો કહી હતી.

       આ સલાહ પ્રોજેક્ટ મેનેજરની હેસિયતથી નથી પણ એક વડીલની હેસિયતથી છે તને એક સારા મનુષ્ય બનવા માટેના ભાગ રુપે.

       ૧) ખુબ વાંચ અને વિચાર. તુ અંગુઠાછાપ નથી એ વાત હંમેશા યાદ રાખજે.

       ૨) તું સ્ત્રી છે અને એટલે કહું છું કે કેરિયરની પાછળ એટલી આંધળી ના બનીશ કે તારું સ્ત્રીતત્વ ખોઇ બેસે ( જીવન કેરિયર માટે નથી પણ કેરિયર જીવન માટે છે એ વાત યાદ રાખજે અને તારા સ્ત્રીતત્વનું બહુમાન જાળવજે., ભલે તું ગમે તેવી મોટી કારકિર્દી બનાવે, અત્યારે સ્ત્રીઓ માટે મલ્ટીનેશલ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ બનવું પણ સહજ છે.) અત્યારે તું નાની છે એટલે તને આ વાત નહિં ગમે પણ કાળક્રમે સ્ત્રી તરીકે ફરજો બજાવીશ ત્યારે સમજાશે કે તારી પાસે ઘણા કુદરતી ગુણો છે જે અમને પુરુષો પાસે સહજ નથી હોતા. એ ગુણોને જીવજે.

       ૩) પૈસો કમાવવો સહેલો છે કોઇ પણ પુરુષાર્થી માટે. પણ જીવનમાં જે વસ્તુની એન્ટ્રી થઇ છે એનું એક્ઝીટ દ્રાર વિનય-વિવેકથી પહેલેથી જાતે નક્કી કરજે. પૈસાની માલિક થજે, ગુલામ નંઇ.

       —–

       પોતે ક્યારેય કોઇની પાસે ડોનેશન કે એવું નથી માંગતા, કોઇ ગુરુપૂજન પણ નથી સ્વીકારતા જેટલું મેં જોયું છે એના ઉપરથી.
       કોઇની પણ સાથે જે તે કામ સંબંધી જ વાતચીત એ કરે છે. (જ્યારે કંઇ પૂછીએ તો ટુ ધ પોઇન્ટ જ જવાબ આપે કોઇ દિવસ વગર પૂછે કોઇ સલાહ આપી નથી એમણે એક વરસમાં)

       Like

       1. મને મારી શૈક્ષણિક લાયકાતથી એક કંપની તરફથી OCR પ્રોજેક્ટનું કામ મળેલું. અમારી ટીમલીડ તરીકે IIT khanpur થી Neural Netwrok માં પી.એચ.ડી કરેલા સર હતા.

        Like

    2. I agree to what you are saying here…

     Reporting it to an organisation or thinking its not right for a Sadhvi to have Sex- is actually against will of God. I kick that lust of Heaven which might make me hurt a fellow Human Being or even Judge them. If God wanted us to follow rules and go to heaven – He (or She) wont have sent us here on Earth with a decent Brain that makes us think and take a rational decision.

     We recently saw the Sex Scandal in Catholic Church up to the level of Vatican. Problem, I think is not really the age when people go in to becoming a SADHVI , YATI or NUN or a Masculine version of these, but it is the whole context of religion.

     Specially few religions like Jainism and Abrahamic Religions which have nothing but DOs and DONTs in them for lust of Heaven or nightmare of HELL.

     An incident I would like to present to all: Is when Draupadi went to Shivji – and asked for a husband who is 1) Dutiful 2) Powerful 3) Master of War Games 4) Handsome and 5) Knowledgeble,

     Shivji granted her 5 husbands. That is Shiv, there is no right or wrong with the ultimate Energy AUM (All Dharmic Religions including Jainism, Buddhism and Sikhs believe in AUM or AUMKAR). You can find Shiv with Mata Parvati and Ganga Ji, You can find Shiv alone, You can find Shiv – half and half with Mata Parvati and that is the wideness of the Ultimate.

     Even if a true spiritual leader has all rights and the awakened one (or BUDDHA) has no rules but to know the ultimate truth.

     Mahavir Ji roaming without clothes wont be allowed by most European countries and 33 US States – but reality is that you cannot simplify or generalise these BUDDHAs in to current contexts.

     Like

     1. માધવ ભાઈ,
      ધન્યવાદ,આ શિવ હાફ હાફ કેમ છે?કોઈ સ્ત્રી કે પુરુષ પૂર્ણ નથી.ફક્ત ટકાવારી નો ફેર છે.જેમાં પુરુષ ના ટકા વધારે તે પુરુષ અને સ્ત્રી નાં ટકા વધારે તે સ્ત્રી.અને જે ૧૯/૨૦ હોય તેને વચ્ચે નાં ગણવા.પુરુષ ની અંદર સ્ત્રી હોય છે.અને સ્ત્રી ની અંદર પુરુષ.માટે શિવજી ને અર્ધનારીશ્વર નટેશ્વર કહેવાય છે.આપના પ્રતિભાવ બદલ આભાર.

      Like

 2. તમને ત્રણેને શબ્દદેહે મળવાની મજા પડી. રશીભાઈનો અનુભવ વાંચીને દુઃખ થયું કે, આદર્શોનું આન્ધળું અનુકરણ સમ્પુર્ણ જીવનને કેવું વ્યર્થ અને દમ્ભી બનાવી દે છે.

  Like

  1. કલચર કેન કિલ બુક અને એના ઓથર વિશેની જાણકારી માટે આભાર.

   મેં http://www.readgujarati.com/2010/07/28/have-story/

   ની કમેન્ટમાં એક ધીરજભાઇને આ બુક વાંચવા ભલામણ કરી.

   સ્ટોરી અને કમેન્ટસ રસપ્રદ છે. એક નજર મારવા જેવી ખરી!

   Like

 3. હું હજુ ‘વડીલ’ નથી બન્યો; અસત્ય અને અન્યાયનું સમર્થન નથી કરતો.

  પાલીતાણાના અનુભવ બાબત ચોખવટ કરવાની કે ત્રણે ય વખત એકના એક સાધ્વીજી નહોતા પણ જુદા જુદા હતા. એક વખત સાધુજી મહારાજશ્રી હતા, બે વખત સાધ્વીજી મહારાજશ્રી હતા.

  Like

  1. રશ્મીભાઇ,
   એક્ના એક જ સાધ્વીજી ને જરુર પડે તેવુ તો હોય નહી,બીજા ને પણ જ્રુરુર તો પડે ને?સારુ છે ને આવા સાધનો મલતા થયા છે?બાકી પાછુ જૈન કર્ણો નુ શુ થાત?બધે જ આવુ છે કોઇ બાકી નથી.’વડીલ’ નો કોઇ નવો અર્થ સુજ્યો હોય તો કહેજો.અન્જાઇ ના જેવુ.અમે તો શારીરીક ઉમ્મર મા મોટા હોય તેને ‘વડીલ કહીયે છિયે.

   Like

 4. ભૂપેન્દ્રસિંહજી આપની બે મહાનુભાવો સાથે થયેલી અવિસ્મરણીય મુલાકાત અને તેઓ દ્વારા આપના લખાણની સરાહના પણ આપને ખૂબ અભિનંદન.

  Like

  1. મિતાજી,
   આજે વડિલો અને વ્રુદ્ધો તો સાવ જ અન્ધ બની ને કુવામા ના દેડકા બની ને રાચતા હોય છે.ત્યારે આ બન્ને વડીલો!!જો પાછુ વડીલ લખ્યુ?બહુ મારીશ!!આ યુવાનો ૭૦ થી ઉપરના ને જોઇ ને પેલા ટીલા ટપકા વાલા યુવાનો ઉપર હસવુ આવે છે.

   Like

 5. શ્રી ભુપેન્દ્રસિંહજી, “કલ્ચર કેન કીલ”નો પરિચય શ્રી ગોવિંદભાઇના બ્લોગ પર થયેલો, અને શ્રી સુબોધભાઇનો પરિચય આજે અહીં થયો ! મજા તો આવી જ. ખાસ તો ત્રણે ’મહાનુભાવો’ (અહીં આપણે રોજ જેને ’મહાનુભાવો’ કહી ઠોક ઠોક કરીએ છીએ તે અર્થમાં ન લેવું !!) ના શ્રીમુખે પ્રક્ટ થયેલા અમુક ચબરાકિયા તો બહુ ગમ્યા.
  * “દેવો સંસ્કૃત કેમ બોલતા હતા ખબર છે?કારણ કે એમને ગુજરાતી નહોતું આવડતું.”
  * “હું કોમર્સ માં ગયો અને ગુજરાતી સાહિત્ય જગતે એક મહાન લેખક ગુમાવ્યો.”
  * “પોંડીચેરી જઈને બેઠાં અને ભારતે એક પરિશુદ્ધ પી.એમ ખોયો,” (અરવિંદ વિશે)

  બાકી રશ્મિકાંતભાઇનો ગુસ્સો વ્યાજબી છે !! એક તો આપને કોફી-નાસ્તો કરાવ્યા જ હશે, આવા ઉમદા લેખકશ્રી શાથે પરિચય પણ કરાવ્યો, અરે આપની સંગાથે નર્કની સેર કરવા પણ તૈયાર થયા ! અને આપ ’વડીલ-વડીલ’ કહી અને આયનો બતાવ-બતાવ કરો તે કંઇ સારૂં કહેવાય ? : – ) (જો કે અમે જ્ઞાનમાં વૃદ્ધ હોય તેને પણ વડીલ કહી સન્માનવાના પક્ષમાં છીએ.) આભાર.

  ભ.ગો.મં. => વડીલ =
  * મુરબ્બી માણસ; પૂજ્ય માણસ; વૃદ્ધાવસ્થા કે વિદ્યા થી મોટું માનેલું સંબંધીજન્ય; ગુરુજન; કુટુંબ, સગાંસ્નેહી તેમ જ ઓળખીતામાંનું માનનીય મોટું માણસ.
  * વડવા; બાપદાદા; પૂર્વજ; દાદા.
  * ઘરડું; વયમાં મોટું; વયમાં વધેલું.
  * માન આપવા લાયક; મોટું; મુરબ્બી; માનનીય; પૂજ્ય.

  Like

  1. અશોકભાઈ,
   સાચી વાત છે.હું પણ જ્ઞાન માં આગળ હોય અને વય માં મોટા હોય તે રીતે માન આપવા લાયક હોય તેને વડીલ સમજુ છું બાકી નહિ.નર્ક માં તો મને લઇ જવા મારા પહેલા જઈ ને બેઠેલા.ચા,નાસ્તો અને મનગમતી સ્વિટ પણ મળેલી,અને ઉપયોગી માર્ગદર્શન પણ.

   Like

  2. પણ વડીલ શ્રી પેલા કુંતી માતા વાલા લેખ માં આપનો કીમતી પ્રતિભાવ મળ્યો નથી.એમાં પણ સુખ દુખ વહેચવાના મારા નવા ખયાલાતો વિષે આપશ્રી વડીલ નો પ્રતિભાવ અને વધારા ની ચર્ચા જાણવી હતી.આપ ને મોઢા માં અંગુલી નાખી ને ગણી વાર બોલાવવા પડે છે.પણ એ અમારો પ્રેમ જ છે.

   Like

 6. Enjoyed the Post !
  Nice knowing Subodh Shah..& Rashmikant Desai !
  The Post & then the comments & your “counter-comments”.
  It is sad that in the name of the “religion” so many things happens….the “followers” and the “preachers” included !
  This is NOT exclusive to “Hinduism” it is Worldwide !
  Bhupendra, I do not object to your “exchanges” with your Readers on your Blog. It is on this “plateform” you doing this is wonderful, & I admire you for that !
  I am not a “reader of Books”…& I do not know Subodhbhai OR Rasmikantbhai…but I feel they are “true persons of God”…..who try to see that “Param Tatva” with the “Gyan” !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Continue your “Good work” on your “Kurusketra” !
  I read your “additional About” too !…Hope that you revisit Chandrapukar ( if possible)…You can read a Post !

  Like

 7. વડીલોના વાંકે પ્રતીભાવો માનવાની મઝા પડી ભઈઈઈઈઈ

  Like

  1. ગોવિંદ ભાઈ,
   હવે વડીલો નાં કહેવાય.આ તો મિત્રો છે.૭૦ થી ઉપરના યુવાન.એમની યુવાન વિચારસરણી જોઈ ને આજના કહેવાતા યુવાનો ઉપર તરસ આવે અને વૃદ્ધો ઉપર દયા.વૃદ્ધો યુવાનો ને કોઈ ઠોસ માર્ગદર્શન આપવા ને બદલે સસ્તી મજાક મસ્તી માં પડી ગયા છે.લોકશાહી છે ભાઈ!!!

   Like

 8. અવિસ્મરણીય મુલાકાત……. reading this, and knowing you all was a really a pleasant experience….. but the last para also gave an અવિસ્મરણીય shock…
  yeah …even I had come across such incidents in life…and heard and known lot of “scandles”… but specifically for this community , I had never heard such a thing and thus encountered a kind of shock.

  Like

  1. પારૂબેન,
   કોઈ પણ કોમ્યુનીટી હોય કુદરત નો ધર્મ કોઈ ને છોડે જ નહિ.એના માટે કોઈ સ્પેશીયલ નથી.એટલે નાની ઉંમર માં સન્યાસ એ અકુદરતી છે.એવો લેખ પણ મેં લખેલો જ છે.જૈન કોઈ ઉપરથી ટપકેલા તો છે નહિ.આપને આંચકો લાગે તે સ્વાભાવિક છે પણ હકીકત છે.આભાર.

   Like

 9. Bapu, tame to ek moto pataro kholi nakhyo! ane Hiralji e pan saro evo zapato bolavyo ane, sachot rite…temna badha mudda sacha che. Jaino ma ghana maharajsaheb pase je gnan che, te to adhbhut che.

  Baki, duniya ma sacha ane khota, banne rahevana. Rajneesh jevo to koik virlo pake, je kahe ke, hu kahu chu etle pan na manta, nahi to mara ma ane bija tamara kahevata sadhu santo ma koi farq nahi rahe.

  Like

 10. .
  .
  આપની મુલાકાત અમને તો ફળી. કારણ કે આપ, સુબોધ શાહ, રશ્મીભાઈ, હિરલબે’ન, ચિરાગ, મીતા ભોજક, અશોક મોઢવાડીયા, ગોવીંદ મારુ વગેરે પાસેથી ઘણુ જાનવા મળ્યું.

  આભાર.

  Culture Can Kill(How Beliefs Blocked India’s Advancement) નો ગુજરાતી મા અનુવાદ થયેલ છે ?

  .
  .

  Like

 11. આ અંગ્રેજી બુક ને સુ શીક્ષીતો વાંચી ને અભેરાઈ પર ચઢાવી પરદેશી પુસ્તક વાંચ્યા નો ગર્વ લેશે…એટલુંજ..બાકી ખરેખર તો આવું સાહિત્ય હિન્દી કે ગુજરાતી ભાષા માં પ્રકાશિત કર્યું હોત તો તેનો લાભ આમ આદમી લઇ શકત. ધાર્મિક વિષય પર લખેલા પુસ્તકો નું અનુકરણ લોકો તાત્કાલિક કરશે ..પણ અહી જે સચ્ચાઈ સભર વાત રજુ કરી છે તેને સ્વીકૃત કરનારા આંગળી ના વેઢે ગણાય તેટલા થાઈ તો પણ સારું.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s