નર્કારોહણ-૬

નર્કારોહણ-૬

નર્કમાંથી અમને એમ હતું કે  જલદી ભાગી જઈશું, પણ ધરતી પરના મિત્રો હવે અમને અહીં જ રાખવા માંગતા હોય તેમ લાગે છે. પાછાં અહીં આવીને માથું ખાશે. અમે પણ રોજ મિત્રોને અહીંનો અહેવાલ મોકલીએ છીએ તો મિત્રોને પણ મજા પડી ગઈ છે. એટલે મારા બેટા કહે છે ત્યાં જ રહો ને નવા ઈન્ટર્વ્યુ લઈ અને અમને મોકલતાં રહો. અમને પણ કોઈ વાંધો નથી. અહીં નરક જેવું લાગતું પણ નથી. અહીં તો મોટા મોટા ફેમસ મહાનુભવો ભેગાં થયા છે. શીતલ જળનાં ફુવારાથી શોભતી વાટીકાઓ, કલ કલ કરતા ખળ ખળ વહેતા ઝરણાં, મજા છે અહીં તો. ત્યાં દૂર એક શ્વેત વસ્ત્રધારી વૃદ્ધ માતુશ્રી જોયા.

રશ્મીભાઈ કહે, ‘આ તો માતા કુંતી! ચાલો એમની પણ મુલાકાત લઈને પૂછી લઈએ.’

અમે પાસે ગયા ને, પાયે લાગુ માતુશ્રી કહીને એમની પાસે બેસી ગયા.

‘આવો વત્સ, અમારા મોટા દીકરાની સારી ઝાટકણી કરી લીધી. હવે અમારો વારો લાગે છે કેમ?’

‘માતુશ્રી, મહત્વનો એક સવાલ એ છે કે આપે મંત્રોથી પુત્રો પ્રાપ્ત કર્યા તે ગળે ઊતરતું નથી.’

‘વત્સ, સાચી વાત છે નર નારીનાં સંસર્ગ વગર કોઈ સંતાન ના થાય.’

‘આપે, ટીનેજર હતા ને કુંવારા હતા અને ભૂલ કરેલી કોઈ સૂર્ય નામના પ્રતાપી નર પાસેથી પુત્ર પ્રાપ્ત કરેલો કેમ?’

‘વત્સ અમે તો મુગ્ધાવસ્થામાં હતા, પણ એ ભાઈની પણ ભૂલ તો ખરી ને કે અમને સાચો રાહ બતાવે.’

‘સાચી વાત છે, આજે અમેરિકામાં ટીનએજરની સંમતિને પણ કોર્ટ સંમતિ નથી માનતી, અને પુખ્ત માણસની ભૂલ સમજીને સજા કરે છે.’

‘આપે દરેક પુત્રો એવી રીતે જ પ્રાપ્ત કરેલા, કેમ?’

‘વત્સ! શું કરીએ, આ ફેમિલીમાં નપુંસકતાનો શ્રાપ હતો. પહેલા પણ આગલી પેઢીમાં વ્યાસજી આવીને પુત્રો આપી ગયેલા.’

‘માતુશ્રી આ મંત્રની વાતનું શું રહસ્ય હશે?’

‘વત્સ, જુઓ મંત્ર તો એક કોડવર્ડ જેવું જે તે માણસ હાજર થઈ જાય. બાકી એમ મંત્રોથી સંતાનો થઈ જતા હોય તો જોઈતું તું શું? પણ એક વસ્તુ હતી કે એમાં અમારી કોઈ સ્વચ્છંદતા જરાય ના હતી, એક મજબૂરી હતી સંતાનો પ્રાપ્ત કરવાની.’

‘પણ એમાં ભૂલ થઈ ગઈ હતી કે કર્ણનો જન્મ થઈ ગયો.’

‘વત્સ, એ વખતે અમને નાની ઉંમરના કારણે ભાન હતું નહિ, કુતુહલ વશ પણ હતા. સમાજનાં ડર અને નીતિનિયમના કારણે અમારે કર્ણને છોડી દેવો પડેલો.’

‘માતુશ્રી આજે પણ એવું જ છે હજુ ભારતની હાલત બહુ સુધરી નથી. પણ મેડિકલના જ્ઞાનને લીધે મુગ્ધાઓની ભૂલો ઢંકાઈ જાય છે. કર્ણને જન્મ આપતા પહેલા મ્રત્યુને હવાલે કરી દેવામાં આવે છે. જેથી આખી જીંદગીની અવહેલાનાઓથી કર્ણો બચી જાય છે.’

‘વત્સ, હજુ આજે પણ સૂર્યો છે ભારતમાં?’ માતાએ સવાલ પૂછ્યો.

‘હા! માતુશ્રી આપના જમાનામાં એક સૂર્ય હશે. અહીં તો લાખો છે. સ્કૂલના શિક્ષકો, કૉલેજના ગુરુઓ, ઓફીસના ઉપરી અધિકારીઓ, સંતો, સાધુઓ, ધાર્મિક ગુરુજનો, નાના મોટા બિઝનેસનાં માલિકો કોઈ જગ્યા બાકી નથી. દરેક જગ્યાએ મુગ્ધાઓને એમની અવસ્થાનો ગેરલાભ લઈને કર્ણની ભેટ આપી દેવા માટે યુવાનોથી માંડીને કબરમાં પગ લટકાવીને બેઠેલા વૃદ્ધો સુધ્ધા ટાંપીને બેઠેલા છે. પછી આ કર્ણો જન્મતા પહેલા ઉકરડા ભેગાં થઈ જાય છે.’ મેં કહ્યું.

‘અમે પણ ખૂબ પસ્તાતા હતા, પણ કશું કરી શકતા નહોતા.’ માતા બોલ્યા.

‘પણ આપે એને ખાબ અન્યાય કરેલો, છેક સુધી જાણતાં હોવા છતાં, અને બીજા પુત્રોને બચાવવા માટે પાછાં એને મળવા ગયેલ.’ મેં કહ્યું.

‘અમે પણ સામાન્ય સ્ત્રી હતા. ભલે લોકો જે કહે તે પણ અમારી દુન્યવી ભાવનાઓ યથાવત હતી. એ દુશ્મન દળમાં ભળેલો હતો. અમને અમારા બીજા પુત્રો જે અમારી સાથે વધારે  રહેલા હોય તેમની પ્રત્યે માયા વધારે હોય તે સ્વાભાવિક છે.’ કુન્તા માતા બોલ્યા.

‘આ દ્રૌપદીને વસ્તુ હોય તેમ બધાને વહેંચી ખાવા માટે આપે સોંપી દીધી તે પણ આપણી ભૂલ નહોતી શું?’

‘હા એમાં અમે અણ જાણ હતા અને બોલાઈ ગયેલું તે આ લોકોએ પકડી લીધું. મૂળ બધા જેલસ થતા હશે તે અમારી વાત પકડી લીધી. અને અમને પણ થયું કે બધા ભાઈ લડી મરે એક સ્ત્રી માટે અને સંપ ના રહે એના કરતા છોને વહેંચીને ખાય. અર્જુનને તો બીજી મળી જશે પ્રેમ કરવાવાળી.’

‘માતુશ્રી ભારતમાં કોઈ દુઃખી વ્યક્તિને પૂછીએ કે કેમ દુઃખી છો? તો કહેશે માતા કુંતીએ પણ ભગવાન પાસે દુઃખ માંગેલું કે જેથી પ્રભુનું સ્મરણ રહે.’

‘વત્સ, અમે તો જન્મથી દુઃખી જ હતા. અમે શું દુઃખ માંગવાનાં હતા? કુંવારા માતા બન્યા, પુત્રને છોડવો પડ્યો, પતિ નપુંસક, બીજા પુરુષોના સહારો લેવો પડે,  કુટુંબીઓ પરેશાન કરે. એમાં વળી સ્ત્રી તરીકે ભારતમાં જન્મ,  દુઃખ શોધવા થોડું જવું પડે?’ માતાની આંખોમાં આંસુ તગતગી રહ્યાં હતાં.

‘માતુશ્રી અમને પણ આપના પ્રત્યે સહાનુભૂતિ થઈ આવી છે, પણ અમારું મંતવ્ય જરા જુદું છે. દુઃખમાં તો સહુ ભગવાનનું સ્મરણ કરે, એમાંથી છૂટવા માટે એક સ્વાર્થ છે, પણ સુખમાં પ્રભુને સ્મરે તેને વીરલો કહેવાય. બીજું એ કે સુખ વહેંચવાથી વધે છે. એમ દુઃખ પણ વહેંચવાથી વધે. લોકો ખોટું સમજે છે કે દુઃખ વહેંચવાથી ઘટે. એક દુઃખી માણસ એનું દુઃખ બીજાને કહે કે વહેંચે તો પેલો પણ દુઃખી થવાનો. પોતે તો દુઃખી છે જ, બીજાને પણ એનું દુઃખ વહેંચીને દુઃખી કરવાનો. તમે સુખી થયા કે આનંદિત થયા તો એ આનંદ કે સુખ વહેંચો તો બીજા પણ તમારા આનંદમાં ભાગીદાર થઈને સુખી થવાના. માટે સુખ વહેંચો અને દુઃખ પોતે એકલાં જ વેઠી લેવું સારું. સુખમાં ભાગીદાર શોધો, દુઃખમાં નહિ. આપણા દુઃખે બીજાને દુઃખી શું કામ કરવા?’ મેં જરા લાંબું ભાષણ ઠોક્યું.

‘વત્સ, સાચી વાત છે તમારી, આપણાં દુઃખે બીજાને દુઃખી શું કામ કરવા?’

માતા કુંતીને છોડી અમે આગળ વધી ગયા. અમે એમને વધારે મહેણાં મારી દુઃખી કરવા નહોતા ઇચ્છતા. એ પોતે દુઃખનો પર્યાય હતા. પહેલી વાર અમે થોડા ઢીલા પડ્યા. કે પછી જગતની તમામ માતાઓ પ્રત્યેની કૂણી લાગણી હશે. ભગવાનને ક્યાં જોયો છે? અને માનીએ પણ ક્યાં છીએ? પણ માતા તો જોઈ છે. એક નહિ બે; બબ્બે માતાના પ્રેમ થકી પોરસાયેલા છીએ ત્યારે  તો આજે ભગવાન સામે પણ બાથ ભીડી શકીએ છીએ.

17 thoughts on “નર્કારોહણ-૬”

 1. ચૌદ રજ લોકમાં સાત નર્ક છે અને આપ હજી પ્રથમ નારકીમાં ભટકી છ વર્ણન કરેલ છે.

  બીજા નારકીમાં માટે શું વીચાર છે?

  ચાલવું છે?

  Like

  1. વોરા સાહેબ,
   ધાર્મિક અને રેશનલ બંને લોકો અમને અહી રહેવા નહિ દો કે શું?કંપની આપવી પડશે.

   Like

 2. “દુઃખમાં તો સહુ ભગવાનનું સ્મરણ કરવું તે એમાંથી છૂટવા માટે એક સ્વાર્થ છે. પણ સુખમાં પ્રભુને સ્મરે તેને વીરલો કહેવાય. સુખ વહેંચવાથી વધે છે. એમ દુઃખ પણ વહેંચવાથી વધે. એક દુઃખી માણસ એનું દુઃખ બીજાને કહે કે વહેંચે તો પેલો પણ દુઃખી થવાનો. પોતે તો દુઃખી છે જ, બીજાને પણ એનું દુઃખ વહેંચીને દુઃખી કરવાનો. તમે સુખી થયા કે આનંદિત થયા તો એ આનંદ અને સુખ વહેંચો તો બીજા પણ તમારા આનંદમાં ભાગીદાર થઇને સુખી થવાના. માટે સુખ વહેંચો અને દુઃખ પોતે એકલાજ વેઠી લેવું સારું. સુખમાં ભાગીદાર શોધો, દુઃખમાં નહિ. આપણા દુઃખે બીજાને દુઃખી શું કામ કરવા?” આપનું આ અલગ મંતવ્ય ખૂબ જ સરસ.

  મહાભારતમાં તો એક જ માતા કુંતી અને કર્ણ હતા. આજે તો સ્કુલમાં કોલેજમાં, ઓફીસમાં, સાધુઓ, ધાર્મિક ગુરુજનો કોઈ પણ જગ્યાએ મુગ્ધાઓ સલામત નથી. એમની નાદાન અવસ્થાનો ગેરલાભ લઇને કર્ણની ભેટ આપી દેવાય છે કર્ણો જન્મતા પહેલા ઉકરડા ભેગા થઇ જાય છે. અત્યારના સમાજની સત્ય હકીકતને આપે રજૂ કરી.

  ખૂબ જ સરસ નર્કારોહણનો માતા કુંતીનો ઇન્ટરવ્યૂ. આપે સારું કર્યું માતા કુંતીને વધુ સવાલ ના પૂછ્યા તે.

  Like

  1. મીતાજી,
   સંસાર નાં સઘળા ગણિત એક અને એક બે જેવા હોતા નથી.લોકો સુખ વહેચાવાથી ઓછું થઇ જશે તેમ માની વહેચતા નથી.અને એકલાજ સુખ ભોગવે છે.અને દુખ વહેચવાથી ઓછું થાય તેમ સમજી દુખ વહેંચે છે અને બીજા ને પણ દુખી કરે છે.સુખ માં માણસ એકલપટો થઇ જાય છે,બધાથી દુર થવા લાગે છે.જેમ પૈસો વધે તેમ સગા સબંધીઓ ઓછા કરતો જવાનો.અને દુખી હોય ત્યારે બધાની વચ્ચે ફરવા લાગશે.સાચું કહું છું ને?કુંતી પણ આખરે માતા છે એમને દુખી કરવા યોગ્ય નાં લાગ્યું અમને.આભાર.

   Like

 3. Nice article.

  Especially “mugdha” in today’s bharat. Few months back, I have seen “Thank you Ma” movie. In that it was described very well that in every minute such karna are born. Who either go to orphanage house or don’t know what happen to them?

  One 8-9 year old child was a hero. He was sharp and intelligent and did not know anything about his parents. But he was very optimistic. He himself was telling to everyone that my parents must be very lovable, but someone must have kidnapped me in my childhood. He was telling to children those who are run away children and all…that he is not like them. One day his parents will find him.

  One day that guy got a little new born baby. He thought someone must have kidnapped him. He went to temple and just put that child on a steps hoping that someone will take him inside. There was a long queue outside. Everyone started throwing 1 rupees or so on that new born. That hero got frustrated and told he is not bagger. But he is finding someone elder, who can take care of this little one and can help to find his parents.
  But no one even listen to him.

  Then He himself taking care of that new born baby so nicely and promised him that he will find his parents.

  Finally he found his (new born baby’s) mother at the end. But she gave him some rupees and told him, she cannot accept him. She is not married. Although many unbelievable scenes were there…prostitute’s life and common peoples bad habits to go to prostitutes and many people he meet across his life journey to find that little one’s parents.
  Finally he was speechless and told to that new born that he will be his mother and father. And promised to that new born baby that one day, you will tell me “Thanks Ma”.

  Kuch bhi bolo usko orphan mat bolo….main hun uski MA…he is not orphan he was telling when he gave him to one orphanage house for few years to take care.

  Like

  1. હિરલ,
   થેન્ક્સ લોટ.સ્ટોરી લખવા બદલ.સિમ્પલ પણ પાછળ થી હૃદયદ્રાવક.એક અનાથ ની ગત અનાથ જ જાણે.બીજા ને શું?મારી વાતો ખુબ કડવી લાગે છે કહેવાતા ધાર્મિક લોકો ને.કુંતી ની વાતો નહિ ગમે લોકો ને ખુબ પૂજનીય બનાવી દીધી છે દમ્ભીઓએ.પણ આજ સત્ય છે.છેલ્લા વાક્યો ખુબ હૃદયદ્રવી ઉઠે તેવા છે સ્ટોરી માં”થેન્ક્સ માં”.હિરલ મંત્રો થી કદી સંતાનો પેદા નાં થાય.આ કુંતી ની વાર્તા પરથી શીખ લેવાની હતી કે આવું નાં કરો.એક કર્ણ આખી જીંદગી અવહેલના પામ્યો છે.મુગ્ધાઓ માં બુદ્ધિ ના હોય એને ગર્ભવતી નાં બનાવાય.અમેરિકામાં તો સજા થાય છે.ભલે એની સંમતિ હોય,સંમતિ કોર્ટ ગણતી નથી.આપણે સૂર્ય નામના પુરુષ ને ભગવાન બનાવી દીધો અને એની ભૂલ ઢાંકી દીધી.અને કુંતીઓ ને ગર્ભવતી બનવા માટે છોડી દીધી.અને કર્ણ હજુ પેરન્ટસ ની ભૂલો ભોગવ્યા કરે છે.આપણા પુરાણોએ સૂર્ય ને શિક્ષા કરી હોત કે ફાંસીએ ચડાવ્યો હોત,તો આજે આવું કદાચ ના હોત.

   Like

 4. સૂર્ય તો કુંડળ આપી પોતાની જવાબદારીમાંથી છટકી ગયો. તેવા જ બીજા હતા ‘બ્રહ્મર્ષિ’ વિશ્વામિત્ર જે નવજાત બાળકીને છોડીને ચાલી ગયા. આવી બિનજવાબદાર વ્યક્તિઓના આપણે બહુમાન કરીએ છીએ. અને કહેતા જઈએ છીએ કે આ બધું તો સમાજ સુધારા માટે છે. પછી સમાજ ક્યાંથી સુધરે?

  Like

 5. the problem is deep rooted and cannot be solved so easily.it is more may be in western culture. it is universal and ancient. sex and anger are a major driving force to move the world.no one can probably escape from it. There is no dearth of examples. no laws can minimize such victimisation of woman unless they themselves empower them through education and restrain themselves from the lure of money and power and position. the struggle is hard for them but fight is fight.we punish only small fellows .

  Like

 6. ‘હા! માતૃશ્રી આપના જમાના માં એક સૂર્ય હશે. અહીં તો લાખો છે. સ્કુલના શિક્ષકો, કોલેજના ગુરુઓ, ઓફીસના ઉપરી અધિકારીઓ, સંતો, સાધુઓ, ધાર્મિક ગુરુજનો, નાના મોટા બિઝનેસનાં માલિકો કોઈ જગ્યા બાકી નથી.

  એકદમ સત્ય વાત કહીં.દરોજ ન્યુઝ પેપરમાં ‘સૂર્ય’ પ્રકરણ હોય જ છે.

  Like

  1. રજની ભાઈ,
   ધન્યવાદ,આ માતુશ્રી ને એટલા બધા પૂજ્ય બનાવી દીધા છે કે એમની સત્ય વાતો વાચી ને કોઈ પ્રતિભાવ સુદ્ધા આપતા વિચારે છે.અરે માતુશ્રી ની જગ્યા એ બેસી ને તો વિચારો?કે એમણે શું કષ્ટ વેઠ્યા છે?માં તો પૂજ્ય છે.પણ સત્ય થી શાહમૃગો દુર ભાગે છે.

   Like

 7. यहां भी तुं, वहां भी तुं,
  जमीं तेरी फलक तेरा ।
  कहीं हमने पता पाया नां
  हरगीझ, आज तक तेरा ॥
  –मीर्झा दाग

  શ્રી ભુપેન્દ્રસિંહજી. ફક્ત મીતાબહેનનું વાક્ય જ અહીં ટાંકીશ :
  “આપે સારું કર્યું માતા કુંતીને વધુ સવાલ ના પૂછ્યા તે.”

  Like

 8. Sachu bolvani vedna ane
  Khota padvanu sukh,
  Khotu bolvani badha ane
  Sachu bolvana sam.
  Narkarohan ma vihar tamaro
  Ane Mrutyulok ma joi shakiye
  Ame Dhrutrashtr, Sanjay tame.

  Like

 9. Bhupendrasinh – કુંતી હોય કે રાખી સાવંત … મુગ્ધાવસ્થાની કહાની તો એજ રહે છે …
  હજુ ચકલી-નું બચ્ચું પાંખ-ફફડાવે ત્યાં તો કાગડો ચાંચ મારી-જ લે છે … પણ જેને પણ આ કાગડાને નચાવતા આવડે છે … તે ભારતીય કોંગ્રેસ-ચેરપર્સન કે યુએસએ સેક્રેટરી ઓફ સ્ટેટ કે ઈજીપ્તની સિડકટીવ-રાણી કે છેલ્લે ગુજરાતનાં શિક્ષણ-પ્રધાન બનીને ઉચ્ચ હોદ્દો ભોગવે છે …
  બીજી તરફ વાત્સાયન તો કહે છે કે કુવારીકા સાથેનો સંમતી-પૂર્વકનો સંભોગ તે જીવન-આનંદ-શિક્ષણનો ભાગ છે … અને તેનો લાભ આપણો સમાજ સ્વાનંદ માટે કરે છે … પણ હવે તો મોડર્ન-ગાયનેક-હોસ્પિટલ્સમાં આવા કિસ્સા એક-જ વ્યક્તિ સાથે રીપીટ થાય છે … અને જો કોન્ડોમ જેવા સરળ કોન્ટરસેપટીવની શોધ નાં થઇ હોત તો? … પોર્ન-મટીરીયલ-બ્લાસ્ટ જમાનામાં શું થાત જ્યાં 3-10-વર્ષની બાળાઓ ઉપર બાળાત્કાર થાય છે?
  ……
  # સાલું, હવે તો જેને સેક્સ-સ્વાદ માણ્યો છે …
  તેઓની ખુલ્લી ઓફર હોય છે …
  કે … “બોલો ક્યા મળવું છે?”

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s