ગુરુ દેવો ભવઃ?????

 ગુરુ દેવો ભવઃ
गुरु ब्रह्मा गुरूर विष्णु गुरु देवो महेश्वर॥
गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः॥
ગુરુ પૂર્ણિમા આવી રહી છે. ભારતની જનતામાં એક જબરદસ્ત ભક્તિભાવનું પૂર આવશે. એમાં કેટલાય લોકોના બેંક બેલેન્સ તણાઈ જવાના અને ગુરુઓના ખેતર હરિયાળા થઇ જવાના.
‘ગુ’ એટલે અંધકાર, અજ્ઞાનતાનો અંધકાર. ‘રુ’ એટલે પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. અજ્ઞાનતાના અંધકાર તરફથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જનાર તે ગુરુ. અવાસ્તવિકતા તરફથી વાસ્તવિક જગત તરફ લઇ જનારો ગુરુ. ગુરુ એટલે ભારે, વજનદાર, ભાર. જ્ઞાનનો ભાર છે તેનામાં. લેટીનમાં ‘gravis’, grave,weighty, serious , ગ્રીકમાં barus ‘heavy ‘, All three derive from the  પ્રોટો-ઇન્ડો-યુરોપિયન રુટ * gʷerə-, specifically from the Zero-grade  form *gʷr̥ə-.[12]
ગુરુ એટલે શિક્ષક. અમારા મિત્ર રશ્મીકાંત દેસાઈ સાહેબ ઉપરના શ્લોકનો અર્થ સમજાવતા કહે છે કે બ્રહ્માને ગુરુ માનો, જેણે આ યુનિવર્સની રચના કરી છે. વિષ્ણુને ગુરુ માનો, શંકરને ગુરુ માનો. જે સર્જન અને વિસર્જનની શક્તિ કે નિયમ છે. મને પણ સાચી લાગે છે વાત. મારા એક સંસ્કૃતમાં અતિ રસ ધરાવતા સબંધીને પૂછ્યું કે આ હાલ કોઈ ગુરુઓના ઠેકાણાં નથી. બધા એમના વાડાઓ ઘેંટાઓથી ભરવામાં પડ્યા છે તો બ્રહ્મા, વિષ્ણુ અને શંકરને જ ગુરુ માનીએ તો શું ખોટું? વ્યાકરણની દ્રષ્ટિએ કોઈ ભૂલ કહેવાય? તો જવાબ મળ્યો કે ના. એમના કહેવા પ્રમાણે બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ  કોઈ એ જોયા નથી માટે આ ત્રણે પેલા ગુરુમાં છે તેમ માનીને બધા ચાલતા હોય છે. અહી જ ગરબડ શરૂ થઇ. ગુરુ પોતે ભગવાન બની ગયા.
જો કે હું બ્રહ્માને કોઈ ભગવાન માનતો નથી. જે કઈ બિંગ બેંગ કે જે હોય તે, જેના વડે યુનિવર્સની રચના થઇ તે નિયમને  હું બ્રહ્મા માનું તો કોઈને વાંધો છે?  બ્રહ્માંડ એટલે વિસ્તરવું,  સાયન્સ પણ કહે છે કે યુનિવર્સ વિસ્તરતું જ જાય છે. હવે દરેક સજીવને ખાવા પીવા, અને ઓક્સીજન મળે છે તે થયા વિષ્ણુ. હું કોઈ વિષ્ણુ ભગવાન છે તેવું માની શકતો નથી. અને કેટાંસ્ટ્રોફી, સર્જન વિસર્જન થયા કરે તે જ શંકર. કોઈ શંકર હિમાલય ઉપર બેઠા નથી. બસ આ ત્રણ પાસેથી એટલું બધું શીખવાનું છે કે આખી જીંદગી પૂરી થઇ જાય. વૈજ્ઞાનિકો આ ત્રણ પાસેથી જ શીખે જાય છે. ચરક આ જ વિષ્ણુ પાસેથી વનસ્પતિનું જ્ઞાન મેળવીને હર્બલ મેડીસીન શીખ્યા હતા. વાત્સ્યાયન આ જ શંકર પાસેથી સર્જનનું જ્ઞાન મેળવીને કામસૂત્ર લખી ગયા. આઈનસ્ટાઇન અને સ્ટીવન હોકિન્સ આ જ બ્રહ્મા પાસેથી યુનિવર્સના કોયડા ઉકેલતાં હતા.
ભારતની ગાડરિયા પ્રવાહમાં હમેશાં તણાઈ જનારી પ્રજાને ભરમાવી દેવા માટે ગુરુ ગાથાઓની હજારો વાતો રચાઈ ગઈ. એક આખો વર્ગ મફતમાં ફક્ત બેસી રહીને રોટલા તોડતો થઇ ગયો. એક ચાલાક લુચ્ચાઈ ચાલુ થઇ ગઈ. કશું કામ કરવું ના પડે અને પેઢીઓ સુધી વર્ષો સુધી રોટલા નીકળે જાય એનું નામ ભારતની ગુરુપ્રથા. ના જ્ઞાનની કોઈને પડી છે, ના જ્ઞાન દેવાની કે લેવાની પડી છે. સ્વર્ગની લાલચો  અપાઈ ગઈ છે. પરલોકની બાહેધરીઓ આપી દેવામાં આવી છે. આ લોકના ઠેકાણા નથી, અને પરલોકની ગેરંટી? આજ ગેરંટીના લીધે લોકો ધબ્બા મરાવીને ખભા તોડાવે જાય છે, ને રોટલા દીધે જાય છે.
ગુરુ ગોવિંદ દોનો ખડે, ગુરુ ઉડે વિમાનમાં ને ગોવિંદ ગયા ભાડમાં. ગોવિંદનો મહીમાં  ઘટાડી ગુરુનો વધારી દીધો. રોટલાની એક સારી તરકીબ. દવે સાહેબ કહેતા હતા કે હાલ ભારતમાં જીવતા ભગવાનની સંખ્યા ચાર આંકડામાં છે, આ બધા ગુરુઓ જ છે. દરેકને ભગવાન બનવું છે. માટે એકજ પંથમાંથી બીજા ફાંટા પડે જાય છે. આ પ્રથા એટલી હદ સુધી સડી ચુકેલી છે કે  આ ગુરુપ્રથાને સમુળગી વિદાય દેવાની ઘડી આવી ગઈ છે. ગુરુ થુંકે પાન ખાઈને તો અમીર મુરખો ચાટી જાય છે. ગ્રુરુ  એના મોઢામાંથી એંઠું પાન ખવડાવે તો ભક્તોને વૈકુંઠ મળી જાય છે. ગુરુઓ ખાઈને ઉભા થાય તો કરોડોપતિઓ ભિખારીઓની જેમ પેલી એંઠી પતરાળીઓ માટે ઝૂટાંઝુંટ કરી મુકે છે. શું આને અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનારું કહેવાય.
એકજ વીરલો પાકેલો ગુરુ ગોવિંદ સિંહજી ,જેમણે ગુરુ પ્રથા નાં અનિષ્ટો વહેલા પારખી લીધેલા અને એમના પછી ગુરુ ગ્રંથ ને ગુરુ માનવાનું સમજાવી ને આખી પ્રથા જ બંધ કરી દીધી.ગ્રંથ કોઈ નું શોષણ તો ના કરી શકે?
એક શું વલ્લભાચાર્યે એમનો પંથ સ્થાપ્યો, ને ૫૦૦ વર્ષથી એમના હજારો વારસદારો કશું પણ કર્યા વગર હાથ પગ હલાવ્યા વગર ભારતની પ્રજા માથે બોજ બનીને ખાધે રાખે છે. એક શું પાંડેજી એ એમની ગાદી સ્થાપી અને એમના ભાઈઓના સંતાનોને બોલાવીને સોપી દીધી આજે ૨૨૦ વર્ષથી કશા પણ ઉદ્યમ વગર રોટલાપાની ઠીક વૈભવી જીવન જીવી રહ્યા છે. એક વૈકુંઠની ગેરંટી આપે બીજો પરલોકની જવાબદારી લે છે. એમના ચેલાઓ મંદિર નામની દુકાન વધાર્યે જ જાય છે. આ શું કોઈ આત્મજ્ઞાનની મહેનત છે? અરે એમના આત્મજ્ઞાન અને મોક્ષની કીંમત આપણે ચુકવવાની? એમના મોક્ષની ફિકરમાં આપણે મહેનત કરીને કમાયે રાખવાનું? જાતે મહેનત કરે, કમાય,ખાય અને મોક્ષ મેળવે. એમને મળેલો મોક્ષ આપણને આપી દેવાના છે? એ વખતે તો કહેવાના કે એ તો જાતે અનુભૂતિ મેળવવી પડે. આત્મ સાક્ષાત્કાર તો જાતે કરવો પડે. તો જાતે કરીશું. તમે અમારા ઉપર બોજ શું કામ બનો? સમજો એમના કલ્યાણનો ખર્ચો  આપણી પાસે કરાવે છે, બીલ બધા આપણે ભરવાના.
અરે પ્રકૃતિ પાસેથી ઘણું શીખવાનું છે. એક કારેલાં, ગલકાં, તુરિયા કે બીજી કોઈ પણ વેલ પાસેથી શીખવાનું છે કે કઈ રીતે કોઈનો સહારો લઇને સર્વાઈવ થઇ જવાય. એક નાના બાળક પાસેથી શીખવાનું છે કે વર્તમાનમાં કઈ રીતે જીવીને આનંદ લઇ શકાય. પ્રકૃતિની એક નાનામાં નાની વસ્તુ પાસેથી જીવનના મહત્વનાં પાઠ ભણી શકાય છે. સંસારની જવાબદારીઓમાંથી છટકેલા આ ગુરુઓ પાસેથી શું શીખવાનું? સંસાર પોતે જ એક મોટો ગુરુ છે.અકર્મણ્યતા ભારતનું મહા કલંક છે એનું પરિણામ છે ગુરુપ્રથા. ૫૦ લાખ સાધુઓથી શોભિત ભારત!! ૫૦ લાખ અન્પ્રોડક્ટીવ વેસ્ટથી દુર્ગંધ મારતું  ભારત!! ખાતરમાં પણ કામ ના લાગે તેવો વેસ્ટ, કામે લગાડી દો. બધી જ્ઞાન, પરલોક, સ્વર્ગ, સુખ, દુખ, કર્મ, ધર્મ, પાપ, પુણ્યની વાતો હવામાં ઉડી જશે.

57 thoughts on “ગુરુ દેવો ભવઃ?????”

  1. સુરત નજીક હજીરા પાસે મોરાટેકરા ગામે એક બાવાનો આશ્રમ છે.આજે લોકોના ટોળા ને ટોળા નિકળતા જોયા.ક્યાંરે ? કેવી રીતે ? અને કયુ જ્ઞાન આપ્યુ ? આ ટોળાઓને. તે મારી સમજની બહાર છે.ખેર,અમે તો સ્કુલના શિક્ષકો સાથે ગુરુપૂર્ણિમાં ઉજવી. પછી ફોરેસ્ટ એરીયામાં ભટકવા ચાલ્યો ગયો.
    અને મેં તો સાંભળ્યુ છે કે ૩૩ કરોડ દેવતાઓ છે ! ઈન્ટરવ્યું લોન્ગ ટાઈમ ચાલશે તેવું લાગે છે. 😉

    Like

    1. રજની ભાઈ,
      સ્કુલ અને કોલેજ ના ટીચર્સ ને જ ગુરુ માનવા જોઈએ.એ લોકો હાલ કામ લાગે તેવું જ્ઞાન આપે છે.ફોરેસ્ટ એરિયા માં કુદરત નાં ખોળે ઘણું શીખવાનું છે.ખાલી દ્રષ્ટિ જોઈએ.આભાર.

      Like

  2. અલબત્ત ભુપેન્દ્રસિંહજી આપના જેટ્લું મારું વિશાળ વાચન નથી તેમ છતાં એક વાત હું દ્રધ રીતે માનુ છું અને સ્વીકારું છું કે આદેશમાં જે ઋષિ પ્રથા હતી તે કદાચ શ્રેષ્ઠ હતી જયારથી આ પ્રથા ખત્મ થઈ અને ગુરૂઓએ કબજો સંભાલ્યો ત્યારથી અથવાતો કાલક્ર્મે ગુરૂઓના સ્થાપિત હિતો ઉભા થતા ગયા અને અજે તો એવી કક્ષાએ પહોંચ્યા છે કે ગુરૂની ગાદી મેળવવા ગુર્રૂને કે તેના પટ્ટ શિષ્યની હત્યા પણ થઈ શકે છે. ગુરૂઓના જાતીય કૌભાંડો તો જાણે રોજ બ રોજ ની વાતો બની ચૂકી છે ! જે દેશમાં 25000 કરતા પણ વધુ સંપ્રદાયો હોય અને વધુ અને વધુ તડા પડ્યે જતા હોય ગુરૂ બની રહેવામાં આર્થિક ફાયદો જ ફાયદો છે અને તેથી જ આ અબુધ અને અંધશ્રધ્ધાળુ પ્રજાને મૂર્ખ બનાવવા મારા માનવા પ્રમાણે આપે જે આપના લેખને મથાળે શ્ર્લોક ટાંક્યો છે કે
    गुरु ब्रह्मा गुरूर विष्णु गुरु देवो महेश्वर॥
    गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः॥
    તે કોઈ ગુરૂએ જ પ્રયોજયો હશે તેમ મારું માનવું છે કારણ કે તો જ સામાન્ય જન સમુદાય ગુરૂને જ દેવ તરીકે સ્વીકારે !
    ખેર ! આ દેશમાં તો આમ જ ચાલ્યા કરવાનું છે !

    સ-સ્નેહ
    અરવિંદ

    Like

    1. વડીલ શ્રી,
      આપની વાત તદ્દન સાચી છે.ગુરુઓ નો મહિમા વધારતા શ્લોકો કોણ રચે?અથવા અવળા અર્થ કોણ કરે?ઋષીઓ ની વાત જુદી હશે,તે લોકો ગાયો રાખતા અને ખેતી પણ કરતા હતા.મેં શ્લોક એ માટે ટાંકેલો કે બ્રહ્મા ને ગુરુ માનીએ.શામાટે ગુરુ ને બ્રહ્મા માનવા?આભાર.

      Like

  3. આપના વીચારો કાઇ નવુ જ લય ને આવીયા .
    ખુબ ખુબ અભિનંદન ગુરુ ના દીને આપનો લેખ ખુબ સરસ છે. બિજી વાત કે ગુરુ ની ડેફીનેશન સારી આપી છે.
    મોટાભાઇ તમે ક્યારે કોઇને ગુરુ બનાવીયા છે.?

    Like

    1. સુજીતભાઈ,
      હું તો ભગવાન માં પણ લોકો માને છે તે રીતે માનતો નથી,તો ગુરુ ની ક્યા વાત છે?મને તો ભુદ્ધ નું વાક્ય ગમે કી અપ્પ દીપ્પ ભવઃ.તમારા દીવા તમે પોતેજ બનો.આભાર.તમારા ટીચર્સ ને ગુરુ માનો અને તેમનું રીસ્પેક્ટ કરો,આજે તે લોકો જ સાચા ગુરુ છે,બાવાઓ નહિ.અભણ સાધુઓ નહિ.

      Like

  4. માણસમાં પ્રેમ, વિશ્વાસ અને નિષ્ઠા વધે તેવી સ્વાધીનતાની જરૂર છે તેમાં મધ્યસ્થી કે ગુરુની જરૂર નથી. અને સંસારિક જવાબદારીથી ભાગેલા, પુરુષાર્થની ભાવાના વિનાના ગુરુઓ પાસેથી કંઇ શીખવા ના મળે. પાપ અને પુણ્ય અને ધર્મ અને અધર્મના નામે લૂંટે છે. અને કહેવાતી ભણેલી પણ ગણેલી નહીં તેવી પ્રજા પણ આંખે પટ્ટી બાંધીને વિવેકબુદ્ધિ ગીરવે મૂકીને લૂંટાવા તૈયાર છે.

    Like

    1. મીતાજી,
      આ લોકો પાસે લાયસન્સ છે મૂરખ પ્રજાને સ્વર્ગ માં લઇ જવાનું.આજે ગુરુ પૂનમે તો લોકો ખુબ લુંટાવાના.મોરારીબાપુ નાં ત્યાં તો લુંટાઈ જવા માટે લાઈન લાગી હશે.સાચા ગુરુઓ તો સ્કુલ ને કોલેજ ના ટીચર્સ ને ગણવા સારા.

      Like

  5. ભુપેન્દ્રસિંહ સાહેબ ગુરુ ઉપર લેખ લખ્યો….પણ થોડી કચાશ રહી ગઈ હોય આવું લાગે છે…..ભારતમાં ભલે ૫૦,૦૦,૦૦૦ થી પણ વધારે સાધુ-બાવા રહેતા હોય…અને કઈ પણ કામ ના કરતા હોય….ટૂંકમાં નકામાં હોય…..એ વાત થોડા અંશે સાચી લાગે છે…પણ જે ફક્ત શીક્ષકોને ગુરુ માનવાની વાત કહો છે તે એકદમ ખોટું છે….અનુ કારણ એ કે…આજના શિક્ષકો પણ સાધુ-બાવા ની જેમ પહેલા જેવા નથી રહ્યાં…..ટ્યુશન ક્લાસ, છોકરીઓની છેડતી, શાળા માં ભણાવાનું નહિ, સરકાર નો મફત માં પૈસો ખાવાનો…….યાદી બહુ લાંબી છે…..આજના શીક્ષકો બાળકોને એમ શીખવાડે છે કે માતા-પિતા ને પગે લાગો….વડીલો ને માન આપો….ગાળો બોલવી નહિ…..ઈન્ટરનેટ પર અશ્લીલ ચિત્ર-વિચિત્ર વસ્તુ જોવી નહિ….જીવન કેવી રીતે જીવવું એ આજના માતા-પિતા નથી શીખવાડી શકતા તો શિક્ષકો ક્યાંથી શીખવાડી શકશે??? આજના ના નાના બાળકો ને “ભીગે હોઠ તેરે ” સોંગ આવડશે પણ ગુજરતી માં કવિતા…કે સંસ્કૃત માં શ્લોક બોલતા નહિ આવડે…એ કોણ શીખવાડશે????? ગુરુ વિના જ્ઞાન નહિ…તમે ઉપર લખ્યું છે તેમ…. ‘ગુ’ એટલે અંધકાર, અજ્ઞાનતાનો અંધકાર. ‘રુ’ એટલે પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. અજ્ઞાનતાના અંધકાર તરફથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જનાર તે ગુરુ. અવાસ્તવિકતા તરફથી વાસ્તવિક જગત તરફ લઇ જનારો ગુરુ.

    Like

    1. ગુ’ એટલે અંધકાર, અજ્ઞાનતાનો અંધકાર. ‘રુ’ એટલે પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. અજ્ઞાનતાના અંધકાર તરફથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જનાર તે ગુરુ. અવાસ્તવિકતા તરફથી વાસ્તવિક જગત તરફ લઇ જનારો ગુરુ.હું જ્યારે આવું લખતો હોઉં ત્યારે તમારી યાદી વાલા શિક્ષકો ને જ ગુરુ માનવા એવું કઈ રીતે kahi શકું?મારા lekh નું હાર્દ સમજો.એક વાત પકડી ને નાં બેસી જાવ.એક બાવા ને ગુરુ માનવો તેના કરતા સાચા સારા શિક્ષક ને ગુરુ માનવો સારો.માબાપ જ બાળકો ના પહેલા ગુરુ છે.ફક્ત શિક્ષકો ની વાત ક્યા છે?અરે આખું નેચર,કુદરત ગુરુ બની શકે જો શીખવાની દ્રષ્ટિ હોય તો.બ્રહ્મા ને ગુરુ માનો,વિષ્ણુ ને માનો,શંકર ને માનો આ બધું લખેલું નાં વાંચ્યું?આભાર આપનો.

      Like

    2. “ગાળો બોલવી નહિ…..ઈન્ટરનેટ પર અશ્લીલ ચિત્ર-વિચિત્ર વસ્તુ જોવી નહિ”.એક બીજી વસ્તુ નોંધો :- કૉપીપેસ્ટ કરવુ નહીં. 😉

      Like

    3. Potane guru kahevdavnara ke guru bani bethela ane lokoe banavela guru ke shalana shikshak darekma kaikne kaik apavad ke aksamta hoyj chhe. Manavine kudarte budhdhi bakshi chhe to nirkshir (vivek) budhdhie vichar karine guru dattatreyni jem jagatni darek vastu pasethi je kai upayogi lage tene apnavavu joie. guru margdarshkak chhe bhagavanto nahij.

      Like

  6. અભાર, મારે કહેવું હતું તે લગભગ બધું જ તમે લખ્યું તે બદલ.
    મને તો ઋષીઓ પણ અયોગ્ય વર્તનવાળા લાગે છે. વસિષ્ઠે વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહ્યા તે બહુ મોટી ભૂલ હતી. દ્રોણે આશ્રમને બદલે મહેલમાંથી શિક્ષણ આપ્યું, એકલવ્યને અન્યાય કર્યો. પરશુરામે કર્ણને અન્યાય કર્યો. આશ્રમ વ્યવસ્થાને અવગણી વર્ણ એકલાને જ મહત્વ આપ્યું. ત્યારથી અને તેને લીધે જ સડાની શરૂઆત થઇ.
    લિ. રશ્મિકાન્ત દેસાઈ (ખણખોદિયો)

    Like

    1. રશ્મીભાઈ,
      ઘણી વાર તો આ બધી વાતો વાંચી ને એવું થાય કે જો તમે વિચારો તો આ લોકો કેવા વામણા હતા તે જણાઈ આવે છે.પણ બ્રેન વોશિંગ વિચારવા દે તો!!થેન્ક્સ.

      Like

  7. સાચો ગુરુ મળે તો તેને શરણે થવાથી અનેરૂ જ્ઞાન મળે એમા કોઈ શંકા નથી. મારા એક શિક્ષકે કહ્યું હતું કે, અમે એક પાટિયું જેવા છીએ. અમારું કામ તમારે જે રસ્તે જવાનું છે એની સાચી દીશા બતાવવાનું. જ્યારે એ પાટિયું પોતે પાટિયાની ભૂમિકા ભૂલીને ધ્યેયસ્થાન બની જાય છે, ત્યારે આવી ગરબડ થાય છે!

    ખેર, આપણી અબુધ જનતા સુધરે એવી અપેક્ષા રાખીએ.

    બ્રહ્મા, વિષ્ણુ અને શંકરને પ્રકૃતિના મૂળભુત બળ માનવાથી સરસ રીતે સમજી શકાય એમ છે. પરમાણુને જન્મ આપતું સ્ટ્રોંગ ફોર્સ એ બ્રહ્મા, પરમાણુને સ્થાયી રાખતું ગુરુત્વાકર્ષણ બળ કે ઈલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એ વિષ્ણુ અને પ્રમાણુમાં વિઘટન લાવતું વિક ફોર્સ એ શંકર!

    Like

    1. ચિરાગભાઈ,
      હવે તો આ લોકો એજન્ટો,બ્રોકર્સ બની ગયા છે,સ્વર્ગ ને વૈકુંઠ અને હવે નવું સ્વર્ગ અક્ષરધામ નાં ટ્રાવેલ એજન્ટ્સ,અને એમના મંદિરો ટ્રાવેલ્સ ની ઓફીસ જેવા લાગે છે.બુકિંગ ચાલુ છે.વહેલો તે પહેલો નાં ધોરણે.હવે તો ગવર્નમેન્ટ કે પોલીસ પકડી લે બાકી જીવતા સદેહે જવું હોય તો પણ લઇ જાય,એટલે તે યોજના હમણા બંધ છે.હા!હા!હા!હાઆઆઅ!

      Like

    2. કુદરતી રીતે પરમાણુનું વિસર્જન થતું નથી. માનવીએ પરમાણુના વિઘટનની પ્રક્રિયા શોધી છે. પરમાણુનું રૂપાંતર થાય છે વિસર્જન કદી થતું નથી. ફિઝિક્સમાં Quantum mechanicsનો અભ્યાસ ફરી કરી લેવો. કુદરતમાં વીક ફોર્સ જેવું છે જ નહીં.

      Like

      1. ભુપેન્દ્રભાઈ,
        નમસ્કાર,એનર્જી નું પદાર્થ માં અને પદાર્થ નું એનર્જી માં રૂપાંતર થાય છે કશું નાશ પામતું નથી.બરોબરને?માટે શંકર ને સર્જન અને રૂપાંતરણ નાં દેવ કહેવા સારા.અથવા ખાલી રૂપાંતરણ નાં દેવ બરોબર છે કેમ?આભાર

        Like

      2. ભુપેન્દ્રભાઈ (રાઓલજી નહી), કોઈ પણ પરમાણુને તમે કુદરતી અવસ્થામાં રહેવા દેશો તો એનુ વિઘટન થશે. એના માટે હાફ-ટાઈમ (ટાઉ એનું પ્રતિક) ગણતરી કરવામાં આવે છે. કાર્બન-12 ડેટિંગ પધ્ધતિમાં આ જ સિધ્ધાંતનો ઉપયોગ થાય છે.

        Like

        1. ચિરાગ,

          “કોઈ પણ પરમાણુને તમે કુદરતી અવસ્થામાં રહેવા દેશો તો એનુ વિઘટન થશે.”

          તમારું આ વાક્ય કઇ ફિઝિક્સની બુકમાં ભણ્યા છો ભાઇ????? જો આ વાક્ય સાચું હોય તો પૃથ્વી ઉપર કોઇ પરમાણુ અત્યાર સુધી બચ્યો ના હોત. ફક્ત રેડિયો એક્ટિવ એલીમેન્ટને બાદ કરતાં કોઇપણ પરમાણુ તેની કુદરતી અવસ્થા છોડતો નથી એટલે કે કોઇપણ પરમાણુનું કુદરતી રીતે વિઘટન થતું નથી. Quantum Physicsના સિદ્ધાંત જો ખબર ના હોય કે ભણ્યા ના હોવ તો કોઇ સારા ફિઝિક્સના ડૉ. પ્રોફેસર સાથે આ વિષય ઉપર જાણી લેવું યોગ્ય છે. ફિઝિક્સના સિદ્ધાંતોનો આવો બફાટ બીજાના જ્ઞાનને ગુમરાહ કરશે. અધૂરા જ્ઞાનવાળાં ગુરુઓ પાસેથી અધૂરું જ્ઞાન મેળવવા કરતાં જાતે જ બુક વાંચીને જ્ઞાની થવું વધુ સારું. આલ્બર્ટ આઇનસ્ટાઇનનું બહુ જ ફેમસ સૂત્ર E=M*C*C ( ઈ ઇકવલ ટુ એમ સી સ્કેવર) નો વધુ અભ્યાસ કરી લેવો. સરળ શબ્દોમાં સમજવું હોય તો ભૂપેન્દ્રસિંહજીના મારી કમેન્ટના જવાબને વાંચી લેવું.

          Like

          1. ભુપેન્દ્રભાઈ, કાન પકડુ છું. મારી કોમેંટ અર્ધી માહિતીવાળી છે.

            કોઈ પણ રેડિયોએક્ટિવ પરમાણુને કુદરતી અવસ્થામા રાખીએ તો એમાં જે બિટા-ડીકે થાય છે એ નાભિમાંના વિક ફોર્સને લીધે થાય છે, એવું સહુપ્રથમ સંશોધન થયું હતું. પણ, આ વિક ફોર્સ પરમાણુની નાભિમાં હરહમ્મેશ હોય છે અને ચાર મૂળભુત બળોમાંનું એક છે. એને તમે પ્રોટોન-પ્રોટોન કે ન્યુટ્રોન-ન્યુટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળ તરીકે ગણી શકો. સ્ટ્રોંગ ફોર્સની ગેરહાજરીમાં પરમાણુની નાભિનું બન્ધારણ થવું શક્ય નથી.

            સૂર્યના બળતણના ખર્ચમાં વિક ફોર્સ ભાગ ભજવે છે. એ સૂર્યને પોતાના વિનાશ તરફ દોરી લઈ જાય છે. શું એ અર્થમાં વિક ફોર્સને “શંકર” ના કહી શકાય?

            માહિતીદોષ હોય તો સુધારશો.

            Like

            1. ચિરાગ ભાઈ,
              હું ભુપેન્દ્રસિંહ લખું કે મને બહુ ફીજીકસ માં સમજ નથી.માહિતી દોષ કે અજ્ઞાનતા હોય પણ હું જાણું છું તે પ્રમાણે પરમાણુ માં ઈલેક્ટ્રોન,પ્રોટોન અને ન્યુટ્રોન ત્રણ હોય છે.એમાં ઈલેક્ટ્રોન અને પ્રોટોન બે મુખ્ય છે.પ્રોટોન પોજીટીવ છે અને ઈલેક્ટ્રોન નેગેટીવ છે અને બંને વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ થતું હોય તે ફોર્સ ને ન્યુટ્રોન કહેતા હશે.અથવા તો બંને ઈલેક્ટ્રોન અને પ્રોટોન ને ખેંચી રાખતું કે દુર રાખતું જે બળ છે તેને ન્યુટ્રોન કહેવાય.હવે પદાર્થ માં જેટલા પ્રોટોન હોય તેટલા ઈલેક્ટ્રોન તો હોય જ બેલેન્સ માટે.અને જેટલા પ્રોટોન હોય તે પ્રમાણે પદાર્થ જુદા જુદા હોય.ખાલી માત્રા માં ફેર હોય છે.પણ ન્યુટ્રોન માં વધઘટ કરીને જુદા જુદા આઈસોટોપ મેળવી શકતા હોય છે.યુરેનિયમ માં ૯૨ પ્રોટોન હોય છે એટલે એટલા ઈલેક્ટ્રોન રહેવાના.મોસ્ટ કોમન ૧૪૬ ન્યુટ્રોન જાળવી ને U -238 યુરેનિયમ મેળવાય જે ન્યુક્લિયર વેપન્સ માં વપરાય છે.હવે વધારા માં ત્રણ મુખ્ય પ્રોટોન,ઈલેક્ટ્રોન અને ન્યુટ્રોન સિવાય આશરે ૧૨ કે ૧૩ બીજા સબ પાર્ટીકલ્સ હોય છે જે સામાન્ય ફીજીક્સ માં કદાચ નહિ ભણાવતા હોય.એમાં પણ એક પાર્ટીકલ છે એવો જેને લીધે મેટર નો માસ ડીટરમીન કરી શકાય જે થી દરેક પદાર્થ વિવિધરૂપે દેખાય છે,એને ગોડ પાર્ટીકલ કહે છે જેની શોધ માં વૈજ્ઞાનિકો રાતદિવસ મહેનત કરે છે.હવે બિગબેંગ સુધી તો પહોચી ગયા છીએ,પણ એ બીજું સ્ટેપ છે.પહેલું સ્ટેપ કે શરુ કેમ થયું ત્યાં સુધી પહોચવાની મથામણ ચાલી રહી છે.એના માટે હાઈડ્રોન કોલાઇડર લેબ કામ કરી રહી છે.એક બ્રુકલીન માં બ્રુક હેવન લેબ અને ફર્મી લેબ ક્યાંક શિકાગો માં કામ કરી રહી છે.નામ રૂપ ઝૂઝવા કેમ?એની શોધ માં આજના ઋષીઓ મથી રહ્યા છે.આપના ઋષિમુનીઓ કે જ્ઞાની પુરુષોએ અવ્યાખ્યેય કહી ને છોડી દીધું છે અથવા જાતે અનુભૂતિ મેળવવી પડે તેમ કહી અધ્યાહાર રાખેલું છે.કદાચ હું આ બધી બાબતો માં ખોટો પણ હોઈ શકું.મારું જ્ઞાન સીમિત છે.

              Like

              1. ભૂપેન્દ્રસિંહજી

                આપની વાત સાચી પ્રોટોન પોઝિટિવ અને ઇલેક્ટ્રોન નેગેટિવ છે અને ન્યુટ્રોન ન્યુટ્ર્લ છે એટલે કે તેમાં વીજભાર નથી. પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઓપોઝિટ વીજભારના કારણે એકબીજાથી આકર્ષાય છે અને અણુને અંકબંધ રાખે છે. અણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે. મેટરનો અણુનો માસ ડિટરમીન પ્રોટોનની સંખ્યાના આધારે થાય છે. અને આપની વાત સાચી ગોડ પાર્ટિકલ અથવા તેને Higgs Boson પાર્ટિકલ પણ કહે છે. પણ હજી તેને ફુલ પ્રમાણ મળ્યું નથી. તેના પર રિસર્ચ ચાલે છે.

                Like

            2. આપણા શાસ્ત્ર મુજબ શંકર ભગવાનનું કામ જે પણ સજીવ ઉત્પન્ન થાય છે તેનો નાશ કરવાનું છે. તેમાં નિર્જીવ વસ્તુ ના આવે. જો નિર્જીવ વસ્તુનો નાશ થતો હોત તો અત્યાર સુધીમાં પૃથ્વી પર દરેક વસ્તુ નાશ પામી હોત. એટલે આ ડેફિનેશન મુજબ પૃથ્વી પર જેટલાં પણ સ્થિર(રેડિયો એક્ટિવ સિવાયના) અણુઓનો નાશ કદી કુદરતી રીતે નથી થવાનો માટે વીક ફોર્સને પણ શંકરનું નામ ન આપી શકાય. એ ઉપરાંત વીક ફોર્સ રેડિયો એક્ટિવ પદાર્થના નાભિમાં જ હોય છે. સ્થિર પરમાણુના નાભિમાં નથી હોતું. સૂર્યના વીક ફોર્સને આના સાથે ના સરખાવી શકાય. તે અલગ વસ્તુ છે. શાસ્ત્ર મુજબ શંકર ભગવાનના કાર્યને સૂર્યમાં થતા અણુઓના નાશ સાથે ના સરખાવી શકાય.

              Like

              1. શંકરનું કાર્ય સૃષ્ટિનો નાશ કરવાનું છે, સ્થાવર-જંગમ, સજીવ-નિર્જીવ બધું.

                દરેક પરમાણુમાં ચાર મૂળભુત બળો હાજર હોય છે: સ્ટ્રોંગ ફોર્સ, વીક ફોર્સ, ઈલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ અને ગ્રેવિટી. દરેક બળની અસર અંતર અને પરમાણુની સ્થિતી પર આધાર રાખે છે.

                રેડિયોએક્ટિવ પદાર્થના પરમાણુમાં વીક ફોર્સ સબ-એટમિક પાર્ટિકલનો ચાર્જ બદલે છે, જ્યારે રેડિયો ઇનેક્ટિવ પદાર્થના પરમાણુમાં વીક ફોર્સ ચાર્જ નથી બદલતું. આનો પ્રયોગ ન્યુટ્રિનો વડે CERNમાં કરાયો હતો.

                જે પદાર્થના પરમાણુની નાભિમાં 100 કરતા વધુ પ્રોટોન હોય તેમા વીકફોર્સ પોતાનો ખેલ સહજ રીતે બતાવે છે.

                બ્રહ્માંડના અંતની એક થિયરી મુજબ, દરેક આકાશગંગાના કેન્દ્રમાં બ્લેકહૉલ હોય છે અને ધીરે ધીરે આજુબાજુના તારાઓને ગળીને વધુ શક્તિશાળી બનેલો એ બ્લેકહોલ સમગ્ર આકાશગંગાને ખાઈ જશે. મોટા બ્લેકહોલ નાના બ્લેકહોલને ગળી જશે અને છેવટે પાછુ બ્રહ્માંડીય ઈંડુ બની જશે! આ ખેલમાં વીકફોર્સ કારણભૂત હોય છે એમ કહેવાય છે.

                Like

                1. પુરાણા શાસ્ત્રો પાવરફૂલ હતાં. તેનો કહેવાતા ગુરુઓએ ખોટો ઉપયોગ કર્યો અને ખોટું અર્થઘટન કર્યું છે. આજના વિજ્ઞાને ૧૦૦ વર્ષમાં અને બીજા દેશોએ જે પ્રગતિ કરી તે આપણે હજારો વર્ષ પહેલાં કરી શક્યા હોત. પરંતુ ઋષિઓએ કરેલા કાર્યને પછીના કહેવાતા ગુરુઓએ તેનો ઉપયોગ લોકોને ભય અને લાલચ બતાવીને ઘેટાં બનાવવામાં કર્યો વૈજ્ઞાનિકો ના તૈયાર કર્યા, માત્ર એમના રોટલાં શેકવા માટે. આજે પણ એ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને આજની કરૂણતા એ છે કે કહેવાતા ભણેલા પણ સાચા અર્થમાં ગણેલા નહીં તેવા લોકો પણ જૂની જ ઘરેડમાં ચાલ્યા કરે છે. બધામાં હજુ શાસ્ત્રોને જ આગળ કરે છે.

                  કહેવાતા ગુરુઓએ ઉટાંગપુટાંગ શાસ્ત્રો સમજાવ્યા હશે. બાકી હું તો ફિઝિક્સની ચર્ચા કરું છું. અને હું એક વૈજ્ઞાનિક તરીકે ૨૫ વર્ષથી ફિઝિક્સમાં રિસર્ચ કરું છું. હું શાસ્ત્રોની વાત નથી કરતો. મને એમાં રસ પણ નથી. કારણ કે કહેવાતા ગુરુઓએ શાસ્ત્રોનું અર્થઘટન પોતાના અધૂરા જ્ઞાનથી કર્યું છે અને લોકોને ઊંધા રવાડે ચડાવે છે. અને ફિઝિક્સને શાસ્ત્ર સાથે જોડવાની મૂર્ખામી અધૂરાં જ્ઞાનવાળાં જ કરી શકે. બાકી ફિઝિક્સને શાસ્ત્ર સાથે કોઇ લેવાદેવા નથી. ફિઝિક્સને શાસ્ત્રો સાથે જોડવાની મૂર્ખામી વ્યર્થ છે.

                  Like

                  1. ભુપેન્દ્રભાઈ, તમે ફિઝિક્સમાં વર્ષોથી કામ કરો છો જાણી આનન્દ થયો. તમારી પાસેથી અદ્યતન સંશોધન જાણવું ગમશે.

                    મેં વર્ષો પહેલા ફ્રિત્જોફ કેપ્રાનું “ધ તાઓ ઓફ ફિઝિક્સ” અને રોબર્ટ પર્સિગનું “ધ ડાંસિન્ગ વુલી માસ્ટર્સ” વાંચ્યા હતા. બન્ને વ્યક્તિઓને હું ફિઝિક્સના વિદ્વાન માનુ છું. તમારા વિચારો આ બે વ્યક્તિઓ માટે જાણવા ગમશે.

                    Like

                  2. એક સુધારો. ધ ડાંસિંગ વુલી માસ્ટર્સના લેખક ગેરી ઝુકેવ છે.

                    Like

              2. આપણે પદાર્થના નાશનો અર્થ એવો ના કરવો જોઈએ કે જેમા પદાર્થ અદ્રશ્ય થઈ જાય છે. નાશ એટલે આપણે જે રૂપે પદાર્થને જોઈએ છીએ એ ના રહેવું.

                Like

  8. હું તમારી અપ્પ-દિપ્પ ભવની વાત સાથે સહમત છું. બાકી વાત સાચી છે પ્રકૃતિ પાસેથી એટલું શીખવાનું છે કે ગુરુ તરીકે કોઇ એકની પૂજા-અર્ચનામાં લાગ્યા કરતા પ્રકૃતિને સાચી રીતે સમજીને તમે કહ્યું તેમ બ્ર્હમા, વિષ્ણુ અને મહેશ ના યોગ્ય ગુણને ગુરુ માની શકાય.

    બીજું ગુરુ – શિષ્યનો સરસ સંવાદ હાલમાં હું મારા બ્લોગ પર સમય મળ્યે થોડા-થોડા દિવસે મુકુ છું. (હું તો થોડા અંશ જ મુકુ છું કે જે અધ્યયનના સાર જેવા છે જે મને વારંવાર વિચારવા અને જીવનમાં ઉતારવા ગમે)

    “ઉત્તરાધ્યાન સૂત્ર” કે જે ભગવાન મહાવીરે કેવળજ્ઞાન થયા પછી ગૌતમને સંબોધીને કેહેલી વાતોનો સંગ્રહ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે.

    Like

    1. હિરલ,
      ગુરુ માં થોડો અહંકાર રહેવાનો.અને કુદરત કદી અહંકાર કરવાની નથી,માટે કુદરત ને ગુરુ માનવા વિષે પેલો શ્લોક રચાયેલો છે પણ ગુરુઓએ એમનું મહત્વ બતાવવા પોતાને માથે લઇ લીધો.પછી આજીવતા બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ જેમ નચાવે તેમ નાચવાનું.ભગવાન ની આજ્ઞા ની અવજ્ઞા થાય?

      Like

  9. આધ્યાત્મિક સાધનાનું પહેલું પગલું અહંકાર ત્યાગ છે. પણ પોતાના આધ્યાત્મિક ચડિયાતાપણાના અભિમાન વગર ગુરુ બની શકાય નહિ. તેથી ‘સદ્ગુરુ’ હોઈ શકે જ નહિ. મોટા ગુરુઓના અભિમાન પણ મોટા હોય છે.

    Like

    1. અહંકાર વગર નાં ગુરુ મળવા મુશ્કેલ.ગુરુ હોય છે.માટે જ બુદ્ધે કહ્યું હશે કે પોતે પોતાના ગુરુ બનો..

      Like

    2. You are right.

      ભગવાન મહાવીર બોલ્યા.

      ૨) જે વૈરાગી બનીને માની, લોભી, અસંયમી અને વારંવાર વિવાદ કરનારા હોય છે, તે અવિનીત અને અબહુશ્રુતી (અજ્ઞાની) કહેવાય છે.

      source: ઉત્તરાધ્યાન સુત્રમાંથી (બહુશ્રુત જન્ય ) અગિયારમું અધ્યયન

      Like

  10. શ્રી ભુપેન્દ્રસિંહજી, સુંદર અને વિચારોત્તેજક લેખ. આપે કદાચ સ્વામી રામસુખદાસજી દ્વારા લખાયેલું “શું ગુરુ વિના મુક્તિ નથી ?” પુસ્તક વાંચ્યું જ હશે. કદાચ ન વાંચ્યું હોય તો, મળે તો વાંચવા અનુરોધ કરૂં છું. (અન્ય સૌ મિત્રોને પણ) તેમા પણ બહુ જ ક્રાંતિકારી વિચારો દર્શાવ્યા છે. (આ ભલામણ એ માટે લખું છું કે તે આખું પુસ્તક આપના આ લેખને અનુમોદન આપે છે, આપણા જેવા ’કોમન મેન’ ને કદાચ કોઇ ગંભીરતાથી ન લે, પરંતુ અહીં શાસ્ત્રોના જ્ઞાતા એવા એક મહાજ્ઞાની લેખક પણ આ જ વાત કહે છે !)
    गुरु साक्षात परब्रह्म નો અર્થ, આપે કહ્યું તેમ ’પરબ્રહ્મ જ ગુરુ’ તેવો પણ કેમ ન થાય ? અને ગુરુ એટલે ’અજ્ઞાનનો અંધકાર દુર કરી જ્ઞાનનો પ્રકાશ કરે તે’ તે તો સુંદર વ્યાખ્યા છે જ પરંતુ, તેમાં પણ એક છીંડું છે !! જેમકે હું ચૌર્યકર્મ બાબતે અજ્ઞાની છું, અને મને કોઇ ચોરી કરતા શિખવે તો તે પણ મારો ’ગુરુ’ જ ગણાય !! (અંધારી આલમમાં તો શબ્દસ: આવા ’ગુરુ’ઓ હોય જ છે !) માટે વંદનિય ગણવા હોય તો ’સદ્‌ગુરુ’ને ગણવા જોઇએ, જે સદ્‌જ્ઞાન (સત્યનું, સારાપણાનું જ્ઞાન) આપે.
    તો પછી, ઉપર જણાવેલ પુસ્તક મુજબ, મનુષ્યનો ગુરુ કોણ ? ’મનુષ્યનો જન્મજાત ગુરુ છે — વિવેક’ કુદરતે દરેક જીવને શરીરની શાથે શાથે વિવેકરૂપી ગુરુ પણ આપેલ જ છે. આ વિવેકરૂપી ગુરુની સહાયથી જીવ સત્‌-અસત્‌, કર્તવ્ય-અકર્તવ્ય, યોગ્ય-અયોગ્ય વગેરેને જાણી શકે છે. જે પોતાના વિવેકનો આદર કરે છે, તેને પોતાના કલ્યાણ માટે બહારના કોઇ ગુરુની જરૂર પડતી જ નથી. વિષય બહુ વિશાળ છે. પરંતુ આશા રાખું કે હું મારો વિચાર અહીં, ટુંકમાં સમજાવી શક્યો હોઉં. આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ,
      મેં તો છેલ્લા પાંચ વર્ષ થી કશુજ વાંચ્યું નથી.આપે લખ્યું તે પુસ્તક વાંચવા મેળવવા માટે પ્રયત્ન ચોક્કસ કરીશું.જો કે ગુરુ એટલે સદગુરૂ જ સમજવાનું હોય.પણ અમે કોઈ વ્યક્તિ ને ગુરુ માનવાનું કહેતા જ નથી અમે તો કુદરત નાં ત્રણ પરિબળો ને ગુરુ માનવાનું કહીએ છીએ.એમાં કોઈ ચોરી કરવાનું શીખવાડે તેવું લાગતું નથી.કે કોઈ વિષ્ણુ બેંકો ઉઠાડી દેવાનું શીખવાડે તેવા નથી,કે મફત માં મહેનત કર્યા વગર ખાવાનું શીખવાડે તેવા નથી.વિવેકમાં પણ એક પ્રોબ્લેમ છે.જેતે સમયે વિવેક ની વ્યાખ્યા બદલાઈ જાય છે.ગુણવંત શાહ સાહેબ શ્રી રામ ને વિવેક ચુડામણી કહે છે.હવે આજે કોઈ શુદ્ર ને તપ માને અભ્યાસ કરતો રોકવા તીર મારી ના શકાય.માટે વિવેક પણ અંદર થી જ આવો જોઈએ કે પછી રામ જેવા મહાપુરુષોને અનુસરવું જોઈએ?વિષય બહુ વિશાલ છે ભાઈ.આભાર.

      Like

      1. શ્રી ભુપેન્દ્રસિંહજી, આપની કુદરત નાં ત્રણ પરિબળો ને ગુરુ માનવાની વાત પણ ઉત્તમ જ છે, પરબ્રહ્મ એ જ ગુરુ તેવો તે શ્લોકનો અર્થ જ મને પણ યોગ્ય જણાય છે. પરંતુ તેમાં પાછું એ જ ડિંડવાણું થયું છે કે ઢોંગીઓ સમજાવી દે છે કે અમેજ બ્રહ્માના કે વિષ્ણુના કે મહેશનાં અવતારરૂપ છીએ, અમે જ સ્વયં બ્રહ્મ છીએ, આથી ગુરુ બનવાની ખરી લાયકાત અમે જ ધરાવીએ છીએ. હવે આ વાતના ખરાપણાનો નિર્ણય કોણ કરશે ? એટલે કહેવું પડ્યું કે, ’મનુષ્યનો જન્મજાત ગુરુ છે — વિવેક’ . અહીં ’જન્મજાત’ શબ્દ ખાસ મહત્વનો છે. રામ હોય કે રાવણ, કોઇને પણ અનુસરતા પહેલાં આ જન્મજાત વિવેક (જે દરેક જીવને જન્મ શાથે જ મળેલો હોય, અંદરથી જ આવે છે) નો ઉપયોગ કરવાનું રાખવું તે સલાહ ભરેલું ગણાય. હવે પ્રશ્ન એ થાય કે શું દરેકમાં આવો વિવેક હોય જ ? હા ! જે રેશનલ છે તેને તો આથી વધુ સમજવાની જરૂર જ નથી પરંતુ મારી જેમ ધાર્મિક હોઇએ તો આપણે એમ માનીએ કે ઇશ્વર દરેક જીવને દેહ આપે છે, તો એ સર્વશક્તિમાન ઇશ્વરનું કોઇ કામ શું અધૂરું હશે ? એ આ દેહની શાથે જ દેહના કલ્યાણ અર્થે ઉપયોગી તમામ સામગ્રી શાથે આપે જ. આમ વિવેક પણ આપે જ છે. મનુષ્ય પોતાના વિવેકને જેમ જેમ વધુ મહત્વ આપતો જાય તેમ તેમ વિવેક વધતો જાય છે અને વધતા વધતા એ વિવેક તત્વજ્ઞાનમાં પરિણત થઇ જાય છે. વિવેક ’સત્‌સંગ’થી વધે છે, એટલે સત્ય (સજ્જન, સાચા લોકો)નો સંગ કરવો જોઇએ, તેમની પાસેથી ઉપયોગી જ્ઞાન પણ પ્રાપ્ત કરવું પરંતુ ગુરુ-શિષ્યનો સંબંધ ન જોડવો. કારણ કે ત્યાર પછી ઉત્તરોત્તર વિકાસ પામતો આપણો વિવેક જ ગુરુ બની માર્ગદર્શન કરવા માટે પર્યાપ્ત છે. (જરા લંબાણ થયું, દિલગીર છું.) આભાર.

        Like

        1. શ્રી અશોકભાઈ,
          આ વિવેક ની આપ વાત કરી રહ્યા છો તે જન્મજાત અંદરથી આવે છે તેને શું અંતરાત્મા નાં કહી શકાય?કશું પણ કરીએ તો એને પૂછી ને કરી શકાય.આપે જે વિસ્તાર કર્યો આ બાબતે તેને જ બુદ્ધ અપ્પ દીપ્પ ભવઃ કહેતા હશે.મહાવીર પણ આને જ આત્મા એજ પરમાત્મા કહેતા હશે.એ પણ કોઈ ઈશ્વર માં માનતા નહોતા.પણ ઢોંગીઓ એ એવું જ સમજાવે લુ છે કે અમે જ અવતાર સ્વરૂપ છીએ.જેવા કે વલ્લભે એક પુષ્ટ થવાનો સંપ્રદાય સ્થાપ્યો અને તેમના બધાજ વારસદારો વલ્લભ કુલ મેં સભી વલ્લભ કહી ને અમે જ કૃષ્ણ સ્વરૂપ છીએ કહી ૫૦૦ વર્ષ થી જલસા કરે રાખે છે.ગુરુ સાક્ષાત પરમબ્રહ્મ એટલે સાક્ષાત જે સામે પ્રગટ છે,આપણી સમક્ષ છે તે દરેક રચના પરંબ્રહ્મ છે.અને હવે ટૂંકું લખો ત્યારે જ દિલગીરી જતાવવાની.આભાર.

          Like

          1. હવે આપણી વેવલેન્થ મેચ થઇ !! એ જ તો વાત છે, અંતરાત્માના અવાજને જ તો મનુષ્યનો પોતાનો વિવેક કહેવાય. (અહીં વિવેક એટલે સામાન્ય અર્થમાં, વિનય કે વિનમ્રતાના અર્થમાં જ નહીં લેવાનું ) તો મને લાગે છે કે હવે આપણે એક સર્વમાન્ય નિષ્કર્ષ તારવ્યો ખરો જ. (હકારાત્મક ચર્ચાનો આ જ તો લાભ છે) આપે સૌને નવું નવું વિચારવા પ્રેર્યા અને આપણને સૌને કશુંક ઉપયોગી જાણવા મળ્યું. અહીં ભ.ગો.મં. ના આધારે “વિવેક”ના કેટલાક અર્થ આપણા સૌના જ્ઞાનમાં ઉમેરા માટે આપી જ દઇએ.

            * વિવેક : ખરું ખોટું જાણવાની શક્તિ; સારાસાર સમજવાની બુદ્ધિ; સદસદ્ વિચાર; સમજશક્તિ; બુદ્ધિતારતમ્ય. ચાતુર્ય; ડહાપણ. બોધ; જ્ઞાન.
            * ( વેદાંત ) સાક્ષી અત્માને પાંચ કોશથી જુદો કરીને નિશ્ચય કરવો તે. ઉપનિષદ્ ભાષ્યમાં કહેલ છે કે, સંસારમાં સરવાળે સુખ કરતાં દુ:ખની માત્રા જ વધુ હોવાથી વિવેકીઓએ નિર્ણય કર્યો છે કે, આ દુ:ખના મહાનર્કમાંથી છૂટવાને માટે આત્મજ્ઞાન સિવાય બીજું સાધન નથી. આત્મજ્ઞાન વિવેક સિવાય ઊપજતું નથી અને વિવેક વિચારમંથન સિવાય પ્રકટતો નથી. વિવેકના બે પ્રકાર છે: (૧) નિત્યાનિત્યવસ્તુ વિવેક. (૨) આત્મઅનાત્મ વિવેક.
            * ( વેદાંત ) આત્મા નિત્ય છે અને આત્માથી ભિન્ન સર્વ અનિત્ય છે એવો વિચાર.

            Like

            1. શ્રીમાન અશોક્મુની,
              વેવલેન્થ તો મેચ થઇ ગઈ હતી.થોડું વધારે કઢાવવાની કોશિશ માત્ર હતી.

              Like

  11. શીખવા, સમજવા અને વિચારવા માટે મન કેળવાયું હોય તો ઘાસનું તણખલું યે ગુરુ છે. અંદરના અવાજને ગુંગળાવી ન માર્યો હોય કે એને અવગણવાની ટેવ ન પાડી હોય તો દુનિયામાં સૌથી મોટો ગુરુ છે પોતાનો અંતરાત્મા, માંહ્યલો… એનો અવાજ સાંભળૉ… ક્યાંય જવાની જરુર નથી..
    લતા હિરાણી

    Like

    1. લતાબેન,
      આપનો ખુબ ખુબ આભાર.અંતરાત્મા ને અવગણી ને કામ કરવાની ટેવ પાડી હોય એટલે બધે ભટકવું પડે છે.ખુબ સાચી વાત કહી.ઘાસ નું તણખલું કેવું નિજાનંદ માં મસ્ત બનીને ઝુમતું હોય છે?

      Like

  12. અશોકભાઇની કૉમેંટના જવાબમાં તમે આ જ વાત લખી છે પણ મેં મારો પ્રતિભાવ પોસ્ટ કર્યા પછી વાંચ્યું. અંતરાત્માથી મોટો કોઇ ગુરુ નથી.. સાચી વાત છે.
    લતા હિરાણી

    Like

  13. આપે લખ્યું છે

    “એકજ વીરલો પાકેલો ગુરુ ગોવિંદ સિંહજી ,જેમણે ગુરુ પ્રથા નાં અનિષ્ટો વહેલા પારખી લીધેલા અને એમના પછી ગુરુ ગ્રંથ ને ગુરુ માનવાનું સમજાવી ને આખી પ્રથા જ બંધ કરી દીધી.ગ્રંથ કોઈ નું શોષણ તો ના કરી શકે?”

    ગુરુપૂજા બંધ થઇ ને ગ્રંથપૂજા ચાલુ થઇ. ભક્તો ગ્રંથને પંખો નાખતા હોય તેવા દૃશ્યો જોયા છે? What onion take out? (શું કાંદા કાઢયા?) ભૂત મટીને પલીત થયા. ગ્રંથના નામે ગ્રંથીઓએ શોષણ કરવા માંડ્યું. ગુરુની ભૂલો તો વહેલી મોડી પણ સુધારી શકાય, આ તો વજ્રલેપ થઇ ગયો. તેવું જ બાઈબલ, કુરાન, ગીતા વગેરે ગ્રંથોનું છે. પોતાની સામાન્ય બુદ્ધિ ન વાપરીએ ત્યાં સુધી બીજાઓ આપણને મૂરખ બનાવતા રહેશે.

    Like

    1. રશ્મીભાઈ,
      સાચી વાત છે.ઊંટે કર્યા ઢેકા તો માણસે કાઢ્યા કાંઠા એવું છે.ગુરુપ્રથા બંધ કરી તો ગ્રંથ પ્રથા ચાલુ થઇ.માણસ તો એનો એજ.લાગે છે મૂળ માણસ ને જ અંધ બનીને ફરવાની આદત છે.એમને જ ગુરુઓ વગર ચાલતું નથી.ગુરુ ગોવિંદસિંહ માટે મને એટલા માટે માન છે કે જ્યારે બધા ગુરુઓ અહિંસા નાં બણગા ફૂંકી ફૂંકી ને દેશ ને કાયર બનાવી રહ્યા છે ત્યારે આમણે તલવાર ખેંચી હતી.અને એક વૈશ્ય સ્વભાવ ની પ્રજા ને બહાદુર બનાવી અને સર્વાઇવલ ના યુદ્ધ માં લડતા શીખવ્યું.ગ્રુ ગોવિંદસિંહ નું નામ પહેલા ગોવિંદરાય હતું.મૂર્તિ ને પંખા નાખો કે ગ્રંથ ને નાખો શું ફરક માનસિકતા માં?

      Like

    1. ભાઈ,
      આ ગુરુ ગોવિંદ સિંહ નું નામ ગોવીન્દરાય હતું.ખાલસા પંથ ની સ્થાપના કર્યા પછી ગુરુ એ આદેશ બહાર પાડેલો કે હિંદુઓ કે મુસ્લીમોના કોઈ રીતી રીવાજો પાળવા નહિ,કોઈ અંધ વિશ્વાસ રાખવો નહિ.દીકરી ને દૂધ પીતી કરે તે શીખ ના કહેવાય.એની જોડે કોઈ એ સબંધ રાખવો નહિ.અને સ્ત્રીઓ ને સમાન અધિકાર આપવાના.ગુરુ ઊંઘતા હતા ને બે જણાએ હુમલો કરેલો.ગુરુ એ એક જણ ને તત્ક્ષણ હણી નાખેલો.ખાલી એક આ ગુરુએ વૈશ્ય ગણાતી કોમ ને બહાદુર બનાવેલી.

      Like

  14. super like…
    raaolji tamari vaat sath sathe ekdum sahmat chhu.. guru thava mate koi vansh na hovu k koi gnati na hovu jaruri nathi, vali koi ek j vyakti ne guru ni padvi aapi aakhi jindgi teni puja karvi pan mara man ne khatke chhe..
    darek vastu ane vyakti na sara gun ne potana aacharan ma samavava ane te vyakti k vastu ne man thi potana jivan ma uchcha sthan aapvu maan aapvu e j sachi guru purnima chhe..!!
    tamne kaai pan shikhve te darek vyakti tamara guru….!!
    shu kiyo chhho..??

    Like

  15. જય ગુરુદેવ બાપુ ..આપણને જીવન માં ડગલે ને પગલે ઘણા લોકો ઘણું શીખવતા હોય છે એબધા ને પ્રત્યે નું સન્માન એટલે ગુરુદેવો ભવ: મત્ર હોય કે શત્રુ પણ શીખવાડે એ ગુરુ મારા બધાજ ગુરુ ઓને મારા પ્રણામ ,,અને મને હજી શુધી કોઈ સાચો આદ્યાક્ત્મિક ગુરુ મળેલ નથી એટેલે એ પોસ્ટ ખાલી છે કોઈ લગતા વળગતા એ સંપર્ક કરવો ..અને બાપુ તમે અમને અહી પૃથ્વી ઉપર એકલા મૂકી ને નર્ક ની યાત્રા કરતા જાવ છો અને અમને જ્ઞાન આપોછો તો તમે પણ અમર ગુરુ જ છો અને હવે બીજી વાર જાવ તો અમને ચેલ્કાવ ને સાથે લઇ જજો …જય ગુરુદેવ

    Like

  16. રાબેતા મુજબ ખૂબ સરસ લેખ ,,,,,, ગુરુ વિષે આજ ના સમય માં લોકો ને છેતરવા માં આવે છે એ વાત થી હું 100 % સહમત છું ,,, ખાય ખડૂડી ને હરાયા ઢોર જેવા થતાં જાય છે ને એમાં પણ લક બાય ચાન્સ કોઈ વ્યક્તિ ને અકસ્માત કે કઠોર મહેનત બાદ કોઈ સંપતિ મળે તો એની આજુ બાજુ ને જાણકાર લોકો સીધું એને એના ગુરુ ની કિરપા માની ને ગુરૂ ના ચેલલ્કા વધારી મૂકે છે ને આમ એક સ્સ્મય બાદ આવા લોકો ની સંખ્યા વધતી જાય તો વળી પાછો એમનો નવો સંપર્દય પણ આવી જાય છે અહિયાં સૌરાસ્ટ માં હમણાં થોડા સમય થી માંડ બે પાંદડે થયેલા લોકો આવા ગુરુ નો મહિમા એવિ રીતે ગાય છે કે જાણતા કે અજાણતા આવા ગૃરું ની દુકાન આપોઆપ શરૂ થાય છે,,, જો કામ થયું તો ગુરુ જીંદા બાદ ને ને ના થયું તો હાલો બગદાણા ,,,,,રોજ ના એટલે નીત નવા આશ્રમ થતાં રહે છે જે જેમાં જ્ઞાન ને ભક્તિ સિવાય બાકી નું બધુ થાય છે ,,, ખુલ્લી જગ્યા જોઈ નથી ધજા ચડાવી નથી ,,,,,ને કેસરી ને લીલા કપડાં વાળા તો પાછા હર દમ પાછા પ્રાથમિક ચેલકા બનવા તૈયાર જ હોય છે ,,,,એય મોજ હી મઢૂલી ખડકી નાખો ને કરો ને ઝીરો ઈન્વેસ્ટમેન્ટ ને પછી પ્રોફિટ હી પ્રોફિટ ,,,, હું અહીય સામે કેટલાય એવા આશ્રમ વાળા ને જાણું છે જેમની પાસે જમીન છે જે ખેડી ને એ આવક થી મંદિર નું સંચાલન કરતાં હોય છે,,સ્વાવલંબી સાધુ નો પાવર ને આમ પણ સામાન્યત ” સ્વાર્થી ” લોકો બરદાસ્ત પણ નથી કરી સકતા એટલે આવા લોકો પછી પોતાના મન ને અનુકૂળ સાધુ કે ગુરુ ને ગોઠવે છે, દારૂબંધીના કારણે પોલીસ ને કાયદા ના ડર અને ઘર પરિવાર માં ડ્રિંક એંડ નોન વેજ વાળા ને ખરાબ સમજવા આવે છે એટલે હોટેલ ની જગ્યા એ આશ્રમ ને જ અડ્ડો બનાવે છે,, રાજકોટ ના હાઇ વે પર ના આશ્રમ માં એમના ખાસ અનુયાયી ફક્ત ડ્રિંક એંડ એંજોય માટે આવી જગ્યા ને આવ માનવી ને પ્રબળ ટેકો આપે ને આવા લોકો ની સ્વાર્થી પ્રવુર્તી ના શિકાર નાના અને ઓછી સમજણ વાળા લોકો ભોગ બને છે ,,, *** બ્રહ્મ અંડ = 400 ડિગ્રી નું માપ ,, ગોળ નહીં અંડાકાર ,,,,,,

    Like

  17. આ ગુરુ-ગર્વાઈની વાત દરેક ધર્મમાં ઘુસેલી છે…
    જ્યાં અને જ્યારે પણ વ્યક્તિ-વાદને મહત્વ અપાશે ત્યારે અમે ત્યાં “ગુન્હા” ની શરૂઆત થઇ જશે …
    તે આશારામ હોય કે “ગાંધી” નામ હોય …
    મૂળ પ્રોબ્લેમ તે “વ્યક્તિ-વાદ” છે …
    .
    દરેક આવા “ગુરુઓ”ને જમીન પર રાખવા તેનો “તાર્કિક” વિરોધ થવો રહ્યો …
    અને “અહમ-બ્રહ્માસ્મિ”નો પ્રચાર તિવ્ર બનાવવો રહ્યો …

    Like

  18. ગુરુ વિષે નો તમારો લેખ વાંચી આનંદ થયો. ખુબ ખુબ અભિનંદન.

    મારા આધ્યાત્મ વિષે અનુભવો આધારિત મારા બ્લોગમાં મેં ગુરુ વિષે લખવાનું શરુ કર્યું છે તેમાં ગુરુ-ગીતા વિષે ફેલાવાઈ રહેલ આડંબર વિષે લખવું હતું.. તેથી નેટ પર ગુજરાતી માં ગુરુ-ગીતા શોધતો હતો ત્યાં તમારા બ્લોગ સુધી પહોંચી ગયો..

    ઘણા વર્ષો પહેલા ગુરુ-ગીતા વાંચેલી અને છેલ્લે એવા નિષ્કર્ષ પર આવેલ કે તેમાં ગુરુના જે લક્ષણો કહ્યા છે તે તમામ કોઈ અન્ય વ્યક્તિ માં હોઈ શકે નહિ.. તે મોઘમ ઈશારા તો આપણી અંદર રહેલ ઓજસ તત્વ તરફ કરે છે .. આપણે evolve થતા થતા કઈ કક્ષાએ પહોંચ્યા છીએ તે આ તથાકથિત ગુરુ મહંતો સમજી શકતા નથી. ખરે ખર તો આ ગુરુઓ તમારા જેવા સુજ્ઞ વ્યક્તિ માટે છે જ નહિ.. અને તેઓ એટલા ચાલક હોય છે કે તેઓ તમારી સાથે સંવાદ ટાળી ભક્તો વચ્ચે તેમના અહમને બચાવી લેશે.

    મને તો એ વાત સમજાય છે કે One cannot attract a person of caliber higher than one’s own. અહી નિખાલસપણે એમ સમજુતી કરી શકાય કે ” હજી સુધી તમારી જીજ્ઞાસા સુંદર રીતે સંતોષી શકે તે બર ના guide નો ભેટો થયો નથી. લોકોની અંધ/શ્રદ્ધા અને તેમનો ગુરુ પ્રત્યે નો અભિગમ તેમની પોતાની કક્ષા અને આકાંક્ષાઓ મુજબ યોગ્ય હોઈ શકે કારણ તેમની આધ્યાત્મિક કક્ષા તદનુરૂપ હોય તેવું બને..

    મારો બ્લોગ તો હજી અધુરો છે .. જેમ જેમ સમય અને પ્રેરણા મળે તેમ લખું છું .. તેમ છતાં તમે વાંચશો તો ઉપયોગી suggestions આપશો તેવી મારી અપેક્ષા છે.

    http://www.vibhutivihar.org

    Liked by 1 person

  19. સારુ લખ્યું છે એટલે ના છૂટકે પણ લાઈક તો કરવી જ પડે. આમાં કંઈ વાડકી વ્યવહારનો સવાલ જ નથી.

    આવતે વર્ષે પણ આ જ લેખને ફરી લાઈક કરીશ. પ્રોમીશ.

    મારા કમનસીબે કોઈ બાવા ગુરુએ મને શિષ્ય થવાનો લાભ આપ્યો નથી.

    જે અને જેટલા છે એઓ મારા શિક્ષકો, પ્રોફેસરો, મારા માતા-પિતા અને સ્વજનો છે. એમણે મને કાંઈ શીખવ્યું, પરીક્ષામાં પાસ કર્યો. નોકરી લાયક બનાવ્યો. નોકરીની આવકથી જીવન સંસાર ચલાવ્યો એ સૌ શિક્ષકો, પ્રોફેશનલ કામ શીખવતા મેનેજરો અને મિત્રો ને આજે મારા સાદર વંદન.

    Like

  20. “आप्पो दीपो भव” अपना दीया खुद बनों, वर्ना हर डगर पे आशाराम दुकान लीये मीलेंगे। गुरुपुर्णीमा की यही मंगलकामनाएं

    Liked by 1 person

  21. ગુડવન બાપુ..
    જોકે આપણે કોઇ ગુરુ નથી રાખ્યા..

    Like

Leave a reply to readsetu Cancel reply