નર્કારોહણ-૪

દેવાધિદેવ ઇન્દ્ર

નર્કારોહણ-૪
આજે ચોથો દિવસ હતો. હું અને રશ્મીભાઈ નર્કમાં ફરતા હતા. ત્યાં સુંદર વાટિકામાં એક દેખીતો મહાબળવાન પ્રભાવશાળી પુરુષ દેખાયો. રશ્મીભાઈ કહે જુઓ આ તો ઇન્દ્ર દેવાધિદેવ છે. મહાપ્રતાપી અને શરીર સૌષ્ઠવ પણ સમૃદ્ધ. અમે તો પહોચી ગયા. વંદન કરવા એ ભારતીય પ્રણાલી છે. હા અમે કોઈ ને ઝુકી ને ચરણ સ્પર્શ કદી કરતા નથી, પછી તે ગમે તે હોય. એ નિયમ અહી પણ જાળવી રાખ્યો છે. અમે કહ્યું,
‘જય હો દેવાધિદેવ, ભગવાન આપને સીધો જ સવાલ કરી લઈએ, આપનું પ્રિય ભોજન શું હશે?’
‘વત્સ, ઋગ્વેદમાં અમારા ભોજન વિષે જણાવેલું જ છે. અમને પ્રોટીન થી ભરપુર સમૃદ્ધ આહાર જોઈએ, અમારે કાયમ યુદ્ધોમાં જવાનું રહેતું.’
‘પ્રભુ, તો પણ થોડી માહિતી આપો તો સારું. અમને ખબર છે, આપ સદાય યુદ્ધોમાં રત રહેતા હતા.’
‘વત્સ, અશ્વ, ભેંસો, આખલા વિગેરે અમારું પ્રિય ભોજન હતા. જો અમે દાળભાત ખાઈએ તો દુબળા રહી ને બળવાન રાક્ષસો ને હણી નાં શકીએ. અમારી એક થપાટે તો આખલાને પણ ભોમ  ભેગો કરી દઈએ.’
‘સાચી વાત છે પ્રભો, પણ આપનું ઇન્દ્રાસન કાયમ ડોલી ઉઠતું અહી પૃથ્વુંલોકમાં કોઈ માળાઓ કરવા બેસી જતું ત્યારે, એ વાત સમજાતી નથી, અને આપ એને અપ્સરાઓ  મોકલી રોકી દેતા.’
‘અરે વત્સ, કોઈ હાડપિંજર ત્યાં માળા કરવા બેસી જાય એમાં અમને શું ફરક પડે? એના ઘરની ખુરશી ઉચકવાની ત્રેવડ ના હોય તે મારા ઇન્દ્રાસન ને કઈ રીતે ડોલાવી શકવાનો હતો?’
‘તો પછી પ્રભુ લોકો આવા ડીંગ કેમ મારતા હશે?’
‘વત્સ, એમાં એવું છે ને કે અજ્ઞાની પ્રજાને સમજાવે કે મારા તપ થી ઇન્દ્ર ગભરાઈ ગયો છે, એનું આસન ડોલવા લાગ્યું છે, આવું કહે એટલે લોકો એનાથી ડરે કે આતો મહાન તપસ્વી છે.’
‘અને પ્રભો, આપને ત્યાં થી અપ્સરાઓ મોકલો એમનું તપોભંગ કરવા, એ સાચું?’
‘વત્સ, મારે શું ગરજ હોય? અરે આતો એનો પોતાનો વણ સંતોષયેલો કામરસ એના ગુપ્ત ચિત્ત(સબ કોન્સીયાશ) માં રમતો હોય તે ધોળે દિવસે અપ્સરાઓ દેખાય, ઇલ્યુઝન જેવું, માનસિક બીમારી.’
‘પ્રભુ, આ આપના ત્યાં અપ્સરાઓની ઉમર ૧૬ વર્ષ થી વધેજ નહિ એવું સાભળ્યું છે.’
‘વત્સ, એ પણ ગુપ્ત ચિત્તની કમાલ છે. આ મૂરખ આળસુઓને પૃથ્વી  લોકમાં કોઈ સ્ત્રી મળે નહિ, સ્ત્રી મેળવવા માટે એક જાતની કેપેસીટી જોઈએ જે હોય નહિ. એટલે આ લોકો એવું કહે કે અમે તો તપ કરવાના અને સ્વર્ગ માં સુંદર અતિ સુંદર સ્ત્રીઓ ભોગવવાના.’
‘ભગવાન, પણ ઉંમર ના વધે તેવું કેમ કહેતા હશે?’
‘વત્સ, આ બુઢ્ઢા ખુસટોની માનસિક વિકૃતિનો એક પ્રકાર છે. એમને ટીનેજર દીકરીની ઉંમરની સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છાઓ હોય માટે એટલે આવી કલ્પનાઓમાં રાચતા હોય છે. બાકી કોઈની ઉંમર ના વધે તેવું હોય ખરું? વત્સ સેક્સને દબાવો એટલે આવુજ થાય.’
‘ભગવાન,  સાભળ્યું છે કે આપના સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે, જે ની ઈચ્છા કરો તે હાજર થઇ જાય.’
‘વત્સ, આ પણ જેને મહેનત કરવી નથી, આલસ્ય શિરોમણી  છે જે લોકો તેમને જ આવી બધી કલ્પનાઓ સુજે છે, એક વૃક્ષમાંથી એનાં ફળ સિવાય કશું નાં મળે ખાવા  માટે, અને ખાસ ઓક્સીજન મળે. પણ કપડા લત્તા કે બીજી કોઈ વસ્તુઓ ક્યા થઇ ટપકે?’
‘ભગવાન, સાચી વાત છે. ભારતનાં લોકો આલસ્ય શિરોમણી થઇ ચુક્યા છે. આ ભોપાલ કાંડનો ચુકાદો ૨૫ વર્ષે આપ્યો, જે ન્યાયાધીશો બુદ્ધિજીવીઓની પરાકાષ્ઠા સમાન ગણાય તે જ આટલા બધા આલસ્ય શિરોમણી છે.’
‘વત્સ, હવે અફસોસ ના કરો એમજ ચાલવાનું છે તમારે ત્યાં કારણ હજારો વર્ષો થી શિક્ષણ જ એવું મળ્યું છે.’
‘ભગવાન, આ આપ વારે ઘડીએ અસુરોથી હારી જતા એટલે કોઈ ઋષીએ હાડકા આપ્યા ને શસ્ત્ર બનાવ્યું. એના વડે આપ યુદ્ધ જીતી ગયા.’
‘વત્સ, વિચારો જરા કોઈ હાડકામાં શું હોય? કેલ્શિયમ હોય.કોઈ હાડકું ધાતુ જેટલું મજબુત હોઈ શકે ખરું? અને પોતાની જાતને ભૂખે મારતાં લોકોના હાડકા તો કેલ્શિયમ વગરના સાવ જ નબળા હોય. એનાથી કોઈ યુદ્ધ જીતાય ખરું? આતો આ લોકોએ એમનું મહત્વ બતાવવા આવી મનઘડંત વાર્તાઓ બનાવી કાઢી. જેથી સામાન્યજન એમનું માનપાન સાચવે અને ડર્યા કરે. અને વૃદ્ધ લોકોના હાડકા તો સાવ નબળા હોય. આતો તપની બકવાસ વાતોનું મહત્વ બતાવી બતાવીને પ્રજાને ઉદ્યમ વગરની કરી નાખી, આળસુ કરી નાખી. શારીરિક બળની દ્રષ્ટીએ દુનિયાની તમામ જાતિઓમાં એવરેજ  ભારતીયો નબળા પડે છે. કોઈ અપવાદ હોઈ શકે. એમાય તમારા ગુજરાતીઓ તો ખાસ.’
‘ભગવાન, એમાં અમારા ધર્મગુરુઓનો ખાસ વાંક છે. ઉચ્ચ આદર્શોની વાતો કરી કરી ને પ્રજાને સાવ નિર્માલ્ય કરી નાખી છે, ઘરમાં આવીને કોઈ મારી જાય છે છતાં ગર્વ અનુભવે કે અમે કોઈ ને મારતાં નથી, અમે તો મહાન છીએ. કોઈ કૃષ્ણ આવશે અને પાપીઓનો નાશ કરશે, ત્યાં સુધી માર ખાયા કરીશું.’
‘વત્સ, અમે તો આખી જીંદગી લડ્યા છીએ, હારી ને ભાગ્યા પણ છીએ, વળી પાછા ઓર મજબુત થઇ ને ફરી લડ્યા છીએ. અરે તમે કાયર બનીને માર ખાયા કરો એમાંથી બચાવવાની જવાબદારી પણ કૃષ્ણ ની? ‘અમે તો યુદ્ધ જીતવા બધુજ કરી છૂટતા. કૂડ, કપટ બધુજ વળી. પ્રેમ અને યુદ્ધમાં બધું જ ચાલે. બસ જીતો એજ મહામંત્ર. જીતો તો જીવો અને હારો તો મરો.’
      હવે ખાસ કશું પુછવા જેવું લાગ્યું નહિ. અમને મહામંત્ર મળી ચુક્યો હતો. “જીતો તો જીવો અને હારો તો મરો” ..હાડકાની કે લાકડાની તલવાર થી યુદ્ધો નાં જીતાય. પ્રેમ અને યુદ્ધમાં બધું જાયજ છે, એ શીખવા જેવું ભગવાન ઇન્દ્ર પાસે થી હતું. પણ ના શીખ્યા. “ઉદ્યમો ભૈરવ” નું સૂત્ર અમને સુજ્યું છે, નહિ તો કાલ ભૈરવ તમને ભરખી જશે. બીજા કોઈ ને આ સૂત્ર સુજ્યું હોય તો અમને વાંધો નથી. તપના બહાને નિષ્ક્રિય બની ને બેસી રહેશો નહિ, બીજા ને બેસવા દેશો નહિ. જે બેસી રહેતા હોય તેને ટેકો આપશો નહિ, મદદ કરશો નહિ. એમને ટેવ પડી ગઈ છે, કશું કર્યા વગર ખાવાની. તપના બહાને બેસી રહેવાની વૃત્તિના લીધે ભારતે મહાન વૈજ્ઞાનિકો ખોયા છે. વિજ્ઞાન શરુ થયું ભારતમાં, અને ભારત એમાજ પાછળ પડ્યું.  એકંદરે વિકાસ તો થતો જ હોય છે, પાછા ફરવા ની કોઈ જોગવાઈ નેચરમાં કુદરતના નિયમમાં છે જ નહિ. પણ જે પથ્થર યુગમાં જીવતા તે આજે ચાંદ ઉપર પહોચી ગયા, અને તેજ સમયે જેમણે વિજ્ઞાનની શરૂઆત કરી હતી તે કેટલા આગળ વધ્યા છે તે આપણે સહુ કોઈ જાણીએ છીએ. શાશ્વતની ખોજમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા. ભૂતકાળની ગાથાઓમાં વર્તમાનને બગાડી રહ્યા છીએ.
   હવે જોઈએ કોણ ઝપટમાં આવે છે? એકાદ વાર ચાન્સ મળે તો થોડું કરપ્શન આપીને સ્વર્ગની મુલાકાત લેવાનું અમે અને રશ્મીભાઈએ વિચાર્યું છે. આમ તો બાજુ માં જ છે. પણ અંદર જવું કાઠું કામ છે. ચોકી પહેરો ખુબ છે. બધે ઓરેન્જ ધારીઓ માળાઓ લઈને ઉભા છે. જોઈએ હવે શું થાય છે?

36 thoughts on “નર્કારોહણ-૪”

 1. શ્રી ભુપેન્દ્રસિંહજી, સ્વર્ગના અધિપતિ, દેવાધિદેવ સ્વયં આપને નર્કમાં મળી ગયા ? કદાચ રાઉન્ડ લગાવવા આવ્યા હશે ! શરીર સૌષ્ઠવ જાળવી રાખવા માટે અને શક્તિ કાયમ રાખવા માટે પ્રોટિન જરૂરી, માંસાહારમાં પ્રોટીન ભરપુર મળે પણ મારા જેવા શાકાહારી માટે કઠોળ, વધુ તો અડદ અને સોયાબીન પણ ઉપયોગી ગણાય કે નહીં ?

  ’ધોળે દિવસે અપ્સરાઓ દેખાય,ઇલ્યુઝન જેવું,’— માં એક વધારો સુચવું તો, મુળ વાત એમ પણ હોઇ શકે કે ’ધોળા દિવસે, અન્ય કોઇ ને (કદાચ ભક્તજનોને જ !) આવું દેખાઇ જાય તો પણ કહી શકાય કે એ તો અમારો તપોભંગ કરવા ઇન્દ્રએ મોકલેલ ’અપ્સરા’ છે’ !!! (પેલા હમણા ઝડપાયેલા તે દક્ષિણના કોઇ બાવાએ (નામ યાદ નથી આવતું) પણ આવા જ કંઇ ઘેલાં કાઢેલા ને)

  લડનારાઓ ક્યારેક હારે પણ ખરા, પરંતુ ન લડનારાઓ તો કદી જ જીતતા નથી.
  વજ્ર (Vajra) વગેરે જેવા આયુધોને આલેખાયા હશે ત્યારે કદાચ પોલાદ (steel) હજુ શોધાયું નહીં હોય. આથી તેની અતિમજબુતાઇ દર્શાવવા માટે રુપકો બનાવ્યા હશે. (પ્રથમના સમયમાં પથ્થર અને હાડકાના શસ્ત્રોનો ઉપયોગ આદિમાનવ કરતો જ)
  (વજ્ર = ઇન્દ્રનું હથિયાર, આકાશી વીજળી, હીરો, ગ્રેનાઇટ. ટુંકમાં અતિમજબુત પદાર્થ કે અતિ શક્તિશાળી વસ્તુ.)
  આજ પ્રકારનું શસ્ત્ર અન્ય સભ્યતાઓની પૌરાણિક કથાઓમાં જોવા મળે છે, જેમ કે ’હીત્તિત’ અને ’હુરીયન’ (જે એશિયા માઇનોરમાં વિકસેલી) સભ્યતામાં દેવ ’તેશુપ’. ગ્રીક પૌરાણિક કથાના દેવ ’ઝિયસ’. રોમન દેવ ’જ્યુપિટર’. જર્મેનિક દેવ ’થોર’. માયા સભ્યતાના દેવ ’હુરાકાન’ અને અન્ય ઘણી સભ્યતામાં પણ આ પ્રકારના શક્તિશાળી શસ્ત્રનો ઉલ્લેખ છે. જે મુલતઃ અતિ શક્તિશાળી દેખાડવાના પ્રયોજનમાં વપરાયેલ હોઇ શકે. અને તે માટે, તેની બનાવટ તે સમયે શક્તિશાળી મનાતા પદાર્થ, (જેમકે કોઇ સામાન્ય હાડકા નહીં પરંતુ જેમાં અતિશય શક્તિ હોય તેવા હાડકા !) વડે થયેલી તેવું દર્શાવવાનો પ્રયાસ કરાયો હોય. ત્યાર પછી તો પોલાદ અને કાર્બન ફાઇબર જેવા અનેકગણાં મજબુત પદાર્થો શોધાયા છે. હાલમાં તેનો સદ્‌ઉપયોગ કરાય છે.
  આ બધા રુપકોનો ઉપયોગ ખરેખર તો જ્ઞાન માટે જ કરાયો છે. ’દધીચિ’ માં ’દધી’નો અર્થ ’દહીં’ થાય છે. દહીં એ હવે તો સાબીત થયેલો શક્તિવર્ધક ખોરાક છે. લાંબુ આયુષ્ય અને મજબુત શરીર એ દહીંનો પ્રતાપ છે. (ભારતમાં જ પંજાબીઓને જુઓ, ’ચા’ નહીં પણ ’લસ્સી’ હોય તો બલ્લે બલ્લે થાય !!) દધીચિ, એટલે કે દહીં વડે કસાયેલા, મજબુત થયેલ શરીર અને હાડ વાળાના (આ અર્થ વ્યાકરણકાર ’પાણિની’એ કરેલો છે.) હાડકામાંથી જ આટલું મજબુત અને ઘાતક શસ્ત્ર બને તેમ સમજાવવાનું પ્રયોજન હોઇ શકે. અને પોતાના શરીર કરતા પણ સમાજને વધુ પ્રાધાન્ય આપનાર તરીકે પણ દધીચિ પ્રખ્યાત થયા, આ કારણે શસ્ત્ર ’વજ્ર’ને બલિદાન અને સમાજપ્રત્યેની નિષ્ઠાના પ્રતિકરૂપે પણ જોવાય છે અને ભારતીય સેનાના સર્વોચ્ચ પુરસ્કાર ’પરમવિર ચક્ર’ માં તેને વાપરવામાં આવેલ છે.

  આ તો આપના લેખમાં ઉલ્લેખ આવ્યો એટલે થોડી પુરકમાહીતિ અમે પણ પુરી પાડી છે. જે ને ફક્ત માહીતિરૂપે ગણી કોઇ વધુ અભ્યાસ પણ કરે તે (”ઉદ્યમો ભૈરવ”) આંખો બંધ કરી અને ’રામનામ જપના, પરાયા માલ અપના’ કરતા વધુ ઉપયોગી થશે !!
  હવે પછી કોણ ઝપટે ચડે છે, તેની પ્રતિક્ષામાં : આભાર.

  Like

  1. શ્રી અશોકભાઈ,
   બહુ સરસ પુરક માહિતી.પુરાણો માં ખડગ અને બીજા ઘણા બધા ધાતુ ના હથીયારો નો ઉલ્લેખ હોય જ છે.સૌથી વધારે મજબુત હાડકા માર્શલ આર્ટ ના નિષ્ણાંતો ના હોય છે.એના માટે સ્પેશીયલ પ્રેકટીશ કરતા હોય છે.એટલે એમના હાથ અને ખાસ તો પગના નળા નાં હાડકા મજબુત બનાવતા હોય છે.કપાળ(ખોપરી) નું હાડકું કમજોર ગણાય પણ એ લોકો ઠોકી ઠોકી ને એને પણ મજબુત બનાવે છે.પછી કપાળ થી ટાઈલ્સ કે લાદી તોડી શકે છે.બરફ ની પાટો દસ ની થપ્પી ને પણ એક ઝાટકે તોડી શકે છે.રૂપક તરીકે વાર્તા સારી હશે.એક તો વિશ્વરૂપ ને મારી ને પહેલા ઇન્દ્ર ભૂલ કરે.ઇન્દ્ર હવે ખરાબ થઇ ગયો.ઇન્દ્ર ને સજા કરવા વૃત્રાસુર પેદા કર્યો.ઇન્દ્ર ભાગ્યો હવે ઇન્દ્ર સારો થઇ ગયો અને વૃત્રાસુર ખરાબ થઇ ગયો.હવે કોઈ ઋષિ ના હાડકા માંગો એમાંથી હથિયાર બનાવો.જગત ના કલ્યાણ માટે ઋષિ બલિદાન આપે.એના કરતા તો કાયમ ભૂલો કરતા ઇન્દ્ર ને મરવા દીધો હોત તો જગત નું કલ્યાણ થાત.ગમેતેટલા મજબુત હાડકા હોય ધાતુ ના ખડગ ની તોલે ના આવે.આ મહાનતા ની વાતો ના વ્યર્થ બકવાસ ને લઈને ભારત માં ૫૦ લાખ સાધુઓ રખડી ખાય છે.સોયાબીન સારા છે.સાથે પંજાબી લસ્સી પીવાનું રાખસો.પણ પંજાબીઓ એકલી લસ્સી પી ને તગડા નથી થતા.ચીકન પણ ઝાપટી જતા હોય છે.

   Like

 2. ઋષિઓએ બૃહદારણ્યક ઋષિને ને પૂછ્યું હે ભગવન દેવો કેટલા?

  બૃહદારણ્યક ઋષિઃ દેવો છે ૩૩૦૬

  ઋષિઓઃ હે ભગવન, પણ ખરેખર દેવ કેટલા,

  બૃહદારણ્યક ઋષિઃ તેત્રીસ.

  શાકલ્ય ઋષિઃ તો પછી ૩૩૦૬ એ કોણ છે.

  બૃહદ આરાણ્યક ઋષિઃ તે તેમની શક્તિઓ છે.

  શાકલ્ય ઋષિઃ ૩૩ દેવ કયા કયા?

  બૃહદારણ્યક ઋષિઃ ૧૧ રુદ્ર, બાર આદિત્ય, આઠ વસુ, ઈન્દ્ર અને પ્રજાપતિ

  શાકલ્ય ઋષિઃ આ ૧૧ રુદ્ર એટલે કોણ અને બધા કયા કયા?

  બૃહદારણ્યક ઋષિઃ શરીરમાં રહેલા દશપ્રાણ (ઈન્દ્રીયો) અને આત્મા

  શાકલ્ય ઋષિઃ બાર આદિત્યો કોણ?

  બૃહદારણ્યક ઋષિઃ બાર માસના બાર આદિત્ય.

  શાકલ્ય ઋષિઃ આ વસુઓ કોણ છે?

  બૃહદારણ્યક ઋષિઃ અગ્નિ, પૃથ્વી, વાયુ, અંતરિક્ષ, સૂર્ય, આકાશ, ચંદ્ર અને નક્ષત્રો. વિશ્વ આમાં વસે છે માટે આ વસુઓ છે.

  શાકલ્ય ઋષિઃ ઈન્દ્ર કોણ છે?

  બૃહદારણ્યક ઋષિઃ વાદળાંનો ગડગડાટ તે ઈન્દ્ર છે.

  શાકલ્ય ઋષિઃ પ્રજાપતિ કોણ છે?

  બૃહદારણ્યક ઋષિઃ યજ્ઞ એ પ્રજાપતિ છે

  શાકલ્ય ઋષિઃ ખરેખર દેવ કેટલા?

  બૃહદ આરાણ્યક ઋષિઃ ૬ દેવ

  શાકલ્ય ઋષિઃ આ છ દેવ કયા?

  બૃહદ આરાણ્યક ઋષિઃ અગ્નિ, પૃથ્વિ, વાયુ, અંતરિક્ષ, સૂર્ય અને આકાશ. આમાં બધાદેવ સમાઈ જાય છે.

  શાકલ્ય ઋષિઃ ખરેખર દેવ કેટલા?

  બૃહદ આરાણ્યક ઋષિઃ ત્રણ દેવ.

  શાકલ્ય ઋષિઃ આ ત્રણ દેવો કયા કયા છે?

  બૃહદ આરાણ્યક ઋષિઃ આકાશ, પૃથ્વી અને પાતાળ. બધું આમાં સમાઇ જાય છે.

  શાકલ્ય ઋષિઃ ખરેખર દેવ કેટલા?

  બૃહદ આરાણ્યક ઋષિઃ બે દેવ. જઠરાગ્નિ અને વૈશ્વાનર. શરીરમાં રહેલો અગ્નિ અને વિશ્વમાં રહેલો અગ્નિ.

  શાકલ્ય ઋષિઃ ખરેખર દેવ કેટલા

  બૃહદ આરાણ્યક ઋષિઃ દોઢ.

  શાકલ્ય ઋષિઃ દોઢ દેવ કયા કયા અને શામાટે દોઢ.

  બૃહદ આરાણ્યક ઋષિઃ આ વાયુ રુપ અગ્નિ જે વિશ્વમાં વ્યાપ્ત છે તે એક અને શરીરમાં છે તે અર્ધો.

  શાકલ્ય ઋષિઃ ખરેખર દેવ કેટલા?

  બૃહદ આરાણ્યક ઋષિઃ એક. તે અગ્નિ છે. તે જ બ્રહ્મ છે. તે બ્રહ્મમાંથી નિકળીને બ્રહ્માણ્ડ રુપે પ્રગટ થયો. તેથી તે બ્રાહ્મણ કહેવાયો છે.તે જ સત છે.

  Like

  1. દવે સાહેબ,
   બહુ સરસ સંવાદ મુક્યો.છેવટે તો એકજ દેવ છે.અગ્નિ,બ્રહ્મ અને બ્રહ્માંડ બધું એકજ.બહુ સરસ.આભાર.

   Like

 3. વેદના દરેક ઋષિઓ પરિણીત હતાં અને તેમને સંતાનો પણ હતાં – એ હકિકત આપણે ભૂલી ગયા છીએ અને બ્રહ્મચર્યની ખોટી પરિભાષા ઉપાડી લીધી છે.

  તપનો હેતુ પણ માનસિક અને શારિરીક બળની ક્ષમતા વધારવાનો હતો જે ભૂલી જવાયો છે.

  Like

  1. ચિરાગભાઈ,
   અમે કાયમ એજ તો લખીએ છીએ.બધા ઋષીઓ પરણિત હતા.તો આ હાલનો બ્રહ્મચર્ય શું બલા છે?

   Like

 4. મહાબળવાન પ્રભાવશાળી પુરુષ સાથે સરસ સંવાદ.

  જીતો તો જીવો અને હારો તો મરો..

  ”ઉદ્યમો ભૈરવ” નું સૂત્ર અમને સુઝ્યું છે, નહિ તો કાલ ભૈરવ તમને ભરખી જશે.

  નિષ્ક્રિય બનીને બેસી રહેશો નહિ, બીજાને બેસવા દેશો નહિ.જે બેસી રહેતા હોય તેને ટેકો આપશો નહિ.

  શાશ્વતની ખોજમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા છીએ. ભૂતકાળની ગાથાઓમાં વર્તમાનને બગાડી રહ્યા છીએ.

  સરસ વાક્યો.

  આપે કહ્યું કે બાજુમાં જ સ્વર્ગ છે પણ મેં તો વાંચ્યુ છે કે નર્ક પૃથ્વીની નીચે અને પાતળથી ઉપર અને સ્વર્ગ આકાશની ઉપર છે. સાચું શું?

  Like

  1. મીતાજી,
   દરેક ના સ્વર્ગ અને દરેક ના નર્ક જુદા જુદા છે.છેવટે તો અશોકભાઈ કહે છે તેમ ગુપ ચિત્ત માં જ છે બધું.આભાર.

   Like

 5. શ્રી ભુપેન્દ્રસિંહભાઈ,
  કેમ છો??? ઘણા દિવસે મુલાકાત થઇ એટલે ખબર-અંતર પૂછવા પડે…!! અમે આવ્યા હતા પણ આપ નર્કારોહણમાં વિહરી ઇન્દ્ર દેવનો ઇન્ટરવ્યુ લેવામાં વ્યસ્ત છો એવા સમાચાર મળ્યા …
  ખરેખર આ લેખનશૈલી માટે આપને ખુબ-ખુબ અભિનંદન…. લોકોને એમના જ ભગવાન દ્વારા આપના જલદ વિચારોનો ડોઝ પાઈ દો છો…!!!
  આપે કહ્યું તેમ તપ અને બ્રહ્મચર્ય નો સાચો અર્થ ભૂલી લોકો – આળસુ લોકો મનફાવે તે અનર્થ કાઢી રહ્યા છે… કોઈ પણ ઇન્દ્રિયના સાહજીક વિવેકપૂર્ણ અવિર્ભાવને રોકવાથી વિકૃતિ જ પેદા થાય છે..
  જીવન એક અવિરત લડાઈ છે. સતત પરિશ્રમ નાં હથીયારથી જ જીતાય . ભૂતકાળ ગમે તેટલો ભવ્ય હોય છતાં તે વર્તમાન બની શકતો નથી તે તેની માર્યાદા છે…!! માટે ભવ્ય ભૂતકાળને વળગીને બેસી રહેવા કરતા આજે પરિશ્રમ કરીએ તો વર્તમાન અને ભવિષ્ય બન્ને ને ફાયદો થાય….
  બાકી એવરીથીંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એ તો સનાતનકાળથી છે જ…
  સામ, દામ, દંડ, ભેદ વગર શ્રીકૃષ્ણ પણ મહાભારતમાં પાંડવોને જીત અપાવી શક્યા હોત કે નહી એ વિચારવા જેવું છે..!!!
  આમ જ વિચારોનું કુરુક્ષેત્ર જારી રહે તેવી શુભકામના …..

  Like

  1. મૌસમી બહેના,
   આપ પણ મજામાં હસો.આશરે પાચ કે છ લેખ વચ્ચે જતા રહ્યા,નર્કારોહણ પણ ચોથો ભાગ છે.આપનું માનીતું કવિ સંમેલન પણ ગયું.આટલું બધું ક્યા ખોવાઈ ગયા હતા?ચાલો આવ્યા ખરા તે બદલ આભાર.

   Like

 6. Nice article…
  especially this one…

  હવે જોઈએ કોણ ઝપટ માં આવે છે?એકાદ વાર ચાન્સ મળે તો થોડું કરપ્શન આપી ને સ્વર્ગ ની મુલાકાત લેવાનું અમે અને રશ્મી ભાઈએ વિચાર્યું છે.આમ તો બાજુ માં જ છે.પણ અંદર જવું કાઠું કામ છે.ચોકી પહેરો ખુબ છે.બધે ઓરેન્જ ધારીઓ માળાઓ લઈને ઉભા છે.જોઈએ હવે શું થાય છે

  Let me guess….you would like to meet GOD Mahavir here…..I read your one article that “Ahimsa to Bhagwan Mahavir ni J”….so, may be you will praise him for some good deed….although it is just my guessing because you have covered many GOP in Narkarohan….You may meet Gandhiji too there..will you?

  Lage raho bhupendrabhai 🙂

  Like

  1. હિરલજી,
   આતો ઓરેન્જ ધારીઓ નું સ્વર્ગ છે.ભગવાન મહાવીર તો કપડાજ પહેરતા ના હતા.અને નિર્વસ્ત્ર મહાવીર ને તો નર્ક શું?અને સ્વર્ગ શું?એ તો જ્યાં હોય ત્યાં સ્વર્ગ હોય.મહાવીર ગમે ત્યાં જાય સ્વર્ગ એમની આસપાસ ફરતું હોય.ગાંધીજી માટે હજુ તપાસ ચાલી રહી છે.ખુબ આભાર આપનો.આપ લોકો ની સરાહના ના હોત તો અમે આટલું લખી શક્યા નાં હોત.

   Like

 7. Bapu,

  This is now turned in to a great fun. If you see Maharaj Indra again, please ask him to bless India always with his rain showers (plenty but not extreme), and never let our holy land be barren ever.

  Good read. Thank you.

  Like

  1. માધવભાઈ,
   આ ઇન્દ્ર છે ને આખલા ખાઈ ને એનું મગજ આખલા જેવું થઇ ગયેલું છે.જુઓ ગમે ત્યારે ભૂલો કરે અને પછી વિષ્ણુ કે શંકર જોડે મદદ માટે દોડી જાય.વરસાદ પણ જ્યાં જરૂર નાં હોય ત્યાં અતિશય પડે અને જરૂર હોય ત્યાં કોરું ધાકોર.માટે કૃષ્ણ જોડે એને મગજ મારી થયેલી.એટલો બધો વરસ્યો કે કૃષ્ણ બધાને લઇ ગોવર્ધન પર્વત ઉપર જતા રહ્યા.છતાં પૂછી જોઈશું.મૂળ તો વાવાઝોડા અને હરિકેન નો દેવ છે.ભાઈ હિમાલય ની પર્વત માળા ને લીધે ભારતીય ઉપ મહાખંડ જેવી મોન્સુન સીજન બીજે ક્યાય નથી.ખાલી ભારત માં જ ચોમાસું હોય છે,બીજા કોઈ દેશ માં નહિ.મુખ્ય બે સમર અને વિન્ટર, આભાર આપનો.

   Like

 8. હાસ્યરસ ,ચાબખા અને સરળ બોધ…ખુબ સરસ સમન્વય.
  એક રસપ્રદ ધારાવાહી જેમ નેક્ક્ષ્ત્ત એપિસોડ ની રાહ જોઈએ છીયે.
  આ વિચાર પર ટીવી ધારાવાહી થાશે જ કહું તો અતિશયોક્તિ નથી!

  Like

  1. “મિત્ર”
   ટીવી ધારાવાહી માટે તો એકાદ વર્ષ કે પછી અનંત કાલ સુધી ચાલે તેટલું લખવું પડે.એટલું આપણું ગજું નથી.હું તો એકાદ બે હપ્તા લખીને મૂકી દુ છું,પણ આ વળી લંબાયું છે.મિત્રો એ ચણા ના ઝાડ ઉપર ચડાવ્યો છે,માટે લખે જાઉં છું.થેન્ક્સ

   Like

 9. શારીરિક બળ ની દ્રષ્ટીએ દુનિયા ની તમામ જાતિઓ માં એવરેજ ભારતીયો નબળા પડે છે.કોઈ અપવાદ હોઈ શકે.એમાય તમારા ગુજરાતીઓ તો ખાસ.’ 🙂
  બાપુ ગુજરાતીઓ નારાજ નહીં થાય ?
  માર્ચ મહિનામાં મારા પડોશીએ શાંતિહોમ કરેલો.ત્યાંરે તાપમાન ૪૨ થી ૪૫ ડિગ્રી C* હતુ.આટલી સખત ગરમીમાં શાંતિહોમ કર્યા બાદ બીજા દિવસે ઘર ૫ સભ્યો હોસ્પિટલમાં એડમિટ થયા.ગ્લુકોઝની બોટલો પર બોટલો..ટૂંકમાં સીધો ફાયદો ડૉક્ટરને
  ઘરમાં ભડકા કરે,ભડકામાં છાણા,લાકડા,ઘી અને ઉપર જવ નાખીને શ્વાશ દબાય જાય તેવો ધૂવાડો કરે.પાંચ દિવસ સુધી તો આંખો લાલ ટામેટા જેવી રહે.ઘરમાં શાતિ થાય છે કે નહી ! એ તો આખો એરિયો જાણે છે.

  Like

 10. રજનીભાઈ,
  આમેય નારાજ થયેલા જ છે.ભાઈ આ મુરખો છે.આર્યો ઠંડા પ્રદેશો માં થી ભારત માં આવેલા.ત્યાં દરેક ના ઘર માં ફાયર પ્લેસ હોય,આજે પણ છેજ.એનેજ યજ્ઞ કુંડી કહેવાય.આ મુરખો ભારત અને તે પણ મધ્યભારત જેવા ગરમ પ્રદેશોમાં એક જૂની રીતી સાચવવા માટે યજ્ઞો કરીને શેકાય છે.એમાં ફળો અને પશુઓ નું માંસ બર્બેક્યું કરી ખાતા,હજુ અહી લોકો ખાય છે.એને જ યજ્ઞોમાં બલિદાનો કહેતા.અશ્વમેઘ માં ઘોડા વધેરતા.હવે સુધરી ગયા છે માટે નાળીયેર ને સોપારી હોમે છે.ચાર રસ્તે વસ્તુ પૂજન વખતે કોળાં વધેરે છે.ભાઈ આ લોકો મહા મુરખો છે.એમની વિચારવાની બારીઓ બંધ જ છે.કદી ખોલવાનો પ્રયત્ન જ કરતા નથી કે હવે ગરમ પ્રદેશોમાં યજ્ઞો ની જરૂર જ નથી.પ્રદુષણ વધારે છે.લાકડા અમેય ઓછા છે એને બચાવો.અમુક પરિવાર વાળા તો રોજ યજ્ઞો કરવાનું કહે છે.સાબરમતી ને તીરે આવેલા એક આશ્રમ માં તો બારેમાસ સવારે યજ્ઞો થાય છે.
  ભાઈ પેલા અપવાદ માં તમે આવી જાઓ હો કે!!!

  Like

 11. Bhupendrabhai,

  I think you can meet “Swami Vivekanada” in swarg.

  According to me…what he concluded from upnishad or veda….are

  right knowledge…right knowledge, right knowledge,

  courage…courage…courage….

  responsibility…responsibility…responsibility

  concentration…concentration..concentration

  mind power..mind power…mind power…

  self confidence…self confidecne…self confidence…

  experience soul power…divya shakti…divya shakti…divya shakti…

  Also he has explained well

  “rajyouga”, “karmayoga”,”gyan yoga”, “bhaktiyoga” etc.

  —-

  I think you should write book on “Indian GOD, Indian rituals, and wrong believes”.


  When I was a kid…was asking many questions like Krishana was there? how come he performed dance with python? is it true? who saw that? GOD was great then why someone else need to write story like ramayana or mahabharata?

  GOD RAM could tell or explain well like GOD Mahavir told to his disciples..
  like Krishna told to Arjun (Gita)

  many questions…many things like Yagna-Havan even these days people perfom where in there is no logic behind it…you can elaborate more on it (although it require deep study (original mythology scripts and rituals from centuries etc..)
  but it will help to new generation (in a book form with reference /evidence scripture details)….You have that vision and ideas to write down “What was said…what people misunderstood (Saints)”….

  happy writig 🙂

  Like

  1. હિરલજી,
   આપણી નાનપણ ની જીજ્ઞાશા જ આપને આટલું વિચારતા કરી રહી છે.વિચારવાની બારીઓ સંપૂર્ણ ખુલ્લી હશે તો જ સાચું સમજી શકાય.રોંગ બીલીવ્સ ઉપર તો લખીજ રહ્યો છું..સિગારેટ પીતા વિવેકાનંદ ને કહેવાતી શુદ્ર જાતિ પર થતા અત્યાચારો નું બહુ દુખ હતું.રાતની જોબ અને દિવસે ઊંઘવાનું અને વધે તે સમય માં લખવાનું.જોઈએ કેટલું લખાય છે.આપના પ્રોત્સાહન થી ચાનક ચડે,બીજા મિત્રો પણ એટલુજ પ્રોત્સાહન આપે છે.બધાનો ખુબ આભાર.

   Like

  1. રશ્મીભાઈ,
   આભાર,આપને પૂછ્યા વગર નર્ક માં લઇ ગયો છું.જલ્દી પાછા પણ આવી જઈશું.જરા નીંદર તૂટે એની રાહ જોઈએ.

   Like

  1. ચિરાગભાઈ,
   સાચી વાત છે પણ બધા સાધુઓ ને એવી પડી હોતી નથી.ઉલટાનું એમને ચમત્કારો ની વધારે પડી હોય છે.જોગાનુજોગ સાચું પડી જાય કે સારું થઇ જાય તો અમે કર્યું અને ખોટું થાય તો કહેશે કરમ તમારા.

   Like

 12. ભૂપેન્દ્ર ભાઈ, આર્યન ઇન્વેઝન કે આર્યન માઈગ્રેશન કે આર્યન ડીફ્યુઝન ની થીયેરીઓ ડેડ થઈ ગઇ છે. જેનેટિકલી પણ ડીસ્કાર્ડ થઇ ગઇ છે. જોકે આ વાત ને વ્યાપક થતાં સમય લાગશે. તે દરમ્યાન “આર્યો આવ્યા” એ વાતનું ભૂત ધૂણ્યા કરશે.

  આર્ય એ વિશેષણ છે અને હતું. અને વેદિક સંસ્કૃતિનું ઉદગમ સ્થાન અને કેન્દ્ર સ્થાન ભારત જ હતું. વધુ રસ માટે અહીં ક્લીક કરો.
  1) http://www.IndiaHistoryOnline.com/chron.html (Download ‘The Royal Chronology of India’)

  વેદ કાળમાં પશુ યજ્ઞો થતા નહતા. તે માટે ઋગવેદ ને તો માન્ય રાખવો જ પડે.
  अग्ने यं यज्ञं अध्वरं विश्वतः परिभूरसि, स इद्‌ देवेषु गच्छति
  (મંડળ-૧, સુક્ત-૧ અને ઋચા-૪)
  હે સર્વજ્ઞાની અને સર્વવ્યાપક અગ્નિ, તું અમારા આ અહિંસક યજ્ઞનું બધી દિશાઓમાંથી રક્ષણ કર.

  અગ્નિથી આદિમાનવને હિંસક પશુઓથી રક્ષણ મળતું હતું તેથી તે અગ્નિને પ્રજ્વલિત રાખતો હતો. યજ્ઞકુણ્ડ તેની પૂજાની પ્રણાલી બની હશે. “દીપ” ગૃહ અગ્નિ તરિકે સ્થપિત થયો.અને કાળ ક્રમે તે જ્યોતિર્‌ લિંગમાં પરિવર્તિત થયું. યજ્ઞકુંડ આકાશ નીચે રખાય છે. તેથી “Fire Place” અને આર્યો ઠંડા પ્રદેશમાંથી આવ્યા તે વાત ને ખાસ સંબંધ નથી. ભારતમાં પણ ઠંડી તો પડે જ છે.

  Like

  1. શ્રી દવે સાહેબ,
   આર્યો કુટીરો માં રહેતા હતા માટે ઘર માં યજ્ઞ કુંડી રાખી ના શકાય.અહી પણ ઘરમાં ફાયરપ્લેસ હોય છે એનાથી ઘરો સળગી જતા હોય છે.વળી ઘર પણ લાકડાના જ હોય છે.માટે અહીના ઠંડા પ્રદેશોમાં આગ વધારે લગતી હોય છે.બીજું જેનેટીકલી પુરાવા મળેલા છે કે મધ્ય એશિયા માંથી દુનિયા નાં ઘણા બધા દેશો માં માઈગ્રેશન થયું છે.એટલે આજના જેનેસિસ્ટ મધ્ય એશિયા ને માનવ જાત ની ખેતી સમજે છે.નીયાઝો નામના કાઝાખીસ્તાન નો માણસ એના માટે બહુ મહત્વનો છે,એનામાં મ્યુટ થયેલા યુરોપિયન અને ભારતીય લોકોના જીન્સ છે,જે હજારો વર્ષ પહેલા મ્યુટેશન થયેલું.ઉત્તર ભારતીયો તથા યુરોપિયન ના પૂર્વજો ના જીન્સ એનામાં મળે છે.દક્ષીણ ભારતીયો ના જીન્સ આફ્રિકન અને મૂળ ઓસ્ટ્રેલીયન આદિવાસી ના જીન્સ સાથે મળે છે.વિરામાંન્ડું નામના તમિલ ભાઈ ના જીન્સ માં ૫૦,૦૦૦ વર્ષ પહેલા મ્યુટ થયેલો જીન્સ મળ્યો છે જે ઓસ્ટ્રેલીયન આદિવાસીઓ નો પૂર્વજ છે.હરપ્પન લોકો આર્યન હોય તેવું માની શકવું અઘરું છે.સંસ્કૃત અને લેટીન બંને ની મધર ભાષા કોઈ એકજ હોવાની.એવું બની શકે કે આર્યન લોકો એ હરપ્પન લોકો ઉપર હાવી થઇ ગયા પછી વેદિક સંસ્કૃતિ વધારે વિકસી હોય.આતો બધો સંશોધન નો વિષય છે.આપ ના પ્રતિભાવો આવકાર્ય છે.એમાંથી ઘણું જાણવા મળે.કોઈ એક થીયરી પકડીને બેસી રહેવું યોગ્ય નથી.હું પણ ખોટો હોઈ શકું.આના ઉપર વધારે પ્રકાશ પાડશો તો વાચકોને પણ ઘણું જાણવા મળે.અને અમને પણ.

   Like

    1. ચિરાગ ભાઈ,
     ઘણો બધો વિતંડાવાદ છે.માઈકલ વુડ ની સ્ટોરી ઓફ ઇન્ડિયા નામની ૬ ભાગ ની ડોક્યુમેન્ટ્રી જોઈ લેવા વિનતી છે.કાઝાખીસ્તાન માં ચોક્કસ પુરાવા મળેલા છે.આર્યો ત્યાં થી આવેલા છે.ત્યાં કોઈ નદી ના વહેં બદલાવાથી આર્યો ત્યાંથી નીકળ્યા હોય.બીબીસી અને નેશનલ જ્યોગ્રાફી ની આ ફિલ્મ જોવા જેવી છે.બીજી જર્ની ઓફ મેન પણ જોઈ લેશો.એમાં જેનેટીકલી પુરાવા મળ્યા છે કે કેટલાક ભારતીયો ના જીન્સ કિર્ગીસ્તાન થી આવ્યા છે.ખાસ તો ઉત્તર ભારતીયો ના.ભાઈ દક્ષીણ ભારતીયો અને ઉત્તર ભારતીયો ના જીન્સ જ જુદા પડે છે.ઓસ્ટ્રેલીયન મૂળ આદિવાસીઓ ના જીન્સ દક્ષીણ ભારત થી ૫૦,૦૦૦ વર્ષ પહેલા ગયેલા છે.ચહેરા જ બોલતા હોય છે.એવું પણ બને કે હરપ્પન લોકો ની સંસ્કૃતિ આર્યન લોકો જોડે ભળી ગઈ હોય.અને દ્રવિડિયન પણ હારી ને ભળી ગયેલા છે.જો કે હું મૂળ ઈતિહાસ શું છે તેના કરતા એની શું અસરો હાલ છે અને એના શું ખરાબ પરિણામો ભોગવી રહ્યા છીએ તેના વિષે લખું છું.ઈતિહાસ જે હોય તે પણ હાલ યજ્ઞો અને ઘી તથા લાકડાનો બગાડ અને અતિ ગરમીમાં પણ શેકાઈ જવાનું જરૂરી નથી તેના ઉપર મહત્વ આપું છું.ચાલો આર્યો અહી જ હતા પણ હવે આટલી બધી ગરમી માં યજ્ઞો ની શું જરૂર છે?પ્રદુષણ વધારા સિવાય કશું નથી.છતાં આપનો પ્રયત્ન ખુબ saaro છે.me rutmandal માં badhu vachyu છે.

     Like

     1. ભુપેન્દ્રભાઈ, સ્ટોરી ઑફ ઇંડિયાની ડીવીડીનો સેટ મેં વસાવેલો છે.

      જીનેટિક પૃથક્કરણ પણ એ અભિધારણા રાખીને આગળ વધે છે કે ડીએનએમાં જે પરિવર્તન આવ્યા છે એના પર વાતાવરણની અસર ના પડી હોય, અને જેને પ્રયોગશાળાનું વાતાવરણ કહે છે એવા સંજોગોમાં શું થઈ શકે… આ બધું જો કે વિદ્વાનોનું મંતવ્ય છે.

      તમે જીનેટિક આધારે આર્યોના સ્થળાંતરને માનો અને હું ખગોળીય અને ભૌતિક ઘટનાઓને આધારે આર્યોનો વસવાટ હિમાલય માનુ.

      યજ્ઞોને ગરમી-ઠંડી સાથે લેવાદેવા સ્વીકારીએ તો પણ, આર્યો સપ્તસિન્ધુમા વસવાટ કર્તા હતા જ્યા ઠંડી છે.

      Like

      1. ચિરાગ ભાઈ,
       જર્ની ઓફ મેન પણ વસાવવા જેવી છે.હું તો નેટફ્લીક્ષ દ્વારા બધું મંગાવીને જોતો હોઉં છું.આને યુ ટુબ ઉપર પણ મુકેલી છે.મેં એના વિષે એક આર્ટીકલ પહેલા મુકેલો છે.”માનવ જાતનું મહાભીનીશ્ક્રમણ’કોયડા ઉકેલે છે જીન્સ.આ લેખ વાચસો.ડિસ્કશન થી એકબીજા ની માહિતી આપલે થાય અને જાણવા મળે.મને જ્યોતિષ આધારિત ગણિત ઉપર જે સમય કાલ ની માહિતી મળે છે તે જાની ખુબ આનંદ થયો.ભાઈ તમે કે હું પૂર્ણ જ્ઞાતા હોવાનો દાવો તો કરી શકીએ નહિ.આભાર.

       Like

 13. આ બાબતમાં ઘણુંજ સાહિત્ય છે. અને અહીં જો દર્શાવું તો પાનાંના પાના ભરાઈ જાય.
  અસુરોના તેમજ સુરોના પણ નગરો હતા. AIT સમર્થકોના વિરોધાભાસમાંનો એક એ છે કે વેદમાં ભારતબહારના પ્રદેશોનો ઉલ્લેખ નથી. અને જુના પૂરાણોમાં બહારના પ્રદેશોના ઉલ્લેખો ઠીક ઠીક છે. વેદની સંસ્કૃતિ નોમેડીક હોઈ શકે તેવું જરાપણ લાગતું નથી. હરાપ્પન અને મોહેંજો દડો એ આખરે તો સરસ્વતી સંસ્કૃતિ જ હતી. અને તે વૈદિક હતી. જો તમને રસ હોય તો જણાવશો. હું તમને ઇમેલ કરીશ. શ્રી ઓકનું લખાણ આપેલી લીંક ઉપરથી મળી શકશે.

  Like

  1. પારુ બેન,
   સ્ત્રી ને વસ્તુ સમજવાનું સદી ઓ થી આખી દુનિયા માં ચાલી રહ્યું છે.મારો જગત જનની માં અંબા,માં દુર્ગા વાળો લેખ વાચસો.માટે મને શ્રી ગુણવંત શાહ લખે કે રામાયણ પ્રેમ નું મહાકાવ્ય તો મને સખત ખીજ ચડે છે.હું એને શોક નું મહાકાવ્ય કહું છું.પ્રિય પત્ની ની અગ્નિપરીક્ષા?અને પેટમાં ટ્વીન્સ હોય અને ત્યાગ?આતો ચેસ્ટીટી બેલ્ટ નો મામલો જ એક યા બીજા રૂપે કહેવાય ને?

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s