નર્કારોહણ-૨

નર્કારોહણ-૨
અમે અને દેસાઇ સાહેબ ચાલતાં ચાલતાં આગળ વધ્યાં. ત્યાં સુંદર બગીચામાં માથે મોરપંખ બાંધેલા ભગવાન શ્રી ક્રુષ્ણ બેઠેલા જોયા સુંદર રમણીય નારીઓ વચ્ચે. હું તો ઝટ દઇને દોડ્યો આ તો મારા ખાસ.મેં કહ્યું,
‘ભગવાન આપ પણ અહીં?’
‘અમારી વૈકુંઠમાંથી અહી બદલી થઇ ગયી છે, ખબર નહીં હમણાં શું ટ્રેન્ડ આવ્યો છે કે ઘણા બધાંની અહી ટ્રાન્સ્ફર થઇ ગઇ છે.’
‘તો ભગવાન આપ અહીંથી ભારત(કુરુક્ષેત્ર)માં પધારો છો? મને તો એમ હતુ કે આપ સ્વર્ગમાંથી આવતા હશો.’
‘ના વત્સ, હું અહીં નર્કમાં ફરું કે ત્યાં ફરુ શું ફેર પડે છે? હવે લગભગ બધે સરખું જ વાતાવરણ થઇ ગયું છે.’
‘ભગવાન સાવ એવુ ના બોલો મેરા ભારત તો મહાન છે, સોને કી ચીડિયા છે.’
‘વત્સ હતું ત્યારે હતું અત્યારે નથી, જુઓ અમે તો ક્ષણમાં આતતાયીને હણી નાખતા હતા, તમને એક કસાબ હરાવી જાય છે, અમારા વારસદારો શું આવા હોય?’
‘પણ ભગવાન શુ કરીએ! નેતાઓ એવાં છે કે દેશને નર્ક બનાવી દીધો છે, પ્રજા શું કરે બીચારી?’
‘સાવ ખોટી વાત છે વત્સ! પ્રજા જ દેશને મહાન અને સ્વર્ગ બનાવી શકે અને પ્રજા જ દેશને પામર અને નર્ક બનાવી શકે. આ નેતાઓ ઉપર થી ટપકે છે?
‘ના ભગવાન એ તો પ્રજા જ ચુંટે છે, પ્રજામાંથી જ આવે છે.’
‘વત્સ, હવે સમજાયું? કુવામાં હોય તો હવાડામાં આવે.’
‘સમજાયુ ભગવાન વાંક બધો જનતાનો જ છે.’
‘વત્સ, ભારત મા બીજાને દોષ દેવાની બહુ બુરી આદત પડી ગઇ છે.’
‘ભગવાન દવે સાહેબ એવુ ક્યાંક થી શોધી લાવેલા હતાં કે રાધાજી તો આપના મામી હતા, એમને કામવાસના એ સતાવ્યા તો આપ બાળકમાંથી રાતોરાત પુખ્ત થઇ ગયા અને રાસલીલાઓ તથા કામલીલા કરી.’
‘અરે વત્સ, તમારા કોઇ મહરાજશ્રીને એમની કોઇ યુવાન મામી ગમી ગઇ હશે, એટલે મારા નામે ચડાવી દીધું લાગે છે.’
‘એટલે, સમજ્યો નહીં ભગવાન.’
‘અરે નાદાન, એમની યુવાન મામીને ભોગવવી હશે, પેલી માનતી નહી હોય, નીતિમત્તાની વાતો કરતી હશે, એટલે મારી આવી વાતો કરી હશે કે ભગવાન પણ આવુ કરતા હતાં.પછી પેલીને પટાવી લીધી હશે.’
‘પણ ભગવાન, આપ અહીં નર્ક મા કેમ? આપ તો માખણ ખાતાં હતાં.’
‘કેમ ભુલી ગયાં? રાજસુય યજ્ઞ વખતે એંઠી પતરાળીઓ અમે ઉઠાવેલી એમાં સમાજના કહેવાતા ઉચ્ચ વર્ગે હરણના માંસનો આહાર કરેલો એ પતરાળીઓ અમે ઉચકેલી એના માટે અહીં આવી ગયા.’
‘અને ભગવાન મહાભારતના યુદ્ધના લીધે પણ લોકો માને છે કે આપે ખોટું કરાવેલું.’
‘વત્સ, ભલે લોકો માને ખોટું પણ સ્ત્રી ને ભરી સભામાં નગ્ન કરે તેવી સડેલી વ્યવસ્થાનો નાશ જરૂરી હતો, એના માટે થઇને જૈનોએ પણ મને એમના નર્કમાં નાખેલો જ છે.’
‘પણ ભગવાન એમના એક તીર્થંકર નેમિનાથ તો આપના કાકાના દીકરા ભાઇ હતા, તો એમણે પણ લાગવગ ના કરી?’
‘ના એમાં લાગવગ ના ચાલે, કદાચ એમણે પણ સજેસ્ટ કર્યું હોય કે બહુ ફાટ્યો છે નાખો નર્કમાં, જુઓ ભાઇ જેવો મિત્ર નહીં ને ભાઇ જેવો કોઇ દુશ્મન પણ નહીં.’
‘હા ભગવાન એ વાત સાચી,પાંડવો પણ કૌરવોના ભાઇઓ જ હતાં ને?’
‘વત્સ, હવે તમે અહીં જ રહેવાના છો જ્યારે ઇચ્છા થાય ત્યારે મળી શકો છો, હવે હું જરા મારી સુર સાધના કરી લઉં.
ભગવાન હવે વાંસળી વગાડવા લાગ્યા. એમની ક્લાસીકલ ધુનો શરુ થઇ તો લોકો ડોલવા લાગ્યા. અમે ત્યાંથી આગળ વધ્યા. જ્યારે જ્યારે હું પૂછું કે આપ લોક નર્કમાં કેમ? ત્યારે દેસાઇ સાહેબ મૂંછ મા હસે. મને તેનું રહસ્ય સમજાય નહીં. મને તો આ નર્કમાં કોઇ પાપી માણસો ને શેકવાનાં  તવા વિગેરે દેખાયું નહીં. બચપણમાં મેં નર્કમાં શી યાતનાઓ વેઠવી પડે તેના ફોટા જોયેલા. એ વખતે હું ડરીજ ગયેલો. કે કદી પાપના કરવું. પણ પછી સમજ પડી ગયેલી કે આ તો તમારી અંદર રહેલા ડરનો ઉપયોગ કરીને રોટલા શેકવાનો ધંધો ચાલે છે. આમેય ભયની વ્રુત્તિ દરેકમાં મુકેલી જ હોય છે કુદરતે. હિંસક પશુ પ્રાણીઓથી ના ડરો અને ભાગો નહીં તો એ લોકો તમને મારી નાખે. અને ડરી ને ભાગી જાવ તો બચી જવાય. એ બહાને સર્વાઇવ થઇ જવાય.

સમયથી પહેલાં કુદરત તમને મારી નાખવા નથી ઇચ્છતી માટે આવી ડર અને ભય જેવી ભાવનાઓ મુકેલી છે. છતા કાયમ ભાગ્યા કરો તો પણ ના ચાલે. કાયમ ડર્યા કરો તો પણ ના ચાલે. ઉલટાનું લોકો ડરાવી ડરાવીને મારી નાખે. માટે અભયની ભાવના પણ મુકી. સર્વાઇવ થવા મજબૂત પણ બનવું પડે. માટે સાહસ મૂક્યું.કપરી પરિસ્થિતીમાં લડવાનુ બળ આપ્યું. માટે ઉપનીષદો એ અભયના વચનો વદ્યા અને ભગવાન મહાવીરે પ્રથમ સુત્ર અભયનું આપ્યું. માણસ એકબીજાને મદદ કરે છે. કેમ? એકબીજાને મદદ કરી ને કોઇ ઉપકાર કરતો નથી. એક બીજા ને બચાવીને કોઇ ઉપકાર કરતો નથી. આ તો બંનેનો સહીયારો પ્રયાસ છે સર્વાઇવ થવાનો. આ બધું સમજવા જેવુ છે. વાઘ અને સિંહ સામે આવે અને તમે ભાગી જાવ તો ડરપોક ના કહેવાઓ. એ કુદરતી છે. પણ મુઠ્ઠીભર અંગ્રેજોના ગુલામ રહેવું તે કાયરતા છે. કાયમ બહાદુરીના બણગાં ફૂંકીને હજાર વર્ષ ગુલામ રહેવું તે નરી કાયરતા જ છે. ગાંધીજી પાકા વણીયા હતા, બુધ્ધિશાળી હતા. એમને ખબર હતી કે આ કાયર પ્રજા લડીને આ લોકોને ભગાડી નહીં શકે. માટે મારવાનો નહીં માર ખાવાનો કોન્સેપ્ટ લઇ આવ્યા. મારી મારી ને કેટલા ને મારશો? કરોડો છીએ. થાકીને ભાગી ગયા.
બસ હવે તો અહી નર્કમાં જ રહેવાનું છે. અહીં તો બહુ બધા મહાનુભવો છે. બધાને મળીશું અને વાતો કરતાં રહીશું.

22 thoughts on “નર્કારોહણ-૨”

  1. ભૂપેન્દ્રસિંહજી ખૂબ જ સરસ વાત ડર અને ભયની વૃત્તિ સર્વાઇવ થવા માટે કુદરતે આપણામાં મૂકેલી છે. સાથે અભયની ભાવના પણ સર્વાઇવ થવા જરૂરી છે.

    સુખદુઃખ સમાનનો ઉપદેશનો આશય પણ વ્યક્તિગત સુખ ને બદલે સામુદાયિક સુખ એવો છે સર્વાઇવ થવાનો સહિયારો પ્રયાસ.

    દુઃખોથી ડરીને અને સતત સુખ મેળવવાના પ્રયત્નો લાંબા સમય સુધી કરતા રહેવાથી મનુષ્યને લાગ્યું કે સંપૂર્ણ સુખ મેળવવું આ જન્મમાં અશક્ય છે. સુખદુઃખની સંકુચિત કલ્પનાઓ છોડીને આત્મીયતાની વ્યાપકતાને બદલે જન્મમરણમાંથી છૂટવાના પ્રયત્નો કર્યા અને અને તેથી તેણે સ્વર્ગ અને નર્ક જેવાં બીજાં લોકની કલ્પના કરવા માંડી. અને તેને લીધે દંભ અને ભ્રમ ઊભો થયો. માનવતાનો વિકાસ એ જ માનવ જન્મનું સાચું કર્મ અને ધ્યેય છે. જ્યારે માનવતાનો વિકાસ ના થાય અને દુઃખો ભોગવવાં પડે તેનો કર્તા પરમેશ્વર છે કે આપણે? આપણે જ ઊભાં કરેલાં દુઃખો અને પરિસ્થિતિથી ડરીને મોક્ષ અને સ્વર્ગ-નર્કની કલ્પનાઓ ક્રવાનો શો અર્થ?

    Like

    1. મીતાજી,
      ભવિષ્ય માં મજબુત જિન્સ નવી પેઢીમાં ટ્રાન્સફર કરવા માટે અભય અને તત્કાલીન જીવ બચાવવા માટે ભય.કોબ્રા ફૂંફાડો મારી ને દંશ દેવા આવે તો ભાગી જવામાં જ બહાદુરી કહેવાય.પછી આવડત કેળવી રજની ભાઈ ની જેમ એને પકડી લઈએ,તે અભય અને જંગલ માં છોડી આવીએ તે કરુણા કહેવાય.ખુબ આભાર તમારો.

      Like

  2. અતિ સુંદર! ‘ડ’ર વિષે ખુબ સરળ છતાં ગંભીર વાત તદન નવી શૈલી મા કહી.
    ડર જરૂરી છે.પણ કેટલા અંશે અને ક્યાં તે નક્કી કરવું સામાન્ય માણસ ની સમજણ બહાર છે.અને મુઠ્ઠીભર વ્યક્તિઓં તેનો લાભ લઇ (દુ)શાસન કરેછે!

    Like

    1. “મિત્ર”
      ભય અને લાલચ બંને નો બાખુબી ઉપયોગ કરવાનો સારામાં સારો ધંધો કરતી હોય તો આપણાં દેશ ની સાધુ સંસ્થા.ભય એટલે નર્ક અને લાલચ એટલે સ્વર્ગ.ખુબ આભાર.

      Like

  3. એ હકીકત છે કે આ કેહવાતા ધર્મ ધુરંધરો ભય અને લાલચ નો બાખુબી ઉપયોગ કરી જાણે છે, જેને લીધે જ આ સ્વર્ગ અને નર્ક ની કલ્પના ઉભી કરવામાં આવી છે, પોતાના અસ્તિત્વને જાળવવા તેઓ કઈ હદે જાઈ શકે છે તે આપણે સર્વે જાણીએ છીએ, પરંતુ કોઈ ને કોઈ કારણસર અંદર પેઠેલ ભયના કારણે તેઓની દુકાન / વેપાર ચલાવવામાં આપણે નિમિત બનતા રહીએ છીએ., અને તેનો ભોગ પણ આપણે જ બનીએ છીએ.

    Like

  4. વાહ સરસ,

    જ્યારે આપણો પુત્ર અથવા પુત્રી દરરોજ આઠ વાગે ઘરમાં આવી જતો હોય અને રાતના અગ્યાર વાગ્યા સુધી વાવડ જ ના મળે એ “ભય” છે.

    પુત્રીને જે છોકરા જોડે ફરવાની ના પાડી રાખી હોય અને એને એ જ કરવુ ગમતુ હોય ત્યારે એનો આક્રોશરુપી નફરતી વિરોધ એ “ભય” છે.

    ભારતમાં, દહેજ ભુખ્યો લંપટ પતિ ઘરે મોડો ભલે આવે પણ એના ખભા પર લાંબા વાળની લટો દેખાઈ આવે, પતિનો એક ગાલ આછેરા ગુલાબી જણાઈ આવે એ બળતરા ભોગવનાર અબળા સ્ત્રી માટે “ભય” છે.

    જ્યારે ડોકટર કહે છે કે હવે છેલ્લો ઉપાય તો ઓપરેશન જ છે અને એ પણ ઉપરવાળાના ભરોસે છે એ “ભયઃ છે.

    જ્યારે કસ્ટમ ઓફિસર પુત્રના સામાનમાંથી ડ્રગ્સની મળ્યાનો ફોન ઘરે આવે એ “ભય” છે.

    મારા પુત્રના ૦૧ મે ૨૦૧૦ના રોજ એક્ષીડંટના સમાચાર સાંભળીને પસીનો છુટી ગયેલો, એ “ભય” છે. (પગમાં ફ્રેક્ચર થયેલુ)

    વગેરે વગેરે………..

    (અને “ભય” એ નરક નો દુત છે, એ “ભય” જ સ્વર્ગમાં વિરાજતા પરમેશ્વરની ઓળખ શીખવી દે છે) પ્રભુ કોઈને ભયની ઓળખ જ થવા દેતો, સહુને સુખી રાખજે….બાપલા……

    Like

  5. શ્રી ભુપેન્દ્રસિંહજી, સુંદર લેખ.
    ’ કુવામાં હોય તો હવાડામાં આવે.’ એકદમ સાચું, (જો કે હવે કુવો ખાલી હોય તો ટેન્કરથી હવાડો ભરવાનો રીવાજ છે !!) ભગવાને નર્કમાં ન જવા માટે ’લાગવગ’ ન લગાડીને સારું ઉદાહરણ પુરૂં પાડ્યું. (નહીં તો પોતાના જ દ્વારા કહેવાયેલા કર્મના સિદ્ધાંતનો ભંગ થાત) જો કે એ કંઇ થોડા આજના નેતાઓ જેવા છે કે ’અભી બોલા અભી ફોક !’

    ભય વિશે આપે સારૂં સમજાવ્યું, આપના સુંદર લેખમાં હું પણ થોડું યોગદાન કરી જ દઉં ! તો ’ભય’ કે ’ડર’ એ વિકાસના ક્રમમાં, પ્રાણીમાત્રમાં ઉત્પન્ન થયેલી, સ્વરક્ષા માટેની લાગણી છે. કોઇ પણ પ્રાણી (વનસ્પતિ પણ !) લડવા માંગતું નથી, આથી શક્ય ત્યાં સુધી તે ભયના આદાનપ્રદાન દ્વારા લડાઇથી બચવાની કોશિશ કરે છે. જેમ કે કુતરાને જોઇને બિલાડી એકદમ પીઠ ઊંચી કરી, રૂંવાટી ફુલાવી, ખીખવાટા કરી અને પોતાને મોટી તથા ભયાનક દેખાડવાની કોશિશ કરે છે. જેથી કુતરો તેને શક્તિશાળી સમજી અને છંછેડે નહીં. સાપનો ફુંફાડો પણ આ જ કારણોસર છે. વધુ નથી લખતો પરંતુ આ પ્રકૃતિની રચના છે, ભય વડે શાંતિ. અને આ ભય કુદરતી છે.

    હવે જોઇએ માણસે ક્યાં ક્યાં આમા ફેરબદલ કરી તે. કદાચ ત્યારના આ બુદ્ધિશાળીઓએ પ્રકૃતિમાંથી પ્રેરણા લઇ અને લોકોને ત્યારની સમાજરચના મુજબ વર્તતા કરાવવા માટે ’નર્ક’ના ભયની રચના કરી. ગરુડપુરાણ વાંચશો અને તેમાં નર્કની સજાઓનું વર્ણન વાંચશો તો, અમારા જેઠાભાઇ કહે છે તે મુજબ, મહદાંશે તો કોઇ પોલીસ સ્ટેશનમાં ઘુસ્યા હોય તેવું લાગશે !! (એ લોકોને થયું કે આ ’પાપી’ વળી ક્યારે નર્કે પહોંચે, અને ત્યાંય પાછું આવી સજાઓ થશે કે કેમ તેના કોઇ પુરાવા તો છે નહીં ! આથી લાવો અહીં જ ફટકારી દઇએ !!) અર્થાત, ડર એ ક્યારેક સમાજને સુપેરે ચલાવવા માટે પણ ક્રિએટ કરાતો હોય છે. પછી તે કાયદાનો ડર હોય કે ધર્મનો ડર.

    અને એ ડર પણ અજ્ઞાની કે અબૂધ લોકો માટે છે, જ્ઞાનીઓ તો જાણે જ છે કે આ બધા શાસ્ત્ર વચનો શા માટે છે. વૈદિકધર્મમાં (અને ગીતામાં પણ) એ માટે જ જ્ઞાનનું મહત્વ વધુ આંક્યું છે, ભય વડે શાંતી કરતા સમજણપૂર્વકની શાંતી ઋષીઓને વધુ પસંદ હશે. વિચારકોના કહેવા મુજબ આ સ્વર્ગ કે નર્ક કોઇ બનીબનાવેલી જગ્યાઓ નથી. મનુષ્ય પોતાની જાતે જ, પોતાના કર્મો દ્વારા, પોતાના મનોજગતમાં જ, આનું નિર્માણ કરે છે. સ્વર્ગમાં જવું કે નર્કમાં તે નક્કિ કરનાર ’ચિત્રગુપ્ત’ એ પોતાનું ગુપ્તચિત્ત (અચેતન મન) જ છે. અને માટે જ જ્ઞાનીજનો પુરી સભાનતાથી દાવો કરે છે કે ’મનુષ્યને સૌથી વધુ ડર સ્વયં પોતાનાથી લાગે છે’. અને ઉપનિષદો (કદાચ એકમાત્ર ઉપનિષદો જ) એટલે જ સત્યનો, ધર્મ (ફરજ) નો શાથ આપનારને માટે ’અભય’નું વરદાન આપે છે ! અને આપણો આ વાણીયો કાયરતાને લીધે નહીં પરંતુ ઉપનિષદો પરના આ વિશ્વાસને, આ અભયના વરદાનને ભરોસે જ સત્યાગ્રહ નો કન્સેપ્ટ લાવેલ. જે સફળ જ નહીં સફળોત્તમ રહ્યો !

    હવે આપે જ અધ્યાહારમાં કહેલો એક મુદ્દો રજુ કરું તો, ભ્રષ્ટાચાર, અન્યાય, અનીતિ જેવા દુઃષણો સામે અવાજ ન ઉઠાવવામાં આ પ્રકારનો કોઇ કુદરતી ડર કામ કરે છે કે નહીં તે શોધનો વિષય છે, પરંતુ તેના જે લક્ષણો છે તેને ’કાયરતા’ કહેવાય. અને કાયરતા એ ફક્ત ડરને કારણે ઉત્પન્ન નથી થતી પરંતુ લોભ, લાલચ કે સ્વાર્થને કારણે પણ ઉત્પન્ન થાય છે. જેમ કે ક્યારેક આપણા નેતાઓ મત લેવાના કે ચુંટણીઓમાં ઉપયોગ કરવાના લોભ-લાલચને કારણે અસામાજીક તત્વો સામે પગલા લેતા નથી. ડર એ એક શસ્ત્ર છે, કાયરતા એ સશસ્ત્ર હોવા છતાં સ્વાર્થવશ કરાતું પલાયન છે.

    મારું (નિરાધાર) નિરીક્ષણ છે કે, ડર જન્મથી હોતો નથી, ક્યારેક સ્વાનુભવે અને ક્યારેક અન્યના અનુભવે કે સલાહસુચનોથી અને આગળ જતા કદાચ કોઇ ચોક્કસ જીનેટીકલ પ્રોગ્રામીંગને કારણે ડર ઉત્પન્ન થતો જાય છે. નાનું બાળક, ધ્યાન નહીં રાખો તો, આગમાં પણ હાથ નાખશે, જો એકાદ વખત હળવું એવું દાઝશે કે પછી વડીલો વારંવાર મના કરશે (નહીં બેટા, છમ્મ ! થઇ જવાય !!) તો પછી ધીમેધીમે તે આગથી ડરવાનું ચાલુ કરશે. આવા અન્ય નિરીક્ષણો પણ આપના ધ્યાનમાં હશે જ. આવું જ આ નર્કના ડરનું પણ છે.
    હવે મન ન હોવા છતાં કીબોર્ડને વિરામ આપું છું. આટલું બધું વિચારવા પ્રેરે તેવા લેખો આપવા બદલ આભાર.

    Like

  6. શ્રી અશોક ભાઈ,
    બહુ સુંદર છણાવટ કરી.માટે જ કહું છું કે લેટ ના પડો મારા વાચકો ને નુકશાન જાય છે.પણ આ અજ્ઞાનીઓ માં કોનો કોનો સમાવેશ કરીશું?ડોક્ટર્સ,એન્જીનીયર્સ જેવા પણ આ કેટેગરી માં ભળવા લાગ્યા છે.બીજું આ અજ્ઞાનીઓ ની સંખ્યા માં ઘટાડો ના થઇ શકે?કે પછી વધાર્યે જ જવાના?ઘટી જાય તો પછી ધંધાની સલામતી ના રહે કેમ?ભાઈ આપનો ખુબ આભાર.ત્રીજો ભાગ આવી રહ્યો છે.

    Like

    1. આભાર, આમ તો જો કે આપનો લેખ મુકાયા શાથે જ વાંચવા મળી જાય છે, મેઇલ સબસ્ક્રિપશનના પ્રતાપે ! પરંતુ મારી એક (કુ !)ટેવ એ છે કે ફક્ત કરવા ખાતર કોમેન્ટ કરવા કરતા આપણને અને અન્ય સૌ વાંચકમીત્રોને હજુ વધુ કશુંક ઉપયોગી જાણવાનું મળે તો વધુ સારૂં. આથી કેટલોક સમય વિષયને લગતા વાંચન કે સંશોધનમાં ગાળી અને પછી કોમેન્ટ લખું છું. (આમ આપના જેવા મીત્ર જ મને સારા વાંચન ભણી પ્રેરે છે !! આભાર.) આમ ક્યારેક મોડો (મોળો નહીં !!) પડું છું. તો આ માટે ક્ષમા કરશોજી. અને હા, સૌ વાંચકો, મારી જેમ, કોમેન્ટ બોક્ષની નીચે આપેલ ’Notify me of follow-up comments via email’ સેવાનો લાભ લે તો સૌને એકબીજાના વિચારો જાણવા, માણવા મળી રહેશે. આભાર.

      Like

      1. શ્રી અશોકભાઈ,
        આપની કુટેવ બહુ સારી છે.એને લીધે ફાયદો જ છે.મને ખ્યાલ છે આપ સંશોધન કરી ને જવાબ આપો છો માટે તો અમને પણ ઘણું જાણવા મળે છે.અમે થોડા સંશોધન કરવામાં મોળા છીએ.એની પુરતી આપ પાસે થી થઇ જાય છે.

        Like

    2. Sorry ! આપના પ્રશ્નનો ઉત્તર ચુકાઇ ગયો, આપે કહ્યું આ અજ્ઞાનીઓની સંખ્યામાં ઘટાડો ન થઇ શકે ? થઇ શકે ! પરંતુ તે માટે ઘેટાંચાલ છોડી અને સ્વતંત્રપણે વિચારવાની શક્તિ કેળવવી પડે, ભલે શોખ હોય તો સૌનું સાંભળવું (કથા વાર્તા વગેરે સહીત) અને શાથે રસના વિષયો પર સૌનું લખેલું વાંચવું (જેમ કે ધાર્મિક ગ્રંથો વગેરે) પરંતુ ત્યારબાદ પોતાની વિવેકબુદ્ધીનો ઉપયોગ કરવો, અને સત્ય લાગે તે સ્વિકારવું. અને જરૂરી નથી કે મોટી મોટી ડીગ્રીઓ ધરાવતા હોય એટલે આ લાયકાત હોય જ. બાકી તો બુદ્ધી વિનાનો ગ્રાહક ભાગ્યશાળી વેપારીને જ મળે છે !! અને મળેલી તક ગુમાવવી તે ધંધાનો નિયમ નથી.

      Like

      1. બસ લોકો સ્વતંત્ર પણે વિચારે તો બસ છે.અમે પણ સૌનું લખેલું વાચેલું છે માટે તો લખીએ છીએ.

        Like

  7. This one is too good… ગાંધીજી પાકા વણીયા હતા, બુધ્ધિશાળી હતા. એમને ખબર હતી કે આ કાયર પ્રજા લડીને આ લોકોને ભગાડી નહીં શકે. માટે મારવાનો નહીં માર ખાવાનો કોન્સેપ્ટ લઇ આવ્યા. મારી મારી ને કેટલા ને મારશો? કરોડો છીએ. થાકીને ભાગી ગયા.

    Like

    1. આભાર હિરલ બેન.પણ ખબર નહિ હવે આપણ ને માર ખાવામાજ મહાનતા દેખાય છે.જાને ભારતીયો અને ભારત માર ખાવા જ નાં પેદા થયું હોય?

      Like

  8. I agree…example is service industry….I belong to IT. thought earlier never worked in service industry…but whatever I have seen and heard about IT Service Industry work culture is nothing but we indian are આપણ ને માર ખાવામાજ મહાનતા દેખાય છે.જાને ભારતીયો અને ભારત માર ખાવા જ નાં પેદા થયું હોય?
    Infact these differnt time zone work pressure in india is nothing but the same thing…..in USA and UK labour law and overtime law is so strict and people are honest that they just leave office at 5:00 but indian emplyee has to start day after 5:00 to match with USA emplyee…althought he has to come to office on time….no doubt on it…..many cases of heart attack and depression due to these work culture….but we Indian….as you said….

    Like

  9. 🙂 પચ્ચિસ જુલાઈએ ગુરુપૂર્ણિમાં છે. અડોશપડોશ માંથી ઘરે આમંત્રણના કંકોત્રા આવવાના ચાલુ થઈ ગાયા છે.કંકોત્રીનો અર્થ એ જ કે તમારા ખિસ્સા ખાલી કરો અને ગુરુઓનું બેંક બેલેન્સ ભારી કરો.ઘણા ગુરુઓ તો ઘરે આવીને દક્ષિણા માંગે..હવે તો વિચાર્યુ છે કે આવા બાવાઓ ઘરે આવે તો કહી દઉં કે ચા-કૉફી (જે પી’તો હોય તે) પી ને ચાલતો થા.ઘરના બે દરવાજા છે ,આગળ અને પાછળ..પાછળ એક કૂતરી રહે છે જે બાવાઓને ભસ્યા વગર રહે નહીં. આવા ગુરુઓને દક્ષિણામાં તમારા બ્લોગની લિંક આપવાનું વિચારી રહ્યો છું.પછી ભલે જપે શ્રી કૃષ્ણની જગ્યાએ ભૂપેન્દ્રસિંહજીનું નામ.. 🙂

    અમે ગુરુપૂર્ણિમાં ઉત્સવ શાળા તથા કૉલેજના ગુરુઓને પુસ્તક ભેટ આપીને ઉજવી છિએ.

    Like

    1. શ્રી રજનીભાઈ,
      સાધુ બાવાઓ ને ૫૦ લાખ સાધુઓ,ભીખારીઓ વાળાં લેખ પ્રિન્ટો કાઢી ને દક્ષિણા માં આપી દેવી.અને શાળા કોલેજ નાં અસલી ગુરુઓને મારા બ્લોગ ની લિંક આપી દેવી.હું તો જે બાવો ના મને તેને મારો પંચ બતાવી દેતો.હજુ કોઈ ને મારવો પડ્યો નથી.આ લોકે મને મૂઠ ચોટ બધું મારવાના અને મને નર્ક માં મોકલી દેવાના વચનો આપેલા છે,પણ હજુ કશું થયું નથી.હું તો મારી જાતે નર્ક માં ફરવાવાલો છું.

      Like

  10. ગાન્ધિજિએ માર ખાવાનો કોંસેપ્ત સ્વિકારેલો પણ મેતો મારવાનો કોનસેપ્ટ્ સ્વિકરેલોછે.એનો મારો પોતાનો
    અનુભવ જણાવુ.બહુ લાબિ વાત છે પણ આગળ પાછળનિ વાત નહિ કરતા બહુટૂકમા- મારિ સાથે કામ કરતો એક
    માણસે મને આવિને કહ્યુકે-“તમારિ પાછળ ગુંડાઓ, પત્ર્કારો,રાજકારણિઓઅને પૉલિસવાળાઓ પડ્યાછે,તો તમારો એક ફૉટોમને આપોતો હુ બતાવિને કહુકે ,આ બહેનતિતો બહુ સારાછે”.હુ એનો ઇરાદો પારખિ ગયેલિ એટલે મે
    એને કહ્ય-“જે ગુંડો, જે પત્રકાર,જેરાજ્કારણિ અને જે પોલિસવાળો હોય તેનુ મને નામ-સર્નામુ આપ હુ એનિ પાસેજાઉ અને કારણ પૂછુ,એપછિ પણ મને ડરાવવાના અનેક પ્ર્યત્નો કરેલા,હુ ડરિનહિઅને એનો દ્રઠતાપૂર્વક
    સામનો ઘણા વખત સુધિકર્યો ,છેવટે એ પોતેજ અર્લિ રિટાયર્મીંટ લૈને જતો રહ્યો અને એનિ છોકરને પણ સારિ સ્કૂલમાથિ ઉઠાવિને સાવ સામાન્ય સ્કૂલમા મૂકિને નાનકડો રેડિયો શિખવવાનો ક્લાસ ખોલિને બેસિ ગયો.પોતાનિ
    માનસિક વિક્રુતિને કારણે પોતાનિ છોકરિનુ ભણતર પણ બગાડ્યુ. ડરે નહિ તેને કોઇ ડરાવિ ન શકે.ત્યાર પછિ મને ઘણાએ અભિનન્દન આપ્યા અને કહ્યુકે ,” અનિલાબેન તમારિ જગ્યાએ અમે હોઇએતો ક્યરનાએ નોકરિ છોડિને જતા રહ્યા હોત. હુજ્યા સુધિ ખોટિ નહૌઅને ખોટુ નકરતિ હૌતો મારે ડરવાનિ શુ જરુર?

    Like

  11. વાહ, ભુપેન્દ્રભાઈ, એકદમ સરસ વર્ણન કર્યું. કૃષ્ણ સાથેનો વાર્તાલાપ બહુ જ ગમ્યો, અને ઘણા પાસાને તમે આ વાર્તાલાપમાં વણી લીધા. અને તમારા લેખમાંથી એક બહુ જ સરસ વ્યાખ્યા મળી.
    “સમયથી પહેલાં કુદરત તમને મારી નાખવા નથી ઇચ્છતી માટે આવી ડર અને ભય જેવી ભાવનાઓ મુકેલી છે.”

    Like

  12. ભગવાન હવે વાંસળી વગાડવા લાગ્યા. એમની ક્લાસીકલ ધુનો શરુ થઇ તો લોકો ડોલવા લાગ્યા. અમે ત્યાંથી આગળ વધ્યા. . . કેમ? ? ? ? ભાગી જાવ છો? thodivaar tame pan doli joyu hot to amare kaik vadhu vanchavano ne nva tamara anubhvo janvano chance malto ne bapu……

    Like

  13. મઝા પડી, સવાર સુધરી..
    વૈકુંઠ છોડીને નર્ક ભાગ્યો..
    કાનજી,ફરી થયો રણછોડ..

    Like

  14. Ekdam sidhi ne sachot vaat.yatha praja thatha Raja.
    Kuvama hoy tej havaadama aave.
    Mul mansikta j kayaroni hoy tya ishwar pan madad na Kari shake.

    Like

Leave a comment