“નર્કારોહણ”-૧

 

“નર્કારોહણ”-૧
નરક તરફ પ્રયાણ,,,
  ફ્રોઈડ કહેતો કે દિવસે અતૃપ્ત રહેલી ઇચ્છાઓ માનવી સપનામાં પૂરી કરતો હોય છે. જો કોઈ એવું કહે કે એમને સપના આવતા નથી તો ખોટી વાત છે. હા એવું બને કે એમને સપના યાદ ના રહેતા હોય. ફક્ત  વહેલી સવારે જાગતા પહેલા આવેલું છેલ્લું  સ્વપ્ન જ યાદ રહેતું હોય છે. એ પહેલા જોએલા સ્વપ્નો લગભગ યાદ રહેતા નથી. રાત્રે તમે સ્વપ્નો જોતા હોવ ત્યારે તમારી આંખો  અંદર ઝડપથી ફરતી હોય છે ભલે બહાર આંખોના પોપચાં બંધ હોય. આને રેપીડ આઈ મુવમેન્ટ કહેવાય છે. ટૂંકમાં એને રેમ કહે છે.
    શ્રી મોરારીબાપુ એક ટીવી ઈન્ટરવ્યુંમાં બોલેલા કે એમને સ્વપ્ના આવતા જ નથી. પણ એ ખોટું છે, એમને યાદ રહેતા નહિ હોય. સ્વપ્ના આવે તે ખોટું જરાય નથી, આવતા જ હોય છે. રશ્મીકાંત દેસાઈ સાહેબે અમને એકવાર પ્રેમાળ શબ્દોમાં લખેલું કે નરકમાં જવાના છો, આવું ને આવું લખ્યા કરશો તો. એકવાર હું મારા કંધશુલ એટલે ખભાના દુખાવા માટે થેરાપીસ્ટ પાસે ગયેલો. ત્યાં બેઠેલી રીસેપ્નીષ્ટ નૈયા મને પૂછે કે ક્યારની એપોઇન્ટમેંટ આપું? સંડે કે મન્ડેની? ત્યારે મેં મજાકમાં કહ્યું કે સંડે હો યા મન્ડે રોજ ખાઓ અંડે. તો બાજુમાં એક યુવાન ટીલા ટપકા કરેલા ભાઈ બોલ્યા કે તમારા જેવાને લીધે અમને શાકભાજી સસ્તા મળે છે. મને પુચ્છ્યું પણ નહિ કે હું ઈંડા ખાઉ છુ કે નહિ. મેં કહ્યું એનું પુણ્ય અમને મળશે. તો કહે માંસાહારીઓ બધા નરકમાં જવાના. મેં એમની સાથે દલીલો કરવાનું મુનાસિબ માન્યું નહિ. મૂરખો સાથે શું દલીલો કરવાની? ઘણા બધા મિત્રોનું માનવું છે કે હું નરકમાં જવાનો છું. મને પણ એવું લાગે છે. જોકે મારું સ્વાગત કરવા દેસાઈ સાહેબે મારા પહેલા ત્યાં પહોચી જવાનું વચન આપેલું છે. મેં પણ એમને જણાવેલ કે ત્યાં ઘણા બધા મહાનુભવો હાજર હશે, એમાંથી કોના કોના ઈન્ટરવ્યું લેવા છે તે લિસ્ટ બનાવી રાખશો. બસ આવી વાતોમાં એક રાતે હું પણ ઊંઘમાં નરકમાં પહોચી ગયો. દેસાઈ સાહેબે એમની તતૂડી વગાડી અમારું તડાકાભેર સ્વાગત કર્યું. હું શોધતો હતો પેલાં મોટા તાવડા જેમાં પાપીઓને શેકતા હોય લાખો વર્ષ લગી.
‘મારો કયા તાવડા માં નંબર છે?’
‘અહી તો કોઈ તવા મને દેખાતા નથી.’ દેસાઈ સાહેબ બોલ્યા.
   પણ બધા મહાનુભવો અહી ફરે છે ચાલો તમને બતાવું. અમે તો ફરતા ફરતા પહોચી ગયા શ્રી રામજી પાસે. સીતા મૈયા બાજુમાં જ બેઠાં હતા. મને નવાઈ લાગી. આ લોકો અહી કેમ બેઠાં હશે? આ લોકો તો સ્વર્ગમાં હોવા જોઇને? દેસાઈ સાહેબ વગર મૂછે મુછોમાં હસતા હતા. મને કહે પગે લાગો અને પૂછવા માંડો. પછી ચાન્સ નહિ મળે. હું તતૂડીમાં ઉતારવા માડું છું. સીતાજી ખૂબ રૂપાળાં, અદ્દલ દીપિકા ચીખલીયા જેવા. અને રામજી પણ ખૂબ હૅન્ડસમ લાગે અદ્દલ અરુણ ગોવિલ જેવા. પહેલા તો ચકરાઈ ગયેલો આ અરુણ ગોવિલ અને દીપીકાજી જ હશે. આમ તો ડભોઇમાં એકવાર દીપીકાજીની સભા હતી ત્યારે ખૂબ નજીકથી મંચ ઉપર એકબાજુ ઉભા ઉભા એમનો ભાષણ કરતો વીડીઓ ઉતારવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. ત્યારે હું એમની સુંદરતા જોઇને મોહિત થઈને એકટસ એમને જોયા કરતો હતો. સ્ત્રીઓની સીકસ્થ સેન્સ સારી હોય છે, એ ભાપી ગયેલા કે આ મોહન સતત સામે જોયા કરે છે ઘાયલ થઈ ગયો લાગે છે. મને પણ એમની આંખોના ભાવ સમજાઈ ગયેલા. પછી પ્રયત્નપૂર્વક બીજે જોયા કરતો હતો.
   અમે તો જઈને નમી પડ્યા, બંનેને વંદન કરી બાજુમાં ઉભા રહ્યા. રામજી તો અંતર્યામી સામેથી જ કહે,
‘આવી ગયા! સ્વાગત છે, તમે તો સીતાજીનો પક્ષ લઈ ને અમારી સામે પણ ખૂબ બાણ(શબ્દોના) છોડ્યા છે ને કઈ?’
‘હા ભગવન! અમને જરા એમાં અન્યાય જેવું લાગેલું માટે બધું લખતા હતા.’
‘સાચી વાત છે તમારી એમાં અમને કોઈ દ્વેષ નથી તમારા તરફ, અમે ભૂલો કરેલી જ અમે પણ માનવ જ હતા, માણસ માત્ર ભૂલને પાત્ર.’
‘પણ ભગવાન આવું કેમ કરેલું? ત્યાગ અને અગ્નિ પરીક્ષા મને નહિ ગમેલું માટે મેં વિરોધમાં બહુ લખેલું.’
‘સાચી વાત છે વત્સ, પણ એ જમાના પ્રમાણે અમે બધું કર્યું હશે, પણ અમે સમાજ ઉપર નવો દાખલો બેસાડી શક્યા હોત એવું બધું ના કરીને પણ અમે ચાન્સ ગુમાવ્યો.’
‘ભગવન, એમાં ભારતના પુરુષ વર્ગે આપનો દાખલો લીધો અને  હજુ સુધી ભારતની નારીઓને અગ્નિપરીક્ષાઓ આપવી પડે છે. અને ત્યાગ પણ થાય છે. અમારા એક લેખિકા વર્ષા અડાલજા કાયમ બુમો પાડતા હોય છે કે  આ સ્ત્રીઓની અગ્નિ પરીક્ષા ક્યારે બંધ થશે?’
‘હા વત્સ મને જાણીને ખૂબ દુખ થાય છે, હજુ પણ નારીઓને ધરતીમાં સમાઈ જવું પડે છે.’
‘ભગવન, આપે સરયુમાં કેમ જળસમાધિ  લીધી હતી?’
‘વત્સ શેની જળ સમાધિ? અરે ભાઈ સીતાજી ધરતીમાં સમાઈ ગયા, અમે એમને ખૂબ અન્યાય કરેલો એમનું દુખ અને વિરહ અમે સહન કરી ના શક્યા માટે અમે પાણીમાં સમાઈ ગયા. અને જલદી અહી ભેંગા થઈ ગયા.’
     ભગવન રામ ઇમોશનલ થઈ ગયેલા. આંખોમાં પાણી દેખાવા લાગ્યું. એટલે અમે સીતાજી તરફ વળી ગયા.
‘જય હો મૈયા! આપ અયોધ્યા પાછાં કેમ ના ગયા? ભગવાને માફી તો માંગેલી પછી?’
‘વત્સ હું પણ માનવી હતી, મારે પણ ફીલિંગ્સ હોય, મારે પણ સ્વમાન હોય કે નહિ?’
‘સાચી વાત મૈયા, એટલે આપે ભગવનને માફ ના કર્યા.’
‘હાસ્તો વળી, ના જ કરુંને? મન ફાવે તેમ સ્ત્રીઓ સાથે વર્તન કરે તે મારા જેવી કેમ સાંખી લે? અને હું સમાજ પર દાખલો બેસાડવા માગતી હતી કે આવી રીતે વારંવાર ભૂલો કરતા પુરુષોને માફ ના કરશો.’
‘પણ મૈયા સમાજ તો કશું શીખ્યો જ નથી.’
‘વત્સ ક્યાંથી શીખે? ખોટા અર્થ ઘટન થતા હોય ત્યાં? જુઓ ધરતીમાં ખૂબ એનર્જી ભેગી થાય ત્યારેજ ધરતી ફાટે, એમ મારા કહેવાથી ધરતી ના ફાટે.
‘મૈયા આપે ખુદને જ સજા કરી દીધી? સુસાઈડ કરી લીધું એમજ ને?’
‘વત્સ એક તરફ આખો સમાજ હોય અને એક તરફ એક સ્ત્રી હોય તો શું કરે? ખુદને જ સજા કરે, જે મેં કર્યું હતું.’
‘તો મૈયા આપની પડખે કોઈ જ ના હતું?’
‘વત્સ હતું એક માનવી, ઋષિ વશિષ્ટના વિદુષી પત્ની  અરુંધતી દેવીએ પ્રતિજ્ઞા લીધેલી કે રામ વડે ત્યજાએલી સીતા વિનાની અયોધ્યામાં પગ નહિ મુકું.’
‘મૈયા એ પણ સ્ત્રી હતા એકલાં એમની તતૂડી કોણ સાંભળે.’
    સીતા મૈયાના મુખ પર વિષાદ છલકાઈ આવ્યો. એટલે અમે ભગવન સામે મુખ ફેરવ્યું.
‘ભગવન આપ લોગન નર્કમાં કેમ?’
‘વત્સ ૧૪ વર્ષ વનમાં શું ખાઈએ? અને આમેય અમે હતા ક્ષત્રિય શિકાર હરણના કરતા એટલે પહેલા તો અમે સ્વર્ગમાં હતા, પણ હમણાં ટ્રેન્ડ બદલાઈ ગયો છે માટે અહી ટ્રાન્સ્ફર થઈ છે થોડા વખતથી.’
‘ભગવન પણ સીતા મૈયા કેમ અહી?’
‘વત્સ આમતો સ્ત્રીઓ પ્લાન્ટ ગેધરિંગ કરતી અને પુરુષો શિકાર એટલે મૈયા લગભગ શાકાહારી હતા, પણ કોઈ વાર એક્સટ્રા પ્રોટીન માટે  ખાઈ લેતા, પણ વસ્ત્રો એમને સોનેરી ટપકા વાળા હરણના ચર્મના ખૂબ ગમતા એ પાપ.’
       અમે બંને ને સંયુક્ત સવાલ કર્યો,
‘હવે ભારતમાં સ્ત્રીઓનું મૂલ્ય વધી રહ્યું છે, છતાં જોઈએ તેવું નહિ, તો ઉપાય શું?’…બંને સાથે બોલ્યા કે
‘વત્સ પુરુષોને  ખાસ રસ એમાં ના હોય પણ સ્ત્રીઓ એ જ એમનું મૂલ્ય સમજવું પડશે, અને પુરુષોનાં કાન પકડી એ મૂલ્ય સમજાવવું પડશે.’
‘ભગવન બીજો કોઈ સંદેશ?’
‘વત્સ આ બાપુઓએ ખાસ તો મોરારીદાસે મારી કથા હવે બંધ કરી દેવી જોઈએ, હવે સમાજ, પરિસ્થિતિ બધું ચેઇન્જ થઈ ગયું છે, હવે એની જરૂર નથી. છતાં રોટલા રળવા હોય અને બીજું કશું ના આવડતું હોય તો  નવા પરીક્ષેપમાં  કથાઓ કરવી જોઈએ. કે ભાઈ  સ્ત્રીઓ વસ્તુઓ નથી. એમનું  મૂલ્ય સમજો. મેં ભૂલ કરી હતી તેવી હવે ના કરશો.’
‘પણ ભગવાન, આ લોકો તો કહે છે ’રામ કથા જગ મંગલ કરની’(શ્રી ગુણવંત શાહ ઉવાચ)એટલે હજારો વર્ષ થયા પણ બંધ કરતા નથી.’
‘વત્સ, હજારો વર્ષથી મારી કથાઓ ચાલે છે, છતાં જગની વાત છોડો ભારતનું કોઈ મંગલ થયું હોય તેવું દેખાય છે ખરું? સેંકડો વર્ષ લાગી દેશ ગુલામ રહ્યો છે. ઇન્ડોનેશિયામાં પણ રામાયણ ભજવાતી હતી, હવે મોટાભાગનું ઇન્ડોનેશિયા આજે શું છે? સાવ ગરીબડું, પછાત, કંગાળ છે. હું તો મારા અણઘડ સૈનિકો લઈને સેતુ બાંધીને લંકા જીતી લાવેલો. તમે આજે એક મગતરા જેવા દેશોનું પણ કશું કરી શકો છો? ખરેખર રાવણ સામે તો હું મગતરું હતો, પણ મારામાં હામ હતી. મારા સૈનિકોમાં એક હિંમત હતી. અને અમે જીતી ગયા. મારી પાસેથી આ શીખવાનું મૂકીને ના શીખવાનું શીખ્યા.’
‘ભગવાન આપની વાત સાચી છે, આપનો આક્રોશ સાચો છે.’
   કહી અમે તો શરમના માર્યા કશું બોલી ના શક્યા. મિત્રો સવાલો તો ખૂબ હતા અને બીજા મહાનુભવો ને પણ મળવાનું હતું. અને હવે તો અહી જ રહેવાનું હતું. જ્યારે મન થાય ત્યારે સવાલો પૂછી શકીએ તેમ હતું. એટલે અમે બંનેને પાયે લાગી ત્યાંથી આગળ વધ્યા.
નોધ:–નર્કારોહણના બીજા ઈન્ટરવ્યું કહો કે અનુભવો પછીના ભાગમાં.

32 thoughts on ““નર્કારોહણ”-૧”

 1. આપણી ટેલીપથી જબરી છે. મને પણ તમારા જેવું જ સ્વપ્નું આવ્યું હતું પણ ટાઇપ કરતા વાર લાગી.
  સીતાજી ધરતીમાં સમાયા તેનો અર્થ એ કે તેઓ જનસમાજમાં ભળી ગયા. She went underground. પુત્રોને તેમનો અધિકાર મળી ગયો એટલે અયોધ્યા જવાની જરૂર નહોતી. વળી ત્યાં ગયા બાદ રામ ફરીથી કાઢી નહિ મુકે તેની ખાતરી નહોતી. ખરેખર તો સીતાજીએ રામનો ત્યાગ કર્યો હતો.
  મને ‘દેસાઈ સાહેબ’ ને બદલે રશ્મિભાઈ કહેવા વિનંતી.

  Like

 2. વાહ મજા આવી ગઈ !!
  નાનો હતો ત્યારે એટલે કે છ્ઠ્ઠા કે સાતમાં ધોરણ માં હતો ત્યારે મારી નાનીને (મમ્મીને મમ્મીને) હુ શિવપુરાણ વાંચી સંભળાવતો એમા આકાશવાણી કરનાર પરમાત્મા વિશે વાંચેલા ત્યારથી ત્રણે મહાદેવોને અને વિષ્ણુઅવતાર સમા રામ-ક્રુષ્ણને ભગવાન માનવા મન તૈયાર જ ન થતુ.

  Like

 3. સ્વર્ગ નર્ક જેવું કશું હોતું નથી. એ બધી વાતોને કલ્પના કરતાં ધુતવાના ધંધા સાથે વધુ સંબંધ છે.
  સ્વપ્ન પણ બધાને જ આવે. યાદ ન રહે તે વાત પણ સાચી છે. પણ મેં ઘણાની પાસે એવું સાંભળ્યું છે કે જેઓ કહેતા હતા કે તેમને સ્વપ્ન આવતા નથી.એવું બને કે જેઓ ને સ્વપ્ન પછી ગાઢ નિદ્રા આવી જતી હોય અને ગાઢ નિદ્રમાંથી તંદ્રા (સ્વપ્ન)દ્વારા જાગૃત ન થતા હોય અને સીધા જાગી જતા હોય તેથી તેઓ ભૂલી જાય. પણ આવું દર વખતે તો ન જ બને. તેથી આવા લોકો નો “નાર્કો ટેસ્ટ” લેવો જોઇએ.

  ભૂપેન્દ્રભાઇ તમે જે રામ સીતાની વાત કરી તે વાંચવામાં મજા આવી.

  Like

 4. ભૂપેન્દ્રસિંહજી સરસ લેખ. નર્કા રોહણ નો ઈન્ટરવ્યૂ પણ સરસ. આમ જોવા જઇએ તો સ્વર્ગ અને નર્ક જેવી કોઇ વસ્તુ છે જ નહી. આજે પણ લોકો પાંચ હજાર, બે હજાર,હજાર કે પાંચશો વર્ષ પહેલાંની ઈશ્વર વિશેની કલ્પના અને તેની આજુબાજુ રચાયેલી ધર્મક્લ્પનાઓને દૃઢ પકડીને બેઠા છે. માનવજાતનું ક્લ્યાણ શામાં છે. તેનો વિચાર કર્યા વગર જૂની કલ્પનામાં જ દિવ્યતા જોવાની ટેવ પડી ગઇ છે. ભૂતકાળમાં તો અનેક વાર ઈશ્વર વિશેની કલ્પના બદલાઇ છે. પરંતુ દુર્ભાગ્ય કે આ વાત આજના માનવીના ધ્યાનમાં હજી સુધી કેમ નથી આવતી? સમાજ તેની અજ્ઞાનતા અને શ્રદ્ધાળુપણાને કારણે પૂર્વ કલ્પનાઓ છોડવા તૈયાર નથી. અને તેને કારણે મધ્યસ્થીઓ, ગુરુઓ, અને કર્મકાંડીઓ લોકોને ભોળવીને, કોઇ ભય બતાવીને, આર્થિક નુકશાન કે પ્રતિષ્ઠા નાશ પામે તેવા ભય કે લાલચ બતાવીને નવી કલ્પનાઓનો વિરોધ કરે છે. નવા પરિક્ષેપ્યને તો સ્વીકારે જ ક્યાંથી ભગવાન જાતે નીચે આવીને કહે તો પણ.

  Like

  1. મીતાજી,
   આપની વાત સાચી છે.આ સ્વર્ગ ની લાલચો અને નર્ક ના ભય બતાવીને લોકો લુંટવાના ધંધા કરે છે.આપને ખબર છે?દરેક ના સ્વર્ગ જુદા જુદા છે,એમાં મળતી સગવડો પણ જુદી જુદી છે.તિબેટ ના લોકો ના સ્વર્ગ માં ગરમ પાણી ના ફુવારા હોય છે અને ભારત ના સ્વર્ગોમાં ૧૬ વર્ષ ની સુંદરીઓ જ હોય જેની ઉંમર કદી વધતી જ નથી.એનાથી આ સાધુઓ ની માનસિકતા સમજાય કે એમના મનમાં ૧૬ વર્ષ ની ટીનેજર ભોગવવાની ઈચ્છાઓ મનમાં છે.

   Like

 5. આ સમ્વાદ ખૂબ જ ગમ્યો. રામ-સીતાના જીવનની સાચી શીખ લેવાનું આપણે ભૂલી જ ગયા છીએ. તમારો સમ્વાદો થકી એ ભૂલ સુધરે એવી અપેક્ષા વધુ પડતી તો નથી જ.

  મારી એક કવિતાની લીંક : http://rutmandal.info/guj/2009/07/agni-parixa/

  Like

  1. આપણે સાચું શીખતા નથી અને ખોટું જલ્દી પકડી લઈએ છીએ.રાવણ જેવા મહાબળવાન સામે ટકરાઈ જવાની હિંમત શીખ્યા નહી અને સ્ત્રીઓ ઉપર બહાદુરી બતાવવાનું શીખ્યા.રામે કદાચ મજબુરીમાં કર્યું હશે.પણ આપણે?

   Like

 6. રાઉલજી, વાત કહેવાનો આ પ્રકાર જામે છે. હળવાશથી ભારે ભારે મુદ્દાઓ બાબત કહેવાની રીત ગમી.

  Like

  1. શ્રી યશવંત ભાઈ,
   આપનો ખુબ ખુબ આભાર.અમે તો પ્રેરણા આપ પાસે થી લીધી છે.રમુજ માં બધું કહી દેવાય.મૂળ તો અમે આવું લખતા નહોતા .પણ હવે નવા પ્રયોગો કરવાનું આપ પાસે થી શીખ્યા છીએ.નર્કારોહાણ-૨ હવે આવશે.ત્રણ અડધો લખ્યો છે.મને ખાસ સંવાદ લખતા ફાવે નહિ.કોઈ ભૂલ હોય તો કહેશો.ગુજરાતી લખવાનું વર્ષો થી છોડી દીધેલું એટલે લખવાનું જ થતું નહોતું.માટે ભૂલો અગણિત હશે.અલ્પવિરામ કે ઉદગાર ચિન્હો મુકવામાં ભૂલો થતી હશે.ફરી એવું દેખાતું હોય તો જણાવશો.મને પણ શીખવા મળે.

   Like

 7. શ્રી ભુપેન્દ્રસિંહજી, આમ તો અમે હમણા ભૂતલોકમાં હતા ! પરંતુ આજે જરા હવાફેર કરવા ’નર્કલોક’માં પણ આવી ગયા !! ’બાપુ’ એ જે સમજાવવું જોઇએ તે “બાપુ” એ સમજાવી દીધું ! (શેખાદમ જેવી વાક્યરચનાનો મર્મ પણ જાણજો જરા !)
  * હું તો એક એ સમજ્યો કે, જો સીતાજી જેવા વિદુષી નારી રામ સમા સામર્થ્યવાનનું પણ ’મન ફાવે તેવું વર્તન’ માફ નથી કરતા તો આપણા જેવા સામાન્યજનોનું શું ગજું ? માતાઓ, બહેનો, ભાર્યા અને મિત્રો શાથેના વર્તનમાં ઘણું જ સાવધાન રહેવું જોઇએ. હમણા કોઇક લેખમાં વાંચેલું કે (જે સ્ત્રી દ્વારા જ લખાયેલો), સ્ત્રી પીપળની કુંપણ જેવી કોમળ હોય છે જે ધારે તો કાળમીંઢ પથ્થરોની દિવાલ ચીરીને બહાર નીકળી શકે છે.
  * સ્વપ્નો વિશે કોઇ મિત્રને વધુ અભ્યાસ કરવાની ઇચ્છા હોય તો વિકિ પર આ લેખ વાંચનિય છે; (http://en.wikipedia.org/wiki/Dream)
  જેમાં ’કાર્લ જંગ’ કહે છે કે ’સ્વપ્ન એ જાગૃત અવસ્થાની એક તરફી મનોવૃત્તિનું વટક વાળે છે.’ સ્વપ્ન ન આવવું તે સામાન્ય રીતે એક માનસિક રોગ મનાય છે, ક્યારેક મગજને ઇજા પહોંચવાથી આમ બને છે. જો કે આ હજુ સંશોધનનો વિષય છે.
  આવતા સ્વપ્નોના ૯૫% સ્વપ્નો યાદ રહેતા નથી. જે સ્વપ્ન દરમિયાન ઊંઘ ઉડી જાય છે તે સ્વપ્ન યાદ રહેવાની સંભાવના વધુ હોય છે. પુરુષો કરતા સ્ત્રીઓને સ્વપ્ન વધુ યાદ રહે છે. એક તારણ એવું છે કે સરેરાશ આયુમાં મનુષ્ય ૬ વર્ષ સ્વપ્નોમાં વિતાવે છે !!! (સંદર્ભ:http://health.howstuffworks.com/mental-health/sleep/dreams/dream3.htm) (આ જીવનને સ્વપ્નનો સંસાર ગણવામાં પણ કંઇ ખોટું નથી !) ઇતિ શ્રી સ્વપ્નપુરાણ ||
  * આમ તો સ્વર્ગ અને નર્ક એ મનઃસ્થિતિ જ છે ને. બહુ ગહનચર્ચા ન કરતા પેલું ભિખારીનું જાણીતું ઉદાહરણ ટુંકમાં યાદ અપાવું તો; એક ભીખારીને સ્વપ્ન આવ્યું કે તે રાજા બની ગયો અને રાજાઓ જેવા કંઇ કેટલાયે જલ્સા કર્યા બાદ નિદ્રા ખુલી ત્યાં સ્વયં રાજા જ સામે જોયા. બન્ને વચ્ચે કંઇક વાદવિવાદ થયો તેમાં ભીખારી કહે છે, ’હે રાજન, તું તારી જાતને બહુ મહાન ન સમજ, તું તો અમ ભીખારીના સ્વપ્ના જેવું જીવે છે !’
  * અને અંતે, કથાઓ વિશે મારૂં નમ્ર અને થોડું અલગ મંતવ્ય: જેમ આપણને આપણી વાત રજુ કરવાનો અધિકાર તેમ જે તે કથાલેખકને મનગમતી કથા લખવાનો અધિકાર, અને કથાકારને પોતાને ગમે તેવા તેના અર્થ કરવાનો અધિકાર તો લોકોને તે માનવા ન માનવાનો અધિકાર. માઠું ન લગાડશો પરંતુ દરેકને પોતાનો મત આપવાનો અધિકાર તેનું નામ જ લોકશાહી. (અને આના દુષણોથી સોક્રેટિસ પણ પરિચિત હતો, છતાં દુષણરહીત ગુલામી કરતા સદુષણ વ્યક્તિસ્વાતંત્ર્ય તેણે પસંદ કર્યું)
  આપના લેખ-૨ ની રાહ રહેશે. સુંદર, વિચારપ્રેરક લેખ બદલ આભાર.

  Like

  1. શ્રી અશોક્મુની,
   આપ લેટ પડો એમાં અમારા વાચકો ને નુકશાન જાય છે.સ્વપ્ન નાં આવવું તે માનસિક રોગ ગણાય છે.મોરારીબાપુ સાંભળો છો?ભાઈ અમને પણ એક વાર્તા યાદ આવી.ચ્વાંગ ત્સે એક ઝેન ગુરુ ને સપનું આવ્યું કે તે ચકલી બની ગયો.સવારે જાગી ને એણે શિષ્યો ને કહ્યું કે સપના માં હું ચકલી બની ગયો.હવે કોઈ ચકલી સપનું નહિ જોતી હોય કે તે ચ્વાંગ ત્સે બની ગઈ છે?હા!હા!હા!,,આપે દરેક ના અધિકાર ની વાતો કરી.બીજા અધિકારો જણાવું?સ્વીસ બેંકો માં અબજો રૂપિયા મુકવાનો અધિકાર.જુઠી વાતો કરી પ્રજા ને ભરમાંવાનો અધિકાર.સાચી વાતો ના કરીને કાયર જેમ બેસી રહેવાનો અધિકાર.૨૫ વર્ષે હસવા જેવા ચુકાદા(ભોપાલ કાંડ)આપવાનો અધિકાર.આવા તો કેટલા બધા અધિકાર?પણ ફરજો નું શું?ફરજો યાદ કરાવવાના અધિકાર નું શું?અધિકાર અને ફરજો સાથે ના ચાલે?કે ખાલી અધિકારો ની ખેવના અને ફરજો પ્રત્યે આંખ આડા કાન?કે પછી એ પણ એક અધિકાર???

   Like

 8. ઈથર-એ-કતલનો આ નવો અંદાજ મઝાનો છે. આ રીતે વાત મૂકવાનો ફાયદો એ થશે કે લોકો આ બધું મજાકમાં હળવાશથી લઈ લેશે અને દુભાવાપણું ઘટી જશે. ધુમાયમાન તેજાબ ના ph નું વરસાદી ઝરમરમાં બેલેન્સ યથાવત રહે એ પણ જોજો.

  Like

  1. શ્રી પંચમ ભાઈ,
   બસ ભાઈ આપને અમારો અંદાજ ગમ્યો તે બદલ ખુબ આભાર.બ્લોગાચાર્ય ની કૃપા છે અમારા ઉપર માટે નવા નવા પ્રયોગો કરીએ છીએ.

   Like

 9. ઓ મારા ભાઈઓ, આપણે બધા ભણી ગણીને કેવા હોશિયાર બની ગયા છીએ કે જે જગતના નાથના આશિષે-આશિર્વાદે આપણા બાપ-દાદાઓ થકી આજનો દિવસ જોઈએ અને માણીએ છીએ એ આપણા સહુના “બાપ” ને પણ બાપ નથી માનવા તૈયાર થતા. આપણા બાળકને જ્યારે એની માના ખોળામાં જરાક છીક લેતુ તો “ઘણી ખમ્મા ઘણી ખમ્મા” કરનારી આપણી દાદીની નાની પ્રાર્થનાઓ કોઈ શૈતાનને નો’તા કરતા, એ તો આ જગતના ધણીને કરતા હતા અને એના આશિર્વાદે આપણે આજે હેમખેમ છીએ. એ દયાળુ બાપાને, જે મારા જેવાઓના અગણીત પાપ હોવા છતાંય માફ કરીને વરસાદ આપે, ટાઢ આપે, ગરમી આપે, ખાવા-પીવાનુ, ઓઢવાનુ અને કમાવાનુ આપે અને વળી પાછુ એમાય બરકત આપે છે એ આપણી દાદીઓની પ્રાર્થનાઓ સાંભળનારા બાપો ના પણ બાપને ના ભુલો, એમના સ્થાન સ્વર્ગ ની વિરુધ્ધ તો ના બોલો. તમારુ શરીર જ પવિત્ર આત્માનુ મંદિર સ્વર્ગ છે એ તો જરા સમજો. આજે બે ચોપડી ભણી લીધા, અમેરીકા સર કરી લિધુ એટલે સ્વર્ગ નરકને, જેને આપણા એ જ બાપ-દાદાઓ માનતા હતા, એને પુજતા હતા, અને પુજીને સારા પણ કહેવાતા હતા એ સ્વર્ગ અને નરકને પણ આજે આપણે લાત મારવા માંડી, નમ્ર બની, બુધ્ધિ સમજણ નો ઉપયોગ કરી જે એ સ્વર્ગની વિરુધ્ધના પાપના કામો કરે છે એની વિરુધ્ધ ઉઠો, બેઈમાની, જુઠ્ઠાણુ, ભ્રષ્ટાચાર, લુંટાચાર, અનાચાર, વ્યભિચાર ની વિરુધ્ધ ઉઠો. માથે મેલુ લઈ જનાર વિશે દયા ના દાખવો, એને તો જગતનો બાપ આશિષ આપશે જ, કમસે કમ પોતાનુ મેલુ પોતાના માથે ઉઠાવીને ઠેકાણે નાંખો તોય ઉપરવાળો તમને આશિષ આપશે. શારીરીક મેલુ તો ફેંકાઈ જશે પણ આત્માનુ મેલુ કોણ ઉપાડશે? બાઈબલમાં પરમેશ્વરે કહ્યુ છે “કે જે કોઈ ખોટા કામો કરીને બીજાને ભટકાવી મારી પાસે આવવા રોકશે એના (આત્માનો) હુ નાશ કરીશ” (“આત્માનો નાશ એટલે આત્મિકતાનો નાશ”) એટલે માનો કે ના માનો પણ મારી આપ સહુને નમ્ર વિનંતિ છે કે પરમેશ્વરના સ્વર્ગ વિશે કોઈને ભટકાવવાનુ કામ ના કરો, નરકની બદનામી ના કરી શકો તો ભલે પણ સ્વર્ગની પવિત્રતા વિશે ઘસાતુ ના બોલશો, બે હાથ જોડીને પ્રાર્થુ છુ….પ્રભુ, મારા ભાઈઓની ભુલ થતી હોય તો સહુને માફ કરજો………..તમે દયાળુ છો…….

  Like

 10. “નર્કારોહણ”-૧ ની રજૂઆત નો પ્રકાર ખુબજ સુંદર છે, પરંતુ માર્મિક વાતને હાસ્ય લેખમાં લેવાથી વાતની ગંભીરતા વિશ્રાય જાઈ તેવું બને???? બીજું જે વિષય ને અને તેના પાત્રોને તમે જે રીતે રજુ કરો છો, જેને લીધે કદાચ આવું પણ બને કે કોઈ એક કારણે માણસ ખોટું કરતાં અચકાય છે કે તે કરતાં પેહલા ૧૦૦ વખત વિચારતો હોઈ છે, તો તમાં દોષ શું છે?જે આવા કારણસર પોતાનાં આંતરિક ભયને પણ ત્યજી દેશે અને નિર્ભય થઈ જશે કે આવુંતો કશું છે જ નહિ તો ભય શેનો???, હા, એ પણ હકીકત છે કે આપણા શાસ્ત્રોને સૌએ પોતાની રીતે મૂલવેલ છે,( જે આપ પણ આપના લેખોમાં કરો છો? ) સાથે સાથે આધુનિકતા કે ભૌતિકવાદના આંચળાઓ ઓઢીને આપણે આપણા અર્થ કાઢીને સમાજને વધુને વધુ નુકશાન કરતાં હોઈ છે?., તેવું મને લાગે છે. મૂળ મુદ્દો /વિષય જે કેહવાનો છે તે યોગ્ય અને જરૂરી છે, પરંતુ તે માટે જે પાત્રોનો આશ્રય લેવામાં આવેલ છે તે કેટલા અંશે યોગ્ય છે???? તે કેહવું કરતાં સૌએ જાતે જ વિચારવું અહીં જરૂરી લાગે છે….
  શિષ્ટ અને મુદાસરનું લેખન અને વાંચનથી ઘણું જ થઈ શકે છે., જરુરી નથી કે તેને વિકૃત રજૂઆત કરી અને વાહ- વાહ લોકોની મેળવવી???? તેમાં પણ આપણો અહમ જ સંતોષાય છે તવી આપણી ભ્રમણા છે ??……

  Like

  1. દેસાઈ સાહેબ,
   મને મારા લખાણો થી વાહ વાહ મળે તેવી શક્યતાઓ ઓછી છે.ગાળો વધારે મળે તેવું છે.આપના કહેવા પ્રમાણે ભય જરૂરી છે જેથી માણસ ખોટું કરતા અચકાય.માણસ ખોટું કરતા અચકાયો છે કદી અહી ભારત માં.ડુંગળી લસણ નાં ખાઈ ને બેંકો ડૂબાડતા અચકાયો છે કદી?માંસ નાં ખાઈ ને શોખ ખાતર નિર્દોષ પશુઓ ની હત્યા કરતા અચકાયો છે કદી?મને ખબર છે આપને માંસાહાર ની વાતો થી ગમ્યું નથી.માંસ ખાવાથી નર્ક માં જવાય તેવા ભય થી માંસ નાં ખાય કે સમજણ થી માંસ ના ખાય તે સારું?તો પછી ઉપનીષદો લખવા વાળા ડફોળ હશે કે નિર્ભય બનો તેવું લખતા હશે.મહાવીર પાગલ હશે કે અભય ના વ્રત આપ્યા.ચાલો વિચારો કે ધર્મગુરુઓ એ તમારી અંદર રહેલા ડર નો સદુપયોગ કર્યો છે કદી?કે તમને મૂરખ બનાવી ને એમના રોટલા શેક્યા છે?સ્વર્ગ કે નર્ક જેવું કશું છે જ નહિ તેવું કહેવું શું વિકૃતિ છે?સ્વર્ગ માં સ્ત્રીઓ ની ઉમર કદી વધે નહિ ૧૬ વર્ષ ની જ રહે તે શું વિકૃતિ નથી?આને તમે સંસ્કૃતિ સમજો છો?માંસ ખાવાથી કોઈ નર્ક માં જવાનું નથી.મેં જે પાત્રો ના નામ લખ્યા છે તે બધા તદ્દન માંસાહારી હતા ભાઈ.તમારા બાવાઓ કથાકારો તમને ખોટું કહે છે,સાચી વાતો ના શ્લોકો વાચતા જ નથી.મનુસ્મૃતિ ,મહાભારત,ઋગ્વેદ બધામાં સેંકડો શ્લોકો છે માંસાહાર બાબત નાં.માનવી ને પેદા થયે ૨૫ લાખ વર્ષ થયા છે.એને ૨૪ લાખ ૯૭ હજાર ૫૦૦ વર્ષ સુધી માંસ અને ફળ ફળાદી સાથેજ ખાધું છે.ફક્ત ભગવાન મહાવીર થી શરૂઆત થઇ છે શુદ્ધ શાકાહાર ની.હું કોઈ માંસાહાર ની તરફેણ કરતો નથી.ફક્ત એટલુજ કહેવા માંગું છું કે એ લોકો નરકમાં જવાના નથી.અરે સાધુઓએ તમારા મન ઘુસાડેલા ખોટા bhay માંથી મુક્ત થાઓ.એમાં કોઈ તમે અનીતીવાન થવાના નથી.અને આજે કેટલા નીતિમતા વાળા છીએ તે સહુ કોઈ જાણે છે.નર્ક ના ભય વડે niti matta વાળા તમારા nyayadhisho kem smaysar chukada aapata નથી?નર્ક ના ભય વડે niti matta વાળા banelaa તમારા pradhano kem karodo rupiya swiss બેંકો માં muke છે?મને વાહ વાહ કરતા galo vadhare મળે છે ભાઈ…

   Like

 11. Dear Sinh,

  I think you have great animosity Sadhus and especially Morari Bapu. If he says that he dont see any dreams, whats wrong with that? this is what I dont understand in your posts (though I like reading them – perhaps I have only conflicting views with yourself).

  I would really like to read a post of your views on all this, instead of preaching what Sadhus and humans should not do – why not do a post on what you and general people should do. Something more creative than just TIKKA-TIPANNI.

  Well, I have always been of a view that there is no Heaven or Hell, you might like my new post on http://www.madhav.in – which talks about perceptions.. I would be waiting to know your views on it.

  Do visit it!

  Like

 12. સૌ પ્રથમ હું કર્મ સંજોગે, ઘણા વર્ષોથી બ્રિટન માંરહુ છું, અને જે વાત તમે કેહવા માંગો છો, તેમાટે મારો કોઈ જ વિરોધ નથી, ફક્ત જે આશ્રય સાથે રજૂઆત કરો છો, તેમાં એમ લાગે છેકે થોડું પરિવર્તન કરો, જો તમને યોગ્ય લાગે તો… જે વાત મારા ખ્યાલ મુજબ રાજેશ પંડ્યા એ પણ તેમના અભિપ્રાયમાં જણાવેલ છે., મારી એવી કોઈ વાત નથી કે આજના સાધુ -કે કેહવાતા ધર્મ ધુરંધરો જે રજૂઆત કરે છે તે યોગ્ય છે, મારી એજ વાત છેકે જે ભ્રમણા તમે દુર કરવાની કોશિશ કરો છો તેની રજૂઆત માં યોગ્ય લાગે તો પરિવર્તન લાવો…બાકી ભારતના પ્રધાનો કે વિગેરે વાત બધેજ સરખી જ લાગુ પડે છે, ફર્ક એટલો કે બેજે સ્વીકારી અને જે તે હોદામાથી દુર થઈ જાઈ છે, જે ભારતમાં નહીવત છે….

  Like

 13. શ્રી અશોકકુમાર દેશાઈ જી, આપનુ સહ્રદય સ્વાગત છે,

  મારો ભારોભાર વિરોધ કહેવાતા (કાલ્પનિક) ભગવાનો, રામ-ક્ર્ષ્ણ અને અન્ય દેવી દેવતાઓની માન્યતાઓ વિશે છે. જે ભગવાન ધર્મી પાંડવોને સ્વર્ગ પ્રાપ્ત ન કરાવી શક્યા તો આપણે સામાન્ય માનવિઓની શી વિસાત. ઉપરાંત ગાંધારીના શ્રાપના કારણે પોતાના જ કુળનો નાશ સ્વિકારી લે એ ભગવાન મારા કોઈ ખપના નથી. જો મને મારા જ સારા કર્મે મોક્ષ મળતો હોય તો રામાયણ-મહાભારત અને અન્ય કથાઓ મારા માટે નહિવત બરાબર છે.

  બીજી વાત, હિંદુ માન્યતાઓમાં સ્વર્ગ એટલે સુરા-સુંદરી-સોના-ચાંદી-ઝવેરાત-અપ્સરા અને એવુ કંઈક છે એવુ મે ઘણા પુરાણૉ અને મહાકાવ્યોમાં વાંચ્યુ છે જે સ્વિકારવુ તદ્દન અશક્ય છે, વળી એ સ્વર્ગનો રાજા અને એના દેવતાઓ પણ રાક્ષસોથી હારેલા છે. એટલે એ સ્વર્ગ મારા માટે (અને અહિયા જે લોકો વિરોધ કરે છે તેઓનુ પણ) કાલ્પનિક સ્વર્ગ અને નર્ક પણ એવુજ છે.

  પણ હુ જે સ્વર્ગની તરફેળ કરુ છુ એ હિંદુ માન્યતાવાળુ સ્વર્ગ નહિ પણ યહુદિ, ખ્રિસ્તી અને મુસ્લીમ ધર્મોની માન્યતાઓનુ સ્વર્ગ છે. બાઈબલનુ સ્વર્ગ એ તો પરમ આત્મા રુપ પરમેશ્વરનુ સ્થાન છે, જે આકાશ જેવુ છે અથવા તો આકાશ જ છે, જેના સિંહાસનમાંથી વિજળી ના તડાકા અને વાદળોના ગડગડાટ જેવી ગર્જનાઓ, મેઘધનુષ્ય જેવી શોભા મંડળ ને તારા નક્ષત્રો વાળા આભુષણોથી સજ્જ, જેમાંથી વર્ષાની આશિષો અવિરત વહ્યા જ કરતી હોય છે અને સુકી ભઠ્ઠ થી ગયેલી ધરતીને લિલોતરી બક્ષે છે, અને એ સિહાંસનમાથી હંમેશા “પવિત્ર પવિત્ર, પરમપિતા પવિત્ર છે, વિજય, પરાક્રમ અને બુધ્ધિ એમના જ છે, એ મહાન પરાક્રમી પરમ પિતાની જય જય” એવી વણથંભી આરાધના થતી હોય એવુ એ સ્વર્ગ છે, જ્યાં પરમ આત્મા રુપ પરમેશ્વરનુ રાજ્ય છે, આપણી પ્રુથ્વી પણ એ સ્વર્ગના આભુષણોમાનુ એક નાનકડુ આભુષણ છે જ્યા દરેકે દરેક મનુષ્યએ, પરમપિતા પરમેશ્વરનો જ જયઘોષ કરવા માટે પરમેશ્વર પિતાએ પોતાના જ આત્મામાંથી પોતાના જ અંશરુપ આત્મા આપીને આપણે સહુને જીવીત રાખ્યા છે. અને “મારો બેટો મોટો થઈને બાપનુ નામ રોશન કરશે” એ કહેવત ધરતી પરના આપણા નશ્વર પિતા માટે નથી, એ કહેવત તો સ્વર્ગના પિતાનુ નામ રોશન કરવા માટે પરમેશ્વરે ભારતમાં અને જગતમાં, લોકો વચ્ચે પ્રચલીત થવા દિધી છે. હુ એ સ્વર્ગની તરફેણ કરુ છુ.

  બાઈબલ કહે છે કે દરેક મનુષ્ય મ્રુત્યુ પછી પરમ પિતામાં વિશ્વાસ દ્વારા જ પરમ-આત્માની પરમ જ્યોતીમાં બદલી જશે, એનુ શરીર હાડ માસનુ નહિ પણ આત્માનુ આત્મિક શરીર પામીને સ્વર્ગ પામશે.

  એવી જ રીતે એવુ આત્મિક શરીર, જે પરમ પિતામાં અવિશ્વાસ કરશે, એ સદાય સળગતુ રહેનાર આગની ભઠ્ઠી જેવા નરકમાં યુગો યુગો સુધી બળ્યા જ કરશે. જ્યાં શૈતાને પણ બળવાનુ જ છે.

  નરક એટલે પાપ કરાવતા દુષ્ટાત્માઓનુ ઘર એ નરક છે. એ દુષ્ટાત્માઓ મનુષ્યના શરીરમાં આંખો, કાનો, નાક, જીભ, સ્પર્શ અને સ્વપ્ન (વિચાર) દ્વારા અને હવે તો બ્લોગ દ્વારા પણ મનુષ્યોના શરીરમાં ઘુસી આવે અને પાપના શૈતાની રાજ્યનો પ્રચાર કરાવે છે. અને જે કાચોપોચો એ વાતોમાં ફસાઈ જાય એ પાપના કામો કરવા માંડી જાય છે અને સ્વર્ગ અને નરકને નથી માનતા અને જે લોકો નથી માનતા તેઓ તો છેવટે પરમેશ્વરની રચના અને યોજનાનો જ વિરોધ કરે છે ને, અને જે પરમેશ્વરનો વિરોધ કરે છે તેઓ કોણ હોઈ શકે??

  એટલે જ તો હુ મારા સર્વ ભાઈ-બહેનોને પાપ રુપી અંધકારથી ચેતવુ છુ અને પ્રભુ પાસે તેઓની સુરક્ષા માટે પ્રાર્થના પણ કરુ છુ, કોને ખબર કોણ બચી જાય અને કોણ નષ્ટ થાય, અને પરમેશ્વર નથી ચાહતા કે એમનુ એક પણ સંતાન નષ્ટ થાય.

  શ્રીમાન ભુપેન્દ્રસિંહ રાઓલજી પણ સુજ્ઞ જ્ઞાની છે, એમનો કટાક્ષ પણ અંધકાર વિરુધ્ધ જ છે, તેઓ પણ ભારતની કુરીતિઓ પર આઘાત કરે છે, જેથી કોઈ ને કોઈ તો અંધકારની જાળમાંથી છુટીને બચી જાય. એમનો વિરોધ ફક્ત કુરીતિઓ પ્રત્યે જ છે.

  Like

  1. Dear Rajesh Ji,

   Sorry, I beg to differ on your comments, and your claims. Before anything why dont you read this http://en.wikipedia.org/wiki/Lost_years_of_Jesus (Lost Years of Jesus) and see where he achieved his holiness from.

   Jesus for me is really a Prophet or Avatar like we believe in Krishna and Sri Ram. However, the concepts of Heaven in Abrahmic Religion is of afterlife where as in Hinduism or Dharmic Religions is of imagination and creativity.

   I recommend to you to read Geeta again, and pin point any stanza where God is promising Heaven, whereas in Bibile its all promise of heaven if a human being does or lives as per the guidelines of Bible.

   The point here, that I am making is simple, Dharmic Religions believe in Eternal God like you or any Abrahamic Religions do, but our ultimiate goal is Moksha or for some is to be with the eternal truth. Whereas for yours is simple heaven.

   When it comes to truth, Bible even states that Earth is FLAT and not ROUND. Bible do state that ADAM and EVE came to earth and ate the forbidden apple, and till early 1900s was Catholic Church never wanted to accept the study of evolution.

   I am not here to compare the both as I exentsively read scriptures and can point to you in exact words.

   Its the perception, that I am talking about here – and you might be interested in reading one of my posts in my blog:
   http://www.madhav.in/religious/perception-too-injurious-to-health/108211

   Following a religion is too Abrahamic, whereas we only follow a way of life. Our goal again is Moksha whereas yours is 72 virgins in Heaven.

   But none of this makes your or me different. Except like BR Sinh and other writers, Hindus are open to accept faults and defects of our society whereas the Catholic Church took 40 years to accept Sexual Abuse within its institutions.

   Like

    1. Thats the best answer, when one doesn’t have a answer.

     It is unfortunate that people (either christian or otherwise) go out preaching for things they don’t follow & lure people into “our way is the best way”.

     The problem with most people is that we want to belong to a herd & take sides to a new herd (and spew hatred for the old herd).

     Yesterday, a person was following Hindu rituals & today, it is christianity. Tomorrow, it could be different. And, this person becomes a salesman for the herd he belongs to. The old herd becomes bad, the new herd becomes “good”.

     The reason none of the herd is good because “we” belong to it. By “we”, I mean people who say one thing & don’t follow it.

     Like

 14. “૨૫ વર્ષે હસવા જેવા ચુકાદા(ભોપાલ કાંડ)આપવાનો અધિકાર.આવા તો કેટલા બધા અધિકાર?પણ ફરજો નું શું?ફરજો યાદ કરાવવાના અધિકાર નું શું?”
  ભૂપેન્દ્રભાઈ,
  આ પાયાની વાત છે.

  માહિતિ મેળવાના અધિકારને વધુ વિસ્તૃત કરવાની જરુર છે પણ કોંગી સરકારને પ્રજાનો માહિતિ મેળવાનો અધિકાર, “ગલેકી હડ્ડી”ની જેમ ખૂંચવા લાગ્યો છે.
  કોંગી સરકાર માહિતિ અધિકારને નિરુપદ્રવી કરવાની પેરવીમાં અપાર મગજ કસી રહી છે.

  તમે જો સામાન્ય માણસ હો અને નક્કી કર્યું હોય કે ફલાણી માહિતિ મેળવવી જ છે તો તમારે આદુખાઈને પાછળ પડવું પડે. અને તમારે એક વર્ષ તો નિકળી જ જાય. જો તમારી પાસે દશ એવા કેસ હોય તો ફુલ ટાઈમ જોબ થઈ જાય. આ માટેનું કારણ એ હોય છે કે જે નાયબ માહિતિ અધિકારી અને માહિતિ અધિકારી હોય છે તે જેતે ખાતાના માણસ હોય છે. તેથી તેઓ દોંગાઈ અને દગડાઈ કરે છે અને તમારી અરજીને ઘોંચમાં નાખવાની કોશિશ કરે છે.

  એમાં સુનવણી હોવી જરુરી નહોવી જોઇએ. સેન્ટ્રલ ગવર્નમેન્ટનો કેસ હોય તો સુનવણી માટે તેઓ દિલ્હી બોલાવે છે અને સ્ટેટ ગવર્નમેણ્ટનો કેસ હોય તો પાટનગરમાં બોલાવે છે. સામાન્ય માણસને આવો ખર્ચો પોષાય નહીં.

  માહિતી ખાતું એક સ્વતંત્ર ખાતું હોવું જોઇએ. જેમ ન્યાય તંત્ર હોય છે તેમ. અને તે ફક્ત અરજી ઉપર જ ચાલવું જોઇએ.

  કોંગી સરકારે ઘણા લુપ હોલ રાખ્યા છે. કોંગી સરકાર ધીમે ધીમે આ કાયદો ફારસ રુપ બનાવી દેશે એવા અવલોકનો મળવા લાગ્યા છે.
  નિરપેક્ષ માહિતિ ખાતુ ૯૦ટકા લાંચ રુશ્વત દૂર કરી શકે. પણ અત્યારનું ફક્ત ૧૦ટકા અસર કારક છે.

  બાવાઓ વિષે બળાપો કરવાની જરુર નથી. લોકશાહીમાં ગાંડા કાઢવાનો અને ગાંડા થવાનો અને જે લોકો ગાંડાબનવામાટે તૈયાર હોય તેમને ગાંડા બનાવવાનો અધિકાર છે. એટલે આમાં બળાપાના વિષયોનો તૂટો નથી.
  બળાપા વિષે વધુ વાંચો.
  http://treenetram.wordpress.com/2010/07/04/%e0%aa%b8%e0%ab%81%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e-%e0%aa%9c%e0%aa%a8%e0%ab%8b%e0%aa%8f-%e0%aa%ac%e0%aa%b3%e0%aa%be%e0%aa%aa%e0%ab%8b-%e0%aa%95%e0%aa%b0%e0%aa%b5%e0%ab%8b-%e0%aa%95%e0%ab%87-%e0%aa%a8/

  નેતા હમેશા ગણેશ જેવો સુલભ, તીક્ષ્ણ દ્રષ્ટા, બહુમુખી પ્રતિભા વાળો હોવો જોઇએ. તેના જાસુસો ઉંદર જેવા હોવા જોઇએ જે ગમેતેવા ગઢને પણ કાતરી શકે.

  પીએમ અર્થ શાસ્ત્રી હોય પણ વહીવટી નિપૂણતા ન હોય, સરકારી નોકરો ઉપર કાબુ ન હોય અને વોટ પોલીટીક્ષ કરતો હોય તો શૂન્ય થી વિશેષ કશું ન હોય. ઈચ્છાના ઘોડાઓને ઘાસ ખવડાવવું પડતું નથી.

  Like

 15. એક જ કાંકરે તમે ઘણાં ફળો પાડ્યાં છે !

  પણ સૌથી ગમ્યું તે, યશભાઈએ કહ્યું તેમ તમે નવી શૈલી લઈ આવ્યા તે. એક વાત ધ્યાને આવી ? તમે તો નર્કે જ હતા (ભલેને સપનામાં)ને ત્યાંથી જ લખ્યાનો ઉલ્લેખ હોઈ સૌ વાચકોનેય ત્યાંની મુસાફરી કરાવી દીધી.

  પણ રામજી ને સીતામૈયા ત્યાં જ હતાં ને તેલની કડાઈઓ પણ નહોતી એટલે આ નર્કારોહણ અમનેય ભાવ્યું. નરકે જો આવું હોય તો સ્વર્ગે તો કેવુંય હશે ને ?!

  Like

  1. આપે સાચું પકડ્યું છે.એનું રહસ્ય પછી ખોલવામાં આવશે.હમણા રહસ્ય જ રાખવું છે.બધા મહાનુભાવો ના ઈન્ટરવ્યું પતી જાય પછી રહસ્ય ખોલીશું.કોથળા માંથી બિલાડું કાઢીશું.આપનો ખુબ આભાર.

   Like

 16. તમારુ નેટવર્ક સારુ ચાલે છે.મારુ BSNL નું નેટવર્ક છેલ્લા એક અઠવાડિયાથી ધક્કા મારીને ચલાવુ પડે છે.કેમ કે ‘મેરા ભારત મહાન’ 🙂
  રામ રાખે એને કોણ ચાખે ?
  આ સવાલનો જવાબ અહીં મળી ગયો.

  ચાલો ભાગ-૨ તરફ વળીએ..

  Like

 17. મજા આવી વાંચવાની, “જ્ઞાન સાથે ગમ્મત” જેવું… બીજા સ્વપ્નાનુભાવો / સ્વપ્નીન્ટર્વ્યું ની રાહ જોઇશ 😀

  Like

 18. raam ane krushn uper loko ni nishtha 6 tya sudhi SANSHKRUTIK nishtha takshe,,DAIVI nishtha takshe,,manash uper aavshe ane JADVAAD,NIRISHWARVAAD,BHOGVAAD uper aavshe nahi,,tethi aapda anthkaran mathi RAAM ane KRUSHN ne khashedva Amuk loko e PADDHATISAR prayatno karya 6, pan jo aapdi NISHTHA jara pan dagu-magu thai to aapde aa BHOGVAADI jivanpravah ma ghsdaay javana, jara pan dhila thaishu to aapda RAAM ane KRUSHN ne aapda jivan mathi kaadhi nakhaase, judi judi rite chalta rahela loko na SANSHODHANO thi aapan ne juda juda prakar nu RAAMYAN sambhlva malshe,kadach aapn ne nahi male to aapni aagal ni pedhi ne malshe,,tamare e RAMCHARITRA sambhalvu 6????karodo rupiya kharchi SANSODHAN karelu 6,,,lakhaan aapda ghare ghare aava nu 6,te bilkul MAFFAT malshe,,,kadach aapdi aagli pedhi te vanchi NISHTHASHUNYA banshe,,tame shu RAAM ne 1patnivrat samjo cho? are mara bhaio ! aa sanshodhako na mat mujab to shri.raam ne anant STRIO hati,,strio na tola ma krida o karto raam RAAMYAN ma 6,, tevo RAAM aapan ne nahi jadyo hoy,,ane te sanje anant stri o ma farto hato,,vishaylampat bani daru na nasha ma chakchur thai ekaad DARUDIYO mansh club ma,nasha ma latthdiya khato,stri o na khabha uper haath muki jem fare lagbhag tevi j rit no RAAM dekhaay 6,,ane raato na ujagra karto STRILAMPPAT raam tame saaambhaliyo 6?????????shri.RAAM nu varnan aapan ne VAALMIKI RAAMYAN mathi nahi male pan aapdi aavti PEDHI O ne aa loko e SANSHODHAN karela RAAMYAN mathi jadshe……………………………………………………………………………………….. aa badhu SANSHODHAN sambhlavu chu tenu karan k aaje badha unghe 6,1pedhi ma jem VED-UPNISHAD gaya tem 2thi 3 pedhi ma VEDO ni jem j aa loko RAAM ane KRUSHN uper ni NISHTHA pan udaavshe,,,te mate na VYAVASHTHIT praytno chale 6,,karodo rupiya aavi jaat na VICHARO maate j khrchay 6 k jethi aapdi aavti pedhi mathi RAAM ane krushn par ni NISHTHA udaavi sakaay ane jo aa NISHTHA udi etle aapdu jivan PASHU O nu JIVAN thashe em samji chalo,,,,JADVAADI O vyavashtit praytno kare 6,,ane teva VICHARO ghare ghare pohchadvaa mate KARODO rupiya kharchaay 6,,,….VED mahan hova hova chata teni NISHTHA udaavi didhi,,,ane te aa VEDO ni UPEXA karvanu mahanPAATAK aa kahevata VAIDIKNISHTHAVALAO ne laagyu 6 ane tethi to JIVAN nashtt,,bhrushtt,deen,heen thau 6,,ane je VISHVA na GURU thai ne DAIVI SHAKTTI ne janm aapnar 6 te aaje JADVAADI O na BHOGVAADIO NA-vishv na SHISHY thai temna BOOT pakdi betha 6 ane kaheta rahya 6 amne kaink samjaaavo……aa loko sundar kavar ma ane sarash BAIDING ma aava PUSHTAKO ghare ghare MAFFAT moklshe,,bahar nu putthu bahu sundar hashe pan andar nakru JER bhariu hashe,,,,,,,,,,,,,,,,,(ek mahapurush na pushtak mathi)……

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s