સદભાવના પર્વ યોજાઈ ગયું આનંદો,,

         હમણા સદભાવના પર્વ યોજાઈ ગયું આનંદો.અને એનો અહેવાલ રીડ ગુજરાતી ઉપર વાચ્યો.મોરારીબાપુએ સારું કામ કર્યું છે.પણ આવા પર્વો કેમ યોજવા પડે છે?ફારુખ શેખ બહુ સરસ બોલ્યા,હૃદય થી બોલ્યા.એમને દુખ હતું એ વાતનું કે ૬૦ વર્ષ થયા છતાં આવા સદભાવના પર્વો યોજવા પડે છે,એનો ઉલ્લેખ વારંવાર કરતા હતા. બાપુ ને ખબર છે કે સદભાવના રહી નથી કે રહેવા દીધી નથી માટે આવા પર્વો યોજવા પડે છે.
     
                બાપુ ને વિચારવા વિનતી કે આપણાં સમાજ પર ધર્મો ની ખુબ અસર હોય છે.ધર્મો એટલે ખાસ તો સંપ્રદાયો ની.એક જયસ્વામીનારાયણ બોલે તો સામે બીજા કોઈને માનવાવાળો હોય તો તેમ બોલવા રાજી નથી.એક જય શ્રી કૃષ્ણ બોલે તો બીજો બીજા ને માનતો હોય તો એવું બોલતા એની જીભ ઝલાઈ જાય છે.ભારત માં ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે.આપણે આ વાડાઓના ઘેટા માત્ર છીએ.આ વાડાઓના ભરવાડોએ એમના ઘેટા બીજો કોઈ ભરવાડ તાણી નાં જાય તેની પૂરી વ્યવસ્થા કરેલી હોય છે.ભારત ક્યારે એક થવાનું?ક્યાંથી સદભાવના પ્રગટ થવાની?વિદ્વાન વક્તાઓ એ સારા ભાષણો આપ્યા.વાતો કરવામાં આપણે ખુબ કુશળ છીએ.કોઈએ શિક્ષણ ને દોષ આપ્યો કોઈએ મૂડીવાદ ને.મૂળ વાત તો બધાજ ભૂલી ગયા કે ૨૫૦૦૦ કરતા પણ વધારે સંપ્રદાયોમાં વહેચાએલો  હિંદુ એકબીજા માટે સદભાવના ક્યાંથી કેળવી શકે?હમણા એક યુવાન  મિત્રે મને કહ્યું કે એમની ગર્લફ્રેન્ડ ના સગા  કોઈ એક સંપ્રદાય માં માનતા હશે.એમનું કહેવું છે એમના સંપ્રદાય ના મંદિર માજ જવાનું બીજાના નહિ.સત્સંગીઓ જોડે જ ફરવાનું.એજ સંપ્રદાય ની કંઠી તમે બંધો એટલે એક એમનો સંત ઘેર આવી ને ઘરના મંદિર માંથી બધા દેવલા અને ફોટા જે પણ હોય તે તમામ લઇ જશે.અને એમના સંપ્રદાય ના ફોટા ને દેવ મૂકી જશે.હવે રામ,કૃષ્ણ,દુર્ગા,શંકર,અંબા બધા ભૂત પ્રેત ફક્ત એમના પ્રગટ બ્રહ્મ ને જ માનો.ક્યાંથી સદભાવના આવશે?દેખાશે સદભાવના તે પણ દંભી.એક નહિ દરેક સંપ્રદાય આવુજ કરે છે.માટે ભારતીય કે ભારત એક નથી.એક મરે તો બીજા ની આંખ  માં આંશુ એટલે આવતા નથી.જ્યાં સુધી આટલા બધા વાડાઓ,એમના પાખંડી ભરવાડો છે ત્યાં સુધી આપણે ભારતીયો ઘેટા જ રહેવાના,એક કદી નાં થવાના,ના સદભાવના પ્રગટ થવાની.અને આ લોકો થવા પણ નહિ દે આવું કેમ કે એમનો બિજનેસ ભાંગી પડે.
       બાપુએ કહ્યું કે આત્મશ્લાઘા લાગશે પણ ઓરિસા ના નેત્ર યજ્ઞ વખતે એક કપડા વગર ની સ્ત્રીને કામળી આપી દીધી,સાચે જ બાપુએ કબુલ્યું તેમ આત્મશ્લાઘા જ છે.ફક્ત આ કામ તો ડીયર ગાંધી જ કરી શકે આપ નહિ.ગાંધી ની આપે તો નકલ જ કરી.કારણ સમજાવું.ગાંધીજીએ પણ એક આવી સ્ત્રીને એમના કપડા આપ્યા પછી વિચારેલું કે ભારત ની સ્ત્રીઓ ને પુરતા કપડા નથી પહેરવા ને હું આટલા બધા કપડા પહેરું?બસ ત્યાર પછી ગાંધીએ એક ટૂંકી પોતડી જ પહેરી છે.ગોળમેજી પરિષદ માં ગયા ત્યારે અને બ્રિટન નો શહેનશાહ મળ્યો હોય ત્યારે પણ.અને માર્યા ત્યાં સુધી પણ.ગાંધી હૃદય થી જીવતા હતા.આપ કુંભ ના મેલા માં ૧૫ લાખ ના સિંહાસન  માને વ્યાસપીઠ બિરાજો છો અને એક લાખ ના તંબુ માં વાસ કરો છો ત્યારે આ ગરીબ નગ્ન રહેતી સ્ત્રીઓ યાદ આવતી નથી.ગાંધી આવું ક્યારેય ના કરી શકે.ગાંધી હોય તો એમ કહે કે ભાઈ આ ટોટલ ૧૬ લાખ મને આપી દો હું ઉભો ઉભો તડકા માં કથા કરીશ.ઓટલા ઉપર સુઈ રહીશ મને આવા તંબુ નાં જોઈએ.અને તરત ૧૬ લાખ લઈને ઓરિસા પહોચી ગયા હોય.પેલી ગરીબ નગ્ન સ્ત્રીઓના તન ઢાંકવા.ગાંધીજી કરાચી જવાના હતા.માટે પાક સરકરે જાસૂસો મારફતે રીપોર્ટ તૈયાર કરાવ્યો કે ગાંધી ને કોઈ માથા ફરેલ મારે નહિ.પણ રીપોર્ટ એ આવ્યો કે ગાંધી ને કોઈ મારે તેની ચિંતા કરવા જેવું  નથી,પણ લોકો એમની જ વાતો સંભાળવા બેસી જશે. એટલે પાકિસ્તાન માં ચિંતા થતી હતી કે ગાંધી પર કોઈ હુમલાઓ કરશે તેની નહિ પણ લોકો એમની જ વાતો સંભાળવા બેસી જશે તેની…ગાંધી નું આચરણ પણ હૃદય થી હતું.જ્યાં ને ત્યાં ફક્ત ગાંધી ને વટાવી ખવાય છે.આપે વિમાન ,જહાજ અને કૈલાશ પર અને એ.સી. હોલોમાં  કથાઓ કરી ને જે પૈસા ની બગાડ કર્યો છે એટલા પૈસા માંથી તો ભારત ની હજારો લાખો  સ્ત્રીઓ  અને બાળકોને  ઢાંકી શકયા હોત.
       ગાંધીજી ની તોલે નાં તો કોઈ નેતા આવી શકે નાં તો કોઈ હાલનો ધર્મ ગુરુ કે જાણીતો કથાકાર.ગાંધી હંમેશા ટ્રેન માં  થર્ડ ક્લાસ માં મુસાફરી કરતા હતા.જાતે કાંતી ને વણેલી ટૂંકી પોતડી જ પહેરતા હતા.સાદો  આહાર કરતા,આહાર માં કડવા લીમડાની ચટણી અવશ્ય હોય.પ્રજા ના પૈસા નું એમને ખુબ મહત્વ હતું.એક નાનો ટુકડો પેન્સિલ નો ખોવાયો હોય તો પણ શોધીને જંપતા.ત્યારે આઈનસટૈન જેવો વૈજ્ઞાનિક એવું કહે કે આવો હાડ ચામ નો માણસ આ પ્લાનેટ પર હતો એવું લોકો માની નહિ શકે.ભલે એમની દરેક વાતો માં આપને સંમત ના થઈએ પણ ગાંધી પ્રત્યે જો મનમાં આદર ભાવ ના હોય કે પેદા ના થાય તો સમજવું કે વિચારવાની બારીઓ બંધ છે.પ્રામાણીકતા થી જીવેલો  એક માણસ ગાંધી હવે બચ્યો છે કે કહી શકીએ કે મેરા ભારત મહાન. 
       આજે 4th જુલાઈ છે અમેરિકા માં,અહી નો સ્વતંત્રતા નો દિવસ છે.થોમસ જેફર્શન,જોહન એડમ્સ,બેન્જામીન ફ્રેન્કલીન,જ્યોર્જ વોશીન્ગ્ટન આ બધા રાષ્ટ્રપિતાઓ ને યાદ કરવામાં આવી રહ્યા છે.આ લોકો એ નક્કી કરેલું કે અમેરિકાની ભલું ચાહતા હોઈએ તો અમેરીકાના રાજકારણ માં ધર્મો ની દખલ ના જોઈએ.અહી સોલ્જરો ને હીરો માનવામાં આવી રહ્યા છે.અહી ટીવી માં ચાલતી ચર્ચાઓમાં એક ગાંધીજી ને યાદ કરવામાં આવે છે અને એમના બોલેલા વાક્યોને પ્રમાણભૂત ગણવામાં આવે છે ત્યારે ગર્વ સાથે આંખોના ખૂણા ભીના થાય છે કે એક આ માણસ ના લીધે કહી શકીએ કે “મેરા ભારત મહાન.”બાકી તો નર્યો દંભ,સદભાવના પર્વો યોજો કે ના યોજો કોઈ ફર્ક નથી પડવાનો.મૂળ વાતો ભુલાઈ જાય છે.કારણ એના આયોજકો ધર્મ ના ઠેકેદારો છે. 

26 thoughts on “સદભાવના પર્વ યોજાઈ ગયું આનંદો,,”

 1. લાખો પ્રણામ, એ મહાન આત્મા “મહાત્મા ગાધીજી” ને…
  અને લાખ લાખ ધન્યવાદ એમની પ્રશસામય લેખ માટે, મોટા ભાઈ….!!

  ચાલો, આજે દિલ્હિમાં વગર વરસાદે, બળબળતી ગરમીમાં પણ ઠંડક થઈ કે “મારા બાપુ” ના શબ્દોને અમેરીકાના પાવન પર્વે અમેરીકનો યાદ કરે છે એ વાંચીને મન ગદગદ થઈ ગયુ, હુ પણ એમની આત્મકથા વારે પ્રસંગે વાંચીને યાદ કરુ છુ ને કોઈ ગરીબને મદદ થવાની કોશિશ કરુ છુ.

  ફરી ફરી, લાખ્ખેણા ધન્યવાદ સરજી, સુંદર લેખ માટે……

  Like

  1. રાજેશભાઈ,
   ખુબ આભાર.અહી ન્યુઝ ચેનલો પર મેં અનેક વાર ધોળીયા પત્રકારોને ગાંધીજી નું નામ લેતા સાંભળ્યા છે કે ગાંધી આવું કહેતા હતા કે ગાંધી આવું બોલેલા.ત્યારે મને પણ ગર્વ થાય છે.ગાંધીજી આજે હોય તો એ.સી.ક્લાસ માં બેસી ને મુસાફરી કદી ના કરે.ગાંધી આજે હોય તો વિમાન માં કે જહાજ માં કે કૈલાશ પર કથા કરવાના તરંગી,ચાઈલ્ડીસ વિચારો કદી ના કરે.અને અમલમાં તો જરાય ના મુકે.

   Like

 2. ધર્મનુ વ્યાપારીકરણ, સ્વકેન્દ્રી માનસિકતા, પૈસાપાત્રની સર્વગુણસંપન્ન્તા અને જીન્દગીમાં રહેલી અનિશ્ચિતતા જ્યારે હોય ત્યારે બીજું શું હોઇ શકે?
  ભગવાનો હાલ પણ અત્ર તત્ર સર્વત્ર છે. હાલમાં આ પૃથ્વી પર જીવતા ભગવાનોની સંખ્યા ચાર આંકડામાં છે. રોગ સર્વવ્યાપી છે.
  પણ તેનો ઉપાય શું છે? મગજને તસ્દી ન આપવી એ સર્વવ્યાપક રોગ છે. આપણા દેશમાં બેકારી અને નિરક્ષરતા છે એટલે આ વાત વધારે કઠે છે.

  જો નિરક્ષતા દૂર થશે તો બેકારી પણ દૂર થશે. કારણ કે આપણા દેશમાં બેસુમાર કામો પડ્યા છે અને કામોનો કોઇ દિવસ તૂટો હોતો નથી.

  Like

  1. દવે સાહેબ,
   જીવતા ભગવાનો ની સંખ્યા ચાર અંક માં?તો તો આવી બન્યું દેશ નો ઉદ્ધાર થઇ રહ્યો.દેશ માં બેસુમાર કામો પડ્યા છે,kamono કોઈ toto નથી પણ કરવા kone છે?આભાર આપનો.

   Like

 3. આ નર્યા દંભના જમાનામાં લોકો ધર્મ , દેખાડા , આત્મશ્લાધા જેવા વાડામાં જ ઘેટા જેમ બંધાઈને રહી જાય છે…બોદા વિચારો સિવાય જો આચરણની વાત આવે તો હવા નીકળી જાય છે…ધર્મ અને ધર્મગુરુઓ પણ સ્ટેટ્સના ભૂખ્યા છે…જે ભારતનું દુ:ખદ દુર્ભાગ્ય છે….. આપે કહ્યું તેમ ગાંધીજીને યાદ કરતા વિશ્વના લોકોને સાંભળીએ ત્યારે અચૂક ગર્વ થાય તેમના દેશવાસી હોવાનો..રહી વાત સદભાવના યાત્રાની તો જે લોકોને અલગ અલગ ધર્મના વાડામાં બાંધે છે તે જ પાછી એકતાને નામે સદભાવના યાત્રા કરે ……વાહ…મેરા ભારત મહાન…..!!!
  બાર લાખનો તંબુ ને બાવીસ લાખનું સ્ટેજ….
  કથામાં પણ એ.સી. તો ચાલુ જોઈએ સ્હેજ…
  મોટી-મોટી વાતો ને મોટા-મોટા વિચારો …
  જાત સિવાય સૌને સલાહ આપવી સ્હેલ…..!!!
  વાત કરો આચરણની તો સિવાય જાય મોં,
  નામ બાપુનું વટાવી ચાલે ઉંચા એ વ્હેત …..!!!
  મૌસમી મકવાણા – ‘સખી’
  આમ જ વિચારતા રહો …… લખતા રહો ….

  Like

  1. બહેના,
   ૨૦ વર્ષ પહેલા રૂપિયા ની કેટલી કીમત હતી?આજ બાપુ એ વખતે કુંભ ના મેળામાં ૧૫ લાખ ના ખર્ચે બનાવેલી વ્યાસ પીઠ પર વિરાજમાન થઇ કથા કરતા હતા.અને એમનો વોટર પ્રૂફ ટેન્ટ એ જમાનામાં પુરા ૧ લાખ નો હતો.ત્યારે ગુજરાતીઓ ગાંડા ની જેમ કુંભ માં ઉભરાઈ ગયેલા.એક શાલ આપી ને પોતાને ગાંધીજી માને છે?જહાજ માં કથાઓ,વિમાન માં કથાઓ,કૈલાશ પર,કર્ણાવતી ક્લબ ના એ.સી હોલ માં કથા?ગાંધી તો ઉભા ઉભા કથા કરતા હતા અંત્યજો ના ઉદ્ધાર માટે.બહેના આજ બાપુ ને મેં આપકી અદાલત માં સાંભળેલા કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા” તો મને થયો આટલો મોટો માણસ અને આવો ચીપ સંદેશો ટીવી માં લાખો દર્શકો સામે કહે છે?એમને ભાન છે કે બધા લોકો ભજન કરશે તો ભણશે કોણ?એવું કહેવું જોઈએ કે મારે મજબૂરી હતી માટે ભણ્યો નહિ ને રામકથા કરી ને રોટલા ખાધા પણ તમે બધા ભણજો,બધામાં મારા જેવી શબ્દો ની રમત રમવાની આવડત ના હોય.તો બધા ભણજો પછી ભજન કરજો.સ્ટુપીડ ઓડીયન્સ તાળીઓ પાડતું હતું,આવી ચીપ વક્રોક્તિ ઉપર,સંદેશ TV ઉપર.ખુબ આભાર આપનો આપના જલદ અને કાવ્યમય પ્રતિભાવ બદલ.

   Like

 4. આપણા એક સદ્ગત “સિદ્ધાંતવાદી” નેતાજીને અમેરિકા બોલાવવા અહીંના તેમના પ્રસંશકોએ વિમાનની ઈકોનોમી ક્લાસની ટીકીટ મોકલી. તેઓએ તે નકારી કારણકે તેઓ પહેલા વર્ગમાં જ પ્રવાસ કરતા હતા. બીજી પહેલા વર્ગની ટીકીટ મોકલી પછી જ આવ્યા હતા.

  Like

  1. દેસાઈ સાહેબ,
   આતો લોકો એકદમ અભિભૂત થઇ જાય છે કે બાપુ બધી જાતના પર્વો યોજે છે.બાપુ એ શાલ એક સ્ત્રીને આપી દીધી.મહાન ફેમસ ગણાતા વક્તાઓ હતા.કોઈ ને સાચું દેખાતું નથી.સામાન્ય માણસ ને ક્યા નવરાશ છે ભેદભાવ કરવાની?બધો ભેદભાવ તો આ ભરવાડો જ કરાવે છે.આ લોકો ગાંધી નું નામ લે અને પ્રશંસા કરે તો મને તો ગાંધી ને ગાળ દેતા હોય તેવું લાગે છે.

   Like

 5. ભૂપેન્દ્રસિંહજી ખૂબ જ સરસ લેખ. આપની વાત સાચી છે. જ્યાં સુધી ધર્મના નામે દંભ ચાલ્યા કરે અને સંપ્રદાયોમાં વહેંચાયેલું ભારત એક ના થાય તો ભલે ને સદભાવના પર્વો યોજાય કોઇ ફરક ના પડે.

  Like

 6. Good Post.
  જ્યાં સુધી આટલા બધા વાડાઓ,એમના પાખંડી ભરવાડો છે ત્યાં સુધી આપણે ભારતીયો ઘેટા જ રહેવાના,એક કદી નાં થવાના,ના સદભાવના પ્રગટ થવાની.અને આ લોકો થવા પણ નહિ દે આવું કેમ કે એમનો બિજનેસ ભાંગી પડે.

  Like

  1. બહેનશ્રી,
   એક સ્કુલ ના આંગણ માં કેટલા શ્રોતાઓ હશે આ સદભાવના પર્વ વખતે?અને રીડ ગુજરાતી કે બીજા માધ્યમો દ્વારા કેટલા વાંચવાના?આટલું કરી ને સદભાવના પેદા થઇ જવાની?ચાર વક્તાઓ ભાષણો ઠોકી જાય એટલે પતી ગયું?આ તો એકજાતની બિજનેશ પોલીસી છે.મૌસમી બહેને પ્રતિભાવ આપ્યો છે તે વાચવા જેવો છે.બહેન આ બધા દમ્ભીઓ છે.ખરા તો ગાંધી હતા.આખું પૂર્વ ભારત,બંગાળ,કલકત્તા સળગતું હતું.મીલીટરી પૂરી હતી નહિ,ત્યારે અંગ્રેજો ને પણ વિશ્વાસ હતો કે એકલો ગાંધી મુઠ્ઠી હાડકાનો “વન મેન આર્મી”ત્યાં સળગેલી કોમી હુતાષણ શાંત પડશે,અને પાડી પણ ખરી.તોફાનો થાય છે ત્યારે આ બાપુઓ ને સંતો ક્યા સંતાઈ જાય છે ખબરેય નથી પડતી.પણ આતો મહાન સંત આવું યોજે લોકો અભિભૂત થઇ જાય,એમની સામે કોણ બોલે?રામ ની કથાઓ થકી આખા જગત નું મંગલ કરવા વાળા.ભારત નું મંગલ થયું છે ખરું?

   Like

 7. આજના કેહવાતા ધર્મધુરંધરની જે હકીકત ને નિસંકોચ રજુ કરી છે તે ખુબજ પ્રશંશનીય છે, સંત -ની વ્યાખ્યા આ લોકોએ એટલી અપભ્રંશ કરેલ છે, કે લોકમાનસ ઘેટાના ટોળાંથી વિશેસ કશું નથી. આજ એવા સંત ક્યાં જોવા મળશે કે જે મન મુક હોઈ, એટલેકે વિચાર -વાણી -કે કાર્ય-આચરણ બધુજ એક જ હોઈ. શબ્દ -વાણી ની કિંમત હોઈ? જે બોલે તે જ આચરણ માં હોઈ!? અને ફક્ત વાણી વિલાસ ના હોઈ.

  પોતાના વેપાર માટે કઈ કક્ષાએ આલોકો જઈ શકે છે, તે કલ્પના જ કરવી મુશ્કેલ લાગે છે…

  Like

 8. “આટલાં ફૂલો વચે ને આટલી શાંતિ વચે ગાંધી કદી સૂતો ન’તો !!”

  રાજઘાટ પરનાં ફૂલો જોઈને કવિએ સંભળાવેલી આ પંક્તિઓમાં કેવી અંજલિ અપાઈ છે !

  બાપુને યાદ કરીને પોતાની પ્રશંસા મેળવતા આ સૌ ભુખ્યાં જનોને ટુકડો નહીં પણ ઢગલાબંધ આપનારાંઓ છે. હવે ગાંધીનું મંદિર બની રહ્યું છે !!

  ‘બાપુ’ અને ‘ગાંધી’ શબ્દો હવે ગાંધીજી માટેના રહ્યા નથી…એનું રિનોવેશન થઈ ચૂક્યું છે. બાપુ શબ્દ કથાકારોએ અને ગાંધી શબ્દ એક આખા કુટુંબે ચારચાર પેઢીથી લઈ લીધો છે.

  Like

 9. DEAR MR SINH,

  It is great to see and read what you’re saying on your blog. Excuse me as I do not have a software to write in Gujarati, I have to write to you in English.

  Although reading your blog is lovely, I can only beg to differ on your views. Especially this one. I feel you live in Nehru era of Communism and your views are like Mao.

  In fact, I am happy that there are 25000 different cultures or sects or whatever you describe in India and many Indians follow different beliefs. You have to understand that this we follow Dharmic Religion and not ISLAM. That is why I have always opposed uniforms for men and women like MUSLIMS have (i.e. White Gown and Burqas).

  If you see Ajanta caves, it will give you the right idea of what India was and has always been. We have always been a very free society. Just go and see the make-up women are wearing in Ajanta caves and see their Nails.

  More so, read Mahabharat and see that Subhadra was given away to Arjun only by Sri Krishna.

  Today the mentality of majority of Indians is what Islamic and British Raj has left to us. Elaborating the same, people in India now wants their women to be dressed in certain way (i.e. Saris, etc) and British Raj is all the socialist views that you are saying over here.

  Now coming to your views on spending spree, let me tell you that Sudama was very poor and still Krishna was living lavishly. Only when Krishna came to know about this he was able to ractify, but even being God-Supreme himself, he didnt knew this fact till Sudama came to him. Also, he was only able to solve poverty of only one person (who happens to be his friend) not others who might have been struggling all along.

  Your views that monies should not be spent on facilities is wrong. Because of socialists / communists like yourself and many others that has lived in post-Nehru era – India has struggled to succeed in different Arts, Culture and Sports.

  You may see that only after the free economy started existing in last 10 years that India has developed and Sporting Legauges of IPL has come up. You might say “whats the need” for all this – donate the billions to poor and hungry, but this is what Indian Gov was doing for all along so far.

  Poor and Hungry needs work, and that can only happen with free economy where people spend. With your views, the person who is letting the TENTS and other facilities would go bankrupt and a guy who is begging in streets and not wanting to work will get food. This is appauling when I see you live in USA which is a leader in Free Market Economy.

  I blame the post-Nehru Indians who still have hangover of communism and socialism, that only rich artists had chance to come up. Dedicate people but good musicians, painters had to work as clerks in your era to feed their families.

  So even if Morari Bapu charges Rs 16cr, and if its worth it is what is deserves. That is why no one will ever listen to you or me, regardless of your feelings and emotions.

  I request you to let Indians show their strengnth on their own, yes it is wrong to have 12,000 tonnes of wheat in Govt Warehouse without any distribution but it is completely wrong to expect to give away hard-earned monies and facilities on beggers.

  I hope you understand.

  Like

  1. શ્રી માધવ દેસાઈ,
   આપે આખી વાત ઊંધા પાટે ચડાવી દીધી.મારો ૫૦ લાખ સાધુઓ વાળો લેખ વાચ્યો નહિ હોય.એકાદ લેખ માં બધું લખી નાં શકું.અને એક લેખ વાચી ને આટલો મોટો મારા વિષે પ્રતિભાવ આપી દેવો યોગ્ય નાં ગણાય.હું કોઈ સામ્યવાદી કે નહેરુ વાદી છું જ નહિ.પ્રોબ્લેમ એ છે કે આપણે કશું વાંચીએ ત્યારે આપણાં પૂર્વગ્રહો આડે લાવી ને વાચતા હોઈએ છીએ.ભારત માં ૫૦ લાખ સાધુઓ છે.જે કશું જ કામ કરતા નથી એ લોકો નો ખાવા પીવા થી માંડી ને બધોજ ખર્ચ પ્રજાને માથે છે.વર્ષે દહાડે ૯૦૦૦ કરોડ નો બોજો પ્રજાને માથે છે.એ ભીખારીઓ ને કામે લગાડો એવું પણ મેં કહ્યું છે.ગરીબોએ કામ કરવું જોઈએ.સાચી વાત છે.આ બાપુઓ એમના વાહિયાત વિચારો વેચી પ્રજા નાં બ્રેન વોશ કરી કશું કર્યા વગર કશું વેચ્યા વગર કશું ઉત્પાદન કર્યા વગર કરોડો ભેગા કરી લે છે.ગરીબોએ કામ કરવું જોઈએ,આ કામ કર્યા વગર પ્રજા નાં મહેનત ના પૈસા ખાઈ જતા લોકો નું શું કરશો?મૂળ વાત દંભ ની છે.તોફાનો થાય છે ત્યારે આ લોકો શોધ્યા જડતા નથી.ગાંધીજી જોડે નાં સરખાવો.hu તો ગાંધીજી ની ઘણી બાબતો માં અસહમત છું.પણ એક કામળી આપી પોતાને ગાંધી ના બનાવો.ઘેટા જેવી બનાવી દીધી છે ભારત ની પ્રજાને એટલે ઘેટાઓ ને સાચી વાતો સમજાતી નથી.ઘેટાઓ ભરવાડો નું જ સાભળે ને ભાઈ.કામ કર્યા વગર એક રૂપિયો કોઈ ને નાં આપવો જોઈએ.તો જ દેશ નું ભલું થશે માટે પહેલા ૫૦ લાખ સાધુઓને કામે લગાવો.તમે બધા લેખ મારા વાચ્યાજ ક્યાં છે?દેશ ની ઈકોનોમી માટે ખતરા રૂપ છે ૫૦ લાખ સાધુઓ જે કામ કરતા જ નથી અને જલસા કરે છે તે કેમ આપને દેખાતું નથી.એક ઉદ્યોગપતી ભલે કરોડો કમાતો,એ લાખો લોકોને રોજી રોટી ને કામ આપે છે.અને એક ધર્મગુરુ કશું કર્યા વગર ખાલી બકવાસ વાતો કરી કરોડો ભેગા કરી લે છે તે દેશ ની ઈકોનોમી માટે ખતરા રૂપ છે,સાથે સાથે પ્રજા નું બ્રેન વોશ કરીને પ્રજા ને કાયર,કમજોર અને નિર્માલ્ય બનાવે છે.Now I hope you understand,better understand….

   Like

   1. Sir Jee (Mr Sinh),

    I am sorry but to have hijacked your blog with my comments. But like Gandhi himself said that “Be the Change you want to see in the World”, it is down to people like yourself and many others to start doing something about the poor and hungry of India.

    As far as Sadhus are concerned please see it as a business, people are buying it and they are like any other corporation earning out of it.

    As far as Morari Bapu is concerned – he says in his Katha, that he is an artist only a story teller not Spiritual Guru, not Social Reformer. Although I havnt met him an only heard him on TV nor do I follow him.

    As far as my views are concerned, 9000cr is small amount compared to 15,000 Cr that India lost today because of Opposition Calling Country-Wide Bandh. Imagine 15,000Cr in one day, huh? Sadhus are no social reformers or they dont serve public, they serve their belief and themselves. Its the politicians who are servers of people and social reformers. Like for e.g. Mayawati who has assets in Crores, talks about Dalit Reforms but still Dalits are the poorest in UP; right under her nose.

    I do understand your views and I do better, just representing myself (again? haha).

    SMDAVE: I have nothing against Nehru as a leader, I have no capacity to blame him for anything, as I cannot do what he has done for India (not even in my dreams). I just oppose the socialism and communist views of Nehru.

    Like

    1. શ્રી માધવ ભાઇ,
     આપની વાત સચી છે.સાધુઓ નાના ચોર છે,નેતાઓ મહાચોર છે.પણ ચોર તો બધા જ છે.વસ્તુ નુ ઉત્પાદન કરી લે વેચ કરે કે સેવા વેચે તે સારુ પણ આ કથાકારો તો ખાલિ વાતો કરી ને કરોડો ભેગા કરી લે છે.હવે બધુ અહી ક્યા લખુ?આપ મારા જુના લેખો વચી લેશો.ગુગલ ઇન્ડિક મા જઇ ને ગુજરાતી મા લખી શકાય છે.હમણા ગુજરાતી બચાવો આન્દોલન પણ ચાલી રહ્યુ છે.આપના પ્રતીભાવો નુ સ્વાગત છે.

     Like

     1. Still Mr Sinh,

      Its their business and simple supply-demand. You and I can ask for nothing and offer to sleep on road while giving “Pravachan” but no one wants to listen. I see No Harm in chargin even Re.1 Cr if people are desperate and wanting to listen to you. If no one books the guy – his fees will come down just like Shahrukh Khan or any other performer.

      Like Warren Buffet said: “Be greedy when others are scared, and be Scared when others are Greedy”.

      But would like to know what you think of “Being the Change that you want to see in the world”. Will await your answer. Last one from me today. Shabba Kher – and perhaps I am better only with English.

      Like

      1. સાચી વાત છે જ્યાં પ્રજા માં વૈજ્ઞાનિક અભિગમ ના હોય ત્યાં આવા ધંધા ગુરુઓના ચાલવાના એમાં શક નથી.તમને અને મને કોઈ ના પૂછે.આપણે મુરખો ટીવી સામે ચોટયા રહીએ અને ક્રિકેટ જોયા કરીએ તો મેચ ફિક્સિંગ થાય જ,અને શાહરૂખ ને પણ પૈસા મળે.દેશનો વૈજ્ઞાનિક છો ને ભૂખે મરતો.I agrred.

       Like

 10. “બાપુ’ અને ‘ગાંધી’ શબ્દો હવે ગાંધીજી માટેના રહ્યા નથી…એનું રિનોવેશન થઈ ચૂક્યું છે. બાપુ શબ્દ કથાકારોએ અને ગાંધી શબ્દ એક આખા કુટુંબે ચારચાર પેઢીથી લઈ લીધો છે.” by Shri JJ Kishor
  This is very well said.

  As for the observation of Mr. Madhav Desai;
  Nehru dynasty along with Cong of post independent has to be blamed. Nehru was highly popular and he was smart enough to remove or minimize his opponents. He had well planned to see that his dynasty takes over the rein. And resultantly Congress is ruling till this date with same slogan of “Remove Poverty”. This is because a system is allowed to flourish where corrupted bureaucrats and antisocial elements can only survive. It is a lengthy subject. But where the sources are abundant and still people are poor and unemployed is the big contradiction. It is like this. Milk is in abundance and shortage of curd.

  Like

 11. ગાન્ધીબાપુ માટે શબ્દો ખૂટે તેમ છે અને મોરારીબાપુ માટે શબ્દો વેડફવા નથી માંગતો.

  આંખો ખોલવા માટે મજબૂર કરે એવો લેખ.

  Like

  1. આંખો ખુલે એકાદ જણ ની તો પણ બહુ સારું છે.ગાંધી બાપુ માટે શબ્દો ખૂટે તે સાચું છે.કામ વગર શબ્દો વેડફવાની જરૂર પણ નથી.

   Like

 12. .As for Mr. Madhav Desai, he has said; SM Dave:
  “I have nothing against Nehru as a leader, I have no capacity to blame him for anything, as I cannot do what he has done for India (not even in my dreams). I just oppose the socialism and communist views of Nehru.”

  This means that voters who can replace him have only the eligibility to criticize him. I think no democratic elite can accept this.

  Nehru had opted for politics and the post as his duty. He was paid for it. People trusted him a lot. He and his progeny were revisionists and had found out excuses all the time.

  A very simple thing. Compare: Milk is in access and getting spoiled. But shortage of curd. This is the situation in India.

  Resources are in abundance, but we have illiteracy, unemployment and poverty. Besides this Swiss bank has 6000000 Croes of rupees as Indian black money. Swiss bank is ready to supply the particulars of account holders. But the CongI is not ready to apply. Who is the root cause?

  Who has created this system and allowed to flourish. Now his progeny wants salary of Rs. 90000/- per month for each MP.

  The ‘isms are humbug. In this age of technology and science, the equation is

  Human+education+science=knowledge
  Knowledge+resources+ technology=Development and pleasure (dignified living)

  Like

 13. અસલ રાજપુતી તલવાર જેવી વાત.
  દરેક ધર્મ ના આવા પીંડારા જોડે મોઢા મોઢ કહેવાની આવી હિમ્મત જ્યારે આ દેશ નો નાગરિક કેળવશે ત્યારે જરૂર મેરા ભારત મહાન કહેવાશે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s