‘રાધાકૃષ્ણ’ મેનીયા..

આપણી તો સારી હોટ લાઈન ચાલુ થઇ ગઈ છે. રાઓલ મેસેન્જર ચાલુ કર્યું નથી ને ભગવાન શ્રી કૃષ્ણ હાજર. મિત્રો તમે પણ વિચારવાની બારીઓ ખોલી નાખો, તમારું એ કનેક્શન ચાલુ થઇ જશે પ્રભુ પાસે. પણ પછી મંદિરોનો અને ગુરુઓ તથા કહેવાતા સંપ્રદાયોનો બિજનેસ બંધ થઇ જશે. મેં પૂછ્યું,
‘ભગવાન! આ રાધાજીની સ્ટોરી શું છે ?’
‘અરે! તમારા કવિઓ ને શું કહેવું?’
‘કેમ ભગવાન આમાં કવિઓ ક્યાં વચ્ચે આવ્યા?’
‘વત્સ! ૧૨મી સદીમાં જયદેવ નામના કવીએ ગીત ગોવિંદ રચ્યું ને રાધા મેનીયા શરુ
થયો, એ પહેલા કોઈ ખાસ ગાંડપણ હતું નહિ.’
‘ભગવાન! થોડું ટૂંકમાં રાધાજી વિષે કહો ને.’
‘વત્સ! રાધા તો એક ગોપની વાઈફ હતી. હું તો સાવ બાળક હતો. આશરે ૧૧ વર્ષે તો મેં ગોકુલ જ છોડી દીધેલું. પછી કદી ત્યાં ગયેલો જ નહિ. તમેજ વિચારો કે આમાં રાધા અને મારી વચ્ચે શું હોય? કેવો પ્રેમ હોય? એક વાત્સલ્ય ભાવ માત્ર હતો. હું જરા તોફાની એટલે બધાને બહુ વહાલો લાગુ એટલુજ માત્ર હતું.’
‘પણ પ્રભુ, આપ ગોપીઓના વસ્ત્રો લઇ ને ઝાડ ઉપર ચડી ગયેલા, આપની દાનત સારી ના કહેવાય.’
‘વત્સ! આ પણ તમારા કવિઓનો સપ્રેસ્ડ કામરસ જ છે.’
‘એવું કેમ સમજ ના પડી.’
‘વત્સ! કામને દબાવો એટલે બધી જગ્યાએથી વહેવા માંડે. જીભમાંથી, આખોમાંથી, શબ્દોમાંથી, કાનમાંથી. હું તો સાવ બાળક હતો, મેડીકલ સાયન્સ ની રીતે વિચારો એક નાના બાળકનું ટેસ્ટાટોરીન(પુરુષ હાર્મોન) લેવલ કેટલું નીચું હોય અને  સ્ત્રીઓને નગ્ન જોવાની ઈચ્છા એનામાં કેટલી હોય? આતો કવિઓને સ્ત્રીઓ પ્રત્યે વધારે ખેચાણ હોય માટે એમની અતૃપ્ત ઈચ્છાઓ મારા નામે ચડાવી દીધી છે.’
‘પણ ભગવાન આપ એટલાથી અટકેલા નહિ, ગોપીઓ ગુપ્ત ભાગે હાથ ઢાંકી ને બહાર આવતી હતી ત્યારે આપે કહેલું કે હાથ માથે મુકીને બહાર આવો તો જ વસ્ત્રો આપું.’
‘વત્સ! કવિઓએ અને લેભાગુ ગુરુઓએ કેવું કેવું મારા નામે ચડાવી દીધું છે, એમના રોટલા, ઓટલા ને ગાદલાં શેકવા? તમેજ કહો આજની નવી પેઢીની વાત છોડો. તમને જ નાના હતા ત્યારે આવી બધી સમજ હતી ખરી?
‘નાં ભગવાન, અમારી પેઢીમાં નાના હતા ત્યારે સાંધા ની એ સમજ નહોતી. પણ આ ગાદલાં કેમ કહ્યું?’
‘અરે વત્સ! એમની ગુપ્ત ભાગો જોવાની વિકૃતિ એટલે માથે હાથ મુકાવી દીધો ગોપીઓના, અને એમને સ્ત્રીઓ ને ભોગવવાની બેલગામ વાસનાએ બધી રાસલીલાઓ મારા નામે ચડાવી દીધી, હવે હું કરતો હતો એમ જણાવી બધા જલસા કરે છે.’
‘તો પછી રાધા મેનીયા?’
‘હશે થોડા ઘણા સાચા ભક્તો, પણ પરણેલી સ્ત્રીઓ સાથે સબંધો રાખવાની એમની ઈચ્છાઓ પૂરી કરતા હશે. અરે! ઘણા સ્ત્રી સ્વભાવના પુરુષો ૧૯/૨૦ જેવા તો સ્ત્રીઓના કપડામાં સજ્જ થઇ મારી મૂર્તિઓ સાથે સુઈ પણ જાય છે. આવો પણ એક મેનીયા ભારતમાં છે. બસ પછી તો ભારતમાં તો વાઈરલ ઇન્ફેકશન જેવું છે રોગ ફેલાઈ જતા વાર જ ના લાગે તેમ રાધા મેનીયા ફેલાઈ ગયો છે.’
‘ભગવાન, આ મીરાં મેનીયા ઓછો થયો આપને?’
‘અરે વત્સ! આ મીરાં મેવાડથી વ્રજ થઇ ને ગુજરાત(દ્વારિકા) આવી ગઈ છે, હવે એની દાનત બગડી છે, એને હવે ડિસ્ટન્સ લવ નથી કરવો, પાસે રહેવું છે.’
‘ભગવાન બુરા ફસાયા, હા ! હ ! હ ! ! ‘
‘હસો ના હવે, મેં સુભદ્રાજીની સલાહ લીધી, તો ઉલટાનો ઠપકો મળ્યો.’
‘કેમ ભગવન? બહેન છે તમારા.’
‘વત્સ! એ તો બગડ્યા મારા ઉપર, આ કાનજીના મન કેમ છે અધીર? રાધા મળે તો મીરાં શોધે અને મીરાં મળે તો રાધા શોધે, જે છે એમાં શાંતિ થી જીવ.’
‘ઓહ! આવું બોલ્યા? મતલબ પુરુષ જાતની સાયકોલોજી એક વાક્યમાં કહી દીધી.’
‘વત્સ આ સાયકોલોજી ઈવોલ્યુશન ક્રમમાં લાખો વર્ષથી જીન્સમાં  મળેલી છે, એમાં આપણે શું કરીએ? એ તો રુકમણીના પડખે ભરાયા.’
‘ભગવાન, એ તો ચાલ્યા કરે.’
‘પણ વત્સ અમે તો સુભદ્રાજીને જણાવી દીધુકે અમે કદી રાધા કે મીરાં ને શોધવા ગયા નથી, એ ચપલાઓ  અમારી  પાછળ પડે તો અમારો શું વાંક? અમને ના વાગોવશો.’
       આટલું બોલતા તો ભગવાન સાથેનું નેટ કનેક્શન કટ થઇ ગયું. નેટ પ્રોબ્લેમ બધે જ સરખો છે.
નોંધ:-મિત્રો બ્લોગચાર્યના વાદે અને “અસર” હેઠળ અમે નવા પ્રયોગો કરવાનો ટ્રાય કરીએ છીએ, ના ગમે તો કેહેજો, અને ગમે તો પણ કહેજો.

37 thoughts on “‘રાધાકૃષ્ણ’ મેનીયા..”

  1. પુરુષ સાયકોલોજીના વિષયમાં થોડું વધારે. એક હાસ્યકારે કહેલું કે પુરુષો એટલા દિલફેંક હોય છે કે શાક લેવા જાય તો શાક પણ લેતા આવે અને શાકવાળી કે બીજી શાક લેવા આવેલીના પ્રેમમાં પણ પડતાં આવે. જીવવિજ્ઞાનીઓ અને મનોવૈજ્ઞાનિકો આને કુદરતી નબળાઇ ગણાવે. જીવવિજ્ઞાનીઓ ‘ટેસ્ટોસ્ટીરોન’ ને પુરુષની ભ્રમરવૃત્તિ માટે જવાબદાર ગણે અને મનોવૈજ્ઞાનિકો તેનાથી આગળ વધીને કહે કે આ અંતઃસ્ત્રાવને લીધે પુરુષ સહેલાઇથી પ્રેમમાં પડે અને એટલી ઝડપથી નિરસ અને યંત્રવત થઇ જાય. એટલે જ પુરુષના મન અધીર રહે મીરાં મળે તો રાધાને શોધે અને રાધા મળે તો મીરાંને શોધે. સ્ત્રીઓમા ‘ટેસ્ટોસ્ટીરોન’નું પ્રમાણ નહિંવત હોય છે. તેથી સ્ત્રીઓને મન લાગણીઓનું મહત્વ વધારે હોય છે. અને એ વાત પણ સ્ત્ય કે ૧૧ વર્ષના બાળકમાં તો વાત્સલ્ય ભાવ જ હોય. એટલે રાધાકૃષ્ણનો પ્રેમ વાત્સલ્ય ભાવવાળો પ્રેમ કહેવાય. નવો પ્રયોગ સરસ.

    Like

    1. મીતાજી,
      સાવ આવો કચરો કરી નાખવાનો પુરુષો નો? કચરો વાળવા આવેલી સુંદર નારીઓ ના પ્રેમ માં પડેલા લોકો મેં પણ જોયા છે.કુદરતે વિકાસ ના ક્રમ માં એવું મુકેલું છે,એટલે નબળાઈ ના કહેવાય,ખૂબી કહેવાય.

      Like

      1. ભૂપેન્દ્રસિંહજી આપે ઇવોલ્યુશનના ક્ર્મમાં મળેલી સાયકોલોજી એક વાક્યમાં લખી તે રાધા મળે તો મીરાં અને મીરાં મળે તો રાધા શોધે તેને મેં મનોવૈજ્ઞાનિકોની કહેલી વાત લખી છે. આમાં મારું મંતવ્ય નથી આ પુરુષોની ભ્રમરવૃત્તિ વિશે. આપ કહો છો તેમ ખૂબી પણ કહી શકાય. પુરુષોની ભ્રમરવૃત્તિ ને નબળાઇ કહેવાની અમારી હિંમત નથી.

        Like

  2. ભગવાન શ્રી કૃષ્ણ સાથે ચેટ ચાલૂ રાખો પણ નેટ નો પ્રોબ્લેમ હોય તો ધીરુભાઈ અંબાણી ની હોટલાઈન વાપરો કદી કટ નહિ થાય ….!!!!

    Like

  3. રાધા અને કૃષ્ણ વચ્ચેની લોકોમાં પ્રવર્તતી ગેરસમજ કે પછી કેહવાતા ધર્મધુરંધરો ની સમજ/ ને ચકનાચૂર કરવાની આ આગાવી તમારી રીત ખરેખર પ્રશંસનીય છે, પરંતુ આ રીત કેટલે અંશે પાચક રેહશે તે તો ભવિષ્ય જ બતાવશે….પરંતુ તમારું ચેટ ચાલુ રાખસો નેટ પ્રોબ્લેમ તો જાતે જ સોલ્વ થઇ જશે…

    Like

    1. દેસાઈ સાહેબ,
      નર્ક માં બહુ બધાના ઈન્ટરવ્યું લેવાના છે.ખાસ શ્રી રામજી અને શ્રી કૃષ્ણ ના.આમેય જૈનોએ શ્રી કૃષ્ણ ને સાતમાં નર્ક માં મોકલેલ છેજ.એક લીસ્ટ તૈયાર કરી રાખવું પડશે.રામજીએ ૧૪ વર્ષ વન માં કેટલા હરણ હણ્યા તેનો હિસાબ પણ લેવાનો છે.આપણી તો ટીકીટ નર્ક ની ક્યારનીએ બુક થઇ ગઈ છે.

      Like

  4. રાઉલજી,
    સારું અને સાચું વિચાર્યું. કવિઓએ પોતાના મનની લીલા કૃષ્ણના નામે ચડાવી દીધાની વાતમાં દમ છે. એકવખત મોકળાશ મળી ગઈ પછી કોણ રોકનાર છે? કૃષ્ણ, રાધા અને મીંરા રોકડિયો પાક છે!!!! એમાંય ફિલ્મી ગીતકારોને તો કૃષ્ણદર્શનની આડમાં સતત પ્રેક્ષકદર્શન થતું હોય છે! પરિણામે નાયક નાયિકાના માટે લખાતા ગીતોમાં કૃષ્ણ, રાધા અને મીંરા તો એમને કલમવગા હોય છે!
    વધારે અભ્યાસ વગર લખવું ઠીક લાગતું નથી. પણ અમને કવિયત્રી મીરાંબાઈ તરફ ખૂબ માન છે. બની શકે કે એમના ચરિત્રલેખનમાં પણ ભેળસેળ થઈ હોય. જેમ રાધાના પાત્રમાં અન્યની કલ્પનાઓ કામ કરી ગઈ હોય તેમ મીરાંની બાબતમાં પણ બન્યું હોય. આપણે સંશોધનો પર આધાર રાખવો પડે!
    અત્યારે અમારી સમક્ષ એક પુસ્તક છે. શ્રી સયાજી સાહિત્યમાળા દ્વારા ઈ.સ.1961માં પ્રકાશિત “મીરાબાઈ-એક મનન” જે ડૉ. મંજુલાલ ર. મજમુદાર દ્વારા તૈયાર થયેલું છે. જેમાંથી અવતરણો આપીએ એનાથી લંબાણ થાય. જે ઠીક નથી. પણ 177 અને 178 પરનું લખાણ મૂકીએ છીએ.
    નરસિંહ અને દયારામની જેમ મીરાં પણ ગોપીભાવ અને રાધાનો કૃષ્ણભાવ અનુભવે છે. પરંતુ મીરા આખર તો યે સ્ત્રી છે :અને નરસિંહ-દયારામ, ઉચ્ચ કોટિના ભક્તો હોવા છતાં યે પુરુષો છે. ત્યારે મીરાંનો ગોપીભાવ સહજ છે. ગોપીભાવના નિરૂપણમાં સ્ત્રીસુલભ મર્યાદા એ જાળવે છે ; જ્યારે નરસિંહ-દયારામ ગોપીભાવમાં પણ પુરુષસહજ ઘીટતા અને પ્રગલ્ભતા દાખવે છે: અને એમનો ગોપીભાવનો ઓઢેલો આંચળો દેખાઈ આવે છે: પરિણામે મિલનના આનંદનું વર્ણન કરતાં તેમનો શૃંગાર સ્થૂલ કોટિનો બની જાય છે. [બાકીનું પછી… . ]

    Like

  5. [2] સ્ત્રીહૃદયની નૈસર્ગિક ખુશ્બો, માધુર્ય અને માંગલ્ય મીરાંના જેટલાં નરસિંહ-દયારામની કવિતામાંથી મળતાં નથી. મીરાંની કવિતાના માર્દવ અને સુકુમારતા દયારામમાં કવચિત્ દેખાય છે ખરા. ત્યારે મીરાંની કવિતાની નાજુકાઈ-નજાકત નરસિંહમાં ભાગ્યે જ દેખાય છે. બીજી બાજુથી નરસિંહ-દયારામમાં જોવા મળતાં તત્વો -પ્રભુમિલનનો આનંદ, તત્વજ્ઞાનનું નિરૂપણ કે ભાવ વૈવિધ્ય- મીરાંમાં નથી મળતાં એ તેમની મર્યાદા છે.
    [“મીરાંબાઈ – એક મનન” માંથી ]

    Like

    1. શ્રી યશવંત ભાઈ,
      આપે ખરેખર બરોબર લખ્યું છે.મારા મનમાં આવું કૈક ઉગતું હતું પણ સ્પષ્ટ થતું ના હતું નરસિંહ ના ભજનો મેં વાંચેલા છે,પણ મીરાં ના ભજનો સાભળવાની મજા કઈ ઓર જ લાગતી.પ્રેમ અને વિરહ ની ઉદ્દાત ભાવના વ્યક્ત થતી.એમાય મીરાં મુવીના પંડિત રવિશંકરે સંગીતે મઢેલા વાણી જયરામે ગાયેલાં મીંરા ના ગીતો મારા બહુજ ફેવરીટ છે.રસપ્રદ અભ્યાસ લખવા બદલ ખુબ આભાર.

      Like

  6. [3] પ્રભુ માટેની મીરાંની ઝંખના અનેક પદોમાં ઉદગાર પામી છે:
    આઊં આઊં કર ગયે સાંવરા. કહ ગયા કૌલ અનેક :
    ગિનતે ગિનતે ઘિસ ગઈ ઉંગલી, ઘિસ ગઈ ઉંગલિ કી રેખ !

    આવન કહ ગયે અજહૂં ન આયે, દિવસ રહ ગયે અબ થોરી :
    મીરાં કે પ્રભુ! કબ રે મિલોગે ? અરજ કરૂ જોરી–

    દેશ વિદેશ સંદેશ ન પહુંચે , હોય અંદેશા ભારી :
    ગિનતાં ગિનતાં ઘિસ ગઈ રેખા, આંગુરિયા કી સારી:
    અજહૂં ન આયે મુરારી …
    [રાઉલજી … મીરાંની કવિતાને માણવાની મજા છે]

    Like

    1. શ્રી યશવંતભાઈ,
      મીરાં અમારું પ્રિય ઐતિહાસિક પાત્ર છે.એમની કવિતાઓ માણવાની મજા ખરેખર ઓર જ હોય છે.

      Like

  7. આ વાર્તાલાપ મજાના થતા જાય છે. સાચું-ખોટું તો એવું ભેળસેળ થઈ ગયું છે કે ખબર ના પડે! જો કે, ઘણાં-બધાં સન્દર્ભ તપાસતા “રાધા” ગોલોકમાં કૃષ્ણ સાથે હોવાનો ઉલ્લેખ મળે છે. એટલે, “રાધા”નું પાત્ર સાવ ગપ તો નથી જ.

    મારી એક રચનાની લીંક મુકવાનો લોભ જતો નથી કરતો: http://rutmandal.info/guj/2009/08/samvaad/

    Like

    1. રાધાનું પત્ર ગપ છે એવું નથી.પણ એમના અને કૃષ્ણ વચ્ચેના સબંધો માં બહુ ગપ છે.રાધા ગોલોક માં કૃષ્ણ સાથે હોવાના સંદર્ભો પણ આપણે જ રચેલા ને કે બીજા કોઈએ?

      Like

  8. નેટ પ્રોબ્લેમ ભગવાનને પણ નડે છે !!!
    આપનું આ ’રાઓલ મેસેન્જર’ ચાલુ જ રાખજો ભ‘ઇ ! કોક દા‘ડો અમારે, ભગવાનને કંઇ પુછવું કરવું હોય તો કામ પણ લાગશે ! ભગવાનને રવાડે ચઢ્યા એમાં આપને પણ સંગનો રંગ લાગ્યો છે, લો આ મીરાંને મુકી અને પાછા રાધાને પકડ્યા !! સુભદ્રાજીની પેલી સલાહ બહુ ગમી : ’જે છે એમાં શાંતિ થી જીવ.’
    રહી વાત રાધાજી અને કાનજીના મધૂર પ્રેમની, તો એ કવિઓની કલ્પના હોય તોયે શું ? ઉત્તમ સાહિત્યકૃતિઓ તરીકે તેને માણી શકાય. બાકી વાસ્તવમાં તો એ એક નિર્દોષ, બાળસહજ વાત્સલ્ય જ હોવું જોઇએ, જેમાં આદત મુજબ મીઠું-મરચું ભભરાવી અને કવિઓએ પોતાની કલ્પનાઓનાં ઘોડા છુટા મુક્યા હોય. એથીએ આગળ કહીએ તો આપણા લગભગ તમામ પ્રાચિનગ્રંથોમાં, કદાચ જે તે સમયે જરૂરી હશે તેથી, ઉપમા અને ઉદાહરણો દ્વારા મુળ વાત સમજાવવામાં આવતી હોવાનું જણાય છે. પછી લોકો ગામના નામના પાટિયાને જ ગામ સમજી લે તો વાંક કોનો ?
    અને મીતાબહેને પુરુષજાત પર ભ્રમરવૃતિનો આક્ષેપ મુક્યો તો આપ ઉત્ક્રાંતિનો હવાલો આપી પુરુષજાતનો બચાવ કરો છો !! (આપણો ખાનગીમાં ટેકો છે !!) એ વ્યાજબી નથી ! વધુ કશુંક જાણવું એ અમારો વાંચક તરીકેનો અધિકાર છે, કુરુક્ષેત્રના મેદાનમાં એક યુદ્ધ (લેખ !) ભલે આ ભ્રમરવૃતિ પર પણ થઇ જાય.
    અને અંતે એક સવાલ, આપના મેસેન્જર દ્વારા, ભગવાનને પુછવો છે, ’હે પ્રભો, આપે કહ્યું : “એ ’ચપલા’ઓ અમારી પાછળ પડે તો અમારો શું વાંક?” પરંતુ અમે પુછીએ છીએ કે: આપને અનુસરવામાં, અમારી પાછળ તો “ચંપલાઓ” (એય જાડી જાડી એડી વાળા) પડે છે !! અમારો કંઇ વાંક ??’
    સુંદર લેખ બદલ આપનો આભાર.

    Like

    1. શ્રી અશોક મુની,
      પ્રભુ ની પાછળ ચપલાઓ પડતી માટે ચંપલ ના ખાવા પડે એમને.આપનું જુદું લાગે છે,આપ ચપલાઓ ની પાછળ પડો તો ચંપલ અવશ્ય જાડી એડી વાળા ખાવા પડે.એટલે ચપલાઓ આપની પાછળ પડે તેવું કશુક કરવું પડે,તો ચંપલ ના પડે.પણ એમ કરવા જતા બળુકી મેરાણી ના હાથ યાદ છે ને?પછી ‘લવ યુ’ ને બદલે ‘મારા રોયા’!!!હા!હા!હા!
      અને મેં ભગવાન નો વાત કરી છે આપ મારી સમજી ને કહોછો હું કોઈ રાધા પાછળ પડ્યો નથી.અમે કૃષ્ણ પણ કદી રાધાઓ કે મીરાઓ પાછળ પડ્યા જ નથી.અમે પણ કોઈ ની પાછળ પડતા નથી.રુકમણી(દક્ષા કુંવરબા)પાસે માર ખવડાવવાનો ઈરાદો છે કે શું?સારું છે બ્લોગ વાચતા નથી.નહિ તો મારું આવીજ બને.
      હું પુરુષ જાતનો બચાવ કરું છું અને આપ મીતાબેન ને સાથ આપો છો.પણ પાછા બંને ને ખુશ રાખવાની સારી આવડત છે.ભાઈ મજા આવી આપના પ્રતિભાવો ની માટેજ અમે રાહ જોતા હોઈએ છીએ.હા પ્રાચીન ગ્રંથોમાં ઉપમાઓ અને ઉદાહરણો આપી સમજાવતા હતા તેમાં ગોપીઓના વસ્ત્રાહરણ પણ આવી જાય અને પાછું બંને માથે મુકીને બહાર આવવાનું પણ આવી જાય કેમ ખરુંને?પછી એ બહાને વૈષ્ણવ ભક્તો ની સ્ત્રીઓ ને સુંદર રંગીન હોજ માં નહાવા મોકલી એમના વસ્ત્રો હરણ કરી મહારાજશ્રી બહાર બેસી જાય,હવે આવો બહાર બંને હાથ માથે મુકીને.સારા ઉદાહરણ અને ઉપમાઓ મૂકી છે ભાગવત માં.ખરુંને?

      Like

      1. * બાપુ, આપને અમારા બહેનશ્રી દક્ષાબા ના હાથનો પ્રસાદ ચખાડવાની અમારી જરા પણ નેમ છે નહીં ! આતો ફક્ત આપના લેખના વિષયો પર ટકોર હતી !! (મીરાંબાઇના લેખ પરથી રાધાજીના લેખો પર આવી ગયા તે બાબતે !)
        * અમે ચંપલ વિશે વાત કરી તે તો આપે ઉલ્લેખેલા મહાપુરુષો !! માટે છે. જેઓ કૃષ્ણને નામે ચડાવી અને આપે ઉલ્લેખેલી બધી લીલાઓ રચે છે, તેઓને હવે ચંપલોનો પ્રસાદ મળવા માંડે તેવી અમારી અંતરમનની ઇચ્છા અમે આપના માધ્યમથી ઇશ્વર પાસે જાહેર કરી છે. આ બધા લીલારસિકોને કૃષ્ણની વસ્ત્રાહરણ વાળી લીલાઓ રચવી તો બહુ ગમે છે પરંતુ તેમની પાસે પ્રથમ, ચાલો ગોવર્ધન પર્વત નહીં પણ ફક્ત, બાર ટનની એક શિલા, ટચલી આંગળીએ ઉપડાવી જોવી જોઇએ !! જો તેઓ દટાઇ ન મરે તો પછી ભલે ભક્ત-ભક્તાણીઓ તેમને કૃષ્ણના અવતાર માની રાસલીલા રચાવે !!! ખોટી વાત છે કંઇ ?
        * ગાંધીજીના ગામમાં અમારો જન્મ થયો છે, આથી આટલી વાણિયાગત તો હોય જ ને!
        ક્યારેક મિત્રો મોઢવાડીયાને બદલે ’દોઢવાણિયા’ કહે છે ! અને આમે મિત્રોને ખુશ રાખવા માટે બનતું કરવું તે મિત્રનો ધર્મ છે ને ? (શાથે આ સુત્ર પણ યાદ રાખવું:
        ‘સત્યં બ્રુયાત, પ્રિયં બ્રુયાત…’ અર્થાત સત્ય પણ મીઠા શબ્દોમાં કહેવું !)
        * અને અંતે, આ બિચારા ગભરૂ બાળકને ’મેરાણી’ ની યાદ આપી ડરાવી માર્યો ! તો અમારા, હવે પછીના બે-ચાર, ભીષણ અને ભયાનક વિષયના લેખ વાંચવા તૈયાર રહેજો !!! આભાર.

        Like

        1. શ્રી અશોક્મુની,
          આપની વાત તદ્દન સાચી છે.બ્રેન વોશિંગ ના પ્રતાપે ચપ્પલ ને બદલે ખુદ ચપ્પલ પહેરાનારીઓ ને પામી ને ભોગવી રહ્યા છે ભાઈ મારા.ગભરુ બાલક મેરાણી થી ડરે તો એક સીધો સાદો રાજપુત રજપુતાણી થી કેમ ના ડરે?અમે તો કડવુ સત્ય જ કહેવાના.બહુ ગળપન નાખિયે તો લોકો ને સત્ય જ લાગતુ નથી.રોગ બહુ વધિ ગયો છે માતે કડવી દવા જ યોગ્ય લાગેછે.

          Like

  9. ?રાધા મળે તો મીરાં શોધે અને મીરાં મળે તો રાધા શોધે,જે છે એમાં શાંતિ થી જીવ.’
    વાહ ભાઈ વાહ………તમારે ભગવાન ક્રિશ્ન સાથે સારી હોટ -લાઈન છે….!!!
    જે મળ્યું છે એમાં જ ખુશ રહીને જીવ…..!!!!
    બાકી પુરુષોનું તો એવું છે કે…

    મીરા મળે તો રાધા શોધે ને રાધા મળે તો મીરા
    કાનજીના મન કેમ આમ રહેતા હશે અધીરા…….!!!!
    આ સુભદ્રાબેન કોણ છે વળી????
    બાકી વાત તો સાચી જ છે તમારી…..

    પુરુષ કેરી નબળાઈને દઈએ રૂડું નામ ……
    ખૂબી કો’ કે ભ્રમરવૃત્તિ એને રાધાથી કામ…
    ઘરમાં ડોળ એવો, જાણે કે હોય એ રામ…
    સુંદર નાર જોઈને ધરે સૌ કનૈયો નામ…….
    કાનજી પણ શરમાય જોઈ નખરા આમ ….
    નામ મારું ફોગટમાં વટાવે લોક તમામ …….!!!!
    સમય મળે ઉત્તર આપશો.
    આ સાથે આપની દોસ્ત..,
    મૌસમી મકવાણા ‘સખી’

    Like

    1. ભગવાન શ્રી કૃષ્ણ ના બહેન નું નામ સુભદ્રા છે.અર્જુન ને એમની સાથે પ્રેમ થઇ જતા,મોટાભાઈ બલરામ ની ના હોવાથી શ્રી કૃષ્ણે સુભદ્રાજી ને અર્જુન સાથે જાતેજ ભગાડી મુકેલા.નાના બહેન છે શ્રી કૃષ્ણ ના માટે તેઓ કોઈ વાતે મુંજાય તો નાની બહેન મિત્ર સમાન હોવાથી એમની સલાહ માંગે છે.
      સૌથી વધારે કૃષ્ણ નું નામ આ બાવાઓ,ગુરુઓ અને ખાસ તો વૈષ્ણવ લોકો ના ધર્મ ગુરુઓ જ વટાવે છે.બાકી સંસારી પુરુષો તો ભાગ્યેજ વટાવે છે.હવે અમારા પુરુષો ની હંસી ઉડાવવામાં અહી બે માનુનીઓ ભેગી થઇ છે,એક તો મીતાબેન અને બીજા મૌસમીબેન.મિત્રો હવે ચેતજો કશું પણ લખતા.પણ આટલા લેટ કેમ પડ્યા બહેન?

      Like

  10. something different….nice to read this post…..I used to ask these questions to my elders when I was a kid….

    Like

    1. શ્રી દેસાઈ સાહેબ,
      મને પણ આંખો ખેચાય તેવું ના ગમે.આપે સારું સજેસ્ટ કર્યું.હજુ કલર લાઈટ કરવો હોય તો જણાવજો.એટલે હું થીમ પણ એવી પસંદ કરું જે આંખો ને ભાર ના લાગે તેવી હોય.એકદમ વ્હાઈટ પણ આંખોને ત્રાસ રૂપ થાય છે.ખુબ ખુબ આભાર.

      Like

  11. @all
    કૃષ્ણના જીવન વિષે અલગ અલગ પુરાણો અને મહાભારતમાં અડધું પડધું બધું આપેલું છે. કેટલુંય ઉમેરાઈ ચૂક્યું છે.(ઇવન પુરાણોમાં)..અમુક ભાગવતાચાર્યો પોતાની મરજી મુજબ હજુ પણ એમાં કૈક ને કૈક નાખતા રહે છે અને પોતાના પર્સનલ ભાગવત છાપતા રહે છે..કૃષ્ણજીવન વિષે વ્યવસ્થિત જાણવું હોય, (ઉમેરણો ક્યાં થયા છે, કેવા થયા છે, મહાભારત માં શું છે, પુરાણો માં શું છે) તો નગીનદાસ સંઘવીની “મહામાનવ શ્રીકૃષ્ણ” વાંચવી..બહુ મસ્ત બુક છે…આ બુક વાંચ્યા પછી કૃષ્ણને સ્સાચી રીતે જાણવાનો સંતોષ થાય છે.

    Like

  12. રાઓલજી, આ શિયાળા ની ઠંડી માં ગરમાવો આપતો લેખ ….. એક દમ સત્ય ….. કોઈ પણ જાત ના શબ્દો ચોર્યા વગર જે હકીકત છે એ બયાન કરી દીધી …… મને પણ કાનુડા નો ફોન આવ્યો હતો .. કહતો હતો કે ….. આમ તોમને મળવું યુગો ની તપશ્યા માં પણ મુશ્કેલ છે પણ જે દિલ થી બોલાવે તો કણ કણ માથી પ્રગટ થવું પડે છે ….. મે પણ એમને એજ પ્રશ્ન કર્યો હતો … તમે નાનપણ માં બહુ ખેલ આદર્યા હતા ….. તમે યોગ મોહિની થી બધાને ખૂબ નચવતા હતા … એક વાર તો ખુદ ભોળો નાથ પણ માં પાર્વતી ના કપડાં પહેરી ને તમારો રાસ જોવા આવ્યા હતા …. ? ને એઇ ભાન ભૂલી ને તમારી સાથે રાસ રમ્યા હતા ….. ? મૂળ તો તમે પ્રેમ પૂજારી ને પાછા યોગેશ્વર એટલે તમે તો ગમે એ કરી શકો કેમ …? પણ મને કાનુડા એ કહ્યું કે … વ્હાલા … આ બધી તો કવિ ની કલ્પના છે …. હું કોઈ યોગેશ્વર નથી ….. જન્મ થતાં મે પુંત્ના અને તેના સાથીદાર ને માર્યા …. 11 માં વરસ માં કંસમામા ના રામ રમાડી દીધા … 12 માં વરસે પંચજ્ન્ય ને માર્યો …. 14 માં વરસ માં કાળ યવન ને માર્યો …. એમ કરતાં કરતાં 45 વરસ સુધી તો અનલિમેટેડ યુદ્ધ કર્યા ને જ્યારે બધા મારી ઉપર જ આશા રાખવા લાગ્યા એટલે મે હથિયાર હેઠે મૂકી ને અર્જુન ને ભીમ પાસે યુદ્ધ કરવી ને દુષ્ટો ને સજા કરી ને જગત ને બોધ આપ્યો કે તમારા કર્મ તમારે જ કરવા ને છે … ઈશ્વર હથિયાર બની શકે પણ હાથ તો તમારે જ બનવું પડે એવું સમજાવ્યું …જે ને તમે ગીતા કહો છો એ અસલ માં મારા ખુદ નો અનુભવ છે …. ત્યાર બાદ જ્યારે મારા પોતાના વંશ જો આડાય ઉપર આવ્યા તો એમને પણ કોઈ શિખામણ આપ્યા વગર રહેશી નાખ્યા …… મે પૂરી જિંદગી આજ કર્યું છે ….. હું યોગેશ્વર નથી …… હું યુદ્ધેસ્વર હતો ……તમે પાછળ થી નમાલા થયા ને મારા નામ ની ખોટી વાર્તા કરી ને જ્ઞાન યોગ ને આસ્ક્ત ભાવ ને તમારા પલાયનવાદ ને મનગમતા અર્થ કરી ને એને ભગવાન નું નામ આપ્યું ને પાછું ગીતા પ્રવચન નામ આપ્યું …. તમે એક પણ પ્રસંગ માં ક્યાય મે ગીતા શબ્દ બોલ્યો એવું ક્યાં છે …. વ્હોત ઇસ ધિસ ગીતા ? હું તો યુદ્ધ માં અર્જુન એમ જ સમજાવતો હતો કે …. જે તારી સામે છે એ તારા દુશ્મન છે … એની ઉપર કોઈ રહેમ દયા નો રખાય ….કેમ એ દુશ્મન કોઈ રહેમ નહીં રાખે …. કરેલા ની મીઠાય થાય ? ….. ઠીક છે મારા વાલા …. અર્જુન ને તો પેટ નો જણ્યો મર્યો તયારે જ એને અસલી બ્રહ્મ જ્ઞાન થયું…. તમે જેને ગીતા પ્રવચન કહો છો એ તો યુદ્ધ ના પહેલા દિવશે મે એને કહ્યું હતું પણ એને માન્યું અભિમન્યુ ના મૃત્યુ પછી ….. એમ તમને પણ કહું છું … આતતાયી ના શંહાર કરો તોજ શાંતિ થી નીંદ આવશે ….. નો પીસ વિધાઉટ જસ્ટિસ …. આ મારૂ નવું સૂત્ર છે … ભુપેન્દ્ર સિંહ ને કહી દ્યો કે એક સરસ લેખ આ વાત પર પણ લખી નાખે ….. (કાનુડા એ રિસીવર જોર થી પાછડ્યું એવું મને લાગ્યું )…… અસ્તુ ……..

    Like

  13. બાપુ આવું મેસેન્જર તો અમારી પાસેય છે પણ વાયરસ બહુ આવી જાય છે ફેસબુક ઉપરથી! અમારો એન્ટીવાયરસ તમારા જેવો સ્ટ્રોંગ નથી એવું નથી પણ અમે તમારી સરખામણીએ વાયરસની પહોંચમાં છીએ…અમે ખાલી એમ લખીએ કે કૃષ્ણ ઐતિહાસિક પાત્ર હોય તો પણ અમને વ્હાલા છે તો પણ અહીં લોકોને ચૂંક ઉપડી જાય છે અને દ્રૌપદીના વસ્ત્રાહરણની ઘટના ના વિડિયો ફૂટેજ અને કૃષ્ણે સાડીઓ ખરીદેલી એના બિલ રજુ કરવા માંડે છે! નરકની અમને ચિંતા નથી કેમ કે તમે ત્યાં અમારા પહેલાં પહોંચી ગયા હશો એટલે અમે આવશું ત્યારે અમને બહુ અજાણ્યું નહીં લાગે…

    Like

  14. કૃષ્ણ ના જન્મદિને એક જ પ્રાર્થના
    કૃષ્ણ જેવા બનો એના જીવન માં થી ઘણું શીખવા જેવું છે

    એવા સુંદર કે લોકો પ્રેમ કરે
    એવા પ્રગતિશીલ કે ઇન્દ્ર જેવા ની ખોટી પૂજા બંધ કરી ને પ્રકૃતિ ને પૂજવા નું શીખવાડે
    કાળીનાગ / કંસ જેવા દુશ્મનો ને નાથી શકે
    સુદામા જેવાગરીબ મિત્ર ને મદદ કરી શકે
    દ્રૌપદી જેવી સખી ની પડખે ઉભા રહી શકે
    અર્જુન જેવા મિત્ર ને ગીતા રૂપી મોટીવેશન આપી શકે
    સુભદ્રા જેવી બહેન ને મનગમતા જીવનસાથી માટે મદદ કરે
    જરૂર પડે તો સુદર્શન ચક્ર પણ ચલાવે
    વાસળી વગાડી ને મોહિત પણ કરે
    ગોકુલ જેવા ગામડા ની ગાયો ની સંસ્કૃતિ પણ જાળવે
    અને દ્વારકા જેવા સમૃદ્ધ નગર પણ વસાવે
    પ્રેમ કરવા માં સંકોચ ના હોય
    અને દુશ્મનો ને હણવા માં વિલંબ ના હોય
    નીતિવાન હોય પણ દુશ્મનો ને ખતમ કરવા માટે બાંધ છોડ કરી શકે
    ……..જરૂર છે કૃષ્ણ પાસે થી શીખવા ની
    એવા નાગરિકો અને એવા નેતાઓ ની
    જય શ્રી કૃષ્ણ
    કૃષ્ણ જન્મ ની શુભેચ્છાઓ

    Like

  15. સૌ કોઈ ની વાતો વાંચી…. ખુબ મજા પણ આવી…. ને છેલ્લે માત્ર ને માત્ર એકજ વિચાર આવે છે કે જયારે આપણે કબુલ કરીએજ છીએ કે આ બધી ભાંજગડ ટેસ્ટોસ્ટેરોન (પુરુષ હાર્મોન) ની જ છે, ને એ બનાવટ તો બાયોલોજીકલ છે, તો જે થયું, જે થાય છે ને જે થશે એ કુદરતી છે. તો આપણે શું કામ એમાં મગજ બગાડવું?

    Like

  16. ……..
    કૃષ્ણ-લીલા-વર્ણન વાંચી-સાંભળીને ઘેલી થઇ જતી સ્ત્રીઓને જોઇને એટલો ખ્યાલ આવે છે કે કૃષ્ણ-લીલાના વર્ણનો કે તેમની પ્રેમ-લીલાઓ તે ફક્ત પુરુષને-જ નહિ પરંતુ બીજી પરણિત-અપરણિત સ્ત્રીને સંબંધ બાંધવા પ્રેરિત / કલ્પનાતિત કરે છે …. કારણકે … ‘પ્રેમ’ નામનું આભાસી તત્વ તે સ્ત્રીને સુરક્ષિત-જીવન-માટે અને પુરુષને ‘સેક્સ’ માટે આકર્ષે છે …
    ………
    # એક ગામડીયા-યુવાઓના લેખક પણ સોફ્ટ-પોર્ન નાં નામે પોતાની-કલમથી રૂપિયા ખંખેરે છે અને તેમના ભગત-ભગતાણી રસિક-રસપાનમાં તરબોળ રહે છે … તેમના ભગત-ભગતાણી અહી ફેસબુક ઉપર ‘આશારામ-નાં-ભગત-ભગતાણી’ કરતા પણ બેહુદુ વર્તન કરે છે ….
    “કોણ કહે છે કે બીભસ્ત અશ્લિલ-સાહિત્ય આજે પણ નથી રચાતું-વેચાતું?”

    Like

Leave a comment