पितृ देवो भव:

સ્વ.પિતાશ્રી રતનસિંહજી રાઓલ
 पितृ देवो भव:
ફાધર ડે આવીને ગયો.પિતાશ્રીના ગુણગાન ગવાયા.થયું બધા ગાઈ લે પછી કશું લખીએ.એક ભક્તિ ભાવમાંથી બહાર આવી જાય તો સરખું વાચી શકે નહીતો ભક્તિભાવની અસર પડે વાંચવામાં પણ.માતાને તો ભગવાનની જગ્યા આપી દીધી છે,મેલ ડોમિનેન્ટ સમાજ આવ્યા પછી ભગવાનની જગ્યાએ  પિતાને બેસાડવાનું ચાલુ થયું છે.
      એક દીકરી જન્મે છે તો પિતા તરફ થી ‘X’ ક્રોમોજોમ મળે છે.એક દીકરો જન્મે છે તો પિતા તરફ થી ‘Y’ ક્રોમોજોમ મળે છે.એટલે પિતા વગર પણ જન્મ તો શક્ય જ નથી.માતા અને પિતા બંનેનું સહિયારું સાહસ છે સંતાન.બંનેનું સરખું જ યોગદાન છે.
     સીંગમંડ ફ્રોઈડ અને કાર્લ જુંગ કહે છે કે પિતા એક દીકરા માટે ખુબ મહત્વનું પરિબળ છે,એની ઓળખના વિકાસ નું(Development of identity).એક નાના પુત્ર માટે પિતા એક idol છે.ડેડી બધું જ કરી શકે છે.પરમપિતા પરમાત્મા છે.પિતાની ચાલ ઢાલ,ઉઠવું બેસવું બધાની નકલ કરશે.પિતાની સ્વીકૃતિ જોઈએ છે.કિશોરાવસ્થામાં થોડો પ્રોબ્લેમ પિતાની દલીલો ગમતી નથી.એમનું ગાઇડન્સ વધારે પડતું લાગે છે.પણ યુવાન થતા આ સબંધો એક વિકાસના તબક્કામાં આવે છે.એકબીજાને  ઇગ્નોર કરે છે.પણ માનસિક રીતે જોડાતાં જાય છે.ત્રીસી ને ચાલીસી ના વચ્ચે સમજ આવે છે કે પિતાએ ઘણું કર્યું છે.ઘણા બલિદાનો આપ્યા છે.અને પિતા અને પુત્ર વચ્ચે મિત્રતાના સબંધો બની જાય છે.બસ પછીના વર્ષોમાં વૃદ્ધ પિતાની સેવા કરવાનું મન ના થાય તો સમજવું કે આ વિકાસના બધા તબક્કાઓમાં ક્યાંક ચૂક થઇ ગઈ છે.
              હવે જરા ઇડિપસ ગ્રંથી(Oedipus complex) ની વાત કરી લઈએ.પુત્ર અઢી થી છ વર્ષનો થાય તે તબક્કામાં પિતા પ્રત્યે એક જેલસ એક ઈર્ષ્યાની ગ્રંથી બંધાય છે.કારણ અચાનક માતા તેને છોડીને પિતા જોડે જતી રહે છે,પિતાને પ્રેમ કરવા જાય છે.એ એના અચેતન મનમાં ઘુસી જાય છે કે કોઈ એનો હરીફ છે જે માતાના પ્રેમાં ભાગ પડાવે છે.માતા, પિતાની જરૂરિયાતો પૂરી કરવા જાય છે અને પછી પાછી આવતી રહે છે.જરૂરિયાતો એટલે એમના ખાવા પીવા કે કપડા શોધી આપવા કે બીજી કોઈ પણ ઘરેલું જરૂરિયાતો વખતે માતાને પિતા પાસે દોડી જવું પડે તે એના નાનકડા મનને મંજુર હોતું નથી.પણ મોટા ભાગે આ ગ્રંથી ધીમે ધીમે દુર થતી જાય છે,જો પિતા તરફ થી એને પૂર્ણ પ્રેમ મળતો હોય અને સલામતી મળતી હોય ત્યારે.એક પિતા એના નાનલા પુત્રને ખભે તેડીને ફરે છે તો આ કોમ્પ્લેક્સ દુર થતા શું વાર લાગે?પણ પિતા કઠોર હોય અને વાતે વાતે સજા કરતો હોય તો આ ગ્રંથીનું નિષ્કાસન થતું નથી,ને એવા બાળકો મોટા થઇને પિતાના દુશ્મન બની જાય છે.
               ગ્રીક દેવતા Oedipus એ એના પિતા Laiusને મારી નાખીને એની પોતાની માતા Jocasta સાથે લગ્ન કરેલા.એના ઉપરથી મનોવિજ્ઞાનના ભીષ્મ પિતા સીંગમંડ ફ્રોઈડે નામ આપેલું છે ઇડિપસ ગ્રંથી.આના નિવારણ માટે પુત્ર અને પિતા વચ્ચે સોલીડ મજબુત માનસિક સબંધો નું જોડાણ જોઈએ. અને ના હોય તો એવા પુત્રો માનસિક રોગોના શિકાર થાય છે.જેવાકે Neurosis ,pyromania ,Paedophillia ….Hysteria પણ થઇ શકે છે.નાના બાળકોની જાતીય સતામણી કરતા લોકોની આ ઇડિપસ ગ્રંથીનું બરોબર નિવારણ થયું હોતું નથી.
            જે નાના પુત્રો ને પારિવારિક સબંધોની ગરબડને લીધે અને ખાસ તો પિતા પુત્ર વચ્ચે મજબુત માનસિક જોડાણ  હોતા નથી તેથી  તેમની પુરુષ તરીકેની ઓળખ સંપૂર્ણ થઇ હોતી નથી,એવા છોકરાઓ મોટા થઇ ને હોમો સેકસુઆલીટી તરફ વધી જાય છે.પુત્રો ને માનસિક વિકૃતિઓ તરફ ધકેલવા ના હોય તો પિતાશ્રીઓ પુત્રોને પ્રેમ કરો.
                એક દીકરી માટે  પિતા સાથેના સબંધો એ એના જન્મ પછીના સૌ પ્રથમ સ્ત્રી અને પુરુષ વચ્ચેના સબંધો છે.એક નાની બાળકી પોતાના પિતા તરફ થી મળતા  પ્રેમ ભાવના પ્રતિબિંબો વડે પોતાના સ્ત્રૈણ તત્વની ઓળખ પ્રાપ્ત કરે છે. એ એકલી નથી,કોઈ એને સમજી રહ્યું છે,ગણી રહ્યું છે,એક સેન્સ ઓફ સિક્યુરીટીની સમજ આવે છે.પિતા વગરની દીકરી કે પિતાના પ્રેમ વગરની દીકરી half done છે.એ હમેશા ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરે છે.પિતાનું હાસ્ય એના વિકાસનું સાધન છે.પિતાની શિસ્ત એનું માર્ગદર્શન છે.પિતા વગરની દીકરી એકલી અટૂલી છે.દીકરીઓને ટીનેજરમાં ખોટા પ્રેમના લફરાઓથી બચાવવી હોય તો પિતાશ્રીઓ તમારી દીકરીઓને મનભરીને વહાલ કરો.દીકરીઓને પ્રેમ કરવો નથી ને ખોટા પ્રેમના લફરે ચડે તો વાંક તમારો છે.
                   સંતાનો માતા પિતાનો આદર ના કરતા હોય,માનતા ના હોય,ઘૃણા કરતા હોય,સેવા ના કરતા હોય,ધ્યાન રાખતા ના હોય તો ક્યાંક ચૂક એમના ઉછેરમાં છે.આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે.એટલે માતા પિતાનો આદર કરો એવું કહેવા કરતા થોડો મનોવિજ્ઞાનનો અભ્યાસ કરો તેવું કહેવું બહેતર છે.ચાઈલ્ડ સાયકોલોજી દરેકે ભણવી જોઈએ.આપણે સંતાનોના અચેતન માઈન્ડ માં પ્રેમ ઠાંસીને ભર્યો હશે તો અનાદર કઈ રીતે કરશે?અને આપણે એમના અચેતન માઈન્ડમાં દ્વેષ અને ઘૃણા કે તિરસ્કાર જ ભરેલો હશે તો આદર કઈ રીતે મળશે?
                 સ્વ.પિતાશ્રી રતનસિંહજી રાઓલ વકીલ હતા.થીયોસોફીસ્ટ હતા.એમની નાનકડી લાયબ્રેરીમાં અનેક સારા પુસ્તકો હતા.રાતે જાગીને પણ વાચતા રહેતા.સત્યના પ્રયોગો અમે એમાંથી જ વાંચેલા.સુધારાવાદી હતા.દહેજ અને ચાંલ્લા પ્રથાના વિરોધી હતા.એમના પરમ મિત્રો સ્વ.શ્રી છત્રસિંહજી રાઓલ,સ્વ.દેવીસિંહજી રાઓલ અને બીજા મિત્રો સાથે મળીને માણસા ભાયાત સમાજ નામના કેળવણી મંડળની સ્થાપના કરેલી.જે હજુ આજે પણ કેળવણી વિષયક પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે.વારસામાં સારા બ્રેન આપ્યા છે તે બદલ અમે બધા એમના વારસો એમના ખુબ ઋણી છીએ.એમનો પ્રેમાળ સ્વભાવ અને દીકરાઓને મિત્ર સમાન ગણવાની નીતિ એમની ખૂબી હતી.

28 thoughts on “पितृ देवो भव:”

 1. શ્રી ભુપેન્દ્રસિંહજી,

  આપના લેખ ખુબ જ મનનીય હોય છે. ઘણી વાર તો મને એમ થાય છે કે ચાર ચાર વર્ષથી મેં પિતા ગુમાવ્યા છે અને તેમની છત્ર છાયા ગુમાવી છે, તો હવે મને આવો પિતાતુલ્ય પ્રેમ ક્યાંય નહીં મળે?

  Liked by 1 person

  1. શ્રી અતુલભાઈ,
   મેં તો વહાલસોયા પિતા ને ૧૯૮૫ માં ગુમાવેલા.હજુયે ઊંઘ માં એમની જોડે વાતો કરી લઉં છું.મારા અચેતન મનમાં એમની છબી એવી સ્થિત છે કે ઊંઘ માં બહાર આવી જાય છે.

   Like

 2. ખૂબ જ સરસ મનોવિજ્ઞાનને લગતો લેખ. બાળક જ્યારે નાનું હોય ત્યારે તેને ભરપૂર પ્રેમ આપ્યો હોય અને જ્યારે કિશોરવસ્થામાં આવે ત્યારે દીકરો કે દીકરી જે પણ હોય તે તેમનામાં શારિરીક ફેરફાર અને માનસિક ફેરફાર થતા હોય છે તેવે સમયે તે પોતાને નાનું બાળક નહીં પણ મોટી વ્યક્તિ માને છે અને તે રીતે વર્તન કરે છે તેવા સમયે માતાપિતા તેને વધારે સલાહ સૂચનો આપે તો તેને નથી ગમતું હોતું. તેને એક બાળકની જેમ નહીં પણ મેચ્યોર વ્યક્તિ ગણાવું હોય છે. એટલે કિશોરવસ્થામાં માતાપિતાએ તેમનાં બાળકો સાથે મિત્રની જેમ વર્તવું જોઇએ. પરંતુ જ્યારે માતાપિતા આ ઉંમરે તેમને ના સમજે તો તેમના બાળકો જ તેમનાથી દૂર થતા જાય છે અને તેમના દીકરાઓમાં માનસિક વિકૃતિઓ કે ટીનએજની દીકરીઓ પ્રેમમાં પડવા લાગે છે. ટીનએજમાં દીકરા દીકરી સાથે રાખેલા મિત્રતાના સંબંધો યુવાનીમાં વધુ ગાઢ બને છે. બાળક જ્યારે નાનું હોય ત્યારે જ દીકરાને માતાનું અને દીકરીને પિતાનું જોડાણ વધારે હોય છે. તેથી જ્યારે કિશોરાવસ્થામાં દીકરી જો પિતાના પ્રેમમાં ઓછપ અનુભવે કે માતા જ્યારે પિતાનું વધારે ધ્યાન રાખે તો દીકરો પ્રેમ બહાર શોધે છે.

  Like

  1. મીતાજી,
   બહુ સરસ,આપે ટીનેજર નું કાઉન્સેલિંગ કર્યું હોય તેમ લાગે છે.આપે મારી ગંભીર વાતો સરળ શબ્દો માં સમજાવી તે બદલ ધન્યવાદ સાથે આભાર પણ માનીએ છીએ.અમારા પિતા કાયમ કહેતા કે સંતાન ૧૬ વર્ષ નું થાય એટલે એને મિત્ર સમજવું.અને કહેલું પાળતા પણ હતા.અમે પણ એવીજ નીતિ રાખી છે.

   Like

 3. ખુબજ સરસ અને વાસ્તવિકતાનું દર્શન કરાવતો લેખ છે., હકીકતમાં ચાઈલ્ડ સાઈકોલોજી નો અભ્યાસ દરેકે કરવો જોઈએ, જેના અભાવને કારણે આપણે અનેક કુટુંબમાં વરવા પરિણામ જોઈએ છીએ અને તે પર પડદો પાડવા જનરેશન ગેપ આવું નામ આપીએ છીએ….
  મોટેભાગે ૩-૪ દાયકા પેહલા ના માતા -પિતા, પોતાના જે -તે સમયમાં અનેક મુશ્કેલીમાંથી બહાર આવેલ હોઈ, આવી કોઈ ગતા ગમ ન હોવાને કારણે અનેક કઠણાઈ નો સામનો કરે છે., જ્યારે આજનું યુવાધન મોટે ભાગે આવા વિચારથી અનેક જોજન દુર હોવાથી તેઓને ભવિષ્યમાં મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.
  બ્રિટનમાં બાળકોને રાષ્ટ્રનું ધન તરીકે ગણવામાં આવે છે, પરંતુ સિંગલ મધર કે સિંગલ પેરેન્ટ્સ ના ચલન ને કારણે ત્યાં પણ જેને આપણે આપના કરતા વધુ સંસ્કારી કે ભણેલ પ્રજા તરીકે ઓળખીએ છીએ ત્યાં તો ખુબજ ખરાબ પરિસ્થિતિ જોવા મળે છે. નાની ઉમરમાં બેનશ્રી મિતાજી એ જણાવ્યું તેમ બાળક બીજે પ્રેમ ની શોધમાં ભટકતો હોઈ છે.

  Like

  1. અશોક ભાઈ,
   સિંગલ મધર કે પેરેન્ટ ના લીધે બીજા પાત્ર ની બાળક ના વિકાસ માં મોટી ખોટ રહી જાય.જેમ કે પિતા ના હોય તો દીકરી half done રહી જાય તેમ માતા ના હોય તો પુત્ર.ખુબ આભાર.

   Like

 4. સુંદર, વૈજ્ઞાનિક જાણકારી આપતો લેખ.
  * “પુત્રો ને માનસિક વિકૃતિઓ તરફ ધકેલવા ના હોય તો પિતાશ્રીઓ પુત્રોને પ્રેમ કરો.”
  * “દીકરીઓ ને ટીનેજર માં ખોટા પ્રેમ ના લફરાઓ થી બચાવવી હોય તો પિતાશ્રીઓ તમારી દીકરીઓ ને મનભરી ને વહાલ કરો.”
  Oedipus complex વિશે ઘણી સંશોધનપૂર્ણ માહીતિ આપી. મેલ ચાઇલ્ડની માફક ફિમેલ ચાઇલ્ડમાં આજ પ્રકારે ઉભી થતી ગ્રંથિને Electra complex કહેવાય છે, જો કે તે થીયરી બહુ પ્રચલિત નથી.
  આપે ઘણાં અઘરા વિષયને સરળતાપૂર્વક સમજાવ્યો. ઘણું નવું જાણવા મળ્યું.
  હું આને પિતાને અપાયેલી જ્ઞાનાંજલિ કહીશ.

  (Oedipus = ઇડિપસ = swollen footed = ફુલેલા (સોજેલા) પગવાળો (ગ્રીક શબ્દ પરથી) )

  Like

  1. shri ashok bhai,
   વર્ષો પહેલા ઓશો ના લેકચર માં આ કોમ્પ્લેક્સ વિષે બહુ સુંદર એમના મુખે સાંભળેલું.એ વખતે તો હું કદાચ ૧૧ માં ધોરણ માં હતો.માટે મને ખબર હતી.આજે યાદ આવ્યું કે બધા પિતા ના ગુણગાન હમેશ ની જેમ ગાયાં કરે છે.એમાં અમારી સુજ્ઞ,જ્ઞાની ભત્રીજી દિશાએ ફેસબુક માં દિશા સૂચવી ને અમે લખી નાખ્યું.ઇલેકટ્રા થીયરી પણ ઘણા માને છે.પિતાને અપાયેલી જ્ઞાનાન્જલી શબ્દ સરસ સૂચવ્યો.ખુબ આભાર

   Like

  1. દિશા દીકરા,
   આપણી ફેસબુક માં કમેન્ટ વાંચીને પછી જ આ લેખ લખવાનું મન થયેલું.માટે મારે તમારો પણ આભાર માનવો પડે.

   Like

    1. દિશા દીકરા,
     આપે એક સબ્જેક્ટ ઇનડાયરેકલી સૂચવ્યો.એ બહાને પિતાશ્રી ની સાથે એમના પરમ મિત્ર અને આપના દાદાશ્રી ને પણ યાદ કરી લીધા.

     Like

  1. હિરેનભાઈ,
   મેં તમારા બ્લોગ માં આ લખ્યું તે પહેલા જ વાચી લીધેલો હતો.આપનો ખુબ આભાર.

   Like

 5. તમારા અર્ટિકલે ‘તારે જમીન પર’ ફિલ્મની યાદ અપાવી.એક પિતા બે પૂત્રોની સરખામણી કરે છે.નાનકડુ બાળક ડિસ્ક્લેરીયા નામની બિમારીથી પિડાય છે,તે તેના પિતાને ખબર નથી..તમે એકદમ સાચી વાત કરી છે ચાઈલ્ડ સાયકોલોજી દરેકે ભણવી જોઇએ..હદયસ્પર્શી આર્ટિકલ

  Like

  1. શ્રી રજનીભાઈ,
   ડીસ્ક્લેસીયા,બીમારી વિષે પણ હું વર્ષો થી જાણતો હતો અને જયારે એના પર મુવી આવ્યું ત્યારે મને આમીરખાન માટે ખુબ માન ઉપજ્યું કે હવે લોકો આને માટે જાગૃત થશે.અભિષેક બચ્ચન નું લગભગ એવુજ છે અને અહીનો એક સેલીબ્રીટી ટીવી હોસ્ટ છે “જય લેનો” તે પણ આનો શિકાર હતો.આ માટે આપે ડો મૃગેશ વૈષ્ણવ અમદાવાદ ના છે તેમના પુસ્તકો સરળ ગુજરાતી માં છે તે વાચવા રહ્યા.

   Like

 6. શ્રી ભુપેન્દ્રસિંહજી,
  psychiatry ના અભ્યાસ નો પાયાનો સિધાંત આપે સરળ ભાષામાં સુંદર રીતે (કઠિયાવાડીમાં શીરો ગળે ઉતારી જાય તેમ)સમજાવ્યો છે. અભિનંદન.આપના લેખ લઘુ ગીતા જેવા હોયછે.આપ ભણતા હશો ત્યારે આપની નોટ માંગનાર(રા અને રી) ઘણા હશે!!

  Like

  1. ડો સાહેબ,
   અમારી લઘુ ગીતા ના પાઠ કરવાથી ઘરમાંથી આધી વ્યાધી ને ઉપાધી નો નાશ થાય છે,ભૂતપ્રેત(સાધુબાવા)નજીક આવતા નથી.એમને ડર લાગે છે.બાળકો ઘર માં ખાસ બીમાર રહે નહિ.પૈસા ના બદલે પ્રેમ નો વાસ થાય છે.આના નિત્ય પઠન થી સાધુ બાવાઓ નો ધંધો ચાલતો નથી અને ભૂખે મરવાના છે એનાથી દેશ ની ઈકોનોમી સુધરે છે.પછી આપણી ઈકોનોમી સુધરે છે.અમે ખાલી બી.કોમ જ ભણ્યા છીએ.એટલે આવી નોટો કોઈએ માંગી નથી,પણ હવે નોટો વાંચીને રા અને રી બહુ ખુશ થાય છે.અમારી કવિતાનું શું થયું?

   Like

 7. શ્રી ભુપેન્દ્રસિંહભાઈ,
  દીકરીઓ ને ટીનેજર માં ખોટા પ્રેમ ના લફરાઓ થી બચાવવી હોય તો પિતાશ્રીઓ તમારી દીકરીઓ ને મનભરી ને વહાલ કરો.દીકરીઓ ને પ્રેમ કરવો નથી ને ખોટા પ્રેમ ના લફરે ચડે તો વાંક તમારો છે.
  તમારી આ વાત સાથે હું સંપૂર્ણ સહમત છુ.
  એક ટીન એઈજ દીકરીની મા હોવાના નાતે હું આ સમજુ છુ. કોઈ પણ છોકરીની માનસિક સ્વસ્થતા તેના પોતાના પિતા સાથેના સંબંધો પર આધારિત છે….જેટલા પિતા સાથેના લાગણીના , સલામતીના , અભિવ્યક્તિના સંબંધો મજબુત એટલી જ દીકરી માનસિક રીતે સ્વસ્થ હોય છે. તે ક્યારેય નાની ઉમરે આડાટેડા લફરામાં ફસાતી નથી. દીકરી માટે બાપ એ જીવનમાં પ્રથમ પુરુષની ઓળખાણ સમો છે. એ પ્રથમ છબી જ જીવનપર્યંત એનો પુરુષો તરફનો નઝરીયો નક્કી કરે છે…દીકરા માટે તો બાપ એનો આઈડલ છે જ. આપે કહ્યું તેમ જો પ્રેમ ન મળે તો દુશ્મન થતા પણ વાર નથી લાગતી…!!!

  હિમાલય શા પિતાની ગોદથી ઝરણું ખળખળ વહ્યું જો…,
  આમ-તેમ, હસતું-રમતું, પિતા પર હેત વરસાવે જો….
  નફીકરું, નિશ્ચિંત બનીને આગળ-આગળ વધતું જો ….
  હિમાલય શા તાત મારા પછી ફિકર શી મારે જો…!!!!

  Like

  1. સત્ય ના પ્રયોગો,પણ આ ગુગલ ઈન્ડીક માં લખીએ એટલે ગમે તેટલી વાર સુધારીએ પણ ક્યાંક તો નાની ભૂલ રહી જાય છે.

   Like

  2. વોરા સાહેબ,
   મેં ચેક કર્યું તો સત્ય ના પ્રયોગો જ લખેલું છે લેખ માં.પછી આપની મજાક સમજાઈ.ખુબ કહી,,,,

   Like

 8. પિતા વિષે નો સુંદર લેખ. મેં પણ મારા બ્લોગ http://wp.me/pkN4q-4T ઉપર જન્મભૂમી માં વાંચેલો અને મને ખુબજ ગમેલો લેખ મુકેલો છે.હું માનું છું કે આપને પણ તે ગમશે.

  Like

 9. બાપુ સાહેબ,

  ખુબ સરસ લેખ. એકદમ પ્રવાહી રીતે ગહન વિષયને સમજાવ્યો છે. આભાર.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s