પ્રેમ કહાની મેં,,,

આ પથ્થર ઉપર પાણી કોણ  છાંટી ગયું?
 હેત ભરેલું હૈયું અહીં કોણ ઠાલવી ગયું?
દિવસે તો અશ્રુ  વહી શકતા નથી અહીં,
પણ રાતે નીંદરમાં મને કોણ રડાવી ગયું?
રણમાં વસેલા આ સુકા તરુવર પર,
હેતની હેલી જાણે  કોણ વરસાવી ગયું?
પાનખરના બદલાતા રંગોની ભીડ મહી,
વળી અહીં કેસુડાંના રંગ કોણ છાંટી ગયું?
જીવનસાગરમાં પડ્યા એકલા અટુલા,
હૈયાનાં તાર આ કોણ ઝંકૃત કરી ગયું?
ન મળ્યા છીએ, કદી ના મળવાની આશછે,
મને કૃષ્ણ સમજી આ મીરાં કોણ બની ગયું?
Advertisements

13 thoughts on “પ્રેમ કહાની મેં,,,

 1. આપના ઉગ્ર લેખ વાંચીને શરૂઆતમાં ડર લાગતો કે પ્રતિભાવ આપવો કે નહિં? અને આ પહેલા લખેલી એક કાવ્ય વાંચીને લાગ્યું કે ઉગ્ર લેખ લખો છો તો કવિતા આપની લખેલી જ છે ને એવો પ્રશ્ન થયો પણ આજે તો આપે ફરીથી કાવ્ય લખીને સાબિત કર્યું કે આપ કવિહ્રદય પણ ધરાવો છો. કાવ્યમાં ખાસ સમજ નથી પડતી. વાંચવી ગમે. આપનું કાવ્ય સરળ શબ્દોમાં વ્યકત કરેલ છે. સરસ કાવ્ય.

  Like

  1. મીતાજી આને કવિતા કહો છો?મેં ક્યાં કવિતા લખું છું?મને તો પૂરું ગદ્ય લખતા પણ નથી આવડતું.આને આપ પ્રવાહી ગદ્ય કહી શકો.રેલાઈ જતું,વહી જતું કે લીક્વીડ ગદ્ય કહી શકો.ક્રોધ અને પ્રેમ માં એકજ ઉર્જા વપરાય છે.માટે જે પ્રચંડ ક્રોધી છે તેજ પ્રચંડ પ્રેમી બની શકે.જે ક્રોધી નથી તેના પ્રેમ અભિનય જ માત્ર હોય છે,રીયલ નહિ.પ્રોબ્લેમ એ છે કે સ્ત્રીઓ આ વાત સમજતી નથી.ને એમને પતિનો કે પ્રેમી નો ફક્ત પ્રેમ જોઈએ એનો ક્રોધ સહન કરવાની તાકાત નથી કેળવવી.pachhi પ્રેમી ફક્ત અભિનય karava lagi jay છે પ્રેમ નો.emaa kashuk khute છે tyare pachho asantosh thay છે.

   Like

    1. Uncle, maja padi gai,…nice one again. Pan kavya karta pan vadhare maja upar no reply vanchvama aavi. Jya prem chhe tya j gusso pan chhe…jya prem chhe tya j potana hovano ahesas chhe ane e j potika panu kyarek hakk thi gusso pan karave chhe. Ek j sikka ni be baju chhe prem ane gusso.

     Like

     1. દીકરા ,
      મેં પહેલા એક આર્ટીકલ ઉર્જા(એનર્જી)વિષે લખેલો છે.એકજ એનર્જી બધામાં વાપરતી હોય છે.આપણી ૮૦%એનર્જી જોવામાં વપરાય છે.હવે જે લોકો અંધ છે તેલોકો ની એનર્જી કાન તરફ વહી જાય છે.એક સીડી નું પગથીયું ચડો ને જે અવાજ આવે તેના પરથી માણસા માં કૃષ્ણ સિંહ ના માઢ માં રહેતા હતા તે મંગલસિંહ સિંધા સાહેબ જે અંધ હતા તે કહી શકતા કે કોણ સીડી ચડી રહ્યું છે.આપણે ના કહી શકીએ.કારણ આંખો વાપરીએ છીએ.ગુસ્સો ને પ્રેમ એક સિક્કાની બે બાજુ જ છે.

      Like

 2. સુન્દર રચના….!! મજા આવી ગઇ……
  મારા તરફથી તમારુ કવિ કમીટીમા સ્વાગત છે……!
  ઝરણા જેવી ખળખળ વહેતી અભિવ્યક્તિ આ જોઈ,
  નથી શંકા બની ‘મીરા’ જો કોઈએ સુધ-બુધ ખોઈ…..!!!
  તમારા માટે એટલી જ અભ્યર્થના ,
  માત્ર ‘કહેતા’ જ નહી થોડું ‘વહેતા’ પણ રહો….

  Like

  1. મૌસમી બહેન,
   મને કવિતા નાં આવડે.પણ કોઈ વાર જે મનમાં આવે તે લખી નાખું છું.આપે ખળ ખળ વહેતો પ્રતિભાવ આપ્યો તે બદલ ખુબ આભાર.કોઈએ સુધ બુધ તો નક્કી ખોઈ છે,વગર જોએ.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s