રાણાજીએ વિષના પ્યાલા મોકલ્યા…..મીરાં…

            રાણાજીએ વિષના પ્યાલા મોકલ્યા…..મીરાં…
        મીરાં વિષે લખ્યા પછી એક પરમ મિત્રનો ગંભીર સવાલ કે    “વિરહ ની અસીમ વેદના વેઠતી એવી મહાન મીરાંબાઇઓ પ્રત્યે તો જગત આખું માન ધરાવે છે પરંતુ કોઇ વાંકગુના વિનાના તેના રાણાજીઓનું શું ??”
          થોડો ઈતિહાસ તપાસી લઈએ. મીરાંનાં પતિ દેવ રાણા ભોજ એમની ભરયુવાન વયે મીરાં સાથે લગ્નના થોડા દિવસોમાં જ બાબર સાથેના યુદ્ધમાં માર્યા ગયા  હતા. એ યુદ્ધ પછી જ મુઘલો ભારતમાં એસ્ટાબ્લીશ થઇ ગયા હતા. યુવરાજ ભોજને મીરાં પ્રત્યે કદી ફરિયાદ હોય તેવા કોઈ ઐતિહાસિક પુરાવા નથી. ગુલઝારે એમના મીરાં મુવીમાં ભોજનાં પાત્ર મોઢે મીરાં વધારે પડતી કૃષ્ણની ભક્તિ કરે છે ને એમને  અન્યાય થાય છે તેવું બતાવેલું પણ એ ગુલઝાર કવિની પોતાની કલ્પના છે. કદાચ પોતાનો અસંતોષ વર્ણવતા હશે. મીરાં તો પરણીને થોડા દિવસ માજ વિધવા થયેલા હતા. જે રાણા વિષના પ્યાલા મોકલતા હતા તે મીરાંનાં દિયર રાણા વિક્રમ હતા. જે રાણા સાંગા પછી ગાદીએ આવેલા, મેવાડનાં ચિતોડનાં રાજા બનેલા.
હજુ હમણા સુધી અમારે પણ રાજઘરાનામાં ફોઈબાને મળવા જવું હોય તો રજા વગર અંદર દોડીને જવાતું નહિ. ત્યારે ૫૦૦ વર્ષ પહેલા રાજઘરાનાને એમાય પાછા ભારતનાં શિરમોર એવા મેવાડનાં રાજઘરાનાની વિધવા વહુ ભગતડા ભેગી નાચતી કુદતી હોય તો સ્વાભાવિક છે કે રાજા વિક્રમ વિધવા ભાભી શ્રી એનો વિરોધ કરે જ. ઝેરનાં પ્યાલા મીરાંને ખબર પડી જતા કદાચ પીધા નહિ હોય, કે પછી વાણીનું ઝેર વિક્રામ રાણાએ આપ્યું હશે. અસલ ઝેર કરતા ક્યારેક વાણીનું ઝેર કાતિલ હોય છે. બાકી ઝેર તો શરીર ને મારે જ એ નિયમ બધાને સરખોજ લાગુ પડે જો એન્ટી વેનમ ના મળે તો…રાણાજીને મીરાં વિષે જે કવિતાઓ કે ભજનીયા છે એ એમના દિયર છે, પતિદેવ નહિ.
 
            
 મીરાંતો પ્રેમનો મહાસાગર છે. જેટલો ઉલેચીયે તેટલો વધ્યેજ જાય. તમે ઉલેચતા થાકો. કૃષ્ણ પ્રત્યે પ્રેમ દર્શાવવા જતા રાણા પ્રત્યે પ્રેમમાં ખોટ પડે તો એ મીરાં નાં કહેવાય. મીરાંનો પ્રેમ તો પૂર્ણ મીદમ છે. પૂર્ણ માંથી પૂર્ણ કાઢીએ તો પૂર્ણ જ બાકી રહે. પ્રેમ આપવાથી ખૂટે તો પ્રેમ શાનો?
  હવે જરા મારા લેખમાંથી….
ભારતમાં રૂઢીચુસ્ત સમાજનો ભોગ બનેલી કે નસીબનો ભોગ બનેલી હજારો સ્ત્રીઓ એવી હશે જેમને એમનો મનનો માણીગર ના મળ્યો હોય ને બીજાનું ઘર શોભાવતી હોય. અને એમના પતિદેવ  બાળકો અને બીજા કુટુંબીઓને પ્રમાણિકતાથી સાચવીને પ્રેમ કરીને પણ એમના માનેલા કૃષ્ણ ને મનોમન પ્રેમ કરતી હશે. એવી કેટલીય  સ્ત્રીઓ હશે જે એમના કૃષ્ણને પ્રેમ કરતી કરતી એક પલના  મિલન માટે   અનંત કાલ સુધી વાટ જોવા માટે તૈયાર હશે. કોઈને જરા સરખો અહેસાસ પણ થવા દેતી નહિ હોય કે એમના કૃષ્ણ મિલનની તરસ હજુ પૂરી થઇ નથી, ઘરમાં કોઈને અન્યાય ના થઇ જાય તેનું ધ્યાન રાખતી ઘરમાં જરી સરખો પણ અણસાર આવવા દેતી નહિ હોય કે તે એના કૃષ્ણની રાહ જુવે છે..
         આધુનિક મીરાંના આધુનિક રાણાને ખબર જ નાં પડે કે એની મીરાં કોઈ કૃષ્ણ પ્રેમ કરે છે. કારણ કે મીરાં કદી કોઈને અન્યાય કરેજ નહિ. એના રાણા પ્રત્યેના પ્રેમમાં કદી ઓટ આવેજ નહિ. પ્રેમમાં ખોટ કે ચૂક પડે તો મીરાં શાની કહેવાય? રાધાજી તો પરણેલા ને કૃષ્ણ થી મોટી ઉંમરના હતા. રાધાજીના પતિને ફરિયાદ હોય તેવું જાણ્યું નથી. જે આધુનિક રાણાને એમની મીરાંનાં પ્રેમમાં ખોટ જણાતી હોય તે વાંક વિનાના રાણાની મીરાં અધુરી છે, એને મીરાં કહેવાય જ નહિ.
Advertisements

4 thoughts on “રાણાજીએ વિષના પ્યાલા મોકલ્યા…..મીરાં…

 1. પ્રાથમીક શાળાથી મીરા અને નરસૈયાના ભજન, કવીતા, વગેરે નીયમીત મગજમાં ગુસી ગયેલ છે. ગુજરાતીના મોટા ગજાના કવીઓ નરસીંહ અને મીરાના ભજન અને કાવ્યો ઉપર હરીફાઈ કરવાનો ઢોંગ કરે છે પણ એક વાક્ય ભણે નરસૈયો કે મીરા કહેં પ્રભુ ગીરીધર નાગર જેમ લખી શકતા નથી. છેવટે પોતાની કવીતા પાછળ ભણે નરસૈયો કે મીરા કહે લખી લે છે. એજ હાલત મીરા જેવી અન્ય સ્ત્રીઓની છે.

  ….. //// …. આધુનિક મીરાં ના આધુનિક રાણા ને ખબર જ નાં પડે કે એની મીરાં કોઈ કૃષ્ણ પ્રેમ કરે છે. કારણ કે મીરાં કદી કોઈને અન્યાય કરેજ નહિ.

  Like

 2. શ્રી ભુપેન્દ્રસિંહજી, સરસ પ્રત્યુત્તર ! મીરાંબાઇના ભજનોમાં જે રાણાજીનો ઉલ્લેખ આવે છે તે ખરેખર તેમના દિયર વિક્રમાદિત્ય વિશે છે, તે આજે નવું જાણવા મળ્યું. આપનું આ કથન યોગ્ય જ લાગ્યું. આ માટે થોડું વાંચન કરતા વધારાની માહીતિ મળી, જે પણ આની તરફેણમાં લાગે છે. જો કે મીરાંબાઇ અને ભોજરાજના લગ્નજીવન બાબતે થોડો માહીતિદોષ પણ દેખાયો જે વિશે પણ અહીં સુધારો આપું છું.
  મીરાંબાઇના લગ્ન સને. ૧૫૧૬ માં અંદાજે ૧૮ વર્ષની ઉમરે થયેલા, અને સને. ૧૫૨૬ માં બાબર સાથેના યુદ્ધમાં ભોજરાજનું મૃત્યુ થયું. આમ તેમનો સંસાર લગભગ ૧૦ વર્ષ ચાલ્યો તેમ કહી શકાય. એ ખરું કે, અમુક વિદ્વાનોએ કરેલા સંશોધન મુજબ, ભોજરાજ મીરાંબાઇની ભક્તિ અને કૃષ્ણપ્રેમથી નારાજ ન હતા. પરંતુ પોતે, પોતાની પત્નિના હ્રદયમાં દ્વિતિય દરજ્જો ધરાવે છે તે બાબતે ઉદાસ તો હશે જ. (કિરણ નાગરકરનાં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત પુસ્તક (http://www.goodreads.com/book/show/109326.Cuckold) માં આ બાબત વર્ણવેલ છે.)
  જો કે મારો પ્રશ્ર્ન મીરાંબાઇ પુરતો નહીં પરંતુ આધુનિક મીરાં ના આધુનિક રાણાઓ વિશે હતો ! અને તે બાબતે આપનો પ્રત્યુત્તર (ગુલાબી રંગમાં !!) સંતોષકારક લાગ્યો. આમે કહે છે ને કે પ્રેમમાં ગુણાકાર હોય છે, ભાગાકાર નહીં ! અને ભાગાકાર થાય તો તે મીરાં ન કહેવાય. વાહ! આપે જે તર્ક લડાવ્યો તે સોલિડ!! છે. આમ જ કશુંક અવનવું આપતા રહેશો. આભાર.

  Like

  1. શ્રી અશોકભાઈ,
   ઈતિહાસ ભણ્યે બહુ વર્ષો થઇ ગયા છે માટે આવો માહિતી દોષ રહી જાય છે.એ માટે અપનો આભાર.બીજું નેટ ઉપર બહુ શોધવાનું ફાવતું નથી.ખેર પણ આપણો મૂળ પોઈન્ટ એ હતો કે મીરાં ના પ્રેમ માં કમી હોઈ ના શકે.બીજું કવિઓ ને લેખકો એમના પોતાના મનનું લખતા હોય છે.આપણે કોઈ બધા ભોજ રાજા ના મનમાં કે મીર ના મનમાં તો ઘુસેલા નથી.ગુલઝારે પણ મુવી માં એવુજ બતાવેલું.મેં તો ખાલી અસીમ અને અમાપ પ્રેમ ની ચર્ચા પુરતું લખેલું છે.કે પ્રેમ વહેચવા થી ઓછો થાય તો પ્રેમ શાનો?

   Like

 3. એકદમ સાચી વાત અસલ ઝેર કરતા ક્યારેક વાણી નું ઝેર કાતિલ હોય છે.બાકી ઝેર તો શરીર ને મારે જ એ નિયમ બધાને સરખોજ લાગુ પડે જો એન્ટી વેનમ ના મળે તો…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s