મીરાં જેવી સ્ત્રીઓ આજે હોય ખરી?’શ્રી કૃષ્ણ ની નજરે,,,,

                             આપણે દિવસે જેના બહુ વિચારો કરતા હોઈએ તેના રાતે સ્વપ્નો આવે.મારે પણ એવું થયું.સંભવામિ યુગે યુગે લેખ લખ્યા પછી મને પણ એક દિવસ રાતે શ્રો કૃષ્ણજી ભટકાઈ ગયા.
‘અરે!આ શું ભગવાન,આ શું શરીરે વીંટાળ્યું છે?
‘વત્સ! વસ્ત્ર છે.’
‘પણ અમે તો આપને રેશમના પીળા પીતાંબર ને જરિયન જામા માં જોયા છે મંદિરોમાં,અને ટીવી કે ફિલ્મોમાં.’
‘બાપુ એ બધી ખોટી વાતો છે.એ જમાના માં ક્યાં રેશમ હતું?ને મિલો પણ ક્યા હતી?’
‘અમને બાપુ નાં કહો.આપ તો મહાક્ષત્રીય છો.’
‘ભાઈ અમને તો કોઈ ક્ષત્રીય ગણતું જ  નહોતું.બધા ગોવાળિયો એટલે રબારી કે ભરવાડ જેવો ગણાતા હતા.ઘણા તો અમારી પાસે પણ નાં બેસતા.
‘પણ ભગવાન આતો કયા કાપડ નું વસ્ત્ર છે?’
‘અરે બાપુ!કંતાન છે,શણ માંથી બને તે’.અમારા સમય માં લક્ઝરી કહેવાય.બાકી લોકો હરણ ના ચામડા વીંટાળે’.
‘તો પછી ભગવાન!રેશમના વસ્ત્રો હતાજ નહિ?’
‘નાં બાપુ!ચીન માં બનતા એવી લોકવાયકા સાંભળેલી,પણ આવડો મોટો હિમાલય ઓળંગી કોણ લેવા જાય?’
‘ ભગવાન!આ દ્રૌપદીને ૯૯૯ સાડીઓ આપે પહેરાવેલી એવું અમે તો જોઈએ છીએ’.
‘ખોટી વાત છે,એ વખતે સુરત કે અમદાવાદ ક્યાં હતા?’ ભાઈ અમે જાણ્યું કે હરામીઓ અમારી માનેલી બેન ને નગ્ન કરવા બેઠા છે,ને પેલા બુઢીયાઓ કશું બોલતા નથી કે અમે દોડ્યા ને અમારું કંતાન વસ્ત્ર ઓઢાડેલું.અમે આમ તો મહાન પ્રેમી તરીકે પન્કાઈએ પણ અમારો ગુસ્સો પણ પ્રચંડ હતો.બધા ગભરાઈ જતા.અમારું મિસાઈલ સુદર્શન પરસેવા ની ગન્ધે ગન્ધે પાછળ પડતું ને ભલ ભલાને હણી નાખતું. માટે બધા ડરી ગયેલા.અને દ્રૌપદી ને છોડી દીધેલ.
‘એમ વાત છે ભગવાન,અહી તો બધા જુદું જ બતાવે છે.ખેર ભગવાન મીરાં ને ઓળખો ખરા?’
‘ના કેમ ઓળખું?મારે સુવાનો સમય થાય ને એના ભજનીયા શરુ થાય.’
‘કેમ એવું?’
‘નાં સમજ્યા?ટાઈમ ડીફરન્સ,તમારે સવાર પડે ભારત માં અને અમારે અહી રાત હોય’.મીરાં હાઈ ફ્રિકવન્સી વાપરી ભજનીયા એવા ગાય કે અમને ઊંઘ નાં આવે.
‘પણ ભગવાન,આપને ખુબ પ્રેમ કરતી હતી,તમે હાજર નહોતા છતાં.’
‘પાગલ નહીતો,પણ આ સ્ત્રીઓના મન તમે કે હું કળી નાં શકીએ.’
‘કેમ એવું ભગવાન?’
‘જુઓ હું તો મૃત્યુ પામ્યે ૫૦૦૦ વર્ષ થઇ ગયેલા,છતાં એ મને પ્રેમ કરતી હતી,એ હજુયે આજે મને જ સમજાતું નથી.’
‘તો પછી આપને એના માટે માન કે પ્રેમ નહોતો?’
‘ભાઈ જયારે કોઈ આપણ ને જોયા વગર જ અતિ પ્રેમ કરે તો મનમાં તો ખુબ સારું લાગે,કે ભાઈ આપણાં માં કશું ક દમ જેવું છે કે હજુય લોકો પ્રેમ કરે છે,માટે માન હતું ને પ્રેમ પણ ખુબ હતો.’
‘તો પછી એના ભજનીયા થી કંટાળી જતા એમને?’
‘ખાલી ઊંઘ ના મળે એટલા પુરતું,બાકી ખુબ ગમે કેમ કે એમાં અમારા વખાણ જ હોય તો કોને નાં ગમે?’
‘તો પછી આપ એના વિષે બે શબ્દો કહોને,અમે બ્લોગ માં લખીને જણાવીશું.’અમારો બ્લોગ પણ લોકો બહુ વાંચે છે,એ બહાને આપના મીરાં વિશેના અહોભાવ ની જાણ થશે.’
‘તો તો ચોક્કસ કહીશું,અમે મીરાં વિષે એક જોડકણું બનાવ્યું છે.’
‘ભગવાન!શું વાત છે,આપ તો કવિ બની ગયા.’
‘ના બાપુ ના,કવિ શાના?ભલે સૌથી વધારે કવિતાઓ અમારા વિષે કવિઓએ ને ભક્તોએ રચી હોય પણ અમને એ “છંદ” નાં પોસાય.’
‘તો પછી મીરાં ભાગ્યશાળી કે આપે એક કવિતા બનાવી છે.’
‘સાચી વાત,પણ મને કવિતા નાં આવડે,પણ જોડકણાં જેવું છે.’
‘તો ભગવાન,જલ્દી  કહો,મારે જાગવાનો સમય થયો છે પછી રહી જશે.’
  ભગવાન શ્રી કૃષ્ણ જી મીરાં માટે ગાવા લાગ્યા.
મીરાં તો મારા દિલ ની રાણી,રાણી શું એતો મહારાણી,
સપનાઓ માં સુગંધ દેતી ઘેન દેતી રાત રાણી.
આકાશે થી નીચે ઉતરી  ઉમંગ  દેતી પરી રાણી,
વિચારોના વૃંદાવન ના વડલા ની વેલ રાણી.
નિરાશા માં આશા દેતી કંઠે શોભતી લતા રાણી.
દ્વારિકા નાં કૃષ્ણ ની વાટ જોતી રાધા રાણી,
મન આંગણ માં ચી ચી કરતી ચકાભાઇ ની ચકી રાણી.
ખેતર ખોળે રમતી કુદતી  કલબલ કરતી કાબર રાણી,
ટહુકે હૃદય માં કુહું!કુહુ! જાણે મીરાં કોયલ રાણી,
પૂનમ રાતે પ્રેમ ની તરસે  ચીખતી એતો  ચાતક રાણી.
મન બાગ માં આંબા ડાળે  ઝૂલણાં  ઝૂલતી  મેના રાણી,
વિચારો માં સદાય  ચહેકતી આ તો મારી  બુલબુલ રાણી.
કુરુક્ષેત્ર માં પીયુ!પીયુ!ગહેકતી મીરાં મારી ઢેલ રાણી,
મીરાં તો મારા દિલ ની રાણી,રાણી શું એતો મહારાણી.
   ભગવાન તો ઈમોશનલ થઇ ગયા હતા.મેં પૂછ્યું
ભગવાન આ કુરુક્ષેત્ર તો મારા બ્લોગ નું નામ છે.તો કહે મને શું ખબર હું તો મારા કુરુક્ષેત્ર ની વાત કરું છું.કોઈ વાર ત્યાં નજર મારી લઉં છું.મરાઠા ને મુસલમાનો લડ્યા પછી ત્યાં કોઈ મોટી લડાઈ થઇ નથી.હવે ત્યાં ની વનરાજી માં મોર અને ઢેલ ગહેકતા હોય છે.એ યાદ આવી ગયું હતું.અને મનેય ખબર છે કે આ કોઈ બાળગીત જેવું નાદાન જોડકણું છે.મેં કહ્યું નાં ભગવાન ભલે સાહિત્ય ની દ્રષ્ટીએ એનું મુલ્ય ના હોય પણ ભાવનાત્મક રીતે અમુલ્ય છે. મેં પૂછ્યું
‘ભગવાન મીરાં જેવી સ્ત્રીઓ આજે હોય ખરી?’
‘હા!કેમ ના હોય?’ભારત માં રૂઢીચુસ્ત સમાજ નો ભોગ બનેલી કે નસીબ નો ભોગ બનેલી હજારો સ્ત્રીઓ એવી હશે જેમને એમનો મનનો માણીગર ના મળ્યો હોય ને બીજાનું ઘર શોભાવતી હોય.અને એમના પતિદેવ  બાળકો અને બીજા કુટુંબીઓને પ્રમાણિકતા થી સાચવીને પ્રેમ કરીને પણ એમના માનેલા કૃષ્ણ ને મનોમન પ્રેમ કરતી હશે.એવી કેટલીય  સ્ત્રીઓ હશે જે એમના કૃષ્ણ ને પ્રેમ કરતી કરતી એક પલ ના  મિલન માટે   અનંત કાલ સુધી વાટ જોવા માટે તૈયાર હશે.કોઈને જરા સરખો અહેસાસ પણ થવા દેતી નહિ હોય કે એમના કૃષ્ણ મિલન ની તરસ હજુ પૂરી થઇ નથી,ઘર માં કોઈને અન્યાય ના થઇ જાય તેનું ધ્યાન રાખતી ઘર માં જરી સરખો પણ અણસાર આવવા દેતી નહિ હોય કે તે એના કૃષ્ણ ની રાહ જુવે છે.જન્મો જન્મ વાટ જોવાની એમની તૈયારી મને તો સમજ માં નથી આવતી.વિરહ ની અસીમ વેદના વેઠતી એવી મહાન સ્ત્રીઓ માટે ભાઈ મને તો ખુબ માન છે.માટે મારી ઈચ્છા છે કે આવી કોઈ આધુનિક  ગ્રેટ મીરાં  ને આ લેખ સમર્પિત કરો તો સારું.મેં કહ્યું ભગવાન આપની આજ્ઞા શિરોધાર્ય.તો મિત્રો મારો આ લેખ આવી કોઈ આધુનિક ગ્રેટ  મીરાં ને  હું સમર્પિત કરું છું.
Advertisements

26 thoughts on “મીરાં જેવી સ્ત્રીઓ આજે હોય ખરી?’શ્રી કૃષ્ણ ની નજરે,,,,

 1. સ્વપ્નલેખ કે હાસ્યલેખ જે હોય તે સરસ અને ભગવાને મીરાં માટે ગાયેલી કવિતા, જોડકણું કે ભજન જે હોય તે સુંદર છે. સ્વપ્નમાં ભગવાને ગાયેલી પણ લખેલી આપની છે?

  Like

 2. શ્રી કૃષ્ણ સ્વપ્નમાં આવે અને આટલી લાંબી વાતચીત…? અદ્‍ભુત જ કહી શકાય..! 🙂
  શ્રી કૃષ્ણને પૂછેલા કેટલાક પ્રશ્ન મને પણ ગમ્યા..
  ૧) ‘અરે!આ શું ભગવાન,આ શું શરીરે વીંટાળ્યું છે?
  ૨) ‘ ભગવાન!આ દ્રૌપદીને ૯૯૯ સાડીઓ આપે પહેરાવેલી એવું અમે તો જોઈએ છીએ’.

  એક સવાલ પૂછવાનું ભૂલી ગયા..’संभवामि युगे युगे॥ ‘ 😦

  Like

 3. વાહ ભુપેન્દ્રસિંહ વાહ !!!! દુબારા યાર ! આપને તો કૃષ્ણ પણ મળવા આવવા લાગ્યા જાણી અમારે અમૂલ લાવવું રહ્યું તો જ આપણી દોસ્તી પાકી થાય અને ક્યારે ક ભગવાન સાથે ગોષ્ટિ કરવા અમોને પણ તક મળી રહે ! મજા આવી ! આપની વાત સાચી છે ભારત દેશના જૂનવાણી સમાજમાં કેટલીક મીરાં પોતાના કૃષ્ણની રાહ જોતી હશે અને તેનો અણસાર પણ કોઈને નહિ આવવા દેતી હોય !
  અસ્તુ !

  Like

  1. વડીલશ્રી,
   આતો તુક્કા લડાવીએ છીએ.બ્લોગાચાર્ય નો ચેપ વાયરલ ઇન્ફેકશન લાગે છે.પણ આપે જે વાહ પોકારી તે બદલ ખુબ આભાર.અમારું તો બ્લોગ જગત માં પગ મુકવાનું ધન્ય બની ગયું.

   Like

 4. શ્રી ભુપેન્દ્રસિંહજી, યોગાનુયોગ હોય કે શું પરંતુ આપની મીરાં વિશેની રચનાઓ જ કેમ મારા ધ્યાન બહાર રહી જાય છે ?? આ તો સારૂં થયું કે ફરતા ફરતા અહીં પહોંચી ગયો, નહીં તો ફરી મારે આપનો ઠપકો સાંભળવો પડત ! (વાંક મારા સ્પામ ફિલ્ટરનો છે)
  કૃષ્ણજીએ મીરાં માટે રચેલી કવિતા ગમી, અને ’અમને એ “છંદ” નાં પોસાય’ તો જામ્યું બાપુ ! આખો લેખ જ બરાબરનો જામ્યો ! (જો કે અમને હજુ શંકા છે કે આ કવિતા આપે જ લખી છે કે કેમ ?? અને લખી જ હોય તો હવે બચ્ચારા કવિઓનું શું થશે !!) આ તો મજાક થઇ, પરંતુ મારે એક ગંભીર સવાલ પણ આપને પુછવો છે. “વિરહ ની અસીમ વેદના વેઠતી એવી મહાન મીરાંબાઇઓ પ્રત્યે તો જગત આખું માન ધરાવે છે પરંતુ કોઇ વાંકગુના વિનાના તેના રાણાજીઓનું શું ??” (આવા અર્થનું એક ગીત ક્યાંક સાંભળેલું, બહુ જ સરસ હતું, યાદ નથી, કોઇને શબ્દોની જાણ હોય તો જરૂર કહેવા વિનંતી.) આશા છે આપના મનોજગતમાંથી જ ક્યાંકથી આનો ઉત્તર પણ મળશે. (કદાચ એક લેખરૂપે !)
  આભાર.

  Like

  1. અશોક ભાઈ,
   પહેલા પ્રેમ પુરાણ વાળા લેખ નીચે કોમેન્ટ મુકો પછી ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું.વાઘ ત્યાં દેખાયો નથી.શું વાઘ ને પ્રેમ ની વાતો કરવી નથી ગમતી?આ તો અમારી પણ પ્રેમ થી ભરેલી બળજબરી છે કોમેન્ટ માંગવાની.કે પછી કશું નવું જાણવાની લાલચ છે એમાંથી.

   Like

 5. પ્રાથમીક શાળાથી મીરા અને નરસૈયાના ભજન, કવીતા, વગેરે નીયમીત મગજમાં ગુસી ગયેલ છે. ગુજરાતીના મોટા ગજાના કવીઓ નરસીંહ અને મીરાના ભજન અને કાવ્યો ઉપર હરીફાઈ કરવાનો ઢોંગ કરે છે પણ એક વાક્ય ભણે નરસૈયો કે મીરા કહેં પ્રભુ ગીરીધર નાગર જેમ લખી શકતા નથી. છેવટે પોતાની કવીતા પાછળ ભણે નરસૈયો કે મીરા કહે લખી લે છે. એજ હાલત મીરા જેવી અન્ય સ્ત્રીઓની છે.

  જન્મો જન્મ વાટ જોવાની એમની તૈયારી મને તો સમજ માં નથી આવતી. વિરહ ની અસીમ વેદના વેઠતી એવી મહાન સ્ત્રીઓ માટે ભાઈ મને તો ખુબ માન છે. માટે મારી ઈચ્છા છે કે આવી કોઈ આધુનિક ગ્રેટ મીરાં ને આ લેખ સમર્પિત કરો તો સારું.

  Like

 6. પણ આ જ સ્ત્રીઓ ( આધુનિક મીરા) એમની દિકરીઓને પણ આવા જ સહનશક્તિના નરકાગારમાં કરમનું નામ દઇને ધકેલે. હું તો એમને મળેલી પણ નંઇ. દિકરીને સધિયારો આપશે તું મળી તો છે. એમાં નક્કી તો બધું મા-બાપે જ કર્યું હોય. ખાલી દંભ કરે અમારે દિકરીને પૂછીને જ કરવાનું. દિકરીને હજુ અક્કલ તો પૂરી હોય નહિં અને આવી મીરાં જેવી મા ને પૂછે. અને મા પોતાની ગાથા કહે એટલે દિકરી પોતાને નસીબદાર સમજીને ‘હા’ પાડી દે ને પછી એ પણ આધુનિક મીરા બની જાય જ્યારે લગ્નની વાસ્તવિકતા ખબર પડે.

  મા ને આખી જીંદગી ઢસરડા કરે તોયે અક્કલ ના આવે કે દિકરીને કેવું પાત્ર પસંદ કરવું એની કેળવણી અને નૈતિકહિંમત આપીએ. સમાજ શું કહેશે એવી અણઘડતા જ આવી આધુનિક મીરાઓ પેદા કરે છે.

  અને વધારે આઘાત તો ત્યારે લાગે જ્યારે આપણે આ બધું નજર સામે જોવાનું પણ કંઇ કહેવાય નહિં કેમકે આપણે ભણેલી અને સ્વછંદી સ્ત્રીઓની કેટેગરીમાં મુકાઇ જઇએ આવી આધુનિક મીરાઓની નજરે.

  Like

  1. બહેનશ્રી,
   અમે તો નારીઓ ની અવદશા માટે થઇ ને ભગવાન રામ ઉપર પણ બાણ છોડ્યા છે.મારા જુના લેખો શોધી શોધી ને વાંચો.’અગ્નિપરીક્ષા’,’સ્ત્રીઓને ક્યા સુધી રડાવશો?’,,સંભવામિ યુગે યુગે’,,સિંહો ના ટોળાં નાં હોય’,,ઉત્ક્રાંતિ નું હૃદય છે સેક્સ’,,’ગુણવંત શાહ ના રૂપાળા શબ્દો ની માયાજાળ,રામ કથા જગ મંગલ કરની’ આ બધા લેખો વાચો અમે કાયમ લખીએ છીએ કે સ્ત્રીઓ ને વસ્તુ સમજશો નહિ.અમે તો કહીએ છીએ કે લગ્ન વ્યવસ્થા પવિત્ર નથી.એના લીધે જ ભારત ની પ્રજા કમજોર અને કાયર પેદા થયે જાય છે.વૈજ્ઞાનિક કારણો છે અમારી પાસે આવું લખવા માટે.ખુબ આભાર આપનો.

   Like

 7. તમે આ લેખ આધુનિક મીરાને સમર્પિત કર્યો તે યોગ્ય જ કર્યું પણ આધુનિક મીરાઓ મોટેભાગે લખવા-વાંચવાનો કે વિચારવાનો ગુણ કેળવી શકી હોતી જ નથી. તમારો લેખ કોઇ એકાદ મીરા પણ વાંચે એવી શ્રી કૃષ્ણને પ્રાર્થના.

  હું આવી ઘણી મીરાઓને ઓળખું છું. અમુકને વાંચવું અને વિચારવું એ એમનાં લેવલનું ના લાગતું હોય (ટાઇમ ના હોય અથવા તો ગોખી ગોખીને ગ્રેજ્યુએટ થયેલી હોય. માર્કસ લાવવા સિવાય કાંઇ બીજું વાંચી શકાય એવી એ લોકોને ખબર જ ના પડતી હોય અને અમુક ઇંગ્લીશ મિડીયમમાં ગોખી ગોખીને ગ્રેજ્યુએટ થયેલી મીરાઓ હોય જેમને ગુજરાતી વાંચવાનો બિલકુલ મહાવરો જ ના હોય)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s