પથ્થરમાંથી પાણી ટપકાવતી આ દીકરીઓ

પથ્થરમાંથી પાણી ટપકાવતી આ દીકરીઓ
 દીકરીઓ વિષે સહુ કોઈ લખે છે. ભલે મારે દીકરી નાં હોય, પણ હું કેમ નાં લખું દીકરીઓ વિષે?મારી કેટલી બધી ભત્રીજીઓ મને કહે છે કે કાકા અમે તમારી દીકરીઓ જ છીએ ને ? મોટાભાઈના દીકરી ભાગ્યે જ બોલે. નાનપણથી જ ખાસ ના બોલે. મને ઘણી વાર એવું થાય કે આ દીકરી ને જિહ્વા નથી કે શું?આજોલ પાસે સંસ્કાર તીર્થમાં ભણવા મુકેલા. મને થાય કે  આ દીકરી કદી કોઈ ની સામે બોલતી નથી ને સહ વિદ્યાર્થીનીઓ હેરાન કરશે. કોઈ વિચિત્ર શિક્ષક કે શિક્ષિકા તકલીફ આપશે, તો પણ કદી નહિ બોલે. કદી કોઈ ની આગળ ફરિયાદ નહિ કરે. ઘણી વાર ભાઈ ઉપર ગુસ્સો આવે આવો નિર્ણય શું કામ લીધો હશે? સત્ર શરુ થાય એટલે માણસા મૂકી ને જતા રહે. આગળ સંસ્કારતીર્થમાં મૂકી આવવાની જવાબદારી મારી. આજોલ ઉતરી ચાલતા ચાલતા જવાનું. યાદ નથી પણ બેચાર કિલોમીટર હશે. રસ્તામાં વારંવાર કહ્યા કરું કે કોઈ પણ તકલીફ હોય તો મને કહેવાનું. પણ ચુપ જ રહે. ખાલી હા કાકા ! હા કાકા !એમ કહ્યા કરે. પાછો સત્ર પૂરું થાય કે લેવા જાઉં. પાછો પૂછ્યા કરું કે કોઈ હેરાન તો નથી કરતુ ને? પણ નાં કાકા ! એવો જવાબ મળ્યા કરે. મને થાય કે આ પરણી ને સાસરે જશે તો ગમેતેટલા દુખડા પડશે કદી ફરિયાદ નહિ કરે.

એમના લગ્ન સમય ની વાત છે. જાન આવવાની બેત્રણ કલાકની જ વાર હતી ને એમના પિતાશ્રી એટલે અમારા મોટાભાઈશ્રી ને કોઈ કારણવશ હાર્ટ એટેકનો હુમલો આવ્યો. આ દુખદ સમાચાર ભાભીશ્રી ને જણાવવાની કપરી જવાબદારી મારે ભાગે આવી હતી. એક વાર તો ઢગલો થઇ ને બેસી પડ્યા. પણ મૂળ હિંમતવાળો સ્વભાવ, અમે બીજા ત્રણ ભાઈઓ તો પડખે હતા જ, અમારા ભાભીશ્રી એ વિધિ વિધાનની જવાબદારી સફળતા પૂર્વક પાર પાડી અને જાન તથા મહેમાનો વિગેરેની બીજી જવાબદારીઓ અમે બધાએ પૂરી કરી. આ દીકરીના દિલ ઉપર શું વીત્યું હશે? ખરા ટાણે પિતા હોસ્પિટલમાં, થોડું લાગણીયો ઉપર કાબુ રાખ્યો હોત પિતાશ્રીએ તો? જીવનના એક અતિ મહત્વના દિવસે વિદાય વેળાએ હોસ્પિટલની મુલાકાત લઈને વિદાય થવું કેટલું અઘરું લાગ્યું હશે? વિદાય વેળાંએ જાણે એમની રડતી આંખો અને મુક હોઠ બોલતા હતા કે  ‘કાકા ! ! ઓ કાકા મારા પપ્પાને સંભાળજો !!’ આ લખતા પણ મારી આંખોમાં આંશુ ધસી આવે છે.

પણ અત્યારે તો એક દીકરી ને એક દીકરાની માતા બની ચુકી છે. એમના પતિદેવે એક નાનું સરખું સામ્રાજય જ વસાવી લીધું છે, એના સમ્રાજ્ઞી છે. હવે તો જુઓ તો  ઠસ્સાદાર લાગે. કોઈ એમની સામે બોલી  ન શકે. કેટલું  બધું પરિવર્તન?  માતાને અને પિતાને બંને ને દીકરો બની સાચવે છે.

બીજા મોટાભાઈના દીકરી. બેંગલોરમાં રહેલા ભણેલા ગણેલા પણ ત્યાં. અંગ્રેજી બોલે ફડફડાટ. કન્નડ બોલે કડકડાટ ને  ગુજરાતી બોલે ભડ ભડાટ. નાના ઢીંગલી જેવડા  હતા. મને ઊંધા સુઈ જવાની આદત. ઉપર ઘોડો કરી ને બેસી જાય. એમના મમ્મી  લડે કાકા ને સુવા દે. પણ હું ના પાડું કે બેસવા દો. રમવા દો. એક વાર બરડામાં ભીનું ભીનું લાગ્યું. મને થયું આ શું થયું? કેમ ભીનું લાગ્યું, ઠંડુ લાગ્યું? જોયું તો ઢીંગલી લાળરસ ટપકાવતા ને થપ થપાવી ને આનંદ  લેતા. ઓત્તારીની ! આવું કરવાનું કે જાય ભાગ્યા. આખો દિવસ કાકા ! કાકા ! કરી ને પાછળ પાછળ ફર્યા કરે. હું તો તેડી તેડી ને રમાડતા થાકું નહિ. એકાદ વર્ષ સંજોગોવશાત માણસા રહ્યા  હતા. મારી સાથે ખેતરમાં આવે. સાવ નાની ઢીંગલી, બહુ વહાલી લાગે. કદી ખેતરમાં ફરેલા નહિ. સેન્ડલમાં કશું ભરાય છે, એવું કહ્યા કરે. મને સમજ નાં પડે, કારણ કન્નડ શબ્દ વાપરે. મન્નુ કે એવો કોઈ શબ્દ હતો. હું શું ? શું ? એમ પૂછ્યા કરું. એટલે એમની નાનકડી આંખોમાં મીઠો છણકો દેખાય. આ કાકો સમજતો કેમ નહિ હોય? પછી ખબર પડી કે સેન્ડલમાં રેતી ભરાઈ જતી હતી. બપોરે તો કાકા જોડે જ ગળે વળગી ને સુઈ જવાનું. રાતે પણ મમ્મી જોડે થી ભાગીને ક્યારે કાકા જોડે આવી સુઈ જાય ખબર નાં પડે. બેંગ્લોર થી આવે એટલે કાકા ને ગળે વળગી પડે. કાયમનો નિયમ. લગ્ન થયા કે બાપ દીકરીએ તો વિદાય ટાણે મળતી વખતે  નહિ રડવાનું નક્કી કરેલું. બાપ તો મક્કમ હતા. અંદર થી રડતા હશે, પણ બહાર થી હોઠ ભીડી ને ના રડવાનો અભિનય કરતા હતા. મંડપમાં ગીત પણ કન્યા વિદાય નું કરુણ રસ ફેલાવતું વાગતું હતું. મુજ પથ્થરની આંખોમાં થી પાણી  ટપકવા માંડ્યું, ભાઈ આપણે તો રડી પડ્યા. રડતા જાય ને કહેતા જાય.
‘કાકા નહિ રડવાનું.’
‘ઓ  દીકરી ! ! આજે તો રડવા દે ! પછી કદી નહિ રડું.’
મારા અતિ વહાલા પિતાશ્રીના મૃત્યુ સમયે પણ હું નહિ રડેલો . બરોડા આવે એટલે નિયમ પ્રમાણે ગળે વળગવાનું. દિલ બાગ બાગ થઇ જાય. ને જતી વખતે પણ ગળે વળગવાનું દિલના ચૂરે ચુરા થઇ જાય. પણ એક વાર નિયમ તુટ્યો. દીકરી પોતે એમની નાનલી દીકરી તેડીને આવ્યા. મેં  તો દોડીને નાનલી મારી દીકરીની કોપી ને લઇ લીધા ને રમાડવા લાગ્યો.
કાકા ! ! આ કેવું? દીકરીની દીકરી આવી એટલે મૂળ દીકરીને ભૂલી ગયાં ને?
ઓ ! દીકરા બહુ મોટી ભૂલ થઇ ગયી.
ગળે વળગાડ્યા ત્યારે શાંતિ થઇ. આજે તો એમનો સંસાર વસાવી ને બેસી ગયા છે. પણ અતીતના ઊંડાણમાંથી કોઈ વાર સાદ સંભળાય છે.
 કાકા !  ઓ કાકા ! જુઓને આ સેન્ડલમાં રેતી ભરાઈ ગઈ છે.
ઝબકીને જાગી જાઉં છું. પથ્થરમાંથી ટપકેલા પાણી થી ઓશીકું ભીંજાયા નો અહેસાસ થાય છે.
       * મારા પિતરાઈના દીકરી બરોડા  એમના ફોઈના ત્યાં નાના હતા ને આવેલા. તે હું પણ બરોડા હોવાથી મારા ઘેર લઇ આવેલો. મારા છોકરાઓને છૂંદો ને રોટલી બહુ ભાવે. મારો નાનો દીકરો એમને નાસ્તો કરવા બોલાવે , જીજા ચાલો છૂંદો ને રોટલી ખાવા. આજે પણ ફોન કરું તો પૂછું કે છૂંદો ને રોટલી ખાધા? તરત સમજી જાય કે કાકાનો ફોન છે. હસી પડે હા કાકા ખાધા ! મને કાયમ સ્વીટેસ્ટ અંકલ કહે. માણસા મારા ઘરનું કોઈ રહે નહિ. હું વર્ષ માં બેત્રણ વાર જાઉં. સાફસફાઈ કરાવું. કોઈ લગ્ન પ્રસંગ હોય તો હાજરી અપાઈ જાય. બપોરે મારા કઝન એમના ઘેર આવે એટલે મારું જમવાનું એમની સાથે જ હોય. આ દીકરી નાના હતા ત્યારથી બોલાવા આવે.
‘કાકા જમવા ચાલો, પપ્પા રાહ જુવે છે.’
થોડી વાર લાગે જતા તો પાછા આવે. કાકા જમવા ચાલો. ડાઈનીગ  ટેબલ પાસે જ ઉભા હોય. કાકા લો ખવાશે, ખવાશે કહી પેટ ફાટી જાય તેટલું પીરસ્યાં કરે. એમના પપ્પા  સામે કંઈક ભૂલાય જતું હોય તેમ જોયા કરે. પપ્પા  એમને એક કોળીયો ખવડાવે ત્યારે ખુશ થાય. કાયમનો નિયમ. પપ્પાના હાથનો એક કોળીયો ભરવાનો. મારા જોયેલા સૌથી સુંદર દ્રશ્યોમાનું એક આ દ્રશ્ય. પપ્પા ના હાથ નો કાયમ એક કોળીયો ભરતી આ દીકરી. આખું ગામ ને નગરપાલિકા એકલા હાથે ધ્રુજાવતા એમના પપ્પા  આ દીકરી આગળ મીણ જેવા થઇ જાય.  એમના લગ્ન સમયે હું તો અહીંથી જઈ નહોતો શક્યો. લગ્ન પછી ફોન પર પૂછેલું કે
‘વિદાય વેળાએ પપ્પા બહુ રડ્યા હશે નહિ?’ તો કહે
‘કાકા તમને કેવી રીતે ખબર પડી?’
અરે ભાઈ ! ભલે મારે દીકરી ના હોય પણ હૃદય તો દીકરીના બાપ નું ધરાવું છું. પછી કહે કાકા પપ્પા  બહુ રડેલા એક કોળીયો  પણ ખાધેલો  નહિ. મને ખબર હતી. ગામમાં કોઈ ચુ કે ચા કરી ના શકે એવો આ મારો ભાઈ અંદરથી સાવ મીણ જેવો છે. વિચારતા હશે કે હવે ડાઈનીંગ ટેબલ પાસે કોળીયો ખાવા કોણ ઉભું રહેશે? અને એક કોળીયો ભરાવ્યા વગર  ગળે કોળીયો કઈ રીતે ઉતરશે? પપ્પા હવે છોડો ને કહી ઉગ્રતા ઠંડી કોણ પાડશે? પહાડ જેવો બાપ દીકરીની વિદાય વેળાએ ભાગી પડ્યો. નાના બાળક ની જેમ ધ્રુસકે ધ્રુસકે રડ્યો. છાના રાખવા જવા ની પણ કોઈ ની હિંમત નાં ચાલે. હજુય ઘરમાં પેસતા જ નિયમ પ્રમાણે પ્રથમ  દીકરીના નામનો સાદ પડાઈ જતો હશે. સાસરે રહેલી દીકરી ને વ્યથિત બાપનો સાદ અવશ્ય સંભળાતો હશે. એનો અહેસાસ થતો હશે કે પપ્પાને મને કોળીયો ભરાવ્યા વગર ખાવાનું ગળે નહિ ઉતરતું હોય. મને પણ અતીતના અતલ અંધકારમાંથી ઘેરો સાદ સંભળાય છે
‘કાકા જમવા ચાલો પપ્પા તમારી રાહ જુવે છે.’ આંખ ના ખૂણા ભીના થઇ જાય છે.
        * ભાઈ હવે લખવાની ત્રેવડ રહી નથી અત્યાર સુધી લખેલા લેખ  બધા એક ઝાટકે લખેલા છે. કોઈ બ્રેક વગર. પણ આ  આર્ટીકલ લખતા ભારે પડી ગયું છે. બીજી મારી દીકરીઓ વિષે લખવાનું હવે ગજું રહ્યું નથી. મારું  સૌથી અપ્રિય ગીત હોય તો ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ તે છે. આ બધી દીકરીઓ પારકી થાપણ નથી, વસ્તુઓ કે ફિક્સ્ડ ડીપોઝીટ નથી. આતો હૃદયના ટુકડા છે. મને હજુય એમના સાદ સંભળાય છે. આ તો મારા અસ્તિત્વના અંશ છે. દીકરી ને ગાય દોરે ત્યાં જાય? દીકરીઓ શું પશુ છે? એનિમલ છે? મુરખો! એક સ્ત્રી માતા બને છે ત્યારે પૂર્ણત્વ પ્રાપ્ત કરે છે. અને એક પુરુષ જયારે દીકરીનો પિતા  બને છે ત્યારે એનું પિતૃત્વ પૂર્ણ થાય છે.
આ બધી દીકરીઓ એમના નાનકડા સામ્રાજ્યની મહારાણીઓ છે. એમનું માન સન્માન છે. એમનું પોતાનું એક અસ્તિત્વ છે. કોઈ એમની સામે આંખ  ઉંચી કરી ને જોઈ શકે તેમ નથી. ગમે તેવાને ભૂ પાઈ દે તેવી છે. દીકરાઓ કરતા સવાઈ છે. પારકા ને પોતાના કરવાનું મને આ દીકરીઓએ જ શીખવાડ્યું છે.  નિર્મળ પ્રેમના ઝરણા જેવી આ મારી દીકરીઓ માટે અમને ખુબ ગર્વ છે.

42 thoughts on “પથ્થરમાંથી પાણી ટપકાવતી આ દીકરીઓ”

 1. દીકરી વિશેનો લેખ આપ એક ઝાટકે ના લખી શક્યા અને મને વાંચતા વાંચતા આંખમાં આંસુનો દરિયો છલાકાઇ ગયો તેથી સળંગ વાંચતા તકલીફ પડી. મને પણ આપે જણાવેલા બંને ગીતો બિલકુલ ના ગમે. હ્રદયસ્પર્શી લેખ એક દીકરી તરીકે મારી ઘણી બધી યાદો તાજી થઇ. દીકરી ના હોવાનો અફસોસ તો છે જ. વધુ લખવું મુશ્કેલ.

  Like

  1. મેતો મારા જીવન માં બનેલા બનાવો નું સીધું સાદું વર્ણન કરેલું.તે એટલું બધું મિત્રો ને રડાવી દેશે તે મને ખબર નહોતી.કદાચ મારે દીકરી ના હોવાના કારણે કરુણ રસ વધારે પીરસાઈ ગયો છે.

   Like

 2. બાપુ, આંખ ભરાઇ ગઇ ! આપણામાં કહે છે ને કે, મરદ માણસ એક સમયે જ રડતો ભારે રૂડો લાગે છે ! ’દિકરીની વિદાય ટાણે’.
  અને દિકરો તો એક કુળને તારે છે, જ્યારે દિકરી બે કુળને તારે છે. (માવતરનું અને સાસરીયાનું)
  ભારતિય હો કે અમેરિકન કે વિશ્વના કોઇ પણ ખુણાનો વતની હો, હિન્દુ હો કે મુસ્લિમ કે વિશ્વના કોઇ પણ ધર્મનો (કે ભલે નાસ્તિક પણ) હો, ગરીબ હો કે શ્રીમંત હો, રાજા હો કે રંક હો, દિકરીની વાત આવે અને કોઇ કુણો ન પડે તે વાતમાં માલ નથી. (@ મીતાબહેના, પછી ભલે તે સિંહ હોય કે વાઘ !)
  આપને ભત્રીજીઓના સ્વરૂપે દિકરીઓ મળી એ પણ સદ્‌ભાગ્ય છે. હવે વધુ ન લખતા, અમારા જુનાગઢનાં કવિશ્રી દાદબાપુની એક રચનાનાં બે બોલ ટાંકી દઉં. દિકરી પારકી થાપણ નથી પણ કાળજાનો કટકો છે.
  “કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
  મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો” — આ હ્રદયસ્પર્શી ગીત આપ અહીં માણી શકો છો : http://tahuko.com/?p=587
  આભાર.

  Like

  1. અશોક ભાઈ,
   આ ગીત સાંભળવું અમારી તાકાત બહાર નું છે.અમે સાભળેલું છે.ભાઈ અમારા ગામમાં રાજપૂતો ના ઘેર કોઈ દીકરીને ટપલી સરખી પણ મારતા મેં કોઈને જોયા નથી.કાળજા ના કટકા તો અસ્તિત્વ નાં અંશ છે.એમના વગર નું અસ્તિત્વ શું કામનું?

   Like

 3. Uncle, not fair…..aava articles lakhsho to vanchvani himmat j nahi rahe. Very nice one….Bhale loko dikro ichhchhta hoy pan Dikari vagar maa ane baap banne adhura chhe. Couple of years back one of friend gifted Dikri Vahal No Dariyo to my parents but till today none of them has ever read a chapter from that book. They can’t. They tried initially but begin parents of two daughter they cannot do so.

  Like

  1. દિશા દીકરા અમે એ બાબતે કમનસીબ છીએ.માટે બહુ લાગી આવે છે.આપના ડેડી વાચી નહિ શકતા હોય,શરુ કરતા જ હૃદય ભરાઈ જતું હશે.એમાય આપ એમના વહાલા આટલે દુર અમેરિકામાં છો,પછી એવી બુક વાચતા ખુબ તકલીફ થાય.એમનું ઋજુ કોમલ હૃદય અમે ઓળખીએ છીએ.

   Like

 4. મારુ પણ અપ્રિય ગીત એટલે ‘દિકરી તો પારકી થાપણ કહેવાય’
  હ્‌દયસ્પર્શી આર્ટિકલ..

  અને હા….આ રોટલી તો સમજ્યા, પણ ‘છૂંદો’ શું છે ?

  Like

 5. બહુજ સરસ લેખ, વાંચતા- વાંચતા અશ્રુ બંન્ધ નથી થતા.તમારી દિકરીયો
  માટે લખતા તમારી શુ હાલત હશે, તે સમજી શકાય છે.બે ભાઈઓ વચ્ચે
  કેટલો બધો પ્રેમ હશે,તો ભાઈની દિકરીયોને પણ આટલો પ્રેમ ! સાચેજ વાંચીને
  ખુશી થાય છે, આત્યારનો જે સમય ચાલી રહ્યો છે, તેમા આવા કુટુમ્બ પણ
  છે જ્યા એક બીજા માટે આટ્લો બધો એક બીજા માટે પ્રેમ છે.

  Like

  1. હેમાબેન,
   બીજી ભત્રીજીઓ વિષે લખવું હતું પણ હાલ શક્ય નહોતું.મારું ઓરકુટ એકાઉન્ટ ખાલી ભત્રીજીઓ ને ભત્રીજાઓ થીજ ભરેલું છે.દરેક ને મારા માટે માન છે અને મને દરેક માટે.

   Like

 6. According to my thinking there should be no difference between boys and girls (dikra & dikri). They should have equal opportunity in the up bringing and life. We have created most of the limitations. I have two dikries. Both of them are well educated (a lawer and a doctor). They have freedom to choose their life path. Personally, I have never felt that I do not have dikro. We are all God’s creation and should live to the maximum of our potential.

  Like

 7. બાપુ ખૂબ જ હ્રદય સ્પર્શી લેખ લખ્યો છે.એક પુરુષ જયારે દીકરી નો પિતા બને છે ત્યારે એનું પિતૃત્વ પૂર્ણ થાય છે, આ વાત કોઈ દીકરીનો પિતા બને ત્યારે જ તેને અનુભવ થાય. ગુજરાતમાં પહેલાં દીકરી બચાવો , બેટી બચાવો નો સંદેશ નો પ્રચાર થતો હતો હવે તેને બદલે દીકરી વધાવો , બેટી વધાવો નો સંદેશ નો પ્રચાર કરવામાં આવે છે.

  Like

 8. ભુપેન્દ્રભાઈ,

  દીકરીની વાત આવે અને દુનિયાનો કોઈ પણ પુરુષ ભીનો ના થાય તો એ પુરુષ જ ના કહેવાય!
  ખૂબ લાગણીભર્યો લેખ.

  આ બેંગલોરવાળા દીકરી એ જ મારા ભાઈબન્ધ હિતુ (હિતેન્દ્ર)ના પત્નિ?

  Like

 9. શ્રી ભુપેન્દ્રસિંહજી,
  નમસ્તે !!
  સવારના ૮-oo સમયે સંવેદના કે પીડાના ઘન સ્વરૂપ આંસુ વહાવી ગયા આપ !! પત્થર જેવા ગણાતા પુરુષમાંથી પુત્રી જ પાણી વહાવી શકે છે.
  હું પણ એવો જ દુર્ભાગી છું જેને દીકરીનો અભાવ સાલતો રહે છે,

  Like

 10. I am impressed by the lines,,આ બધી દીકરીઓ એમના નાનકડા સામ્રાજ્ય ની મહારાણીઓ છે.પારકા ને પોતાના કરવાનું મને આ દીકરીઓ એજ શીખવાડ્યું છે. નિર્મળ પ્રેમ ના ઝરણા જેવી આ મારી દીકરીઓ માટે અમને ખુબ ગર્વ છે.

  I had tears in my eyes while reading it,,,,its very touchy,,,No doubt Excellent writings,,,Simple Yet Exceptional,,,,

  Like

 11. thanks papa
  lekh bahu saro che ne hu pan rad ta radta reply apu chu tamaro dikaro baju ma besi ne maro majak udave che ke lo papa no lekh vachi ne radi padya pan ek vat sachi che ke dikari na dil bahu kamjor hoy che ne ea vachata vachta mahesus kare che ke avu kai mari life pan thyu hatu hu tamne bahu yad karu che pan tame lekh lakhta mane bhuli gaya aa tamri dikri no to ulekh pan nathi karyo mane bahu karab lagyu pan kai nahi papa cho etle maf kari didha

  ok reply karjo
  tamari dikari
  swati

  Like

  1. Betaa,
   me lekh adhuro j chhodi didho chhe.Agal lakhvani mari himmat naa chali.AA to mara anubhav ni pratham dikario chhe.biji to baaki j rahi chhe.pan have loko ni pan vachavaani himmat nathi chalati,ne maari lakhavaani.chalo maaf to kari didhane?thanks.

   Like

 12. હૃદય સ્પર્શી લખાણ, આંખ માંથી અશ્રુ ધાર…..

  Like

 13. પપ્પા યાદ આવી ગયા ને આંખમાંથી આંસુ. આનાથી વધારે કાંઇ લખી નહિં શકું

  Like

  1. હિરલ,
   પિતા નાં પ્રેમ વિના દીકરી છે હાફ ડન,
   એમ દીકરી વિણ પિતા માં છે અધુરુપન.
   હિરલ આ અધુરુપન અમે કાયમ મહેસુસ કરીએ છીએ.અમારે કોઈ દીકરી નથી.ફક્ત ત્રણ દીકરા જ છે.કોઈ દીકરી ને પાપા ની યાદ માં આંશુ આવે ત્યારે અમને પણ નાં હોવાથી આંશુ આવે છે.

   Like

 14. Dear Raolji,

  I have two very cute daughters, and by every passing line of this article, my eyes get full of tears. cant write more. Thanks.

  Like

 15. ભુપેન્દ્રસિંહ, આપના બ્લોગની પ્રથમવાર મુલાકાત લીધી છે, બહુંજ સુંદર રીતે ગુજરાતી સાહિત્યથી સજાવ્યો છે.”દીકરી”વિશે લખેલ વાસ્ત્વિકતાના દર્શન થયાં.”દીકરી” વિશે લખો એટલુ ઓછું છે…અમો અહીં પરદેશમાં રહી”ગુજરાતી સાહિત્ય”નું જતન-મનન કરીએ છીએ..આનંદ આવે છે.

  Like

 16. એક ધારું વાચી ગઈ અને પિતાજીસાથે ના સ્મ્રણો તાજા થી ગયાં….લગ્નના ર5 વર્ષે પણ જ્યારે પિતાજી પાસે જાઉ એજ બાલપણ થી વિદાય સુધી ની ગતિવિધી અનાયાસે જ થઈ જાય છે….ઘર માં પહેલે થી જ વણલખ્યો નિયમ ઘરની વ્યક્તિ બહાર જાય ત્યારે દીકરીઓ એ પાણી આપવાનુ…રખેને બહાર જલ્દી પાણી પીવાનુ મળે કે ના મળે…ગ્રામ્ય વિસ્તાર….અને પિતાજી શાળઓના એસ્પેક્શન કરીને અવતાં રાત થઈ જાય…..ઘરે રહેતી દીકરીઓ માટે કંઇક ને કંઈક ખાવાનું રો શહેરમાં થી લઈ આવે…..પહેલાં પાણીનો ગ્લાસ અમે આપીએ એટલે સામે પેકેટ મળીજ જાય અથવા કએ કે થેલામાંથી કાઢી લો……અને અમારા બાપ-દીકરીના ચહેરા ખીલી ઉઠતા……હવે ક્યારેક જાવાનું થાય છે અને બહાર જઈને આવ્યા હોય તો પણ જૂની આદત પ્રમાણે પાણીનો ગ્લાસ અપીને થેઓ ફંફોસીએ છીએ….:)..હવેઘડીક માં માંગો તે હાજર થઈ જાય એવો જમાનો છી છતાં પેલા પડીકામં થી મલતુ વ્હાલ હજુએ ઝંખે છે…પિતાજી ને અને કદાચ પિતાજી પણ એવું જ કંઈક અનુભવતા હશે… એની ખાતરી એમની ઝાંખી થઈ ગએલી આંખો માં અકબંધ જોઇ શકીએ છીએ…એ પન એમજ કહેતા દાન પેસ્સા અનાજ કપડાં નુ હોય દીકરી તો ગર્વ થી સોંપેલૌં મહામૂલુ રતન કહેવાય….તે હંમેશાં જીગરના ટુકડા સમ હોય…….આપના બધા લેખો માં સૌથી વધુ સ્પર્શી ગયેલ લેખ…આપ ની સો સો સલામ…..

  Like

 17. Very touchy article…! I cried several times while reading it. Could not hold my emotions. I know, we feel life incomplete when there is no daughter in life. Daughters are blessings of GOD. Daughter and father can effectively communicate without words…!

  Like

 18. બાપુ મારી ઉમર હજી કદાચ આ ના સમજી શકે પણ જયારે હું કોઈ પણ નાની ઢીંગલી જોઉં ને એ રોવે તો પણ મને કૈક થતું હોય ત્યારે તમારો લેખ તમને ક અન્ય ને ના રડાવે તો જ નવાઈ !અને મેં uk માં ઘણી જગ્યા એ જોયું છે કે દીકરા કરતા દીકરી ને લાડ કોડ વધારે હોય છે .અને હમણાં જ એક સુવાક્ય વાંચ્યું કે પતિ માટે એની પત્ની મહારાણી હોય ક નો હોય પણ બાપ માટે દીકરી રાજકુમારી છે જ .દુનિયાની બધી રાજકુમારી ઓ ને અર્પણ કરવા યોગ્ય લેખ .ધન્યવાદ બાપુ.

  Like

 19. અને આટલા બધા લોકો ને દીકરી ના હોવાનો અફસોસ છે બંને હાથ માં લડવા છે જગદંબાઓ ને !(મારે પણ જોઈ છીએ , જોઈએ શું થાય છે )

  Like

 20. મને મારા પપ્પા યાદ આવી ગયા ….. આંખો ભરાઇ ગઇ ….. અમારે એક દિકરી જ છે અને એના પપ્પા સાથે એનો બોન્દેજ હુ મહેસુસ કરતી જ હોવુ છુ. એક બાપ જેમ દિકરી વગર અધુરો છે એમજ એક દિકરી પન બાપ વગર સાવ અધુરી જ હોય છે… દિકરી એક પુરુશ નો છેલ્લો પ્રેમ અને પિતા દિકરી નો પ્રથમ પ્રેમ હોય છે….

  Like

 21. AATLU KOMAL HADAY CHE AAPNU TE MANE AAJE KHABAR PADI. લાગણી નામ નું તત્વ તમારા માં પણ ઠાંસી ઠસી ને ભરેલું છે તે મને સમજાયું ને. આંતકવાદી ને જો આ વાચાવ્યું હોય શબ્દો ને આત્મસાથ કરતા કરતા તો તે પણ બંધુક મુકીને બેન દુખ માં રડી પડે . ખુબ સરસ . બોવ ગમ્યું

  Like

 22. ખૂબ જ હ્રદય સ્પર્શી લેખ લખ્યો છે.એક પુરુષ જયારે દીકરી નો પિતા બને છે ત્યારે એનું પિતૃત્વ પૂર્ણ થાય છે, આ વાત કોઈ દીકરીનો પિતા બને ત્યારે જ તેને અનુભવ થાય. ગુજરાતમાં પહેલાં દીકરી બચાવો , બેટી બચાવો નો સંદેશ નો પ્રચાર થતો હતો હવે તેને બદલે દીકરી વધાવો , બેટી વધાવો નો સંદેશ નો પ્રચાર કરવામાં આવે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s