બ્રહ્મચારી કોને કહેવાય?

 ब्रह्माध्ययन संयुक्तो ब्रह्मचर्यरत: सदा॥
सर्व ब्रह्मेति यो वेद ब्रह्मचारी स उच्यते॥५१
 
શ્લોકાર્થ: બ્રહ્મઅધ્યયન  થી યુક્ત, સર્વદા બ્રહ્મચર્યમાં પ્રીતિવાળો ને સર્વ બ્રહ્મ છે એમ જે જાણે છે તે બ્રહ્મચારી કહેવાય છે.
 
         આદ્ય જગદગુરુ શંકરાચાર્ય,એક મહા બ્રાહ્મણ.હિંદુ ધર્મ માંથી સડો નાબુદ કરવા ખુબ મહેનત કરી.ખુબ નાની ઉમરે દેવ થયા.ભારત એટલે એ સમયે જગત.જગત ના,ભારત ના તમામ પંડિતોને હરાવ્યા.છેલ્લે વધ્યા મહા પંડિત મંડન મિશ્ર.એમને પણ હરાવ્યા.પણ એમના ધર્મપત્ની મહા વિદુષી એમણે  સવાલ ઉઠાવ્યો,હું એમનું અર્ધું અંગ છું.મને હરાવો તોજ એમની હાર ગણાય.બાલબ્રહ્મચારી ને કામ શાસ્ત્ર વિષે સવાલો પૂછ્યા.થોડી મુદત માંગી ને એમાં પણ જ્ઞાતા થયા.કઈ રીતે એમાં પ્રવીણતા મેળવી એ વાર્તા બહુ રહસ્યમય છે,માનવામાં નાં આવે તેવી છે.ફરી કોઈવાર જણાવીશું.પણ પછી પંડિત પત્નીને પણ હરાવ્યા.અને બન્યા જગદગુરુ.
  
        ઘણા ટીકાકારો બ્રહ્મ અધ્યયન ની જગ્યાએ વેદ અધ્યયન પણ લખે છે.વેદો બ્રહ્મ છે એવું માનતા હોઈ શકે.પણ શંકરાચાર્ય વેદોના જ્ઞાતા હતાજ.એમણે વેદ અધ્યયન શબ્દ કેમ નહિ વાપર્યો હોય?બીજું આમાં શંકરાચાર્યે ક્યાય સ્ત્રી શબ્દ નો પણ ઉલ્લેખ નથી કર્યો.કે ભાઈ સ્ત્રી સંગ  થી દુર રહે તેને બ્રહ્મચારી કહેવાય.પણ ટીકાકારો એમની બ્રહ્મચર્ય વિશેની માન્યતાઓ થોપતા હોઈ શકે.
 
        સદાચાર કોને કહેવાય?સારું આચરણ એવો સીધો સાદો અર્થ થાય.કોઈ ને તકલીફ ના થાય તેવું આચરણ.એક તો મહાપુરુષોના આચરણ જોઈ ને તમે એમ કરવા પ્રેરાઓ અને તેવું આચરણ કરવા જ માંડો.આ એક રસ્તો છે.બીજો રસ્તો એ છે કે તમે અંદર થી જાગૃત થઇ જાવ.સર્વ બ્રહ્મ છે તેમ અનુભૂતિ કરવા લાગો કે પછી તમને જ્ઞાન થાય,કૈવલ્ય જ્ઞાન થાય કે એન્લાઈટનમેંટ થઇ જાય.પછી ઓટોમેટીક તમારું આચરણ બદલાઈ જાય.
    
         મહા પુરુષોના આચરણ ની નકલ એક ઉપાય છે,બીજો અંદર ની જાગૃતિ થી સદ આચરણ આવે તે છે.ગમે તેટલા શ્લોકો વાચો નકલ કરો,પઠન કરો કોઈ ફેર ના પડે.એવું થાય કે તમે ખંડિત વ્યક્તિત્વ ધરાવતા થઇ જાવ.ચાલો એક ઉદાહરણ જોઈએ.ભગવાન મહાવીર એક કીડી જોઇને કુદી ગયા ને એને બચાવી લીધી.કારણ સર્વ બ્રહ્મ છે તે એમણે જાણ્યું છે અને અનુભવ્યું પણ છે.કીડી તો શું કોઈને પણ મહાવીર પીડા ના આપી શકે.હવે જૈનો શું કરશે?કીડી જોઇને કુદી જશે,કીડીયારા પુરશે,પણ કોઈનું ખીસું કાપવું હોય વેપાર માં તો અવશ્ય કાપી લેશે.એમાં બ્રહ્મ નહિ દેખાય,જીવ નહિ દેખાય.પાંજરાપોળ ખોલશે.એમાં દાન આપશે.સારી વાત છે.ઘરડા થયેલા પશુઓને રક્ષણ મળે.પણ બેંકો માંથી કૌભાંડ કરી કરોડો ગરીબોના પૈસા રોળી લેતા એમનો જીવ નહિ કોચવાય.એકલા જૈનો ની વાત નથી દરેક ની છે.બાહ્ય સદાચાર ની વાતો કરનાર દરેક ની છે.
 
         બીજી એક નકલ ની વાત કરીએ.ભગવાન મહાવીર ૧૨ વર્ષ તાપ માં સાધના માં રહ્યા ત્યારે બધામાં એક નાની કીડીમાં પણ બ્રહ્મ ની અનુભૂતિ થઇ છે.એમજ નથી થયું બધું.હવે મહાવીરે ૧૨ વર્ષ માં ટોટલ એમના જમવાના કે ભોજન ના દિવસો ગણીએ તો એક વર્ષ જ ભોજન લીધું છે.એ નક્કી કરતા કે આવી આવી પરિસ્થિતિ બનશે તો જ ભિક્ષા લઈશ.દા.ત આજે ભિક્ષા લેવા જાઉં તો લાલ કપડું પહેરેલી સ્ત્રી હોય,એના હાથ માં નાનું બાળક હોય,બાજુમાં એક ગાય હોય તે પણ સફેદ રંગ ની અને ભિક્ષા આપે તોજ લઈશ નહીતો પાછા.હવે આવી બધી શક્યતાઓ ક્યારે ભેગી થાય?સ્ત્રી હોય તો લાલ કપડું ના હોય.લાલ કપડું હોય તો હાથ માં બાળક ના હોય.બધું હોય તો ગાય કળા કલર ની હોય.મહાવીર પાછા આવતા.આવી રીતે મહાવીરે પાછા આવી આવીને ઉપવાસ કરેલા છે.અને આવી શક્યતાઓ ૧૨ વર્ષ માં ફક્ત એક જ વર્ષ ના દિવસો જેટલી મતલબ એમણે ૧૨વર્ષમાં ફક્ત ૩૬૫ દિવસ જ ભોજન મળ્યું છે.હવે આજના મહારાજ સાહેબ શું કરશે?આવો નિયમ તો લઇ લેશે,પછી ભક્તોને કાનમાં કહેશે.ભક્તો અગાઉથી જઈને બધી શક્યતાઓ ની ગોઠવણ કરી નાખશે.લાલ કપડું,બાળક,સફેદ ગાય બધું રેડી.મહારાજસાહેબ આવીને જોશે ચાલો પ્રતિજ્ઞા પૂરી લાવો ભિક્ષા.હવે આતો નર્યો દંભ કહેવાય ને?તમે આચરણ ની નકલ કરો પણ એનો શું અર્થ?
     
               મહાવીર ની અહિંસા અંતર ની જાગૃતિના કારણે હતી,જૈનોની ના હોય.ભગવાન બુદ્ધ ની કરુણા અંદર ની જાગૃતિના કારણે હતી.આપણી ના હોય.મહાપુરુષો કહેશે ક્રોધ ના કરો.ચાલો તમે ક્રોધ કરવાનું બંધ કર્યું.હવે શું થશે?ક્રોધ અંદર ભેગો થશે.નાની વાતો ની નિરાશા ક્રોધ રૂપે ભેગી થશે.નાની નાની અવગણના ક્રોધ રૂપે ભેગી થશે.બહાર થી શાંત અંદર જ્વાળામુખી એની એનર્જી તમામ તાકાત થી ભેગો કરતો જશે.અને એક દિવસ બહાનું મળી ગયું વાલ્કેનો ફાટી નીકળશે.એક મિત્ર છે અમારા એકદમ શાંત,કાયમ હસતા,બધાને હેલ્પ કરતા.બહાર થી બહુ સારા લાગે.પણ રોજ જોબ ઉપર પણ રાતે બે વાગે છાનામાના એક પેગ સંતાડી રાખેલો મારી લે પછી,અંદર કચરો ભરેલો હોય તે બે ના બ્રેક માં નીકળવા લાગે.બધા જોડે ઝગડે.ખુબ ઉગ્ર બની જાય.ત્રણ વાગે અંદર ઓફીસ માં જઈને ઊંઘી જાય.ચાર વાગે જાગીને આવે તો એકદમ સરળ હોય શાંત હોય.ક્વોલીટી કંટ્રોલ નું કામ છે એમનું.રાતે બીજો કોઈ ઓફીસ સ્ટાફ ના હોય,ને રાતની શિફ્ટ ના બધા કર્મચારીઓ ગુજરાતી હોવાથી કોઈ ફરિયાદ ના કરે બાકી નોકરી જતી રહે.એમની નોકરી જાય તે માટે કોઈ ગુજરાતી નિમિત્ત બનવા નથી માંગતા  માટે ટકી રહ્યા છે.
    
             ચાલો તમે દુર્ગુણો થી બચવા જંગલ માં ભાગી ગયા.ત્યાં કોઈ છે જ નહિ કે કોઈ ચાન્સ આપે તેવું નથી કે ક્રોધ આવે.અહી ભીડ માં આવોને કોઈનો પગ તમારા પગ પર પડી જાય ત્યારે અચાનક ગુસ્સે થઇ જવાય ત્યારે બધી વર્ષો ની સાધના એળે જાય.એક ગુરુ ને ચેલો જતા હતા.રસ્તામાં નદી આવી.ત્યાં એક સ્ત્રી પણ ઉભેલી સામે પાર જવા.પણ તરતા ના આવડે.એટલે કોઈ પાર કરવી દે તેની રાહ જોતી હતી.આ ગુરુ તો આજના બાવાઓ જેવા બ્રહ્મચારી હતા.સ્ત્રીને જોવાય નહિ તો અડાય કેમ?એનો હાથ કેમ પકડાય? ગુરુએ તો ના પાડી દીધી,પણ ચેલા ને દયા આવી.નદી પાર થવા લાગી પણ પાણી જરા વધારે ઊંડું હશે તો ચેલાએ તો પેલી સ્ત્રીને ખભે ઉઠાવી લીધી ને નદી  તો પાર થઇ ગઈ.ગુરુ ચેલો આગળ વધ્યાં,પણ ગુરુને ચેન ના પડે.ચેલાએ ખોટું કર્યું,સ્ત્રીને અડકી તો ઠીક ખભે જ ઉઠાવી ને ચાલ્યો,મહાપાપ થઇ ગયું.બ્રહ્મચર્ય નો ભંગ થઇ ગયો.છેક આશ્રમે પહોચી ચેલાને ઠપકો આપ્યો કે તારે ખભે નહોતી ઉઠાવવાની.ચેલાએ જવાબ આપ્યો કે હે!ગુરુજી મેં નદી પાર થઇ કે એ સ્ત્રીને તરત જ નીચે ઉતારી દીધી,પણ આપ તો હજુ ઉઠાવીને ફરો છો.આ છે બાહ્ય આચરણ.
   
            આપણે ભારતીયો સદાચાર ના સ્ત્રોત્રો ને શ્લોકોમાં જ ખોવાઈ ગયા છીએ.હમેશા બ્રહ્મચર્ય ની વાતો કરીએ છીએ,સ્ત્રીઓના દુશ્મન હોય તેમ વર્તીએ  છીએ.શું સ્ત્રીઓમાં બ્રહ્મ નથી?અને અંદર સેક્સ સપ્રેસ્ડ થતો જાય છે.સહેજ ચાન્સ મળ્યો ને સેક્સ બહાર.બસ માં સ્ત્રી બાજુમાં બેઠી ને અડપલા ચાલુ.ખાલી સ્પર્શ અરે સ્પર્શ ઠીક જરા કપડું સ્ત્રીનું અડે તો પણ વિહવળ થઇ જતા ભારતીયો ની સદાચાર ની વાતો સાંભળી હસવું આવે છે.ખુબ બ્રહ્મચર્ય પાળશે ને કોઈ સ્ત્રી ભક્ત ના પ્રેમ માં ફસાઈ જશે.જેમ નિત્યાનંદ ફસાઈ ગયા.કોઈએ બિપાશા બસુ ના સ્તન પર હાથ ભીડ નો લાભ લઇ ફેરવી લીધેલો.આ છે બ્રહ્મચર્ય ના ફાયદા.
   
            ઉપર ના શ્લોક માં શંકરાચાર્યે ક્યાય સ્ત્રીનું નામ જ નથી લીધું.બ્રહ્મ માં ચર્યા એટલે બ્રહ્મચર્ય.સદાય બ્રહ્મ માં રત રહેવાવાળો,રમમાણ રહેવાવાળો.અને સર્વ બ્રહ્મ છે એમ જાણવાવાળો બ્રહ્મચારી કહેવાય.શું સ્ત્રીમાં બ્રહ્મ નથી?શું એક નાની બાળકી માં બ્રહ્મ નથી?શું એક વર્ષ ની નાની બાળકીને બ્રહ્મ ની હાજરી છે એમ માની ના શકાય?પણ વિહવળ થઇ જવાય છે.કેમ કે અંદર થી સર્વ જીવો માં કે નિર્જીવ માં શંકરાચાર્ય ની જેમ બ્રહ્મ નથી દેખાતા.જે લોકો સેક્સ ને દબાવે છે એ લોકો જ તો નાની બાળકીઓ પર પણ રેપ કરે છે.એ લોકોને નાની બાળકીમાં બાળકી નથી દેખાતી,એ લોકોને નાની બાળકીમાં પણ મોટી સ્ત્રી દેખાય છે ત્યારે તો બળાત્કાર કરી શકે છે.અરે મારી પણ નાખે છે.જે સાધુઓ નાની બાળકી ની હાજરી માત્ર સહન નથી કરી શકતા એમની સામે બાળકીઓ લઈને પણ ના જશો.દુર રાખો તમારી નાની ફૂલ જેવી દીકરીઓ.નાની બાળકીઓ ઉપર બળાત્કાર કરનારા ક્રિમિનલ્સ અને આ સાધુઓમાં તાત્વિક રીતે,માનસિક રીતે કોઈ ફર્ક નથી.બંને સેક્સ ને દબાવીને બેઠા છે.ભલે આ લોકો પંથ ના હિત માં કે આબરૂ નાજાય  માટે બળાત્કાર નહિ કરતા હોય પણ એમની ભૂંડી નજરો થી બચાવો તમારી બાળકીઓને.

 
      પટરાણીઓ,રાણીઓ,૧૬૦૦૦ રાણીઓ ને ઘણી બધી પ્રેમિકાઓ ધરાવનારા શ્રી કૃષ્ણ ને મુક્ત મહાપુરુષોએ બ્રહ્મચારી કહ્યા છે.શું આ બધા અજ્ઞાની હતા?આજના સાધુઓ ને બાવાઓ કહે તે સાચું કે મુક્ત મહાપુરુષો કહે તે સાચું? કે શંકરાચાર્ય કહે તે સાચું?

     

              પહેલા અંદર થી જાગૃત બનો.સર્વ વસ્તુ માત્ર,જીવ માત્ર માં બ્રહ્મ ને જાણો.તો કોઈ સદાચાર ની નકલ કરવી નહિ પડે.સદાચાર અંદર થી જ આવશે.તમે કોઈનું ખીસું કાપીજ નહિ શકો.તમે કીડીને પણ મારી નહિ શકો.કૂદવું નહિ પડે કીડી જોઇને કુદાઈ જશે.કોઈ કાન માં ખીલા ઠોકી જશે તો પણ અવાજ નહિ કરો.જરા કોઈ જૈન ને ખીલી અડકાડી જુઓ તો?કોઈ ટેક્સ ની ચોરી નહિ કરી શકો.કોઈ ભાવ વધારે  લઇ નહિ શકો.કોઈને ઓછી વસ્તુ તોલ માં આપી નહિ શકો.કોઈ ની હત્યા નહિ કરી શકો,ના કોઈની ઉપર બળાત્કાર કરી શકો.કોઈ ની હાજરી તમને હલાવી નહિ શકે.બધામાં જ્યાં બ્રહ્મ જ દેખાય તો કોને છેતરી શકશો?કોને દુખ જરા જેટલું પણ આપી શકશો?શંકરાચાર્યે બધા શ્લોકો બ્રહ્મ ને જાણ્યા પછી લખ્યા છે.
    
             તો શું કરવું?સદાચાર નું આચરણ ના કરવું?કરવું જરૂર કરવું.એકદમ કોઈને તકલીફ શું કામ આપવી?પણ સાથે સાથે ધ્યાન પણ કરવું પડે.મેડીટેશન એક માત્ર ઉપાય છે.કોઈ સદાચાર ના આચરણ માત્ર થી નકલ કરવા માત્ર થી બ્રહ્મ ને ના પામી શકે.અંદર ની જાગૃતિ માટે મેડીટેશન કરો.કોઈ વ્રત ઉપવાસ જપ તપ ની જરૂર નથી.જરૂર છે ફક્ત ધ્યાન ની.ધીરે ધીરે અંદર થી શાંત બનતા જશો ને બહાર સદાચાર આવતો જશે.ખબર સુદ્ધાં નહિ પડે.ધીરે ધીરે અવેયરનેસ આવતી જશે ને બહાર સદાચાર નું આચરણ વધતું જશે.જે.કૃષ્ણમૂર્તિ જેને ચોઈસ લેસ અવેયરનેસ કહેતા હતા.એક સાક્ષીભાવ જાગશે,એક અનાસક્ત યોગ પેદા થશે.અંદર થી શાંત બનતા જશો ને કામ(સેક્સ)માં રસ ઓછો થતો જશે.એટલે બુદ્ધિહીન બાવાઓએ પકડી લીધું કે કામ(સેક્સ) થી દુર રહેવું.આ બાવાઓ તો કામ(સેક્સ)અને કામ(વર્ક)બંને થી દુર રહેવા લાગ્યા છે.અંદર થી શાંત બનતા જશો ને ક્રોધ કરતા ઓછા થઇ જશો.જયારે બધા બ્રહ્મ જ છે એવી પ્રતીતિ થવા લાગશે એટલે પ્રેમ વધતો જશે,કરુણા વધતી જશે.ગાંધીજીએ કામ ને જીતવા ખુબ પ્રયત્નો કરેલા પણ ધ્યાન ના કર્યું,મેડીટેશન ના કર્યું.ડોસા કામ ને જિત્યા વગર જ ચાલ્યા ગયા.બાહ્ય સદઆચરણ થી તમે પાખંડી બની જશો,જો સાથે સાથે ધ્યાન નહિ કરોતો.
    

37 thoughts on “બ્રહ્મચારી કોને કહેવાય?”

  1. Jay Mataji Uncle,

    Nice article and I really liked the real meaning of Brahmcharya. I agree with the benefits of meditation too. It helps u too controll yourself. Brahmcharya asks one to control his/herself in terms of all your weeknesses and not only one.

    Like

    1. ખુબ આભાર દીકરા,
      ફક્ત ધ્યાન કરો ને બધી વિકનેસ દુર થવા લાગે.કશું પ્રયત્ન પૂર્વક કરવું નાં પડે.કંટ્રોલ પણ કરવો નાં પડે.થઇ જાય,સહજ થઇ જાય.સાધો સહજ સમાધિ.કંટ્રોલ કરવા જાવ તો સપ્રેસ્ડ થઇ જાય.સ્પ્રિંગ ની જેમ દબાઈ જાય.અચેતન મનમાં સમાઈ જાય.ક્રોધ હોય,કામ હોય કે લોભ બધું ડાબી તો જાય પણ વખત આવે ભડકો થાય.બધી સાધના વ્યર્થ થઇ જાય.જે કરતા હોય તે કરે રાખો,પણ સાથે ધ્યાન કરો તોજ ફાયદો થાય.બાકી નહિ.

      Like

  2. Aap free no article gamyo. bahu saras lakhyo chhe. Mahavvir swamee ni babat ma research kari chhe ke vishesh vanchan kaelu chhe?

    Guru chella no famous, example was very nicely placed…
    thx

    Like

    1. ગીતાબેન,
      ભગવાન મહાવીર,બુદ્ધ,શ્રી કૃષ્ણ,શંકરાચાર્ય,વિવેકાનંદ,મીરાં આ બધા મારા પ્રિય પાત્રો છે.આપ રીસર્ચ કહો કે વાંચન બધું સરખું છે.સાદી સરળ ભાષા માં લખીએ છીએ.આપને ગુરુ ચેલાનો દાખલો બહુ ગમ્યો લાગે છે.તમે ગમે તેટલું કહેવાતું બ્રહ્મચર્ય પાળો પણ સ્ત્રી તમારા અંદર થી જાય નહિ તો શુ કરવાનું એવું બ્રહ્મચર્ય?સાચો અર્થ લોકો ભૂલી ગયા છે,કે પછી સાધુ બાવાઓએ ભુલાવી દીધો છે.ખેર આપના અમુલ્ય પ્રતિભાવો આપતા રહેશો.લાગે છે જુના આર્ટીકલ પણ આપને ગમશે.ખુબ ખુબ આભાર.

      Like

  3. આપના વિષયની પસંદગી આજના સમયને અનુરૂપ ખુબજ સચોટ અને વાસ્તવિક છે., આપે બાવા સાધુ પર જે વિશેષ ટીપણી કરેલ છે જે હકીકત આજના આ સમય નું ખુબજ વાસ્તવિકતા નું દર્શન કરાવે છે, ધ્યાન -મેડીટેસન વિષય પર જરા વધુ પ્રકાશ પાડવો જરુરી લાગે છે, કારણ આજે આવા અનેક ગુરુઓ બજારમાં હાલી નીકળયા છે જે ખોટા દાવાઓ દ્વારા લોકોને ભ્રમિત કરે છે., અને ટ્રેશ થી પીડિત તે તરફ ચીલા -ચાલુ વળવા લાગે છે. , જે પોતાને વધુ નુકશાન કરે છે તેવું લાગે છે.

    Like

  4. પ.પૂ.ધ.ધુ. શ્રી શ્રી શ્રી ૧૦૦૦૮ શ્રી સ્વામી ભુપેન્દ્રપ્રસાદજી મહારાજની જય હો !!!
    (સાવધાન !!) નહીં તો એક નવો સંપ્રદાય રચાઇ જશે !!
    આ હળવી મજાક ક્ષમ્ય ગણવી.

    Like

    1. ભાઈ,
      પહેલા ચેલા તરીકે આપને મુન્ડવાનું નક્કી કર્યું છે.સૌરાષ્ટ્ર માં ધંધો આમેય વધારે ચાલશે.પણ આવું ના ચાલે આટલો સરસ લેખ મુક્યો,હું નહિ વાચકો કહે છે,ને અશોક્મુની આટલો ટૂંકો અભિપ્રાય આપે તે વાચકોને નહિ ગમે.આપના જ્ઞાન સભર પ્રતિભાવો વાચવા પણ કેટલાક વાચકો અહી આવે છે,એ હવે ભૂલતા નહિ.આ ભુપેન્દ્ર પ્રસાદ નામના કોઈ મહારાજ છે નહિ માટે નવું નામ ચાલી જાય તેવું લાગે છે.બોલો ક્યારે દીક્ષા ગ્રહણ કરવી છે?

      Like

      1. આપની વાત સાચી છે એકસાથે બે જ્ઞાનસભર વ્યક્તિને વાંચવા મળે છે કુરુક્ષેત્રમાં. અને મારા જેવાનો ટૂંકો પ્રતિભાવ ના ચાલે તો અશોકભાઇનો તો ખાસ ના ચાલે. અને અશોકભાઇએ હળવી મજાકથી આપને સાવધાન કર્યા એ પણ સારી વાત છે ક્યારે સંપ્રદાય રચાઇ જાય તે ખબર ના પડે. મારે તો દરેક લેખ વખતે એક વાક્ય શોધવાની મહેનત કરવી પડે છે કે તેમાં અસહમતી દર્શાવી શકાય. બે ફાયદા થાય સંપ્રદાય ના બને. અને આપના લેખની ગુણવત્તા વધુને વધુ સારી થાય. અને દરેક વખતે સરસ લેખ, હંમેશની જેમ સરસ લેખ, સુપર્બ લેખ, એકસેલન્ટ લેખ, મોસ્ટ એકસેલન્ટ લેખ એવું તો ના લખાયને? અને આપને આવા ટૂંકા પ્રતિભાવ પણ ના ગમે. પરંતુ આજનો લેખ સાચે જ મોસ્ટ એક્સેલન્ટ છે જ. બ્રહ્મચારીની વ્યાખ્યા અને બાહ્ય સદાચરણની સાથે ધ્યાનની મહત્વતા. અને અંદરથી જાગૃત બનો સદાચરણની નકલ નહીં કરવી પડે સદાચાર અંદરથી જ આવશે.

        Like

        1. મીતાબેન,
          રાઓલજી સંપ્રદાય ની સ્થાપના હવે કરી નાખવી છે.પહેલા ચેલા અશોક્મુની બનવાના છે.આપે નામ નોધાવવું હોય તો નોધાવી શકો છો.અસહમતી હેલ્ધી ચર્ચા માં હોય તે સારી નિશાની છે.બધી વાતે સહમત થવું જરૂરી નથી,સાથે સાથે પૂર્વગ્રહો રાખવા પણ યોગ્ય નથી.અસમત હોવાથી ભાવના મરી જવી ના જોઈએ,મિત્રતા મટી જવી નાં જોઈએ.ખુબ આભાર બહેનશ્રી.

          Like

          1. આપના રાઓલજી સંપ્રદાયમાં એકના નામમાં ‘સિંહ’ અને બીજા આપના ચેલાના ફોટામાં ‘વાઘ’. જોડી જામશે. નામ તો નથી નોંધાવવું. હું તો આપના સંપ્રદાયને ક્યારેક ક્યારેક પૂર્વગ્રહો વિનાની, મિત્રતાને આંચ આવવા દીધા વિનાની અસહમતી દર્શાવીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરતી રહીશ અને શક્ય હશે ત્યાં પ્રોત્સાહિત કરી શકીએ તેટલું જ બસ છે. પ્રોત્સહનથી જ આજે અશોકભાઇનો અમૂલ્ય પ્રતિભાવ જાણવા મળ્યો ને? તે માટે અશોકભાઇનો આભાર. મારે તો ચેલા નથી બનવું. પણ મારા પતિએ આપને એકવાર સજેસ્ટ કર્યું જ છે સંપ્રદાય રચવા માટે તો તેઓ જરૂર જોડાશે આપના સંપ્રદાયમાં. તો આપનો સંપ્રદાય ખૂબ જ્ઞાનનો ફેલાવો કરે તેવી મારી મંગલકામના.

            Like

            1. આ વિચાર આવ્યો તે આપના પતિદેવ ની ઓફર ને કારણે.એ વૈજ્ઞાનિક કોમ્પ્યુટર ના ખાં છે.એટલે બે ભુપેન્દ્ર ભેગા થઇ ને નેટ દીક્ષા આપીશું.અમારો વર્લ્ડ માં પ્રથમ નેટ સંપ્રદાય હશે.સિંહ અને વાઘ બહુ રહ્યા નથી.ગણ્યા ગાંઠ્યા જ બચ્યા છે.જોકે સિંહ અને વાઘ ના ટોળાં ના હોય.આપણે ઘેટાઓના ભરવાડ નથી બનવું.અને સિંહ અને વાઘ નો કોઈ ભરવાડ નાં હોય તે પણ સત્ય જ છે.ભુપેન્દ્રભાઈ જોડાશે એટલે એમનું અર્ધું અંગ ઓટોમેટીક જોડાયેલું જ સમજવાનું.

              Like

    2. શ્રી સ્વામી ભુપેન્દ્રપ્રસાદજી મહારાજ નવો સંપ્રદાય રચે તો સરસ ચાલે અને તેમને અનુયાઈઓ પણ ખાસ્સા મળી રહે, કારણ કે તેમના મુખે ( લખાણ) થી સતત જ્ઞાન ની સરવાણી વહે છે, જે અત્યારના આધુનિક સમય પ્રમાણે વૈજ્ઞાનિક તર્ક સાથે હોય છે.

      Like

  5. આજકાલ ઘણા લોકો ધ્યાન ધરતા થઈ ગયા છે અથવા તેવો દાવો કરે છે. સારી વાત છે. તેથી પણ વધારે અગત્યની વાત ધ્યાનના સમય સિવાયના સમયમાં આપણે કેવું વર્તન રાખીએ છીએ તે છે. ધ્યાન તો દિવસમાં થોડા કલાક જ ધરી શકાય. બાકીના સમયનું શું? એવા પણ ‘ધ્યાની’ઓ હોય છે કે વચગાળાના સમયમાં દુષ્કૃત્યો કરતા હોય. તેથી ‘ધ્યાન રાખવા’નું મહત્ત્વ વધારે છે એટલે કે જે કાંઈ કર્મ કરીએ તેમાં ધ્યાન રાખીએ કે તે ઈશ્વરપ્રીત્યર્થે જ કરવાનું છે. કદાચ આપણી મનોવૃત્તિ એવી ધાર્મિક પ્રકારની ન હોય. આપણા સ્વાર્થ માટે જ કર્મ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી બીજાનું હિત ભલે ન થાય પણ અહિત તો ન જ થવું જોઈએ. પરમાર્થનું કામ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી આપણું પોતાનું, આપણા સ્વજનોનું કે ત્રાહિતનું અહિત ન થાય. પ્રત્યેક પળે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઈશ્વરથી આપણી કોઈ પ્રવૃત્તિ અજાણી નથી.

    Like

  6. સરજી,ખૂબ જ અસરકારક આર્ટિકલ

    “‌सदाचार स्त्रोतम्‌”
    આજકાલ ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે.છેલ્લા ત્રણ દિવસથી હું પણ મિત્રોના પગ પર કુહાડી મારવામાં મદદ કરી રહ્યો હતો.ખૂબ જ લાંબો આર્ટિકલ છે. 😉

    Like

    1. આપ પણ કુહાડો મારી જ લો.એમાજ મજા છે.લગ્ન લાકડા ના લાડુ છે.ખાય તે પસ્તાય ને નાં ખાય તે વધારે પસ્તાય.માટે ખાઈ લેવા સારા.ફકરાઓ વચ્ચે જગ્યા રાખી રાખી ને આર્ટીકલ ને લાંબો કર્યો છે.છેતરાઈ gayaa ને?

      Like

  7. શ્રી ભુપેન્દ્રસિંહજી, આગળ ઉપર ફક્ત હળવી મજાક શાથે આપને સાવધાન કરેલા !! (જો કે પ્રતિભાવ હજુ બાકી છે, તેમ લખવાનું રહી ગયું !) જ્યાં સુધી વિષયને (અહીં ’વિષય’ એટલે લેખનો ’વિષય’ સમજવો !!) બરાબર સમજી ના લઉં ત્યાં સુધી ચર્ચા કરવી યોગ્ય ન ગણાય. આપના આ સુંદર અને જ્ઞાનપ્રદ લેખમાં કશું કહેવાનું તો રહેતું જ નથી, પરંતુ સૌને વધુ જાણવા મળશે તેવા ઉદ્દેશથી ’બ્રહ્મચર્ય’ વિષયે થોડી પુરક માહિતી રજુ કરૂં છું. પ્રોત્સાહિત કરવા બદલ મીતાબહેનનો પણ ખાસ આભાર માનું છું.
    શરૂઆત ગાંધીજીથી જ કરીએ તો, ’ગાંધીગીતા’માં બ્રહ્મચર્ય વિશે લખ્યું છે કે; “બ્રહ્મચર્ય એટલે માત્ર જનનેન્દ્રીયનો નિરોધ એવો સાંકડો અર્થ નહીં પરંતુ વિષયમાત્રનો નિરોધ, સર્વ ઇન્દ્રીયોનો નિરોધ, રાગ અને દ્વેષનો નિરોધ. બ્રહ્મનો એક અર્થ છે ’સત્ય’ અને ચર્યા એટલે ’આચાર’ આમ બ્રહ્મચર્યા એટલે ’સત્યનો આચાર’ એવો અર્થ પણ થાય”
    જીવનના ચાર આશ્રમ (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ વિગેરે) માંનો આ પ્રથમ આશ્રમ પણ છે, એટલે વિદ્યાપ્રાપ્તિકાળ દરમિયાન શબ્દાર્થમાં બ્રહ્મચર્યનું પાલન કદાચ ફાયદાકારક હશે; પરંતુ ત્યાર પછીનાં આશ્રમમાં ફક્ત હાલ જે અર્થમાં આને લેવાય છે તે અર્થમાં પ્રાચિનકાળમાં લેવાતું હોય તેવું ધ્યાને નથી. (આપણા લગભગ બધા જ પ્રાચિનઋષિઓ સંસારી રહ્યા છે !)
    વૈદિકકાળમાં ૨૪ થી ૪૮ વર્ષની આયુ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવા બાબતે ઉલ્લેખ છે, જે ખાસ તો વિદ્યાભ્યાસની અનુકુળતા માટે જરૂરી ગણાયુ હશે.
    આપે આપેલું ગુરૂ-ચેલાનું દ્ર્ષ્ટાંત ખુબ સમજવાલાયક લાગ્યું, અને સ્પ્રિંગનો નિયમ તો વિજ્ઞાનસિદ્ધ છે જ.
    અને આટલું લખ્યા પછી બુદ્ધિ આવી કે વધુ લખવાની શું જરૂર છે ! તેના કરતા તો ચાલો ફરી ’ભગવતસિંહજી’નું જ શરણ લઇએ ! જીજ્ઞાસુઓને ત્યાં ભરપુર પુરક માહિતી પ્રાપ્ત થશે. લિંક નીચે આપુ છું. આપનો ખુબ આભાર.
    ( http://ow.ly/1QSsI )

    Like

    1. શ્રી અશોક મુની,
      બહુ સરસ પ્રતિભાવ.ખૂટતી માહિતી અહી મળી જાય.પણ પેલા પહેલા ચેલા બનવાની વાત નું શું થયું?ઓનલાઈન દીક્ષા આપવાનું ચાલુ કરવું છે.હવે નવા આધુનિક જમાના પ્રમાણે નેટ દીક્ષા શરુ કરીએ.ભગવદ ગોમંડળ માં કોઈ માહિતી એ બાબતે હોય તો જણાવશો.
      બીજું મહારાજા ભગવતસિંહ ગાધીજી ના ફેન હતા,અને ખાનગી માં ગાંધીજી ને પોતાની બચત માંથી જરૂરી ચેરીટી પણ કરતા હતા.પણ ગાંધીજી ગોંડલ આવે તો એમની સરભરા નું બીલ ગાંધીજી ને પકડાવી દેતા કે પ્રજા ના પૈસા છે.મફત માં નાં વપરાય.ને ગાંધીજી પણ ખુશ થઇ ને બીલ ચૂકવી આપતા.

      Like

  8. સચોટ લખાણ, ભુપેન્દ્રસિંહજી.

    બ્રહ્મચર્યવ્રતનો ઉલ્લેખ ભગવતીભગવતમાં છે. એ મુજબ, રાત્રીના સમય દરમ્યાન સિવાયના સમયે મૈથુન ના કરવુ એ આ વ્રતનો એક ભાગ છે. દિવસ દરમ્યાન સર્વત્ર પરબ્રહ્મની ધારણા કરવી અને ધ્યાનમાં, પ્રાર્થનામાં સમય ગાળવો.

    આપણા વેદિક ઋષિઓ પરીણીત હતા, પુત્ર/પુત્રી ધરાવતા હતા અને છતાય બ્રહ્મચારી હતા, વેદના રચયિતા હતા. આપણા દરેક પુરાણો અને અમુક ઉપનિષદમાં સ્ત્રીનું કે સમ્ભોગનું જે વર્ણન છે એ આજે તો પ્રતીબન્ધીત થઈ જાય એવુ છે જે આપણા સન્યાસીઓને જ્ઞાત હશે જ એમ માની લેવાને કારણ નથી મળતુ.
    મને એવુ લાગે છે કે જૈનો, બૌધ્ધો અને ખ્રિસ્તીઓના પ્રભાવને કારણે આપણે ત્યાં મૈથુનને વિરોધતા બ્રહ્મચર્યનો અર્થ વ્યાપક બન્યો હશે. ખ્રિસ્તી ધાર્મિકવડાઓ તો હમણા બાળકોના યૌનશોષણને લઈને ઘણા ચર્ચામા છે.

    કૃષ્ણે સ્વાભાવિક વૃત્તીના નિરોધનો વિરોધ કર્યો છે. મનુષ્ય મુળભુત રીતે જે વૃત્તિ ધરાવે એનો વિરોધ કેવો? એ તો પરમાત્મશક્તિનો વિરોધ થયો.

    મારી એક “બૉલ્ડ” કવિતા: http://rutmandal.info/swaranjali/2010/05/15/kreeda/ હું માનુ છુ કે સમ્ભોગ એ પણ યજ્ઞ છે.

    Like

    1. આપની વાત તદ્દન સાચી છે.ગાંધીજી પણ જૈન ધર્મ ના પ્રભાવ ને લીધે બ્રહ્મચર્ય વિષે ખોટા ખયાલો ધરાવતા હતા.સંભોગ એ ક્ષણ માટે સમાધિ જ છે

      Like

  9. ખુબ સાચું કીધું ‘સદાચાર અંદરથી આવશે’. જટીલ કોયડાનો સરળ ઉપાય તમે બતાવ્યો. જો કે તેનો અમલ કરવો -સભાનપણે અમલ કરવો- મુશ્કેલ છે. શરુઆત દંભના ત્યાગથી થઇ શકે.

    Like

    1. શ્રી ભજમન ભાઈ,
      જે સહેલું લાગે તે જ અતિ કઠીન છે.સભાન પાને અમલ જ કઠીન છે.એટલે લોકો બાહ્ય આચાર પર વળી જાય છે.

      Like

  10. બાપુ, આ ’ચેલા’ શબ્દ મને જામતો નથી !! (પેલા અંધેરી નગરી… કાવ્યના ગુરૂ-ચેલા યાદ આવે છે ! એટલે જ ’સાવધાન’ શબ્દ વાપરેલો !!) હા, મને આપના વિદ્યાર્થી થવું ગમશે. આમે હું સદા વિદ્યાર્થી રહેવા સર્જાયેલો છું !
    ચેલો એ ’ચેલવસ્ત્ર’ એટલે કે ભગવાવસ્ત્ર પરથી આવેલો શબ્દ છે. જે કોઇને ભગવા પહેરાવે તેને તેનો ’ચેલો’ કહેવાય. ’ચેલોમુંડવો’ શબ્દનો અર્થ છેતરવું; ઠગવું; ધૂતવું એવો પણ થાય છે ! ચેલાનો અન્ય એક અર્થ ’વિદ્યાર્થે ગુરૂની શાથે રહેનાર’ તેવો પણ થાય છે, બાપુ જેટલા મુંડશો તે બધાને અમેરિકા તેડાવી અને ખવડાવવું – ’પીવડાવવું’ પડશે !!! આ અર્થમાં આપણને વાંધો નથી !!!
    એથી તો ’વિદ્યાર્થી’ અર્થાત, જ્ઞાનના એક ક્ષેત્રને સર કરી બીજામાં પ્રવેશ કરી આગળ વધતા રહી જ્ઞાન માત્રને હસ્તગત કરનાર, એ બરાબર રહેશે.
    તો મિત્રસમ આચાર્ય (શિક્ષક) ભુપેન્દ્રસિંહજીને સ_સ્નેહ વંદનસહ: આભાર.

    Like

    1. મીતા બેન નું કહેવું છે એક સિંહ ને બીજા વાઘ ની જોડી જામશે.મેં જવાબ આપ્યો છે કે વાઘ અને સિંહ ના ટોળાં ના હોય.અને આપણે ઘેટાઓના ભરવાડ થવું નથી.અને વાઘ સિંહ ના કોઈ ભરવાડ હોય નહિ.મેં તો બધું મજાક માં જ લખેલું છે.ભાઈ અમે પણ આપના વિદ્યાર્થી જ છીએ.અમને તો ઘણું બધું આપના પ્રતિભાવ થી જાણવા મળે છે,માટે તો આપના પ્રતિભાવ ની રાહ જોઈએ છીએ.પેલા મીરાં ના પ્રેમ વાળા લેખ માં હજુ પ્રતિભાવ આવ્યો નથી.

      Like

  11. બ્રહ્મચારી એટલે આપણે જે ચીલાચાલુ અર્થ સમજી રહ્યા છે તે નહિ ! બ્રહમ્ચર્ય અર્થાત બ્રહમ એટલે આત્મા અને ચર્ય એટલે શોધક અર્થાત બ્રહમ્ચર્ય એટલે આત્માની શોધ કરવી તે ! જ્યારે આપણે બ્રહ્મ્ચારીનો સ્થુળ અર્થ સમજતા રહીએ છીએ કે જે સ્ત્રી સંગ ના કરે તે બ્રહમ્ચારી ! આપણાં ઋષિ મુનીઓ સંસારી હતા અને સંતાનો પણ હતા ! જ્યાં સુધી આ ઋષિ પ્રથા અસ્તિત્વમાં હતી ત્યાં સુધી કોઈ સેકસ સ્કેંડલમાં આવા આદરણીય ઋષિ મુનીઓ સંડોવાયા હોય તેવું ક્યારે ય સંભળાયું નહિ હતું ! પરંતુ ગુરૂ પ્રથા અસ્તિત્વમાં આવી બાદ આપે જણાવેલ ગુરૂની કાંઢ ઉપરથી આજે પણ સ્ત્રી ઉતરી નથી અને અવાર નવાર આવા સેક્સ સ્કેંડલો પ્રકાશમાં આવે છે અને આવા કહેવાતા/થઈ પડેલા સાધુઓ-સ્વામીઓ-સંતો-મહંતો-ગુરૂઓ અને બાવાઓ વધુ અને વધુ ખુલ્લા પડતા જતા હોવા છતાં કેટલોક જન સમુદાય હજુ પણ અંધશ્રધ્ધાનો ભોગ બનતો રહે છે અને તેનો ગેરલાભ આવા લેભાગુ બાવાઓ લેતા રહે છે અને પોતાના ચમચાઓ દ્વારા બ્રહમ્ચારી હોવાનો પ્રચાર કરતા રહે છે. જો બ્રહમ્ચારી એટલે જેને ક્યારે ય સ્ખલન થયું નથી તેવું સમજમાં હોય તો તે હિમાલય જેવડી ભૂલ છે. મનુષ્યની શારીરીક બંધારણ જ એવું છે કે અમુક સમયને અંતરે સ્ખલન થાય થાય અને થાય જ ! હા શકય છે કે આવા કહેવાતા સંતો/સ્વામીઓ/મહંતો બાવાઓ કે ગુરૂઓએ સ્ત્રી સંગ ના કર્યો હોય પણ સ્ખલન રોકી શકવું તે શકય બનતું નથી. માટે બ્રહમ્ચારી એટલે આત્માની શોધ કરવી તે અને તે માટે જ તમામ શક્તિ કામે લગાડવી જોઈએ ! અસ્તુ !

    Like

  12. “ગાંધીજીએ કામ ને જીતવા ખુબ પ્રયત્નો કરેલા પણ ધ્યાન ના કર્યું,મેડીટેશન ના કર્યું.ડોસા કામ ને જિત્યા વગર જ ચાલ્યા ગયા.”
    સારું જ કર્યું. નકર “મોહનાનંદ” બની પંથ ચાલુ કર્યો હોત. ને આઝાદી બાજુ પર રહી ગઈ હોત. આમે ય કામને જીતવા કરતાં અંગ્રેજોને જીતવાનું વધારે જરૂરી હતું.

    “બાહ્ય સદઆચરણ થી તમે પાખંડી બની જશો,જો સાથે સાથે ધ્યાન નહિ કરોતો.” ધ્યાન ન કરનારા બધા પાખંડી હોય છે? હું ધ્યાન કરતો નથી ને કરવાનો નથી તેથી શું હું પાખંડી છું કે બની જઈશ?

    Like

    1. દેસાઈ સાહેબ,
      આપની વાત સાચી છે.ગાંધીજી રાજકારણી હતા ને સંત બનવાનો પ્રયત્ન કરતા હતા.અંગ્રેજો ને જીતવા ની સાથે સાથે કામ ને જીતવાના પ્રયત્નો જાણીતા છે.દાદા ધ્યાન એટલે હું કોઈ સુપરસ્ટીશન માં માનતો નથી.એક સમજણ,એક એકાગ્રતા,વિચારોની સમગ્રતા,ઊંડા ને લયબદ્ધ શ્વાસ પ્રણાલિકા વિગેરે જેવું.એક મન ની શાંતિ હોવી.માર્શલ આર્ટ ના માસ્ટર્સ પણ ધ્યાન કરતા હોય છે.દાદા સદાચાર એટલે કામ ક્રોધ ને જીતવા ની જે વાતો છે એના માટે મેં લખ્યું છે.દાદા આપ જે કહેતા હસો તે કદાચ મેનર્સ છે.કદાચ હું ખોટો પણ હોઈ શકું.પણ સદાચાર છોડવાની વાત નથી.આપ તો વગર ધ્યાન કરે ધ્યાનસ્થ છો આપને પાખંડી કહેવાનું પાપ મારાથી કેમ થાય?મન ની અંદર શાંતિ ને સમજણ હોય તો ધ્યાન શી જરૂર છે?દાદા હવે તો ગુસ્સો ઉતારો.વહાલા દાદા!!બીજી વાત અમારા રોયલ રાજપૂતોમાં મોટા ભાઈને માનથી દાદાભાઈ કહીએ છીએ,પછી ભાઈ કાઢી નાખીને દાદા કહીએછીએ માટે પાછા ફરી ગુસ્સે નાં થતા કે મને ગ્રાન્ડ ફાધર બનાવી દીધો.

      Like

      1. હું ગુસ્સે થયો જ નહોતો. ફક્ત તમારા લખાણમાં હતી તે વિસંગતતા બતાવવા ધારતો હતો. મારા જેવા કરોડો લોકો ધ્યાન ધર્યા વગર moral અને ethical જીવન જીવે છે તેમના તરફથી બોલ્યા વગર રહી ન શક્યો. અમે આધ્યાત્મિકતાનો દાવો નથી કરતા. પાખંડી કહેવાઈએ? અમને તો નિર્વિચાર કરતા સુવિચાર વધારે ગમે છે.

        હું દાદો છું જ. મારે ત્રણ પૌત્રીઓ છે. મારી ઓળખાણ full-time grand -father તરીકે જ આપું છું. કશું ખોટું નથી લાગ્યું કે ગુસ્સે થયો.

        Like

        1. દાદાભાઈ,
          જે પણ વિસંગતતા હોય તે બેધડક બતાવવાની.હું કોઈ સિદ્ધ હસ્ત લેખક નથી.મારી તો હજારો ભૂલો હોય.સદાચાર ના દંભ કરનારા પાખંડીઓ માટે લખવું પડે.જે લોકો આપે કહ્યુતેમ મોરલ ને એથીકલ જીવન જીવે તેવા લોકો માટે ના લખ્યું હોય.એવા લોકોને માટે અમને ગર્વ છે.કોઈ ધ્યાન ની એમને જરૂર નથી.આ બધા કુદરતી જીવન જીવતા હોય તેમને પાખંડ ની જરૂર જ નાં હોય.અમને પણ મોક્ષ અને નિર્વિચાર કરતા,સુંદર જીવન અને સુવિચાર જ ગમે છે.થેન્ક્સ લોટ

          Like

  13. ખુબ જ સરસ લેખ.. જ્યાં સહમતી હોય ત્યાં ખોટી ચર્ચા ને અવકાશ જ નથી હોતો ..
    બ્રહ્મચર્ય ને લગતી મારા મનમાં જે વ્યાખ્યા કે સમજ હતી એ વધારે મજબુત બની…
    હદયપૂર્વક આભાર…

    Like

  14. ખૂબ સરસ! બધુ સાચું પણ ઉપવાસ ન કરીએ તો ચાલે એ વાત ગળે ઊતરે એવી નથી. કારણ, ઉપવાસ શરીર ચોખ્ખું કરે છે અને તંદુરસ્ત શરીર એ તંદુરસ્ત મન માટેનો અતિઆવશ્યક પાયો છે. આમ, તંદુરસ્ત મન વગર ધ્યાન કરવું અશક્ય છે. મારો ઇરાદો તમારી વિચારધારા નું ખંડન કરવું એ બિલકુલ નથી, આશા છે તમે સમજી શકશો.

    Like

Leave a comment