संभवामि युगे युगे॥ ,,પ્રેરક::–દિશા ગોહિલ,,ફ્લોરીડા…

 संभवामि युगे युगे॥           ,,પ્રેરક::–દિશા ગોહિલ,,ફ્લોરીડા…
           ભગવાન શ્રી કૃષ્ણ અદ્વૈત વાદી હતા,એવું લાગે છે.હુજ ભગવાન છું!મારી શરણ માં આવ!અને પછી મો ખોલી ને આખું વિશ્વ બતાવી દીધું.અહં બ્રહ્માસ્મિ!એટલે જ એવું બોલ્યા હશે કે ‘સંભવામિ યુગે યુગે’.મતલબ જે પણ જન્મે ને સડેલી રાજ્યવ્યવસ્થા કે સડેલા કાનુન કે સમાજ વ્યવસ્થા ને સુધારવાનું કામ કરશે તેનો આત્માં  ને મારા આત્મા માં શું ફરક હોય?સર્વ ખલુ ઇદમ બ્રહ્મ.માટે હું યુગે યુગે જન્મ લઈશ એવું બોલ્યા હશે.અને આપણે એમના અવતરવાની રાહ જોઈ રહ્યા છીએ.એ દિવસ કદી આવવાનો નથી.
           અવતાર ઉપરથી કોઈ મોકલતું નથી કે ટપકાવતું નથી.આપણાં માંથી જ કોઈ સાહસિક વિરલો અન્યાય ને અંધકાર વિરુદ્ધ ઝંડો ઉઠાવે છે.એને પછી આપણે અવતાર માનીએ છીએ.આપણે મુરખો એવું માનીજ શકતા નથી કે આ બધી શક્તિઓ કુદરતે આપણાં માજ મુકેલી છે.એટલે કાળક્રમે દૈવી શક્તિ નું કામ છે એવું માની લઈએ છીએ.કોઈ માની શકશે?એક ડરપોક વાણીયો  હાથ માં લાકડી લઈને અને તે પણ કોઈને માર્યા વગર અંગ્રેજ મહાસત્તા ને ભારત માંથી તગેડી મૂકી શકે?
  
           હરેક યુગે યુગે સડેલી સમાજ વ્યવસ્થા ને ઉખેડી ને ફેંકી દેવા માટે એક મહાક્ષત્રીય(શ્રી કૃષ્ણ) ની જરૂર પડે છે.એક લડાયક રાજનેતા ની જરૂર પડે છે.અગાઉના લેખ માં મેં આ વાત લખેલી જ છે.પણ બુદ્ધિજીવી(બ્રાહ્મણ) ને રાજ્ય કરવા માં રસ ના હોય.એ તમને સુજ આપે સમજ આપે ક્રાંતિકારી વિચારો ને યોજના આપે.પણ અમલ માં મુકવાનું કામ લીડરશીપ (ક્ષત્રીય) જ કરી શકે.કારણ મૂળભૂત રીતે બ્રાહ્મણ અંતરમુખી છે,ઇનટ્રોવર્ટ છે.કાર્લ માર્ક્સ નામનો એક જર્મન બ્રાહ્મણ સામ્યવાદ ના વિચારો લઇ આવ્યો પણ અમલ માં મુકવા ના જઈ શકે.એને માટે લેનિન કે માઓ જેવા ક્ષત્રિયો જ જોઈએ.ભલે ફેઈલ ગયો,પણ હતો ક્રાંતિકારી.એક વખત ની બગડેલી સીસ્ટમ ને ફેંકી દેવા માટે કામ લાગેલો જ ને.
            દરેક સારી સીસ્ટમ સમય જતા સડતી જતી હોય છે.સફરજન ગમે તેટલું ગુણકારી હોય,કાયમ ફ્રીજ માં મૂકી રાખીએ તો પણ સમય જતા બગડી જાય છે,માટે ફેંકી દઈ ને નવું લેવું પડે,ને ખાવું  પડે.રાજાશાહી સારી જ હતી.આખી દુનિયા માં હતી.ચીન માં પણ ભારત ની જેમ પવિત્ર હતી.એક રાજા સારો પાકે ને એનો વારસદાર સારો ના પણ પાકે તો ગરબડ થઇ જાય.સમય જતા રાજાશાહી બગડતી ગઈ.સીસ્ટમ સડતી ગઈ.આખી દુનિયા માંથી ઉખડી ગઈ.
           લોકશાહી આજની નથી ભાઈ.ભારત માં સૌથી પહેલી આવેલી છે ભાઈ.વર્ષો પહેલા,૨૫૦૦ વર્ષ પહેલા હતી.બુદ્ધ ના સમયે શરુ થયેલી.ગણ રાજ્યો કહેવાતા.વૈશાલી નગરી ને રાજ્ય એનું ઉત્તમ ઉદાહરણ હતા.પણ એ જમાના પ્રમાણે યોગ્ય નહિ હોય કે પ્રજા એને લાયક નહિ હોય કે સીસ્ટમ ના ચાલી.પ્રજાનું માનસિક સ્તર બહુ ઊંચું હોય ત્યાજ લોકશાહી ચાલે.હજુ ભારત એના લાયક નથી થયું.પ્રજા એની ફરજો પૂરી રીતે સમજવા ને પાળવા સક્ષમ હોય ત્યાજ લોકશાહી ચાલે.પ્રજામાં એક સ્વયંભુ શિસ્ત હોય ત્યાજ લોકશાહી ચાલે.ભારત એના માટે લાયક જ નથી ને મળી ગઈ છે.ડીટેકટરશીપ પણ એક જાતની રાજાશાહી જ છે.જાતે બની બેઠેલા રાજા,વારસા માં મેળવેલ નહિ.
         સામ્યવાદ ના વિચારો ખોટા નહતા.પણ પ્રજા માં એના માટે પણ બહુ ઉંચી સમજદારી જોઈએ.પણ એનાથી પ્રજામાં કોઈ મહત્વાકાંક્ષા જ ના રહે.બધું સરકારી  હોય તો મહેનત કોણ કરે?વધારે મહેનત કરે એને વધારે જોઈએને?મૂડીવાદ પણ ખોટો નથી.પણ એનાય ગેરફાયદા છે.માઈકલ મુર ની “કેપીટાલીઝમ એ લવસ્ટોરી” નામની ડોક્યુમેન્ટ્રી જોઈ લેજો.એના ગેરફાયદા લઈને આજે અમેરિકા મંદીમાં સપડાયું છે.રોજ બેંકો ઉઠી નથી જતી,ઉઠાડી દેવા માં આવે છે.
  
                યુગે યુગે સડેલી,બગડેલી નકામી થઇ ગયેલી સીસ્ટમ ને ફેંકી દેવા કોઈ ને કોઈએ રાજ્યકર્તા ની જરૂર પડે છે ને એવા વિચારો દેવા ને નવી સીસ્ટમ ની દિશા આપવા માટે,નવી સીસ્ટમ ની સુઝબુઝ દેવા માટે એક મહા બુદ્ધિજીવી ની જરૂર પડે છે.પછી આપણે એમને અવતાર તરીકે ઓળખીએ છીએ.નાના નાના નાયકો ને લોકો ભૂલી જાય છે.પણ કૃષ્ણ જેવા મહા નાયક અમીટ છાપ છોડી જાય છે,ભગવાન બની જાય છે,અવતાર કે મહાવતાર બની  જાય છે.સડેલા રાજ્યકર્તાઓને અને એમની માનસિકતા ને કોઈ મહાક્ષત્રીય વધારે સારી રીતે સમજી શકે એ વાત પણ એટલીજ સાચી છે.એમના કાવાદાવા એમની અંદર નો માણસ વધારે સમજી શકે.માટે  શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા રાજાઓ એ સમયાન્તરે એ કામ કરેલું છે.નિરંકુશ અભિમાની રાવણ ની સીસ્ટમ ને રામે ખતમ કરી. એમણે એક પત્નીનો એક મહાન કોન્સેપ્ટ એ જમાના માં આપેલો.એ સમયે કોઈએ માન્યો નહિ હોય.કદાચ એ જમાના કરતા વધારે સૈકાઓ આગળ નો કોન્સેપ્ટ લોકો ને સમજ માં નહિ આવ્યો હોય.પણ અત્યારે જુઓ આખી દુનિયા માં કાયદો એનો અમલ કરાવે છે.એના ફાયદા રામે હજ્જારો વર્ષ પહેલા જોયા હશે.રામ પૃથ્વી પરના પહેલા મોનોગેમસ હતા. એમના પછી આવેલા મહાનાયક શ્રી કૃષ્ણ પણ પોલીગેમસ હતા.૧૬,ooo  રાણીઓ,ઓછી કહેવાય?
             શ્રી કૃષ્ણ વખતે પણ રાજકર્તાઓની એક આખી ચેનલ બગડેલી હતી.કંસ જરાસંધ અને ઘણા બીજા બધા.એને નાબુદ કરવાનું કૃષ્ણે બીડું ઝડપ્યું.કોઈ લેભાગુ જ્યોતિષીએ કંસ ને ભરમાવી દીધો હશે કે તારી બહેન નો છોકરો જ તને મારી નાખશે.કદાચ દેવકી જોડે કોઈ ખાનગી વેર હશે.એટલે એ સમયે અંધ શ્રદ્ધા ના વાદળો બહુ ઘેરાયેલા હશે.બાકી બહેન ના ભાણીયા  ને કોઈ મારી નાખે ખરા?જરાસંધે એ વખતના ભારત ના લગભગ મોટા ભાગ ના નાના નાના રાજાઓને  કેદ કરી રાખેલા કે મારી નાખેલા.સોળ હજાર સ્ત્રીઓ એ હારેલા રાજાઓ ની પત્નીઓ હતી.એમને યથેચ્છ ભોગવતો હતો.કૃષ્ણે ભીમ ની મદદ વડે એને મરાવ્યો ને પેલી સ્ત્રીઓને મુક્ત કરી.હવે આ  જરાસંધ વડે ભોગવેલ સ્ત્રીઓ ને એમના પતિદેવો ખુદ સ્વીકારવા તૈયાર  નહતા.બધીને કૃષ્ણે સ્વીકારીને સન્માન આપ્યું.તો મુરખો કહેશે કૃષ્ણ ને તો સોળ હજાર રાણીઓ હતી.તો અમે પણ બેચાર રાખીએ તો શું ગુનો?
            મહાભારત વખતે રાજાઓ ખુબજ સ્વછંદી હતા.સ્ત્રીનું  કોઈ માન સન્માન  હતું નહિ,એમનો કોઈ આત્મા જ હતો નહિ..એક વસ્તુ થી વધારે કોઈ મહત્વ જ નાં હતું.ખાલી માતા તરીકે થોડું ઘણું હશે.બાકી કોઈ મુલ્ય નાં હતું.દ્રૌપદી શ્રી કૃષ્ણ ની માનેલી બહેન હતી.છતાં દુ;શાશન એને ભરી સભામાં નગ્ન કરવા  તૈયાર થઈને બેઠો હતો.વડીલો ની હાજરી માં દુર્યોધન એને પોતાની જંઘા પર નગ્ન કરીને બેસાડવા માટે તૈયારી કરી ચુક્યો હતો.કોઈ રોકી શકે તેમ ના હતું.ભીષ્મ જેવા મહારથીઓ પણ નિર્માલ્ય બની ચુક્યા હતા કે પછી દ્રૌપદીને  નગ્ન જોવા ઘરડા વડીલો ઉત્સુક હતા? અન્ન ખાધું છે?તો  દુર્યોધન ને   વધારે ઠપકો આપી શકાય.જેનું અન્ન ખાધું હોય તેનું જો સારું ઈચ્છતા હોય તો વધારે ઠપકો આપી શકાય.એક દુર્યોધન નો ભાઈ વિકર્ણ એણે એકલા એ વિરોધ કર્યો.એણે પણ અન્ન ખાધું  હતું  આ વડીલો ના મોઢામાં મગ ભરેલા હતા?સભાત્યાગ પણ કરી શક્યા હોત.તો બેસી કેમ રહ્યા હતા?ત્યાર પછી થયેલા મહાભારત માં તો ઉછળી ઉછળી ને લડતા હતા.એટલી શક્તિ નહોતી કે ઉભા થઈને વિરોધ માં સભા નો ત્યાગ કરી શકાય? પતિઓ પણ સાવ નિર્માલ્ય હતા.પોતાની પ્રિય પત્ની ને જુગાર માં મૂકી જ કેમ શકાય?ધર્મરાજા અધર્મ ના અવતાર બની ચુક્યા હતા.સ્ત્રી ખાલી ભોગ ભોગવવાનું સાધન માત્ર જ હતી.માટે યુગે યુગે સંભવામિ  ની જરૂર હતી.એક બળવાન  રાજનેતા ની જરૂર હતી.આ સ્વચ્છંદી ઓ ને પાઠ ભણાવવાની  જરૂર હતી.આ લોકો ને નેસ્તો નાબુદ કરવાની જરૂર હતી.ઉખાડી ને ફેંકી દેવાની જરૂર હતી.સારા પણ નીર્માલ્યો  ના કાળજા માં હિંમત ભરવાની જરૂર હતી.એમને પણ પાઠ ભણાવાની જરૂર હતી.આ બુઢ્ઢા થઇ ગયેલા અને નીરંકુશો ને અંકુશ માં રાખી નહિ શકતા વડીલો ને હવે મૃત્યુ ની જરૂર હતી.એમનું હવે કોઈ કામ નાં હતું.ખોટા ભાર વધારી રહ્યા હતા.શ્રી કૃષ્ણ એકલા હાથે બધું ના કરી શકે માટે પાંડવો ના સાથ ની જરૂર હતી.એક મહાભારત ને આખી સડેલી ચેનલ નાબુદ.
            શ્રી કૃષ્ણ મહાક્ષત્રીય હતા.પણ મહા બ્રાહ્મણ જેટલા સક્ષમ પણ હતા.બ્રાહ્મણત્વ અને ક્ષાત્રત્વ નો મહા સંગમ એટલે ભગવાન શ્રી કૃષ્ણ.એટલે આપણે એવું સમજીએ છીએ કે કોઈ દૈવી શક્તિ ઉપરથી ઉતરી હશે.માટે એમને ભગવાન સમજીએ છીએ.ના પણ એ મહામાનવ હતા,મહાનાયક હતા.ભગવાન બરોબર હતા.અદ્વૈત વાદી હતા.માટે એમના વ્યક્તવ્યો માં પોતે ભગવાન હોય તેવી વાતો ની સુગંધ આવતી હતી.પોતે સર્વશક્તિમાન ઈશ્વર છે,”માંમેક્મ શરણમ વ્રજ” એવા અહંકારી વ્યક્તવ્યો એ એમના અદ્વૈત વાદી હોવાનું પ્રમાણ માત્ર હશે.
            સડેલા ને નિર્માલ્ય થઇ ચુકેલા રાજાઓ ને બ્રિટીશરોએ કાબુમાં લઇ લીધા હતા.પરદેશીઓ રાજ  કરવા લાગ્યા હતા.ભારત ની પ્રજા નું કોઈ વજૂદ જ રહ્યું નાં હતું.માટે એક ડરપોક વાણીયો ભણવા ગયો ઇંગ્લેન્ડ અને પછી બન્યો બહાદુર,પછી ક્ષત્રીય.બન્યો રાજનેતા અને નવા આઈડિયા ને નવા વિચારો લઈને આવ્યો.વગર લડાઈ એ વગર મહાભારતે હાંકી કાઢ્યા અંગ્રેજોને.એ કોઈ ઓછી સિદ્ધી ના કહેવાય.૨૫૦૦ વર્ષ પહેલા વપરાયેલી લોકશાહી ને પુનર્જીવિત કરી.પણ પ્રજા માં શિસ્ત નથી.પ્રજામાં દેશ માટે બલિદાન ની ભાવના નથી.પ્રજા ધર્મ માટે બલિદાનો આપશે,પણ દેશ ની કોઈ પડી નથી.લોકશાહી માં પ્રોબ્લેમ છે.કોઈ ને કશું કહેવાય નહિ.૨૫૦૦૦ કરતા પણ વધારે સાંપ્રદાયિક ઉધઈ ભારત ને કોરી ખાઈ રહી છે.એક મહાન સૌથી પુરાણી સંસ્કૃતિ ને કોરી રહી છે.૫૦ લાખ સાધુઓ!!!અધધ!!!૫૦ લાખ ભીખારીઓ દેશ ને વધારે ભિખારી બનાવી રહ્યા છે.અનપ્રોડક્ટીવ ૫૦ લાખ દેશ ની ઈકોનોમી બગાડી રહ્યા છે.એમના ભોજન,ચરસ,ગાંજા  ને બીડી નો ખર્ચ પ્રજા ને માથે છે.પ્રજા કાયર બની ચુકી છે.સર્વાંઇવલ ના નિયમ મુજબ કમજોર સજીવ એની વસ્તી ખુબ વધારે માટે સર્વાઈવ થઇ જવાય.ભારતીય લોકો ના પ્રજનન તંત્રો આ કુદરત ના નિયમ મુજબ અતિ સક્રિય થઇ ગયા છે.વસ્તી કુદકે ને ભૂસકે  વધી રહી છે.કોઈ કાબુ નથી.રોજ લોકો મરી રહ્યા છે. માઓવાદીઓ આવી રહ્યા છે.રાજકર્તાઓ કમજોર ને કાયર પ્રજા માંથી જ ચૂંટાતા હોવાથી એમનામાં કોઈ પાણી નથી.ગમેતે લોકો ચૂંટાઈ આવે છે.અસલ  ક્ષત્રિયો જેવી સખ્તાઈ નથી.દંડ દઈ શકવાની હિંમત નથી.
            હવે ખાસ જરૂર છે એક શ્રી કૃષ્ણ ની,એક મહા ક્ષત્રીય ની,એક દંડ દઈ શકે એવા દંડ નાયક ની.ભગવાં કપડા માં છુપાએલા નિત્યાનંદો ને સજા આપે અને નિષ્ક્રિય થઇ થઇ ને દેશ ને માથે,પ્રજા ને માથે બોજ બની બેઠેલા સાધુઓની જમાત ને ઉખેડી નાખે તેવા ક્રાંતિકારી ની.એક નવી સીસ્ટમ ને શોધી ને સ્થાપિત કરે તેવા અવતાર ની. ગયા તે કદી પાછા આવતા નથી.એ કોઈ આપણાં માનો જ હશે.એને જ કહેવાય સજ્જન પ્રજાની રક્ષા માટે,સાચા ધર્મ ની સ્થાપના માટે સંભવામિ યુગે યુગે.
      નોંધ-મારા લેખોમાં પ્રેરક કે પ્રેરણા આપનાર નું નામ લખું છું કે એ વ્યક્તિઓ એ મને કોઈ વિષય સૂચવ્યો હોય છે.એમના પ્રત્યે આભાર ની લાગણી દર્શાવું છું.લેખ મારો લખેલો હોય જે હમેશ ની જેમ વિવાદાસ્પદ વિધાનો થી ભરેલો હોય છે.એમાં પ્રેરક નું કોઈ યોગદાન હોતું નથી,માટે મારા વિવાદાસ્પદ લખાણો માટે પ્રેરણા આપનાર ને દોષી માનવા નહિ કે દોષ દેવો નહિ.એટલી અમારી વિનંતી છે. 

36 thoughts on “संभवामि युगे युगे॥ ,,પ્રેરક::–દિશા ગોહિલ,,ફ્લોરીડા…”

 1. સરસ લેખ. અહં બ્રહ્માસ્મિ અને સંભવામિ યુગે યુગેનો અર્થ પણ સરસ.

  Like

 2. શ્રી ભુપેન્દ્રસિંહજી, ફક્ત એક પ્રશ્ન !! ગબ્બરસિંઘની ભાષામાં !! ’ બાપુ ! કૌન સી ચક્કી કા આટા ખાતે હો’ ??
  संभवामि युगे युगे॥ ની આ વ્યાખ્યા બુદ્ધિગમ્ય લાગી, સચોટ તર્ક.
  સત્ય પોતાના પક્ષે જ છે તેની સંપૂર્ણ ખાત્રી હોય તો જ કહી શકાય કે: सर्वधर्मान् परित्यज्य मामेकम् शरणं व्रज। अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः॥१८-६६॥
  બાકી તો કહેવું પડે કે : અમે હોમ-હવન કરાવી દઇએ, અમે ગ્રહ-નક્ષત્રોને શાંત કરાવીએ, અમે તમારા વતી પ્રાર્થનાઓ કરાવીએ, તમે આટલા આટલા વિધીવિધાન કરો, જાત્રાઓ કરો, માનતાઓ કરો, (અમારાં ગજવા પણ ભરો !!) બાકી બધું તો ’ઉપરવાળા’ની ઇચ્છા પર નિર્ભર છે !!
  ’હું તો મહેનત કરી આપું (તમારા જોખમે !!) કામ થવું ન થવું ઇશ્વર ઇચ્છા’ આમ કહેનાર કાંતો ધુતારો છે કાંતો ’સાચો અશ્રદ્ધાળુ’ છે ! એક ’મોહન’ની વાત તો આપે સમજાવી જ, બીજા ’મોહને’ પણ એમ જ કર્યું ને ! ગુલામીમાંથી મુક્ત થવાનો માર્ગ દર્શાવતા કંઇ એમ ન કહ્યું કે તમે ’સત્યાગ્રહ, અસહકાર’ જેવા આંદોલન કરો, સ્વતંત્રતા તો ઇશ્વરૈચ્છા હશે તો મળશે !! તેમણે પણ અહંકારયુક્ત ઉદ્‌ઘોષણા જ કરેલી કે ’કાગડા કુતરાના મોતે મરીશ, પણ સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા વીના આશ્રમમાં પાછો ફરીશ નહીં’ અને આવતી પેઢીઓ જોશે કે આ ’મોહન’ પણ ઇશ્વરના અવતાર તરીકે પૂજાશે !!! (ફરી એક વખત સંભવામિ યુગે યુગે…) અને આઇન્સ્ટાઇનનાં સુવિખ્યાત અવતરણ મુજબ ’લોકો કોઇ માનશે નહીં કે આવો કોઇ જણ આ પૃથ્વીના પટ પર સદેહે ભમ્યો પણ હશે’ !
  બાકી કૃષ્ણે પણ, કોઇ ચમત્કાર વિના પણ, ” सत्यमेव जयते ” એ એક સુત્ર સાબીત કરવા સિવાય કોઇ ચમત્કાર કર્યો નથી. (આ વાક્ય બે વખત વાંચવા વિનંતી)
  સ_રસ અને ઉમદા વિચારયુક્ત લેખ બદલ ધન્યવાદ.

  Like

  1. શ્રી અશોકભાઈ,
   ભાઈ આ મોહન તો ઘણો કાબો નીકળ્યો.કોઈ તો મારવાના આઈડિયા લઇ ને આવે,આતો માર ખાવાના આઈડિયા લઇ ને આવ્યો.એકદમ નવા વિચારો કે મારો અમને ક્યા સુધી મારશો? પણ જાવ અહીંથી.વળી આ મોહન નું સંમોહન એવું હતું કે લોકો માર ખાવા તૈયાર થઇ જતા.કોઈ મારી ને ભગાડે,અહી તો માર ખાઈ ને ભગાડ્યા.ભાઈ દુખ એ વાત નું થયું કે મારી કંપની માં એક ઇન્ડોનેશિયન કામ કરે તેણે એક વખત વાત કાઢી કે મહાત્મા ગાંધી ગુડ મેન,ત્યારે બીજા મિત્રોએ ગાંધીજી ની બેહુદી,ગંદી મજાક કરી.પણ પેલો માને નહિ.એ કહે ના ગાંધી ગુડ મેન.પછી મેં એને સમજાવ્યું કે ગાંધી ગુડ નહિ બેસ્ટ મેન હતા,વિધાઉટ ફાઈટીંગ,નો વોર બ્રીટીશર ગોન.એ કહે નો પિસ્તોલ?મેં કહ્યું નો પિસ્તોલ.એ ખુશ થયો.એને ઈંગ્લીશ ના આવડે એટલે છૂટક શબ્દો માં વાતો કરી લે.પણ આપણાં જ ભાઈઓ ગાંધી ને ગાળો દે ત્યારે ખુબ દુખ થાય.ભાઈ અમેરિકા માં ફક્ત બેજ ભારતીયો ને લોકો ઓળખે છે.એક છે ગાંધી ને બીજા છે સ્વામી વિવેકાનંદ.બાકી કોઈને કોઈ ઓળખાતું નથી.અહી ન્યુઝ ચેનલો પર ડીબેટ ચાલતી હોય ત્યારે સેંકડો વાર મેં ધોળિયા પત્રકારો ના મોઢે સાંભળ્યું છે કે ગાંધી આમ કહેતા હતા કે તેમ કહેતા હતા.ત્યારે ગર્વ થાય.
   બીજું કોઈ ટેલીપથી લાગે છે.મને થતું હતું કે અશોક ભાઈ એવું ના પૂછે તો સારું કે શું ખાવ છો?અને આજે પૂછી નાખ્યું.બધા ખાય તેજ ખાઉં છું ભાઈ.અમેરિકન ફૂડ ના ભાવે.ભારતીય ખોરાક જ ભાવે.તીખું ખાવા બહુ જોઈએ.તીખા મરચા કાચા ચાવી જાઉં.ભલે પસીના ના રેલા ઉતરે પણ ખાવા તો તીખું જ જોઈએ.વિટામીન સી મરચા માં બહુ હોય.બે કેપ્સીકમ મરચામાં ત્રણ ઓરેન્જ જેટલું વિટામીન સી હોય.તીખું ખાવા થી બ્લડ સર્ક્યુલેશન વધી જાય,માણસ એક્ટીવ રહે,લોહી પાતળું રહે.હાર્ટ ની ઘણી દવાઓ માં મરચા માંથી મેળવેલ તત્વો વપરાય છે.

   Like

   1. જામશે લ્યો ! મરચાં અને મરી (black pepper) મારા પણ પ્રિય, જો કે શાથે મિષ્ટાન્ન પણ ભરપુર ખાઉં છું, મારા ડોક્ટર તો એ સંશોધન કરે છે કે મને હજુ મધુપ્રમેહ કેમ નથી થયો !! ગાંધીજી વિશે આપના અને મુ. યશવંતભાઇના વિચારો જાણી ખરે જ આનંદ થયો. મેં મારો બ્લોગ લખવાની શરૂઆત ગાંધીજીની આત્મકથાથી કરેલી. (http://wp.me/pKKId-o) હજુ તો ૬૦ વર્ષ માંડ થયા છે ત્યાં આજે ગાંધી સમજાતો નથી, ત્યારે પાંચ હજાર વર્ષ પહેલાનો કૃષ્ણ ક્યાંથી સમજાય !! જો કે આવનારી પેઢીઓ બંન્ને ’મોહન’ને આપણા કરતા વધુ સારી રીતે સમજી અને અનુસરી શકસે તેવી આશા છે, કારણ કે નવી પેઢીમાં ફક્ત આંધળો ભક્તિભાવ નહીં પણ તર્કસંગત સમજણ વિકસેલી હશે. આભાર.

    Like

    1. ભાઈ આપના જીન્સ માં નહિ હોય કે મધુપ્રમેહ થાય.માટે ગમે તેટલું ગળ્યું ખાવ કઈ નહિ થાય.મને ગળ્યું ભાવે પણ ઓછું ફાવે.બહુ ના ખાઉં.જોકે અતિશય તીખું ખાવા ની ડોકટર ના પાડે છે.

     Like

 3. ક્ષમા કરશો, આ બે ’મોહન’ની વાતમાં ત્રીજા ’મોહન’ ભુલાઇ ગયા !! ત્રીજા ’(મન)મોહન’ ને પણ “परित्राणाय साधुनाम, विनाशाय च दुष्कृताम्” નું જ્ઞાન જલ્દી થાય તેવી આશા રાખીએ !!! જેથી વળી કોઇએ ’અવતાર’ લેવાનું કષ્ટ ન કરવું પડે !! આભાર.

  Like

  1. શ્રી અશોકભાઈ,
   આ ત્રીજા મનમોહન નો એક પ્રોબ્લેમ છે.છે તો બુદ્ધિજીવી અને છે અંતર્મુખી,ખોટો ચડી બેઠો છે ગાદી પર.રાજનેતા બનવા માટે ની સખ્તાઈ નો અભાવ છે.દંડ દેવા માટે ઢીલો પડે ને બીજા નો દોરવ્યો ચાલે છે.સરદારજી આવો ના હોય.ગુરુ ગોવિંદસિંહ તો એવું કહેતા હતા કે લાખ ની સામે એક લડાવું,

   Like

 4. કોઇકવાર સંજોગોવશાત ચલાવી લેવો પડે. અને આને અમારી અમુક વાતની અસહમતીના કારણરૂપ ના માનતા. થોડા સમય બાદ આપ કંટાળી જાઓ એવા લાંબા પ્રતિભાવો આપીશું.

  Like

 5. Wonderful Uncle. I enjoyed reading this one. I like all explanations and specially the concept of Mahakshatria+Mahabrhamin. Buddhi+Shaurya….that’s the only solution which can remove weaknesses of any system. And i think nowdays we Indians only concentrate on the brainpower…..We never encourage our kids to join Armed Forces….we always encourage them to take a science line and to be a Doctor or Computer Engineer. That is the reason we have lots and lots of brains but do not have braves anymore. Hope to have one Krishna among one of us.

  Like

  1. દીકરા!!બહુ ઉત્તમ વાત કરી.શૌર્ય પ્રજામાં રહ્યું જ નથી.એક સરદારજી ને ગુરખા સિવાય ઘર માંથી કોઈ ના ઈચ્છે કે દીકરો આર્મી માં જાય.બહાર કશું થાય તો માતા તરત રોકશે બહાર ના જઈશ.પ્રજા નમાલી થઇ ગઈ છે.ગુરુઓ હિંદુ ધર્મ ને અહિંસક અહિંસક કહી ને વધારે નમાલી બનાવી રહ્યા છે.ક્રોધ ના કરાય પાપ લાગે.સદાચાર ની વાતો કરી કરી ને લોકો ને કાયર બનાવી દીધા છે.ટીલાં ટપકાં ને બેવકૂફ કથા વાર્તાઓ માં દેશ ની યુવાની ખતમ ગઈ છે.શૌર્ય વગર ની પ્રજા હમેશા માર ખાય ને ગુલામ બની રહે.દીકરી આપ બહાદુર છો માટે આવું વિચારી શકો છો.ધન્યવાદ સાથે આભાર.

   Like

 6. ગાંધીજીને ગાળો દેવી એ બહાદુરી ગણાય છે. ગાંધીજીની વાતોમાં ભરોસો વ્યકત કરવો એ કાયરતા ગણાય છે. એમના તમામ વિચારો આજની તારીખે કદાચ અમલમાં મૂકવા જેવા ન પણ હોય. પણ કેટલાક ઝનૂની ધાર્મિક નેતાઓ એમને વગોવીને તાળીઓ પડાવે ત્યારે કહેવાનું મન થાય કે: તમે ભલે માર ખાવા તૈયાર નથી પણ મારવા તો તૈયાર છોને? તો એકાદ ગદ્દારને મારી બતાવો તો સાચા ભડવીર!
  એવું નહીં કરી શકે. એ લોકો માત્ર જનતાને ભડકાવી શકે. જેને વિશ્વ માનતું હોય એને આપણે કોડીના કરી નાખીએ છીએ. એમ થવાનું કારણ કદાચ ગાંધીજીના નામે ચરી ખનારાઓ જ છે. આઝાદી પછીના વર્ષોમાં એ લોકોએ ગાંધીજીનું નામ એટલું તો વટાવી ખાધું છે કે લોકોને નફરત થઈ ગઈ.
  અને ગાંધીજી માનવ તરીકે પૂજાય એ જ બરાબર છે. ભગવાન તરીકે એમની પૂજા થવા માંડશે તો વળી ભવિષ્યમાં એમના મંદિરો બનશે, એમના ચમત્કારોની ચોપડીઓ વેચાશે. માદળિયા વેચાશે!!!

  Like

  1. શ્રી યશવંત ભાઈ,
   આપની વાત સાચી છે.મેં અશોકભાઈ ના પ્રતિભાવ નીચે લખેલું છે,એનો સુર આપના જેવો છે.ભાઈ મારીને સૌ ભગાડે,પણ માર ખાઈને ભગાડે તેનું નામ મહાત્મા.ભાઈ ગાંધી ના નામ થી ભારત ઓળખાય છે,બીજા કોઈના નામ થી નહિ.ભાઈ એનો ગર્વ હોવો જોઈએ.એમને ગાળ દેવાવાળા ને ગોળી દેવાનું મન મને તો થાય છે.એમની અમુક વાતો થી ભલે અસહમત હોઈએ,પણ એમની મહાનતા સ્વીકારવા માં કોઈ નાનમ ના હોય.

   Like

 7. આપના વિષય માં જે ધાર સજાવેલી હમેશ જોવા મળી તે ખુબજ પ્રસંસનીય છે, બંને મોહન ની વાસ્તવિકતા ને સચોટ રીતે સમજાવવા કોશિશ કરેલ છે, હકીક્ત એ છે કે બંને મોહને પોતાના માથા સાટે માલ મેળવ્યો હતો., જે પોતા માટે નહિ પરંતુ લોક કલ્યાણ માટે હતો અને આજના આ સમાજને અન્યના/બીજાના માથા સાટે માલ જોયે છે. હાઈબ્રીડ ના સમયનું ભાન આ નિર્માલ્ય પ્રજા ઉત્પત્તિ જ દ્વારા જ અનુભવી શકીયે છે કે આ પ્રજા માં બજી કઈ અપેક્ષા રાખી શકાઈ ?
  આવા વાસ્તવિકતાને દર્શાવતા વિચારો કોઈ સમયે જરૂર તેનું કાર્ય કરશે જ કદાચ સમય વધુ પણ લે ખરા!? પરંતુ તે જાગૃતિ જરૂર લાવશે જ.
  અબિનંદન

  Like

 8. Smoke and mirrors!
  આપણને ગળથુથીમાં મળેલા શ્રદ્ધા-ભક્તિ રૂપી હિરણ્યમય પાત્રને ખસેડીને જોઈએ તો સત્ય સ્પષ્ટ દેખાય છે કે કૃષ્ણના ઉપદેશથી ભારતને ઘણી હાની પહોચી છે.
  કૃષ્ણ એ સર્જેલી જ્ઞાતિપ્રથાથી આપણી બહુમતી પ્રજા ભારતના રક્ષણની જવાબદારીમાંથી મુક્ત થઇ ગઈ. “ધર્મ્યાદ્ધી યુદ્ધાત શ્રેયો અન્યત સર્વાનામ મનુષ્યાનામ ન વિદ્યતે” એમ કહેવાને બદલે “ધર્મ્યાદ્ધી યુદ્ધાત શ્રેયો અન્યત ક્ષત્રિયશ્ય ન વિદ્યતે” એમ કહ્યું તેની બહુ ખરાબ અસર આપણા પર થઇ.
  “સુખેદુઃખે સામે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ” કહેવાથી આપણી killer instinct જ મરી ગઈ.
  “સમ: શત્રૌ ચ મિત્રે” કહીને તો દાટ જ વાળ્યો.
  ગુણથી તેમજ કર્મથી ક્ષત્રિય એવા સુર્યપુત્રને સુતપુત્ર ગણી તેને ઘણા અન્યાય, અપમાન અને છેતરપિંડીનો ભોગ બનાવવાથી ભારતનું કે સનાતન ધર્મનું શું ભલું કર્યું?

  Like

 9. ઈશ્વર કંઈ બે યુગો વચ્ચે નિષ્ક્રિય રહેતો હશે? ધર્મ જો સનાતન હોય તો ઈશ્વર પણ સનાતન ન હોવો જોઈએ? કૃષ્ણ પછી બીજો અવતાર થયો નથી તેનો અર્થ એવો ખરો કે છેલ્લા ૩૦૦૦ વર્ષોમાં ધર્મની ગ્લાનિ અને અધર્મનું અભ્યુત્થાન થયું નથી?

  “સર્વ પાપેભ્યો મોક્ષયિશ્યે’ કહેલું તો પછી અર્જુનને સ્વર્ગમાં સદેહે પ્રવેશ કેમ ન મળ્યો? તેને મૂરખ જ બનાવેલો કે શું?
  ૫૦ લાખ સાધુઓ બધા, આખી જીંદગી કશું જ સ્વધન કમાયા વગર જીવનાર, કૃષ્ણભક્ત નરસિંહ મહેતાના માનસપુત્રો છે.
  પત્નીને અત્યંત અન્યાય કરનારને દીકરી દેવા કોઈ બાપ તૈયાર ના થાય કે કોઈ કન્યા પરણવા ન માંગે તેથી રામે ન છુટકે પણ એક પત્નીવ્રત સ્વીકાર્યું હોવું જોઈએ. વળી પિતાશ્રીના બહુપત્નીત્વથી દાઝેલા હોઈ બીજી વાર પરણતા ખચકાયા હશે,

  Like

  1. કોઈ અવતાર ઉપરથી ટપકતા નથી.કોઈ ધર્મ સાનાતન નથી.હિંદુ ધર્મ પણ બદલાઈ ચુક્યો છે.વેદોમાં બ્રાહ્મણો,દેવો ના બીફ ઇટીંગ ના અને ભયાનક માંસાહારી ના અગણિત શ્લોકો છે,અને આજે બીફ તો ઠીક સામાન્ય માંસ નો વિરોધ આજનો હિંદુ કરે છે.દરેક યુગે ધર્મ બદલાઈ જતો હોય છે. બાવાઓના ધર્મ ની ગ્લાની થતી હશે કદાચ.મૃત્યુ પછી રીસાઈકલ જ થવું પડે,કોઈ સ્વર્ગ માં નાં જાય.નિષ્ક્રિય સાધુ સંસ્થા નું હનન કરવું જ પડશે,નહિ તો દેશ બરબાદ થવાનો છે.પિતા ના પોલીગેમી થી દાઝેલા શ્રી રામે મોનોગેમી અપનાવી હશે તે પણ શક્ય છે.

   Like

   1. કહે છે કે ગીતાનું જ્ઞાન મળ્યું તે પહેલા અર્જુન પણ સદેહે સ્વર્ગમાં ગયો હતો અને ઉર્વશીને નકારી આવ્યો હતો તેમજ યુધિષ્ઠિર સદેહે સ્વર્ગમાં ગયા હતા. મરતાં મરતાં અર્જુને મોટાભાઈને પૂછેલું કે “મારું મરણ કેમ થઇ રહ્યું છે?”. જવાબમાં તેમણે અર્જુનને તેનું કશું પાપ બતાવ્યું હતું. એટલે કે “અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિશ્યે” એમ કહીને કૃષ્ણે તેનું પાલન નહોતું કર્યું.

    Like

    1. દાદા,
     સત્યાર્થ પ્રકાશ માં સ્વામી દયાનંદે લખેલું છે કે ઓલો છપૈયા વાળો ધુતારો પણ સદેહે સ્વર્ગ માં બધા સૌરાષ્ટ્ર ના અભણ ભક્તોને મોકલતો હતો.કઈ રીતે?એમની પ્રાયવેટ જગ્યા માં એક ગુપ્ત ઊંડો અંધારિયો કુવો બનાવેલો.પછી ભક્તો ને કહેતો કે તમારું સદેહે સ્વર્ગ માં જવાનું ગોઠવાઈ ગયું છે.પછી પેલા મૂરખ ને એ કુવા માં ધકેલી દેવાતો.સદેહે ગયો હોય એટલે કોઈ પુરાવા માંગે નહિ.શ્રી હરિ પ્રગટ થયેલા.સાલા ક્રીમીનલ્સ યુપી થી આવીને અહી ફાવી ગયા.આજે તો એમનો પંથ ક્યા પહોચી ગયો છે એ સૌ જાણે છે.પાપ અને પુણ્ય કશું હોતું નથી.આ સ્વર્ગ માં ગયેલા એટલે અમેરિકા ફરવા આવ્યા હશે.ભાઈ ખોટી વાતો કૃષ્ણ ના નામે ચડાવી દેતા વાર કેટલી.એમનું નામ દઈ દો તો પછી કોઈ શંકા ના કરે,ને ધંધો આગળ ચાલ્યા કરે.

     Like

 10. આ વિષય પર ‘લખવું’ મારે માટે ‘ભારે’ કામ. વાંચવું પણ થોડું ભારે પડયું. ચાલી રહેલી ચર્ચાએ ‘સમજણ’ ઉભી કરી. ઇતિહાસ (૫૦૦૦ વર્ષ પૂર્વે ) થી વર્તમાન સૂધી અનેક જીવ, જીવાત્મા, મહાત્મા કે પરમાત્મા આ ધરતી પર યુગે યુગે જરૂર પડયા પ્રમાણે અવતરી ચૂક્યા છે ના પ્રમાણ ( પ્રમાણિત હશે જ. )ને આધારે તેમને સમયના તેમણે વ્યક્ત કરેલા વીચારોની વણસુકાયેલી નદી આજે પણ પૂરબહાર વહી રહી છે. શ્રધ્ધા કે અંશ્રધ્ધા હોય કે પછી ધાર્મિકતા કે અધાર્મિકતા હોય. સ્પષ્ટતા તો પાયામાં રહેલી છે. એટલે જેઓ ‘આવા’ વીચાર કે મુદ્દા અંગે ‘સ્પષ્ટતા’ કેળવી શકયા છે તેઓ તેને ‘વર્તમાન’ સાથે જોડીને ‘જીવે’ છે બાકીના ‘આવા’ વીચાર કે મુદ્દા અંગે ‘સ્પષ્ટતા’ વગર ‘વર્તમાન’માં ‘વાતો’ જ કરે છે. સુધારાની વાત કરવી અને સુધારો કરવો બન્નેમાં ફેર છે. પહેલું પગથિયું અને બીજા પગથિયા જેટલો. ગાંધીજીએ ‘સુધારો’ કરી બતાવ્યો. ‘સુધારો’ કરવાની ‘રીત’ ‘વાતો’ કર્યા વગર ‘જીવી’ બતાવી. દરેક ગર્ભવતી સ્ત્રી ઇચ્છે છે કે તેની કૂખે રામ, કૃષ્ણ, શિવાજી, વિવેકાનંદ, શિવાજી, …. ( દિકરો થઇને આવે.) .. દિકરીની કલ્પનામાં મેં હજુ સુધી કોઇ બહેનને રાધા, મીરાં કે લક્ષ્મીબાઇના સ્વપના જોતી જોઇ નથી. કૂવામાં હોય તો … પોતાના ‘ગર્ભ’ અને ‘આશય’ને કૌશલ્યા, દેવકી, ભુવનેશ્વરી કે જીજામાતા જેવો કરવાની તૈયારી કે જાણકારી વગર જનેતા જે જણે તે તો ‘બાળક’ જ જન્મે ને ? પોતાના પતિમાં દશરથ, વસુદેવ, વિશ્વનાથ કે .. (શિવાજીના પિતાનું નામ અત્યારે યાદ નથી આવતું) જેવા પિતૃતત્વો પણ એટલા જ આવશ્યક છે. હવે મુદ્દાની વાત, કરમચંદ અને પુતળીબાઇએ જણેલા સંતાનોમાંથી ફક્ત મોહન જ … .. બેરીસ્ટર, બાપુ અને મહાત્મા. એવું કેમ ? સોનોગ્રાફી થી લઇને ડીએનએ જેવા ટેસ્ટ તો હવે થાય છે. પહેલા ક્યાં એ બધું હતું. તો ? અસંખ્ય વીચારોનું એકધારુ આક્રમણ થતું હોય ત્યારે તેમાંનો જે એક વીચાર જે ક્ષણે અમલમાં મુકાઇ જાય ત્યારે પેદા થતા પરિણામ .. વિસ્મયજનક જ હોય. ઇતિહાસમાંથી મહાભારત, રામાયણમાં એવા અનેક ઉદાહરણ મળી આવશે. વર્તમાનમાં આજના સમયમાં પણ આવા અનેક ઉદાહરણ મળી જ રહે છે. તો સમય થંભી ગયો છે ? યુગ એનો એ જ છે .. પ્રજા બદલાતી ગઇ છે ? યુગ બદલાય છે .. પ્રજા સ્વરૂપ બદલતી ગઇ છે ? અને જો બદલાવ દેખાતો હોય તો સ્વાભાવિક છે કે જે છે તે ‘સ્થિતિ’ / ‘વ્યક્તિ’ યા તો સુધરે છે અથવા બગડે છે. એટલે કે તેને કોઇ સુધારે છે તો કોઇ બગાડે છે … બાકીના બ્લોગ પર લખે છે .. લખતા રહે છે .. વાંચે છે વાંચતા રહે છે .. કોમેન્ટ લખે છે .. વળી તેની પર પણ વાતો કરતાં રહે છે … અત્યારે આપણે શું કરીએ છીએ ?? !!!!

  ( રાઉલજી, આત્મીયતા હોય તો જ તેજાબી જામ ઠલવાય ).

  એક આડવાત –

  હાલમાં જ પૂરી થવા આવેલી લગ્નસરામાં મે ૫૦ જેટલા નવદંપતિને મારા આગામી નિ:શુલ્ક કાર્યક્રમ ‘ગર્ભસંસ્કાર’ ની તાલીમ માટે તૈયાર કર્યા છે. હવે જોઇએ ‘ઝટપટ’ના આ જમાનામાં કેટલાનો સંઘ કાશીએ પહોંચે છે.

  Like

  1. અખિલ ભાઈ
   ખરું કામ તો આપ કરોછો.અમે ફક્ત લખી જાણીએ.આપ તો પ્રેક્ટીકલ અને સરાહનીય કામ કરો છો.બે તેજાબ ભેગા થાય છે હો!લોકો ભાગી નાં જાય ભલા.

   Like

   1. ભૂપેન્દ્રસિંહજી,

    કામ તો એની મેળે દિમાગ અને દિલના સમન્વયથી થયા કરે છે. લોકોમાં ઓછી થતી જતી સંવેદનાઓ, પાતળા થતા જતા સંબંધો અને ખૂટી પડતી ધીરજને કોઇ રીતે બચાવી શકાય એમ છે ? ટીનએજર અને યુવાનોમાં આત્મહત્યા, ડીપ્રેશન, ડાયવોર્સ અને એવા પ્રકારના કિસ્સા વધી રહ્યા છે.
    બ્લોગ જગતમાં ડાહી દાહી વાતો લખનારા, કે કોપી કરનારા, સૌને મેં આમંત્રણ આપ્યું છે કે, આ સમસ્યા દૂર કરવા જરૂરી એવું પ્રેરકબળ અને જીવનજીવવાની દિશા આપી શકે તેવું સાદી, સરળ, સહેલી, સમજાઇ જાય તેવી અલંકાર વગરની ભાષામાં લખી મોકલો, અવાજમાં રેકોર્ડ કરી મોકલો, વિડીયો મોકલો પણ ….. મને હજુ સુધી એક પણ પ્રત્યુત્તર મળ્યો નથી. …. ખરેખર, બધા ભાગી જ ગયા લાગે છે.

    Like

    1. અખિલ ભાઈ,
     ડાહી ડાહી વાતો કરવામાં અમે પણ શુરા છીએ.પણ અવાજ ની દુનિયા ના જાદુગર તો આપ છો,અમારું કામ નહિ.બીજું આખું પુસ્તક લખવું હોય છે એ બધું એકાદ લેખ માં સમાવી લઈએ છીએ.માટે લાંબુ લાગે છે.આમ તો વાચકોનું કહેવું છે કે અમારી ભાષા ને શૈલી સરળ છે.શાહ સાહેબો ને ભટ્ટ સાહેબો જેવી અઘરી નથી.આપને યોગ્ય લાગે તો અમારા લેખ ના ઉપયોગ કરી શકો છો.કેલીફોર્નીયા થી એક શાહ સાહેબે બધા લેખો ને પ્રિન્ટ કરી ને ત્યાના વડીલો ના ત્રણ ગ્રુપ માં વહેચવાની પરમીશન માંગેલી.અમે આપેલી પછી શું થયું તે ખબર નથી.અમદાવાદ ની મણીનગર માં આવેલી જીવકોરબા હાઈસ્કુલ ના પ્રિન્સીપાલ શ્રી વિરભદ્રસિંહ રાઓલ સાહેબ અમારા લેખો ને પુસ્તક રૂપે પ્રગટ કરવા કટીબદ્ધ થયા છે.એમની સાથે વાંકાનેર ના કોર્પોરેશન ના ચીફ ઓફિસર દર્શન ભાઈ પણ જોડાયા છે.જોઈએ શું થાય છે?

     Like

  2. અખિલ ભાઈ
   જામ તો ગમેતેવા તેજાબી હોય ઠાલવે રાખો.અમે તો શોખીન છીએ તેજાબ પીવાના.અને ટેવાયેલા પણ છીએ.પાંચ પેગ(બ્લેક લેબલ) સુધી વાંધો નહિ આવે.

   Like

 11. રાઓલજી, ખૂબ સરસ ….. એક સાથે બે મોહન ને રાખી ને તફાવત તથા સમવાયક વ્યાખ્યા રજૂ કરવા બદલ ….. હજી તારીખ 02/01/2012 ના એક આર્ટીકલ માં મોહન ગાંધી ને એક વિદેશી કન્યા સાથે સહજ નુત્ય કરતાં ફોટા ફેસબુક ઉપર જોયા છે …. આપના લેખના વિચારો સાથે તો કોઈ ત્રુટિ નથી પણ મહાભારત ના પ્રસંગ માં ….. ભોમકાસુર એ 16 100 રાણી ને કેદ કરી હતી …… તો પછી કદાચ 5000 રજવાડા તો હોવાજ જોઈ ને ? જરા સંઘ એ કોઈ રાજા નું નામ નોહતું …. જરા નામ ની અસુર માતા ની કૃપા થી જીવતદાન મેળવેલો રાજપુત્ર અને એ વખતે ઘણા રાજા ઑ એક સાથે મળી ને સંઘ તૈયાર કરતાં …. જેમાં 5 કે 15 મુખ્ય રહેતા … બાકીના તેની છત્રછાયા માં રહેતા ,,,,, હાલ માં જેમ યુ પી એ / એન ડી એ … …. યુદ્ધ માં 6 વખત હારવા માં આવતા તેના સહયોગી એ એવું કહ્યું કે ક્રુષ્ણ પાસે મેલી વિદ્યા છે તો એને હરાવા જો આપડે 108 રાજપુત્ર ની બલી શિવ જી ને આપવા થી આપડી જીત થસે ….. બીજું આપ નો એક સુ વિખ્યાત ડાઈલોગ કે … જણનારી માં જોર નો હોય તો સુયાણી શું કરે ? આ જ ડાઈલોગ દેવવ્રત ને લાગુ પડ્યો હતો …. જ્યારે ખુદ યુધિસ્થર પત્ની ને દાવ પર મૂકે તો બીજા શું કરે ….. ?…….. ભારત માં આમ તો શરૂઆત થિજ લોક શાહી હતી ….. પણ વાત મહા ભારત ની કરીયે તો ત્યાં થી જ શરૂઆત કહી શકી એ છીએ …. સંકુંતલા ના પુત્ર …. ભરત કે જેના પરાક્રમ થી આર્યાવ્રત ભરતવર્ષ થી ઓળખવા લાગ્યું એ ભરત પોતાના આઠ પુત્ર ની જગ્યા એ પોતાના સાથીદાર ના પુત્ર ને હસ્તિનાપૂર ની ગાદી આપે છે ……… જ્યારે તેમની 29 મે પેઢી એ મહારાજ શાતાનું પોતાની કામવશના માટે જ્યારે તેનો પુત્ર આજીવન બ્રાંહચારી ની પ્રતિજ્ઞા લે છે તો …. ત્યારે એમના રાજ પુરોહિતો અને મંત્રી પરિષદ રાજા નો બહિસ્કાર કરે છે …… પણ પિતા ના પ્રેમ ને કારણે અને માતા ની આજ્ઞા ને કારણે …. જ્યાં સુધી હસ્તિના પૂર ને એક ઉતમ રાજવી કુલ નહીં મળે થાય સુધી પોતે મૃત્યુ નહીં સ્વીકારે અને હસ્તિના પૂર ને કોઈ બાહરી હાનિ નહીં પોહચવાદે ….. હસ્તિના પૂર ના યુવરાજ તરીકે …… યુધિસ્થિર કે દુર્યોધન …. ની ચર્ચા માં વિદુર કહે છે … જન પ્રતિનિધિ તરીકે મહારાજ પાંડુ છે અને ધૃતરાસ્ત પાંડુ ના પ્રતિનિધિ છે ….. માટે પ્રતિનિધિ ના પ્રતિનિધિ ને યુવરાજ પદ આપવો નો કોઈ અધિકાર નથી ….. માટે એ વખતે 54 શ્રેસ્ઠ વ્યક્તિ ની દેખરેખ માં બેય ની કુલ 3 વરશ અને 24 અલગ અલગ પરીક્ષા લેવા માં આવે છે અને અંતે યુધિસ્થર વિજેતા ઘોષિત થાય છે ….. મહા ભારત ના ઘણા શ્લોક ગાયબ છે ….. હાલ માં પણ ઘણી દેસી/વિદેશી સંસ્થા ગમે તે કારણો સર પુસ્તક સાથે ચેડાં કરવા ના હેતુ થી તેની અસલ પ્રત કે કોઈ જાણકારી નસ્ટ કરવા ના હેતુ થી કાર્યરત છે ….. ધ્રાગ્ન્ધ્રા મહારાજ પાસે અસલી નામ અને એ વખત ના યુદ્ધ ની વિગત વાળું યુધિસ્થર કેલેન્ડર હતું જે તેમના બહાર ગામ ગયા બાદ તેમના પુસ્તકાલય માં ભેદી આગ લાગ ગય હતી…. અને તમામ અસલી પ્રત નસ્ટ થય હતી ….. હવે બની શકે છે કે કોઈ એવું પુસ્તક વાચવા મળે જેમાં એવું પણ કહેવા માં આવે કે આ તો વેદ વ્યાસ એ ફક્ત મન ના આનદ માટે મહાભરત ની રચના કરી હતી એને તેનો સમય ગાળો ઇસુ ના 250 વરસ પહેલા નો હતો …… જય શ્રી કૃષ્ણ

  Like

 12. નમસ્કાર સાહેબ….

  બહુ જ સરસ બ્લોગ અને લેખ છે અને ઘણા સમય પછી ફરી વિઝીટ કર્યો એટલે ઘણા ફેરફારો જોયા… બહુ ગમ્યું…

  મેં બ્લોગસ્પોટ માં રમુજ માટે એક બ્લોગ બનાવેલો છે, સમય મળે ત્યારે મુલાકાત લેશો

  http://e-laughingclub.blogspot.com/

  Like

 13. ભુપેન્દ્રભાઈ….મારા વાચન મુજબ મને લાગે છે કે ”(જરાસંધે એ વખતના ભારત ના લગભગ મોટા ભાગ ના નાના નાના રાજાઓને કેદ કરી રાખેલા કે મારી નાખેલા.સોળ હજાર સ્ત્રીઓ એ હારેલા રાજાઓ ની પત્નીઓ હતી.એમને યથેચ્છ ભોગવતો હતો.કૃષ્ણે ભીમ ની મદદ વડે એને મરાવ્યો ને પેલી સ્ત્રીઓને મુક્ત કરી.) ”એ જરાસંઘ નહિ પણ નરકાસુર હતો જેની સાથે કૃષ્ણ સ્વયમ લડ્યા હતા રુકમણી ને સારથી બનાવી ને…..અને કેદ માંથી છુટેલી એ ૧૬૦૦૦ સ્ત્રીઓ ને સ્વ્કારવા નો સમય આવ્યો ત્યારે કોઈ માઈ નો લાલ ત્યાર થયો નહિ ત્યારે કૃષ્ણ ભગવાને ૧૬૦૦૦ સ્ત્રીઓ ને પોતાની પત્ની બનવાનું આતિહાસિક પગલું ભર્યું……કાઈ ભૂલ હોય તો ધ્યાન દોરજો……

  Like

 14. અને મારા વાચવા મુજબ વશિષ્ઠ એ પ્રથમ લોકશાહી નાં પુરસ્કર્તા હતા…….કે જેમને સ્વયમ સાશિત લોકશાહી સમાજ નો પ્રયોગ કર્યો હતો…….એ પણ વિશ્વામિત્ર સાથે મતભેદ રાખી ને…અને કૃષ્ણ પણ કોઈ કાલે રાજા થયા જ નહિ એ વૃષની સંઘ નાં પ્રમુખ હતા…….ત્યાં પણ ડેમોક્રસી…….

  Like

 15. આજે તો ઢગલાબંધ આનંદ થયો. બ્લોગર–બાપુએ આપણા સૌના બાપુની અને એના નામેરી મોહનની વાતે તરબોળ કરી દીધા.

  કૃષ્ણમાં આપણા હીન્દુઓના ચારેય વર્ણોમાંના કદાચ ચારે ચાર દેખાય છે. ગાંધીજીમાં તો ચારેય વરણ સક્રીય રહ્યા છે. આવા પુરુષોને અવતાર કહો ન કહો શું ફેર પડે છે ?!

  પણ આવા પ્રાતઃસ્મરણીય નાયકો અંગે કોઈ ચર્ચા કરે તોય હૈયું ભરાઈ જ આવે. તમે સૌએ આજે ખુબ જ આનંદ કરાવ્યો. આભાર.

  Like

  1. વર્ણ વ્યવસ્થાની ઐસીતૈસી કરી નાખવામાં ડીયર ગાંધીજીનો મહત્વનો ફાળો રહ્યો છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s