ક્યાં છો પરશુરામ? (ધ ગ્રેટ કોન્સેપ્ટ)

 
 
                  ક્યાં છો પરશુરામ? (ધ ગ્રેટ કોન્સેપ્ટ)    
 
          મારા ગુરુ કહેતા કે પુરાણો આપણે જીવીએ છીએ.પુરાણો ની વાર્તાઓ મીથ છે. એ સાચેજ બનેલી કે નહિ એની પળોજણ છોડી દો.પણ હાલ એ જીવંત છે.આપણે બધા ક્યાંક ને ક્યાંક એમાં જીવી રહ્યા છીએ.કોણ હતા મારા ગુરુ?કોઈ એક હોય તો કહુંને!
         
         ચાલો એક મજાનું ઉદાહરણ જોઈએ.હસવાનું નહિ!ચંદ્ર માં એક દેવ છે.પૂનમે પૂરો ખીલે ને અમાસે ગુમ.આ દેવોના ગુરુ હતા બૃહસ્પતિ.એમની સુંદર પત્ની ના પ્રેમ માં આ રૂપકડો ચંદ્ર પડી ગયો.એક હાથે તો તાલી નહિ પડી હોય ને?એકલા ચન્દ્ર ને દોષ ના દેવાય.તો ગુરુ નો પણ વાંક હશે.સ્ત્રી અને તેપણ ભારતીય સ્ત્રી પોતાના પતિ થી અતૃપ્ત હોય તોજ બીજે નાછૂટકે નજર દોડાવે.ચંદ્ર ગુરુ પત્નીને લઇ ભાગી ગયો.ગુરુએ ઉપર ફરિયાદ કરી.ગુરુએ મૃત્યુ  નો શ્રાપ આપ્યો.બધા કગરવા લાગ્યા કે ચંદ્ર વગર રાતે અંધારું થઇ જશે.શ્રાપ નું નિવારણ તૈયાર જ હોય.ધીરે ધીરે ઓગળતા જવાનું ને પછી પાછા હતા તેમ થતા જવાનું.માટે ચંદ્ર માં ધીરે ધીરે ક્ષીણ થતો અમાસે અદ્રશ્ય થઇ જાય ને પાછો ધીરે ધીરે પૂનમે પૂર્ણ થાય.આવું બનેલું ખરું?કદાચિત !
       
                 પણ પુરાણો આપણે જીવીએ છીએ.સમજણો થયા પછી ઘર માં પહેલી વાર ટેપ રેકોર્ડર આવ્યું ત્યારે પ્રથમ કેસેટ ભજન ની લીધેલી.”મીરાં હો ગઈ મગન,એતો ગલી ગલી ગાને લગી”,વાળા પ્રખ્યાત ભજન ગાયક અનુપ જલોટા ની કેસેટો ખરીદી લાવેલો.આ મહાન ભજનિક નો એક ચેલો એમના વાદ્યો વગાડનારી ટોળી માં હતો,રૂપકડો તો ખબર નથી પણ રૂપકુમાર રાઠોડ એનું નામ, તબલા વાદક હતો.રોહિણી જેવી સુંદર ગુરુપત્ની સોનાલી ના પ્રેમ માં પાગલ થયો ને,સદાય ભજન માં રમમાણ રહેનારા ગુરુ ની અતૃપ્ત સુંદર પત્નીને સોનાલી જલોટા માંથી સોનાલી રાઠોડ માં પરિવર્તિત કરી દીધી.આજે ક્યારેક એકાદ ગીત થી પૂનમ ની જેમ ખીલી ઉઠે છે,ને પછી અમાસ ની જેમ ખોવાઈ જાય છે.
      
                પુરાણો આપણે જીવી રહ્યા છીએ.આપણે પૂર્વગ્રહો થી ભરાયેલી પ્રજા છીએ.પરશુરામ વિષે અગાઉ ના લેખ માં લખ્યું તો એક આદરણીય  મિત્રે લખ્યું કે આજના ક્ષત્રિયો નો દ્રૌપદીના ચીર ખેંચવામાં હાથ નથી.અને આજના બ્રાહ્મણ નો ક્ષત્રિયો ને મારવામાં હાથ નથી.જોકે એમની વાત પણ સાચી છે.પણ ના તો પરશુરામ ને બ્રાહ્મણો સમજી શક્યાં છે ના તો ક્ષત્રિયો.કોઈ ક્ષત્રીય ને પરશુરામ નું સન્માન કરતા જાણ્યો નથી,ને કોઈ બ્રાહ્મણ નો આદર્શ પરશુરામ ના હોય તેવું તેવું પણ જાણ્યું નથી.અપવાદ હોઈ શકે. બંને છેડા પર વસેલા  છે.પણ અશોકભાઈ કહે છે તેમ સત્ય છેડાઓ માં નહિ ક્યાંક વચ્ચે છુપએલું હોય છે.આજના ક્ષત્રિયો પણ દ્રૌપદીના ચીર ખેંચે છે.પછાત જ્ઞાતિ ની દ્રૌપદી ફૂલનદેવી ને ગામ વચ્ચે કોણે નગ્ન કરેલી? એ ડાકુઓ ક્ષત્રિયો જ હતા.અને ફૂલને વેર વળવા શું કર્યું?એના પર અત્યાચાર કરનાર એક ને પણ બદમાશ  ના મારી શકી તો જે ગામ માં બનાવ બનેલો તે ગામ ના નિર્દોષ ક્ષત્રિયો ને મારી નાખ્યા.આજે પણ સ્ત્રીઓ પર શંકા કરી કાઢી મુકાય છે.આજે પણ સ્ત્રીઓના અપહરણ થાય છે.આજે પણ રાવણ છુપાએલો છે ક્યાંક,કોઈ ગુરુના વેશ માં,કોઈ નેતા ના વેશ માં.આજે પણ કાબાઓ દ્વારા અર્જુન લુંટાય છે,કોઈ નાનું બંગલા દેશ ગોદો મારી જાય છે.મોહન,મનમોહન ના પગ માં એક સામાન્ય પારધી(કસાબ) તીર(મુંબઈ કાંડ) મારી જાય છે. 
    
                         દરેક યુગે રામ વખતે ને કૃષ્ણ વખતે પણ પરશુરામ હાજર જ હોય.કેમ?ભીષ્મ ને વિદ્યા આપનાર બ્રાહ્મણ સિવાય બીજાને શિષ્ય ના બનાવતા.કેમ?સહસ્ત્રબાહુ સહસ્ત્રઅર્જુન ને હણનારા મહાભાર્ગવ ને ૨૧ વાર શુકામ મહેનત કરવી પડી?ક્ષત્રીય વગર ની પૃથ્વી કેમ કરવી પડી?શું શક્ય છે આ બધું?મને કૈક જુદું લાગે છે.પરશુરામ કોઈ વ્યક્તિવિશેષ હતા કે બીજું કંઈક?
    
                 પરશુરામ બ્રાહ્મણ હતા.બ્રાહ્મણ એટલે શું?બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ સ્વભાવ.અંતર્મુખી સ્વભાવ,ઇનટ્રોવર્ટ સ્વભાવ,બુદ્ધિજીવી,ઇન્ટેલેજન્શીયા.શાસ્ત્રો ના રચનાર,વિદ્યા મેળવીને બીજા ને આપનારા,વૈજ્ઞાનિકો,સ્કુલ,કોલેજ ના શિક્ષકો,વકીલો ને ડોક્ટર્સ.
    
                ક્ષત્રીય એટલે ક્ષત્રીય સ્વભાવ,બહિર્મુખી,એક્સટ્રોવર્ટ,લીડરશીપ,રાજકર્તાઓ,નેતાઓ,મંત્રીઓ,પોલીસ,આર્મી.આજે એક દુકાન બેસનારો મોદી ગુજરાત નો નાથ છે ભાઈ.અને એક મનમોહન પોતાની નહિ બીજાની મોરલીએ નાચે છે,દેખાય છે એનામાં ક્યાય ક્ષત્રીયપણું કે ક્ષાત્રત્વ?ભાઈ સડેલી આજની ક્ષત્રીય સંસ્થા,સડેલા ને  કાયર નમાલા  રાજકર્તાઓને કોણ હટાવશે?એ કામ છે પરશુરામ નું,બુદ્ધિજીવીઓનું,બ્રાહ્મણ નું છે.પરશુરામ એક સડેલી બગડેલી નકામી થઇ ગયેલી રાજકર્તાઓની ચેનલ(ક્ષત્રિયો) ને નાબુદ કરવાનો એક કોન્સેપ્ટ છે.વિદ્યા એની પાસે છે,બુદ્ધી એની પાસે છે,વિચારવાની શક્તિ એનીજ પાસે છે,નવી યોજનાઓ પણ એની પાસે છે.માટે જયારે જયારે રાજકર્તાઓની સંસ્થા બગડવા  માંડે છે,સડવા લાગે છે ત્યારે ત્યારે દરેક યુગે પરશુરામ ની જરૂર પડે છે.એટલે દરેક યુગ માં એ હાજર હોય છે.બ્રાહ્મણોએ પરશુરામ ને દીવાલ પર લટકાવી દીધા ફોટા સ્વરૂપે અને એમનું કામ ભૂલી ગયા.ક્ષત્રિયોને પરશુરામ ગમેજ શાના?મનમાની કરતા ના ફાવે પછી.
      
                     યુદ્ધ નું કૌશલ્ય ને શસ્ત્ર વિદ્યા શીખવા તો પાછું બ્રાહ્મણ પાસે જ જવું પડે.આપી છે તે વિદ્યા પરશુરામે ભીષ્મ જેવા ક્ષત્રીય ને.પણ જયારે વિદ્યા નો દુરુપયોગ થાય ત્યારે સત્યાનાશ થઇ જાય.કુપાત્ર ને વિદ્યા ના આપવી જોઈએ,શસ્ત્રો ના આપવા જોઈએ.આજે જયારે કોઈ રોકટોક નથી ને વિદ્યા ને શસ્ત્રો આંતકવાદીઓ પાસે જતા રહે છે ત્યારે થતા નુકશાન ને આપણે જાણીએ છીએ.બીનલાદેને એનું સિવિલ એન્જીનીયરીંગ નું જ્ઞાન વર્લ્ડ સેન્ટર તોડવામાં વાપર્યું છે.આજે આંતકવાદીઓ પાસે અતિ આધુનિક હથિયારો છે.વિદ્યા કોને અપાય?જેને સારાસાર નો વિવેક છે,જે જાણે છેકે પરમાત્મા સર્વ ની અંદર રહેલો છે.માટે કદી એનો દુરુપયોગ નહિ કરે તેવા જ્ઞાની બ્રાહ્મણ(બુદ્ધિજીવી) ને જ વિદ્યા આપવી એવો નિયમ પરશુરામ ને કરવો પડ્યો હશે.કર્ણ ના મનમાં અર્જુન પ્રત્યે વેર ભાવના હોવાથી,જયારે છળ કપટ થી વિદ્યા પામી ગયો તો શ્રાપ આપવો પડ્યો કે તું ભૂલી જઈશ આપેલી વિદ્યા.ભીષ્મ સાથેનું એમનું યુદ્ધ અનિર્ણાયક રહ્યું ત્યારે પાછા પણ જતા રહ્યા છે.ભીષ્મે અપહરણ કરેલી અંબા,અંબિકા ને અંબાલિકા ને થયેલા અન્યાય વિરુદ્ધ પ્રિય શિષ્ય સામે લડેલા.
    
                        શક્ય છે કે એકવીસ વખત સડેલા રાજકર્તાઓને હટાવ્યા હોય.કે પછી આખી ચેનલ નાબુદ કરી હોય.છતાં રાજકર્તાઓ વગર ચાલે નહિ,આજે પણ ચાલતું નથી.રાજકર્તાઓ તો રહ્યા જ છે.ક્ષત્રિયો તો રહ્યા જ છે.સડો નાબુદ કરવા ઘણી વાર આખે આખું ફેંકી દેવું પડતું હોય છે.આજે જરૂર છે એક પરશુરામ ની.આજે જયારે નમાલા રાજકર્તાઓની(ક્ષત્રિયો) એક મોટી ફોજ ઉભી થઇ છે ત્યારે એક તીક્ષ્ણ પરશુ(બુદ્ધી) યુક્ત પરશુરામ(બુદ્ધિજીવી ની ફોજ) ની જરૂર છે.નક્ષત્રી કર્યા વગર છૂટકો નથી ભાઈ.બધુજ સડી ગયું છે.આખી સીસ્ટમ જ સડી ગઈ છે.ભગવી,લીલી બધી ધજાઓ સડેલી છે.શક્ય છે કે આના માટે માતૃ સંસ્થા ને પણ હટાવવી પડે.ગાંધીજીએ કહેલું કે કોન્ગ્રેશ ને વિખેરી નાખો.એક પરશુરામે(વલ્લભ ભાઈ)બધા રજવાડા તો વિખેરી નાખ્યા.એક આખી સડેલી સીસ્ટમ રાજાઓની નાબુદ કરી નાખી પણ માતા(કોંગ્રેસ) ની હત્યા ના કરી શક્યાં.એક લાગણી થી જો બંધાઈ ગયા હોઈએ તો?ગાંધીજી જાતે પણ કરી શક્યાં હોત.પણ પુત્ર સમાન નહેરુ ને વલ્લભ ભાઈ ને કહેતા હતા,પણ ના થયું.જે.કૃષ્ણમૂર્તિએ એમની અધ્યાત્મિક સંસ્થા ને વિખેરી નાખેલી.ઓશો એ પણ એવું કરેલું.બધા શિષ્યોને આદેશ આપેલા ને ભગવાં શર્ટ પેન્ટ  ને એમના ફોટા વાળી માળાઓ ઉતારવી નાખેલી.પણ વિદેશી ચેલાઓએ પછી સંસ્થા ચાલુ રાખી છે.બહુ હિંમત જોઈએ માતૃ સંસ્થા ને વિખેરી નાખવાની.સામાન્ય બ્રાહ્મણ(બુદ્ધિજીવી) નું કામ નહિ.મહાબ્રાહ્મણ જોઈએ એને માટે.
     
                      પુરણ કાલ ના પરશુરામે માતા ની હત્યા પિતાના કહેવાથી કરી હોય તો ખોટું.પણ માતૃસંસ્થા ને વિખેરી નાખી હોય તો ઉત્તમ.યુગે યુગે કૃષ્ણ(મહા ક્ષત્રીય) ની જરૂર પડે છે. યુગે યુગે મહા બ્રાહ્મણ(પરશુરામ)ની જરૂર પડે છે.એના એજ પાછા નથી આવતા.પણ કોન્સેપ્ટ તો એનો એજ પાછો જોઈએને?સંભવામિ યુગે યુગે!!!!પરશુરામ અમર નથી પણ પરશુરામ નો કોન્સેપ્ટ જરૂર અમર છે. આજે ખરી જરૂર છે પરશુરામ ની.કેમ કે કોઈ વૈશ્ય(વેપારી,બિઝનેશમેન) ને જરૂર નથી  સડેલી રાજ્ય કર્તાઓની સીસ્ટમ હટાવવાની.એમને કોઈ પણ રાજ્યકર્તા આવે,એતો એમાં એનો રસ્તો કરી જ લેશે.ઉલટું સીસ્ટમ સડેલી ને ભ્રષ્ટ હશે તો એને મજા આવશે.મુકેશ અંબાણી મોદી જોડે પણ બેસી શકશે,અને શંકરસિંહ વાઘેલા સાથે પણ બેસી જશે.દરેક રાજકર્તા ને એની જરૂર હોય છે ફંડ માટે. ધીરુભાઈ અંબાણી પણ એવુજ કરતા હતા,બીજા પણ એવુજ કરે છે. એટલે એને પડી નથી બદલાવ ની.સેવા કરનારા નોકરિયાતો પણ કોઈ પણ પક્ષ આવશે,એમને તો નોકરીજ કરવી છે.એમની હિંમત પણ ના ચાલે.સીસ્ટમ બદલાવી જોઈએ એવો વિચાર કોને આવશે?બ્રાહ્મણ ને બુદ્ધિજીવી ને.અને એજ આ કામ કરી શકશે.સ્વતંત્ર તા ના લડવૈયા મોટા ભાગે વકીલો ને બેરિસ્ટર હતા.આજે જયારે પ્રજા દ્વારા ચુકવાએલા ટેક્સ ના નાણાં માંથી ત્રાસવાદીઓને મૃત્યુ દંડ દેવાને બદલે એમને સાચવવામાં આવી રહ્યા છે,ત્યારે આ નમાલા કાયર આજના રાજનેતાઓ(ક્ષત્રિયો)ને હટાવવા જ રહ્યા.આજે જયારે માઓવાદીઓ ને નકસલવાદીઓ કાળો કેર વર્તાવી રહ્યા છે ત્યારે આ અહિંસા ના ગાણાં ગાતા નાપુન્સકો ને હટાવવા જ રહ્યા.આજે ખરેખર જરૂર છે એક પરશુરામ ની,એક મહાભાર્ગવ ની,એક મહાબ્રાહ્મણ ની!!!!!!!!!
Advertisements

24 thoughts on “ક્યાં છો પરશુરામ? (ધ ગ્રેટ કોન્સેપ્ટ)

 1. Jay Mataji Uncle,

  Nice article one more time and one more time nice use of kurukshetra blog. But I have a question….why are u calling Parshuram and not Ram or Krishna?? There are chances that the system can be changed with the internal parties too like Krishna of Mahabharata or Vibhishan of Ramayana? They have more understanding of weaknesses as well as Strength of the system. A complex political system like Chakravyuh is impossible to break by one person and may be therefore Parshuram is not coming. And there are chances that the system has not done enough sins “Paap” and therefore, God has not send any new avatar. Hence, there is no other option for us except waiting.

  Disha

  Like

  1. દીકરી દિશા,
   અમે એક વાક્ય લખેલું જ છે કે યુગે યુગે કૃષ્ણ(મહાક્ષત્રીય) ની જરૂર પડે જ છે.સડેલી સીસ્ટમ જયારે રાજ્યકર્તાઓ ને બદલવી ના હોય ત્યારે કોઈ બુદ્ધિજીવી(પરશુરામ) એટલે મહાબ્રાહ્મણ ની જરૂર પડે.બંને સાથે હોય તો ઘણું સારું થાય.શ્રી કૃષ્ણ પણ સડેલી સીસ્ટમ દુર કરવા માટે જ અવતરેલા કહી શકાય.અવતાર કોઈ ઉપરથી ટપકતા નથી.આપણા માંથી જ કોઈ સાહસ કરીને આવું બધું કરી શકે,એને જ અવતાર કહેવાય. રાહ જોઇને બેસી રહેવું એ કોઈ ઉપાય નથી. બીજું બુદ્ધિજીવી ને રાજ્યકર્તા બનવા માટે કોઈ ઈંટરેસ્ટ હોતો નથી.માટે રાજ્યકર્તા ની તો જરૂર પડેજ.એ ખાલી સલાહ સુચન કે હિન્ટ જ આપે તો બહુ છે.જયારે મહાક્ષત્રીય(કૃષ્ણ) તો સડો દુર કરીને રાજ પણ કરી શકે છે. આપનાં બુદ્ધી સભર પ્રતિભાવ નું સ્વાગત છે.અને આભારી પણ ખરાજ.આપનાં પ્રતિભાવ થી અનહદ ખુશી થઇ છે.

   Like

 2. આપણા ધર્મ અને સંસ્કૃતિના વિચારમાં ખામીઓ કેવી રીતે ઊભી થઈ અને તેના ઉપાય શું તેની સ્પષ્ટતા નથી. આપણે બુદ્ધિ, સંસ્કારિતા અને ધર્મમાં આગળ હોવા છતાં રાજકીય,સામાજિક, આરોગ્ય,આર્થિક રીતે આટલા પાછળ કેમ રહી ગયા? ધર્મ, અર્થ, અને કામનું સ્પષ્ટ અને સૂક્ષ્મ જ્ઞાન આપતાં પુરાણો છતાં અણધારી આપત્તિ થોડા સમય માટે નહીં પરંતુ સેંકડો વર્ષો સુધી કેમ ચાલ્યા કરે છે? પુરાણો, શાસ્ત્રો વગેરે ગ્રંથોમાં અવતારોની કથા, સમાધિઓ, પ્રકાશો, કિરણો, સ્વપ્નોમાં સ્વપન,બ્રહ્માંડોની કથાઓ, સિદ્ધિઓ, અગમ્ય શબ્દો-તત્વોની વાતો ,સુખની ખાતરીઓ છે પરંતુ સામાન્ય માણસને સમજાય તેવા ખુલાસા નથી.સાધારણ સુખી સ્વાભિમાનથી જીવન જીવવા માટે પુરુષાર્થને પ્રેરનાર ધર્મ-સંસ્કૃતિના જ્ઞાનને સાચો અર્થ-કન્સેપ્ટ બાજુએ રહી જાય છે. ધર્મનો સાચો અર્થ નહીં આપણે તેના ભ્રમમાં જીવીએ છીએ.અને આપણે ધર્મપ્રયણ છીએ એ ખોટું અભિમાન છે.ઈશ્વરના અવતાર, ઋષિઓ, મહાત્માઓના પ્રયત્નો છતાં વારંવાર પતન કેમ? ધર્મને જીવનમાં વધુ મહત્વ આપનારી આપણી પ્રજાને ડરાવી ધમકાવીને રાંક બનાવી દેવાય, નજીવી કરામતોથી અંધશ્રદ્ધાળુ અને લાલચુ બનાવાય. આપની વાત સાચી આપણે પુરાણો જીવીએ છીએ.આપની બ્રાહ્મણ અને ક્ષત્રિયની વ્યાખ્યાનું સરસ આલેખન હાઇલાઇટ કરેલી પંક્તિઓ ખૂબ જ જ્ઞાનસભર છે. આખો લેખ સરસ. માત્ર સ્ત્રી અને તેપણ ભારતીય સ્ત્રી પોતાના પતિ થી અતૃપ્ત હોય તોજ બીજે નાછૂટકે નજર દોડાવે. એ વાક્યમાં સહમત નથી. દરેક સ્ત્રીના અલગ કારણો હોય છે. બહુ ગહન છે સ્ત્રીને સમજવી.

  Like

 3. અત્યારે પ્રજાના પૈસાનું પાણી કરવાનું જ આજના નેતા ઓ શીખ્યા છે અત્યારે કોઈ પણ નેતા માં પ્રજાહિત ના લક્ષણો નથી. દરેક ને જ્યાં મળે ત્યાંથી મલાઈ ખાવી છે. દેશ દાઝ જેવી ચીઝ કોઈ પણ નેતા માં નથી. બધાજ નમાલા અને નપુશંક છે, બાકી આપના જ ઘરમાં આવી ને કોઈ તમને તમાચો શેનો મારી જાય ? આજના બુદ્ધીજીવી ઓ રાજકારણ ને ગંદુ માને છે તેથી કોઈ રાજકારણ માં આગળ આવતું નથી અથવા જુના રાજકારણીઓ શામ,દામ,દંડ અને ભેદથી નવા ને આવવા દેતા નથી. સાથે પ્રજા નો પણ વાંક ઓછો નથી, ખબર હોવા છતાં તેમને જ ચૂંટતી હોય છે.

  Like

  1. શ્રી શૈલેશ ભાઈ,
   ભાઈ માટે તો મેં લખ્યું છે કે બુદ્ધીજીવીઓ એ રસ લઈને આજના બગડેલા રાજ્યકર્તા ઓને હટાવવા પડશે.અને પ્રજાએ પણ સારા નેતાઓ ચૂંટવા જ મત આપવા જોઈએ.

   Like

 4. I cannot agree with your praises of Parshuram. Please see the following.

  Parshuram was the sixth incarnation of Lord Vishnu. As a human, he was the fifth son of Jamadagni and Renuka.

  Once Jamadagni got angry with Renuka for some reason and ordered his sons to kill her. One after the other, the first four sons refused to do so and were burnt alive by their father by the power of his eyesight. (It is not explained as to why so powerful a sage could not burn his wife himself.) However, Parshuram did obey his father and was rewarded by being granted a wish. The son then asked the father to bring his mother and brothers back to life. Jamadagni was pleased and revived the five victims of his previous wrath.

  Years later, Jamadagni, while in meditation, was killed by Sahasrarjuna, a Kshatriya. Upon learning this, Parshuram set himself to cleanse the earth of all Kshatriyas and did so twenty one times. (The description of this effort of Parshuram makes even Hitler look good.) Three aspects of this effort have gone unnoticed.

  First, Parshuram could not revive Jamadagni like Jamadagni had revived Renuka and her four sons because Jamadagni had not considered Parshuram to be worthy enough (‘supaatra’) to be taught the Sanjivani vidya (the art of resurrecting the dead).

  Second, the guilt of one member of a varna cannot justify the annihilation of the whole varna.

  Third, if Parshuram had succeeded the first time in eliminating all the Kshatriyas, then there would have been no need to do it again. That he is said to have done it twenty one times only means that he failed at least twenty times. In fact, he failed all the twenty one times.

  Consider this. Had the sixth incarnation of Vishnu not failed so miserably, the eighth incarnation (Krishna) could not have said ‘Chaturvarnyam maya shrushtam’ (meaning ‘the system of four castes was crated by me’) but would have been required to say ‘Traivarnyam maya shrushtam’ (meaning ‘the system of three castes was created by me’) because by then only three varnas (castes) would have been left in existence. Not only that, but Krishna could not have been borne as a Kshatriya like he did.

  When Ram (the seventh incarnation of Vishnu), also a Kshatriya, broke the Shivadhanusha, Parshuram got so angry that he wanted to punish Ram. However, he, considered to be one of the seven immortals, did nothing when Mohammed of Ghazni broke the Shivalinga at Somnath that was a greater sin. It is also amazing that the two incarnations of the same lord did not recognize each other let alone the improbability of their coexistence.

  There can be no doubt that Parshuram was born before Rama and lived beyond him. Why could not he kill Ravana? He did go all the way to Kerala and could not have been unaware of the misdeeds of Ravana. He was also on this earth when Kamsa was killing Devaki’s sons. Why could not Parshuram kill Kamsa?

  Parshuram is said to have possessed some knowledge (vidya) that he would not pass on to a non-Brahmin. If the supreme knowledge of Yoga could be given to Ikshvaku, a Kshatriya, (Gita, Ch.4, Verse 1) why could not Parshuram’s lesser knowledge be given to a non-Brahmin?

  Karna lied to him and learnt it from him. However, when Parshuram found out that Karna was not a Brahmin, he cursed Karna to forget the knowledge just when it would be needed. Let us examine the implications of this part of Parshuram’s behavior.

  Parshuram existed before Ram and until Karna who was a contemporary of Krishna. This was a very long duration spanning several centuries and may be millenniums. During this extremely long time frame, our Arya Sanskriti (culture), which we keep boasting about so profoundly, failed to create even one Brahmin whom Parshuram could find worthy to bestow his knowledge. As a result, combined with Parshuram’s narrow-mindedness, the knowledge got permanently lost to our people. Had it not been lost, we could have better defended ourselves against the onslaught of aggressors later on. This is why Parshuram’s worst fault was to have vanished (he did not die, did he?) without leaving his knowledge behind for the protection of our culture.

  Vishnu is supposed to be omniscient. One would expect his incarnations to be omniscient too. If so, why could not Parshuram ‘know’ that Karna was a ‘sooryputra’ and not a ‘sootaputra’?

  When Ram and Krishna were born. Parshuram was already on the earth. If Vishnu was on the earth as Parshuram, why was it necessary to come separately as Ram and Krishna? Why could not he kill Ravana and Kamsa in his Parshuram incarnation?

  It should not be difficult to see that the whole theory of incarnations does not make any sense.

  હવે તમે આખી વાતને ફેરવી કાઢી છે. તો તમે જ ‘પરશુરામ’ બનો ને!

  Like

  1. શ્રી માનનીય દેસાઈ સાહેબ,
   આપની તમામ વાતો સાથે અમે સહમત જ છીએ.ચાલો એ બહાને નવી પેઢીના વાચકોને પુરાણો ની અસંદિગ્ધ વાર્તાઓ વિષે જાણકારી મળશે.કારણ પૂરી વાર્તા તો બ્રાહ્મણો ને પણ ખબર નહિ હોય.સાંધા મેળ વગર ની વાતોના સાંધા આપે છુટા પાડી બતાવ્યા.અમે એમને વ્યક્તિ વિશેષ તરીકે લીધા નથી.અમે લખ્યું જ છે,આજે અને પહેલા પણ કે માતા ની હત્યા વ્યક્તિ તરીકે કરી હોય તો ખરાબ છે.”બીજું તમે જ પરશુરામ બનો”અ વાક્ય માં આપનો રોષ અને નારાજગી અમારી પ્રત્યે ની દેખાઈ આવે છે,પણ અમે આપની નારાજગી નું પણ હૃદય પૂર્વક સ્વાગત કરીએ છીએ.આપનો અમારા પ્રત્યે નો ભરપુર પ્રેમ આપને નારાજ થવા પ્રેરી રહ્યો છે તે અમે જાણીએ છીએ.નારાજગી માં ફરી પ્રતિભાવ આપવાનું ભૂલાય નહિ હો કે!!

   Like

 5. શ્રી ભુપેન્દ્રસિંહજી, વિશ્વામિત્ર ક્ષત્રિય હતા અને તેમણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું, આને ફક્ત કથા જ સમજતો હતો ! પરંતુ હવે ખાત્રી થઇ કે એક ક્ષત્રિય પણ ધારે તો બ્રાહ્મણત્વને પ્રાપ્ત થઇ શકે છે. આટલું તટસ્થ નિરીક્ષણ એક ક્ષત્રિયનું કામ નથી, નથી ! અને નથીજ !! (વિવેકાનંદે આ જ વાત શુદ્રને પણ લાગુ પાડી છે)
  આજે પ્રથમ વખત એક અલગ દૃષ્ટિકોણથી પરશુરામનું ચરિત્ર સમજાયું. ખાસ તો ૨૧ વખત આ ધરાને ’નક્ષત્રિય’ કરવાનો મુળ અર્થ અને માતાની હત્યાની કથાનું માતૃસંશ્થા વિખેરવાના વિચાર શાથેનું જોડાણ અદ્‌ભુત કહેવાય. આ અર્થમાં પરશુરામ ખરે જ સદાકાળ ચિરંજીવ રહેશે.
  આપને કદાચ ગમે કે ન પણ ગમે ! પરંતુ મારૂં એક અંગત મંતવ્ય એવું છે કે ’નાસ્તિક લેખાતો માણસ જ ધર્મનો સાચો અર્થ સમજાવી શકે છે’ આ કથનની તરફેણમાં હું એક નહીં પણ અનેક દાખલાઓ આપી શકીશ. જો કે અહીં બધાજ સમજદાર લોકો છે તેથી એવી કોઇ જરૂર નહીં પડે.
  હમણાં જ મેં એક જગ્યાએ લખેલું કે આ બધા મહામાનવો ના કર્મો ને ઇશ્વરીય વાઘા પહેરાવી દેવા કરતા તેને સામાન્ય માનવના દૃષ્ટિકોણથી નીહાળશું તો તેઓ વધુ પ્રભાવશાળી જણાશે. ’સડેલી બગડેલી નકામી થઇ ગયેલી રાજકર્તાઓની ચેનલ(ક્ષત્રિયો) ને નાબુદ કરવાનો’ ઉદ્યમ (અને એ પણ ૨૧ – ૨૧ વખત) કોઇ કાળે સહેલો નથી, અને એ કરનાર કોઇ મહાભાર્ગવ, મહાબ્રાહ્મણ, મહાન પરશુરામ જ હોઇ શકે. સંકુચિત, વર્ગ કે જાતિપાતીનાં, કુંડાળાઓમાંથી બહાર આવી આવા મહાન વ્યક્તિત્વને જ્યારે સઘળો સમાજ સન્માનશે, સમજશે, ત્યારે દુષીત રાજવ્યવસ્થાઓને આપોઆપ સુધરવું પડશે, અને તે કદાચ ૨૨ મું નિક્ષત્રિયકરણ ગણાશે !!
  અંતે, ’સ્ત્રી અને તે પણ ભારતીય સ્ત્રી પોતાના પતિ થી અતૃપ્ત હોય તોજ બીજે, નાછૂટકે નજર દોડાવે’ એ વાક્ય વધુ સંશોધન માંગે છે, આ બાબતે હું પણ મીતાબહેન શાથે વિરોધમાં જોડાઉં છું !! ઉત્તમ, વિચારવંત લેખ બદલ આભાર.

  Like

  1. શ્રી અશોકભાઈ,
   આપની અસહમતી સાથે અમે સહમત છીએ.મીતાબેન ની સાથે આપ પણ જોડાયા છો.અતૃપ્તિ ના થોડા પ્રકાર લખવાની ધ્રુષ્ટતા કરીએ છીએ.એક તો પ્રેમરસ ની અતૃપ્તિ હોય,તો ઘણા ને કામરસ ની હોય.કોઈને કેરિયર રોળાઈ જવાની બીક હોય છે,જેવી સોનાલી બહેન ને હશે કદાચ.કોઈ ને કોઈની પ્રતિભા નીચે દબાઈ ગયા ની અતૃપ્તિ હોય,કોઈને ધન ની પણ હોય.કોઈ કોઈ સ્ત્રીઓ એટલી બધી પ્રેમ થી ભરપુર હોય છે કે,પેલા પૂર્ણ મીદમ જેવું,પૂર્ણ માંથી પૂર્ણ કાઢો તોય પૂર્ણ જ રહે. એમનો પ્રેમ એટલો બધો ભરપુર વહેતો હોય કે ઘરના પતિ,બાળકો અને બીજા સભ્યો ને તૃપ્ત કર્યા પછી થી પણ ઉભરાઈ ને બહાર વહેતો હોય.હવે કોના ઉપર ઢોળવો?એની પણ અતૃપ્તિ હોય.અને ઘણી સ્ત્રીઓ કદી તૃપ્ત થવા માટે સર્જાએલી જ નથી હોતી. હવે કદાચ ભાઈ બહેન ને કોઈ ફરિયાદ નહિ હોય એવું માની શકીએ ખરા?
   બાકી તો આપ સમજી શક્ય છોકે મેં પરશુરામ ને એક વ્યક્તિ નથી ગણ્યા.બીજું મારો નાનો દીકરો પણ આપના જેવું જ કહે છે કે નાસ્તિકોએ એટલી બધી હત્યાઓ કે યુદ્ધો પણ નથી કર્યા જેટલા ધાર્મિક લોકોએ કર્યા હશે,ધર્મ ને પણ નાસ્તિક લોકો જ વધારે ઓળખી શક્યા હશે.બુદ્ધ પણ નાસ્તિક જ હતા.આપના પ્રતિભાવ નું હમેશા થી સ્વાગત છે.

   Like

 6. વખત આવ્યે માતૃસંસ્થા વિખેરી નાખવાની વાતમાં દમ છે. એવી સંસ્થાઓ જો સમયની સાથે ન ચાલી શકે તો છેવટે તેનું પતન જ થાય છે. વાર્યા ન વળે તે હાર્યા વળે! કેટલાય દવાખાના, કંપનીઓ , સરકારી ખાતાઓ , રાજકીય પક્ષો… પાર વગરના ઉદાહરણો આજની તારીખે મળી આવશે.

  Like

  1. ભાડા ના ઘર પ્રત્યે પણ એક લાગણી જોડાઈ જાય છે.માટે જયારે ખાલી કરીએ ત્યારે મન ઉદ્દીગ્ન થઇ જતું હોય છે.માટે જ માતૃ સંસ્થા ને લોકો વિખેરી શકતા નથી.આપે સાચુજ કહ્યું છે.

   Like

 7. Very very nice article. Really well written. I agree with your interpretation of Parshuram’s story. Those who find lots of conflicts with the mythological part of the story should keep in mind that these stories had been modified, written and rewritten multiple times. And every time some new writer rewrites the story (Tulsidas vs Valmiki) they add their imaginations and interpretations.

  Like

 8. ભાઈશ્રી ભુપેન્દ્રસિંહ
  સૌ પ્રથમ તો આપને અભિનંદન કે આપે પરશુરામને સમજવા એક નવો દ્રષ્ટિ કોણ આપ્યો. શકય છે કે પરશુરામને એક વ્યક્તિ નહિ પણ એક પ્રતિક જ હોય અને તે ખ્યાલને પણ તત્વાર્થે જ મુલવવો જોઈએ. કોઈ પણ સંસ્થા ધાર્મિક/ આધ્યાત્મિક/સામાજિક કે રાજકીયને જ્યારે લાંબો સમય થાય અને નિષ્ઠાવાન કાર્યકરો/આગેવાનો મળતા બંધ થાય ત્યારે તમામ પ્રકારના ભ્રષ્ટાચારથી ખદબદતી સૌ કોઈ જોઈ શકે છે પરંતુ તે દૂર કરવા કોઈ આગેવાની લઈ આગળ આવવા તૈયાર થતું નથી. તે સંજોગોમાં આવા કોઈક પરશુરામની જરૂર પડે છે. દરેક યુગમાં કહેવાતા કે થઈ પડેલા સત્તાધીશોમાંના મોટા ભાગના પોતાની જાતને સુપર માનવા/મનાવવા લાગે છે અને સામાન્ય જન સમુદાય ઉપર તમામ પ્રકારના જુલ્મો આચરે છે ત્યારે તેનો પ્રતિકાર કરવા કોઈકે પરશુરામ બની આવા તત્ત્વોનો વધ કરવો પડે છે. સંભવ છે કે પુરાણોમાં કહેવાયું છે તે પ્રમાણે સમયે સમયે પરશુરામે 21 વાર પૃથ્વી નક્ષત્રિય કરી હોય. મા ના વધની વાત પણ તત્ત્વાર્થે જ મૂલવવી રહી. જ્યારે કોઈ સંસ્થામાં લુણો લાગે અને સંસ્થાના નિશ્ચિત કરેલા સિધ્ધાંતોનું ભવિષ્યમાં હનન થતું દીર્ઘ દ્રષ્ટિ ધરાવનાર આગેવાન જોઈ શકે તો તે સંસ્થાને વિખેરી નાખવી જ રહી. તે સંદર્ભમાં પરશુરામે કરેલો મા નો વધ કે ગાંધીજીએ સુચવેલું કોંગ્રેસનું વિસર્જન વિષે વિચારતા તે ખુબ જ સમય સુચક જણાશે ! આજે અનેક સંપ્રદાયોમાં અનૈતિક પ્રવૃતિ જોર શોર થી ચાલે છે તેના કહેવાતા વડાઓ સીધા જ સંડોવાયેલા હોવાના અનેક પુરાવાઓ પણ મળતા રહે છે તેમ છતાં સમાજ કંઈ કરી શક્તો નથી અને લાચાર બની જોઈ રહે છે કારણ કે આવી પ્રવૃતિમાં સત્તાધારી રાજકારણીઓ પણ સામેલ હોય છે ત્યારે સત્તા અને સંપત્તિ સમક્ષ સામાન્ય જન સમુદાય લાચાર બને છે. આ તબક્કે શ્રી.ગુણવંત શાહના એક લેખમાં વાંચેલુ સુચન યાદ આવે છે કે કોઈ પણ સાર્વજનિક સંસ્થા/આશ્રમ દ્વારા એકઠંિ થતું ભંડોળ વર્ષને અંતે પૂરેપૂરું ખર્ચાઈ જવું જોઈએ. વાર્ષિક સરવૈયામાં બચતના ખાતામાં શૂન્ય રકમ રહેવી જોઈએ જેથી સંપત્તિને કારણે થતા વારસાઈ માટેના ઝ્ગડા આપોઆપ્ ખત્મ થશે. પરંતુ મોટા ભાગના આ સાધુ-સ્વામીઓ કે ગુરૂઓને આધ્યાત્મિકતા કરતાં વાસ્તવમાં સંપત્તિ અને પોતાની પ્રતિષ્ઠા અને કીર્તિ/નામનામાં જ રસ હોઈ તેમ કરવામાં રસ ધરાવતા નથી પણ વધુ અને વધુ સંપત્તિ એકઠી કરતા રહે છે અને તેથી આ દાનમાં આવતું ધન કોણ આપે છે કઈ પ્રવૃતિ દ્વારા મેળવાયું છે તે જોવાની/ચકાસવાની/પૂછ્-પરછ કર્યા બાદ જ રકમ સ્વીકારવાની તકલીફ લેવાનું પસંદ કરતા નથી.

  Like

  1. આદરણીય વડીલ શ્રી,
   આ સાધુઓ કે બાપુઓ ને આત્મજ્ઞાન ની કશી ફિકર નથી.બસ સંપતિ ભેગી કરાવી છે.ગુણવંત શાહ સાહેબ ની વાત સાચી છે.પણ મારું માનવું છે કે આ લોકો એ હવે કામ ધંધે વળી જવું જોઈએ.પ્રજા ની મહેનત ના પૈસા બચાવવા પ્રજાએ જ આગળ આવવું જોઈએ.આત્મજ્ઞાન જાતે મેળવવાનું છે,બાવાઓના કહ્યા થી મળવાનું નથી.કોઈ એક એવા પરશુરામ ની જરૂર છે કે આ નિષ્ક્રિય સાધુ સંસ્થા(માતૃહત્યા)ની હત્યા કરી સદંતર મિટાવી દે.

   Like

 9. “ભીષ્મે અપહરણ કરેલી અંબા,અંબિકા ને અંબાલિકા ને થયેલા અન્યાય વિરુદ્ધ પ્રિય શિષ્ય સામે લડેલા.”

  હાર્યા. હિમાલયમાં જતા રહ્યા. મર્યા. શબ ન મળ્યું. તેથી અશ્વત્થામા જેવા અધમની સાથે ચીરન્જીવીઓની યાદીમાં સ્થાન પામ્યા.

  અશ્વત્થામાને બ્રહ્માસ્ત્રનું જ્ઞાન કોણે આપેલું અને કઈ પાત્રતા પર?

  Like

 10. સ્થાપિત અહિતો ને મુળ થી હટાવવાના કાર્ય ને પરશુરામ કાર્ય કહી શકાય … … અને આખા વિશ્વમાં એજ થતુ આવ્યુ છે. અને એ એક જ રસ્તો છે.પર્શિયાના ૨૭ રજવાડાને ખંડીયા કરી મુક્યા હતા જે તે સમયે. પરસુ યાને એક પ્રકારની કુહાડી એ પ્રતિક છે પોષણ તથા બૌધિક્તાનુ. આમે ય તે સમયે જ્ઞાતિ વ્યવસ્થા જ નહોતી. વિદ્યાનો દુરુપયોગ કરનારા વિદ્યાર્થી ને શિક્ષાનો પાઠ હમેશા તેને ભણાવનાર નિષ્ણાંત જ આપી શકે. સચોટ છે આ લેખ ….કોઈ એવી એક વ્યક્તિ મળી કે જે પરશુરામને સમજી શકી.

  Like

 11. Dear brother
  Otherwise nicely written article but contains a basic and fundamental flaw in it. You have equated રાજકર્તાઓની(ક્ષત્રિયો) today’s political clan with erstwhile(ક્ષત્રિયો) ruling clan. This is wrong and i differ there. (ક્ષત્રિયો) term is well defined in scriptures and Indian literature. It represents fighting for protection of all the deprived and weak people. have tremendous strength and courage which no other community can boast of in the world. They can sacrifice their lives for a better cause. He need not be a ruler or from a ruling family but possess the qualities mentioned above. Ancient rulers could have been bad but did not deserve mass killing amounting to genocide. Lord Parshuram even did better than Hitlar. I do not recollect what other great jobs he did for this Bharat varsh other than killing valiant community and training Karna. If it is right he made this India a non (ક્ષત્રિયો) region for twenty one times. By this record only one can very well guess that Bharat varsh became a cowardly place a long long ago. That is why we suffered such long spell of foreign rule in this country. This was nothing but an ethnic cleansing by any standards. And as a lord he provided a very bad bad example. It is better to pronounce lord parshuram as a mass killer. That is why he is no where worshiped like Rama and Krishna.
  Even as a “concept” I fear that it is not justifiable to use Parshuram for cleansing purpose. Equally it is very wrong to use the word (ક્ષત્રિયો) for a bad politicians, because this word depicts and symbolizes high values which we all aspire to attain. Even historically it is a word which gets lots of respect. It is a different thing to be born of a Brahmin community and not having those quality of high knowledge but that does not have anything to do with the meaning of the word Brahmin= the one who has true knowledge of Brahm.
  According to today’s morality standards many of our Gods did many amoral things like adultery and killing someone from behind. So what, why always drag gods in our lives. Why can not we think for ourselves? Why go into history all the time. We are not going to learn anything from it except such illogical concocted stories. The human mind has developed much since ancient times. Now if we really want to change no further knowledge is needed. What is required is courage and will to change. There is no requirement of a cock and bull story to effect change in our lives. If we are not willing to change even thousand “Gita” would not help.

  Like

 12. હમમ…એક બ્રાહ્મણ તરીકે મને હમેશા પરશુરામ પ્રત્યે આકર્ષણ રહ્યું છે, એમના જન્મ પૂર્વે ની કથા અનુસાર એમની દાદીમાં એ એક ગુરુજી એ આપેલા ફળ (પ્રેગ્નન્ટ થવા માટે ની દવા) એમની માતા સાથે બદલાવેલી, એમની માતા હતા ક્ષત્રીયાની અને આમને, પરશુરામ ની દાદી ને બ્રાહ્મણ જોડે લગન કરાવેલા, હવે ફળ બદલાવી લીધા એટલે ગુરુજી એ કીધું કે તારા પૂત્ર નો પૂત્ર (પરશુરામ ) ક્ષત્રીય ગુણો ધરાવતો હશે, અને એમની માતા ને એવું કહ્યું કે તારા પૂત્ર નો પૂત્ર (વિશ્વામિત્ર ) બ્રાહ્મણ ના ગુણો ધરાવતો હશે…કદાચ આ ફક્ત એક વાર્તા પણ હોય, તો પણ એટલું તો માનવું જ પડે કે જયારે જયારે શાશન (ક્ષત્રીય) માં સડો પેસે છે ત્યારે ત્યારે સમાજ નો બુદ્ધિજીવી વર્ગ એટલે કે મુનીમો, વકીલો, ડોકટરો, એન્જીનીયરો…આ બધા જ શાસન ને ઉથલાવે છે અને નવી વ્યવસ્થા સ્થાપે છે…ભારત ને અત્યારે એક નહિ ઘણા બધા પરશુરામો ની જરૂર છે, પણ મારું દ્રઢપણે માનવું છે કે ગાંધીજી અને અન્નાજી ના ચિંધ્યા માર્ગે અહિંસા વડે હવે કોઈ ફાયદો નથી થવાનો…હિંસા તો કરવી જ પડશે…ભગતસિંહ બનવું જ પડશે…દેશ ના એક મોટા વર્ગ (બિહાર-યુપી) ના લોકો મોટા ભાગે મજૂરી જ કરે છે, ત્યાં વરસો થી પ્રગતિ ના નામે મફત માં દારુ પીવડાવાય છે…એ લોકો ની આંખે કોંગ્રેસ ના ચશ્માં ચડેલા છે, એ નહિ ઉતરે ત્યાં સુધી આ દેશ ની ઈજ્જત લૂંટાતી રેશે….

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s