What is Love? (પ્રેમ પુરાણ)……………..પ્રેરણા મૂર્તિ મીરાં.

Mirabai’s temple

What is Love? (પ્રેમ પુરાણ)……………પ્રેરણા મૂર્તિ મીરાં.

  એક પરમ મિત્રે સવાલ પૂછ્યો છે કે વોટ ઈઝ  લવ ? મારા જેવા રફ  લખવાવાળા ને આવો સવાલ?  પણ  મિત્રની ફરમાઈશ  પૂરી કરવી પડે તેમ  છે. કદાચ  એમનો હેતુ મને થોડી વાર માટે ઉગ્રતા તરફથી કોમળતા તરફ વાળવાનો પણ હોઈ શકે. બ્લોગાચાર્ય  કહેતા હતા કે લલિત ભાવ  જાગે તેમ કરો.
          પ્રેમ શબ્દ  આવે તો પહેલો ખયાલ  મને મીરાંનો આવે. હા! મેવાડની મીરાબાઈ(ઈ.સ.૧૪૯૮-૧૫૪૭). મીરાં રાજકુંવરી હતી. મેડતાના રાજા રત્નસિંહ રાઠોડની એ દીકરી હતી. જોધપુર  શહેરને વસાવનારના વારસ  હતા. મીરાંને પરણાવેલી ચિતોડના મહારાણા સાંગાના દીકરા ભોજ  સાથે. આ  મહારાણા સાંગાએ બાબર સાથે યુદ્ધ  કરેલું. સૌથી મોટા કુંવર  ભોજ એમાં મરાયા. પણ મીરાં વિધવા ના બની એ મનથી શ્રી કૃષ્ણને વરી ચુકી હતી. એક્સ્ટ્રીમ ફીમેલ બ્રેઈન. એના વગર ૫૦૦૦ વર્ષ પહેલા થયેલા કૃષ્ણને પ્રેમ કરવો અશક્ય. લોહીની સગાઈએ  મીરાં જગવિખ્યાત  મહારાણા પ્રતાપના મોટાકાકીમાં થાય. કુંવર ભોજ  એ મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહના મોટા ભાઈ  થાય. આ ઉદયસિંહના લીધે સૌથી સુંદર શહેર ઉદયપુર મળ્યું છે. વિદેશી પ્રવાસીઓનો એક સર્વે વાંચેલો. એમાં ભારતમાં ફરવા માટેનું સૌથી શ્રેષ્ઠ શહેર તરીકે ઉદયપુરને પ્રથમ  નંબર અપાયેલો છે.
    પ્રેમદીવાની મીરાં, દર્દ દીવાની મીરાં ઈતિહાસનું એક અમર પાત્ર  છે. મીરાં નાની બાળક હતી ને કોઈ  સાધુ મહેમાન  થયેલો. એની પાસે એક શ્રી કૃષ્ણની મૂર્તિ હતી. બાલમીરાને એ ખુબ  ગમી ગયેલી. એને સાધુ પાસે માંગેલી પણ ખરી. પણ પેલા સાધુએ નહિ આપીને ચાલતી પકડેલી. સાધુના અચેતન  મનમાં મીરાંનો એ મૂર્તિ પ્રત્યેનો પ્રેમ અંકાઈ  ગયો હશે. આજીજી ભરી દયાદ્ર  નજર એના અચેતનમાં ઘુસી ગઈ  હશે. સાધુ ગયો તો ખરો પણ એને ચેન ના પડ્યું. એને સપના દેખાયા. પાછો આવ્યો ને મીરાંને મૂર્તિ આપી દીધી. બસ  મીરાં કૃષ્ણની દીવાની થઇ  ગઈ. એની ભક્તિમાં રાચવા લાગી. મીરાબાઈએ જિંદગીના પાછલા વર્ષો દ્વારિકામાં ગાળેલા.
   મૂર્તિ તો એક બહાનું હતી. પ્રેમ મીરાંની અંદર કુટી કુટીને ભરેલો હતો. મૂર્તિને બહાને બહાર આવી ગયો. મીરાં પ્રેમમય  બની ગઈ. મૂર્તિ તો શ્રી કૃષ્ણની હતી, જે ૫૦૦૦ વર્ષ  પહેલા થઇ ગયા હતા. મીરાએ  ક્યાં કૃષ્ણ ને જોયા હતા? રાધાએ  તો કૃષ્ણ ને જોયા પણ હતા. પણ એકવાર ગોકુલ  છોડી કૃષ્ણ કદી પાછા ગયાજ  નથી. પ્રેમ તમારી અંદર હોય  તો કૃષ્ણ તો બહાનું માત્ર  છે. આધુનિક વર્તમાન યુગમાં શું મીરાં હોઈ શકે? કોઈ ને ખબર હોય તો કહેશો.
   સતી કોને કહેવાય? સામાન્ય પુરુષ  પ્રત્યે અસીમ  પ્રેમ હોય તેના વગર જીવવું દોહ્યલું થઇ જાય. એ સામાન્ય પુરુષ તો બહાનું છે, સતીના અંદર જ પ્રેમ કુટી કુટી ને ભરેલો હોય. સળગાવી મારવાથી કે સળગી મારવાથી  કોઈ સતી ના થઇ જાય. ધાર્મિક  અને સામાજિક દમ્ભીઓએ  લાખો  સ્ત્રીઓને ભારતમાં એમ જ  બાળી મૂકી છે. હુણ  લોકો બહારથી આવ્યા ને સતી થવાનો બાળી મુકવાનો રીવાજ  લેતા આવ્યા. એક મોટી ઉધઈ  અંગ્રેજોના લીધે નાશ પામી. થેન્ક્સ ટુ બ્રીટીશર.
    પ્રેમ તો હજારો લાખો ફૂલોની સુગંધ છે. ફૂલ  કદી કોઈને કહેતું નથી કે મારી સુગંધ તને નહિ આપું. ફૂલ કદી કોઈને કહેતું નથી કે મારી સુગંધ ફક્ત આને માટે જ  છે, પેલા માટે નથી. એક માત્ર શરતને પ્રેમ થઇ ગયો વેપાર. પ્રેમ એ મુક્તિ છે. બંધનમાં બાંધે તો મોહ થઇ જાય. દીકરાઓને શ્રવણ બનાવી રાખતી માતાઓ  મોહવશ  છે, પ્રેમવશ  નથી. દીકરાને “રામ” પણ ના બનાવશો. દીકરાને રામ બનાવનાર  પિતા અહંકાર ગ્રસ્ત છે. પિતાને આજ્ઞા પાલક પુત્રો જ ગમતા હોય છે. પિતા ભગવાન  નથી. એ પણ  અયોગ્ય માંગણી કરી શકે છે. સંતાનો પ્રત્યે મોહ ક્યાં સુધી રાખશો? એ શીખવું હોય તો પ્રાણીઓ પાસેથી શીખો.  હું એ શીખ્યો છું એક ચિત્તા ફેમિલીના જીવન કવન ને ટીવી પર જોતા.  સંતાનોને મોહથી મુક્ત રાખીને આખી જીંદગી પ્રેમ કરતા કોણ રોકે છે?  જન્મ આપીને એમના માલિક બનવાનું કોણે કહ્યું? પ્રેમમાં માલિકી ભાવ આવ્યો ને પ્રેમનું થયું સત્યાનાશ. પુત્રના લગ્ન થાય છે. માતાને ઝટકો લાગે છે. ફક્ત એક જ દિવસ માં ૨૫ વર્ષ થી પોતાનો હતો તે આજે અચાનક બીજાનો થઇ ગયો. ૨૫ વર્ષથી પાલવ પકડીને આખો દિવસ ફરતો  હતો તે અચાનક  હવે દુપટ્ટાની પાછળ ફરવા લાગ્યો છે. બંને બાજુથી માલિકી ભાવનું યુદ્ધ શરુ થાય છે. દીકરાની કેટલીક અંગત  જરૂરિયાતો માતા થી થોડી પૂરી થઇ શકવાની છે?  પ્રેમ મુક્ત કરે ને મોહ આપે બંધન. મોહ શુદ્ધિ પામે તો પ્રેમ અને પ્રેમની અશુદ્ધિ મોહ. પ્રેમ જીવવાનું બળ  આપે, મોહ જીવવું દોહ્યલું કરે.
     પ્રેમ કોઈને દુખમાં નાખવાના ઉપાય ના કરી શકે. મોહ અને માલિકી ભાવ જ એ કરી શકે. માટે જયારે કોઈ મહાન સાક્ષર કે ચિંતક રામાયણને પ્રેમનું મહાકાવ્ય કહે ત્યારે મને ગુસ્સો આવે છે,  હસવું પણ  આવે છે. લક્ષ્મણ  ભાત્રુ પ્રેમમાં મગ્ન હતો ત્યાં લક્ષ્મણ તો ઠીક રામ જેવા મહાપુરુષને પણ ઉર્મિલાનો ખ્યાલ કેમ નાં આવ્યો? આ બધા કરતા ઉર્મિલા મહાન. પ્રેમ દીકરાને વનવાસ કઈ રીતે આપી શકે? આપણે તો દીકરાને એની જોઈતી ને ગમતી લાઈનમાં ભણવા નાં જવા દઈને પોતાના સ્વપ્ના પુરા કરવા, ચૌદ વર્ષ તો ઠીક આખી જીંદગીનો વનવાસ આપી દઈ છીએ. પ્રેમ અને અગ્નિ પરીક્ષા? પ્રેમ અને ત્યાગ પ્રિય પત્નીનો? પ્રેમનું મહાકાવ્ય?હા!!હા!હા!હા!!!!બલિદાનો આપવાની લેવાની જાણે હરીફાઈ લાગી હતી. કોણ ઊંચું બલિદાન આપે ને મહાન સદીઓ સુધી કહેવાય. ઋષિ પત્ની અરુંધતીએ  પ્રતિજ્ઞા લીધેલી કે રામ વડે ત્યજાએલી સીતા વિનાની અયોધ્યામાં કદી પગ નહિ મુકું. પ્રેમ પરોક્ષ રૂપે પણ કોઈને દુખ ના પહોચાડે. માટે હું કહું છું અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની. કરુણા તો ફક્ત ભગવાન બુદ્ધની અને પ્રેમ તો ફક્ત મીરાંનો.   
    સહાનુભુતી, સિમ્પથી એ પ્રેમ નથી. એ તો એક સામાજિક વહેવાર છે. સહાનુભુતિને પ્રેમ માની લીધો કે ગયા. પછી વારંવાર સહાનુભુતિની  જરૂર પડશે. કોઈ બીમારને સહાનુભુતિ ખુબ મળે, અને ગમે પણ ખુબ. સગાવહાલા, પતિદેવ, છોકરા, વહુઓ  બધા ટોળે વળી જાય. પછી એક દુષ્ચક્ર ચાલુ થાય.  જયારે લાગે કે હવે કોઈ નોટીસ  કરતુ નથી કે ધ્યાનમાં લેતું નથી, તો પડ્યા બીમાર. પાછા બધા ટોળે વળી જાય. રોજ  લોકો ખબર અંતર પૂછે. મજા આવી જાય. બીમારીમાં રસ  લેતા થઇ ગયા તો સમજો કાયમ  માટેનું દુખ. જરા જેટલી પણ કોઈ નોંધ નહિ લેતો પડ્યા બીમાર. પ્રેમ જીવવાનું બળ આપે, સહાનુભુતિ બીમાર રહેવાનું શીખવાડે. આ બધું મનોવિજ્ઞાન  છે. ભારતમાં કોઈ મનોવિજ્ઞાન ભણાવતું નથી. અહી કોલેજમાં દરેક ને કોઈ પણ લાઈન  કે પ્રવાહ હોય અમુક સાયકોલોજીના વિષય તો ફરજીયાત  ભણવા પડે.
     ધ્યાન, નોટીસ, નોંધ એ મનનો ખોરાક છે. ઘરમાં મહેમાન આવ્યા તો બાળકની નોધ કોઈ લે નહિ, મહેમાનમાં પરોવાઈ  જઈએ. તો બાળક ખુબ  ધમાલ  કરશે, અથવા અકારણ રડવા લાગશે, અથવા ખાવાનું માંગશે. આખો દિવસ બહેનબા પડોસીઓ  સાથે ટોળટપ્પા મારશે, ટીવી પર સાસબહુના ઝગડા જોશે, ફોન  પર માતુશ્રી સાથે કે બહેનપણીઓ  સાથે ગપ્પા મારશે, અને સાંજે પતિદેવનો આવવાનો  સમય  થાય એટલે માથું બાંધીને વિકસ લગાવીને સુઈ  જશે. પતિની સહાનુભુતિ જોઈએ. પતિ થોડા ચિંતાતુર થઇ જાય મજા આવે. થોડા પાછળ  પાછળ ફરે તો સારું લાગે બીમારી ગાયબ. જેન્યુઈન  બીમારી સિવાયના મોટા ભાગના રોગો સાયકોસોમેટીક હોય છે, મનોશારીરિક  હોય છે. પરીક્ષા આવે કે છોકરાઓને શરદી ને ખાંસી થઇ જાય છે, તાવ  આવી જાય છે. આ બધી અચેતન મનની કરામતો છે. ચાઈલ્ડ સાયકોલોજી બધાએ  દરેક માબાપે ફરજીયાત  ભણવી જોઈએ. અહી તો pet સાયકોલોજી  એટલે કે પાળેલા કુતરાની સાયકોલોજી પણ ભણાવે છે. સહાનુભુતિને પ્રેમ ના માનસો. વારંવાર બીમાર રહેતા હોવ તો જરા વિચારી લેજો સહાનુભુતિ મેળવવાની ટેવ તો નથી પાડીને? વારંવાર બીમાર પડતા હોવ અને ડોક્ટર એવું કહેતા હોય કે ખાલી અશક્તિ છે, કઈ નથી. અને ખાલી શક્તિના રગડા કે એન્જાઈમ્સ કે પાચન થાય તેવી જ દવાઓ કે પછી કેલશિયમ કે આયર્નના ટીકડા જ લખી આપતા હોય તો સમજી લેજો કે સહાનુભુતિ મેળવવાની આદત પડી ગઈ છે. રોજેરોજ બારે માસ વિકસ લગાવવાની જરૂર પડતી હોય તેવી શરદી લાગતી હોય તો સમજી જજો સહાનુભુતિ પામવાની આદત પડી ગઈ છે.
  મારા પિતાશ્રીને  હાર્ટએટેક આવેલો ગાંધીનગર  સિવિલમાં દાખલ કરેલા. આખું ગામ  તૂટી પડેલું, ખબર કાઢવા. ખુબ  ભીડ થાય  હોસ્પિટલમાં. ડોકટરે મને એક વાક્ય  કહેલું. આ બધા ખાલી હાજરી પત્રકમાં નામ નોધાવા આવે છે. પણ ઘણાને પોતાને હાજરી પત્રક ભરવાની મજા આવે છે. કોઈ ના આવ્યું હોય કોઈ કારણવશ તો એની તરત નોંધ  લેવાય છે. બધા આવી ગયા એક તમે જ ના આવ્યા.  ગિલ્ટી ફિલ કરાવવામાં આવે છે. જો તમે આવું હાજરીપત્રક રાખતા હોવ તો સમજી લેજો કે તમને ખાલી હાજરીપત્રક ભરવા માટે બીમાર પડવાની આદત પડી ચુકી છે. ઘણા મિત્રોને કારણ વગર રોજ રાત્રે સુતી વખતે અથવા સવારે ઉઠવાના સમયે પગ દબાવડાવવાની  ટેવ હશે, કદાચ શરીર ગદડાવવાની પણ ટેવ હશે. એ કામ ખાસ તો પત્ની પાસે કરાવતા હોય. રોજ એની જરૂર હોતી નથી. બલકે જરૂર જ હોતી નથી.પણ સેવા કરાવવાની આદત પડી ગઈ છે. પગ દુખે તો ડોક્ટરની સલાહ લઇ લેવી સારી.
   પ્રેમ એ મુક્તિનો માર્ગ  છે. મોહ બંધનનો અને સહાનુભુતિ બીમારીનો માર્ગ છે. બે આત્માઓ  વચ્ચેનું મિલન  પ્રેમ છે.  બે શરીર વચ્ચેનું મિલન એ  કામ(સેક્સ)છે. બે આત્માઓની  સાથે સાથે બે શરીર વચ્ચેનું મિલન એ સમાધિ છે. ભલે એ સમાધિ ક્ષણિક હોય પણ છે તો એ સમાધિ જ. વારંવાર એ સમાધિમાં ઉતરોને નિત્ય યુવાન રહેવાના હાર્મોન્સ ભરપુર  નીતરી પડશે. ઘણા બધા રોગો દુર થાય. મન  પ્રફુલ્લિત  રહે, સ્ટ્રેસ  ઓછો થાય. સ્ત્રીઓમાં ઈસ્ટ્રોજનનું લેવલ  વધતા સ્ત્રી તત્વમાં વૃદ્ધી થાય ને પુરુષોમાં ટેસ્ટાટોરીનનું લેવલ ઊંચું જતા પુરુષત્વમાં વધારો થાય. માટે સમાધિમાં ઉતરવાની વાતમાં કોઈ કંજુસી કરવી નહિ. સાયંસ  નહિ ભણેલા બાવાઓની વાતો માનવી નહિ.
આ પ્રેમ પુરાણ કથા ભગવાન  વિષ્ણુજી એ સ્વયમ  અમને કહેલી. પછી અમે મુનિશ્રી ફ્રોઈડને કહેલી. મુનિ ફ્રોઈડે અમારી આજ્ઞાથી મુનિશ્રીઓ એડલર, કાર્લ  જુંગ(યુંગ)ને કહેલી. અથવા તો આ બધા મુનિશ્રીઓ દ્વારા અમે સાંભળી હોય એમ  પણ બની શકે.  કારણ અમે અહમ બ્રહ્માસ્મિમાં માનીએ છીએ. આ બધા મનોવૈજ્ઞાનિક  મુનિશ્રીઓ બ્રહ્મ  છે, અમે બ્રહ્મ છીએ, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. માટે આપ  સર્વે વાચકો પણ બ્રહ્મ છો. પણ વિસ્મૃતિના કારણે ભૂલી ગયા છો માટે ફરી કહેવી પડે છે. ઇતિશ્રી રાઓલજી રચિત  પ્રેમપુરાણનો પ્રથમ અધ્યાય  સમાપ્ત. આ  પ્રેમપુરાણનો પાઠ  નિત્ય કરવાથી ઘરમાંથી આધિ વ્યાધીને ઉપાધીનો નાશ થાય છે. ઘરમાંથી બીમારી દુર થાય છે, બાળકો સારા ને સાજાં રહે છે. એનાથી પૈસાનો વ્યય  થતો અટકી જાય છે. લોકોને ઘરમાજ  સમાધિનો અનુભવ  થાય છે, માટે ગુરુઓને મળવાનું રહેતું નથી, ભલે બાવાઓ ભૂખે મરતા. એનાથી દેશને પણ ફાયદો થાય છે.  બીજા અધ્યાયની રાહ જોવી નહિ.
Advertisements

49 thoughts on “What is Love? (પ્રેમ પુરાણ)……………..પ્રેરણા મૂર્તિ મીરાં.

 1. શ્રી શ્રી શ્રી પ.પુ.ધ.ધુ.૧૦૦૦૮ પ્રાત: સ્મરણીય શ્રી રાઓલજી રચિત પ્રેમપુરાણ નો પ્રથમ અધ્યાય પ્રેમ પૂર્વક વાંચવાની ઘણી મજા આવી

  Like

  1. પ્રેમ પુરાણ ના પ્રથમ વાચક બનવાનું સૌભાગ્ય ધરાવી પ્રથમ પ્રતિભાવ આપનાર શ્રી શૈલેશ ભાઈ નો પ્રેમલોક(પૃથ્વીલોક) માં નિત્ય વાસ હો એવા આશીર્વાદ.

   Like

 2. આપના પરમ મિત્રનો ખૂબ જ આભાર આપની એક નવી પ્રતિભાનો પરિચય કરાવવા બદલ. આપનું લખાણ રફ નહીં પણ જામી ગયેલો કાટ દૂર કરે છે. તેને માટે જો આપે કડવી ભાષા વાપરવી પડે કે ધારદર કલમરૂપી તલવારનો ઉપયોગ કરવો પડે છે. તે સમજી શકાય. આપના આ લેખમાં મીરાંના ઈતિહાસ ના અમર પાત્ર વિશે વધુ જાણકારી મળી. પ્રેમ વિશેના આપના આગવા વિચારો પણ સરાહનીય છે. પ્રેમ બંધન ના હોવો જોઇએ અને મોહ અને સહાનુભૂતિ એ પ્રેમ નથી. ખૂબ જ સરસ લેખ.

  Like

  1. બીજા નંબરે આવીને પ્રતિભાવ આપવાનું બહુમાન મેળવીને આપનો પણ પ્રેમલોક(પૃથ્વીલોક)માં સદા વાસ હો એવા અર્શીવચન આપીએ છીએ.કારણ બીજા લોકો(સ્વર્ગલોક,વૈકુંઠલોક,નર્કલોક) અમે જોયા નથી ને જોવાની ખેવના નથી.મુરખોને શોધવા દઈએ.એમને ભટકવા દઈએ.
   અમારી ધારદાર કલમ નો ડર એક આપને લાગતો નથી,ને નિયમિત પ્રતિભાવો આપી ને અમારી કલમ ને વધારે ધારદાર બનાવી રહ્યા છો તે બદલ આપનો ખુબ ખુબ આભાર.

   Like

 3. આટલું બધું ડિટેઈલમાં તો નહીં પણ થોડુંક મે ય મીરાંબાઈ વિશે સંકલિત કરીને બ્લોગ પર મૂક્યુ હતું જો કે એમાં રાધા પ્રત્યે સોફ્ટ કોર્નર છે અને લોકો રાધા-મીરાંની ખોટી કમ્પેરીઝન કરે છે (મેં ય તો એ જ કર્યુ !) એના પરિણામ સ્વરૂપ હતું.

  Like

  1. શ્રી રજની ભાઈ,
   પ્રથમ ત્રણ પ્રતિભાવ આપનાર માં આપનો પણ સમાવેશ થઇ ગયો.એટલે આપને પણ સદા પ્રેમલોક માં વાસ કરવાના આશીર્વાદ મળે છે.હવે કોઈને નહિ મળે.
   બીજું મીરાં ને પણ ચાન્સ મળ્યો હોત તો કૃષ્ણ ને જોયા વગર ના રહેત.આતો કોઈ ચોઈસ ના હતી.ભાયડો ૫૦૦૦ વર્ષ પહેલા જ ભૂતકાળ બની ગયેલો.મૂળ વાત પ્રેમ ની છે.મીરાં હોય કે રાધા બંને ની અંદર પ્રેમ ઠાંસી ઠાંસી ને ભરેલો હતો.કૃષ્ણ ખાલી બહાનું હતા એને બહાર નીકળવામાં.radha no પ્રેમ jaray ochho ના kahevaay.

   Like

 4. ‘પ્રેમ અને મોહ ને જે રીતે આપે જુદો તારવી/મૂલવી અને ભ્રમણામાં રચતા લોકો ની ભ્રમણા ભાંગી હકીકત નું જે દર્શન કરાવેલ છે તે ખરેખર સરાનિયા છે. ‘મીરાં /રાધા ‘ જેવા પાત્ર દવારા પ્રેમ ની ગહનતા સમજવાની કોશિષ કરીએ છીએ તે બરોબર પરંતુ સાથે દરેકે પોતાના ઘરમાં રહેલ ‘માં’ ને સમજવી એટલી જ જરૂરી લાગે છે., પ્રેમ એ પૂજા છે.

  ખરેખર ખુબજ ઉત્તમ લેખ છે., ભાષાની રુક્ષતા સમય પ્રમાણે જરૂરી લાગે છે.

  Like

 5. ભૂપેન્દ્રસિંહ, મારા પત્ની આપના બ્લોગને વાંચે છે અને આપના મોટાભાગના લેખની ચર્ચા કરે છે. મારે તો મારા વિષયને લગતું જ ખૂબ જ વાંચવાનું હોય તેથી રેગ્યુલર આપના બ્લોગની મુલાકાત કે પ્રતિભાવ શક્ય નથી હોતું. પરંતુ સમય મળે ચોક્કસ આપના બ્લોગની મુલાકત લઇને પ્રતિભાવ આપવાની(લખાવવાની-ગુજરાતીમાં લખતાં નથી આવડતું તેથી મારા પત્ની મારા વતી લખે છે) કોશિશ જરૂર કરીશ. આજનો લેખ સરસ છે. અનાયસે કાલે જ એક મિત્રને યાદ કર્યા હતા. તેઓ અને તેમની ફેમિલીને દરેક વાતમાં સહનુભૂતિ દ્વારા પ્રેમ મેળવવાની આદત હતી.

  Like

  1. એક વૈજ્ઞાનિક અને એક વિદુષી.શું જોડી જામી છે!!બહુ સરસ.બે બુદ્ધિશાળી ભેગા થાય તો દલીલો બહુ થાય,એવું તો નથી થતું ને?હું તો ટેવ પ્રમાણે મજાક કરું છું.ભાઈ ભાગ્યશાળી છો.સુંદરતા સાથે બુદ્ધી નો સમન્વય પણ ઘર માં છે.જોકે એવું ઓછું બનતું હોય છે.આપે જ અગાઉના પ્રતિભાવ માં સુંદર પત્નીઓ એવું કઈ ક લખેલું માટે લખ્યું છે.
   ખેર બ્લોગ જગત માં ઘણી બધી માનુનીઓ ભાગ લે છે.લખવામાં અને પ્રતિભાવ આપવામાં.આમારી વાતો જરા વિચિત્ર હોય છે.કલમ ની ધાર નો ડર પણ લાગતો હોય.એક રાજુલબેન પ્રતિભાવ આપે જે ટૂંકો ને સચોટ હોય.અને એક મીતાબેન આપે.બંને ના પ્રતિભાવ પરથી ખબર પડી જાય કે બંને વિદુષી સન્નારીઓ જ્ઞાતા છે,અને ગુરુઓના બ્રેન્વોશિંગ ના પ્રભાવ થી મુક્ત છે,માટે જ તો અહી મુલાકાત લે છે.બંને માટે અમારા દિલમાં સન્માન ની ભાવના છે.બંનેના ના પ્રતિભાવ ની હમેશા રાહ જોતા હોઈએ છીએ.ભાઈ અમને કેવું લખતા આવડે છે એ અમને ખુદ ને ખબર નહોતી.આ પ્રતિભાવો થી જાણવા મળ્યું કે આમારી શૈલી ને લખાણ કેવું છે.બાકી અમે તો પોતાને ગમાર જ સમજતા હતા.લકી મેન પ્રતિભાવો લખાવતા રહેજો.

   Like

  1. ભાઈ અમે નાનપણ માં ગણિત માં બહુ પાકા હતા.૧૦૦ માંથી ૯૯ લાવતા.પછી ખબર નહિ સાહિત્ય માં રસ પડવા લાગ્યો.અને ઈતિહાસ અમારો રસ નો વિષય હતો.એક મિત્રે ફરિયાદ કરેલી કે પ્રેમ અને મોહ ને એક સમાન ગણો છો, રિસાઈ ગયા.અમને છોડી ને સદાચાર ના શ્લોકોમાં ખોવાઈ ગયા.એટલે એક સચોટ લેખ અપાવો હતો.પણ પ્રેમ વિષે લખવાનું કોઈ છોડતા જ નથી.એટલે મને શું લખવું સમજ ના પડતી.બધા સાક્ષરોએ એના વિષે લખેલું જ હોય.છતાં લખ્યું છે.આપે બેસ્ટ નો એવોર્ડ આપી દીધો.ખુબ આભાર.

   Like

  1. ખેર બ્લોગ જગત માં ઘણી બધી માનુનીઓ ભાગ લે છે.લખવામાં અને પ્રતિભાવ આપવામાં.આમારી વાતો જરા વિચિત્ર હોય છે.કલમ ની ધાર નો ડર પણ લાગતો હોય.એક રાજુલબેન પ્રતિભાવ આપે જે ટૂંકો ને સચોટ હોય.અને એક મીતાબેન આપે.બંને ના પ્રતિભાવ પરથી ખબર પડી જાય કે બંને વિદુષી સન્નારીઓ જ્ઞાતા છે,અને ગુરુઓના બ્રેન્વોશિંગ ના પ્રભાવ થી મુક્ત છે,માટે જ તો અહી મુલાકાત લે છે.બંને માટે અમારા દિલમાં સન્માન ની ભાવના છે.બંનેના ના પ્રતિભાવ ની હમેશા રાહ જોતા હોઈએ છીએ.ભાઈ અમને કેવું લખતા આવડે છે એ અમને ખુદ ને ખબર નહોતી.આ પ્રતિભાવો થી જાણવા મળ્યું કે આમારી શૈલી ને લખાણ કેવું છે.બાકી અમે તો પોતાને ગમાર જ સમજતા હતા

   Like

 6. શ્રી ભુપેન્દ્રસિંહજી,

  તમે ભલિયાપુરાણ લખ્યું અને અમે લોટ માંગતા થઈ ગયા અને આ પ્રેમ પુરાણ લખ્યું તો પાછા ઘર ભેગા થઈ ગયા. પુરાણ પુરાણ માં કેટલો બધો ફેર હોય છે.

  Like

  1. પુરાણ લખવાવાળા લોટ માંગતા થઇ જાય.વાચવાવાળા નહિ.જે આજે કથાકારો પુરાણો વાંચે છે તે જુઓ કેટલા બધા પૈસા માં આળોટે છે.અમારે આપની પાસે લોટ માંગવો પડશે.આપસો ને?પણ લેખ કેવો લાગ્યો તે તો લખો.બહુ રીસામણા સારા નહિ.જોકે માણસ પોતાનું લાગે ત્યાં જ રિસાય,પારકા જોડે ના રિસાય.કેમ ખરુંને?

   Like

 7. Mira……….JOurney started with LOve …Devotion …Blessed …Ecstasy ….( what a Deep Love affair one can Have ) although as u says never seen krishana ….Such sweetness in realtion…if its True LOVe one does not need permission or grant …..to be with he or she..as it says LOVE IS UNCONDITIONAL ….evn unconditon is 1 condition wt i see …just let it be …..it will Be Beutiful ………experence in once life …thanks for sharing ….Love

  Like

 8. મોડો પડ્યો. પ્રેમમાં માલિકી ભાવ ન હોઈ શકે તે વાત બહુ જ ગમી. આપણે ત્યાં husband શબ્દના લગભગ બધા જ પર્યાયો owner શબ્દના પણ છે જેમકે ‘પતિ’, ‘સ્વામી’, ‘નાથ’ વગેરે.

  Like

 9. એક તો મોડું આવવું ! અને ઉપરથી પોતાનું ડહાપણ ડહોળવું !! સારું ન લાગે. માટે જ આપના આ અતિવિચારપ્રેરક લેખમાંથી, આપના જ વિચારોને તારવી અને તેના ટુંકસાર વડે પ્રેમની વ્યાખ્યા કરીએ. (પ્રેમની વ્યાખ્યા ?? આ મારા જેવો પ્રેમનો ’ઢ’ જ કરી શકે !!)
  * પ્રેમ અને ઇશ્વરને ગાઢ સંબંધ છે ! (સાબીત કરૂં છું સાહેબ !) વેદ અને વેદાંતોમાં ઇશ્વરને માટે કહ્યું છે કે ’નેતિ..નેતિ’. અર્થાત તે વ્યાખ્યાઇત નથી, તે શું છે તે જાણવું શક્ય નથી, ફક્ત તે શું નથી તે જાણી શકાય. પ્રેમ માટે પણ મહાન ચિંતકોએ આજ વાત કરી છે. પ્રેમ શું છે તે કરતા પ્રેમ શું નથી તે જાણવાથી જ પ્રેમને સમજી શકાય. અહીં આપે અમુક મુદ્દા જણાવ્યા થોડું હું ઉમેરીશ.
  ** પ્રેમ એ ’કામ’ નથી.
  ** પ્રેમ એ સહાનુભુતી નથી.
  ** પ્રેમ એ બહારથી મળતી વસ્તુ નથી.
  ** પ્રેમ એ મોહ કે માલિકીભાવ નથી.
  ** પ્રેમ એ દુ:ખ નથી, એ જ રીતે સુ:ખ પણ નથી.
  ** પ્રેમ એ બંધન નથી. (આ આપના વિચારો, અને હવે થોડા ઇધર ઉધરથી શોધેલા વધુ કેટલાક વિચારો)
  ** પ્રેમ એ લાગણી નથી, સંબંધ નથી, પરાવલંબન નથી, આકર્ષણ નથી.
  ** પ્રેમ એ મેળવવાની વસ્તુ નથી.
  વધુ લાંબુ ન કરતા એમ કહીએ કે પ્રેમ એને કહેવાય જે નિત્ય હોય, લાગણીઓ વગેરે તો અનિત્ય છે. આજે તમને કોઇ ગમે અને બે દિવસ પછી તે ન ગમે તો એ પ્રેમ નથી. હું કોઇને ચાહું તેનો અર્થ એવો જરાયે નથી કે તે પણ મને ચાહે, આવૂં હોય તો તે પ્રેમ નથી પણ સોદો છે. તમને ઘડીએ તમારા પ્રિય પાત્ર વિના ન ચાલે એટલે તે કંઇ તમારો પ્રેમ નથી ! તે તો પરાવલંબન છે. એમ તો તમે બંધાણી હો તો ચા વિના પણ તમને નથી જ ચાલતું ને ? એટલે તમને ચા પર પ્રેમ છે તેમ કહેવું હાસ્યાસ્પદ નથી !
  વિદ્વાનોએ કરેલા પિષ્ટપીંજણ મુજબ જોઇએ તો પ્રેમ એ; ઐક્ય, કર્મ, ત્યાગ, આત્મીયતા, કાળજી, જવાબદારી, આદર, જ્ઞાન અને ધ્યાનનો એકઠ્ઠો થયેલો મેળાવડો છે. (ન સમજાયું હોય તો ચિંતા નહીં, સમજાય તે પ્રેમ શાનો !!)
  અંતે કહું તો પ્રેમ કદી વ્યક્તિકેન્દ્રી ન હોઇ શકે, તમે સાચા પ્રેમી ત્યારે જ કહેવાઓ જ્યારે તમે સમગ્ર સૃષ્ટિને ચાહતા હો. અને એટલે જ પ્રેમ હંમેશા તટસ્થતાથી જુએ છે. અંતે મને સૌથી વધુ ગમેલી પ્રેમની “વ્યાખ્યા”:
  “બીજી વ્યક્તિની ખુશી માટેની સંપૂર્ણ અને તીવ્ર ઇચ્છા એટલે પ્રેમ” – દલાઇ લામા. (સંદર્ભ:’પ્રેમની ભેટ’)
  આભાર.

  Like

   1. શ્રી ભુપેન્દ્રસિંહજી, પ્રેમસ્કાર !! (આ એટલે જ હું આ રવાડે નથી ચઢતો ! દારૂનો નશો તો બે કલાકમાં ઉતરી જાય, આ પ્રેમનો નશો ક્યારેક બે જન્મારેય ન ઉતરે !!)
    “પ્રેમ એ બળજબરી પણ નથી !” આતો બળજબરી નહીં પણ આપનો પ્રેમ છે, અમારા પ્રતિ. આ બ્લોગજગતમાં ગણીને માંડ હજુ તો બે-ચાર મિત્રો, અમારા, એવા થયા છે કે જે અમને વિચારવા ’મજબુર’ કરે છે. અમારા ’બ્રેન’ને કાટ ન ચડી જાય તે માટે પણ આવી બળજબરી ચાલુ રાખવા ’પ્રેમપૂર્વક’ વિનંતી.
    શાથે એક નમ્ર સુચન કરવાનું યાદ આવ્યું, આપના બ્લોગ પર પ્રતિભાવો ’નવા થી જુના’ ક્રમમાં દેખાય છે, તેથી ઘણી વખત વાંચનમાં એકસુત્રતા ખોરવાય છે. જો આપને યોગ્ય જણાય તો, આ ક્રમ ’જુના થી નવા’ એમ ઉતરતા ક્રમમાં રાખવા વિનંતી છે. (આ ફક્ત સુચન છે, આગ્રહ નથી) આભાર.

    Like

 10. I am fond of gujarati blogs it just came to me accidently today and I liked your writing…
  while going through “what is love” I have some opinion to share…
  mira has a way of love… but what about love from
  -dhutrashtra and gandhari towards duryodhana … it wasnt only moha..
  -Sita and Rama, where their love ended only in pain and distance… but they had continued it forever..
  – Radha whose love hasn’t got any attention in lifetime except radhakrishna in worldly presence; It was love when radhaji has stayed back with all pain; and krishna has move on forgetting her
  * what do u cal love these days developed after cheking bank balance, salary, degrees, visa status, cast, family,self interest and other financials and dependents?
  and what abt guys/gals in relationship who cant make into other relation after failing in one?
  from my point of view in today’s life there are people with two extreme
  1. who can not love anyone except themselves
  2. who try to love everyone with all success/failures
  we all fall at either end or in between, but having question “what is love” itself says either we are so much confused about our love.
  True love is like mother’s love when one start thinking about the other not just for a reason or self interest but for lifetime irrespective of relationship, distance or anything else…
  Thanks in advance for your feedback
  -rajvi mehta

  Like

 11. પ્રેમ એ હ્રદય નો ગુણ છે મસ્તિષ્ક નો નહિ , પ્રેમ થી હ્રદય માં આહલાદ ભરાય છે.
  પ્રેમ ની પરાકાષ્ટામાં ક્યાં તો સંપૂર્ણ સમર્પણ હોય છે , ક્યાં તો બલિદાન હોય છે ,
  એટલેજ તો તેને વિકટ માર્ગ કહ્યો છે .
  પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

  Like

 12. પ્રાતઃ સ્મરણીય શ્રી રાઓલ સરજી ને મારા કોટી કોટી વંદન. આ પ્રેમ પુરાણ જે કોઈ જીવન માં ઉતારશે, એનો ખરા અર્થ માં મોક્ષ થશે…(સરજી, આ પ્રેમ પુરાણ ની કથા બેસાડવી હોય તો મને જણાવજો.)….

  Like

 13. શ્રી રાઓંલજી સાહેબ, ભારતીય સંસ્કૃતિ સૌવથી પ્રાચીન અને વૈવ્ધ્યધિત રહી છે, એક બુકમાં અંગ્રેજ ઇતિહાસકાર તોડને વાંચેલો, ” ભારત-વર્ષ ની કમનસીબી રહી છે કે અહિયાં કોઈ નોંધ રાખવામાં આવી નથી”.

  આપણા પૂર્વજોએ એક મોટી ભૂલ કરેલી છે, બધીજ જાણકારી, જ્ઞાન, પ્રક્રિયા, સંસોધન ગુપ્ત રાખવાની, જે સમયાંતરે લુપ્ત થઇ ગઈ. પણ, આજના સમયમાં રામાયણ, ગીતા, શિવપુરાણ હાજર છે, પણ – કેટલાને હનુમાન ચાલીસાના અર્થ ની ખબર છે.

  સાહેબ, તમે તો શ્રી કૃષ્ણ, રાધા અને મીરાં સુધી પંહોચી ગયા, તે કોણ છે ?? અહિયાં તો માતા-પિતા અને બાળકો એક-બીજાના પ્રેમ થી વંચિત છે.

  Like

 14. અદ્દ્ભુત !!…..પણ સાહેબ, આપશ્રીએ જણાવેલ આ સાત્વિક,તાત્વિક, ત્યાગીક, અને હૃદય સ્પર્શી પ્રેમ એ અમારી પેઢીના યુવાનો માં એક સ્વપ્નિલ બાબત બની છે,,
  આપના લેખનો સંપૂર્ણ સારાંશ આ અપના ત્રણ વાક્યોમાં જ સમાયેલો છે,,,મને ખુબ જ હૃદય સ્પર્શી લાગ્યા,,,,,
  “”પ્રેમ એ મુક્તિ છે. બંધનમાં બાંધે તો મોહ થઇ જાય.””,,, “બે આત્માઓ વચ્ચેનું મિલન પ્રેમ છે. બે શરીર વચ્ચેનું મિલન એ કામ(સેક્સ)છે. બે આત્માઓની સાથે સાથે બે શરીર વચ્ચેનું મિલન એ સમાધિ છે. ભલે એ સમાધિ ક્ષણિક હોય પણ છે તો એ સમાધિ જ”
  સાહેબશ્રી,,,,તમે જે કહ્યું તે તો નિસ્વાર્થ પ્રેમની વાત કરી સાચા પ્રેમની વાત કરી બાકી,,,,,
  અત્યારે તો,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,જરૂરિયાત વિના સ્નેહ કે સંબંધ શક્ય નથી, પછી તે જરૂરિયાત માનસિક, સામાજિક, આર્થિક, શારીરિક, નૈતિક કે કોઇપણ હોય,,,,તે જરૂરિયાત જ્યાં પુર્ણ થાય ત્યાં સંબંધ અને સ્નેહ વિકસે,વધે. ના સંતોષાય ત્યાં ઘટે… માનસિક-મનોવૈજ્ઞાનિક જરૂરિયાતમાં પ્રેમ/સ્નેહ, લાગણી, આત્મસંતોષ, મમત્વની ભાવના, સલામતિ(વૈચારિક), પસંદગી, આત્મિક હુંફ ,,,,,આ લીસ્ટ ઘણું મોટુ છે, ટુકમાં મુર્ત-અમુર્ત મનની વૃતિ. … કોઇ કહે અમારી વચ્ચે નિસ્વાર્થ કે નિર્દોશ સ્નેહ કે સંબંધ છે,,,,,એ ખોટી વાત હુ માનું છું કારણ આમાં પણ પરસ્પરની ભાવના,લાગણી,આદર-સન્માન,મારાપણાનો આત્મિય સંતોષ …જેવું ઘણુ હોય છે,,,,જો તે ના હોય તો સંબંધ માં તિરાડ…..પ્રેમ પુરો,,,,

  Like

 15. સરસ બાપુ તલવારની ધાર જેવાં તિક્ષ્ણ શબ્દો લખવાં વાળાની કલમ ક્યારક કોમળતાનો અનુભવ પણ કરાવે છે એ જાણી આનંદ થયો… થોડી વાસ્તવિકતાની નજીકની વાત કરું…. પ્રેમ એ અભિવ્યક્તીની નહિ પરંતુ અનુભૂતિની વાત છે, અને કોણ કહે છે કે જાન નોચ્છાવરની પરાકાષ્ટા એ પહોંચી શકાય એવો પ્રેમ માત્ર એક જ વાર થઇ શકે? પ્રેમ કોઇ એક વ્યક્તિ પૂરતો સિમીત હોય નહિ પ્રેમની અનેક વાર અનુભૂતિ થઇ શકે… અને અનૈતિક સંબંધોની વાજાપેટી વગાડતા અને છાની રીતે એ જ માર્ગે ચાલતાં સમાજને એક જ પ્રશ્ન… બે પુખ્ત વયની વ્યક્તિઓની સંમતીથી સર્જાતા સંબંધને અનૈતિક કેમ કહેવો? ક્યારેક એવાં સંબંધોમાં પણ પ્રેમનો અંશ તો હોય જ છે કદાચ એ પ્રેમને જોઈ શકે અથવા ખમી શકે એવી દ્રષ્ટિનો સમાજમાં અભાવ હોય છે… અંતે મોહ અને પ્રેમ વચ્ચેની સુક્ષ્મરેખાને સમજાવતો મારો લખેલ અછાંદસ
  .
  માનસ ચક્ષુમાં
  કરૂ દિદાર હું…
  કુદરતના… છતાં_

  ‘મોહ’ ના છુટ્યો
  પામવાં એને… પ્રત્યક્ષ…
  બસ… તે ઘડીથી

  જિંદગી ખર્ચી એ…
  એક જ લક્ષ્યાંક પર
  પરંતુ આવ્યો

  સમય જ્યારે… અંતનો
  ત્યારે જાણ્યું અરે…
  ક્ષણીક ‘મોહ’નું

  જો… હું… પરીવર્તન
  કરી શક્યો હોત ‘પ્રેમ’માં ???
  .
  -અશોકસિંહ વાળા

  Like

  1. સમય જ્યારે… અંતનો
   ત્યારે જાણ્યું અરે…
   ક્ષણીક ‘મોહ’નું

   જો… હું… પરીવર્તન
   કરી શક્યો હોત ‘પ્રેમ’માં — બહુ સરસ મોહ અને પ્રેમ વચ્ચેની પાતળી ભેદરેખા ઓળખવી મુશ્કેલ છે.

   Like

 16. Bhupendrasinh – Sirjee … એક બીજી દ્રષ્ટીએ પણ આજે પ્રેમ ને મૂલવીએ ચાલો …
  “પ્રેમ તે આનો પ્રેમ અને તેનો પ્રેમ કેવો?
  અને પેલાનો પ્રેમ? …
  જવાદો તેને ક્યાં કંઈ પ્રેમમાં ખબર પડે છે? …
  તે તમને પ્રેમમાં ખબર બહુ પડે જાણે …
  બેસ-બેસ જોયા હવે …”
  બધાને એવો ભ્રમ છે કે તેઓને પ્રેમ વિષે બહુ ખબર પડે … અને બીજા પ્રેમની બાબતમાં સુક્કા …
  એટલે સુધી કે મીરાના મૂર્તિ-મોહને કે એક વ્યક્તિ-આભાસની પાછળનાં માનસિક રોગ કે ગાંડપણને પણ પ્રેમની ઉપમા અપાય છે … રાધા તો કૃષ્ણ માટે શરીર-મોહનાં પ્રથમ-પ્રયોગોનું સાધન … કૃષ્ણે ક્યારે કોઈને પ્રેમ કર્યો? … ક્યારે તે કોઈની પાછળ પાગલ-લટ્ટુ થયો? … કુદરતના દરેક નિયમોનો તેને પોતાના ફાયદા માટે કે બીજાને ફાયદો રહે તેમ ઉપયોગ કર્યો … એમ કહી શકાય કે કૃષ્ણ માનવ-સાઈકોલોજીમાં પારંગત હતો … અને સ્ત્રીઓ તેના અંશ-મેળવવા પડા-પડી કરતા કારણકે તે બળવાન યુગ-પુરુષ હતો … અને સ્ત્રી હંમેશા એવાજ જીન્સને પામવા-ફેલાવવા-સ્વીકારવા માગે જે અત્યંત બળવાન હોય … અને કૃષ્ણમાં તે બધું હતું જે સામાન્ય રીતે દરેક સ્ત્રીને જોઈએ … એટલેકે – કૃષ્ણે તો પોતાનું યુગ-પુરુષનું કર્તવ્ય નિભાવ્યું … એમાં પ્રેમનો અંશ નથી પણ જીન્સ-ફેલાવવાની વાત છે …
  ……..
  # આ પ્રેમની વાતો પણ માનસિક રોગોથી ઉપર નથી … અને એમ જોવા જઈએ તો કુદરતનો નવ-સર્જન નો નિયમ છે … અને … આપણે ફક્ત તે નિયમન નાં એક ભાગ છીએ … પ્રેમ એટલે શું? … નવ-સર્જનની માગનો વ્યવહાર …
  (તમારી લાગણી દુભાય તો દિલગીર છું, જે મને સત્ય લાગ્યું તે લખ્યું છે)

  Like

 17. બાપુ,

  આપ પ્રેમ પુરાણ લખો અને અમે ના આવીએ એવું તો બને જ નહીં ને ,…!!

  આ અમે પણ આવ્યા ,.. અહી કમેન્ટ કરી અને ધન્ય થવા ,… આશીર્વાદ આપો ,..!!

  જોરદાર લખ્યું છે,… મારી જિંદગી માં આવેલા ઘણા બધા પાત્રો એક સામટા ફરી નજર સમક્ષ આવી ગયા ,.. મોહ , પ્રેમ , સહાનુભૂતિ ,… અદભુત બાપુ અદભૂત ,..!!

  સીધી ભાષા માં લખું તો “જામે એવો લેખ છે,..!!” 🙂

  Like

 18. જક્કાસ લેખ બાપુ મજા આવી ગયી અને માં સૌથી મોટી ભગવાન છે આ વાત 100% સત્ય છે સાચું કું તો શું લખું એ જ ખબર નથી બસ હવે પ્રેમ માં પડું પછી કઈક કહીશ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s