“સિંહ”

                                                                સિંહ વિષે બધી લોકોક્તિઓ સાચી હોતી નથી. મેં નેશનલ જીયોગ્રાફી અને ડીસ્કવરી ચેનલ્સ પર સિંહોના ફેમીલી લાઈફ અને જીવન વિષે ઘણું જોયું છે. ગીરમાં એક લોકવાયકા છે કે ગોવિંદો નામનો સિંહ એની જોડીદાર સિંહણ મરી જતા માથા પછાડી ને મરી ગયેલો. ગપ્પા મારવામાં શું કામ પાછળ રહેવું? લોકકવિઓ  સિંહોને પણ છોડતા નથી.
               * સિંહ સિંહણની પાછળ માથા પછાડી ને મરી જાય તેવો પ્રેમી હોતો નથી. તદ્દન ખોટી વાત છે. સિંહ મરેલો શિકાર ખાતો નથી કે બીજાનો કરેલો શિકાર ખાતો નથી તે વાત પણ ખોટી છે. ખાસ તો સિંહના ટોળાંમાં જે સિંહણો હોય છે તેજ શિકાર કરે છે. પછી સિંહ ત્યાં આવી ને બધી સિંહણો ને ભગાડી મુકે છે. પછી લહેરથી પેટ ભરીને વધેલું સિંહણો માટે છોડી દે છે. સિંહ ભાગ્યેજ શિકારમાં જોડાય છે. ભાઈ તૈયાર રોટી ખાવાવાળા છે. ટોળાં સિવાય એકલા રહેતા સિંહો ને ચોક્કસ શિકાર કરવો પડે. ટોળામાંના નર બચ્ચા મોટા થતા તગડી મુકવામાં આવે છે. ટોળાંનો માલિક  સિંહ ઘરડો થતા બીજો કોઈ જુવાન  સિંહ એની સાથે લડી એને તગડી મૂકી ને ટોળાંનો માલિક બની જાય છે. અને પહેલું કામ ટોળામાં રહેલા નાના બચ્ચાઓ ને મારી નાખવાનું કરે છે. એ બચ્ચાઓને બચાવવા એમની માં સિંહણ જીવના જોખમે સિંહનો સામનો કરે છે, પણ બળવાન અને પુષ્કળ શારીરિક બળ ધરાવતા સિંહ સામે હારી જાય છે, અને નજર સામે પોતાના બચ્ચાને મારતા જોઈ રહે છે. છે ને હૃદય દ્રાવક? કુદરતના રાજ્યમાં  NO અહિંસા. પછી એજ સિંહણ ગરમીમાં આવીને પેલા સિંહ જોડે સંસર્ગ કરીને બચ્ચા જણે છે. પોતાના છોકરાવને મારનાર  જોડે પ્રેમ? Any morality? There is no morality in ‘The world of Nature.
 કેટ એટલે બિલાડીના કુલમાંના ચાર સૌથી મોટા પ્રાણીઓમાં આ સિંહ ભાયડો આવે છે. પંથેરા લીઓ એનું વૈજ્ઞાનિક નામ છે. ઘણા સિંહ ૨૫૦ કિલો સુધીના વજનમાં હોય છે. ૧૦,૦૦૦ વર્ષ પહેલા સિંહ આખી  દુનિયામાં ફેલાયેલા હતા ને માનવ જાત પછી એમની વસ્તી બીજા પ્રાણીઓમાં સૌથી વધારે હતી. સિંહ સામાજિક પ્રાણી છે. જંગલમાં સતત લડતા હોવાનું હોવાથી સરેરાશ આયુષ્ય ૧૪ વર્ષ નું હોય છે, જયારે પાળેલા સિંહ મતલબ પ્રાણી બાગ માં ૨૦ વધારે વર્ષ  જીવી શકે છે. હવે ખાલી આફ્રિકાના ઘાસિયા મેદાનો અને ગીરમાં જ બચ્યા છે. છેલ્લા બે દાયકામાં લગભગ ૫૦% વસ્તી ઓછી થઇ ગઈ છે. સંસ્કૃતમાં સિંહ પુંડરીકમ કહેવાય છે. સિંહનું જૂનામાં જુનું ફોસિલ ૩૫ લાખ વર્ષ પહેલાનું મળેલું છે. ટાયગર, જેગુઆર ને લેપર્ડ એ સિંહના પિત્રાઈ કહેવાય. કોમન પૂર્વજમાંથી ૧૯ લાખ વર્ષ પહેલા જેગુઆરને સિંહ છુટા પડેલા જયારે લેપર્ડ દસ લાખ ને આશરે ૨૫૦૦૦ વર્ષ પહેલા છુટા પડેલા.
 ૧) P.l.persica,  એશિયાટિક લાયન  એક સમયે ઈરાન, પાકિસ્તાન, ટર્કી, બાંગ્લાદેશ બધે  ફેલાયેલા હતા. હવે ગીરમાં ફક્ત ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે  બચ્યા  છે.
૨) P.l.leo, બાર્બેરી લાયન  ઈજીપ્ત ને મોરોક્કોમાં હતા. બહુ વિશાલ દેહયષ્ટિ ધરાવતા હતા. ૧૯૨૨ માં આ શાખાનો છેલ્લો સિંહ મોરોક્કોમાં મરાયો હતો.
 ૩) P.l,senegalensis, વેસ્ટ આફ્રિકન લાયન સેનેગલ અને નાઈજીરિયામાં મળે છે.
૪) P.l,azandica નોર્થ ઈસ્ટ કોન્ગો લાયન  કોન્ગોમાં મળે છે.
૫) P.l.nubica, મસાઈ લાયન  ઈથિયોપિયા, કેન્યા, તાન્ઝાનિયા, મોઝામ્બિકમાં મળે છે.
૬) P.l. bleyenberghi, કતંગા લાયન  નામિબિયા, બોત્સવાના, અંગોલા, કતંગા, ઝામ્બીયા, ઝીમ્બાબ્વેમાં મળે છે.
૭) P.l. krugeri, ટ્રાન્સવાલ લાયન  ટ્રાન્સવાલ અને કૃગર નેશનલ પાર્કમાં જોવા મળે છે.
૮) P.l.,nubica Tsavo સાવો લાયન કેન્યા ને સાવો નેશનલ પાર્ક માં છે.
             એક સમયે કેનેડા યુકોન વેલી થી છેક પેરુ ને શ્રીલંકામાં પણ સિંહ હતા. નર સિંહ ને માદા વાઘ એટલે વાઘણ સાથે ક્રોસ કરીને લાયઘર નામનું પ્રાણી પેદા કરેલું છે. જે ખુબ વિશાલ લગભગ ૧૦૦૦ પાઉન્ડ સુધી નું વજન ધરાવે છે. એવી રીતે સિહણ ને વાઘ વચ્ચે ક્રોસ કરીને ટાઈગોન પણ પેદા કરેલ છે. કશું કામ ના હોય તો સિંહ ૨૦ કલાક આરામ કરે છે. ભૂખ લાગે તો જ ઉભા થવાનું. સિંહ ને લગભગ  ૭ કિલો ને સિંહણ ને આશરે ૫ કિલો માંસ રોજ ખાવા જોઈએ.

14 thoughts on ““સિંહ””

  1. સાચી વાત છે મેં પણ સફારી મેગેઝિનમાં વાંચેલું છે કે સિંહ હંમેશા તૈયાર ભાણે બેસે છે. ઘણા વખત પહેલાં ગીર અભ્યારણની સિંહણોએ તેમની સીમામાં ઘૂસી આવેલા દીપડાને મારી નાખેલો. સિહણ એકલી હોય તો પણ તેના કરતાં અડધું વજન ધરાવતાં દીપડાને મારી શકે છે. કોઇ પણ શિકાર કરવાનું કામ સિહણ જ કરે છે. સફારીના ફેબ્રુઆરી-૧૦ ના આ મેગેજિનમાં આખી પ્રાણીસૃષ્ટિનો રાજા કોણ? એવા શીર્ષકવાળા કલ્પિત પણ વૈજ્ઞાનિક રીતે વાસ્તવિક રીઝલ્ટવાળી સ્પર્ધાના દાવેદારો ભૂચર અને જળચરના જે નામનો ઉલ્લેખ છે તે ૧. હાથી. ૨. ગેંડો. ૩. ધ્રુવપ્રદેશનું સફેદ રીંછ. ૪. ઇન્ડોનેશિયાનો કોમ્ડો ડ્રેગન. ૫. ઑસ્ટ્રેલિયાનું મારકણું કેસોવારી પક્ષી. ૬.હિપોપોટેમસ. ૭. ગ્રેઅટ વ્હાઇટ શાર્ક. ૮. વાઘ. ૯. જેલીફિશ. ૧૦.આફ્રિકાનો ઝેરી મમ્બા સાપ. ૧૧. સ્પર્મ વ્હેલ. ૧૨. મગર. ૧૩. વ્નેકોન્ડા અજગર. ૧૪. કિલર વ્હેલ. ૧૫. ગેરિલા અને ૧૬. સ્ટ્રેલિયાનું બેહદ આક્રમક તાસ્માનિયન ડેવિલ. તેમાં સિંહનું તો નામ જ નથી.

    Like

    1. બેના,
      મને તો ગ્રેટ વાઈટ શાર્ક ને કીલર વ્હેલ રાજા લાગે.જોકે દરેક પ્રાણી ભગવાને બેનમુન બનાવેલ છે.

      Like

    1. શ્રી રજનીભાઈ,
      આપે મારો “સિંહોના ટોળાં ના હોય”તે લેખ વાંચ્યો નથી લાગતો.એમાં મેં આ ભેંસો ને સિંહો ની લડાઈ નું વર્ણન કરેલું છે.આપણે ભારતીયો આ ભેંસો થી પણ ગયેલા બની ગયા છીએ.વાઇલ બીસ્ટ અને ભેંસો નો ફરક અહી દેખાય છે.ભારત ની વસ્તી કેમ વધી ગઈ છે એની ઉપર નો લેખ છે.

      Like

  2. શ્રી ભુપેન્દ્ર’સિંહ’જી, સરસ માહિતી આપી. સિંહ માથે પડે તો જ શિકાર કરે બાકી તો સિંહણો જ શિકારમાં પ્રવિણ હોય છે. છતાં પાછું શિકાર કર્યા પછી સિંહણો દુર ખસી જાય અને સિંહ આવી પોતાનો ભોજનભાગ ગ્રહણ કરી લે નહીં ત્યાં સુધી રાહ જુએ છે ! કારણ કે સિંહે આ સગવડ ભોગવવાની સામે જ્યારે ટોળાં (કુટુંબ) પર બાહ્ય આફત (આક્રમણ કે અન્ય શિકારી પ્રાણી દ્વારા બચ્ચાઓ પર હુમલો) આવે છે ત્યારે તેનો સામનો કરવાની ફરજ એકલાએ નિભાવવાની હોય છે. (હવે આ ભાવમાં ’ગબ્બર’ કુછ જ્યાદા તો માંગતા નહીં હૈ નાં !!)
    મીતાબહેને ઉલ્લેખેલો લેખ વાંચ્યો છે, એ સાચું જ છે કે ઉપર ઉલ્લેખેલા પ્રાણીઓ તાકાતમાં અને આક્રમણમાં સિંહ કરતા વધુ પાવરધા છે. સિંહને તેની શક્તિ કે હિંસકતાને કારણે નહીં પરંતુ તેના ઠાઠ અને બેફિકરાઇભરી જીવનશૈલીને કારણે જંગલના રાજાનું બિરૂદ પામ્યો હોય તો ના નહીં !
    ’સિંહોનાં ટોળાં ન હોય’ એ પણ એક વાયકા જ છે. (સુલેમાનભાઇ પટેલે એક શાથે ૭ સિંહ પાણી પીતા હોય તે ફોટો પાડેલો) સિંહ મોટાભાગે કુટુંબ શાથે જીવતું પ્રાણી છે. એમ પણ બને કે ઉત્તરભારતમાં વાઘને ’શેર’ કહે છે, અને ઘણાં મુળ હિન્દી સાહિત્ય માંથી આપણે ત્યાં વાત બદલતા બદલતા ’સિંહ’ પર આવી ગઇ હોય. હવે થોડી પૂરકમાહિતી:
    * સિંહ જે ભાષા સમજે છે તેને ’હુકવો’ કહે છે, દિવનાં સિંહ નિષ્ણાત ’રમેશ રાવલ’ આ ભાષા દ્વારા સિંહોમાં પણ જાણીતા બની ગયા છે !! સિંહનીં આંખ, કાન અને પૂંછના હાવભાવથી (જાણકારોને) તેમના મનોભાવો જાણી શકાય છે.
    * સિંહનો રૂબરૂ સામનો થાય તો તેના જેટલી જ ખુમારીથી સામે ઉભા રહેનાર પર તે હુમલો કરતો નથી, પીઠ તેમના તરફ કરી કે ભાગવાની તૈયારી કરી તો સમજો હુમલો ચોક્કસ થશે જ.
    * શ્રી રમેશ રાવલ દ્વારા રચાયેલી સિંહચાલીસા અહીં પણ વાંચવા મળશે : http://shivshiva.wordpress.com/2009/11/18/sa-thio-68/
    * હાલ ગીરમાં સિંહ ગણતરી ચાલે છે, કાચા અંદાજે સિંહની વસ્તી ૪૦૦ ઉપર મનાય છે.
    આમ તો જો કે સિંહની વાતુ માંડીએ એટલે ખુટે જ નહીં ! પરંતુ એટલું તો આપને ધન્યવાદ શાથે કહીશ કે આ વાતુ અમારે ગીરમાં બેઠા માંડવી જોઇએ તેને બદલે આપે છેક અમેરિકા બેઠા માંડી !! કહે છે ને કે વતનનું તો કુતરૂંય વહાલું લાગે, તંયે આ તો સિંહ છે ! આપને ત્યાં બેઠાંય વહાલો લાગ્યો ને !
    આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ,
      ગબ્બર જ્યાદા બિલકુલ નહિ માંગતા.હું ઘણી વાતો મજાક માં લખતો હોઉં છું,કે ભાઈ તૈયાર રોટી ખાવા વાલા છે.સિંહ ને તાકાત માં જરાય કમજોર માની નાં શકાય.બલકે વાઘ કરતા પણ સિંહ તાકાત વધારે ધરાવતો હોય છે.એનો ભવ્ય દેખાવ એને રાજા નું બિરુદ આપી ગયો છે.બાકી દરેક પ્રાણી પોત પોતાની રીતે કુદરત ની બેનમુન પ્રતિમા છે.

      Like

    2. અશોકભાઇ,
      ખુટતી વિગતો આપે જણાવી દીધી…વિડિયો સરસ છે. એકતા આનું નામ… બાકી સિંહ અને મગરનાં મોતના મુખમાંથી બચેલી પડી જેવું બીજું કોઇ નસીબદાર ખરું?

      Like

  3. What you have written is largely said in books on ‘evolution’. The Nature sounds both cruel and kind, and hence it is always said: the Nature is neither cruel nor kind, it is indifferent. The animals (including birds, insects, viruses, and bacteria, as well as plants) all live as per the ‘laws’ of ‘evolution’. They live on natural insticts, evolved in them over a period of thousands of years for the survival: thr’ the process of natural selction, and adaptibility. We are also, as such a part of this evolution, but due to the fact that we have an extra element in our ‘brains’ called an ‘intellect’ we try to distinguish ourselves from the rest of the animal kingdom. It is only the humans have a capacity to act rationally, as well as, irrationally! The other biological species do not do more than they need, we do much more than we need, and at times at the cost of others, even our own brethren.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s