ભાગો રે ભાગો!!ભૂત આવ્યું!!

નાની નાની વાતોમાં હસવું!!ભાગો રે ભાગો!!ભૂત આવ્યું!!
                   *મારી હાસ્ય રચનાઓ ખરેખર તો છૂટી છવાઈ મારી બાયોગ્રાફી જ છે.અને મારા ઉગ્ર લખાણો એ વારસા માં બાપ દાદાઓએ આપેલો ક્રોધ જ છે,જે જરાય અન્યાય જ્યાં પણ દેખાય એટલે શબ્દો રૂપે વહેતો હોય છે.હવે લડવા તો જવાય નહિ.એટલે શું થાય?આમેય મારો સ્વભાવ મજાકિયો તો પહેલેથીજ.બીજું સ્ત્રીઓને આકર્ષવા સારી હ્યુમર સેન્સ પણ જરૂરી છે.
                       *હું પહેલેથીજ ભૂતપ્રેત માં માનું નહિ.ભૂતપ્રેત ની પણ મજાક ઉડાવી નાખું.હું નવાનવી વડોદરાથી ભણી ને માણસા મારે ગામ ગયેલો.આમારી જમીન ગણોત ધારા માં ખેડૂતો જોડે જતી રહેલી.થોડી બચેલી એને સાચવવા પિતાશ્રી એ જાતે ખેતી કરવાનું વિચારેલું.અને હું ભણીને ગામ ગયો.બીજા ભાઈઓ દુર રહેતા હતા.એટલે મેં ખેતીમાં હાથ મારવાનું વિચાર્યું કે પિતાશ્રીને મદદ થાય.બધા ભાઈઓ માતા પિતા ને ખુબ પ્રેમ કરતા છતાં હોવા છતાં નોકરી ને ધંધાપાણી ની એવી મજબૂરી હોય છે કે ઈચ્છતા હોવા છતાં સાથે રહી ના શકે.સંયુક્ત કુટુંબ ના ખુબ લાભો બધા જાણતાં જ હોય છે,છતાં વિકસતા જતા જમાના માં બહાર નીકળ્યા વગર છૂટકો હોતો નથી.અને વૃદ્ધ બનેલા માતાપિતા ને પણ એકલતા કોરી ખાતી હોય છે.એટલે મેં નક્કી કર્યું કે એકલા પડી ગયેલા માતાપિતા સાથેજ રહીશું ને ખેતી કરીશું.
                        *શરુ માં એક તો ખેતર માં ચાલતા જ ફાવે નહિ.શેઢા પર ચાલતા કેટલીય વાર ગબડી પડ્યો હોઈશ.અમારી બાજુ  મોટા ભાગે ઠાકરડા કોમના લોકો ને પટેલો,ખેડૂત કે ભાગિયા,કે સાથી તરીકે રાખતા હોય છે.એટલે અમે પણ શંકર ડાભલ ને ખેતી કામ માટે રાખેલા.શરૂમાં મને બીજા લોકોના ખેતર માં ઉગેલા બધા ઉગતા નાના છોડ સરખાજ લાગે.ઘઉં ઉગ્યા હોય તો એમ પૂછું કે બાજરી છે?ડાભલ હસે કે બાપુ શિયાળા માં બાજરી ના થાય.પછી જાતે બધું કરતા ખબર પડવા લાગી.આમ તો બધું કામ ખેડૂતો કરતા પણ શોખ ખાતર રાતે પાણી વાળવાનું હોય તો જઈને ઉભો રહું.બીજા પટેલો ના મારી ઉંમર ના છોકરા મને શહેર નો સમજે ને બીવડાવે કે બાપુ અમુક રસ્તે થઇ ને રાતે ના જતા,ત્યાં તો જંડ આવે છે,ને બીડી માંગે છે.હું કહેતો કે એને બીડી આપીશું.બીજું શું?એની જોડે આપણે પણ બીડી ના કસ ખેચીશું.થોડા દિવસ મેં બીડી ને દીવાસળી ની પેટી  ખીસા માં રાખી જોઈ.પણ મને કોઈ દિવસ પેલો જંડ મળ્યો જ નહિ.ડાભલ પછી મેં કચરા નામના એક છોકરાને ખેતીકામ માટે રાખેલો.મેં પેલી બીડી પેટી એને આપી દીધી.પછી એક ભાઈ વાત લાવ્યા મને બીવડાવવા કે અમુક રસ્તે રાતે બે વાગે એક બાઈ માણસ તગારા માં રેતી ભરી ને ઉપડાવવા માટે કહે છે.મેં કહ્યું આમેય આપણ ને સ્ત્રી જાતી પ્રત્યે વિશેષ પ્રેમભાવ છે.એની હેલ્પ કરીશું એમાં શું?પણ મને કોઈ મળ્યું નહિ.પછી બધા સમજી ગયા કે આ બાપુ ને ડરાવવા કાઠું કામ છે.હું અર્ધી રાતે એકલો હાથ માં ધારિયું ને બેટરી લઇ ને ખેતરો માં ફર્યા  કરતો મને કદી ભૂત મળ્યું નહિ.
                  *મારી બાજુમાં મારા પિતરાઈ નું ખેતર હતું.એમણે એક વાઘરીને શાકભાજી વાવવા માટે આપેલું.આમારા ખેતર માં  રજકો વાવેલો.ગામ  નજીક ખેતર એટલે રબરીભાઈઓ ની રાતે છૂટી મુકેલી મફત માં ખાવા માટે ની ગાયો રજકો ખાઈ જાય, ને મારી ગાયભેંસ ભૂખી મરે.એટલે કચરો રાતે મારા  રજકા ના પાળિયા માં સુઈ જાય.હરાઈ  ગાયો નિરાતે રજકો ઝાપટે ને કચરો આરામ થી મજાની નીંદર ખેંચતો હોય.બાજુમાં વાઘરીએ શાકભાજી વાવેલા.કાકડી,ચીભડા,ગલકાં,તુરિયા વિગેરે વાવેલા.વાઘરી  રાતે ઘેર જઈને સુઈ જાય ને ખેતર ની છાપરી માં બહાદુર વાઘરણ ડોસી સુઈ રહે શાકભાજી ને પ્રાણીઓ થી બચાવવા માટે.વાઘરણે   કીમિયો ખોળી કાઢેલો.એક પતરાનું ડબલું લે ને આખી રાત ખેતર માં અમુક કલાક ના અંતરે ફરતી ફરતી  ખખડાવે.પેલા કચરાની મજાની નીંદર માં ખલેલ પહોચે.મને કહે બાપુ આ વાઘરણ આખી રાત સુવા દેતી નથી.આખી રાત ડબલું ખખડાવે રાખે છે.મેં કહ્યું એક ઉપાય કરીએ.આમેય આ કોમ બહુ અંધ શ્રદ્ધાળુ હોય છે,ને ભૂતપ્રેત માં પણ બહુ માનતી હોય છે.અમારા ખેતર નું એક ખળું હતું.ખળાં માં એક બાજુ ગુંદા નું ઝાડ હતું.એની પેલી બાજુ એક પટેલ નું ખેતર કોઈ કારણસર પડતર પડી રહેલું ખાલી જ હતું.મેં પ્લાન ઘડી કાઢ્યો.
                  *અમારા પ્લાન મુજબ કચરો એ પડતર ખેતર માં કપડા કાઢી ખાલી એક ખાખી ચડડો પહેરી ને ઉભેલો.હાથ માં એક નાનો દંડો લીધેલો ને દંડા ને બે છેડે ફાટેલા ગાભા બાંધેલા કેરોસીન માં પલાળીને.હું દુર એક ઝાડ નીચે બસી રહેલો.હવે અર્ધી રાતે પેલી વાઘરણ ડબલું ખખડાવતી આ બાજુ આવી.અને કચરાએ પ્લાન અમલ માં મુક્યો.દંડા ની બે બાજુ બાંધેલા ગાભા સળગાવ્યા ને ગોળ ગોળ ઘુમાવતો જાય ને ખેતર માં  દોડા દોડી કરે.ઘડીક માં દંડો આકાશ માં ઉંચે ફેંકે ને પાછો ઉંચકી ને ફેરવતો ફેરવતો દોટ મુકે.પેલી વાઘરણ તો જાય ભાગી.બુમો પાડતી જાય.મારી નાસ્યા બાપ!!બસાવો(બચાવો)મારી માતા!હવે આમ તો ખેતર ની ભૂગોળ થી પૂરી જાણકાર હતી,પણ ભય ની મારી ગબડી પડે.ઉભી થાય ને દોડવા જાય ને ગબડી પડે.અને જોર જોર થી બુમો પાડે,મારી નાસ્યા,મારી નાસ્યા!!હે મારી શિકોતર મારી રક્ષા કરો!બુમો પાડતી જાય ભાગતી જાય,ગબડતી જાય ,ને પાછી ઉભી થઇ ને ભાગે.ગમેતેમ કરી ને છાપરીમાં પહોચી ગઈ.પછી કચરાએ ગાભા જમીન પર રગડી હોલવી નાખ્યા.અમે એટલું બધું હાસ્ય કર્યું કે પેટ માં દુખવા લાગ્યું.મેં કચરાને કહ્યું હવે આ વાઘરણ રાતવાસો નહિ કરે.સવાર પડતા વાઘરણ છુમંતર.એના ધણી વાઘરી ને પૂછ્યું કે ડોસી કેમ નથી આવી?તો કહે કશું  ચળીતર જેવું જોયું છે તે તાવ ચડી ગયો છે,બીમાર થઇ ગઈ છે.દસેક દિવસ પછી ખેતર માં આવી ને મને કહે બાપુ એટલો મોટો જંડ હતો મોટા ઝાડ જેટલો.એને ચાર ફૂટ ના કચરા માં ચાલીસ ફૂટ નો ઝંડ દેખાયો.પછી મને કહે બાપુ મોઢામાંથી અગન જવાળા ઓ કાઢે.આખા ખેતર માં દોટ મુકે.ઘડીક માં નાનો થઇ જાય ને ઘડીક માં આકાશે પુગે.પેલો દંડો આકાશ માં ફેંકે ને અહી જંડ ની ઊંચાઈ વધી જાય.પછી મને એના શરીરે ઠેક ઠેકાણે પડી ને છોલાઈ ગયેલું બતાવ્યું.
                     *મારો આત્મા કકળી ઉઠ્યો.અત્યાર સુધી મજાક માં હસતો હતો.પણ હવે મને મારી કરેલી,કરાવેલી મજાક ઉપર નફરત થઇ ગઈ.આતો રાતો માં એકલી રખડનાર મજબુત વાઘરણ હતી તે બચી ગઈ.બીજું કોઈ હોત તો એનો તો જીવ જ નીકળી ગયો હોત.મને ખુબ પસ્તાવો થયો.મારી સાથે સાથે કચરાને પણ પેલી નું વાગેલું જોઈ પસ્તાવો થયો.અમે નક્કી કર્યું જીંદગીમાં આવી મજાક નહિ કરવાની.કચરો મને દોષ દેવા લાગ્યો કે બાપુ તમે શીખવાડ્યું તેમ કર્યું.હું પણ સમજી ગયો કે કચરાને પણ રંજ તો થાય છે પણ એની ભૂલ નથી એવું બતાવે છે.મેં કહ્યું આપણે બંને દોષી છીએ,પણ હવે પ્રતિજ્ઞા લોકે ફરી કદી આવું નહિ કરીએ.મેં વાઘરણ ને દવા ના પૈસા પણ આપ્યા પણ અમે મજાક કરેલી એવું કહેવાની મારી હિંમત ના ચાલી.પણ ત્યાર પછી એનો ધણી જ રાતે ખેતર માં રાતવાસો રહેવા લાગ્યો.વાઘરણ ખાલી દિવસે જ આવતી.હું તો એનાથી ઘણો નાનો હતો પણ આમારી રાજપૂત જાતિના લીધે મારી ખુબ આમન્યા રાખતી.દુર જ ઉભી રહે ને ચારપાંચ વાર તો નમી નમી ને પગે લાગી લે.મને થયું આ ભોળી ને અજ્ઞાન ને મને વાતે વાતે માન આપનારી ની મજાક મેં ક્યાં કરી?
                         *આમારા ખેતર જતા રસ્તા માં જ્યાં   ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં થોડા થોડા દિવસે મોટું કુંડાળું કરેલું હોય,એમાં એક માટલું મુકેલું હોય,એના પર માટી નું ઢાંકણ હોય એમાં લાપશી, ને પેંડા વિગેરે હોય,નાલીએર હોય.પ્રસાદ હોય.લોકો એને ટાળી ને જાય.પણ મારું કામ એમાં થઇ ને જવાનું.કચરો જોડે હોય તો એ કંસાર,પેંડા નાલીએર વિગેરે લઈલે,પછી હું માટલું ફોડી નાખું લાતો મારી.લોકો જતા હોય તે ગભરાય.નાં પાડે આવું કરવા.કચરો બધું ઝાપટી જાય.નાતો કદી કચરો બીમાર પડે કે ના કદી મને ભૂત વળગે.હોય તો  વળગે  ને!!!
Advertisements

5 thoughts on “ભાગો રે ભાગો!!ભૂત આવ્યું!!

 1. સરસ હાસ્યરસ સાથે બાયોગ્રાફી. હ્યુમર સેન્સ દ્વારા સ્ત્રીઓ આકર્ષાય એ સાચી વાત? . આમ તો કોઇ પણ ઉંમરે વિજાતીય આકર્ષણ સામાન્ય વાત છે પરંતુ કિશોરાવસ્થા અને યુવાનીમાં વિજાતીય આકર્ષણ વધારે હોય. અને એ સ્વીકારવું એ સાચી બાયોગ્રાફી.

  મને અને મારી મિત્ર જે હિન્દીભાષી છે અમે જ્યારે કૉલેજમાં ભણાતા ત્યારે અમને પણ લોકોની મજાક કરવાની ખૂબ જ ટેવ હતી. મારી સહેલી આ વાઘરણ અને ઠાકોરની બોલીની એટલી સરસ નકલ કરતી તેની યાદ આવી ગઇ. આજથી ૨૫ વર્ષ પહેલાં ઉ.ગુ.ના નાના શહેરમાં ચાલીને કૉલેજ જવાનું થતું. અમે એ આખો રસ્તો લોકોની મજાક કરીને પસાર કરતાં ત્રણ વર્ષમાં લોકો અમને ઓળખી ગયા હતા. અમે જ્યારે નીકળીએ ત્યારે લોકો સચેત થઈ જતાં. તેઓને લાગતું કે નક્કી એમની જ મજાક કરીએ છીએ. એમ તો શેર ને માથે સવાશેર એવા એક બે જણ ભટકાઇ પણ જાય.

  મેં પણ લગ્ન પછી એકવાર મારા જેઠના દીકરાને આવી રીતે ભૂતની વાત કરી હતી. એ મારી સાથે પોતાની હિંમતની બડાઇ મારતો હતો. તેથી મારા પાડોશીઓ હું જે ઘરમાં ભાડે રહેતી હતી તેમાં ભૂત રહે છે તેવી વાતો કરતાં. રોજ રાત્રે સફેદ સાડીવાળી બાઇ દેખાય છે તેમ કહેતાં. મારે તો ઘણી વખત એકલા પણ રહેવાનું થતું. અને તે ઘરમાં હું ૬ વર્ષ સુધી રહી. મને કયારેય સફેદ સાડીવાળી બાઇ દેખાઇ નહોતી. પણ આ વાત મેં ભત્રીજાને કરી પછી તે ઘરમાં એક રૂમમાંથી બીજા રૂમમાં જતાં પણ ડરે. મેં તો આ ભૂતપ્રેતની વાતો બાળપણમાં ખૂબ સાંભળેલી છે. ક્યારેય ડર નથી લાગતો.

  Like

  1. મીતાબેના,
   તો તો આપ ચોક્કસ મહેસાણા માં રહેલા હસો.વાઘરીઓ ની ભાષા નો લહેકો જ અલગ હોય છે.”અલી સોડી આમ ચા જાય?તારી દેવી નું એડું ફોડું.”ખાસ યાદ નથી પણ કોપી કરવી મુશ્કેલ એવો અલગ જ લહેકો.બહુ ખેચીને હાઈ ફ્રિકવન્સી માં આ લોકો બોલે.અને ઝગડે ત્યારે તો સાંભળવાની ઓર મજા આવે.બીજું પુરુષોના હૃદય માં પેસવાનો રસ્તો પેટ માં થઇ ને જાય છે.સારું સારું બનાવી ને ખવડાવો.અને સ્ત્રીઓના હૃદય માં પેસવાનો રસ્તો બ્રેન માં થઇ ને જાય છે.માટે બુદ્ધિસભર હાસ્ય વૃત્તિ જરૂરી છે.થેંક યુ વેરી મચ!

   Like

  1. શ્રી દેસાઈ સાહેબ,
   મને ભૂત કહેવા બદલ ખુબ ખુબ આભાર.ભૂત તો ઠીક પણ ભુતનીઓ વિષે જ્યાં માહિતી મળે ત્યાં રાતે રખડીને તપાસ કરી કે ચાલો કુવારા છીએ ત્યાં સુધી કોઈ ડાકણ,શાકન,ભૂતની કે ચુડેલ ને પ્રેમ કરી લઈએ.પણ દેસાઈ સાહેબ સાલું કોઈ ના મળ્યું.પ્રેત સાથેની પ્રેમ કથાઓ વાંચેલી એટલે થતું કે આવો પ્રયોગ પણ કરી લઈએ.આભાર.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s