ગુરુ ગુલામી!!!!૫૦ લાખ સાધુઓ?બાપરે!!અધધધધ!!!

                    ગુરુ ગુલામી !!!! ૫૦ લાખ સાધુઓ ?બાપરે !! અધધધધ !!!
*ગુલામ માનસિકતા ને ઘણા કોલોનિયલ માઈન્ડ પણ કહે છે. અંગ્રેજો ૨૦૦ વર્ષ ભારત ને ગુલામ રાખી ને ગયા. એટલે પ્રજાની માનસિકતામાં અંગ્રેજો ને અંગ્રેજી પ્રત્યેની ગુલામી લોહીમાં વણાઈ ગઈ. પણ ગુરુઓની ગુલામી, ગુરુગુલામી પ્રજાના અચેતન મનમાં સમાઈ ગઈ છે અને એ પાછી વારસામાં સંતાનોને પણ જીન્સમાં આપતા જવાની. કોઈ ને ગુરુ વગર ચાલે જ નહિ. ઇન્દિરા ગાંધી હોય કે જવાહર કે ગાંધીજી હોય કે કોઈ પણ નેતા. બધા ગુરુઓ પાસે દોડી જતા. આશીર્વાદ લેવા, સલાહ લેવા. બીજા કોઈ દેશના નેતાઓ સાધુઓની સલાહ લેવા જતા નથી, માટે એ દેશો ભારત કરતા બળવાન છે. અને આગળ પણ છે. સાધુઓની સલાહ લઇને કયું દેશનું ભલું થયું છે? દેશ તો હજાર વર્ષ ગુલામ રહ્યો છે, ગરીબ બન્યો છે, કાયર બન્યો છે.  ભીખારીઓની સલાહ થી દેશ કદી બળવાન બનતો હશે ભલા? મુરખો છે જે દેશ ચલાવવા માટે સાધુઓની સલાહ લેવા દોડી જાય છે. કે આશીર્વાદ લેવા દોડી જાય છે. હા કોઈ અપવાદ હોઈ શકે. જેવા કે ચાણક્ય. પણ એવા અપવાદ કેટલા? ચંદ્રગુપ્તનું સામ્રાજ્ય બળવાન હતું કારણ એને જાસુસી સંસ્થાનું મહત્વ ચાણક્યે સમજાવેલું. રાજ્યના જાસૂસો સીધા ચાણક્ય પાસે માહિતી આપવા જતા. બંગલા દેશનું સર્જન થયું એ ૧૯૭૧નું યુદ્ધ અર્ધું તો ભારતની જાસુસી સંસ્થા “રો” કારણે જીતાએલું. આ “રો” ને કદ પ્રમાણે વેંતરી એને લગભગ નિષ્ક્રિય બનાવવાનું મહાપાપ શ્રેષ્ઠ ગણાતા વડાપ્રધાન મોરારજી દેસાઈએ કરેલું. કચ્છ જેવડું ઈઝરાઈલ કોઈ ને ગાંઠતું ના હોય તો એનું કારણ એની મહાન જાસુસી સંસ્થા મોસાદ છે.
*બધાને આશીર્વાદ થી કામ ચલાવી લેવું છે. કોઈ ઠોસ કામગીરી કરવી નથી. કર્મનો નિયમ અફર હોય ને કર્મનું ફળ મળવાનું જ છે, અને કર્મો ભગવાનને પણ છોડતા નથી તો આશીર્વાદની શી જરૂર? પ્રાર્થનાની શું જરૂર? જો પ્રાર્થના તમે કરેલા ખરાબ કર્મો કે કરેલી ભૂલમાંથી બચવા કરતા હોવ તો. બાકી પ્રાર્થના કર્યાં કરો કોઈ વાંધો નથી. ભગવાન મહાવીર આ કર્મના નિયમ ને જાણતા હતા, માટે આખી જીંદગી ક્યારેય પ્રાર્થના કરી નથી. ભારતમાં આશરે ૫૦ લાખ સાધુઓ છે, એવું કોઈ આર્ટીકલમાં દિવ્યભાસ્કરમાં વાંચ્યું. જો એ સાચું હોય તો?
આ ૫૦લાખ સાધુઓ કશુજ કરતા નથી. નથી કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા. નથી કોઈ સેવા વેચતા. મફતમાં પ્રજાના પૈસે લહેર કરે છે. એક સાધુ પાછળ ઓછામાં ઓછા રોજ ૫૦ રૂપિયા પ્રજાના વપરાતાં હોઈ શકે. કારણ ભૂખ્યા તો રહેતા નથી. ૫૦ રૂપિયા કરતા પણ વધારે વપરાતા હોઈ શકે બીડી ગાંજાના પૈસા કોણ આપતું હશે? એમનું ખાવાનું, એમની ચા, દૂધ, ભગવાં કપડા, ફલાહાર, એ તો કમાવા જતા નથી. તો સાદો હિસાબ ગણો. રોજ એક સાધુ પાછળ ૫૦ રૂપિયા એટલે ૫૦ લાખ સાધુઓ પાછળ રોજના કુલ્લે થઇ ૨૫૦૦ લાખ રૂપિયા થયા. અને વર્ષના ૩૬૫ દિવસના થઇ ૯૧૨૫ કરોડ રૂપિયા વપરાતાં હશે. આ તમામ પૈસા પ્રજાના ખીસામાંથી જાય છે. આ તો સીધા સાદા ફેમસ ના હોય તેવા સાધુઓનો પ્રજાના માથે પડતો ખર્ચો છે. ફેમસ ગુરુઓ તો બીજા કરોડો રૂપિયા પ્રજાના ખીસામાંથી ખંખેરી લે છે, કશું કર્યાં વગર. ભારતની ઈકોનોમી માટે ખતરા રૂપ છે, આ સાધુ સંસ્થા. દેશના વિકાસ માટે કોઈ જરૂર નથી આ સાધુઓની. આ સાધુઓ નહિ હોય તો દેશ નો વિકાસ સારો થશે. ઈકોનોમી સુધરશે. પ્રજાના મહેનતના રૂપિયા બચશે. ઉપર નું ગણિત ખોટું હોય તો જણાવશો, સુધારી લેવામાં આવશે.
        *જેને કામ કરવું નથી એ સાધુ બની જાય છે. ભગવાં પહેરી લીધા એટલે પત્યું. બાકીની એમને જીવતા રાખવાની જવાબદારી પ્રજાની. ઘણા બધા નું કહેવું છે કે બેચાર ખરાબ સાધુઓને લઈને આખી સાધુ સંસ્થાને ના વખોડાય. મારું કહેવું છે બે ચાર ગણ્યા ગાંઠ્યા સારા સાધુઓ ને લઈને આ આખી નિષ્ક્રિય સાધુ સંસ્થા ને શા માટે વેઢારવી? સ્વામી વિવેકાનંદ જેવા સાચા સાધુઓ, ગુરુઓ કેટલા?  અને જે સાચા છે એતો સંસારમાં રહી ને પણ ભક્તિ કરી શકશે. તમામ ઋષિ જગત પરણેલું હતું. ઘણા ઋષીઓ ને બે પત્નીઓ હતી. ઘણાનું માનવું છે કે આ સ્ત્રીઓ સાધુઓ ને ચળાવે છે. ચલિત થઇ જવાય એવી સાધુતા શું કામની? કે પછી સ્ત્રીઓની ભાવનાઓ ને બહેલાવી સાધુઓ એમની ગુપ્ત સળવળી રહેલી વાસના સંતોષી તો નથી લેતાને?
*એક ની એક રામકથા કહી કહી ને કરોડો રૂપિયા ઘર ભેગા કરી લેનારા બાપુઓનો તોટો નથી આ દેશમાં. એક ના એક મંદિરો બનાવી પ્રજાના કરોડો રૂપિયા પથ્થરોમાં નાખવામાં આવી રહ્યા છે. એક સોમપુરા ફેમીલીનું ભલું થાય છે, અને બાકીના લાખો લોકોના ખીસા હળવા થાય છે. આ સોમપુરા ફેમીલી તો બીજું કામ શોધી લેશે. એ કાઈ ભૂખે મરવાનું નથી. એમની વિદ્યા ઘર બાંધવામાં વાપરશે. મંદિરો જેવી સોસાયટી બનાવશે, એપાર્ટમેન્ટ બનાવશે. જે મજુરો મંદિર બનાવવામાં કમાય છે તે મકાનો કે ફેક્ટરી બનાવવામાં કામ લાગશે.
*કુંભના મેળા વખતે ગંગા ને ગંદી કરતા, સ્નાન કરતા લાખો સાધુઓના ફોટા હોંશે હોંશે છાપવામાં આવે છે.  અને શિવરાત્રી વખતે ગાંજો પીતા સાધુઓના ફોટા પણ છાપી ને છાપાંઓ પુણ્ય કમાય છે. લોકો ખુશ થાય છે,  કેવો મહાન દેશ છે અમારો. બેચાર ડફોળ શંખ જેવા ધોળિયાઓને  પણ એમના સંગે ચડેલા જોઈ પાછા વધારે લોકો ખુશ થાય છે, કેવી મહાન સંસ્કૃતિ !!! સાક્ષરો ફટાફટ લેખો લખવા માડી પડે કે આવી મહાન સાધુ સંસ્થા, ધોળિયા પણ માને છે. ઉતાવળમાં એક લેખકશ્રીએ એવું પણ લખી નાખ્યું કે પશ્ચિમના લોકો સંજીવની વિદ્યામાં વિશ્વાસ રાખે છે, માનતા થયા છે. મરેલાને જીવતો કરવાની વિદ્યા. કૉમામાં ઉતરી ગયેલા પાછા ભાનમાં આવે છે, પણ મરેલા કઈ રીતે જીવતા થાય? કાંતો પછી કૉમામાં ઉતારેલા ને મરેલા માનતા હશે. અને ભાનમાં પાછા આવે તો માનતા હશે કે સંજીવની વિદ્યા વાપરીને ઠીક કર્યાં હશે.
*સમજો જ્યાં ચોરી વધારે થતી હોય ત્યાં પોલીસ ની જરૂર વધારે. જ્યાં અધર્મ વધારે થતો હોય ત્યાં વધારે ધર્મની, સાધુઓ કે ગુરુઓની વધારે જરૂર પડે. પછી ચોર લોકો એમનો ધંધો ચાલુ રાખવા પોલીસ ને પણ ભ્રષ્ટાચારી બનાવી કાઢે. એમજ અધર્મ ચાલુ રાખવા સાધુઓ ને ગુરુઓ ને પણ ભ્રષ્ટાચારી બનાવવા પડે, કે બનવું પડે. પછી ચોર લોકો જ પોલીસની નોકરીમાં ઘુસી જાય. એટલે પકડાવાની કોઈ ચિંતા નહિ. એટલે પછી અધર્મીઓને કામચોરો સાધુ બની જાય, ગુરુ બની જાય. એમાં સાચા ગુરુઓ ખોવાઈ જવાના. અભિનયની કળાના નિષ્ણાત ગુરુઓ સાચા ગુરુ હોવાની જબરદસ્ત એક્ટિંગ કરે, ભાષણો આપે, હૃદય દ્રાવક કથાઓ કરે, કરોડો રૂપિયા ભોળી પ્રજાના ખંખેરી લે. મિલકતો, આશ્રમો ઉભા થાય. પછી એના કબજા ને વારસા માટે ઝગડા થાય. ખૂન પણ થઇ જાય.  સાધુ સંસ્થા દેશ માટે નુકશાનકારક છે.  ગુરુગુલામી માનસ વધારે નુકશાન કારક છે, પ્રજા માટે, પ્રજાના ખીસા માટે.

40 thoughts on “ગુરુ ગુલામી!!!!૫૦ લાખ સાધુઓ?બાપરે!!અધધધધ!!!”

  1. શ્રી ભુપેન્દ્રસિંહજી,

    એક્દમ સાચી વાત છે. અધ્યાત્મ આંતરીક બાબત છે. હજારો લોકોમાંથી એકાદને જ ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા હોય છે અને તે માટે પણ જબરજસ્ત પુરુષાર્થ અને સાધના કરવી પડે. ગુરુ બનવા જાય તો સાધના ભુલાઈ જાય. આવા આંતરીક સાધન ભજન કરનારા હજારોમાંથી એકાદને ઈશ્વર પ્રાપ્તિ થાય છે. અલબત સાધના નિષ્ફળ નથી જતી.

    મારી જેવા સાધના ન કરતા હોય અને ખાલી ખાલી જ્યાં ત્યાંથી જાત જાતના સાહિત્યો માંથી મન ઘડન અર્થો તારવીને લોકોને કહે તો પણ લોકો તેને ભુલથી ધાર્મિક માની લે. અને પછી આવા તકસાધુઓ લોકોની શ્રદ્ધાનો ગેરલાભ લેવાનું શરુ કરે. અદ્યાત્મ તે ઢોલ ધમાકા અને ટોળા શાહીની કે ઈમારતીકરણની વાત જ નથી પણ તે તો આંતરીક બાબત છે. બાકી તો મોટા ભાગના લોકો સમાજને અને જાતને છેતરે છે (મારી જેમ)

    Like

    1. શ્રી અતુલભાઈ
      પહેલાનું આખું ઋષિ જગત પરણેલું હતું.એમને જવાબદારીઓ હતી.બીજું એ લોકો ખેતી વગેરે કરતા હતા.ગાયો રાખતા હતા.પછી રાજાઓ એમના છોકરાઓને વિદ્યા મેળવવા મોકલતા,તો બદલામાં જમીન વિગેરે આપતા હશે.એ ઋષિ જગત અન્કીચન હતું.રૂપિયા ભેગા કરવાવાળું ના હતું.ગરીબ કે રાજા નો બધા ને સરખા રાખતા.
      જયારે આ ૫૦ લાખ સાધુઓ શું આત્મજ્ઞાન મેળવવા ગયા છે?ના કામ કરવું નથી.કામ્ચોરો છે આ બધા.મેં તો ખાલી રોજ ના ૫૦ રૂપિયા જ ગણ્યા છે એક સાધુ દીઠ બાકી કેટલો બોજો પડતો હશે ભારત ની ઈકોનોમી ઉપર?હમણા તમે ગાંજો કે ચરસ પીવો તો પોલીસ પકડી જશે.ને આ બાવાઓને કોઈ પકડતું નથી.

      Like

      1. Our people is responsible for this all things. This is due to the people is entertaining these foolish things. First thing to do is to stop giving money to these Sadhus. They don’t want to do any work & just collecting money.

        Like

        1. ભાવિનભાઈ,
          સાચી વાત છે કે લોકોએ આવા કામ ચોરો ને પૈસા જ ના આપવા જોઈએ.પછી ભૂખે મરશે એટલે પછી કામ શોધવા જશે.મોરારીબાપુ ૧૫ લાખ ના સિંહાસન ઉપર બેસી કથા કરે ચવાઈ ગયેલી,અને ૧ લાખ ના તંબુ માં રહે.કોના પૈસા?જનતા ના ને?શું કામ જવું જોઈએ સંભાળવા?

          Like

  2. સાધુ કે ઋષીઓની જે આખી વ્યવસ્થા છે એ પણ પ્રજાનું પ્રતીબીમ્બ જ નથી પાડતાં? જે તે સાધુસમાજ સામાન્ય લોકોમાંથી જ આવે છે. જે ગુણદોષો પ્રજાના તેવા જ સાધુના રહેવાના!!! આપણે સાધુઓને પ્રજાના માનસના દર્શક જેવા ગણી શકીએ.

    Like

    1. ચિરાગભાઈ,
      આપની વાત પણ ખોટી નથી.પ્રજામાંથી જે લોકો કામચોર છે એ લોકો સાધુ બની જાય છે.પણ બાકીની પ્રજા નું શું?બાકી ની પ્રજા અંધ વિશ્વાસ માં લુંટાય છે.ભૂલ પ્રજાની જ છે.શા માટે આવા લોકો પાછળ ગાંડા થવું જોઈએ?

      Like

  3. ekdam saachi vaat che tamari bhupendra bhai,hu pure puro sahamat chu aa vaat thi to..
    aa saadhu baavao have mota bhage to dhutaraj hoy che….fakt naamna saadhu rahya che haveto….ane ena be example hamnaj madi gaya che…ek to BABA RAMDEV N SWAAMI NITYANAND aa banne na sex scendels hamnaj bahar padya che. jemathiaa saadhu ni andar rahelo rakshas dekhaij aave che. have to kya pahela jeva saacha saadhu rahyaj che.kharekhar aa bharat ni sanskruti nu dushanj che.khrekhar dukh ni vaat che apda maate aa.

    Like

    1. મિતુલ ભાઈ,
      દુષણ કહો કે કલંક કહો.૫૦ લાખ સાધુઓ કેટલો મહાન દેશ?૫૦ લાખ ભીખારીઓ કેટલો મહાન દેશ?રોજ આયુર્વેદિક દવાઓ ખાવાની જરૂર નથી.બીમાર થાવ ત્યારે સારા વૈદ્ય જોડે બતાવી ને જ ખવાય.હું પણ અમદાવાદ ના ભાસ્કરભાઈ હાર્ડીકર મણીનગર માં દવાખાનું હતું એમની દવા માઈગ્રેન માટે ખાતો હતો.પણ રોજ શું જરૂર છે?રામદેવ કરોડો કમાયા છે,દવાઓ વેચીને.ટાપુ ખરીદ્યો છે.હવે આ યોગીરાજ બગડવાના.ટાપુ પર રમણીઓ સાથે રાસ લીલા કરવાના.આ ભાઈલો સંસાર માં હોય તો કોઈ કન્યા પણ ના આપે.કન્યા ખુદ મો પર થુંકે.પણ હવે પૈસા છે અઢળક,અપ્સરાઓ મળશે આ યોગીરાજ ને.

      Like

  4. આપણા દેશમાં અનેક જ્ઞાની થઈ ગયા. પરંતુ કોઇએ અલિપ્તપણે ભોગ ભોગવવા ઉપદેશ નથી કર્યો. લોકોની ખોટી માન્યતાઓને કારણે સમાજમાં દંભ ચાલે છે. કોઇ કહે અમુક સાધુ-ગુરુ મહાન જ્ઞાની છે, પછી તેને બધા ભોગવિલાસ પૂરા પાડવામાં આવે. લોકોને આવા ગુરુઓ પર શ્રદ્ધા કેમ બેસે છે તે જ સમજાતું નથી. બધી અંધ પરંપરા છે એકે કહ્યું અને બીજા વિચાર કર્યા વગર માને! લોક્શ્રદ્ધાથી ચાલતા આ દંભનો કોણ વિરોધ કરે? અને આવા દંભીઓ કાર્ય શું કરે છે. લોકોની પ્રિય કામનાઓને કેવળ કૃપા-પ્રસાદથી સિધ્ધ કરી આપવાનો આડંબર! એટલે જ આવા દંભીઓની પાછળ લોકો ભોળવાઇ જાય છે.લોકો માત્ર ચમત્કારમાં ફસાઇ પડે છે. ગૂઢ જણાતી બાબતોમાં સંશોધન કે જ્ઞાન મેળવવા કરતાં ખોટી કલ્પનાઓમાં રાચવું અને સત્ય કરતાં કાલ્પનિક વાતોમાં આનંદ મેળવવો. ચમત્કાર વિશેની અંધશ્રદ્ધા બધા અનર્થોનું કારણ છે. બધા જ ચમત્કારોમાં માત્ર ચમત્કારનો ભ્રમ હોય છે. બની બેઠેલા સાધુઓ સમાધિ કે મૂર્તિની આજુબજુ ચમત્કારની સૃષ્ટિ સર્જે તેમાં માત્ર કામના,પુરુષાર્થહીનતા અને અજ્ઞાન જ મુખ્ય હોય છે. ચમત્કારની વાતો લોકોમાં પ્રસરે એટલે કહેવાતા ગુરુઓનું માહાત્મ્ય વધે તેથી ભક્તો-અનુયાયીઓની સંખ્યા પણ વધે. આપણે ત્યાં ઈશ્વરનાં અનેક અવતારો થયાં આટલાં ગુરુઓ હોવા છતાં દાનવતાં, અજ્ઞાન અને દુર્ગુણોનો હજી સુધી નાશ થયો નથી. પુરુષાર્થ વિના પ્રસિદ્ધિ મેળવતા ગુરુઓના શિષ્યોમાં પણ પુરુષાર્થ કે કર્મની ભાવના ક્યાંથી જાગે?

    અખબારો અને રાજકારણ આવા ગુરુઓએ ભોળી જનતાના લૂંટેલાં પૈસા-આશીર્વાદથી ચાલતાં હોય એટલે તેઓ તો ગુરુઓની બોલબાલા વધારવામાં જ લાગેલા છે. તેઓ શું કામ ગુરુઓનો વિરોધ કરે? ૫૦ લાખ સધુઓમાંથી પાંચ સાધુઓના ખરાબ કૃત્યો અખબારમાં આવે એટલે બીજા ગુરુઓ-સાધુઓ સારાં જ છે એમ ના માની લેવાય એમની પાપલીલાઓ બહાર નથી આવતી એટલું જ! અને દરરોજ બે-ચાર સાધુઓની પાપલીલા બહાર આવે છે એ તો ઘણું કહેવાય.

    અને હવે તો રામદેવ સ્વામી પણ રાજકારણમાં આવવાના છે. બોલો શું કહેવું આમને? યોગની સાથે આયુર્વેદનો વેપલો તો કરતાં હતા. અને હવે રાજકારણ!

    આવા કંઇજ પુરુષાર્થ ન કરનારા અને લોકોને ગેરમાર્ગે દોરનારા સાધુઓ પાછળ થતો વર્ષનો ૯૧૨૫ કરોડ રૂપિયા (આમ તો આનાથી ઘણો વધારે હશે, એસી. ગાડીઓ, પ્લેનની લકઝરી મુસાફરી અને રાજમહેલ જેવા આશ્રમોનો અને મંદિરોનો ખર્ચ પણ ગણીએ તો) દેશના વિકાસ, ટેકનોલોજી, સંશોધન પાછળ થાય તો કંઇક ઉદ્ધાર થાય. અને દેશની જનતા ગુલામીની માનસિક્તામાંથી બહાર આવશે.

    Like

    1. મીતાબેના,
      આ સાદો ફક્ત બે ટાઈમ ખાવાનો જ ખર્ચ લગાવ્યો છે.તે પણ ઘર માં રાંધીને ખાઈ એ તેટલોજ.છતાં સરકાર ની કોઈ યોજના ના બજેટ જેટલો ૯૧૨૫ કરોડ રૂપિયા થાય છે.આટલા તો પાછા બીજા અગ્રગણ્ય સાધુઓ એકલા જ ભેગા કરી લેતાં હશે. બેચાર પ્રતિષ્ઠિત બાપુઓ તો કદાચ આનાથી પણ વધારે ભેગા કરી લેતા હશે.અને વૈષ્ણવ સંપ્રદાય ના બાવશ્રીઓ ને મહારાજશ્રીઓ ને બેટીજીઓ ક્યાં કમાવા જાય છે?કે નોકરી કરવા જાય છે?એમના તો વળી આખાં કુટુંબ,બાળ બચ્ચા ને વહુજીઓ ને પણ પ્રજાએ જ પાલવવાના ને?આ વહુજીઓ પાસે અઢળક સોનું હોય છે, મૂરખ ભક્તોએ આપેલું.પેલા ગંજેરી ભીખારીઓ કરતા તો આવા સોફેસ્ટીકેટેડ ભીખારીઓ પ્રજાને વધારે લુંટે છે.

      Like

    2. “૫૦ લાખ સધુઓમાંથી પાંચ સાધુઓના ખરાબ કૃત્યો અખબારમાં આવે એટલે બીજા ગુરુઓ-સાધુઓ સારાં જ છે એમ ના માની લેવાય એમની પાપલીલાઓ બહાર નથી આવતી એટલું જ! અને દરરોજ બે-ચાર સાધુઓની પાપલીલા બહાર આવે છે એ તો ઘણું કહેવાય.”

      આ વાક્ય ઘણા સંકુચિત મનથી લખાયું છે એમ જણાય છે.
      સાંસારિક લોકોમાંથી થોડા લોકો બળાત્કારનાં ગુનામાં પકડાયા હોય એનો મતલબ એમ ના કાઢી શકાય કે બાકી બધા સંસારીઓ બળાત્કારી છે પણ એમની લીલા બહાર નથી આવી.

      જરાક લોજીકલ વાત કરો, પ્લીઝ.

      “અને હવે તો રામદેવ સ્વામી પણ રાજકારણમાં આવવાના છે. બોલો શું કહેવું આમને? યોગની સાથે આયુર્વેદનો વેપલો તો કરતાં હતા. અને હવે રાજકારણ!”

      રામદેવ જે કરે છે એમાંથી અડધો ટકો કરી બતાવો પછી બોલવાની જરૂરત નહિ રહે. દેશની આ જ કમનસીબી છે કે કાઈ ન કરી શકતા અને ના કરનારા લોકો, કોઈ કામ કરનારાને ઉતારી પાડવા આગળ આવી જાય છે.

      Like

      1. શ્રી કલ્પેશભાઈ,
        સાધુ શબ્દ જ્યાં પવિત્ર ગણાતો હોય અને લોકો અંધ બની એમની પાછળ દોરવાતા હોય ત્યારે આ સાધુઓ એ એકદમ સાદી ભાષા માં કહીએ તો ચોખ્ખા રહેવું જોઈએ.પાપલીલાઓ તો થોડીક જ બહાર આવતી હોય છે.બહાર ના આવનારી તો અનેક હોય છે.સંસારી ની ભૂલ ક્ષમ્ય છે,પણ સાધુ ની જરાપણ નહિ.પાપલીલા ઓ આચરવી હોય તો સાધુ જ ના બનવું જોઈએ.ઘણી બધી પાપલીલાઓ ને તો બ્રેન વોશ કરી પાપલીલાઓ છે એવું માનવાનું જ બંધ કરાવી દીધું છે.આ પાપલીલાઓને ભક્તો પાસે પણ સ્વીકૃતિ આપવી દીધી છે,અને રાસલીલા માં ખપાવી દીધી છે.વૈષ્ણવ બાવા શ્રીઓ બધું કૃષ્ણ ને અર્પણ કરીને વાપરો એવું ભક્તો ને સમજાવી,અને પોતે કૃષ્ણ જ છે માટે ભક્તો ની સ્ત્રીઓ પણ આ ગુરુઓ ને અર્પણ કરો એવી ફરજ પાડે છે.અને મૂરખ ભક્તો સ્ત્રીઓ સાથે એમની દીકરીઓ પણ અર્પણ કરે છે.આ બધા ગંજેરી બાવાઓ નથી.આ બધા સોફેસ્ટીકેટેડ ભીખારીઓ છે.આ પાપલીલાઓ કદી બહાર આવતી નથી.ભક્તો ખુદ આ પાપલીલાઓમાં સામેલ છે.વિરોધ કરવા ખાતર ફક્ત વિરોધ ના કરવો જોઈએ.લેખ નું હાર્દ સમજવું જોઈએ.યોગા ૫૦૦૦ વર્ષ થી ભારત માં છે.પણ આલસ્ય શિરોમણી ભારતીયો બાબા રામદેવ ના ગયા પછી નિયમિત યોગા કરવાના નથી.આયુર્વેદ સારો છે.પણ જાહેરાતો થકી એનો ખોટો વપરાશ ઉભો કરી લાખો કરોડો કમાવામાં આવી રહ્યા છે.આશારામ પણ દવાઓ વેચતા હતા.બાબા જેવું એકાદ ટકો જેટલું પણ આપણે નાં કરી શકીએ.ટાપુ ક્યાંથી ખરીદી શકીએ?સાધુઓ ને રાજકારણ માં પડવાની શું જરૂર?ચાલો બાબા રામદેવ સારા છે,પણ આ ૫૦લાખ નિષ્ક્રિય અને બિન ઉત્પાદક સાધુ ઓ વિષે શું માનવું છે આપનું?એનો બોજો આપના ખીસા પર પણ પડતોજ હસેને?

        Like

        1. “જાહેરાતો થકી એનો ખોટો વપરાશ ઉભો કરી લાખો કરોડો કમાવામાં આવી રહ્યા છે”
          ખોટો વપરાશ સમજાવશો? કરોડો કમાવામાં શું વાંધો છે? સ્વામી રામદેવ એજ પૈસા સર્જનાત્મક કાર્યો માટે વાપરે તો?

          “સાધુઓ ને રાજકારણ માં પડવાની શું જરૂર?”
          સંસારીઓમાં દમ નથી એટલે સાધુ બહાર આવ્યો છે. આ દેશમાં સાધુ પાછળ ગાંડા થનારાનો તોટો નથી. એવા પણ લોકો છે જે સાધુનાં સત્સંગમાં અધ્યાત્મિક પ્રવચનો સાંભળે છે અને સાધુનું નામ જરાક કોઈ રીતે આડું અવળું થાય તો તોડફોડ કરી નાખે છે. આવા કેસમાં જો સાધુ સારો પણ હોય તો પણ આ “પ્રાણીઓને માણસ બનાવવા” જેવું કામ છે.

          સાધુઓનો બોજો તો ઠીક, નેતાઓનો બોજો દેશ પર અને બધાના ખીસા પર જે પડે છે એનો હિસાબ કરશું તો કોમ્પ્યુટર નાના પડશે.

          ટૂંકમાં, આપણને કોઈ લેભાગુ સાધુ મળી જાય અને આપણે એને ઓળખી ન શકીએ તો એ આપણી ભૂલ ને?

          કાગડા બધે કાળા જ છે, ભારતમાં અને વેટીકનમાં પણ.

          Like

        2. “સાધુ શબ્દ જ્યાં પવિત્ર ગણાતો હોય અને લોકો અંધ બની એમની પાછળ દોરવાતા હોય ત્યારે આ સાધુઓ એ એકદમ સાદી ભાષા માં કહીએ તો ચોખ્ખા રહેવું જોઈએ”

          આ એક આઇદીયલ સ્થિતિની વાત છે. પણ દુનિયા એમ નથી ચાલતી.
          “નેતા” શબ્દનો અર્થ શું? અને આપણા કહેવાતા “નેતા” કેવા છે?

          Basically, there is huge difference between theory and practice. And, as people one should learn a few things to identify people before trusting them fully.

          This applies to Sadhus as well as Netas.

          Like

          1. શ્રી કલ્પેશ ભાઈ,
            હું હમેશા માનું છું કે પ્રથમ ભૂલ આપણી જ છે.સાધુ અને નેતા બંને પસંદ કરવામાં આપણે જ ભૂલો કરતા હોઈએ છીએ.આ સાધુઓ ને આપણે જ પોષીએ છીએ.હમણા એક પણ રૂપિયો આ લોકો પાછળ ખરચવા નો બંધ કરો આફૂડા કામે લાગી જશે.ભૂખ લાગશે તો ક્યાં જશે?આ લોકો તો ધંધો કરવા બેઠા છે.તમારે છેતરાવું હોય તો જાવ.પણ આ સાધુ સંસ્થા તમે બ્રેન વાપરો તેવું ઈચ્છતી નથી,નહીતો એમનો ધંધો ચાલે નહિ.એટલે ધર્મ ના નામે જાતજાતના નુસખા શોધી કાઢ્યા છે.એમના વગર ચાલેજ નહિ,એવી ગોઠવણો કરી રાખી છે,વર્ષો થી કામકર્યા વગર ખાઈ શકાય તેવી ચાલાકીઓ.બ્રેન વોશિંગ,વિન્ડોઝ(વિચારશક્તિ) બંધ.લોકોને એટલા બધા ડરપોક,ભીરુ,ધર્મભીરુ બનાવી દીધા છે કે ના પૂછો.અમે કહીએ તેમ કરવાનું,સંશય નહિ કરવાનો નહીતો નાશ થાય,અમે કૃષ્ણ ના અંશ કૃષ્ણ સ્વરૂપ,અમને બધું અર્પણ કરીને વાપરો.આ લોક અને પરલોક ની ગેરંટી.લાલજી ને નવડાવવાના,જમાડવાના,ઝુલાવવાના,એમને તો આવા શણગાર જોઈએ.નાના બાળકો ઢીંગલા રમાડતા હોય તેવું.મોટા થાવાજ ના દે.તમને બાળક રાખવાની તરકીબો.ઠીક છે ભાઈ,મેતો એક નાનકડો પ્રયત્ન કર્યો છે.આપ તરફેણ માં હજારો દલીલો કરી શકો છો.દેશ ને કાયર અને નામર્દ બનવાનારા આ સાધુઓ જ છે,હવે કોઈ રામદેવ જાગ્યો હોય તો સારું જ થશે ને.સાધુઓ તો જનતાનું મફત માં ખાય જ છે.નેતાઓ પણ ખાય છે,એના હિસાબ માં તો કોમ્પ્યુટર પણ નાના પડે,તો ખાવાદ્યો બધાને.એક ખાય ને બીજો રહી જાય આતો અન્યાય કહેવાય.ખાવાદ્યો વ્યાજબી હશે તોજ આપ કહેતા હસો.મારી કોઈ ભૂલ થતી હશે.કાગડા તો બધે કાળા જ હોય એમાં કહેવાનું શું હોય?વેટિકન નો કાગળો જરા તગડો હોય.બાકી એક વાત ચોક્કસ છે કે પ્રજાને બહાદુર અને મર્દ બનાવનારો સાધુ તો એકજ પાકેલો ભારતમાં એ હતા ગુરુ ગોવિંદસિંહ.અને એમને સાચી વાત ની ખબર હતી,માટે ચોખ્ખું કહી ગયા હતા કે આજથી હિંદુઓ કે મુસલમાનોના રીતી રીવાજો કોઈએ પાળવા નહિ,ને અંધ વિશ્વાસ માં માનવું નહિ.બાકી જૈન,બુદ્ધ અને હિંદુઓ ના ૨૫ કે ૩૦ હજાર વાડાઓના ભરવાડોએ માણસો ને ભક્તોને ફક્ત કાયર ઘેંટા જ બનાવી રાખ્યા છે.

            Like

            1. જે ફસાવા તૈયાર છે એને એવા લોકો મળી રહેશે.
              અને મોટા ભાગે લોકો વિચાર કરવા નથી માંગતા અને જે ગુરુજી કહે એ સાચું.

              ગુરુજીની બધી વાતો સાચી કયારે મનાય? જ્યારે તમને ખાતરી થઈ જાય કે આ માણસ બદીઓથી દુર છે અને મને સાચો માર્ગ દેખાડશે. આંધળો વિશ્વાસ મુકીએ તો
              લુંટાશું જ, નેતા કે સાધુ (એ પણ બંને માત્ર નામથી જ, નહિ કે કર્મથી).

              “ખાવાદ્યો બધાને.એક ખાય ને બીજો રહી જાય આતો અન્યાય કહેવાય.ખાવાદ્યો વ્યાજબી હશે તોજ આપ કહેતા હસો.”
              વ્યાજબી નથી. અને મારો અર્થ પણ એમ નથી.
              પણ ૧૦૦ સાધુ ધુતારા હોય અને ૧ સારો હોય તો સારાને પણ ધુતારાની પદવી આપવી એ યોગ્ય નથી.

              ગુરુ ગોવિંદસિંહજી વિષે મારું જ્ઞાન ઓછુ છે. દરેક મહાન માણસ કોઈ સંપ્રદાય બનાવવા નથી ગયો. સમાજમાં એ સમયે જે બદી ચાલતી હોય એને એ બધાએ રોકવાનો પ્રયાસ કર્યો છે અને સૈદ્ધાંતિક જીવન જીવવા માર્ગદર્શન કર્યું છે. પણ, માણસને ટોળું બનાવવું ગમે છે.

              દા.ત. તમારા બ્લોગમાના તમારા વિચારો સાથે સહમત થનારા ૧૦૦૦ મળી આવે તો તમે પણ એક સંપ્રદાય બનાવી શકો. થોડો સમય જતા તમારો ઉપદેશ લોકો ભૂલી જશે. પણ અનુંયાયીઓમાથી ૧ માણસ તમારા મતથી અલગ વિચારશે/બોલાશે તો બાકીના લોકો એ માણસને બેસાડી દેશે, ચુપ કરાવી દેશે.

              ઓછા શબ્દોમાં આને ટોળાવૃત્તિ કહી શકાય.
              બુદ્ધ, મહાવીર, ગુરુ ગોવીંદ એ બધા સામે પ્રજાનો રેશિયો જુઓ. ૧ માણસ સામે ૧ કરોડ લોકો? લીડર થવું ભારે છે અને લોકોને ફોલોઅર થવું ગમે છે. અને એમાં પણ, મગજ ન લગાડવું પડે તો સારું.

              ગાંધી જીવે ત્યાં સુધી બધા હા બાપુજી. ગયા પછી આપણે જ્યાં હતા ત્યાં.
              બીજાએ આપેલી ગોળી કેટલી ટકે?

              તમારા વિચારો યોગ્ય છે પણ લોકોને જાગૃત કરવા એ કદાચ અશક્ય છે.

              Like

              1. આપની વાત સાચી છે.સારા ને સારો કહેવામાં કશું ખોટું નથી.શિવાજી જેવા રાજાએ રાજ્ય ચરણ માં મૂકી દીધેલું,છતાં રોજ ભિક્ષા માંગી ને ખાતા હતા સમર્થ સ્વામી રામદાસ.ચાણક્ય ઝુંપડીમાં રહેતા હતા.ગુરુ ગોવિંદસિંહ નું ચરિત્ર માણવા જેવું છે.આપે મારી જૂની પોસ્ટો જોઈ નથી લાગતી.ગોવિંદસિંહ નું નામ ગોવીન્દરાય હતું.શીખ પ્રજા વૈશ્ય સ્વભાવ ની પ્રજા હતી.શાંત અને સીધી સાદી.એને બહાદુર અને ક્ષત્રીય સ્વભાવ ની બનાવનારા છેલ્લા દસમાં ગુરુ ગોવિંદ સિંહ હતા.૪૨ વર્ષ ની લાઈફ માં ૨૦ યુદ્ધો લડેલા.એક ગુરુ,એક,કવિ અને એક ફિલોસોફરે તલવાર ઉઠાવેલી.આપ જૂની પોસ્ટો ખોલી ને “અસ્તિત્વ ની મથામણ The Ultimate Warrior guru” નામની પોસ્ટ વાંચી લેજો.મને પ્રજાને અહિંસા ના ખોટા બિન જરૂરી પાઠ ભણાવી કાયર બનાવનારા ગુરુઓ ગમતા નથી.રોજ કાઈ હિંસા કરવા કોઈ જતું નથી.જવાય પણ નહિ.પણ જયારે કોઈ રોજ મારી જાય અને અહિંસા અહિંસા કરી માર જ ખાય કરવાનો એ વાત ખોટી છે.મારી “સિંહોના ટોળાં ના હોય” તે પોસ્ટ પણ વાચસો,ભારત ની વસ્તી કેમ વધારે(એક અબજ) છે,તે સમજાય જશે.ઈવોલ્યુશન ઉપર નો કોન્સેપ્ટ છે.

                Like

  5. શ્રી ભુપેન્દ્રસિંહ
    આપની વાત સાચી છે. આદેશમાં જો કોઈ વગર પૈસાનો ધંધો ચાલુ કરવો હોય તો સાધુ થઈ જાવ ચેલાઓ મળી રહેશે ! અધ્યાત્મનેનામે ધર્મને નામે અને હવે તો યોગને નામે આ ધંધો પૂર બહાર્માં ચાલે છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે કહેવાતા યોગ ગુરૂ બાબા રામદેવે એક ટાપુ ખરીધ્યો અને હવે રાજકારણમાં પણ જંપલાવવાની તૈયારી કરી રહ્યા છે. દેશમાં અંદાજે 30000 ત્રીસ હજાર સંપ્રદાયો છે અને દરેકનો ઈશ્વર અલગ અલગ છે ! આપે કહ્યું તેમ પચાસ લાખ સાધુઓ પરાવલંબા જીવન જીવા રહ્યા છે અને આ મફતનું ખાઈ તગડા-પઠ્ઠા બની ગુરૂઓ અને સંપ્રદાયોને અનુયાયીઓ કે બકરા શોધી આપે/લાવે અને ગુરૂઓ આ બકરાઓને વધેરી આ સાધુઓના પેટ ભરે છે ! અંધશ્રધ્ધા લોકોના લોહીમાં એટલી હદે વણાઈ ગઈ છે કે કોઈને કંઈ વિચારવાની જરૂર જણાતી નથી ! આપણું આ માત્ર અરણ્ય રૂદન જ્ બની રહે છે.

    Like

    1. વડીલ શ્રી,
      આપતો આના વિરોધી છોજ.મંદિરો વિષે પણ આપે ખુબ જણાવ્યું છે.દિવ્યભાસ્કર માં આર્ટીકલ આવ્યો છે.સોમપુરા ફેમીલી કમાય છે,થોડા મજદૂરો કમાય છે.લેખક શ્રી ને જરૂરી લાગે છે.છોને મંદિરો બનતા.બે ચાર સારા ગુરુઓના દાખલા આપ્યા છે.અને બે ચાર ખરાબ ના લીધે બધા સાધુઓને ના વખોડાય એવું એમનું કહેવું છે.એટલે મારું કહેવું છે કે બેચાર સારા સાધુઓ ને લીધે આખી નિષ્ક્રિય સાધુ સંસ્થા ને શા માટે વેઢારવી?ભારત ગરીબ જ રહેવાનો.

      Like

  6. સાધુ સંસ્થા દેશ માટે નુકશાન કારક છે. ગુરુગુલામી માનસ વધારે નુકશાન કારક છે,પ્રજા માટે,પ્રજાના ખીસા માટે.
    આ વાત સાથે અમે એકદમ સહમત છીએ.

    Like

    1. શ્રી યશવંતભાઈ,
      આ લેખ ના થોડા અંશો દિવ્યભાસ્કર માં આવેલા જેતે લેખની નીચે પ્રતિભાવ માં છપાયા છે.બહુ પ્રતિષ્ઠિત લેખક નો આર્ટીકલ છે.મેં એની કડક આલોચના કરી છે.

      Like

  7. બધાએ ભેગા થઈને ઘણુ બધુ કહી દીધુ. હું મોડો પડ્યો એટલે મારા ભાગે કાંઈ રહ્યુ જ નથી કહેવાનું. પણ બાપૂ બરાબરની તલવાર વીઝીં છે.

    Like

    1. શ્રી શૈલેશ ભાઈ,
      ફરી મોડા ના પડતા.પણ એક વાક્ય માં સારું કહી દીધું.તલવાર તો બરાબર વીંઝી છે,પણ લોકો જાગે ત્યારે ખરા ને?

      Like

  8. થોડા આંકડાઓ (મારે નથી બોલવું !!! આંકડાઓને બોલવા દો !!!)
    ભારતનું બજેટ ૨૦૧૦-૧૧ નાં થોડા આંકડા :
    (૧) ૧,૭૩,૫૫૨ કરોડ = શહેરી અને ગ્રામ્ય વિકાસ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) માટે.
    (૨) ૩૧,૦૩૬ કરોડ = શિક્ષણ માટે.
    (૩) ૨૨,૩૦૦ કરોડ = આરોગ્ય માટે.
    (૪) ૬૬,૧૦૦ કરોડ = ગ્રામ્ય વિકાસ માટે.

    (૫) અને બાવાઓ માટે = ૯૧૨૫ કરોડ ? (આ તો લેખમાં તારવેલો ઓછામાં ઓછો આંકડો છે !!) હજુ થોડું વાંચો,
    * ભારતમાં કુલ- સ્નાતકો (બધીજ ફેકલ્ટીના) ૧,૮૩,૪૯,૦૦૦
    * ” ” – ઇજનેરો ૧૧,૮૦,૦૦૦
    * ” ” – સોફ્ટવેરે નિષ્ણાંતો ૧૨,૮૭,૦૦૦
    * ” ” – નર્સ, પરિચારીકાઓ ૨,૯૬,૦૦૦ (૨૦૦૮,૦૯ નાં આંકડા)
    * ” ” – બાવાઓ ૫૦,૦૦,૦૦૦ !!!
    (બાવાઓ સીવાયનો સ્ત્રોત: બજેટ, ટાટા સર્વિસિઝ)

    Like

    1. શ્રી અશોક ભાઈ,
      આ બાવાઓ નો સ્ત્રોત્ર વિકિપીડિયા અને એમના સમર્થક શ્રી કાંતિ ભટ્ટ નો એક આર્ટીકલ છે,જે દિવ્યભાસ્કર માં આવેલો છે.આપે જે આંકડા આપ્યા તે બદલ ખુબ આભાર.બાવાઓ ની મહાનતા દેખતા ભાઈઓ ને એટલું કહેવાનું કે આ ખર્ચ નો બોજો તમારા ખીસા પર પણ પડે છે.કુંભ ના મેલા માં જે સરકારી સગવડો મળે છે એ તમારા જેવાના ટેક્સ ના નાણાં માંથી વપરાય છે.મુરખો જરા વિચારો.આ બાવાઓ કયું મહાન કામ કરે છે?

      Like

      1. શ્રી અશોકભાઈ,
        શ્રી કાન્તીભટ્ટ ના લેખ મુજબ સમર્થ સ્વામી રામદાસ જેવા સાધુઓ કેટલા?બીજું ભટ્ટ સાહેબ આ ગંજેરી અને ચરસી બાવાઓના સમર્થક ના હોય.પણ રોજ નવા મંદિરો બંધાનારા સ્વામીઓ અને મહાન કથાકારો,જે એકની એક ચવાઇ ને કુચ્ચા થઇ ગયેલી કથાઓ કહી કહીને કરોડો ભેગા કરી લેનારા ના સમર્થક તો ખરા.એક સોમપુરા ફેમીલી નું ભલું ના જોવાય,આખા દેશ ના ભલાનો વિચાર કરવો પડે.સાધુ કેવા હોવા જોઈએ એનું વર્ણન એમણે બહુ સારું કર્યું છે.પણ એવા સાચા સાધુઓ કેટલા થવાના?ચાણક્ય અને સ્વામી રામદાસ ના ચરણે આખા રાજ્ય નસીબ હતા,પણ આ લોકો તો એના જરાપણ મોહ નહોતો.જયારે આજના બાપુઓ તો કરોડોમાં આળોટતા હોય છે.

        Like

  9. ખુબ જ સાચી વાત કરી..હમણા બે ત્રણ દિવસ પહેલાની જ વાત છે.મે એક ટી.વી ચેનલમાં જોયુ હતુ કે હનુમાન જયંતિના સાહી-સ્નાન વખતે ઘણા સાધુ અખાડાઓએ આપસી મતભેદને લીધે સાહી સ્નાનઓ ત્યાગ કર્યો હતો.સાધુઓ પોતાનો અખાડો બીજા અખાડાથી વધુ સમૃદ્ધ છે તે જ બતાવાઓ પ્રયાશ કરે છે..જેમ ચૂટણી વખતે નેતાઓ એક બીજાની ખિચાય કરે છે તેવુ જ કઈક કુંભ મેળામાં જોવા મળે છે..બે અઠવાડીયા પહેલા ગુજરાત મિત્રની દર્પણ પૂર્તિમાં કુંભ મેળાનો દંભ અને પાખંડને બહાર પાડતો લેખ આવ્યો હતો.તમારો લેખ જબરદ્સ્ત છે

    Like

  10. “અંગ્રેજો ૨૦૦ વર્ષ ભારત ને ગુલામ રાખી ને ગયા.એટલે પ્રજા ની માનસિકતા માં અંગ્રેજો ને અંગ્રેજી પ્રત્યે ની ગુલામી લોહીમાં વણાઈ ગઈ.પણ ગુરુઓ ની ગુલામી,ગુરુગુલામી પ્રજાના અચેતન મનમાં સમાઈ ગઈ છે”
    આપણી ભૂલ માટે અંગ્રેજોને દોષ દેવો યોગ્ય નથી. “ગુરુર્બ્રહ્માં …… નમ:” વાળો શ્લોક તેમણે નહોતો બનાવ્યો. જે પ્રાચીન ગુરુઓના વખાણ કરતા આપણે થાકતા નથી તે ગુરુઓએ બનાવ્યો હતો. “ગુરુ ગોવિંદ દોનો ખડે” પણ અંગ્રેજોની દેણ નહોતી.

    Like

    1. શ્રી દેસાઈ સાહેબ,
      આપની વાત સાથે ૧૦૦% સહમત.અંગ્રેજો નો દોષ ના કઢાય.મારો પણ એવો મતલબ ના હતો.હવે મારા અગાઉ લખેલા લેખ માંથી થોડું નીચે મુકું છું.
      *ચીન સમજી ગયું કોઈને કગરવા નથી ગયું ને આપબળે બધી રીતે મજબુત થવા લાગ્યું તો સૌકોઈ એના ભણી જોવાના જ છે.સમર્થ કો નહિ દોષ ગુસાઇ.ચીન નબળું હોત તો તિબેટ ચીન નો ભાગ છે એવું ઓબામાં કે કોઈ ના કહેત.તમે બળવાન હોત તો સૌ કોઈ કાશ્મીર તમારું જ છે એમ કહેત. તમે જાતે મજબુત થવા લાગો ઓબમાતો શું ચીન પણ તમને મદદ કરવા દોડી આવશે.ઢીલા માણસ ને બધા પજવે બળવાન ને પજવવા થી સૌ દુર ભાગે અને ઉલટાનું મસ્કા મારે.આપણે ફક્ત ડહાપણ ની વાતો કરવામાં મશહુર છીએ.શરુ થી જ આ ચાલતું આવ્યું છે.મુસલમાનો આપણાં પર ચડી આવ્યા.તો તમને સામનો કરતા કોણે રોક્યા હતા?અંગ્રેજો રાજ કરી ગયા તો તમને કોઈએ ના પડી હતી કે સામા ના થસો.ગુજરાત જેવડું ઇંગ્લેન્ડ અને મુઠ્ઠી ભર અંગ્રેજો રાજ કરી ગયા એમાં અંગ્રેજોનો શું વાંક?તમે તો દુનિયા ની સૌથી ડાહ્યી પ્રજા છો.સર્વઇવલ ના યુદ્ધ માં જે મજબુત હોય તે રાજ કરે નબળો હોય તે મરે એ કુદરત નો નિયમ ભારત માટે જુદો થોડો હોય?કુદરત માટે બધા સરખા છે.આપણે અંગ્રેજોના ગુલામ બન્યા એ સદી માં તો અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુક્યા હતા.એતો અંગ્રેજો નો પથારો બહુ લાંબો થઇ ગયો હતો,લગભગ આખી દુનિયામાં,ને અંગ્રેજોનું રાજ એના જ ભાર થી તુટવા લાગ્યું હતું એટલે તમારા સત્યાગ્રહ ને અહિંસા કામ કરી ગઈ

      Like

  11. Bhupendra bhai tamaro sadhu vise no lekh waqnchyo
    khubaj gamyo-shayad ke neta o ke dil me utar jaye teri baat, allah kare zore kalam aur jyaada

    Like

  12. મોટાભાઈ આર્થિક નુકશાન તો ગૌણ છે પણ તેના થી વધુ નુકશાન પ્રજા ની લાગણી અને માનસિકતા પર પ્રજા ના અચેતન મન માં એવા ઊંડા મુળિયા નાખી દે છે કે સત્ય થી દુર અને ઈશ્વર થી દુર કાયમ આશ્રમ ના ચુંબકીય વિસ્તાર માં ભટકે જ રાખે છે ..
    .અહી તો બાબા ઓ ના દરબાર ભરાય છે અને લોકો પૈસા આપી ને આ દરબાર માં ભીખ માંગે છે …बाबा के चरणों में कोटि कोटि प्रणाम ..बाबा आपकी कृपा द्रस्ती हमेशा हम पर बनाये रखना ………ઘર માં બેઠેલા ઈશ્વર રૂપી માં-બાપ ને હરામ જો કોઈ દી બે હાથ જોડ્યા હોય તો …..

    Like

  13. ભૂપેન્દ્રસિંહજી આ સાધુ ના હોત તો આજે પણ ગુલામજ હોત,મોગલો સામે શીખો લડ્યા પંજ્પ્યારે ,મહારાણા પ્રતાપ એમના ગુરુધર્મ ના પ્રતાપે એમના વન્સજો આજે પણ રાજ ને થાપણ માનેછે,એજ રીતે શિવાજી….અન્ય મહાનુભાવો હશે અને તે ના હોત તો હિંદુ ને ગોતવા જવા પડત,અંગ્રેજો સામે જે લડ્યા તે ગાંધીજી….શ્રીમદ રાજચંદ્રને ,જે શસ્ત્ર ક્રાંતિ મા મહર્ષિ દયાનંદ નો ફાળો અમુલ્ય છે.. હવે તેમાં ૯૧૨૫ કરોડ ગયા તો ચિંતા જેવું નથી ….હાલના નેતા ના રક્ષણ પાછળ આના કરતા વધુ ખર્ચ થાય છે,……ઘણીવાર સરકારે આ સંસ્થામાંથી લયીને પગાર ચૂકવ્યાના દાખલા છે…કેટલાદરબારો મુસલમાનો બની ગયા તેનો ઇતિહાસ તો મેળવો,બિહાર ના પછાત આદિવાસી એ પણ ૫૦૦૦૦ જેવાને બે ટંક લાગલગાટ કેત્લોસમય સુધી રણછોડદાસ બાપુ એ જમાડ્યા,કેટલા આંખ ના ઓપરેસન એક પણ રૂપિયા વિના થયા,.વિનોબા ભાવે ની એક માત્ર વિનંતી થી હજારો એકર જમીન ‘ભૂદાન’મા મળી,દુલાભાયા કાગે પોતાની ૬૫ એકર જમીન આ કાર્ય મા આપી….ચંબલ ણા ડાકુ ઓ એ આત્મસમર્પણ .વિનંતી થી કર્યું…તમે કે હું એકપણ વ્યક્તિ નુ માનસ બદલી નથી સકતા ..દરેકને બે બાજુ હોય છે …તમને ડાબી બાજુ જ દેખાય છે …..જમણી બાજુ પણ નઝર ફેરવવી…

    Like

  14. જાણ્યે અજાણ્યે, શબ્દોથી કે પછી વર્તનથી,
    વીચારથી કે વ્યવહારથી.
    મે તમને દુ;ખ પહોચાડ્યુ હોય હુ એના માટે દીલથિ ક્ષમાયાચના કરુ છુ.
    મીચ્છામી દુક્કળમ- અને ગણેશ ચતુર્થીની હાર્દીક શુભકામના..!!

    Like

  15. આંખ ઉઘાડનારો લેખ. વાચીને વિચાર આવ્યો. અહિં કોઇકે ઇન્ફોરમેશન આપી છે કે આસારામની કુલ અક્સયામત લગભગ ૧૧૦૦ કરોડ છે. આસારામ ગુનેગાર તરીકે પકડાયા છે. અેમનો દિકરો પણ. આ ૧૧૦૦ કરોડની મીલ્કત માટે વિચાર આવ્યો.
    આપણા વિશાળ વાચક વર્ગમાં જો કોઇ મોદીજી કે આનંદી બહેન ની નજીક હોય તો તેમને વિનંતિ કરીઅે કે આ રકમ ભેગી કરે અને તે પુરી રકમ ગુજરાતના વિકાસ માટે જ વાપરે. તેજ રીતે દરેક રાજ્યોને પણ અેવી છુટ આપે કે તેમના રાજ્યમાં પણ આવા કિસ્સા હોય તો તે રકમ ભેગી કરીને તેમનાં રાજ્યના વિકાસમાં જ વાપરે. આ વિકાસનાં કાર્યો કરવા માટે દરેક રાજ્યોની અને ભારતની સુપ્રિમ કોર્ટના જજોની નિમણુક કરવામાં આવે. ચાલો અેક કાર્યક્રમ બનાવીઅે અને મોદીજીને અને આનંદીબેનના કાન, મગજ અને હ્રદય સુઘી આ વિચાર પહોંચાડીઅે. આટલું જો થશે તો ભારત સોનાની મુરત બનશે. હવે તો મોદીજી અને આનંદીબહેનના હ્રદય શું વિચારે છે તેની ઉપર આઘાર છે. દરેક વાચક પોતાના વિચારો મોદીજી સુઘી પહોંચાડવામાં સક્રિય બને.

    Like

  16. .( સુઘારો)…….આપણા વિશાળ………………………………નજીક હોય તેમને વિનંતિ કરીઅે કે તેઓ આ વિચાર મોદીજી અને આનંદી બહેન સુઘી પહોંચાડે….કે આ રકમ…

    વઘુમાં…
    મોદીજી અને આનંદી બહેન પાસે આજે પુરી સત્તા છે, જેનો તેઓ સદઉપયોગ કરી શકે છે. તેજ રીતે દરેક રાજ્યોના ચીફ મીનીસ્ટરો પાસે પણ સત્તા છે….ફક્ત જોઇઅે ઓનેસ્ટ દિલો દિમાગની……લાલુ કે બાલુ કે ગાલુના આ કામો નહીં.

    Like

  17. ભાઈ શ્રી ભુપેન્દ્રસિંહભાઈ
    મહદ અંશે આપ સાથે સમ્મત છુ અને ભાઈ ચન્દ્રરાજ સાથે પણ અસમ્મત હોવાનુ કારણ નથી
    આપે કહેલા એવા સાધુઓ (આમ તો બાવાઓ ) અને કહેવાતા ધર્મગુરુઓ એ કર્મ યોગ શિખવ્યો પણ સાથે એટલી બધી ભિરુતા વહેંચી કે સમગ્ર પ્રજાનુ નૂર હણાઈ ગયુ કાર્યશિલતા જ ખતમ કરી દીધી
    આખરે વાત અહિયા આવે છે કે પ્રજા જ્યાં સુધી સાચા ખોટા નો ભેદ સમજતી ન થાય અને અંધશ્રદ્ધા ને સમજતી ન થાય ત્યા સુધી અમાથી છૂટકો થાય નહી ચમત્કારો , અકર્મણ્યતા અને ઓછી મહેનતે વધુ મેળવી લેવા ની લાલસા જ્યા સુધી હશે ત્યા સુધી ગમે એટલી મહેનત કરો નકામી જશે
    તો ઉપાય શો ? બાળક ને પાયામાથીજ બધુ સમજાવવામા આવશે તે ૨૦ , ૨૫ કે ૩૦ વર્ષે ઉગી નિકળે એવુ બને ત્યા સુધી શિક્ષકો અને વાલીઓ સજાગ બની ને કાર્ય ઉપાડી લ્યે તો થોડુ કામ શરુ થાય ………વર્ષો સુધી મે શિક્ષણ કાર્ય સાથે આવી જાગ્રુત્તિ ના સભાન પ્રયાસો કર્યા છતા એ પ્રયાસો મા કચાસ હશે એટલે એ પ્રયાસ મહદ અંશે નિષ્ફળ જતો મને દેખાય છેmahesh
    )

    Like

Leave a comment