મા, માતા, જગત જનની, The spirit of the valley

મા, માતા, જગત જનની, The spirit of the valley.

મા એટલે? આઈ; જનેતા; બા; જનની; જી; માતા; જનયિત્રી; પ્રસૂ; માતુશ્રી; માઈ. વિનોબા લખે છે કેઃ બિલકુલ પહેલી પરમેશ્વરની મૂર્તિ, જે આપણી પાસે છે, તે છે ખુદ આપણી મા. શ્રુતિ કહે છે કે, માતૃદેવો ભવ. વત્સલતાના રૂપમાં તે પરમેશ્વરની મૂર્તિ જ ત્યાં ઉપસ્થિત દેખાય છે. તે માતાની વ્યાપ્તિને આપણે વધારી લઈએ અને વંદે માતરમ કહીને રાષ્ટ્ર માતાની તરફ અને પછી અખિલ ભૂમાતા પૃથ્વીની પૂજા કરીએ.

મા અંબા, મા દુર્ગા હોય, મા કાલી હોય કે મા ખોડલ માતા જગત જનની છે તે હકીકત છે.

ચીનના મહાન રહસ્યવાદી સંત લાઓત્સેએ તાઓ તેહ કિંગ નામનું અજોડ પુસ્તક લખ્યું છે.  એમાં એમણે લખ્યું છે કે, “ખીણનો આત્મા ક્યારેય મરતો નથી. નિત્ય છે. એને સ્ત્રૈણ રહસ્ય કહે છે. આ સ્ત્રૈણ રહસ્યમયીનું દ્વાર પૃથ્વી અને સ્વર્ગનું મૂળ સ્ત્રોત્ર છે. એ સર્વથા અવિચ્છિન્ન છે. એની શક્તિ અખંડ છે. એનો ઉપયોગ કરો અને તેની સેવા સહજ ઉપલબ્ધ થાય છે”. જેનો જન્મ છે, એનું મૃત્યુ નક્કી જ છે. મ્રત્યુની પાર એજ જઈ શકે જેનો જન્મ ના હોય. પ્રકાશ જન્મે છે અને મટી જાય છે. પરંતુ અંધકાર શાશ્વત છે. દીવો પ્રગટે છે અંધકાર ત્યાં જ હોય છે, ફક્ત દેખાતો નથી. દીવો ઓલવાઈ જાય છે અંધકાર પોતાની જગ્યાએ. એટલે લાઓત્સે કહે છે ખીણનો આત્મા મરતો નથી. ખીણ બે પર્વતની વચ્ચે દેખાય છે. પર્વત ના હોય તો પણ ખીણ ત્યાં જ હોય છે. ફક્ત દેખાતી નથી. અંધારું પણ ત્યાં જ હોય છે, ખાલી દીવા પ્રગટે એટલે છુપાઈ જાય છે. આને જ લાઓત્સે કહે છે The female  mystery thus do we name. આ સ્ત્રૈણ રહસ્ય ખીણનું રહસ્ય છે, જે અસ્તિત્વમાં ઊંડે સુધી વ્યાપ્ત છે. આ ખીણનું સ્ત્રૈણ રહસ્ય જ માતા છે, એને મા અંબા, દુર્ગા કે કોઈપણ નામે બોલાવો.

દુનિયાના પ્રાચીન ધર્મોએ પરમાત્માને સ્ત્રીના રૂપમાં માન્યો છે, પુરુષના રૂપમાં નહિ. જગત જનની મા અંબા, દુર્ગા, કાળી, આ બધા પરમાત્માના રૂપ હતા. એમની સમજમાં ગહેરાઈ હતી, પરમાત્માને પરમ પિતા માનવાવાળા કરતા. જેમ જેમ પુરુષોનો પ્રભાવ વધવા લાગ્યો ઈશ્વરની જગ્યાએ પુરુષોને બેસાડ્યા. ગોડ ધ ફાધર એ નવી વાત છે. ગોડ ધ મધર એ પ્રાચીન વાત છે.. પ્રાણી કે પક્ષી જગતમાં પણ માતા નિશ્ચિત હોય છે, જ્યારે પિતા કોઈ પણ હોઈ શકે. પ્રકૃતિ પિતાનું કામ બાળકના જન્મ માટે ગહેરાઈથી નથી લેતી. એક બીજ(સ્પર્મ) રોપણ(ઇન્જેક્ટ) થઇ ગયું કામ પિતાનું પૂરું. ગહેરું કામ તો માતાનું છે. સૃજનાત્મક કામ તો માતાનું છે. જન્મ આપવાનું કામ એટલું બધું ક્રિએટીવ છે કે પછી સ્ત્રીને માતાને  કોઈ નાના ક્રિએટીવ કામમાં રસ હોતો નથી. એટલે પુરુષ ચિત્રો બનાવે, મૂર્તિ બનાવે, ગીત લખે, સંગીત બનાવે, નવી નવી શોધો કરે. સ્ત્રીઓ રસોઈ કરે પણ સારા નવા વ્યંજન તો પુરુષ જ શોધે. મોટાભાગે પુરુષ જ ગણિત શોધે, વિજ્ઞાન શોધે. એક મા બન્યા પછી, એક બાળક પેદા કર્યા પછી સ્ત્રીને કશું બનવામાં ખાસ રસ હોતો નથી. એક પરમ તૃપ્તિ. પ્રકૃતિએ સ્ત્રીને સૃજનના સ્ત્રોત્ર તરીકે પસંદ કરી છે. લાઓત્સેનું સ્ત્રીના શરીરમાં રહેલું રહસ્ય સમજાશે તો અસ્તિત્વમાં રહેલું સ્ત્રૈણ રહસ્ય સમજાશે. લગભગ બધા શાસ્ત્રો પુરુષોએ રચેલા છે, અને પુરુષને કદી સ્ત્રી સમજમાં નથી આવતી. કઈક રહસ્યમય, પુરુષ સ્ત્રીના પેટે જન્મે છે, જીવે છે સ્ત્રી સાથે છતાં કૈક છૂટી જાય છે સ્ત્રીને સમજવામાં. એ જ તો ખીણનું, અંધકારનું સ્ત્રૈણ રહસ્ય.

સ્ત્રી ખરેખર સંપૂર્ણ સ્ત્રી હોય તો પ્રેમમાં પડે તો પણ પ્રતીક્ષા કરે છે. પહેલ ક્યારેય ના કરે.  હાજરી માત્રથી આકર્ષિત કરવાનું કામ સ્ત્રીનું છે. જરાપણ ઈશારો ના મળે કે પ્રેમમાં પડી છે. આજકાલની પુરુષ સમોવડી બનતી જતી સ્ત્રીઓની વાત નથી. સ્ત્રીનું આકર્ષણ પ્રયત્ન વગરનું હોય છે, બોલાવે છે પણ અવાજ નથી, હાથ ફેલાવે છે પણ હાથ દેખાતા નથી. પ્રાર્થના પણ પુરુષે જ કરવી પડે. ઘૂંટણીયે પડી ને કહેવું પડે કે Will you marry me? પુરુષ ના કહે એટલે ના જ સમજવું જ્યારે સ્ત્રી ના કહે તો હા સમજવું. સ્ત્રી હા કહે તો એ પુરુષની ભાષા છે. એટલું પણ આક્રમણ લાગે છે. છીછરી લાગશે. નાં પાડે છે અને બોલાવે છે એ જ તો રહસ્ય છે.

એ ભ્રાંતિમાં પુરુષ ના રહે કે સ્ત્રી કશું કરતી નથી. એનો ઢંગ નિષેધાત્મક છે. નિષેધ એની તરકીબ છે. સ્ત્રી રતિક્રીડામાં પણ નિષ્ક્રિય, નિશ્ચેષ્ટ છે. એટલે સ્ત્રી પર ભાગ્યેજ બળાત્કારનો ગુનો દાખલ થાય છે. અમેરિકામાં સ્ત્રીઓ સક્રિય બનતા આવા ગુના સ્ત્રીઓ પર દાખલ થયા છે. મૂળ ભારતીય એવી મહિલા  શિક્ષિકા પર અમેરિકામાં આવા ગુના દાખલ થયા છે, છે ને નવાઇ ની વાત? સ્ત્રીના વ્યક્તિત્વમાં બળાત્કાર અસંભવ છે. બળાત્કાર તો પુરુષ કરે છે. સો માંથી નેવું વખત પુરુષ બળાત્કાર જ કરતો હોય છે, ઘરમાં પણ. પત્ની ચુપ છે, કર્તવ્ય છે ભલે એની જરાપણ ઈચ્છા ના હોય. પુરુષ આક્રમક છે, સ્ત્રી ગ્રાહક છે, ગ્રહણશીલ છે. પરંતુ સૃજન થાય છે સ્ત્રી થકી. પુરુષ સંયોગિક છે. એના વગર ચાલી જાય, શુક્રાણુ બેંક હવે હાજર છે.

જન્મ ગહન અંધકારમાં થાય છે. બીજ ફૂટે છે જમીનમાં ગહન અંધકારમાં. વ્યક્તિ જન્મે છે પહેલા માના ગર્ભ રહેલા ગહન અંધકારમાં.  બાળકો પણ મોટા ભાગે રાત્રે જ જન્મે છે. દિવસે જન્મે છે પણ ઓછા. જીવન પેદા થાય છે ગહન અંધકારમાં. પુરુષ આક્રમક છે માટે જલ્દી થાકી જાય છે. આક્રમણ થકવી નાખે. સ્ત્રી જલ્દી થાકે નહિ. એક સંભોગ અને વાર્તા પૂરી. પુરુષ વૈશ્યા ના બની શકે. હવે બનવા લાગ્યા છે પણ એની મર્યાદા છે. સ્ત્રી બની શકે છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે. પચાસ સંભોગ સુધી પછી આગળ છોડી દીધેલ. એ કશું કરતી નથી માટે થાકતી નથી. બાળકો પેદા થાય છે ત્યારે ૧૦૦ છોકરીઓ સાથે ૧૧૬ છોકરા પેદા થાય છે. કારણ પુરુષ ભલે બળવાન દેખાતો, છે કમજોર. ૧૬ તો જવાના જ ચૌદ વરસ થતા થતા. એક સ્ત્રી ૨૦ બાળકોને જન્મ આપે છતાં પુરુષ કરતા પાચ વરસ વધારે જીવવાની ક્ષમતા ધરાવે છે. સ્ત્રી બીમાર ઓછી પડે છે. આજે જે બીમારીઓ સ્ત્રીઓને લાગી છે એ સ્ત્રીઓની નથી. પુરુષોએ જે સમાજ બનાવ્યો છે એની શોધ છે. પુરુષ પ્રધાન સમાજમાં એને અનુકૂળ થવું પડે છે. હિસ્ટીરિયા પુરુષોના સમાજમાં એડજસ્ટ થવા ને લીધે આવે છે.

લોકો અને સ્ત્રીઓ પણ એવું સમજતી હશે કે સ્ત્રી કમજોર છે માટે પુરુષોએ દબાવી દીધી છે. અસલ વાત એ છે કે સ્ત્રી એટલી શક્તિશાળી છે કે પુરુષોએ એને દબાવી ના દીધી હોત તો એણે પુરુષોને દબાવી દીધા હોત. એ એટલી શક્તિશાળી સિદ્ધ થઇ શકે છે કે આખી દુનિયામાં બધે જ એને બચપણથી જ દબાવી દેવાના પ્રયત્ન શરુ થઇ જાય છે. ચીનમાં નાનપણ થી એને લોખંડના જૂતા પહેરાવતા એના પગ સાવ નાના નાજુક રહી જાય. એ દોડી ના શકે, કોઈના સહારા વગર ચાલી પણ ના શકે. હવે જોકે ચીનમાં આ પ્રથા બંધ થઇ ગયી છે. પણ મેં જાતે ટીવીમાં ઉંમરલાયક ચીની સ્ત્રીઓના આવા વિકૃત થઇ ગયેલા પગ જોયા છે. ચાલી પણ ના શકે. પ્રકૃતિએ એને જન્મ આપવાની જવાબદારી સોપી છે, અને આ જવાબદારી એને સોંપાય જે શક્તિશાળી હોય.

લાઓત્સે કહે છે આ સ્ત્રૈણ રહસ્ય સમજી લો. આ ખીણના આત્માને સમજી લો. આ ખીણનો આત્મા કદી મરતો નથી, કદી થાકતો નથી. આ નકાર છે ન કરીને કરવાની કળા છે. વગર આક્રમણે આક્રમણ કરવાની કલા છે. આ સત્ય સમજીને જ કોઈ જીવનનું પરમ રહસ્ય સમજી શકે. પરમ સત્ય ઉપર આક્રમણ નથી કરી શકાતું. પુરુષની જેમ પરમ સત્યનું રહસ્ય ના પામી શકાય. જેમ કે સ્ત્રી પ્રેમમાં કશું કરતી નથી પોતાને છોડી દે છે જેથી પુરુષ એનામાં ઉતરી શકે તેમ જે પોતાના હૃદયના દ્વાર ખોલી ને ફક્ત ઉભો રહી જાય તેનામાં પરમ સત્ય તરત પ્રવેશી જાય છે. ગમે તેટલા ભટકો, દુર દુર શોધો સાધનાઓ કરો, જન્મો જનમ ભટકો પરમ સત્ય ના મળે. બુદ્ધ છ વર્ષ ભટક્યા, મહાવીર બાર વર્ષ ભટક્યા. થાકવા માટે ભટક્યા. જેવા થાક્યા ફક્ત ઉભા રહી ગયા, ને પામી ગયા. પુરુષની મનની વ્યવસ્થામાં રાહ જોવાનું છે જ નહિ. સ્ત્રી જન્મો જનમ રાહ જોઈ શકે છે. પુરુષને બધું ઇનસ્ટંટ જોઈએ, કોફી ઇનસ્ટંટ સેક્સ પણ ઇનસ્ટંટ, એટલે લગ્ન વ્યવસ્થા શોધી નાખી. જ્યારે જોઈએ ત્યારે હાજર. માટે હિંદુઓમાં પુરુષોને વિધુર રાખવાની વ્યવસ્થા ના હતી, સ્ત્રીઓ માટે વિધવા રાખવાની વ્યવસ્થા હતી. આમાં સ્ત્રી પર બળજબરી તો હતી, સાથે સાથે સ્ત્રીઓની પ્રતીક્ષા કરવાની ક્ષમતાની સમજ પણ હતી. સ્ત્રી પર ભરોસો કરી શકાય, પુરુષ પર નહિ. કુંવારી છોકરીમાં જે સૌન્દર્ય હોય છે તે પ્રતીક્ષાનું હોય છે. એટલે સમાજોએ સ્ત્રીના કુંવારાપણની ચિંતા કરી છે, પુરુષના નહિ. એ સૌન્દર્ય લગ્ન પછી ખોવાઈ જાય છે અને ફરી પેદા થાય છે જ્યારે સ્ત્રી મા બનવાની હોય છે. ગર્ભવતી સ્ત્રીના મુખની સુંદરતા કઈ ઓર જ હોય છે. એક ગહન પ્રતીક્ષાનું સૌન્દર્ય છે. બાળકના જન્મની પ્રતીક્ષા. મા અને એના બાળક સાથે જે તાદાત્મ્ય હોય છે એટલું એના પતિ સાથે પણ હોતું નથી. આ મૌન પ્રતીક્ષામાં બે વાત બને છે, એક તો બેટાનો જન્મ થાય છે, સાથે એક માતાનો પણ જન્મ થાય છે. એટલે પૂર્વના દેશોએ પત્નીને નહિ પણ માતાને પરમ આદર આપ્યો છે. પત્ની કે પ્રેયસી બનવું એ ચરમ ગરિમા નથી, માતા બનવું એ ચરમ ગરિમા છે. માતાને પરમાત્મા પછી તરતનું સ્થાન આપ્યું છે.

માતા બન્યા પછી સ્ત્રી તૃપ્ત થઇ જાય છે. ગહન તૃપ્તિ. એમાં તે રાજી છે માટે એને વર્ષો સુધી ગુલામ તરીકે રાખી શક્યા છીએ. અતૃપ્તિ ખુબ મુશ્કેલી થી એમનામાં પેદા થાય છે. બાયોલોજીકલ ગરબડ થાય તો જ એનામાં અતૃપ્તિ પેદા થાય. જે દિવસે એ બેચેન થાય તો એને ચેનમાં લાવવી મુશ્કેલ છે. સીધી પાગલ બની શકે છે. કાંતો શાંત, કાંતો પાગલ. પુરુષ મોટામાં મોટી શાંતિમાં પણ શાંત રહી શકતો નથી. નિત્સે બુદ્ધને સ્ત્રૈણ કહેતો હતો. જે મહાપુરુષો સ્ત્રૈણ રહસ્ય પામીને શાંત થઇ ગયા, બુદ્ધ, મહાવીર બધાને દાઢી મુછ વગરના બતાવ્યા છે. ચોવીસે તીર્થંકરોને દાઢી મૂંછ વગરના બતાવ્યા છે.  સ્ત્રૈણ એટલે સ્ત્રી ના સમજવું. આ રહસ્ય પરમ શાંત છે માટે પુરુષ નામ ના આપી શકાય. તેની ઉપસ્થિતિની કશી ખબર જ ના પડે. એટલે સાચી સ્ત્રી એ નથી જે એના પતિ કે પ્રમી ને ચોવીસે કલાક તેના હોવાની ખબર આપ્યા કરે. પતિ ઘરે આવે પત્ની હજાર ઉપાય કરશે તેની હાજરી દેખાડવા. વાસણ પછાડશે, છોકરાઓને મારશે. પતિ પણ પૂરો ઉપાય કરશે છાપામાં મોં ઘાલી ને કે તું ગમે તેટલી ધમાલ કર હું ક્યાં ધ્યાન આપું છું?

આગળ લાઓત્સે કહે છે આ સ્ત્રૈણ રહસ્યમયીનું દ્વાર સ્વર્ગ અને પૃથ્વીનો મૂળ સ્ત્રોત છે. ચાહે પદાર્થ નો હોય કે ચેતનાનો જન્મ થાય છે અસ્તિત્વની ગહેરાઈમાં. એટલે જે લોકોએ દુર્ગા, અંબા ને જગત જનની પરમાત્મા માન્યા છે એમની સમજમાં ઊંડાઈ છે. માતા કાળી ને જોઈ છે? વિકરાળ, હાથમાં ખપ્પર, પગ નીચે કોણ સુતું છે? બહુજ કલ્પનાશીલ હતા એ લોકો જેમણે આ પ્રતીક રચ્યું છે. જે સૃજનાત્મક છે એજ વિનાશક છે. સૃષ્ટિ જ્યાંથી પેદા થાય છે ત્યાંથી જ પ્રલય પામે છે. માતા જન્મ આપે છે એજ માતા વિકરાળ બની મૃત્યુ આપે છે.

લાઓત્સે આગળ લખે છે આ રહસ્ય અવિચ્છિન્ન છે, શૂન્ય છે, અખંડ છે. દીવો હોલવાય અંધકાર હાજર જ છે. પુરુષ તોફાનની જેમ આવે છે વિદાય થઇ જાય છે. પુરુષ પણ અંતિમ ક્ષણ સુધી સુંદર રહી શકે જો આ સ્ત્રૈણ રહસ્ય ને પામી જાય તો, માટે આપણે બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણના ઘડપણના ચિત્રો બનાવ્યા નથી. લાઓત્સે કહે છે ભદ્ર રૂપે એનો ઉપયોગ કરો. એટલે તમે જેટલા ભદ્ર બનશો એટલા સ્ત્રૈણ બનવાના. જેટલા અભદ્ર એટલા પુરુષ.. કારણ અભદ્ર પુરુષ તરીકે વધારે સક્ષમ કામુકાતામાં પણ દેખાશે. એટલે ફિલ્મોમાં પણ રફટફ મસ્ક્યુલર નાયકો સારા ચાલી જાય છે. પુરુષ સ્ત્રીને અડકશે તોપણ એને દર્દ થાય તેમ અડકશે. હાથ જોરથી દબાવશે. ચુંબન પણ વધારે પ્રેમથી આપશે તો કરડી ખાશે. નખ દંશ કરી લોહી કાઢશે. ક્યારેક વધારે પડતા પ્રેમમાં હત્યા પણ થઇ જાય. એવા દાખલા કોર્ટે ચડેલા પણ છે. એટલે લાઓત્સે કહે છે ભદ્રતાથી વહેવાર કરો અસ્તિત્વને જરાપણ પીડા ના પહોંચે. આજ તો અહિંસા છે.

અસ્તિત્વની સ્ત્રૈણ ગહેરાઈમાં, અખંડ શક્તિમાંથી બધું જન્મે છે અને બધું લીન થાય છે. આજ  છે જગત જનની મા અંબા, મા ભવાની, મા દુર્ગા, મા કાળી, મા ખોડલ……..

23 thoughts on “મા, માતા, જગત જનની, The spirit of the valley”

  1. બહુ સુંદર વાત.
    સાંખ્ય મત મુજબ પ્રકૃતિ અને પુરુષ બંનેને અનાદિ માન્યા છે. પ્રકૃતિ એટલે મા , જગતજનની અંબા, અને તેના વિલાસથી જ આ સમગ્ર વિશ્વ વિલસી રહ્યું છે તેમ કહેવાય છે.

    મુળ પ્રકૃતિને મહત તત્વ કહે છે. તે તેની સામ્ય અવસ્થામાં હોય ત્યારે પણ ત્યા સમગ્ર વિશ્વ અસ્તિત્વમાં હોય છે પણ માત્ર બીજ રૂપે. પરમાત્માના સંકલ્પથી અને જ્યારે આ જગતના જીવોને ફરી પાછી રમવાની ઈચ્છા થાય ત્યારે પરમાત્મા સંકલ્પ કરે છે એકોહં બહુ સ્યામ. અને આ મુળ પ્રકૃતિ કે જેને ભગવદ્ગીતામાં મહદબ્રહ્મ કહ્યું છે અને તેને પરમ બ્રહ્મની યોનિ કહી છે. તેમાં પરમાત્મા સંકલ્પ માત્રથી એક ક્ષોભ ઉત્પન્ન કરે છે , ભગવદ ગીતા તેને ગર્ભ સ્થાપન કહે છે. અને બસ આટલું જ માત્ર થયા પછી આપે જેમ કહ્યું તેમ આ માતા આ ગર્ભની સારસંભાળ લેવાનું શરુ કરી દે છે.

    તેનું પ્રથમ કાર્ય સમષ્ટિ બુદ્ધિ બને છે. સમષ્ટિ બુદ્ધિમાંથી ત્રિવિધ અહંકાર ૧.સાત્વિક ૨. રાજસિક ૩.તામસી ઉત્પન્ન થાય છે.

    સાત્વિક અહંકારમાંથી મન, બુદ્ધિ , ચિત્ત અને અહંકાર નું જોડકુ અંત:કરણ બને છે. સાત્વિક અહંકારની આકાશ તન્માત્રામાંથી શ્રોત્રેન્દ્રીય, વાયુ તન્માત્રામાંથી સ્પર્શેન્દ્રીય, રૂપ તન્માત્રામાંથી ચક્ષુન્દ્રીય, રસ તન્માત્રામાંથી રસનેન્દ્રીય (જિહ્વા), ગંધ તન્માત્રામાંથી ઘ્રાણેન્દ્રીય બને છે.

    રાજસીક અહંકારમાંથી પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન નામના પાંચ પ્રાણ તથા રાજસીક અહંકારની આકાશ તન્માત્રામાંથી હસ્ત, વાયુ તન્માત્રામાંથી પાદ, રુપ તન્માત્રામાંથી વાણી, રસ તન્માત્રામાંથી ઉપસ્થ, ગંધ તન્માત્રામાંથી પાયુ બને છે.

    તામસીક અહંકારની તન્માત્રાઓમાંથી આપણું સ્થુળ શરીર તથા આ પંચ મહાભુતો બને છે. તેમાં સહુ પ્રથમ આકાશ, તેમાંથી વાયુ, તેમાંથી અગ્નિ, તેમાંથી જળ અને તેમાંથી પૃથ્વિ બને છે.

    અને પછી આ દ્રશ્ય પ્રપંચ અને આ સઘળો વ્યવહાર પ્રકૃતિ એટલે માતા જ સંભાળે છે પરમાત્મા તો માત્ર સત્તા આપવાનું કાર્ય કરે છે.

    ટુંકમાં માત્ર પ્રકૃતિ કે માત્ર પરમાત્મા દ્વારા આ જગતની રચના થઈ શકતી નથી. બંનેને એકમેકની આવશ્યકતા છે અને સમગ્ર રમત નું સંચાલન પ્રકૃતિ એટલે કે શક્તિ જ કરે છે. જ્યાં સુધી આ રમતમાં રહેવું હોય ત્યાં સુધી જીવ (અંત:કરણમાં પડતું ચૈતન્યનું પ્રતિબિંબ) પ્રકૃતિ મા પાસેથી જ બધી સામગ્રી મેળવે છે અને પોતાના સ્વરુપ ઉપર અજ્ઞાનનું આવરણ રાખે છે. પરતું જ્યારે તેને રમતમાંથી નીકળી જવું હોય ત્યારે તે માતાને પ્રાર્થે છે અને માતા જ તેને પિતાની ઓળખાણ કરાવે છે અને પછી આવરણ ભંગ થાય છે અને જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપને પામે છે.

    સાંખ્ય મત અને વેદાંત મત લગભગસાથે સાથે ચાલે છે, માત્ર વેદાંત અનેક આત્માનો સ્વીકાર નથી કરતું અને જીવ તથા બ્રહ્મ વચ્ચે ભેદનો સ્વીકાર નથી કરતું જ્યારે સાંખ્ય અનેક આત્માનો સ્વીકાર કરીને ચાલે છે અને જીવ અને ઈશ્વર વચ્ચેના ભેદનો સ્વીકાર કરે છે.

    Like

    1. શ્રી અતુલભાઈ,
      આ સાંખ્ય ના પ્રણેતા તો કપિલ મુની હતા,રાઈટ?પણ વેદાંત ના કોણ હતા તે જરા યાદ કરાવશો.આમતો શંકરાચાર્ય એના ફેલાવાનું મુખ્ય કારણ હતા.આ પ્રકૃતિ અને પરમાત્મા ને ચીન માં યિંગ અને યેંગ કહે છે.

      Like

      1. શ્રી ભુપેન્દ્રસિંહજી,

        સાંખ્યના પ્રણેતા કપિલ મુની હતા તે સાચી વાત છે. વેદાંત આમ તો ઉપનિષદનો સાર છે. અને પ્રસ્થાનત્રયીમાં ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને ભગવદગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બ્રહ્મસૂત્રના પ્રણેતા વેદવ્યાસજી છે. વેદના અસંખ્ય શ્લોકો કે જેનું જુદા જુદા ઋષિઓએ દર્શન કર્યુ હતુ તે વેરવિખેર અનેક જગ્યાએ પથરાયેલા પડ્યા હતા. વેદવ્યાસજીએ તેને સુગ્રથિત કરીને તેને મુખ્ય ચાર વેદમાં વિભાજીત કર્યાં. વળી આ વેદમાં મુખ્ય ત્રણ પ્રકારના કાંડ આવે છે. ૧.કર્મકાંડ ૨.ઉપાસના કાંડ અને ૩. જ્ઞાન કાંડ. તેમાંથી આ જ્ઞાનકાંડને વેદાંત પણ કહેવામાં આવે છે. આપની વાત સાચી છે તેમનો પ્રચાર પ્રસાર શંકરાચાર્યજીએ કર્યો. અને વેદવ્યાસજીએ તેમનો અધિકાર છે કે કેમ તે જાણવા માટે પરીક્ષા પણ કરી હતી. અને આ પરિક્ષામાં સફળ થયા પછી તેમના માત્ર ૧૬ વર્ષના અલ્પ આયુ માં સ્પેશિયલ ક્વોટા દ્વારા બીજા ૧૬ વર્ષ ઉમેરાવી આપ્યા હતા.

        Like

        1. શ્રી અતુલભાઈ,
          ખુબ જાણવા મળે છે,અભિપ્રાયો દ્વારા પણ.એટલે મેં ઉપર જણાવ્યું છે તેમ સુજ્ઞ વાચકોના અભિપ્રાયો ના મળે તો એક બેચેની લાગે છે.અશોક ભાઈ ક્યાંક ખોવાઈ ગયા લાગે છે?

          Like

          1. હા હું યે શોધું છું તેમને, તેમના ઓટલે પણ આંટો માર્યો પણ તાળું હતુ એટલે ચિઠ્ઠી મુકીને પાછો આવી ગયો.

            Like

  2. પરમેશ્વરી જય દુર્ગા, જગદીશ્વરી જય અંબા
    તુ માતા વિશ્વમોહિની, દેવી જગદંબા
    જય દુર્ગા જય દુર્ગા, મહામાયા જગદંબા…

    Like

    1. shri atulbhai,
      મૂળ રૂપે મેં કામ ઉર્જા વાળો,પરીવારવાલો અને આ ઉપરોક્ત એમ ત્રણે આર્ટીકલ મારી નોટબુક માં આશરે ૨૦ વર્ષ પહેલા લખેલા.હમણા મારા દીકરા યુવરાજસિંહ ભારત ગયેલા.તેમના હાથ માં આ નોટબુક આવી ગઈ તો એમને થયું કે લાવ અમેરિકા લઇ જાઉં.બસ એ લાવ્યા અને મેં થોડા ફેરફાર કરી લખી નાખ્યા ને બ્લોગ માં મુક્યા છે.આ વાંચીને સ્ત્રીઓ વિષે સન્માન વધે તેવો મારો હેતુ છે.આપણે ઘર માં માતાજી ની પૂજા તો કરીએ છીએ,નવરાત્રી પણ કરીએ છીએ,પણ સ્ત્રીઓનું સન્માન કરવામાં પાછળ છીએ.એક મહિલા બીલ પણ પાસ કરતા આંખે પાણી આવે છે.અહી ઓબામાં ના રાજ માં મહત્વના હોદ્દા પર ઘણી બધી ભારતીય સ્ત્રીઓ કામ કરે છે.

      Like

      1. બહુ સાચી વાત છે. આપણે માત્ર શ્લોકોમાં ગાઈએ કે:-
        રમન્તે તત્ર દેવતા યત્ર નાર્યસ્તુ પુજ્યતે
        પરંતુ વાસ્તવમાં આપણે આપણા ઘરમાં રહેલી, સમાજમાં રહેલી અને જગતભરની સ્ત્રીઓમાં જો જગદંબાના દર્શન કરવા લાગીએ તો આ સ્ત્રીઓના મોઢા ન જોવાય તેવી સંકુચિતતા ચાલી જાય અને તેને બદલે સ્ત્રીઓ પ્રત્યે પૂજ્ય ભાવ આવી જાય. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે સ્ત્રીઓમાં જગદંબાના દર્શન કરવા જોઈએ, વાસ્તવમાં તે શક્તિ છે માત્ર કહેવા માટેની જ નહીં.

        Like

  3. Nice article. Few comments.
    (1) Hope people will understand the importance of women and stop killing them even before they are born. Unfortunately the biggest culprit in this killing are India and China, the two countries whom your articles mention and whose history (in terms of words, I am not sure about real actions, Janaki and Drupadi comes to mind) show that they respected women (In case of India, mataji pooja and Chilna, Lao tse). And this is not restricted to illeterate people, actually this is more common (sex specific abortions)in so called “educated and forward” people. For more informations read article from the Economist
    (tp://www.economist.com/world/international/displaystory.cfm?story_id=15636231).
    2. I am not sure about your comment “more boys are born than girls”. You probably right that girls are more likely to survive, because girls tends to have less genetical disease effect (they do not show the characters, they can carry the bad genes but do not show effect. Simply because they have two x chromosomes, if one do not work well other can complete the function, but boys have only X chromosome. Example muscular dystrophy (slow paralysis) is mainly seen in boys, far more.
    3. In Jewish tradition, a kid is consider Jews only if mother is Jewish, mainly because, you never know about actual father.

    Hope to comment in Gujarati soon. Until then please excuse me.
    Yogi

    Like

    1. બહુ સરસ.જાણવાલાયક પ્રતિભાવ છે.બસ જરા ગુજરાતીમાં હોત તો મજા આવી જાત.કારણ હમણા ગુજરાતી બચાવો આંદોલન પણ ચાલે છે,અને આ ગુજરાતી બ્લોગ જગત છે.પહેલા બાળક માતા થી જ ઓળખાતા હતા.ભરતા માં માં અંબા ની પૂજા થાય છે અને ભારતમાં જ સ્ત્રીઓ ની દશા ખરાબ છે.ચીન માં લાઓત્સે થઇ ગયા જે આવી વાત કરે છે અને ચીન માં પણ સ્ત્રીઓ ની દશા ખરાબ હતી.પહેલા તો ચીન માં કોઈ પતિ એની પત્ની નું ખૂન કરે તો કેસ પણ નાં થતો.ગુનો ગણવામાં ના આવતો.

      Like

  4. એકદમ સાચી વાત સ્ત્રી માતા બન્યા પછી ગહનતૃપ્તિ પ્રાપ્ત કરે છે. સ્ત્રી ખરેખર શક્તિછે. કોઇપણ ચીજનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તન કરવાની શક્તિ. પુરુષ બીજને બાળક બનાવવાની શક્તિ માત્ર સ્ત્રીમાં છે. બાળકને જન્મ આપીને સ્ત્રી ઈશ્વરનું કામ કરે છે. સ્ત્રીમાં સર્જનશીલતા છે. ઈશ્વરે સ્ત્રી અને પુરુષનું સર્જન હેતુપૂર્વક કરેલું છે. બંને એકબીજાના પૂરક છે. સ્ત્રીએ ઈશ્વરદત્ત શક્તિ દ્વારા આસપાસના સંયોગોને બદલતા શીખવું જોઇએ. When to follow the rules and when ruls can be bent.

    LAO TZU also said:
    ‘The Valley and the spirit never die’
    They form what is called the Mystic Mother,

    ધ વેલી અને સ્પિરિટ કદી મરતાં નથી અને તેમાંથી જે સર્જન થાય છે તે ગૂઢ જનની.
    ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ‘પુરુષ અને પ્રકૃતિ’ , ‘શિવ અને શક્તિ.

    જે જાણે પુરુષત્વને છતાં જાળવે સ્ત્રીત્વને
    તે દુનિયા આખીને પોતાના તરફ ખેંચી શકે છે
    અને તેથી તે સનાતન દિવ્યતાથી અલગ થશે નહીં
    અને પછી તે શૈશવની અવસ્થામાં પાછો ફરે છે.

    Like

    1. મીતા બહેનશ્રી,
      આપના ઉત્તમ અભિપ્રાય બદલ ખુબજ આભાર.આપને નથી લાગતું કે અભિપ્રાયો પોતે એક આર્ટીકલ જેટલા જ મહત્વ ની વાતો જણાવનારા હોય છે.મને પોતાને પણ એમાંથી ઘણું જાણવાનું મળે છે.એટલે મને તો લેખ મુક્યા પછી આપ જેવા વિદ્વાન વાચકો ના અભિપ્રાય ના આવે તો બેચેની થાય છે.ખુબ ખુબ આભાર.

      Like

      1. તમે તમારા વાચકોને સુજ્ઞ અને વિદ્વાન ગણો છો તે તમારી મહાનતા-નમ્રતા છે અનેતેથી તમારા વાચકોને તમારાથી દિલનો નાતો બંધાઇ જાય અને જાણે અજાણ્યે તમારી લાગણી દુભાય તો માફી પણ માગે તમારા અહિંસાના લેખની અસર કેવી સરસ થાય છે. હવે તમે સુજ્ઞ વાચક લખો એટલે મારા જેવા માટે તો વાચક બરાબર લાગે પણ આ સુજ્ઞ તો પેલા મુન્નભાઇ જેવું થાય ‘આ સુજ્ઞ કોણ?’ અને એમાં ક્યાંકથી વાંચેલું થોડું આપણું ઉમેરીને પ્રતિભાવમાં લખીએ એમાં વિદ્વતા જેવું કંઇ નથી. દરેક લેખમાં ‘લેખ સારો લાગ્યો, બહુ ગમ્યો, સરસ રજૂઆત, સરસ લેખનશૈલી છે એવું લખીએ તો પણ લાગે કે ખબર નહીં વાંચતાં હશે કે નહીં કે ખબર પણ પડે છે કે નહી . એટલે આવી રીતે કોઇક વાર વિદ્વાતા બતાવી દઇએ. અને હવે તો તમારા કરતાં મારી બેચેની વધી ગઈ દરેક વખતે પ્રતિભાવ આપવાની આવી વિદ્વતા લાવવી ક્યાંથી?

        Like

        1. મીતા બેનશ્રી,
          આપના જેવું જ મારે પણ છે.હું પણ જોઉં,અને પહેલા વાંચેલું યાદ કરું ને થોડું મારું ઉમેરું ને લખું છું.મૂંઝવણ એ છે કે દરેક વખતે વિદ્વતા ભર્યા લેખ લખવા કઈ રીતે?કે જથી વાચકો વિદ્વત્તા ભર્યા અભિપ્રાય આપે.

          Like

  5. “સ્ત્રીનું આકર્ષણ ઇન એક્ટીવ હોય છે,બોલાવે છે પણ અવાજ નથી,હાથ ફેલાવે છે પણ હાથ દેખાતા નથી.પ્રાર્થના પણ પુરુષે જ કરવી પડે.ઘૂંટણીયે પડી ને કહેવું પડે કે Will you merry me?પુરુષ ના કહે એટલે નાં જ સમજવું જયારે સ્ત્રી ના કહે તો હા સમજવું.સ્ત્રી હા કહે તો એ પુરુષ ની ભાષા છે.”

    Very very true uncle…. bahu saras article 6e…

    Like

  6. મનુસ્મૃતિ અનુસાર સ્ત્રી મનુષ્ય નથી પણ વસ્તુ છે. તેનો માલિક પતિ છે. અંગ્રેજી husband શબ્દના અર્થના બધા સંસ્કૃત શબ્દો ‘માલિક’ના પર્યાય છે. કોઈ પરિણીતાને પર પુરુષથી બાળક જન્મે તો તે બાળક કોનું ગણાય તેનો જવાબ આપતા મનુસ્મૃતિ પત્નીની સરખામણી જમીન સાથે કરે છે. ‘જેવી રીતે જમીન પર પાકેલા અનાજનો માલિક બિયારણ વાવનાર નહિ પણ જમીનનો માલિક ગણાય તેવી રીતે બાળક પણ સ્ત્રીના પતિનું જ ગણાય.’ આમ આપણી સંસ્કૃતિમાં તો સ્ત્રીનું મહત્વ જમીન જેટલું જ હતું.

    Like

    1. શ્રી દેસાઈ સાહેબ,
      વસ્તુ હતી માટે તો પાંડવ ભાઈઓ એક સ્ત્રીને વહેચીને ભોગવતા હતા.અને પૈસા ખૂટ્યા તો જુગાર માં જ મૂકી દીધી.વસ્તુ હતી માટે તો જયારે નગ્ન કરાઈ રહી હતી ત્યારે બધા ચુપ હતા.વસ્તુ હતી માટે તો પરશુરામે એમના પિતાના કહેવાથી માતા ને મારી નાખી હતી.

      Like

      1. શ્રી ભુપેન્દ્રસિંહજી,

        આપની વાત સાચી છે. પણ જગદંબા હ્તી એટલે જ કૌરવોના માથા વઢાવ્યા અને સતિ કહેવાણી અને ભરી સભામાં પ્રશ્ન પુછી શકી કે પોતાને પહેલા હારી જનાર મને કેવી રીતે દાવમાં મુકી શકે? પુરુષ તો સ્ત્રીને આજે પણ વસ્તુ તરીકે ગણવાની કોશીષ કરે છે, પણ જો તેને શક્તિ તરીકેનું સ્થાન નહીં આપવામાં આવે તો જેમ શક્તિના પગની નીચે શિવજી શબવત પડ્યા છે તેવી હાલત કરી નાખશે. માટે હવે આપના આ લેખથી લોકો ચેતે તો સારું.

        Like

  7. આપણી આ કેવી ખાસિયત છે કે જે દિવ્ય છે તેને મૂર્તિરૂપ આપીને મંદિરમાં બેસાડી દઈએ છીએ, ને પછી એની બાહ્યોપચારથી પૂજા કરી લઈએ છીએ. બસ, પછી આપણું કામ પૂરું !

    એ દિવ્યતાનાં ગીતો – મૂળમાં તો શ્લોકો – બનાવીને સૌને શીખવાડી દઈએ છીએ જે પછી ફક્ત ને ફક્ત સ્તુતિ રૂપે ગવાયાં કરે છે.

    મોટેમોટેથી રાડો પાડીને ને ઘંટારવથી મઢી દઈને આ ગીતો આપણને ભક્તિ કર્યાનો નશીલો સંતોષ આપી દે છે. માળા ઘેર બેઠાં પણ આ જ કરવાનું સાધન બની રહે છે ને સૌ ભક્તિનું સાતત્ય હોવાનો વહેમ ચગળતા રહે છે.

    દિવ્યતાથી ભરેલી સ્ત્રી જે સર્જન અને પાલન કરે છે તેને વામા કહીને ડાબે હાથે, ડાબા હાથના સફાઈકામની પ્રતીક બનાવી મૂકીએ છીએ. સફાઈ કર્મીઓ, ડાબો હાથ અને આ વામાને એક સાથે મૂકીને ભારતીયતાએ કલંકની રીતસરની સ્થાપના કરી દીધી છે.

    બ્રહ્મને એકલું લાગ્યું અને એને અનેકરૂપે વિસ્તરવાનું મન થયું ત્યારે માયા રૂપે એ જ મદદે આવી; જેના વિના ખુદ બ્રહ્મ પણ લાચાર છે, એ માયા – શક્તિ –ને અબળા કહેનારો પુરુષ કેટલો દંભી છે !!

    યિન્ગ યેન્ગવાળી વાત મને બહુ ગમેલી જ્યારે કાપ્રાનું તાઓ પરનું પુસ્તક વાંચ્યું હતું. એનું પ્રતીક સ્ત્રી–પુરુષનું બેલેન્સીંગ કેવું સરસ રીતે બતાવે છે !!

    સરસ લેખ માટે આભાર.

    Like

  8. એક સ્પષ્ટતા –

    નીચેના વાક્યમાં આટલું સુધારીને વાંચવા વીનંતી છેઃ
    સફાઈ કર્મીઓ, ડાબો હાથ અને આ વામાને એક સાથે અસ્પૃશ્ય ગણીને હીન્દુત્વે કલંક ની રીતસરની સ્થાપના કરી દીધી છે.

    Like

    1. શ્રી જુગલભાઈ,
      આપણી વાત બિલકુલ સાચી છે.એટલે તો મેં એક મારા આર્ટીકલ માં લખેલું કે આખો દિવસ એકનો એક મંત્ર કે શ્લોક રટ્યા કરવાનો શું અર્થ?મારા પોતાના બે દીકરા યુવરાજસિંહ અને હરપાલસિંહ બંને ડાબોડી છે.મારા નજીક ના સંબંધી એ જોયું કે મારા આ દીકરાઓ ડાબા હાથે ભોજન કરે છે,અને લખે પણ છે..તો એકદમ બોલવા લાગ્યા કે આ સારું ના કહેવાય,એમને જમણે હાથે ખાવાની અને લખવાની ટેવ પાડો.મેં તરત જ જવાબ આપ્યો કે જે હાથે ખાય છે તે બરોબર છે,કશું ખોટું નથી.જે લોકો નું જમણું બ્રેન વધારે એક્ટીવ હોય એ લોકો ડાબોડી હોય છે.આપ એ સાયંસ જાણતા નથી માટે આપનું સુચન મને માન્ય નથી.એ સબંધી આખો દિવસ ગીતા અને સંસ્કૃત ની વાતો કર્યા કરે છે.આજે અમેરિકા માં આવ્યે એમને ૨૦ વરસ થયા પણ એમના ધર્મ પત્ની થી “ચુ” કે “ચા” કરી ના શકાય.એમના પત્નીને કાર ચલાવવાનું પણ શીખવાડ્યું નથી.આપ મારા બ્લોગ પર આવ્યા અને ઉત્તમ અભિપ્રાય આપ્યો તે બદલ ખુબજ આભાર.

      Like

  9. જે ભાવના ના ગુણો સ્ત્રી હ્રદય માં રહેલા છે ,એને સ્ત્રીત્વ કહી શકાય .
    ભાવના પૂર્વક નું એવું સ્ત્રીત્વ સમર્થ પુરુષો માં પણ કેળવેલું હોય છે .
    એટલે એવી સ્ત્રીત્વ ની ભાવના પુરુષપણા માં પણ પ્રગટી શકે છે .
    પારૂ કૃષ્ણકાંત

    Like

Leave a comment