“જીવો જીવસ્ય ભોજનમ” અને “વિના સહકાર નહિ ઉદ્ધાર”

            *”જીવો જીવસ્ય ભોજનમ” અને “વિના સહકાર નહિ ઉદ્ધાર”બંને ઈવોલ્યુશન વિકાસ ના ક્રમ માટે જરૂરી પરિબળો છે.એટલે જીવો જીવસ્ય ભોજનમ એ થઇ “હિંસા” અને વિના સહકાર નહિ ઉદ્ધાર(કો ઓપરેશન) એ થઇ “અહિંસા”.આમ ઈવોલ્યુશન માટે હિંસા અને અહિંસા બંને જરૂરી છે.એક જીવ બીજા જીવ ને ખાવા માટે મારે છે.અને એ જીવ બચવા માટે જાત જાત ના કીમિયા અખત્યાર કરે છે,નવી નવી તરકીબો શોધે,નવી સીસ્ટમ વિકસાવે છે.અને આમ વિકાસ નો ક્રમ આગળ ધપતો જાય છે.નાના માઈક્રોબ્સ થી શરૂઆત કરીએ.રશિયન કેદીઓ ને થયેલા ટી.બી.નો અભ્યાસ કરતા જણાયું કે એમના ટી.બી. ના બેક્ટેરિયા પાંચ જાતના એન્ટી બાયોટીક્સ થી પ્રૂફ હતા.ટી.બી. નો કોર્સ પૂરો ના કરો તો,એના બેક્ટેરિયા તમે લીધેલી દવા વિરુદ્ધ ઈમ્યુન સીસ્ટમ વિકસાવે છે.અને નવી પેઢીના બેક્ટેરિયા ને વારસા માં એ ઈમ્યુન સીસ્ટમ આપતા જાય છે.પછી એ દવા ની અસર થતી નથી.જેમ જેમ રોગોના જીવાણું એન્ટી બાયોટીક્સ થી પ્રૂફ થતા જાય છે,તેમ નવા એન્ટી બાયોટીક્સ રોજ શોધવા પડે છે.
       
                *એક આફ્રિકન ભેંસ ને મારવા માટે ઓછામાં ઓછા સાત થી આઠ સિંહ નો સહિયારો પ્રયાસ જોઈએ.એકલ દોકલ સિંહ નું કામ નહિ,હાડકા ભંગાઈ જાય.માણસ જાત ને થાય છે એચ.આઈ.વી(એઇડ્સ),એમ ઘરેલું(ડોમેસ્ટિક) બિલાડી ને થાય છે એફ.આઈ.વી.એમાં બિલાડા નો મર્યે જ છૂટકો.કેન્સર ઇન્સ્ટીટ્યુટ ના એક વૈજ્ઞાનિક નામે સ્ટીવન ઓ બ્રાયન ને ૧૯૮૦મા  ચિંતા પેઠી કે ડોમેસ્ટિક કેટ નો રોગ નોન ડોમેસ્ટિક કેટ ફેમીલી જેવા વાઘ સિંહ માં ફેલાઈ જશે તો આ પ્રાણીઓ નું સત્યાનાશ થઇ જશે.એમણે કેટ ફેમિલીના ૩૭ જેટલા સભ્યો,જેવાકે વાઘ,સિંહ,ચિત્તા,દીપડા અને બીજા તમામ ના જીન્સ ભેગા કર્યાં ને અભ્યાસ કર્યો.પછી એમને હાશ થઇ. કેમ?અભ્યાસ માં જાણવા મળ્યું નવાઈ ભરેલું કે તમામ નોન ડોમેસ્ટિક કેટ ફેમિલીના સભ્યો ના જીન્સ એફ.આઈ.વી વિરુદ્ધ ઈમ્યુન થયેલા હતા.એમને આ રોગ થવાની સંભાવના નહતી.વધારે અભ્યાસ કરતા જાણવા મળ્યું કે દસ લાખ વર્ષ પહેલા કેટ ફેમિલીના પ્રાણીઓ ને આ રોગ થયેલો પણ એના વિરુદ્ધ ઈમ્યુન સીસ્ટમ વિકસી અને બચી ગયા.આજે દસ લાખ વર્ષ પહેલા એફ.આઈ.વી વિરુદ્ધ ઈમ્યુન થયેલા જીન્સ કેટ ફેમિલીના પ્રાણીઓ માં મળે છે.એટલે એચ.આઈ.વી થી ચિંતા કરવાની જરૂર નથી.આપણે પણ થોડા(લાખ?)વર્ષો પછી એચ.આઈ.વી સામે લડવા ઈમ્યુન સીસ્ટમ વિકસાવી એની સામે લડી શકીશું.
        
                        *વૈજ્ઞાનિક સ્ટીવન ઓ બ્રાયને એચ.આઈ.વી ના હાઈ રિસ્ક ધરાવતા ૧૦,૦૦૦ લોકોના જીન્સ નો પણ અભ્યાસ કર્યો.૧૦% કોકેશિયન જાતના માનવો ના જીન્સ  આ એચ.આઈ.વી વિરુદ્ધ ઈમ્યુન સીસ્ટમ વિકસાવી ચુક્યા છે,જેનો એશિયન અને આફ્રિકન લોકોમાં અભાવ છે.માતાપિતા એમના જીન્સ ફેરફાર વગર વારસા માં બાળકોને આપે છે.છતાં નીગ્લીજીબલ ચેન્જ જીન્સ માં થતો હોય છે.આવા મ્યુટ થયેલા જીન્સ વારસામાં પેઢી દર પેઢી ટ્રાન્સફર થતા હોય છે.આને માર્કીન્ગ્સ કહેવામાં આવે  છે.સમયે સમયે જીન્સમાં  મ્યુટેશન થતું હોય છે,અને આ ફેરફાર માર્કીન્ગ્સ પણ વારસા માં અનચેંજ ટ્રાન્સફર થતા હોય છે.આ છે ચમત્કાર ઈવોલ્યુશન નો.૭૦૦ વરસ પહેલા સમગ્ર યુરોપ માં બ્યુબેનીક પ્લેગ ફેલાયેલો.એમાં પોણા ભાગ ની યુરોપની વસ્તી ખતમ થઇ ગયેલી.એમાંથી બચેલા ની પેઢી માં મ્યુટ થયેલા જીન્સ આજની પેઢીમાં હાજર છે.કોઈ પણ રોગ વિરુદ્ધ ઈમ્યુન થયેલા જીન્સ વડે રક્ષણ પામેલા સેલ(કોશ)નું રીસેપટર પેલા રોગ ના જીવાણું ને પ્રવેશ કરવાની અનુમતિ આપતું નથી.અને એમ એ રોગ થી બચી જવાય છે.
            
                            *એક જીવ બીજા થી બચવા માટે નવી તરકીબો ખોળે છે.એવી રીતે એક જીવ  બીજા જીવ ને ખાવા માટે પણ નવી તરકીબો શોધે છે.આફ્રિકન ભેસોએ સિંહ થી બચવા ભયંકર તાકાત કેળવી છે.હરણ અને ઝીબ્રા એ દોડવાની જબરદસ્ત ગતિ મેળવી છે,અને લાંબો સમય દોડી શકવાનો ગજબનાક સ્ટેમિના મેળવ્યો છે,જે હિંસક પ્રાણીઓ માં નથી.તો સામે ચિત્તા એ પૃથ્વી પરના સૌથી ઝડપી દોડ શક્તિ ધરાવનારા પ્રાણી નું બિરુદ મેળવ્યું છે.પણ એ ભયાનક સ્પીડે ફક્ત થોડીવાર જ દોડી શકે છે.વાઈલ્ડ બિસ્ટે પુષ્કળ વસ્તી વધારતી પ્રજનન શક્તિ મેળવી છે.કમજોર હોય તે “ભારત” ની જેમ અતિશય વસ્તી વધારે.મારી મારી ને કેટલાને મારશે?ખાઈ ખાઈ ને કેટલાને ખાશે?પાણી માં રહેતો ગરોળી જેવો જીવ એની ચામડી માં ૧૦૦ પુખ્ત માણસો ને મારી શકે એવું ભયાનક ઝેર લઈને ફરે છે.કારણ?કારણ સાપ નું એ ભક્ષણ છે.આમ મારવા ને બચવાની પ્રક્રિયા થી ઈવોલ્યુશન થાય છે.હિંસા ખરાબ હોત તો ભગવાને કુદરતે મૂકી જ ના હોત જીવોમાં.પણ પણ અને પણ આ હિંસા પણ કુદરતી ધોરણે ફક્ત પેટ ભરવા પુરતી જ થવી જોઈએ,શોખ માટે અને ધંધાપાણી માટે નહિ નહિ અને નહિજ. 

8 thoughts on ““જીવો જીવસ્ય ભોજનમ” અને “વિના સહકાર નહિ ઉદ્ધાર””

  1. સરસ વાત કરી. પ્રકૃતિએ જે કાંઈ ગોઠવ્યું છે તેની જ જાણકારી માનવી મેળવી પોતાનું જીવન બસર કરતો રહે છે. પ્રકૃતિના નિયમો જાણવા તેનું સંશોધન માનવી કરે છે અને તેને કોઈ નામ આપે છે અને તે શોધ પોતાને અંગત નામે ચડાવતો રહે છે પણ ભૂલી જાય છે કે તેણે શોધેલું તે પહેલાથી જ અસ્તિતવમાં હતું જ ! ધન્યવાદ ! આવજો !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  2. જેમ જેમ આપણે આ પ્રકૃતિનો અભ્યાસ કરતા જઈએ છીએ તેમ તેમ તેના અચરજ ભર્યા રહસ્યો આપણી નજર સમક્ષ ઉઘડતા જાય છે. આ આખીએ રચના એવી રીતે ગોઠવાણી છે કે જાણે તે સ્વયં ચાલતી રહેતી હોય તેમ લાગે. જેમ કે પૃથ્વિ અને ગ્રહો ફર્યા કરે, નવા જીવો જન્મતા રહે, જન્મેલા જીવો ઉછરતા રહે, ઉછરતા જીવો વિકસતા રહે, ફરી પાછા નવા જીવોને જન્મ આપતા રહે અને પોતાનું કાર્ય પુરુ કરીને અતિતમાં ઓગળતા રહે. આવા અનેક ચક્રો પ્રકૃતિમાં સતત ચાલતા રહે છે. શાસ્ત્રોની ભાષામાં તેને યજ્ઞો કહ્યા. કોઈ યજ્ઞકુંડમાં અગ્નિ પેટાવીને ઉપયોગી દ્રવ્યો બાળી નાખવા તે યજ્ઞ નથી. બ્રહ્મા એટલે કે હિરણ્યગર્ભ એટલે કે સૃષ્ટિનું પ્રથમ કાર્ય કે જેને શાસ્ત્રો આ બ્રહ્માંડના કર્તા કહે છે આપણે તેને કાર્યબ્રહ્મ પણ કહી શકીએ તે કાર્યબ્રહ્મ દ્વારા આવા અનેક ચક્રો અને અનેક યજ્ઞો નિર્માણ થયા છે. અને સહુ કોઈએ આ યજ્ઞમાં પોતાના ભાગે આવેલ કાર્ય કરવાનું છે એટલેકે સહકાર આપવાનો છે અને પરીણામે ઉત્પન્ન થતા ફળમાં સહુને ભાગ વહેંચી આપવામાં આવે જે ક્યારેક હિંસા જેવો લાગે અને ક્યારેક હિંસા વગરનો પણ હોય. પણ આ સતત ચાલતી પ્રક્રીયા ઘણી જ રહસ્યમય છે અને તેના રહસ્યો ઉકેલવાની અને જાણવાની તથા માણવાની મજા લેવા જેવી છે.

    અને હા છેલ્લું વાકય બહુ જ મહત્વનું છે:- “હિંસા ખરાબ હોત તો ભગવાને કુદરતે મૂકી જ ના હોત જીવોમાં.પણ પણ અને પણ આ હિંસા પણ કુદરતી ધોરણે ફક્ત પેટ ભરવા પુરતી જ થવી જોઈએ,શોખ માટે અને ધંધાપાણી માટે નહિ નહિ અને નહિજ.”

    Like

  3. “મારી મારી ને કેટલાને મારશે?” આ નીતિનો પ્રયોગ કરી ચીને 1962 માં આપણી જમીન દબાવી.
    અર્વાચિન સમયમાં ભારત અને ચીન અતિવસ્તીના ફાયદા મેળવે છે!

    Like

  4. વાહ!, ભરપુર માહિતીપ્રદ લેખ. ગુજરાતીમાં આવા ટેકનિકલ વિષયો પર બહુ ઓછું વાંચવા મળે છે. આભાર.

    Like

  5. ” કોઈ ને નડવુ નહી ” એજ મોટી અહિંસા છે. પૃથ્વી પર વસતા દરેક જીવો ને પોત પોતાની પ્રકૃતી પ્રમાણે જીવવા દેવા જોઈએ.

    Like

  6. તમે બહુ જ અગત્યની વાત કરી. પુરતા પ્રમાણમાં, જરૂરી હોય તેટલીજ, હિંસા અને પુરતા પ્રમાણમાં અહિંસા આચરવા જોઈએ. બધી વાતમાં પ્રમાણસરતા હોવી જોઈએ. કશાનો અતિરેક નહીં.

    Like

  7. hu sahmat chu chtay fkt bhukh bhagva mate.nhi ke shokh palva mate.darek jvone potano jiv vhlo hoy che jemke tamne.mate kudrat virudh ej potni nukshni notarvi.

    Like

Leave a comment