“અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની ”

“અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની ”

         અહિંસક તો ભગવાન મહાવીર હતા. ના તો ગાંધીજી અહિંસક હતા ના તો અત્યારના કોઈ જૈન અહિંસક છે. મહાવીર અત્યંત સંવેદનશીલ વ્યક્તિ હતા. એ પ્રાણી તો ઠીક જીવ જંતુ માત્રમાં પરમાત્માને અનુભવી શકતા હતા. તો પછી હિંસા કોના પ્રત્યે કરી શકાય? જે લોકો દરેક વસ્તુમાં પરમાત્મા ને અનુભવી શકતા નથી એ લોકો જો અહિંસાના વ્રત લે છે, તો એમની અહિંસા દંભી બની જાય છે. ગાંધીજી આવા દંભી અહિંસક હતા. નાની નાની સુક્ષ્મ હિંસા આ લોકો ભૂલી જાય છે. આ લોકો ભૂલી જાય છે કે એક મરઘીમાં જીવ છે તો કોબીજમાં પણ જીવ છે. કોઈ નો જીવ દુભાય તો પણ હિંસા થાય. ગાંધીજી એક રાજકારણી હતા ને સંત બનાવાનો પ્રયત્ન કરતા હતા. ગાંધીજી પણ સંવેદનશીલ વ્યક્તિ હતા. પણ મહાવીર તો સંવેદનશીલતાના એવરેસ્ટ શિખર હતા. એક નાની કીડીમાં પણ પરમાત્માને જોઈ શકતા હતા. એટલે એને ટાળી ને બચાવીને ચાલતા હતા. અત્યારના જૈન સાધુને કીડીમાં પરમાત્મા દેખાતો નથી, પણ મહાવીરના આચારે નકલ કરી કીડીઓને ટાળવાના વ્યર્થ પ્રયત્નો કરતા હોય છે.

  મહાવીર ક્ષત્રીય હતા. જૈનોના ચોવીસે તીર્થંકરો ક્ષત્રિયો હતા. એક પણ વૈશ્ય કે બ્રાહ્મણ ના હતો. હિંસા કરવા માટે જેમ વીરતા જોઈએ તેમ અહિંસા પાળવા કે અહિંસક બનવા માટે મહાવીરતા જોઈએ. કાયરો કે ડરપોક લોકો ના તો હિંસા કરી શકે છે ના તો અહિંસક બની શકે છે. માટે વર્ધમાનને મહાવીર કહેવામાં આવે છે. મહાવીરનો ગર્ભ બ્રાહ્મણીના પેટમાં હતો. દેવોએ વિચાર્યું કે બ્રાહ્મણની સ્ત્રીના પેટે અવતરેલો બાળક તીર્થંકર નહિ બની શકે. એટલે ગર્ભને ઉઠાવીને ક્ષત્રીયાણીના પેટામાં મૂકી દીધો. વાર્તા છે. સમજવા માટે છે. સહન શક્તિનો સવાલ છે. અહિંસક બનવા માટે ભયંકર સહનશક્તિ જોઈએ. એ સહન શક્તિ બ્રાહ્મણ કે વૈશ્ય કે વાણીયામાં ના હોય. ચોવીસે તીર્થંકરો જેના ક્ષત્રિયો છે એ ધર્મના લગભગ તમામ અનુયાયીઓ વૈશ્ય છે. કોઈનો માર ખાવામાં પણ શક્તિ ને સહન શક્તિ જોઈએ. એટલે અમારે કોઈનો માર ખાવો નથી માટે અમે કોઈને મારતા નથી, અમે તો અહિંસક છીએ. આ દંભી અહિંસા છે. પેલા ગોવાળની વાર્તા બધાને ખબર છે. મહાવીરના કાનમાં ખીલા ઠોકી દીધા. ક્યાંથી લાવશે આજના જૈનો એવી સહન શક્તિ?

     દરેકના સત્યો જુદા જુદા છે. મારું સત્ય તમારા પર થોપવાનો પ્રયત્ન હિંસા છે. સત્યનો આગ્રહ ના હોય. આગ્રહ કરવો પડે એવું સત્ય શું કામનું? એક માણસ એનું સત્ય થોપવા તમને લાફો મારી તમારા પર દબાણ કરે છે. બીજો માણસ એનું સત્ય થોપવા પોતાની જાતને લાફા મારે છે. બંને હિંસાનો આશરો લે છે. એક માણસ એનું સત્ય મનાવવા માટે તમને બાંધીને ખાવા ના આપે ને ટોર્ચર કરે. બીજો એનું સત્ય મનાવવા પોતાની જાતને ખોરાક ના આપી, ઉપવાસ પર ઉતરી તમને દબાણ કરે છે. બંને હિંસક છે. એક પરપીડન વૃત્તિ ધરાવે છે, બીજો સ્વપીડન વૃત્તિ ધરાવે છે. પીડા આપવાની હિંસા બંને કરે છે. ડો આંબેડકર ને કોઈ વાત મનાવવા માટે ગાંધીજી ઉપવાસ પર ઉતરેલા, ત્યારે આંબેડકરે કહેલું ગાંધીજી સારા માણસ છે એમનો જીવ બચાવવા મારી વાત છોડી દઉં છું, બાકી હું મારી વાતે મક્કમ ને સાચો છું.

 રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજીના પરમ મિત્ર હતા. ગાંધીજી એકવાર શાંતિ કેતન ગયેલા. નિયત સમયે બંને બહાર ફરવા જતા. ગાંધીજી સાદા માણસ એ તો બહાર જઈને ઉભા રહ્યા. રવીન્દ્રનાથ ને બહુ વાર લાગી. ગાંધીજી પાછા ગયા તો ડોસા રવીન્દ્રનાથ એમના વાળ ઓળવ્યા કરે. ગાંધીજીએ પૂછ્યું કે હવે ઉંમર થઇ ક્યાં સુધી વાળ સંવાર્યા કરશો? રવીન્દ્રનાથે કહ્યું, મને અસ્તવ્યસ્ત વાળમાં જોઇને કોઈને ઘૃણા થાય એ પણ હિંસા કહેવાય. ગાંધીજીની સમજમાં કદાચ નહિ ઉતર્યું હોય પણ આ થયો અહિંસાનો સુક્ષ્મ પ્રકાર. કોઈને મારવાથી જ હિંસા થોડી થાય છે?કોઈનો જીવ દુભાય એવું નાનું કૃત્ય પણ હિંસા કહેવાય. કોઈની મજાક કરીએ અને એનો આત્મા દુભાય તો પણ હિંસા કહેવાય માટે જે પોતાની જાત ઉપર હસી શકતો હોય તેની જ મજાક કરવી.

   અહિંસાનો કોન્સેપ્ટ સમજવો અઘરો છે. દેખીતા અહીન્સકો જાણે અજાણે ઘણી બધી હિંસામાં ભાગ લેતા હોય છે. શેમ્પુ લગભગ બધાજ વાપરે છે. શેમ્પુ તમારી આંખો માટે જલદ તો નથી ને?એના જવાબ માટે લેબોમાં સસલાની આંખોમાં શેમ્પુ નાખીને પ્રયોગો કરી ચકાસણી કરવામાં આવે છે. શેમ્પુ વાપરનારા બધાજ આ હિંસામાં ભાગીદાર છે. કતલખાનામાં હિંસા થાય છે, એમાંથી નીકળતી બાય પ્રોડક્ટ બધાજ વાપરે છે. કેલ્શિયમ મેળવવાનો સહેલો ને સસ્તો ઉપાય પ્રાણીઓના હાડકા છે. ખાંડ સફેદ કરવા કેલ્શિયમ વપરાય છે. ચામડું પટ્ટા, પર્સ, જેકેટ્સ ને ઘણી બધી વસ્તુઓમાં વપરાય છે. કુદરતી રીતે મરેલા પ્રાણીઓનું ચામડું આટલી બધી ચામડાની પ્રોડક્ટ્સમાં પુરતું ના થાય. કતલખાના ચાલુ રાખવામાં બધાજ ભાગીદાર છે. અને બધાજ કતલ ખાના બધ કરાવવામાં પડ્યા છે. એક દવાની નાની ટેબ્લેટ ખાસો તો પણ હિંસા થશે. દવાના ટેસ્ટીંગ માટે પહેલા ઉંદરો વપરાય છે, પછી બીજા પ્રાણીઓ.

    વર્ધમાનને સન્યાસ લેવા માટે એક ય બીજા બહાને ના પાડવામાં આવતી હતી. તો એ ક્યારેય વિરોધ કરતા નહોતા. ને ઘરના લોકોની વાત માની રોકાઈ જતા. ઘરમાંથી કોઈનો પણ જરા જેટલો જીવ દુભાય એ એમને મંજુર નહોતું. વર્ષો વીતી ગયા. અચાનક ઘરના સભ્યોને ખ્યાલ આવ્યો કે વર્ધમાન ભલે ઘરમાં રહે એમની હાજરી જરાય અનુભવમાં આવતી નથી. જયારે વર્ધમાન ઘરમાં છે એવું લાગતુ જ નથી તો હવે એમને રોકવાનો કોઈ અર્થ નથી. વર્ધમાન વીરોના વીર મહાવીર હતા. હિંસા કરવા માટે તાકાત ને શક્તિ જોઈએ, એમ અહિંસા કરવા માટે અતિ તાકાત ને મહાશક્તિ જોઈએ.

34 thoughts on ““અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની ””

  1. અહિંસા અને સંવેદનશીલતા સાપેક્ષ છે. અને એટલે જ સૌએ પોત પોતા માટે તેની રેખા દોરવાની છે.

    જો “ક” વ્યક્તિ, “ખ”ને ન ભાવતી વસ્તુ ખાતો હોય અને તેને લીધે “ખ”ને ત્રાસ થતો હોય તો “ક”ની હિંસા ન કહેવાય. તેવું જ આદતો વિષે કહેવાય. પણ જો આદતથી ગંદકી ફેલાતી હોય અને સમાજને માન્ય ન હોય તો તે તત્કાલીન હિંસામાં આવે. નિરપેક્ષ હિંસા કે અહિંસા હોતી નથી.

    જાતિવાદી તારતમ્યોથી દૂર રહેવું સારું.

    જો કામનો ઢગલો નજરમાં ન આવતો હોય તો માણસો ફાજલ પડે. અને તેથી જગ્યા ઓછી અને બેકારો વધુ એવી પરિસ્થીતિ બને અને તેથી અનામતનો પ્રશ્ન ઉભો થાય. અને તેથી પ્રશ્ન આર્થિકને બદલે સામાજીક અને રાજકીય બની જાય. તેથી તેમાં વર્ગવિગ્રહ અને મતોનું રાજકારણ ઘુસી જાય. જેઓ આર્ષ દ્રષ્ટા છે તેઓ અગાઉથી જોઈ શકે છે. અને તેથી આંબેડકરજીએ કહેલું કે ગાંધીજીને મન ગરીબો અને દલિતોનું હિત વસેલું છે તે વાતમાં મને શંકા નથી.
    આંબેડકર અને ગાંધીજી વિષેના વિવાદનો વિષય વિશાળ ચર્ચાનો વિષય છે.

    Like

    1. ગાંધીજીનો હું વિરોધી નથી,એમની નીતિમાં કદી શંકા ના થાય.ડોસા ૧૦૦% પ્રમાણિક હતા.પણ એમની દરેક વાતે અંધ બની સંમત ના થવાય.જતી વાદી ઉચ્ચારણો થી દુર રહેવું સાચી વાત છે,પણ હું એક કોમ લખું તો પણ લોકો સમજી જવાના કે વાણીયા કે વૈશ્ય લોકો માટે જ લખ્યું છે.બાકી છૂટકો ના હોય ત્યાજ એવું લખ્યું હશે.છતાં આપની વાત ધ્યાન માં રાખીશ.

      Like

  2. The following is “copy paste” of my reply to a blogger who had posted એક મરઘીની આત્મકથા.
    Dear Sanket Dave,
    It appears you are a vegetarian. I am also a vegetarian. What you have written about chicken is true for milk also. When you take milk, drink tea, yogurt, buttermilk or eat any milk product including ice-cream do you think about your child?
    It is also true about an apple or any vegetable you eat or cereals you eat. Do you lnow, what would happen if the entire population of the world become vegetarian ? My dear sir, you would not survive more than a year ! Just try to imagine such a situation.and TRY TO REALIZE THE REAL FACT. It is better we direct our energy towards worrying about human beings who are not able to go to sleep because of empty stomach.
    “Jivo jivasya bhojanam”.
    Bye. Have good day and a nice breakfast!

    Like

    1. ભાજ્માંનભાઈ શ્રી,
      આપણી વાત સાચી છે.દુનિયા માં સૌથી વધારે દરિયાઈ ફૂડ,માછલા ખવાય છે.બધા શાકાહારી થઇ જાય તો,લોકો ભૂખે જ મરી જવાના.પણ દંભ ક્યાં છોડે છે?જીવો જીવસ્ય ભોજનમ.

      Like

  3. વાઘ કે સિંહ અહિંસાની વાત કરે અને સસલાં અહિંસાની વાત કરે તેમાં કોની અહિંસાની વાત યોગ્ય ગણાય?

    Like

    1. મને સમજાયું નહિ કે આ વાક્યનો અર્થ શું કાઢવો?
      આ વાક્ય મને sentiment driven લાગે છે, કારણ માણસ કર્મથી ક્ષત્રિય ગણાય છે નહિ કે જન્મથી.

      Like

  4. મારા ધ્યાન મુજબ મહાવીરએ જૈન ધર્મની સ્થાપના કરી નહોતી.
    અને બધા જૈન બને એટલી ઓછી હિંસા કરવાના પ્રયત્નો કરતા હશે? જાણી જોઈને હિંસા કરવાનું મન કોને થાય છે?

    જેમ બધા જૈનો અહિંસક નથી હોતા તેમ જ બધા ક્ષત્રિયો બહાદુર નથી હોતા.
    બધા બૌદ્ધધર્મનાં અનુંયાયીનું પણ એમ જ કહી શકાય.

    જન્મ એક અકસ્માત છે (ક્યા જન્મ લેવો એ કોઇના હાથમાં નથી)
    હું કસાઈના ઘરે જન્મ લઉં પણ વિચારો/કર્મ અહિંસક હોય. દા.ત. કબીર વણકરનાં ઘરે જન્મ્યા

    તમારા લખાણનો સાર મને સમજાવશો તો ખબર પડશે તમે મૂળ શું કહેવા માગો છે?

    Like

    1. જન્મે બધા શુદ્ર એવું હિંદુ શાસ્ત્રો કહેતા.મારો જૂની પોસ્ટો ફંફોળી વર્ણ વ્યવસ્થા વિશેનો લેખ વાંચી લેશો.થોડું ઘણું સમાધાન થઇ જશે.મહાવીર તો છેલ્લા તીર્થંકર છે.પણ અત્યાર ના જૈન ધર્મ ના અચાર વિચાર મહાવીર ના છે.જે બળવાન છે છતાં હિંસા નથી કરતો એની અહિંસા નું મુલ્ય છે.કમજોર બીકનો માર્યો અહિંસા અપનાવે એનું શું મુલ્ય?કમજોર છે એટલે અહિંસા ની વાતો કરેછે.એની માનસિકતા અહિંસા ની નથી,જરા જેટલું જોર આવે તો એ પણ લાફો મારવા તૈયાર થઇ જશે.

      Like

      1. અત્યાર્સુધી મહાવીર જેવુ વક્તીત્વ મલ્યુનથી. પણ અત્યારના લોકો અહીંસા ના નામે દંભ કરેછે મહાવીર દરેક વસ્તુ ને પ્રેમ કરતા હતા તેથી તેઓને હીંસા નો વિચાર આવતો નહ્તો

        Like

    2. શ્રી કલ્પેશ ભાઈ,
      આપની વાત સાચી છે.તમારે મારો “વર્ણ વ્યવસ્થા શ્રેષ્ઠ પ્રતિભા પેદા કરવાનો ઉપાય” વાળો લેખ વાંચવો રહ્યો.ક્ષત્રીય એટલે ક્ષત્રીય સ્વભાવ,વૈશ્ય એટલે વૈશ્ય સ્વભાવ.ખેતી કરનારા પણ વૈશ્ય કહેવાય.જૈન ધર્મ લગભગ વૈશ્ય માં ખાલી વેપાર કરનારા લોકોએ ખાસ અપનાવ્યો.ખેતી કરનારા દુર રહ્યા.કારણ ખેતર માં હળ ફેરવવાથી પછી હિંસા થાય.જૈન ખેતી ના કરે.જૈન ધર્મ માં કોઈને અપનાવવા માટે પ્રતિબંધ ના હતો.ક્ષત્રિયોએ પણ અપનાવેલ છે.બ્રાહ્મણોએ પણ અપનાવેલ છે.કિન્તુ પ્રથમ જૈન ધર્મ અપનાવનારા બ્રાહ્મણ જ હતા.બ્રાહ્મણ એટલે ઇન્ટેલેજન્સીયા મતલબ બુદ્ધિજીવી.નવો કોન્સેપ્ટ બુદ્ધિજીવી વગર કોને સમજાય?મહાવીર ના પ્રથમ ૭૦૦ ગણધરો બ્રાહ્મણ હતા.બૌદ્ધ ધર્મ પણ પ્રથમ સ્વીકારનારા બ્રાહ્મણો જ હતા.વિરોધ પણ આ લોકોજ કરતા હતા.બુદ્ધિસાગર મહારાજ વિજાપુર,જિલ્લે મહેસાણા ના પટેલ એટલે ખેડૂત હતા,જયારે કૈલાસસાગર મહારાજ ક્ષત્રીય હતા.વર્ણ વ્યવસ્થા એક ઉપાય હતો જે પાંચ હજાર વર્ષ પછી ફેઈલ ગયો.એનાથી ફાયદા થયા હશે,નુકશાન પણ ખુબજ થયું છે.આપના જેવા સુજ્ઞ વાચકો થી મારા બ્લોગ ની શોભા વધે છે,ને મને પણ શીખવા મળે છે.

      Like

  5. ભુપેન્દ્રસિંહજી,નમસ્કાર.
    હંમેશની માફક, ઝટકો આપતો લેખ. પ્રથમ એક આડવાત, આપના જ બ્લોગનાં એક પ્રતિભાવમાં વિનયભાઇએ લખ્યું છે કે આપનો હોળી વિષયનો લેખ કોઇ અખબારમાં પ્રસિધ્ધ થયો, અભિનંદન. અહીં તેની કડી આપશોજી.
    આપના આ લેખ પર પ્રતિભાવ આપવા માટે પહેલાં મારે ઘણું વાંચવું પડશે !!!
    હાલ તો આદત મુજબ થોડા તારવેલા વિચારો:
    * “ક્ષમા વિરસ્ય ભૂષણમ્‌” (અહીં ’વિરતા’નું મહત્વ ન હોત તો ફક્ત “ક્ષમા ભૂષણમ્‌” ચાલત !)
    * પહેલાનાં સમયમાં કદાચ ક્ષત્રિય એ જન્મે નહીં પરંતુ કર્મે કરી અને મળતું બિરૂદ હતું (સંદર્ભ:વિકિપીડિયા “ક્ષત્રિય” http://ow.ly/1cSHo) (અર્થાત ભારતિય સંસ્કૃતિ હંમેશાથી વિરતાની પૂજારી રહી છે)
    * અકારણ હિંસાને વિશ્વનાં કોઇ પણ સમાજે સન્માન આપ્યું નથી. (અહીં જો કે ઈતિહાસનો અલગ દૃષ્ટિથી અભ્યાસ કરીએ તો જણાશે કે વિજેતાઓ પાસેનાં કારણો હંમેશા ન્યાયી ઠરાવાય છે. જેમ કે હિટલર દ્વારા થયેલો જનસંહાર અન્યાયી, અકારણ ગણાશે જ્યારે જાપાન પરનો અણુપ્રયોગ ન્યાયી,સકારણ ગણાશે.)
    * ટુંકમાં હિંસા અને અહિંસા બંન્ને સાપેક્ષ છે, દાક્તર દ્વારા દર્દીનાં પેટ પર કરાતો ઘાવ અને ખુની દ્વારા કરાતો ઘાવ ભૌતિક દૃષ્ટિએ સમાન હોવા છતાં બંન્નેના ઉદ્દેશનાં ફર્કને કારણે અલગ પડે છે. તેવું જ એક સૈનિક અને એક ત્રાસવાદીનાં મામલે હોય છે.
    * ટુંકમાં સંપૂર્ણ અહિંસા એ કોઇ પણ જીવંત પ્રાણી માટે શક્ય નથી, પરંતુ ઉદ્દેશ મહત્વનો છે, અને તે ન્યાયપૂર્ણ હોવો જોઇએ. આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ,
      વિનયભાઈ ની કોઈ ગેરસમજ થઇ હશે.મેં હોળી વિષયક કોઈ લેખ લખ્યો નથી.સંપૂર્ણ અહિંસા શક્ય નથી.આપની વાત સાચી છે.

      Like

    2. શ્રી અશોકભાઈ,
      પ્રથમ વિશ્વયુદ્ધ પછી હારેલા જર્મનીને મિત્ર દેશોએ એટલો બધો દંડ ફટકારેલો કે એને ભરતા જર્મની ખલાસ થઇ ગયું હતું.મિત્ર દેશોએ જર્મનીને એટલું બધું સતાવ્યું કે એના વિરોધ માં હિટલર ઉભો થયો,ને લોકપ્રિય બન્યો.હિટલરે ૬૦ લાખ યહુદીઓને મારી નાખ્યા એ વાતે એ મોટો ગુનેગાર છે.બાકી મિત્ર દેશો ઉપર ચડાઈ કરી એ વાતે મારા મતે ગુનેગાર નથી.

      Like

    3. શ્રી અશોકભાઈ,
      ઝટકા આપવાતો બ્લોગ બનાવ્યો છે.જે સામો લડી શકે તેમ ના હોય કમજોર હોય તે કહે જા ક્ષમા આપું છું એનો શું મતલબ?હિટલર પોતાને અને જર્મનોને શુદ્ધ આર્યન સમજતો હતો.એટલે તો એનું સિમ્બોલ સાથીયો હતો.જરા ત્રાંસો પણ સાથીયો એની પાર્ટી નું પ્રતિક હતું.યહુદીઓ નો કોઈ વાંક ના હતો પણ યહુદીઓ અશુદ્ધ પ્રજા છે એમ કહી ૬૦ લાખ ને જીવતા શેકી નાખ્યા.મુલે એ ક્રિશ્ચિયન અને જીસસ ના મોત નું કારણ યહુદીઓ બનેલા એ વાત એના અનકોન્શીયાશ માં ક્યાંક હશે.

      Like

      1. ભુપેન્દ્રસિંહજી, સાવ સાચું કહ્યું, જો કે હિટલરનાં કર્મોનો હીસાબ કરવો તે આપણું કામ પણ નથી, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિજેતા દેશોએ જર્મની પ્રત્યે થોડો દયા ભાવ રાખ્યો હોત તો હિટલર પેદા થયો ન હોત. યહુદીઓ પ્રત્યે હિટલરને આપે જણાવ્યું તે કારણે પણ અભાવ હોઇ શકે, અન્ય એક કારણ એ પણ હતું કે, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે યહુદી પ્રજા (જે ખાસ તો વ્યાપાર અને વ્યાજવટાવ નો ધંધો કરતી) ધન માટે દુશ્મન સૈન્યને પણ રાશન-પાણી વહેંચતી, અને હાર્યા પછી કંગાળ થયેલા જર્મનીની પ્રજાને ઉંચા વ્યાજ અને બેફામ નફાખોરી દ્વારા વધુ કંગાળ બનાવતા. આમ આર્થિક શોષણખોરી પણ યહુદી પ્રજાના વિરોધનું કારણ બનેલ. (શેક્સપીયરનાં નાટકો અને ’મેઇન કામ્ફ’ માં થોડો ચિતાર મળે છે)

        આવા જ થોડા કારણો આપણે ત્યાં પણ હતા, પરંતુ કદાચ થોડા સંસ્કૃતિભેદને કારણે આપણને હિટલરને બદલે ગાંધીજી મળ્યા ! જેમણે શક્ય તેટલી ઓછામાં ઓછી હિંસા વડે જુલ્મકર્તાઓનો સામનો કરવાનું શસ્ત્ર પ્રજાને બતાવ્યું. આટલા માટે પણ આપણે તેમનાં આભારી થવું જરૂરી તો ગણાય જ !
        આપની પાસે આપનાં આગવા, વિચારયોગ્ય વિચારો હોય છે જે, કોઇને ગમવા ન ગમવા અલગ વાત છે, વિચારતા તો જરૂર કરી દે છે. બસ આમ જ છાસ વલોવડાવતા રહેશો તો માખણ સ્વયં પ્રગટ થશે જ !! આભાર.

        Like

  6. ભુપેન્દ્રસિંહજી,તમારી વેબ એક જ્ઞાનસત્ર છે.લેખથીમાંડી પ્રતિભાવોમાં વિચારતંત્ર સતત પ્રવૃત્ત રહે છે.જ્યોં પોલ સાર્ત્રે કહ્યું આપણે પસંદગીઓથી જીવીએ છીએ, તો
    આપણે આપણામાં જ વિભક્ત છીએ-મારી અંદર હું બહારનો છૂ, અને મારી બહાર
    હું બહારનો છૂ મારી અંદરના માટે.ઉપરના ૧૫ અભિપ્રાય વાંચ્યા પછી મારી દશા
    અંદર બહાર જેવી થઈ ગઇ, પણ વાંચવાનું તો કાયમ ગમે છે. કારણ નચિકેતા જેવો
    છૂ હું. વાંચ્યા કરીશ….

    Like

    1. શ્રી હિમાંશુભાઈ,
      આપનું સ્વાગત છે,મારા બ્લોગ પર આવી ને મુલ્યવાન અભિપ્રાયો આપવા માટે.હું પણ પહેલા ઘણું વાંચતો,મનન કરતો એ હવે બ્લોગ મિત્રો ના માથે મારું છું.મને ખુબજ બુદ્ધિશાળી વાચક મિત્રો મળ્યા છે.દરેક જ્ઞાની,ચિંતન મનન કરવા વાળા ને અભિપ્રાય આપવામાં બિલકુલ પ્રમાણિક.આપનો ખુબ આભાર.

      Like

  7. આ ” દંભ ” નામનુ જંતુ સે ને ઈ બધી મોકાણ કરાવે સે જો ઈવડા ઈ નુ કૈક કરોને ભઇ સા’બ તો હવ હારાવાના થાય.

    Like

    1. શૈલેશ ભાઈલા,
      એમાં નમ્રતા નામની દવા છાંટીએ તો આ જંતુ ઉલટું પોષણ મેળવી જાડું થાય છે.જરૂર છે ફક્ત વિન્ડોસ-૭ (વિચારવાની બારીઓ)ખોલવાની.જે મહાત્માઓએ બંધ કરી દીધી છે.પાછી કાબેલ નમ્ર મહાત્માઓએ જાતજાત ના ગુંદર,ફેવિકોલ લગાવીને બંધ કરી દીધી છે.એટલે મુસ્કેલ છે આ બારીઓ ખોલવી.આપના જેવા મારા તમામ સુજ્ઞ વાચક મિત્રો મને મદદ કરી રહ્યા છે.એ બદલ આભાર.

      Like

  8. ==

    મહાવીર નો ગર્ભ બ્રાહ્મણીના પેટમાં હતો. દેવોએ વિચાર્યું કે બ્રાહ્મણની સ્ત્રીના પેટે અવતરેલો બાળક તીર્થંકર નહિ બની શકે. એટલે ગર્ભ ને ઉઠાવીને ક્ષત્રીયાણીના પેટા માં મૂકી દીધો. વાર્તા છે. સમજવા માટે છે.

    ==

    જૈનોમાં શ્ર્વેતામ્બર અને દીગમ્બર એમ બે મુખ્ય ભાગ છે.

    કોઈક કારણસર જૈન સાધુઓ પોતાના અનુયાયીઓને છોડી ક્યાંક (સમજી લો કે દક્ષીણમાં) ચાલ્યા ગયા.

    પાછા વસ્તીમાં આવ્યા ત્યારે જોયું કે અનુયાયી શ્રાવકોએ સફેદ વસ્ત્રોમાં સાધુઓને તૈયાર કરી જેવો આવ્યો એવો જૈન ધર્મનો પ્રચાર પ્રસાર કરવા લાગ્યા. રોજ નવી નવી વાર્તા બનાવવા લાગ્યા.

    આ દીગમ્બર સાધુઓએ જોયું કે આપણે અનુયાયી શ્રાવકોને છોડી ગયા એટલે શ્રાવકો ભરવાડ બદલાવી એક વાડામાંથી બીજામાં ચાલ્યા ગયા છે અને બધું જ રુપ રંગ આચાર વીચાર બદલાવી નાખેલ છે.

    આ ગર્ભ હરણની વારતા શ્ર્વેતામ્બરોમાં આવે છે. દીગમ્બરો તો આજે પણ ઉપજાવી કાઢેલ વાર્તા કહે છે.

    મહાવીર અને બૌદ્ધ આત્મા, પરમાત્મા, કર્મ, નરક, મોક્ષ, જન્મ, આગલા કે પુર્વ જનમ અને હવે પછીના પુનઃ જનમમાં માનતા જ ન હતા. પણ મહાવીર અને બૌદ્ધના ૪૦૦-૬૦૦ વર્ષમાં વાડા એટલા બદલાયા કે આત્મા, કર્મમાં માન્યા વગર ચેન પડતું ન હતું.

    મંદીરો અને મુર્તી પુજાના વીરુદ્ધમાં બૌદ્ધ અને જૈનોએ ઈસ્લામના શાસકોને ભારતમાં આમંત્રણ પણ આપ્યું.

    આ છે વાર્તાનો સાર.

    Like

    1. સાહેબ,

      તમે જે પણ લખો છો એ ક્યા લખાયેલું છે?
      કોઈ પુસ્તક/ગ્રંથ? એની ઓનલાઇન લીંક?

      મંદીરો અને મુર્તી પુજાના વીરુદ્ધમાં બૌદ્ધ અને જૈનોએ ઈસ્લામના શાસકોને ભારતમાં આમંત્રણ પણ આપ્યું.
      – આ માટે કોઈ ઈતીહાસનાં પુસ્તકમાં નોંધ હોય તો નામ/સંદર્ભ આપવા વિનંતી.

      Mahavira preached that from eternity, every living being (soul) is in bondage to karmic atoms accumulated by good or bad deeds. (http://en.wikipedia.org/wiki/Mahavira)

      http://en.wikipedia.org/wiki/Karma_in_Buddhism

      વાચકો સમજી શકશે જો સાહેબ પાક્કે પાયે લોકોને પોતાની વાત સાબિત કરે.

      Like

      1. અગીયારમી સદી પહેલાં જૈનોના અત્યારના સ્થાનકવાસી જેવો એક પંથ હતો. મુર્તીપુજામાં એનો સખત વીરોધ હતો. ભારતમાં મુર્તીપુજા જોર જોરથી ચાલતી હતી. આ અને આવા સંઘ, સાધુ અને વ્યક્તીઓએ ભારતમાં ઇસ્લામના શાસકોને મુર્તીઓને ખંડીત કરવા અને મંદીરો લુંટવા આમંત્રણ આપ્યું. મીત્રો ઈતીહાસ પચાવવું બહું અઘરું છે. આપનો ઈમેલ સરનામું કે બ્લોગ સરનામું મોકલશો તો વધારાની વીગતો જરુર મોકલી આપવામાં આવશે.

        Like

    1. શ્રી દેસાઈ સાહેબ,
      છો હિંસા થાય.સંપૂર્ણ અહિંસા તો શક્ય નથી.અને અમારે રાજપૂતોને હિંસા નો વાંધો નથી.પણ આપના અમુલ્ય અભિપ્રાયો થી વંચિત રાખવાની હિંસા કરશો નહિ.જરૂરી હિંસા તો કરવી પડે.બિનજરૂરી હિંસા ના કરીએ તો સારું.આપને મેલ કરી છે.

      Like

      1. બીજા બધા ગુણોને અવગણીને અહિંસાને જ શા માટે મહત્વ આપવું? અમે તો ઘરમાં માખી ભરાઈ હોય તો તેને પણ જીવતી બહાર જવા દેવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જો હિંસા થઇ જ જાય તો હું મનોમન કહું છું કે “હે જીવ, હવે તો તારે ફક્ત ૮૩ લાખ ૯૯ હજાર ૯૯૯ યોનીઓમાંથી જ પસાર થવાનું રહેશે.” કોઈ જીવની ભવયાત્રા થોડી ઝડપી બનાવીએ તો તે હિંસા ખરાબ કેમ કહેવાય?

        Like

  9. ખૂબ જ વિચારશક્તિ માંગી લે એવા વિષયને હાથ પર લો છો અને રસ જળવાય રહે એ રીતે રજૂ કરો છો. આવા વિષયમાં દરેકના મત અલગ અલગ હોય જ. પણ તમારો ઇરાદો સાફ હોવાથી ચર્ચા પણ વાંચવી ગમે છે.

    Like

  10. Sir,
    Sadar Namaskar,
    Satya, Conceptually I like your thoughts too much.
    Thanks we need people like you to see India of such heights.
    Sanjay/09825017080

    Like

  11. મને લાગે છે કે આપને જૈનો પર ભયંકર દ્વેસ લાગે છે .
    આપ ની વાણી માંથી એ જણાય છે .કોઈ પર દ્વેસ કરવો અકારણ એ સજ્જનો માટે સારું ના કહેવાય

    Like

    1. મારા પરમ મિત્રો જૈનો જ છે.શાહ જ છે ભાઈ.પર્સનલ લેવાની જરૂર જ નથી.મહાવીર ભગવાન મારું પ્રિય પાત્ર છે.સત્ય સગવડ ભર્યું હોતું નથી.આભાર.

      Like

  12. ગાંધીજી વિશેય નો આપનો વિચાર કોઇ પૂર્વ આગ્રહ ના કારણે વૈચારીત થયો હોય તેવું લાગે છે…!! ગાંધીજી & મહાવીર ની તુલના કરતાં પહેલાં બન્નેની ભુમીકા સમાજ પ્રત્યે શું હતી તેનો ભેદ પારખવો આવશ્યક છે…!! મહાવીર સમાજ સુધારક – ઉપદેશક – ધર્મગુરુ હતા…!! તેમનાં માટે અહિંસાથી વિચલીત થવું એટલે દ્રોહ હતો એટલે અહિંસા નુ ચુસ્ત પાલન કરતી વખતે તેમને 2-4 રુઢિચુસ્ત માણસો સિવાય કોઇનો વિરોધ જોવાનો નસીબ નહોતો ……!!! જ્યારે ગાંધીજી દેશ ને આઝાદી અપાવવા નીક્ળ્યા હતા…!! તેમનું કામ મહાવીર કરતાં અનેકોનેક ઘણું વધારે મુશ્કેલ હતું કારણ કે અંગ્રેજો ની સંખ્યા અને દુષ્ટતા મહાવીર ને નસીબે આવેલા વિરોધીઓની સંખ્યા અને દુષ્ટતા કરતાં વધારે તીવ્રતાવાળી હતી…..!!! જેમ અહિંસા વિશે આપે ગાંધીજી વિશે લખ્યું તેમ મહાવીર વિશે ત્યાગ માટે કહી શકાય ….!!! મહાવીર ને ખ્યાલ હતો કે તેમના ઉપદેશ પર આવનારી લાખોં પેઢીઓ ચાલવાની છે તો ત્યાગ શિખવતી વખતે તેની ગરિમાનો પણ જો ખ્યાલ રખાય તો તે વધારે આવકારદાયક હોઇ શકે ..!!! ગાંધીજીએ પણ વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો પણ તેમણે પોતડી રાખીને સામાજીક સભ્યતાને પ્રાથમિક્તા આપેલી…જે વધારે આવકારદાયક હતું. આજે પણ મહાવીર સ્વામી તેમની વસ્ત્ત્યાગિત અવસ્થામાં રાત્રે 2 વાગ્યે તેમના ભક્તોનાં ઘરનું બારણું ખટખટાવે તો તેજ ભક્તો તેમને એટલી સાહજીકતાથી અથવા ઉમળકાથી નહીં આવકારે જેટલી ઉમળકાથી દેરાસરમાં પુજતાં હશે….!!! તો આવી વિષમતાઓ ને દૂર રાખી શકાઈ હોત તો તે વધારે અનુકરણીય હતું….!!! ગાધીંજી વિશેનું ઘણું અસત્ય બજારમાં અર્થકારણ સુધારતું આવ્યુ છે અને સુધારતું પણ રહેશે …..!!!!

    Like

Leave a comment