*વ્હેલ અને બુદ્ધિશાળી ડોલ્ફિન એ માછલીઓ નથી.જલબીલાડા પણ માછલા ના વર્ગ ના નથી.વ્હેલ ને ડોલ્ફિન એ મમાંલ્સ એટલે આપણા જેવા પ્રાણીઓ માં ગણાય.વ્હેલ ગરમ લોહીનું,ગર્ભ માં બચ્ચા ને મોટું કરી જન્મ આપતું ને દૂધ પાતું પ્રાણી છે.આફ્રિકામાં સહારા ના રણ પ્રદેશ ની ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર આવેલો છે.એ સમુદ્ર પહેલા બહુ મોટો હતો.રણ આગળ વધતા સમુદ્ર સંકોચાયો છે.આ ભાગ ના રણ માં વ્હેલ ના પુષ્કળ પ્રમાણ માં હાડપિંજર મળ્યા છે.વૈજ્ઞાનિકો સિવાય આ જગ્યાએ જવાની કોઈને પરમીશન નથી.અભ્યાસ થી વૈજ્ઞાનિકો ને જાણવા મળ્યું કે વ્હેલ ના કાન અને ખોપરીના ભાગ ના હાડકા વરુ જેવા પ્રાણીઓ જેવા જ છે.જમીન પર રહેતા આવા કોઈ પ્રાણી વારંવાર સમુદ્રી જીવો ને આહાર બનવવા માટે પાણી માં જવા ટેવાઈ ગયા હશે.લાખો વર્ષ પછી એમના આગળ ના પગ હલેસા જેવા બન્યા હશે.જે તરવા માટે વધારે કામ લાગે.
*અત્યાર નું કોઈ મમાંલ્સ પ્રાણી વ્હેલ ને મળતું આવતું નથી.પણ ડી એન એ ટેસ્ટ પ્રમાણે વ્હેલ નું નજીક નું પ્રાણી હિપોપોટેમસ છે.જે પ્રાણીઓ ના પગ ના અંગુઠા બે કે ચાર છે એવા ભૂંડ,ઊંટ અને હીપો વ્હેલ ના સગા છે.વૈજ્ઞાનિકો ને વચ્ચેની ખૂટતી કડી જેવું ફોસિલ કાશ્મીર માંથી મળ્યું છે.ફોસિલ નું હાડપિંજર ને કાન ના ભાગ ના હાડકા વ્હેલ જેવા છે.શિયાળ ની સાઈઝ ના હરણ જેવા આ પ્રાણી વ્હેલ ના પૂર્વજો છે.આ જાતના પ્રાણીઓ એમને ખાવા આવતા બીજા પ્રાણીઓ થી બચવા માટે વારંવાર સમુદ્ર માં ભાગી જતા હશે.અને એમ સમુદ્ર માંથી ખોરાક મેળવવા ટેવાયા હશે.પાછળના પગ લાખો વર્ષ પછી અદ્રશ્ય થયા હશે ને આગળ ના પગ તરવા માટે મદદ મળે માટે હલેસા જેવા બન્યા.
*બીજું ખાસ એકે જમીન પર ના પ્રાણીઓ દોડે ત્યારે એમની કરોડરજ્જુ,સ્પાઈનલ કોર્ડ ઉપરથી નીચે તરફ લહેરાતી હોય છે.જયારે માછલા તરે પાણીમાં ત્યારે એમની સ્પાઈનલ કોર્ડ સાઈડ માં લહેરાય છે.વ્હેલ અને ડોલ્ફિન તરે પાણીમાં ત્યારે જમીન પર કોઈ કુતરો દોડતો હોય એ રીતે એના હાડકાનું આખું માળખું ગતિ કરતુ હોય છે.મતલબ વ્હેલ પાણીમાં દોડતી હોય છે,જેવી રીતે કોઈ પ્રાણી જમીન પર દોડતું હોય.એની સ્પાઈનલ કોર્ડ ઉપરથી નીચે તરફ ગતિ કરતી હોય છે,નહીકે માછલી ની જેમ સાઈડ માં ડાબે થી જમણી તરફ.
*આપણે પણ વ્હેલ ની જેમ પાણીમાં રહેવું હોય તો રહી શકાય.સવાલ છે ફક્ત થોડાક લાખ વર્ષો નો.એક કોશી જીવ થી માણસ સુધીના ઉત્ક્રાંતિ ના સમય ને કરોડો અબજો વર્ષ થયા.પણ પૃથ્વી ની ઉત્પત્તિ થી અજ સુધીના ઉત્ક્રાંતિ ના સમય ને એક કલાક માં માપીએ તો ૫૦ મિનીટ સુધીમાં ફક્ત એક કોશી જીવ બન્યો.અને જે પ્રાણી ને વનસ્પતિ જગત ઉભું થયું એને સમય વીત્યે થઇ છે ફક્ત દસ મિનીટ.અને માણસ જાત ને ઉત્પન્ન થયે સેકંડ નો સોમો ભાગ જ વીત્યો છે.
આ વિષય પરિવર્તન ગમ્યું. મને આમાં બહુ ખબર નથી પડતી, પણ બધું જાણવુ ગમે છે. આમેય માણસો સીવાય બીજી કોઈ પણ વાત કરવાથી શાંતી મળે છે. જ્યારે માણસની વાત કરીએ ત્યારે જ અજંપો થઈ જાય છે.
LikeLike
શ્રી અતુલભાઈ,
આપની વાત સાચી છે.માનવી એ કુદરત નો કરિશ્મા છે.પણ આ કુદરત નો કરિશ્મા કુદરત ના બીજા કારીશ્માઓ નો નાશ કરવા બેઠો છે.કુદરત પણ રડતી હશે કે મેં આ ને ના બનાવ્યો હોત તો સારું.અબજો વર્ષો પછી એક જમીન નો જીવ પાણીમાં સતત જઈને વ્હેલ ને ડોલ્ફિન બન્યો છે.ડોલ્ફિન પાણીમાં રહેતું સૌથી વધારે ઘણી વાર તો માણસ કરતા પણ વધારે બુદ્ધિશાળી જીવ બન્યું છે.એનો સંહાર? ભાઈ મારી તો આન્ખ ભરાઈ જાય છે આવું બધું જોઇને.મારી કોઈ વાર બાજુમાં બેઠેલી વાઈફ પૂછે શું થયું?તો હું જુઠ્ઠું બોલું છું કે આતો બગાસું આવ્યું એટલે આન્ખ માં પાણી આવ્યું છે.
LikeLike
ભુપેન્દ્રસિંહજી,”ઉતાવળા સો બહાવરા’ કહેવત સાચી પડી, લેખ ફરી ડિટેઇલમાં વાંચતા “વૈજ્ઞાનિકો ને વચ્ચેની ખૂટતી કડી જેવું ફોસિલ કાશ્મીર માંથી મળ્યું છે” વાક્ય ધ્યાને આવ્યું. માફ કરશો. આ દોઢડહાપણ માટે. આભાર !!!!!
LikeLike
શ્રી અશોકભાઈ,
આમ તો વ્હેલ ના પૂર્વજો રણ માંજ મળેલા.એ જગ્યા ને વ્હેલ વેલી કહે છે.ત્યાં જવાની કોઈને પરમીશન મળતી નથી.હું હમણા ડાર્વિન ની ઈવોલ્યુશન ની ડોક્યુંમેંન્ટરી રજા ના દિવસે જોઉં છું.એમાંથી જાણવા જેવી માહિતી લાગી એટલે લખ્યું છે.કાશ્મીર માંથી જે ફોસિલ મળ્યું છે એ સાવ નજીક નું છે વ્હેલ ની.આ સમાચાર બીબીસી ના છે.
LikeLike
એક નવા જ વિષય પર સારી જાણકારી . ગમ્યું.
LikeLike
આ ડી.એન.એ. ટેસ્ટમાં હજી ઘણું જોવાનું બાકી છે. એમાં કરમના ફુટેલા બધા સાધુઓના આગલા જન્મ એટલે પુર્વ જન્મના ભોપાળા ખુલવાના છે. વળી હીન્દુઓના કરમ અલગ અને જૈનો કે બૌદ્ધના કરમ અલગ એ પણ ખબર પડશે.
કમાલ તો એ છે કે ભારતના હીન્દુઓ અને પાકીસ્તાનના મુસલમાનો ડી.એન.એ. ટેસ્ટમાં પાંચ હજારથી ઓછા વર્ષમાં એક થઈ જશે. દસ હજાર વર્ષમાં તો એશીયા અને આફ્રીકા એક થઈ જશે અને આપણે બધા એક જ સેમ્પલમાં આવી જઈશું.
LikeLike
અરે પાંચ હજાર વર્ષ પછીની શું કામ વાત કરો છો ? ફક્ત પાંચસો વર્ષ પહેલાં પણ આ ડી.એન.એ. એક હતાં!
LikeLike