“ના વાઘ હિંસક છે ના સિંહ,હિંસક છે ફક્ત માનવી”

        * મિત્રો ના તો વાઘ હિંસક છે ના સિંહ.હાથી પણ અહિંસક નથી.એને ડર લાગે કે તમે નુકશાન પહોચાડશો તો,તત્ક્ષણ સૂંઢ માં લપેટી પછાડી નાખશે.એક જાપાનીઝ ફોટોગ્રાફર ને આફ્રિકાના હાથી ના એક્સક્લુસિવ ફોટા લેવા હતા,વધારે ને વધારે નજીક જતો ગયો.હાથી ફુંફાડા મારી ચેતવે છે.છતાં ના માન્યો કે સમજ ના પડી હાથીએ તરતજ પૂરો કરી નાખેલો.સિંહ ધરએલો હોય તો ભાગ્યેજ હુમલો કરે.કહેવાતા હિંસક પ્રાણીઓ ફક્ત પેટ ભરવા પુરતા જ કોઈને મારી ને ખાય છે.બાકી એમના કોઈ શોખ પોષવા હિંસા કરતા નથી.

*આપણી સુંદર સવાર અબોલ પ્રાણીઓ ની હિંસા સાથે સારું થાય છે.દરેક ની મારી,તમારી,જૈનો ની ને સાધુબાવાઓની પણ.જે લોકો સવારે ઉઠીને દાતણ કરતા હોય તેમની એક પગથીયા પછી શરુ થાય છે.સૌથી પહેલા આપણે ટૂથબ્રશ કરીએ છીએ.ટુથપેસ્ટ માં કેલ્સિયમ ના ભૂકા ભરેલા હોય છે જે નો મેળવવાનો સસ્તો ને સહેલો ઉપાય હાડકા છે.પછી આપણે સફેદ ખાંડ નાખી ચા પીએ છીએ.ખાંડ ને સફેદ બનાવવા માટે હાડકાનો ભૂકો પાવડર વપરાય છે.બ્રાઉન ખાંડ પણ વાપરી શકાય.પણ આપણાં શોખ માટે પ્રાણીઓની હત્યા માં નિમિત બનીએ છીએ.જૈનોએ ને ગૌહત્યા ના વિરોધ માં આંદોલનો કરનારે પહેલા સફેદ ખાંડ ખાવાની બંધ કરવી જોઈએ.આ દમ્ભીઓ ખાંડ ખાવાનું બંધ કરતા નથી.પછી આપણે સ્નાન કરવા જઈએ છીએ.કુદરતી તેલ એટલું મોંઘુ છે કે સાબુ ની બનાવટોમાં ભાગ્યેજ વપરાય.એમાં કતલખાના માંથી મેળવાયેલી ચરબીજ વપરાય છે.બોડી લોશનો માં પણ ચરબીજ વપરાય છે.

     *ડર્ટી જોબ નામનો એક પ્રોગ્રામ જોએલો.કેલીફોર્નીયા માં એક ફેક્ટરી છે.ત્યાં મરેલી ને સડેલી,કીડા પડી ગયેલી ગાયો લાવવામાં આવે છે.પછી એનું ચામડું ઉતારી આખી ને આખી મશીન માં ભરડી નાખવામાં આવે છે.એમાંથી નીકળેલી ચરબી કોસ્મેટીક કંપનીઓ ને વેચવામાં આવે છે,જે કોસ્મેટીક્સ માં વપરાય છે,એવું તે ભાઈલો બોલતો હતો.વધેલો ભૂકો મરઘા ફાર્મ માં ખોરાક તરીકે વપરાય છે.વાઘ સિંહ ને બોડી લોશન ની જરૂર નથી.વાપરે છે ફક્ત માનવ.તલ નું તેલ પણ વાપરી શકાય.આવી અનેક બિન જરૂરી હિંસા માનવજાત કરે છે.વાઘ ચા પીતો નથી ને આખો દિવસ સફેદ ખાંડ ખાતો નથી.ગાય ની ચરબી માંથી બનાવેલા નકલી ઘી ગુજરાતીઓ હોંશે હોંશે ખાય છે.એમાં હિંસા નડતી નથી.આવી નકલી ઘી ની ફેકટરીઓ ખાનગી માં ધમધમતી હોય છે.                   

          *માંસાહારીઓ ને દેવનાર ના કતલખાના જોવા જવાનું કહેનારા સફેદ ખાંડ ખાવાનું કેમ બધ કરતા નથી?મોટા ભાગના કતલખાના અહીન્સકો ની જરૂરિયાતો પણ પૂરી કરવામાં ભાગ ભજવે છે.ફક્ત પેટ ભરવા પુરતી માનવ હિંસા કરે ને માંસ ખાય તે માફ કરી શકાય.પણ પોતાના શોખ પોષવા નિર્દોષ પ્રાણીઓ ની હત્યા કરે તે કેમ કરીને માફ કરાય?ફર વાળા કોટ ને પર્સ માટે આપણે એટલા બધા વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓ નો નાશ કરીએ છીએ કે લગભગ એ પ્રાણીઓ અદ્રશ્ય થવા લાગ્યા છે.આ વાઘ ના શરીર ના તમામ ભાગો ખાવામાં ઔષધ રૂપે વપરાય છે.બોલો કોણ હિંસક વાઘ કે માનવી?વિયેતનામ માં એક બાઈ ફૂટપાથ પર બેઠી છે.તમે જાવ ને ભાવ તાલ કરો પછી એની થેલી માંથી ખાસ પ્રકાર ના પાતળા સાપ કાઢશે.નીચે દેશી બનાવટ નો દારૂ નો ગ્લાસ મુકશે.પછી એની મજબુત ચપટી માં સાપ ને પૂંછડી થી દબાવતી દબાવતી નીચે આવશે.સાપ ના મોઢામાંથી લોહીની ધાર થશે દારૂના ગ્લાસ માં.એ દારૂ પીને બળવાન બની ગયેલો મનુષ્ય ચાલતી પકડશે.કિંગ કોબ્રા ને બરોબર છંછેડી ગુસ્સે કરવામાં આવે જેથી ગુસ્સા માં પેદા થયેલા રસાયણો એના લોહીમાં ભળે.પછી એની જીવતે જ ચામડી ઉતેરાય.એના લોહીને રેસ્ટોરાં માં બેઠેલો બુચીઓ પીવે.ને એના માંસ ની વાનગી ખાઈ શક્તિ મેળવી એની ગર્લફ્રેન્ડ પર શુરાતન બતાવી એને ખુશ કરશે.આ બુચિયા એટલે કે નાના નાક વળી પીળી પ્રજા ભયાનક માંસાહારી છે.કોઈ જીવડું ખાવા માંથી બાકાત રાખતા નથી.એટલા ક્રૂર તો અમેરીકનો પણ નથી.જે ભાઈઓ હમેશા માંસાહાર બાબતે હમેશા અમેરિકાને જ ગાળો દે છે એ લોકોને ચીનાઓ,જાપાનીઓ,કોરીયનો કેમ યાદ આવતા નથી?

         *કોરિયા સીઓલ માં ઓલોમ્પિક રમાંએલું એ તો યાદ હશે.હવે ત્યાં રમતો જોવા દુનિયાભર માંથી લોકો જવાના.અમેરિકાનો ને યુરોપીયનો પણ જવાના.અમેરિકાના પ્રમુખે ને બ્રિટીશ વડાપ્રધાને કોરિયન સરકાર ને ખાસ વિનંતી કરી કે જ્યાં સુધી ઓલોમ્પિક રમાય ત્યાં સુધી ઓલોમ્પિક વિલેજ ની આસપાસ ના બજારોમાં કુતરા ના લટકાવે. કારણ અમારી પ્રજા કુતરાને બહુ પ્રેમ કરે છે ને ખાવા માટે વેચવાને લટકાવેલા કુતરા જોઈ નહિ શકે. હા અમેરિકાને ભાંડવાવાળા ને કહું કે કોરીયનો કુતરા ખાય છે રોજ ના આહારમાં.અને હા ભૈલા પંચમહાલ ના આદિવાસીઓ જયારે બીજું કશું ના મળે ખાવા માટે તો વાંદરા ને કુતરા પણ ખાય છે.જો તમે ખરા અહિંસક હોવ તો ચામડાના પટ્ટા કેમ પહેરો છો?વાલેટ કેમ રાખો છો ખિસ્સામાં?કોસ્મેટીક્સ કેમ વાપરો છો?ખાંડ કેમ ખાવ છો?દાતણ કરો ને ભાઈ.

             *શ્રી કુમારપાળ દેસાઈ ને બીજા મિત્રો દાખલા આપે છે કે એક કિલો માંસ માટે સેંકડો કિલો વનસ્પતિ ને પાણી વપરાય જાય છે.માટે માંસ ના ખાવું. તો એ વનસ્પતિ ને પાણી બચાવવા માટે એ પશુ ને ખાઈ જવું શું ખોટું?તમે એ પશુ ને ખાઈ નહિ જાવ તો એ પુષ્કળ વનસ્પતિ ખાઈ ને લીલા જંગલો નો નાશ કરશેજ.આવી વાહિયાત દલીલો શ્રી કુમારપાળ દેસાઈ જેવા પ્રતિષ્ઠિત લેખકો કરે છે.પ્રાણીઓ જે વનસ્પતિ ખાય છે એમાંથી ફક્ત ૨૦% જ એમના શરીર ના પોષણ માટે વપરાય છે.બાકીની વનસ્પતિ વેસ્ટ જાય છે.હાથી ૧૦૦ કિલો વનસ્પતિ ખાય છે એમાંથી ૨૦ કીલોજ એના શરીર માં વપરાય છે,બાકીનું ૮૦ કિલો નું છાણ બને છે.આ વનસ્પતિ જગત નો નાશ ઘસાહારી પ્રાણીઓ ના કરી નાખે માટે કુદરતે,ભગવાને માંસાહારી પ્રાણીઓ પેદા કર્યાં છે.જંગલો બચાવવા હોય તો શાકાહારી પ્રાણીઓ ઓછા હોય તેમ સારું.જંગલો બચશે તો બીજી જીવસૃષ્ટિ બચશે.કારણ વાઘ સિંહ બધી જીવસૃષ્ટિ નો નાશ કરતા નથી.શ્રી કુમારપાળ દેસાઈ જેવા જૈન જગત ના પ્રતિષ્ઠિત લેખકો ગુજરાત ની ભોળી પ્રજાને એમના વાહિયાત દાખલા દલીલો થી ભરમાવે છે,છેતરે છે.પ્રોબ્લેમ એ છે કે પ્રજાની વિચારવાની વિન્ડોજ-૭ આ લોકોએ બંધ કરી દીધી છે.અને આ લોકો એટલા બધા પૂજ્ય હોય કે લોકો અંધ બની એમની વાતો માની લે જરાપણ વિચારે નહિ.

              *માનવીએ માનવીની હિંસા ને હત્યા કરવાના જાતજાતના બહાના શોધી કાઢ્યા છે.ધર્મ,દેશ,ભાષા આ બધા બહાના છે.ફક્ત અમે આર્યન જ શુદ્ધ છીએ ને તમે યહુદીઓ અશુદ્ધ છો એવું બહાનું કાઢી હિટલરે ૬ મીલીઓન એટલે સાઈઠ લાખ યહુદીઓ ને જીવતા ભૂંજી નાખ્યા હતા. 

               *તો મિત્રો પ્રાણીજગત માં કોઈ હિંસક નથી.બધા એમના જઠર પ્રમાણે ખાય છે.હિંસક છે ફક્ત માનવી.જે વિના કારણ હિંસા કરે છે.એના શોખ પોષવા નિર્દોષ પશુઓને મારે છે.અરે બાળકોના બલી પણ ચડાવી દે છે.ફક્ત પેટ ભરવા માંસાહાર કરતો માનવી માફીને લાયક છે પણ ચામડાના પટ્ટા પહેરતો,પર્સ રાખતો,ફર ના કોટ પહેરતો,ટુથપેસ્ટ વપરાતો,સફેદ ખાંડ ખાતો માનવી માફીને લાયક જરાપણ નથી.પછી ભલે તે કતલખાના બંધ કરવા નારા લગાવતો હોય.

13 thoughts on ““ના વાઘ હિંસક છે ના સિંહ,હિંસક છે ફક્ત માનવી””

  1. કુદરતે જે વ્યવસ્થા બનાવી છે તેમાં વિક્ષેપ પાડવાનો માણસ ને કોઇ અધિકાર નથી. કુદરત મોટી છે નહી કે માણસ. માત્ર પોતાના મોજશોખ ખાતર પ્રાણીઓની હિસા કરવી તે અક્ષ્મ્ય ગૂનો ગણવો જોઇએ.

    Like

  2. બધું દેખ્યાનું દુ:ખ છે.
    સાકર ખાતા, ટુથપેસ્ટ વાપરતા, વોલેટ વગેરે વાપરતા થતી હિંસા નજર સામે દેખાતી નથી, દબાઈ જાય છે.

    કોઈ ખાતું હોય ત્યારે એ દેખાય છે, એટલે વિરોધ છે.
    તમે એનિમલ પ્લાનેટ જોતા હો તો એમાં એક વાક્ય કહે છે જેમાં શાર્ક અને વાઘ જેવા પ્રાણીઓનું નિકંદન કાઢી નાખવામાં આવે છે, માનવ માટે વસ્તુઓ બનાવવા.

    If the buying stops, the killing can too.

    “પણ ચામડાના પટ્ટા પહેરતો,પર્સ રાખતો,ફર ના કોટ પહેરતો,ટુથપેસ્ટ વપરાતો,સફેદ ખાંડ ખાતો માનવી માફીને લાયક જરાપણ નથી.પછી ભલે તે કતલખાના બચાવવા નારા લગાવતો હોય.”

    તમે આ કહ્યું ત્યારે થોડી ખબર પડી. લોકો વધારે જાણશે તો વપરાશ ઓછો કરશે/બંધ કરશે. પહેલા મેં જેમ કહ્યું એમ કે દેખ્યાનું દુ:ખ છે. લોકો સાકર બનતા જુએ અને તમે કહો એમ ક્રૂર હોય તો ઘણા લોકો બીજા વિકલ્પ તરફ વળશે.

    અને એમાં પણ બધાને બંધ કરવાની જરૂર નથી. જેને આ વિચાર યોગ્ય લાગે તે પગલા ભરશે, પોતાના માટે.

    જેને આ પ્રકારની હિંસા યોગ્ય ના લાગતી હોય તે આપમેળે પ્રયાસ કરશે અને વાપરાશ બંધ અથવા ઓછો કરશે. એ બધાને ધર્મ (સંપ્રદાય) ગુરુનાં આદેશની રાહ નહિ જોવી પડે.

    બીજી એક વાત: દંભ ક્યા નથી? જૈનો જો જાણે કે ખાંડમાં આટલી હિંસા થાય છે અને તપાસ કરે, પુરવાર થાય તો મને ખાતરી છે કે ઘણા લોકો બંધ કરી દેશે.

    અજૈનો પણ આમ કરશે, ભલે થોડા પણ.

    હું જૈન ધર્મની વકીલાત નથી કરી રહ્યો અને નથી કરી શકતો (મારી લાયકાત નથી. કારણ હુ જૈનનાં ઘરમાં જનમ્યો છું પણ એની ફિલોસોફીનું જ્ઞાન અને આચરણ હું નથી કરી શકતો. કદાચ, આ વાત બધા સંપ્રદાયનાં લોકોને માટે પણ કદાચ એટલી જ યોગ્ય છે)

    Like

  3. “ના વાઘ હિંસક છે ના સિંહ,હિંસક છે ફક્ત માનવી”..એટલા જ માટે કહેવાય છે કે ‘માનવી સીધો ,ચાલે આડો..’…એક વન્યજીવપ્રેમી હોવાના નાતે આપનો આ લેખ મને ખુબ જ ગમ્યો..દરેકને પોતાનો જીવ વાહલો હોય છે.આપ પણ જોઈ શક્તા હશો કે આજે મોબાઈલ SMS થી માંડીને ટી.વિ તથા બ્લોગ દ્વારા વાઘને બચાના પ્રયાશો થઈ રહ્યા છે.આજે ભારતમાં ૧૪૧૧ વાઘ જ બચ્યા છે.પાછલી સદીમા આ સંખ્યા ૪૦,૦૦૦ જેટલી હતી.મારુ તો માનવુ છે કે વાઘ મનવીની હિંસાનો ભોગ બન્યા છે.જો વાઘ હિંસક હોત તો ભારતની વસ્તી ૧૨૫ કરોડ જેટલી ના હોત..

    Like

    1. શ્રી રજનીભાઈ,
      આપણે કદાચ ખબર નહિ હોય,ગુજરાત ના ગીર માં સિંહ બચ્યા હોય તો માંસાહારી ગણાતા જુનાગઢ ના નવાબ મહોબતખાનજી ના લીધે.એમણે સિંહો ને મારવા ઉપર અંગ્રેજોના જમાના માં પ્રતિબંધ મુકેલો.

      Like

  4. આ લેખ એ નગ્ન સત્ય છે અને બુધીશાળી ગણાતો માણસ વિકાસ અને સગવડોની માયાજાળ

    પ્રકતિના અન્યજીવોના ભોગે કરી રહ્યો છે.લાગણીના સંબંધો અને અહિંસાનો પાયો જીવોને જીવવા

    દોથી જોજનો દૂર નીકળીગયો છે.હીંસક ગણાતા પ્રાણીઓ ફક્ત તેમની કુદરતી જીવન શૈલીથી

    આહારમાટે હીંસક થાય છે પરંતુ અમર્યાદ અને અવિવેકી આપણી આ વર્તૂણૂકથી જ ભયંકર રોગો

    નવા દેખાઇ રહ્યા છે અને કુદરતજ તમને સાચા રસ્તે લાવી દેશે.

    લેખની ભાવના સારી છે પણ અનેક સમસ્યાઓથી ઉલઝેલીછે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. shri rameshbhai,
      હું એજ વાત કહેવા માંગું છું કે અહિંસક લોકો એટલી બધી વસ્તુઓ વાપરે છે કે એમાં લાખો નિર્દોષ પ્રાણીઓ ની હત્યા સમેલી છે,પણ જયારે કોઈ પેટ ભરવા માંસ ખાય તો એને ખરાબ કહેવામાં આવે છે.એની પ્રત્યે ઘૃણા થી જોવામાં આવે છે.મારે આ દંભ નો પડદો ચિરવો છે.

      Like

      1. સાહેબ,

        જે લોકો (તમારી જાણમાં) આવા હોય એમને બધું બનતા દેખાડો (સાકર, ટુથપેસ્ટ બનાવવામાં થતી હિંસા) અને જે લોકો જીવદયાની માંગણી કરે છે એ લોકો કદાચ આ બધું આંખે જોશે તો વાપરવાનું ઓછુ કરશે અથવા બીજા રસ્તા શોધશે.

        ઘણા દેશોમાં વિગન લોકો આમ જ કરી રહ્યા છે.

        ફરક એ જ છે કે ઓછી હિંસા કરતા લોકોએ થોડું વિચાર્યું છે અને ઘણી વસ્તુઓ પર ઉપદેશ દ્વારા અથવા વ્યક્તિગત જવાબદારી તરીકે પ્રતિબંધ મુકયો છે.

        મેં એવા પણ લોકો જોયા છે જેઓએ મને કહ્યું છે કે તમે જૈન લોકો માંસ નથી ખાતા એટલે તમારામાં તાકાત નથી. ખાઈને તો જો?

        આને શું કહેશો?
        માંસ ખાય તે તાકાતવાળા અને બીજા નિર્બળ?

        દરેક બાજુની extreme side જોશે તો અથડામણ જ અનુભવાશે.

        Like

  5. “ચામડાના પટ્ટા પહેરતો, પર્સ રાખતો, ફરના કોટ પહેરતો, ટુથપેસ્ટ વપરાતો, સફેદ ખાંડ ખાતો માનવી માફીને લાયક જરાપણ નથી. પછી ભલે તે કતલખાના બચાવવા નારા લગાવતો હોય”

    એકદમ સાચી વાત.

    Like

  6. શ્રી ભુપેન્દ્રસિંહજી, આપની એ વાત શાથે તો સહમત થવું જ પડશે કે, માણસ સિવાય અન્ય કોઇ પ્રાણી પેટ ભરવા કે પોતાનો જીવ બચાવવા સિવાયનાં અન્ય કોઇ ઉદ્દેશથી હિંસા આચરતું નથી. હા આમાં એક મારૂં અંગત નિરીક્ષણ ઉમેરું (આ બાબત વૈજ્ઞાનિક રીતે સત્ય ગણાય કે નહીં તે પાકું ન હોવાથી–અંગત) તો ત્રીજું પણ એક કારણ જણાય છે. અને તે છે ’વંશવૃધ્ધી’. જેમ કે આલ્ફા નરો વચ્ચેની લડાઇઓ, જે માદાઓ પર પ્રભુત્વ મેળવવા માટે જ લડાતી હોય છે. (અને ક્યાંક માદાઓ વચ્ચે પણ)
    મને લાગે છે, માણસ દ્વારા ખોરાક અને જીવનરક્ષા સિવાય, અન્ય અહેતુક લાગતી હિંસા શાથે પણ કદાચ પ્રકૃતિનો આ નિયમ જોડાયેલો હોય. જેનાં અમુક ઉદાહરણ તો આપના લેખમાં આપેલા જ છે. સૌંદર્ય પ્રસાધનો, પટ્ટા, પાકિટ, જોડા વગેરે વગેરે બધું લગભગ સુંદર દેખાવાની લ્હાયમાં જ વાપરવું પડતું હોય છે. અને સુંદર કે સમૃધ્ધ દેખાવાનું અચેતન મનમાં પડેલું કારણ એજ જે પ્રકૃતિએ દરેક જીવમાં મુકેલું છે,સ્વજનિનનો શક્ય તેટલો વિસ્તાર. ટુંકમાં જેને આપણે હિંસા કહીએ છીએ તે પણ પ્રકૃતિની એક સામાન્ય ઘટમાળ છે, અને આ ઘટમાળને આપણે વિવેકપૂર્વક ગોઠવી શકીએ તો જ આપણને (માનવજાત ને), પોતાને સામાજીક પ્રાણી ગણાવાનો અધિકાર કાયમ રહે. આમ આ બાબત સંપૂર્ણપણે સામાજીક છે, ધર્મ શાથે આને કશું લાગતું વળગતું નથી. આપણે જ ખોટા આ ખાનપાન અને હિંસા-અહિંસાને ધર્મ શાથે જોડી બેઠા છીએ. કોઇ એક દેશી દવા બાબતે નાં વિવાદમાં પૂર્વ રેલ્વેમંત્રી લાલુજીએ કહેલું કે બિમાર માણસ જો સાજો જ થતો હોય તો તેને દવામાં કોના હાડકાનો ચુરો વપરાયો છે તેથી કંઇ ફર્ક પડતો નથી!! ટુંકમાં જીંદગી સામે અન્ય બાબતો ગૌણ છે. આનાથી ઉપરવટ જઇ એ જ વિચારી શકે જેને માટે જીંદગી ગૌણ છે. બાકી તો “ચાહે કોઇ મુજે જંગલી કહે !!!!”
    આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ,
      આપનું નિરીક્ષણ વૈજ્ઞાનિક છે,બીજી પેઢી માં મજબુત જીન્સ ટ્રાન્સફર થવા જોઈએ નબળા નહિ.અને માદા પણ મજબુત જીન્સ ઉછેરવા માંગતી હોય છે.માટે બે નર વચ્ચે લડાઈ થતી હોય છે.એટલે તો મેં લખ્યું હતું કે માનવી ની લગ્ન વ્યવસ્થા એ કોઈ ઉપરથી ટપકેલી પવિત્ર યોજના નથી.આ વ્યવસ્થા કમજોર પણ બુદ્ધિશાળી માનવો ની ચાલાકી છે.કારણ મજબુત,બળવાન માનવો ના મનમાં આ યોજના આવેજ નહિ.એને તો એની શક્તિ ઉપર વિશ્વાસ હોય કે લડી ને જીતીને માદા એટલે નારી ને પામી શકાશે.નારી મેળવવામાં નિષ્ફળ રહેતા નરોએ આ લગ્ન વ્યવસ્થા ગોઠવી નાખી જેથી વગર લડાઇએ નારી ને પામી શકે.પવિત્રતા નો દરજ્જો આપી અત્યાર સુધી ટકાવી રાખી છે.પણ હવે આ તુત ચાલવાનું નથી.અમેરિકામાં તો ચાલતું નથી.ભારત માં પણ લગ્ન વગર સાથે લોકો રહેવા માંડ્યા છે.મારી આ વાત હું નથી માનતો કે પહેલા કોઈએ કહી હોય કે લગ્ન વ્યવસ્થા એ કમજોર લોકોની શોધ છે.

      Like

    2. શ્રી અતુલભાઇ, કદાચ આપણે બધા એક જ દૃશ્યને અલગ અલગ કોણથી જોઇએ છીએ. મારી ’વક્રોક્તી’ કરવાની ટેવને કારણે કદાચ થોડી સમજફેર રહી ગઇ, તે બદલ ક્ષમા. મેં એજ લખ્યું છે (“આનાથી ઉપરવટ જઇ એ જ વિચારી શકે જેને માટે જીંદગી ગૌણ છે. બાકી તો “ચાહે કોઇ મુજે જંગલી કહે !!!!”) કે આ જંગલીવૃતિ (અથવા હિંસકવૃતિ) એ પ્રાણી માત્રમાં, પોતાના સ્વાર્થ માટે, દેખાતો પ્રકૃતિનો નિયમ છે, જો કે ’પી.ક્રોપોટ્‍કિન’ જેવા વિચારકે “સહાયવૃત્તિ-વિકાસનું એક તત્વ” (મ્યુચ્યુઅલ એઇડ) નામક પ્રસિધ્ધ ગ્રંથમાં આનું મહદાંશે ખંડન પણ કરેલ છે, અને વિવેકપૂર્વક આ સ્વાર્થીવૃતિ ત્યજી શકે તેને જ માણસ કહેવડાવવાનો અધિકાર છે. (“આ ઘટમાળને આપણે વિવેકપૂર્વક ગોઠવી શકીએ તો જ આપણને (માનવજાત ને), પોતાને સામાજીક પ્રાણી ગણાવાનો અધિકાર કાયમ રહે.”) હિંસકવૃતિ માટેનાં બે સબળ કારણો શ્રી ભુપેન્દ્રસિંહજીએ બતાવ્યા, જે પ્રકૃતિમાં લગભગ અખંડનીય છે. ત્રીજું મેં વિચાર્યું જે ચર્ચાયોગ્ય છે. પરંતુ મુળ ભાવાર્થ જ એ છે કે આ બધા કારણોને ઓળંગી શકે તેને ’સામાજીક’ પ્રાણી કહી શકાય (જે પોતાના માટે નહીં પરંતુ સમાજ માટે વિચારતું હોય-તે સામાજીક) એટલે જ મેં લખ્યું કે (“આ બાબત સંપૂર્ણપણે સામાજીક છે, ધર્મ શાથે આને કશું લાગતું વળગતું નથી. આપણે જ ખોટા આ ખાનપાન અને હિંસા-અહિંસાને ધર્મ શાથે જોડી બેઠા છીએ.”)
      લાલુજી વાળું ઉદાહરણ આ સ્વાર્થવૃતિ પર જ પ્રકાશ નાખવા માટે લખ્યું. (જુઓ વાક્યને અંતે “!!”)
      અંતે ભુપેન્દ્રસિંહજી શાથે એ વાતે સંમત તો થવું જ રહ્યું કે “ચામડાના પટ્ટા પહેરતો,…..કતલખાના બચાવવા નારા લગાવતો હોય”
      આપ સમા સૌ સ્નેહી મિત્રોને વિનંતી કે મારા જીન્સ (રંગસુત્રો !)માં માઠું લગાડવાનાં ક્રોમોસોમ્સ જ નથી, આથી મારો કાન ખેંચી મને વધુ વિચારવા માટે તક આપવાની કૃપા નિ:સંકોચ કરવી. આભાર.

      Like

  7. માનવ જ કોઇ ને કોઈ રીતે હિંસા માં ભાગદાર છે જ.માત્ર આંખ બંધ રાખવાથી આપણે બચી જતા નથી…!
    મારુ પણ માનવુ છે કે માનવી જેટલુ કોઈ હિંસક નથી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s