“માંસાહાર અને શાકાહાર”

માંસાહાર અને શાકાહાર.
*મિત્રો પ્રથમ તો આ લેખ વાચી કોઈ એમ સમજી ના લે કે હું માંસાહાર ની તરફેણ કરું છું. શાકાહાર સારો છે. હું ફક્ત કુદરતના, વિજ્ઞાનના ઇવોલ્યુશન અને ઇકોલોજીના નિયમોને ધ્યાનમાં લઈને વાત  કરવા માંગું છું. સત્ય જરા કડવું છે. અને આપણે દંભી બની ચુક્યા છીએ. પૂર્વગ્રહથી ભરાઈને આ લેખ વાચવાની તસ્દી નહિ લો તો ચાલશે. તટસ્થ મન રાખીને વાંચશો  તો મજા આવશે. માંસાહારીને ગાળ દેશો તો પ્રથમ ગાળ શ્રી રામને પડશે. સીતાજી સાથે ચૌદ વર્ષ જંગલમાં કોઈ ખેતી કર્યાનું જાણ્યું નથી. એકલો ફળાહાર પણ નથી કર્યો.  હરણના શિકાર કરીને જ ખાધું છે ને હરણાંના  ચામડાના વસ્ત્રો પહેર્યા છે. આને માટે વાલ્મીકિનું અસલ રામાયણ વાંચી લેવું. જે બાવાઓ ફળાહાર કરે છે, ને એના ગુણગાન ગાય છે એ પુષ્કળ દૂધ પી ને પરોક્ષ રીતે માંસાહાર કરી લે છે. ફક્ત ફળ ખાઈને પ્રયોગ કરી લેવો, દૂધ જરાપણ નહિ અનાજ કે કઠોળ પણ નહિ પછી લંકા જીતવા જવા વિનંતી છે.
*ઘણા મિત્રો કહે છે અમેરિકાની સંસ્કૃતિના વાદે ભારતમાં લોકો માંસ ખાય છે. અમેરિકામાં માણસને ગયે ૧૫૦૦૦ વર્ષથી વધારે થયા નથી. અને યુરોપમાં માણસને ગયે ૪૪૦૦૦ વર્ષ થી વધારે થયા નથી. આફ્રિકાથી માનવી મિડલ ઈસ્ટ થઇ પહેલો ભારતમાં આવ્યો છે. પહેલી સંસ્કૃતિ અહી વિકસી છે. શ્રી રામજીને અમેરિકનોએ માંસ ખાતા શીખવેલું?  ભારત તો પહેલાથી માંસ ખાતું આવ્યું છે. કે પછી દુનિયાને આપણે શીખવાડ્યું? ભારતમાં ખાલી ગુજરાતમાં જ માંસાહારનો વિરોધ છે. ગુજરાત સિવાય આખા ભારતમાં માંસાહાર આરામ થી કરાય છે. ગુજરાતમાં પણ ક્યાં નથી ખવાતું?  આમાં મુસલમાનોને ગણતરીમાં લીધા નથી.
*મિત્રો જીવ તો વનસ્પતિમાં પણ છે જ. તમે વનસ્પતિને પાણી પાવા જાવ તો એ પણ ખુશ થાય છે ને હાથમાં હથિયાર લઇ કાપવા જાવ તો એ પણ ફફડી ઉઠે છે. પણ એ જોવાની દ્રષ્ટી ક્યાંથી લાવવી? જગદીશ ચંદ્ર બોઝ ક્યાં ગયા?
*ભગવાને કે કુદરતે એક ફૂડ ચેઈન બનાવી છે. વનસ્પતિ પુષ્કળ  ઊગ્યા કરે તો પૃથ્વી એનાથી છવાઈ જાય. માટે વનસ્પતિ ખાવાવાળા જીવ બનાવ્યા. પછી એના કંટ્રોલ માટે એ વનસ્પતિ ખાવાવાળા પ્રાણીઓ ને ખાવાવાળા જીવો બનાવ્યા. વનસ્પતિમાં બધાજ પોષક તત્વો છે જ. એટલે ગાય, ભેંસ, હાથીભાઈ, ગેન્ડાભાઈ બધા વનસ્પતિ ખાઈ ને શરીરનું પોષણ કરે ને તાકાત મેળવે. આ વનસ્પતિમાંથી મેળવેલા તત્વોમાંથી એમના શરીરનું માંસ બને. હવે આ લોકો પણ અતિશય વસ્તી વધારો કરે તે ના પોષાય, માટે કુદરતે કેટ ફેમીલીના વાઘ, સિંહ, ચિત્તા, દીપડાને બીજા વરુ જેવા પ્રાણીઓ બનાવ્યા. કે ભાઈ તમારે હવે ઘાસ ખાવાની જરૂર નથી. ઘાસ ખાઈને જે પ્રાણીઓએ એમના શરીર પર માંસ ચડાવ્યું છે એનેજ સીધુ જ  ખાઈ લો ને પોષણ મેળવી લો. પક્ષીઓમાં પણ આ પ્રમાણે સમજવું. હવે કેટલાક પ્રાણીઓ એવા બન્યા કે બંને ખાઈ શકે ઉભયઆહારી. વાંદરા, એપ્સ જેવા કે ચિમ્પાન્ઝી વગેરે ફળો પણ ખાય ને નાના જીવડા ખાઈ ને પ્રોટીન મેળવી લે. એક જીવ બીજા જીવને ખાય ને વસ્તી આ રીતે કંટ્રોલમાં રહે ને પોષણ પણ મેળવાય. આમ કાર્નીવોરસ, હર્બીવોરસ અને ઓમ્નીવોરસ એમ ત્રણ પ્રકાર થયા. કાર્નીવોરસ ફક્ત માંસ જ ખાય, હર્બીવોરસ ફક્ત ઘાસ ખાય અને ઓમ્નીવોરસ માંસ, સલાડ અને ફળો ખાય. ઓમ્નીવોરસ પણ ઘાસ પચાવી શકે નહિ તે યાદ રાખવું.
*કુદરતના રાજમાં ના તો હિંસા છે ના તો અહિંસા. બધા જીવવા માટે ખાય છે. કોઈ હિંસા કરતુ નથી. હવે ઘાસ ખાનારા પ્રાણીઓ પાસે અલગ પ્રકારનું પાચન તંત્ર છે. ગાય ને ભેંસ જેવા ઘાસાહારી પ્રાણીઓ પાસે ચાર જઠર હોય છે. અથવા ચાર ભાગ વાળું જઠર પણ કહી શકાય. આપણી પાસે ફક્ત એક જ છે. એક વાર ઘાસ ખાઈ લેવાનું એ એક જઠરમાં જાય, પછી જઠરમાંથી પાછું કાઢી  નિરાતે બેસીને વાગોળવાનું એ બીજા જઠરમાં જાય.  ઘાસ પચાવવા માટે ખાસ પ્રકારના બેક્ટેરિયા એમના જઠરમાં હોય જે ઘાસ ને ખાઈને  તોડી નાખે. એટલા માટે કઠોળ વર્ગનું રજકા જેવું ઘાસ વધારે ખવાઈ જાય ત્યારે બેક્ટેરિયાના લીધે ગાયના પેટમાં આથો આવી જાય ત્યારે પુષ્કળ ગેસ પેદા થાય છે ગાય ફૂલી ને ઢમ ઢોલ થઇ જાય છે. ખેડૂતો એને આફરો ચડ્યો એવું કહે છે. અને ગાય મરી પણ જાય માટે ગાયના પેટમાં જઠરમાં બહાર થી કાણું પડી ગેસ કાઢવાની વિધિ વેટરનરી ડોક્ટર કરે છે. તમારા પેટમાં આવી રીતે બહારથી કાણું ના પડાય મરી જવાય. આપણી પાસે ઘાસ ખાનારા પ્રાણીઓની જેમ ચાર જઠર ને જરૂરી બેક્ટેરિયા નથી. આપણે ફળો ખાઈ શકીએ, રાંધીને શાકભાજી ખાઈ શકીએ, રાંધીને ઘઉં ખાઈ શકીએ. કાચા ઘઉં ખાઈએ  તો  ઝાડા થઇ જાય. ઘાસ ખાઈ એ તો ઝાડા થઇ જાય. વાઘ ને સિંહ પાસે ચાર જઠર નથી ને જઠરમાં જરૂરી બેક્ટેરિયા પણ નથી, જલદ પાચક રસો છે, એસીડ જેવા જે માંસને ઓગળી નાખી ને સીધું પોષણ મેળવી આપે છે. એમના આંતરડા પણ ટૂંકા છે. જરૂર નથી વધારે લંબાઈની. આપણે એપ્સમાંથી પેદા થયા છીએ માટે ફળો ની સાથે માંસ પણ ખાઈએ છીએ માટે આંતરડાની લંબાઈ વાઘ સિંહ   કરતા વધારે છે. છતાં ચાર જઠર ના હોવાના કારણે ઘાસ ખાઈ શકતા નથી. માંસ ખાઈ શકીએ છીએ કારણ જલદ પાચક રસો આપણી પાસે છે. માનવ કાચું માંસ પચાવી શકે પણ ઘાસ ના પચાવી શકે. જે મિત્રો હાથી ભાઈ ને ગેંડા ભાઈના ઉદાહરણો આપે છે એ મિત્રો એ ઘાસ ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ, પણ એમના જેવા જઠર ક્યાંથી લાવશો?
*ચિમ્પાન્ઝી જેવા એપ્સ આપણાં પૂર્વજો છે. એમના ટોળાંની ખાસ હદ જંગલમાં  હોય છે, એ  હદમાં બીજા ટોળાંના ચિમ્પાન્ઝી ચોરી છુપીથી ઘુસી જાય ત્યારે એ લોકો પર હુમલો કરી હાથે ચડેલા ચિમ્પાન્ઝી ને બીજા ચિમ્પાન્ઝી ખાઈ જઈને એક્ષ્ટ્રા પ્રોટીન મેળવી લે છે. માદા ચીમ્પને બચ્ચું જન્મવાનું હોય ત્યારે પ્રથમ પાચ કે દસ મિનીટ એની માએ તાજા જન્મેલા બચ્ચાને સાચવવું પડે, નહીતો એની ટોળીના બીજા ચિમ્પાન્ઝી ઝૂંટવી ને ખાઈ જાય છે. એનાથી એક્સ્ટ્રા પ્રોટીન મળે ને વસ્તી કંટ્રોલમાં રહે. દસ મિનીટ વીતી જાય પછી એજ ટોળું એ બચી ગયેલા  બચ્ચાને આખી જિંદગી જીવ ની જેમ સાચવે, જે ઘડી પહેલા એનું ભક્ષણ કરવાની રાહ જોતું હતું.
*કોઈ પણ ખોરાક પોતાનામાં ખરાબ નથી. ખરાબી છે તેનો તમે કઈ રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરો છો તેમાં. કોઈ ખોરાક સાત્વિક છે અને કોઈ તામસિક એવું કશું હોતું નથી. ખોરાકમાં હોય છે ફક્ત ન્યુટ્રીસંસ, પોષક તત્વો, વિટામિન્સ, ખનીજ, ફેટ, કારબોહાઈડરેટ્સ, સુગર અને પ્રોટીન્સ અને બીજા અનેક તત્વો પછી એમાં વનસ્પતિજન્ય હોય કે માંસાહાર હોય બધામાં પોષક તત્વો જ હોય છે. માંસાહાર ને માંસાહારી  પ્રત્યે એટલો દ્વેષ રાખવાની જરૂર નથી. શાકાહાર સારો છે, ઉત્તમ છે. માંસાહારથી થતા રોગોમાંથી બચી જવાય છે. અતિશય વજન વધતું નથી. વધારે વજનથી થતા રોગોમાંથી પણ બચી જવાય. કહેવાતા શાકાહારીઓના જેમના વજન વધારે છે એ લોકો ઘી, દૂધને ચીઝ  જેવા પ્રાણીજન્ય આહાર કરે છે. પરોક્ષ રૂપે માંસાહાર જ કહેવાય.  દરેક ખોરાક એના પ્રમાણ સર લેવાનો હોય એમાં ખોરાકનો શું વાંક?
ભાજીમુલા પણ વધારે ખાય જઈએ તો હાની કરે. જે ઘી દૂધ ને તમે સાત્વિક ગણો છો એમાં ગાય કે ભેસની ચરબી જ ભરેલી છે. ઘી તો શુદ્ધ ચરબી જ છે.  એના શરીરમાં રહેલી ચરબી એના બચ્ચાના પોષણ માટે દૂધમાં બીજા તત્વો સાથે ભળે છે. અને એપણ જેતે પ્રાણીના બચ્ચા માટે કુદરતે બનાવેલ છે નહિ કે માણસ માટે. આપણાં શરીરનું બંધારણ એના માટે યોગ્ય નથી. આપણાં માટે આપણી માનું દૂધ જ યોગ્ય છે. આપણે માનું દૂધ હવેના બાળકો માટે જુજ રહેવા દીધું છે, ફિગર બગડી ના જાય માટે અને ગાય ભેસના દૂધ એમના બચ્ચાઓના મોમાંથી છીનવી આપણાં બાળકોના શરીરના કામના નથી છતાં આપીએ છીએ, રે હિંદુ તારી અહિંસા. દરેક પ્રાણીના બચ્ચા ચોક્કસ માર્યાદિત સમય પુરતા જ દૂધ પીવે છે. આપણે મુર્ખાઓ માનું દૂધ પુંરતું પીતા નથી અને પ્રાણીઓના દુધ હમેશા મરતા લાગી પીએ છીએ. સાત્વિકનું લેબલ જો લાગ્યું છે. આખી જીંદગી દૂધ પીતા રહેવાની શી જરૂર છે સંતો? આતો સરાસર હિંસા છે. કોઈ પ્રાણી જેવા કે વાઘ સિંહ કે ગાય ભેસ આવે અને માણસ જાતની સ્ત્રીનું બચ્ચું ધાવતું હોય તેને બળપૂર્વક ખસેડી લે અને તે સ્ત્રીનું દૂધ ધાવી જાય તો? સંતો કલ્પના કરો આને શું કહેવાય? ઘીમાં હાનીકારક કોલેસ્ટ્રોલ સિવાય છે શું? એને તમે સાત્વિક કહો છો. આજની પેઢીના લોકો ને ખબર પણ નથી કે માનવી સ્ત્રી પણ ત્રણ ચાર વર્ષ લાગી દૂધ આપી શકે છે. જુના જમાનાના કોઈને પૂછી જો જો. બહારથી રમીને દોડતા આવીને માંને કહે  “માં બેસી જા મારે ધાવવું છે”. અત્યારની  મોર્ડન પેઢી કમનસીબ છે એ બાબતે.
આપણે કુદરત આગળ એક બુદ્ધિશાળી પ્રાણીથી વિશેષ કશું નથી. ઘણા મિત્રો માને છે કે માંસાહારથી બુદ્ધી બગડે તો પછી દલાઈ લામાને બુદ્ધી  વગરના કહીશું?  માંસાહારી દલાઈ લામાને દંભી જૈનો પાલીતાણા બોલાવી સન્માન કરે છે.  જે દેશો બૌદ્ધ ધર્મ પાળે છે એ લોકો ભયંકર માંસાહારી છે. દુનિયાના કોઈ પણ પ્રાણી કે જીવ જંતુ  ખાવા માટે બાકી નહિ રાખતા હોય. એટલા ભયંકર  માંસાહારી તો યુરોપ અમેરિકાના લોકો પણ નથી. મહાભારતમાં યુધિષ્ઠિરે  રાજસૂય યજ્ઞ કરેલો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એંઠી પતરાળી ઉઠાવેલી એ વારતા ખુબ ચગેલી છે પણ એ પતરાળીઓમાં બ્રાહ્મણોએ હરણનું માંસ ખાધેલું હતું, આ સાચી વાતો આપણા કથાકારો છુપાવે છે. શ્રી બક્ષીબાબુએ આનો ઉલ્લેખ “વાતાયન” માં કરેલો, બક્ષીબાબુ સાચા ને બડકમદાર એટલે કોણ બોલે?  આ બધા માંસાહારીઓ ની બુદ્ધી બગડેલી હશે? સ્વામી સચ્ચિદાનંદ લખે છે કે જાપાનીઓ ભયંકર માંસાહારી છે છતાં નાનું છોકરું એની દુકાને જાય તો પણ કદી ચીટીંગ ના કરે, પુરા ઓનેસ્ટ. અને આપણે શાકાહારીઓ કોઈનું ખીસું કાતરતા જરાય શર્મ ના આવે. માછલા ખાતા કવિવર રવીન્દ્રનાથની બગડેલી બુદ્ધિએ ગીતાંજલિ જેવું હાઇલી ફિલોસોફીકલ કવિતાઓ ધરાવતું પુસ્તક આપ્યું.  માછ્લામાં ઉત્તમ એવું ઓમેગા ૩ હોય છે. ગરીબ માછીમારો મોંઘીદાટ  બદામો ખાઈ શકવાના નથી. એમને માંછલામાંથી મફતમાં મળતો ઓમેગા-૩નો પુરવઠો ધર્મના નામે બંધ કરાવનાર ગુરુઓ બુદ્ધિહીન છે. મિત્રો શાકાહાર  કરતા હોવ તો શાકાહાર જ કરતા રહો. સારી વાત છે. સીધી હિંસામાંથી બચી જવાય. પણ કોઈ માંસાહાર કરનાર ને એવા ભાવથી ના જોશો કે એ નર્કમાં જવાનો છે. જશે તો શ્રી રામ ને ટાગોરશ્રીની કંપની એને મળવાની જ છે. હું કોઈ માંસાહારની તરફેણ કરતો નથી.એટલું જ કહું છું કે જે ખાવું હોય તે ખાઈએ પણ બીજા પ્રત્યે દ્વેષ ના રાખીએ
*કેટલાક ઉત્તમ પ્રકારના પ્રોટીન્સ એમીનો એસીડ્સ શાકાહારમાં છે જ નહિ ભલે તમે સોયાબીન જેવા સૌથી વધારે પ્રોટીન ધરાવતા કઠોળ ખાવ. એના માટે તમારે દૂધ પીને પૂર્તિ કરવી પડે, અથવા એના અભાવમાં જીવવું પડે. વાઘને સિંહ  હિંસક નથી. ભગવાને એમને ઘાસ પચાવે એવું જઠર જ નથી આપ્યું. શું કરે બિચારા. ભૂખ વગર એ કોઈને ફાડી ખાતા નથી. અને આપણે શાકાહારીઓ ભાજી ખાઈને વગર કારણે હિંસા ઓછી કરીએ છીએ? આપણા અહિંસક આશ્રમોના સેકસુઅલ અને તાંત્રિક કૌભાંડો હિંસા નથી? માંસાહાર ને ગાળો દેવાને બદલે જરૂર છે હકારાત્મક અભિગમની. ના તો  માંસ ખાઈને બુદ્ધી બગડે છે ના તો એકલા શાકાહાર થી બુદ્ધી સુધરે છે. માંસાહાર થી બુદ્ધી બગડતી હોત તો આપણા સિવાય બધા પાગલ ગાંડા હોત આખી દુનિયામાં. કોઈ એક વસ્તુને સતત દ્વેષ ભાવથી વખોડ્યા કરવી એ પણ હિંસા, સુક્ષ્મ હિંસા જ કહેવાય. સાયંસ કહે છે, ૨૫ લાખ વર્ષ થયા માણસ ને પેદા થયે પૃથ્વી પર, પાંચ લાખ વર્ષ ઝાડ પર રહ્યો, ૨૦ લાખ વર્ષ થયા ઝાડ પરથી નીચે ઉતરે, ૨૫ લાખ વર્ષથી તે આજ સુધી ફળફળાદી અને માંસ ખાતો આવ્યો છે અને ગાય ભેસ લાખો વર્ષોથી ઘાસ જ ખાય છે, અને વાઘ સિંહ માંસ. સૌ સૌના જઠર પ્રમાણે ખાય છે. માંસ ખોટું જ હોત તો આદિમાનવ પુછવા ના જાત કે હું શું ખાઉં? એ કુદરતી જીવન જીવતો ક્યારનોએ માંસ ખાવાનું બંધ કરી દેત.

43 thoughts on ““માંસાહાર અને શાકાહાર””

 1. તમારા વિચારો તર્કબદ્ધ છે.
  સો વાતની એક વાત: જે ખાતા હોઈએ તે ખાઈએ, બીજા પ્રત્યે દ્વેષ ના રાખીએ.

  તે છતા થોડી વાતો યોગ્ય ના લાગી: ચિમ્પાન્ઝી આપણા પૂર્વજો?
  સરખા લક્ષણ હોઈ શકે પણ પૂર્વજો? વિજ્ઞાન પણ સિદ્ધ નથી આ બાબતમાં (મારી જાણ મુજબ)

  બુદ્ધિને આહાર સાથે સંબંધ ખરો. પણ જે માસ ખાય તેનામાં બુદ્ધિ ઓછી?
  એ કાગડાનું બેસવું અને ડાળનું પડવું, એવું લાગે છે.

  દુધ માટે હું શું કહું?
  આપણા બધા ભાગલા પડી ચુક્યા છે. શાકાહારી મામ્સાહારીને ગાળ આપે, વિગન લોકો શાકાહારીને ગાળ આપે.

  એમ નથી લાગતું કે આ બધા પણ અમારો કક્કો સાચ્ચો અને બાકી બધા ખોટા, એમાં માને છે?

  આપણે બધા જ ઉદ્દામવાદી બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. મગજ ચલાવવું નહિ અને ટોળાને અનુસરવું (આંખ, કાન બંધ કરીને)

  Like

  1. શ્રી કલ્પેશભાઈ,
   હું એજ તો વાત કરવા માંગું છું કે કોઈને ગાળ આપવાની જરૂર નથી.અને મેં “ફ્રોમ એપ્સ ટુ મેન”,”જર્ની ઓફ મેન”અને બીજી ઘણી બધી સાયંસ ની ડોક્યુંમેનટ્રીઓ જોઈ છે.એપ્સ ની કોઈ જાત માં ઉત્ક્રાંતિ થવાથી માનવ જાત પેદા થઇ છે.ચીમ્પ અને આપણાં જીન્સ સૌથી વધારે નજીક છે.બે ટકા નો જ ફેર છે.ઉરાંગઉતાંગ માં ૨.૫ ટકાનો ફેર છે.જે હોય તે પણ માનવજાત ની પાસે ગાય ની જેમ ચાર જઠર હોત તો એ કોઈને પુછવા ના જાત ને ઘાસ જ ખાતો હોત.

   Like

 2. ખુબ માહિતિપ્રદ લેખ ભૂપેન્દ્રસિંગજી,.. મારી સમજમાં ઘણૉ ઉમેરો કરી ગયો..શું ખાય તે કરતા કેવું વર્તે તે અગત્યનું છે ગાડીમાં કયું પ્રેટ્રોળ ભરાવ્યું તે જ જોતા નહિ રહેવાનું તેનેજ ધાર્મિકતાનો મુખ્ય માપદંડ નહિ ગણવાનો..આજે તો કહેવાતા અનુયાયી કે કહેવાતા ધાર્મિકો જે ને નિયમોની ડંફાસ મારી બીજાને ઉપદેશ તુચ્છ ગણતા બેઠા છે અને પોતાને મહાન.. તેમનું પણ વર્તન જો વિચાર અને વાણીથી જુદુ હોય તો શું અર્થ છે ? ખાવુ પીવું ભાષા ધર્મ બેસીક વસ્તુ છે પણ બીહેવીઅર અને વરતન અભિગમ સમ અને આદર્યુક્ત હોવો જ જોઇએ..ગૂણોને વર્તન્ને જ આચરણને જ માર્ક..પ્રક્રુતિથી પર છે અમુક વાતો..પ્રકૃતિ તટસ્થ છે માણસને સ્વાતન્ત્ર છે પસંદગી છે.અમુક વનસ્પતિ પણ જીવજંતુ અને ઉંદર સુદ્ધા ખાય જાય છે !!!!

  Like

 3. અહિં ન્યુઝીલેંડમાં ઈંડાં અને માછલી શાકાહારમાં ગણાય છે! (કદાચ અન્યત્ર પણ આમ હશે) કલ્પેશભાઈએ લખ્યું તેમ વિગન કે વેગન એ નવો જ ફાંટો છે! એક વાત ચોક્કસ છે કે કુદરતને જીવંત રાખવી હોય તો શાકાહારી જેટલા ઓછા તે સારું! એમ કેમ? શ્રી રાઓલસાહેબ આના જવાબમાં એક લેખ લખી શકે. બાકી ખાતા હો તે ખાઓ અને મોજથી જીવો !

  Like

 4. આમાં થોડોક ફેરફાર સુચવું છું. આપે લખેલ છે કે ગુજરાતમાં ઘણાં શાકાહારીઓ છે. ભારત અને એશીયામાં સીંહો ફકત ગુજરાતમાં છે અને સીંહ શાકાહારી તો નથી. એટલું જ નહીં ભલભલા સરકસના રીંગ માસ્ટરને આ જંગલનો સીંહ સામે મળે તો ધોતીયાનો પાછળનો ભાગ ચીકણો થઈ ગયો હોય છે કારણ કે સીંહ પાડાને થપ્પડ મારે તો એનું ડોકું લથડી પડે છે.

  મારું કહેવું છે કે ગુજરાતમાં હીંસક પ્રાણીઓ રહે છે એ હકીકત સ્વીકારવી જોઈએ.

  ચાર્વાક કે ચાર્વાક વાદમાં ૨૬૦૦ વર્ષ પહેલાં જણાંવવામાં આવેલ છે કે ખાઓ, પીઓ અને મોજ મસ્તી કરો. પોતે આનંદ મેળવો અને બીજાને પણ આનંદ આપો. ધાવણા બચ્ચાનું છીનવેલ દુધ ગુજરાતના સાધુઓ પીએ છે એટલે તો ગુજરાતમાં ગોધરા જેવા કાંડ બને છે.

  Like

  1. અતુલભાઈ,

   તમારા આ બાબતના વિચારો પહેલી વખત જાણ્યા.

   હું કોઈ સરકારની તરફેણ નથી કરતો. પણ અંગ્રેજી મીડિયા અને કહેવાતા સેક્યુંલારીસ્ત લોકો ખોટો પ્રચાર કરે છે.

   આ બાબતે મારા જેવા ગુજરાતી (જે ગુજરાતની બહાર રહે છે)ને જાણવું ગમશે કે ગુજરાતમાં આ બાબતે લોકોનું શું માનવું છે?

   એ વાત તો કહી શકાય કે ગુજરાતે જે પ્રગતિ કરી છે એ માટે સરકારને માન આપીએ.

   Like

  2. ધાવણા બચ્ચાનું છીનવેલ દુધ ગુજરાતના સાધુઓ પીએ છે એટલે તો ગુજરાતમાં ગોધરા જેવા કાંડ બને છે.

   કયા દેશ/રાજ્યમાં હુલ્લડો નથી થયા? કે માર-કાપ નથી થઈ?
   એટલે રેશનલી દુધને હુલ્લડ જોડે કોઈ લેવા-દેવા નથી.

   જ્યારે તમે પૂર્વગ્રહ ધરાવો છો તો રેશનાલીસ્ટ કઈ રીતે કહેવાઓ?
   તમારું ગુજરાત અને ગોધરા બાબતની માહિતી મીડીયા સિવાય બીજા કોઈ અથવા તમારા પોતાના સુત્રોની છે? હોય તો જણાવો?

   Like

   1. ગુજરાતના ગોધરા કાંડ પછી ઘણાં માણસોની કતલ થઈ અને ઘણાંને આને માટે છુટો દોર પણ મળ્યો. અગાઉ અમદાવાદના જે પણ કોમી હુલ્લડો થયા એ ઘણાં દીવસ ચાલેલ. હજી પણ હાઈકોર્ટ અને સુપરીમ કોર્ટના સમાચાર નીયમીત સમાચાર પત્રોમાં આવ્યા જ કરે છે. આ પાપ ધોવા નર્મદા અને સાબરમતીનું ઘણું પાણી વપરાય છે એટલે નર્મદા ડેમમાં ઘણું પાણી હોવા છતાં છેવાડે પહોંચતું નથી.

    Like

 5. સરસ લેખ છે. ઘણું બધું જાણવા મળ્યું સરળ શબ્દોમાં. ગુજરાતમાં ક્યાં નથી ખવાતું? દેખાદેખી અને સાચી સમજણ વિના કહેવાતા ચુસ્ત ધર્મના કુટુંબોના યુવાનો વડીલોની જાણ બહાર છૂટથી ખાય છે. અને હવે ગુજરાતમાં પણ ઈંડાને પણ ધણાં લોકો શાકાહારમાં જ ગણે છે.

  Like

 6. Very nice article, I agree with you. some more facts are written below
  All amino acids and proteins are present in both, vegetarian and non vegetarian food, only difference is nonveg is easy source, can get more proteins/amino acids from single source whereas you have to combine many different type of veg food to get all 10 essential amino acids to make a complete protein. However, there are few other things which are NOT present in vegetarian food, for example vitamin B12. To get B12 you have to eat animal product (meat, chicken or MILK). Milk is considered as complete food because it is very good source of protein.

  Like

 7. Nice Post…Vegetatarian v/s Non vegetarian Food…. I think God had created this World with Humans All animals & Vegetable Elements with some reasons….If the Tigers & Lions eat meat to survive…some animals survive on vegetables..& Humans consume BOTH & able to digest too…It is not MEATS or VEGETABLES that make the Humans GOOD or BAD…& let not equate one is better than other for our BRAINS ( intelligence )
  There are MANY examples of meat- eating in our Purano And, there are so many who are GOOD NATURE & INTELLIGENT people amogst the Meat eaters in this World.
  So EAT WHAT YOU DESIRE but EAT WELL & in RIGHT AMOUNT ( humans are the ONLY Beings who will cosume MORE than needed )
  This is just my VIEW !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Bhupendra…YOU & your READERS are invited to my Blog. Hoping to see youn soon !

  Like

 8. ૧૦૦% સમંત તમારા આ લેખ સાથે (ઉતમ અને વિચારપ્રેરક લેખ)
  :- રણજીતસિંહ વાઘેલા

  Like

 9. બાપૂ તમે તો સીધી સિકસ્રર મારી દીધી તમારી વાત ૧૦૦% સાચી છે માંસાહાર કરવાથી કોઈ બુધ્ધી વગરનો નથી થઈ જાતો, દુનિયા મોટા ભાગ ની વસ્તી માંસાહારી છે અને જેટલી વિજ્ઞાનની શોધો થઇ એમાંથી મોટાભાગની માંસાહારી લોકોએ જ કરી છે. કેટલી શોધો શાકાહારીએ કરી ? ભારત શાકાહારી દેશ ગણાય છે છતાં જુઓ અત્યારે ભારત ક્યાં છે ? ( માત્ર શાકાહાર કરવાથી બુધ્ધીશાળી થવાતું હોત તો આપણે દુનિયા માં પહેલા નંબરે કેમ નથી ? )આપણા જ ઘરમાં આવી ને આપણને મારી જાય છે છતાં આપણે તો તાબેટા જ પાડીયે છીયે. ઉપરથી પાછો તેને મહેમાનની જેમ રાખવાનો. આવા સમયે કહેવાતા શાકાહારીઓનુ લોહી કેમ ગરમ નથી થતું ? માણસ ને પોતાનું આરોગ્ય જોઈ ને જે માફક આવતુ હોય તે ખાવુ ને પીવુ જોઈએ. મે મારા ચોકઠા માં દારૂ પીવાની તરફેણ કરી હતી. અને એમાં ખોટુ પણ શું છે જેને દારૂ પીવો જ છે તો એને રોકવાવાળા આપણે કોણ ? દુનિયાની મોટા ભાગની વસ્તી દારૂ પીવે જ છે ને.

  Like

  1. ભાઈશ્રી,
   શ્રી કાંતિ ભટ્ટ સાહેબ નો એક સરસ લેખ આવેલો.ગાજર મુલા વિષે નો સરસ માહિતી હતી.હું રસ પૂર્વક વાંચતો હતો.છેલ્લું વાક્ય હતું માંસ ખાવાથી બુદ્ધી બગડે,ગાજર મુલા થી તેજ થાય.આખા લેખ ની મજા બગડી ગઈ.દલાઈ લામા ના ઈન્ટરવ્યું મેં જોએલા છે.ગીતાન્જલી મેં વાંચેલું છે.આ બે માંસાહારીઓ તો બુદ્ધી વગર ના નથી.એમાંથી આ લેખ તૈયાર થયેલો.દિવ્યભાસ્કર માં છપાએલો ને મારા અહિંસક ગુજરાતી મિત્રોએ,ભાઈઓએ ખુબ ગાળો મને આપેલી.લોકોને એમને ગમે તેવું જ વાંચવું હોય છે.લોકોને ગમે એવું લખી લખી ને સાક્ષર બનાય.આપણે બારોટો જેવા સાક્ષર બનવું નથી.આ લેખ ગમ્યો હોય તો શ્રી કાંતિ ભટ્ટ નો આભાર માનવો પડે.શ્રી ભટ્ટ સાહેબ છેલ્લું વાક્ય વિચિત્ર લખીને આખા લેખ ની પત્તર ખાંડી નાખવા ટેવએલા પ્રસિદ્ધ લેખક છે.

   Like

 10. મિત્રો આ “YOGI”ભાઈ એ લખેલું ધ્યાન થી વાચવા જેવું છે.એઓશ્રી એ પી.એચ.ડી. કરેલું છે,બેંગલોર થી.અને અમેરિકાના કોલોરાડો સ્ટેટ ની મેડીકલ કોલેજ માં ન્યુરો સાયંસ ભણાવતા આસી.પ્રોફેસર છે,સાથે સાથે એપીલેપ્સી ઉપર સંશોધન કરતા વૈજ્ઞાનિક પણ છે.પી.એચ.ડી સિવાય ગુજરાતની કોલેજો માં જ ભણેલા નખશીખ ગુજરાતી છે.

  Like

 11. Hi

  tamari vaat ma ek vastu sachi che ke je apnne bhave te khaiye ane bijane je khavu hoy te kahva daiye, ane have na jamana ma manas no region ke religion karta manas na man(mental body) upar vadhare vishwas karvano rahe che.

  ane apna gujarat ma non veg khanara ne ane daru pinara ne disguise thi jonaro bahu moto samaj astitve dharave che.(joke hu non veg nathi khato apn ato e ek dristikon che ke je apne apnavie to apne bijane ane potani jat ne uncomfortabel position ma thi bahar rakhi ne jivi sakie.

  Like

 12. જો તમારે તર્કનો આભાસ ઉત્પન્ન કરવો હોય તો તમે માંસાહારની તરફેણમાં ઘણું લખી શકો.

  જેમકેઃ
  જીવો જીવસ્ય ભક્ષણં
  દરેકમાં જીવ છે એટલે કોઇપણ ખોરાક અહિંસક નથી.
  જ્યાં માનવસંસ્કૃતિ સૌથી જુની છે ત્યાંના લોકો માંસાહારી છે.
  દુધ પણ માંસાહાર છે
  રામ પણ માંસાહારી હતા
  કૃષ્ણપણ માંસાહારી હતા,
  બુદ્ધ પણ માંસાહારી હતા,
  ચિંપાન્ઝીઓ જે માણસોના પૂર્વજો છે તે એકબીજાને ખાઇ જાય છે,
  માંસ ખાવાથી માણસ હિંસક બનતો નથી કારણકે દલાઇ લામા હિંસક નથી..
  શાકાહારી લોકો પણ હુલ્લડ કરે છેકાય

  અને આવા તો અનેક ટૂચકાઓ પ્રદર્શિત કરી શકાય,
  સૌ પ્રથમ આપણે એ સમજવું જોઇએ કે આપણા શરીર કેવા ખોરાક માટે બનેલું છે.

  આપણા નખ અને દાંત એવા નથી કે જે ચામડાને ચીરી શકે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી માણસ અગ્નિને પ્રજ્વલિત કરી શકે છે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી તે શસ્ત્રો બનાવી શકે છે અને શિકાર કરી શકે છે. અને આકારણથી તે માંસને પોતાના શરીરને યોગ્ય બનાવી શકે છે. તો શું આ વાતને કુદરતી સમજવી? જો આવું જ હોય તો માણસને અહિંસાની અને માંસાહાર ન કરવાની વાત પણ ન જ સુઝવી જોઇએ. પણ બે વાત સાથે ચાલે છે. તો ટકી રહેવા માટે કઇ વાત સારી?

  માણસ પહેલાં કુદરતી અવસ્થામાં રહેતો હતો. તે સીધો ચિંપાન્ઝી, ઉરાંગઉટા કે ગોરીલામાંથી અવતરિત થયો નથી. વાનર એક ઉત્ક્રાંતિનું પગથીયું હતું. તે પછી ઘણા પગથીયાં આવ્યાં. અને જ્યારે છેલ્લા પગથીયે આવ્યો ત્યારે તે ઝાડ ઉપરથી ગુફામાં આવ્યો. તે ફળો જ ખાતો અને ક્યારેક મૂળ પણ ખાતો. તે સમુહમાં રહેતો હોવાથી પોતાનું રક્ષણ કરી શકતો હતો. જ્યારે અગ્નિ અને શસ્ત્રો શોધાયા ત્યારે તે વધુ નિશ્ચિંન્ત થયો. અને બીજા શાકાહારી પ્રાણીઓને લાગ્યું કે આ માણસના સાંનિધ્યમાં આપણે પણ આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ. તેથી ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડા, વિગેરે તેની આસપાસ રહેવા માંડ્યા. અને તેથી તેણે દુધ પીવાનું પણ ચાલુ કર્યું. અને ખોરાકની તંગીમાં તે તેમને ખાવા લાગ્યો હશે.

  જેમ જેમ તેનું માનસિકસ્તર અને બૌદ્ધિકસ્તર ઉંચુ થયું તેમ તેને અગમ્ય શક્તિ અને અહિંસાનો મહિમા સમજાયો. માનસિક સંઘર્ષનું બીજારોપણ હવે થયું હશે. ભારતની વાત કરીએ તો વેદોમાં પશુનું બલિદાન કરવું ત્યાજ્ય ગણાવાયું છે. અને તેથી ઘણા લોકો તેનો એવો અર્થ કરે છે કે વેદકાળમાં હિંસાયજ્ઞો થતા હતા. અમૂક અંશે આ વાત સાચી છે. કારણકે હુલ્લડ થતા હોય તો જ હુલ્લડ કરવા ખરાબ છે વાત ઉત્પન્ન થાય. અને તેનું એક એવું પણ તારણ નિકળે કે વેદકાળના સુજ્ઞજનો હિંસાયજ્ઞનોની વિરુદ્ધમાં હતા. તેથી વેદજ્ઞાતા શંકરાચાર્યે હિંસાયજ્ઞને વેદપ્રમાણ નથી તેમ દર્શાવેલું. સૌથી જુના પુરાણ “વાયુપૂરાણ” કે જે પાણિનીની પહેલાં લખાયેલું તેમાં હિંસાયજ્ઞ અને માંસ ખાવું કે નહીં તેનો પ્રસંગ વર્ણવેલો છે. ઋષિમંડળ મનુ રાજા પાસે ગયું અને પૂછ્યું કે યજ્ઞમાં માંસ હોમાય કે નહીં અને માંસ ખવાય કે નહીં? ત્યારે મનુ એ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમવું અને તે માંસ ભોજ્ય છે. અને જ્યારે ઈશ્વરને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ઋષિઓને અને મનુને ઠપકો આપ્યો. મનુને એટલા માટે કે તેનું તે કાર્યક્ષેત્ર નહતું. ઋષિઓને એટલા માટે કે તેમણે યોગ્ય અધિકારી વ્યક્તિને ન પૂછતાં અયોગ્ય વ્યક્તિની સલાહ લીધી. અને પછી પૂરાણમાં આગળ એમ લખાયુમ કે આરીતે યજ્ઞમાં આહુતિ આપીને ઋષિઓ માંસ ખાતા થયા. પણ આવું જ્યારે લખાયું ત્યારે એવું તો સિદ્ધ થાય છે જ કે માંસાહારને યોગ્ય માનવામાં આવતો ન હતો.

  હવે રામ અને કૃષ્ણની વાત કરીએ તો આ સૌથી જુના પૂરાણમાં રામને વિષે એક જ લાઈન લખવામાં આવી છે કે મહા પરાક્રમી દશરથના આ પૂત્રે લંકાના રાજા રાવણને યુદ્ધમાં હરાવ્યો. રામને વિષ્ણુના અવતારોમાં સ્થાન આપ્યું નથી. પરશુરામને આ સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણને અને બલરામને પણ આસ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણ વિષે એક જ પેરાગ્રાફ આપવામાં આવ્યો છે અને તેમાં સ્યંમંતક મણી ચોરાયાનું જે આળ કૃષ્ણ ભગવાન ઉપર આવેલું અને તેમણે તે આળ કેવીરીતે દૂર કર્યું તે વાત વર્ણવી છે. અને બીજી કેટલીક વાતો જેમાં કંસ વસુદેવના પૂત્રોને (મોટા થયા પછી) મારી નાખતો હતો તેથી કૃષ્ણને વસુદેવ પોતાના મિત્ર નંદને ત્યાં મૂકી આવે છે એમ જણાવેલ છે.

  ટૂંકમાં આ પૂરાણ પોતાની પ્રાચીનતા સિદ્ધ કરે છે. પણ પછી જે કાળક્રમે લખાયું તેમાં ઘણા ઉમેરા થયા. અને આ બધું પ્રારંભિક મધ્યયુગ સુધી ચાલુ રહ્યું. રામ અને કૃષ્ણની વાતોનું ઉમેરણ ઈશુની પ્રારંભિક સદીઓથી ચાલુ કરી દશમી બારમી સદી સુધી ચાલુ રહ્યું. વાલ્મિકીનું રામાયણ અને વ્યાસનું મહાભારત જ્યારે લખાયું ત્યારે માંસાહાર જોરમાં હતો. એટલે રામ કૃષ્ણની જીવનની વાતોને ધર્મ સાથે કે તત્વજ્ઞાન સાથે જોડવી યોગ્ય નથી. એમતો મનુસ્મૃતિમાં પણ યજ્ઞનું માંસ ખાવાની બ્રાહ્મણને છૂટ આપવામાં આવી છે. પણ વેદજ્ઞાતા શંકરાચર્યે, સાયણાચાર્યે, સાતવળેકરે કે દયાનંદ સરસ્વતિએ માન્યતા આપી નથી. જે ઉપનિદો તત્વજ્ઞાનની વાતો કરે છે તેઓ પણ માંસાહારની યોગ્યતાની વાત કરતા નથી.

  માંસાહારી માણસ કઇ કક્ષામાં આવે? જો કોઇ એક સમાજમાં બધાજ માંસાહારી હોય તો જે માણસ પોતાના વાચન અને વિચારો થકી શાકાહારી બને તો સ્વાભાવિક રીતે જ ઉંચી કક્ષામાં આવ્યો ગણાય કારણકે અહિંસા એ સહયોગ તરફના પ્રયાણનું એક કદમ છે. આદતો છોડવી એ એક અઘરું કામ છે. જ્યારે રુઢિચુસ્તતા હતી ત્યારે બ્રાહ્મણો લસણ ડુંગળી, ગાજર, બીટ ખાતા ન હતા. પણ રેસ્ટોરામાં જવાની પ્રક્રિયા ચાલુ થઇ એટલે હવે ઘણા બ્રાહ્મણો પણ લસણ ડુંગળી, ગાજર, બીટ ખાતા ચાલુ થઇ ગયા.

  અને હવે ઘણા બ્રાહ્મણો ફેશનમાં નોન-વેજ પણ ખાય છે. પણ તેઓ જાણે છે કે આ સારું નથી અને વડીલોને ગમશે નહીં. પહેલાં દારુ પીવો એ પતનની નિશાની ગણાતી હતી. હવે ફેશન ગણાય છે.

  અહિંસા, સહકાર, શાકાહાર એકબીજા સાથે જોડાયેલા છે. માનવ સમાજ અહિંસા અને સહકાર તરફ પ્રગતિ કરતો હોય તો ખચિત સમજવું જોઇએ કે તે શાકાહાર તરફની ગતિ છે. પણ અનાજની તંગીનો કાલ્પનિક ભય અને તેથી કરીને માંસાહારનું સમર્થન એ સ્વાદતુષ્ટિનું સમર્થન છે.

  એક પશુના માંસ માટે તે પશુની માવજત અને જીવાડવા માટે છ ગણી જમીન જોઇએ. એટલે કે તમે છ ગણું અનાજ ઉત્પન્ન કરી શકો. પણ જો તમે તેનો ભોજન માટે ઉછેર નકરો અને તમારી ખેતીની જરુરીયાત માટે રાખો તો તમને પર્યાવરણીય ખાતર પૂરું પાડે છે જે તમને વધુ ફળોનું ઉત્પાદન આપે છે.
  વાસ્તવમાં માનવ સમાજે પક્વ અને રસાદાર ફળોના આહાર તરફ ગતિ કરવી જોઇએ.

  માનવસમાજને ગોવંશ અને વૃક્ષ બન્નેની પર્યાવરણના સંરક્ષણ માટે જરુર છે. ગોવંશ જમીનને ફળદ્રુપ બનાવે છે અને વધુ વૃક્ષોને વધુ ફળાઉ બનાવે છે. વૃક્ષોની નીચેની જમીનમાં થતું ઘાસ ગોવંશીઓ આરોગે છે. મનુષ્ય તેમના રક્ષણના બદલામાં દુધ લે છે. ઇતિહાસમાં ગોરક્ષાકાજે માનવે પોતાના જાન આપ્યા છે. ગોવંશમાં ગાય, ભેંસ, બળદ, પાડા, ઘોડા,બકરા, ઘેટાં, ઉંટ બધાં જ આવી જાય છે કારણકે તેઓ પોતે અહિંસક અને શાકાહારી છે અને મનુષ્યથી રક્ષણ પામે છે.

  જીવદયા પ્રેમી અને પર્યાવરણના રક્ષકોએ આગળ આવવું જોઇએ અને એવી માગણી માગણી કરવી જોઇએ કે જે પ્રોડક્ટ બનાવવામાં જીવહિંસા થતી હોય તેવા સાધનો પણ વપરાતાં હોય તો તે પણ લખવું જોઇએ. ફક્ત પ્રોડક્ટના બંધારણીય તત્વોના લીસ્ટથી કામ નહીં ચાલે.

  કેટલાક એવું માને છે કે જો મનુષ્ય પ્રાણીઓને ખાશે નહીં તો તેની વસ્તી વધી જશે. પણ આ વાત બરાબર નથી. જે પ્રાણીઓને મનુષ્ય ખાય છે તેનો ઉછેર કરાતો હોય છે. જ્યારે મનુષ્ય પેદા થયો ન હતો ત્યારે પ્રાણીઓ બેસુમાર હતા નહીં. અને પ્રાણીઓ જમીનને ફળદ્રુપ કરે છે અને વૃક્ષોને ખોરાક પૂરો પાડે છે.

  અન્ન અને ફળની અંદર રહેલું બીજ એ સુસુપ્તજીવ છે. તેને પણ પોતાનું જીવન પ્રફુલ્લિત કરવાનો હક્ક છે. તેથી અનાજ અને ફળના બીજ પણ ન ખાવાં જોઇએ. ખેતી કરવી એ પર્યાવરણથી વિરુદ્ધદીશાની ગતિ છે. અને વનસ્પતિ સૃષ્ટિને વિકસવામાં અવરોધરુપ છે. ઘાસ તેની રીતે ઉગી જશે અને અન્ન પણ તેમની રીતે પશુઓને જેટલી જરુર પડશે તેટલું ઉગી જશે.

  હવે તમે જુઓ આપણે જમીન ઉપર ખેતી બંધ કરીને ફક્ત વૃક્ષો જ વાવીશું તો ઉત્પાદન અનેક ગણું વધી જશે. કારણકે વૃક્ષોનું ફળોનું ઉત્પાદન મલ્ટી લેયર છે. જ્યારે અનાજના પાકનું ઉત્પાદન સીંગલ લેયર છે. એક ગુંઠામાં ફેલાયેલું વૃક્ષ એક ગુંઠામાં વાવેલા અનાજ કરતાં દશગણું ઉત્પાદન આપે છે અને ખાસ મહેનત વગર આપે છે. માનવ શક્તિનો પણ બચાવ થાય છે અને પર્યાવરણનો પણ બચાવ થાય છે.

  જો માનવ સમાજ અવકાશી સિદ્ધિઓ પ્રપ્ત નહીં કરે અને જો માંસાહાર, અન્નાહાર ઉપર અને રહેવામાટે ઝુંપડા કે બંગલાઓમાં રહેશે તો તેણે જમીનનો વ્યય કર્યો ગણાશે. તેથી માનવ જાતે મલ્ટીલેયર ઉત્પાદન અને મલ્ટીલેયર ઘરોમાં જ રહેવું પડશે.

  જો માનવજાત આવું નહીં કરે અને અવકાશી સિદ્ધિમાં નવી જગ્યાઓ શોધવામાં પૂરતો સફળ નહીં થાય તો માનવજાતનો માંસાહાર પોતાનો રંગ બતાવી તેનો નાશ કરશે.

  Like

  1. શિરીષ દવેશ્રી,
   મેં પહેલાજ લખ્યું છે કે પૂર્વગ્રહ થી ભરાઈ ને વાંચવાની તસ્દી નહિ લોતો ચાલશે.અને હું માંસાહાર ની તરફેણ જરાય કરતો નથી.સત્ય કડવું હોય છે.તર્ક નો આભાસ શેનો?રામ ને સીતા માંસ ખાતા હતા તે વાત છુપાવીને કથાકારોએ પાપ કર્યું છે.હવે લોકોના ગળે ઉતરતું નથી.એટલે તર્ક આવી ગયો.અને શાકાહારીઓ પોતે માંસાહારીઓ કરતા પોતાની જાતે જ મહાન બની બેઠા છે.વેદો માં માંસાહાર નો વિરોધ છે?હસવા જેવી વાત છે.આ નવો તર્ક કોણે શીખવાડ્યો?ઋગ્વેદ માં તો સેકડો શ્લોકો છે માંસાહારીઓ હતા આ ઋષીઓ અને દેવો પણ.અહિંસા ના ધર્મ કોણે અપનાવ્યા છે?જે ડરપોક છે તેમણે.એમની કોમ ના નામની કોઈ રેજીમેન્ટ કે બટાલિયન ભારતીય સેના માં છે?જે ડરપોક છે એ લોકો અહિંસા ની વાતો કરે છે.મેં ક્યાં કહ્યું છે કે માનવ સિંહ જેવો નખશીખ માંસાહારી છે?પછી એને ક્યાં જરૂર છે ફાડવા ચીરવા ના અંગો ની?મૂળ વાત ભૂલી ગયા પેલા ઘાસ પચાવે એવા ચાર જઠર ને બેક્ટેરિયા ક્યાં માણસ પાસે છે?મનુસ્મૃતિ શંકરાચાર્યે થોડી લખી છે?અને એ લોકો માન્યતા ના આપે તેમાં મનુ ને શું ફરક પડવાનો?બુદ્ધ ના ધર્મ ના ફેલાવાની બીક માં આ લોકોએ આખા હિંદુ ધર્મ નું માળખું જ બદલી નાખ્યું.તમે નચાવો એમ બાકીની જનતાએ નાચવાનું.પહેલા તમે જ કહો કે માંસ ખાવું.પછી કહો હવે ખોટું છે.તમે જ લખો કે રામ સીતા માંસ ની સાથે મદિરાપાન પણ કરતા હતા ને તમે હવે લખો કે આ તો કોઈ પરધર્મી એ ઘુસાડ્યું છે.અને ગુજરાત ના બ્રાહ્મણો માંસાહારી નથી બીજા રાજ્યો માં ગયા છો જોવા?શાકાહાર સારો છે.મારું ફક્ત એટલું જ કહેવું છે કે માંસાહારી પ્રત્યે દ્વેષ ના રાખશો.અને માંસાહારીઓ નર્ક માં જવાના ને શાકાહારીઓ સ્વર્ગ માં એવું ના હોય.અને એવું હશે તો સારા માણસો બધા નર્ક માં ભેગા થઇ ને એને સ્વર્ગ બનાવી દેશે.

   Like

   1. શ્રી ભૂપેન્દ્રભાઈ,
    મેં “પૂર્વગ્રહ રખાયો છે કે નહીં” એવું ધારીને લખ્યું નથી. પણ માંસાહારની તરફેણમાં જે દલીલો થાય છે તે બતાવી છે.”એક ઍકેડેમીક ચર્ચા જ “છે.

    મારું કહેવાનું તાત્પર્ય એ જ છે કે માણસનો આહાર સામાન્યરીતે પ્રણાલીગત હોય છે. માણસો પ્રણાલીગત રીતે શાકાહારી હોય છે અને માણસો પ્રણાલી ગતરીતે માંસાહારી હોય છે. સમજપૂર્વકના શાકાહારી લોકો ઓછા હોય છે. જેઓ સમજપૂર્વકના શાકાહારી હોય છે તેઓ માંસાહારી થઇ શકતા નથી. અને જેઓ પ્રણાલીગત શાકાહારી હોય અથવા હતા અને પછી યોગ્ય અથવા ભાવતા શાકાહારના અભાવમાં અથવા ફેશનમાં ક્યારેક અથવા અવારનવાર માંસાહાર કરે ત્યારે તેમાં એક વર્ગ એવો ઉભો થાય છે જે માંસાહારની યોગ્યતાનો અને અથવા શાકાહારની અપૂર્ણતાનો અને અથવા નિરપેક્ષ અહિસક ખોરાકના અનસ્તિત્વ નો એક વિસંવાદ જેવો સંવાદ ઉભો કરે છે.

    વાસ્તવમાં આ વિતંડાવાદ છે. ભારતીય પૂર્વજો શાકાહારી હતા કે માંસાહારી હતા એના ઉપર આપણા ભોજનનો પ્રકાર નક્કી થાય તે જરુરી નથી. વેદકાળના ઋષિઓ શાકાહારી હતા તે વિષે શક નથી. અને ક્યારેક તે શ્લોકોને ટાંકીશ. પણ રામ અને કૃષ્ણ શું ખાતા હતા તે નક્કી કરવું મુશ્કેલ છે. તેમને જેઓ ભગવાન માને છે તેઓ ને કદાચ દુઃખ થાય પણ વાલ્મિકીએ માંસાહારની વાત કરી છે. અને તેમને ભગવાન પણ માન્યા છે. તેનો અર્થ એજ થાય કે “રામાયણ”ના વાલ્મિકીના સમયમાં માંસાહાર નિષિદ્ધ ન હતો.

    જેમ વ્યાસ વાયુપૂરાણ પણ લખે અને વ્યાસ મહાભારત પણ લખે અને વ્યાસ ભાગવતપૂરાણ પણ લખે તે શક્ય નથી. કારણકે સમયનો ગાળો બહુ લાંબો છે. તેજ પ્રમાણે વાલ્મિકી વિષે માનવું પડે. અને તુલસીદાસની તો વાત જ નકરી શકાય. જે વાયુ પૂરાણ રામને વિષ્ણુના અવતાર માનવા પણ તૈયાર નથી તેજ રામને તુલસીદાસ “પરમ બ્રહ્મ” માને છે.

    “અલ્યા રાવણ મારુ નામ… તેં દીઠા નથી મારા કામ… બન્દીવાન.. કીધા મેં દેવ.. તેમની પાસે વણાવું સેવ…” આવું મહાકવિ પ્રેમાનંદ રાવણ થકી હનુમાન સામે બોલાવડાવે છે. તો આનો અર્થ એ તો નજ થઇ શકે કે રાવણના સમયમાં “સેવ” એક વાનગી હતી. પણ એટલું જરુર કહી શકીએ પ્રેમાનંદના સમયમાં “સેવ” એક વાનગી હતી.

    વેદનો અર્થ વેદના જ્ઞાતાઓ જ કરી શકે. તેથી ઉપનિષદોમાં જે લખ્યું હોય અને ઐતિહાસિકકાળમાં થયેલા શંકરાચાર્યે, સાયણાચાર્યે જે અર્થઘટન કર્યું હોય તે વધુ ગ્રાહ્ય માનવું જોઇએ. તે ઉપરાંત સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ જે કંઇ કહ્યું હોય તેના ઉપર પણ વિચાર કરવો જોઇએ.

    અને તે શિવાય પણ માનવસમાજ માટે શું યોગ્ય છે તે નક્કી કરવાની ક્ષમતા આપણા આધુનિક માનવપાસે છે જ. હાલમાં નહીં હોય તો વહેલી મોડી આવશે જરુર.

    Like

   2. ahinsa no dharam jemne apnavyo che e darpok che em? bhai tame hinsa no dharam apnavi ne shu bahaduri batavi didhi? 1200 varas ni gulami mathi hinsa e nahi ahinsa e ugarya hata e bhule gaya/? tamari pokal dalilo sabit karva mate koi ne nicha padva ni koshish na karo gujrat no itihas vanchjo je rajao e gujrat no vistar karyo e badha rajao ahinsak jain dharam ma manta hata,,, ane aam pan ahinsak dharmo e evu nathi kahyu ke dushmano no samno ahinsa thi karo,,, swabhavik che ke yudha karva mate marvu pade ane marva pade,,, pan mansahari banvu pade e jaruri nathi,,,

    Like

 13. સરસ તર્કબધ્ધ લખાણ. કોઈ પણ “હારી”નો દ્વેષ ના હોવો જોઈએ. પણ, હું ચોક્કસપણે શાકાહારની તરફેણ કરીશ. અમેરીકા જે રીતે “માંસ” ખાવા પર ભાર મુકાય છે અને જે રીતે ગાય, ભુંડ, બતકાં ઉછેરાય છે એ જોતા માનવુ જ પડે કે જો અમેરીકા આ બધો બગાડ ઓછો કરી દે તો દુનીયા માટે કુદરતી સમ્પદાનો ઘણો ભાગ બચી રહેશે.

  દેવીભાગવતમાં જ્યારે વીશ્વામીત્ર ઋષી તપ કરવા વનમાં જાય છે ત્યારે તેમની પત્નીને રાજા તરફથી છોકરાઓ માટે માંસ પહોંચાડવામાં આવતું હોવાનો ઉલ્લેખ છે. માત્ર અને માત્ર કુતરાનું માંસ દેવીભાગવતમાં વર્જ્ય ગણાયું છે. વળી, કુતરાને ખાનાર વ્યક્તીને પણ હડધુત તો નથી જ કરવામાં આવી.

  Like

 14. માણસો પોતાને પસંદ પડે તે જીવવા આનંદ અને ફેશન માટે ખાય છે.
  માંસાહારને ક્યારેય શ્રેષ્ઠ ગણાવાયો નથી. બાઈબલમાં પહેલા કરારમાં ઈશ્વરે વેજ-આહાર જ ભોજ્ય ગણાવ્યો છે. બીજા કરારમાં નોન-વેજ ની છૂટ આપી છે.
  કુરાનમાં પણ અન્ન અને ફળોની સુંદરતાનું અને પૌષ્ટિકતાના વખાણ કરવામાં આવ્યાં છે. અને જીવતા રહેવા માટે પ્રાણીઓને ભોજ્ય ગણ્યા છે. પણ પ્રાણીઓને સુંદર આહાર તરીકે વર્ણવ્યા નથી.
  દેવળ કે મસ્જિદમાં પણ કદી આ નોન-વેજ ભોજનમાટે કત્લ કરાતા નથી. તમે દેવળ અને મસ્જીદમાં ફળ લઈ જઈ શકો છો અને ઇબાદત ન કરતા હો ત્યારે ખાઈ શકો છો.

  Like

  1. हर युग में बदलते धर्मोको कैसे आदर्श बनाओंगे? પહેલા હિંદુ ધર્મ માં માંસાહાર જરૂરી હતો.બ્રાહ્મણો ને ઋષીઓ ને દેવો પણ માંસ ખાતા હતા.હવે ના ખાસ તો ગુજરાતી હિંદુ ધર્મ માં માંસ ખાવું પાપ ગણાય છે.શ્રાદ્ધ વખતે બ્રાહ્મણ માંસ ખાવાની ના પડે તો નર્ક માં જાય એવી વાતો હતી.હું કઈ માંસાહાર ની તરફેણ નથી કરતો.શાકાહાર સારો છે.પણ એકલા ફળો ખાઈ ને ના જીવાય.રોજ ધર્મોના આદર્શો બદલાય છે.પહેલાના ઋષીઓ માં કોઈ વાંઢો નહિ મળે.અને હવે વાંઢાઓ ઋષિ બનવા હાલી નીકળ્યા છે.

   Like

 15. સંવેદશીલતામાં વૃદ્ધિ અને માનવીય વિકાસ એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?

  અહિંસા અને સંવેદનશીલતા એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?

  અહિંસા વિષે ચોખવટ જરુરી છે. એક ડર થકી ઉત્પન્ન થતી અહિંસા અને બીજી છે સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા. ગાંધીબાબુની અહિંસા સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા હતી. અને તેને બૌદ્ધિક આધાર હતો.

  હવે જેમ જેમ માનવ સમાજ માનસિક વિકાસના માર્ગે આગળ ધપતો ગયો તેમ તેમ તેની સંવેદનશીલતાનું વર્તુળ વધુ મોટું અને મોટું થતું ગયું.

  પહેલાંના જમાનામાં રાજાઓ હતા. અને તેઓ કહે તે કાયદો ગણાતો. પણ પછી તેના ઉપર નિયમનો આવતા ગયા. પહેલા રાજસુય યજ્ઞો સારા ગણાતા. હવે ન ગણાય. હવે યુદ્ધો પણ સારા ગણાતા નથી. જોકે યુદ્ધો નિવારી શકાયા નથી. પણ યુદ્ધ નિવારવાના સામુહિક રાજકીય પ્રયત્નો થાય છે. ટૂંકમાં યુદ્ધ નિવારણ એ એક હિંસા નિવારણ તરફનું જ કદમ કહેવાય.

  છતા આપણે દંડને સાવજ અનિવાર્ય માનતા નથી. કારણકે દંડનો હેતુ માનવના મનને સુધારવાનો છે.

  માનવ સમાજ વધુ ને વધુ અહિંસા અને સંવેદનશીલતા તરફ ગતિ કરતો થયો છે.

  હવે જો સંવેદનશીલતાની વાત કરીએ તો સંવેદનશીલતા શા કારણે આવે છે? સંવેદનશીલતા લાગણીઓની નિકટતાને કારણે હોય છે. આપણા શરીરને કશું વાગે તો આપણને દુઃખ થાય.

  જેની સાથે આપણે નિકટતા હોય તેને પણ કશું વાગે તો પણ આપણને દુઃખ થાય છે. આપણને જેની સાથે દુશ્મનાવટ ન હોય તેને પણ જો કશું વાગે તો આપણને થોડી ઘણી દુઃખની લાગણી થઈ શકે.

  જો આપણો વ્યવહાર ઉચ્ચ કક્ષાનો હોય કોઈને પણ વાગ્યાનું આપણા ખ્યાલમાં આવે તો પણ આપણને દુઃખ લાગે. શારીરિક દુઃખનું જેવું છે તેવું જ માનસિક દુઃખ વિષે છે. આ સંવેદનશીલતાનું વર્તુળ માનવના માનસિક વિકાસની સાથે મોટું ને મોટું થતું જાય છે. બૌદ્ધિક વિકાસ, ભૌતિક વિકાસ અને માનસિક વિકાસનો વેગ એક સરખો હોતો નથી. કારણ કે તે સામાજીક જરુરીયાતો ઉપર પણ અવલંબે છે. એટલે ગાંધીજીએ કહેલું કે જે લોકોએ વેદ અને ઉપનિષદ લખેલા તેઓ યાંત્રિક વિકાસ માટે સક્ષમ ન હતા તેમ માનવું જરુરી નથી. પણ તેઓ પર્યાવરણ અને માનવસમાજની તંદુરસ્તી બન્નેને એક્બીજાના પરિપેક્ષ્યમાં સમજી શકેલા.

  સંવેદનશીલતાનું વર્તુળ કેટલું મોટું થઈ શકશે?
  માણસના આહારની ટેવો આમ તો તમે જેવી પ્રેક્ટીસ પાડો તેવી પડે. “ભૂખ ન જુવે ભાખરી..” ગાંધીજી વિલાયત ગયા એટલે તેમને લાગ્યું કે આહારની ટેવો આપણે બદલી શકીએ છીએ.

  ગાયને પણ રાંધેલુ માંસ ખાતી કરી શકાય છે. અને સિંહને પણ રોટલા ખાતો કરી શકાય છે. આલસેશ્યન કુતરો પણ રોટલા અને દૂધ ઉપર જીવી જાય છે. બિલાડી પણ અન્નાહાર કરે છે. કુતરા, બિલાડા, સિંહ, વાઘ વિગેરે એક જ કક્ષાના પ્રાણીઓ છે.

  હવે આપણા શરીર માટે શું જરુરી છે એ વાત આપણા શરીર પોતેજ કહે છે આપણા માટે શાકાહાર જ યોગ્ય છે. માણસે અગ્નિની શોધ કરી તેથી અને શાકાહારના અભાવમાં તે માંસાહાર કરતો થયો. પણ જેમ જેમ તેની સંવેદનશીલતા વધતી ગયી તેમ તેમ તે અમૂક પ્રાણીઓને ત્યાજ્ય ગણતો ગયો. ભારતમાં ગાય ગણાઈ. ધીમે ધીમે જ્ઞાની જનોએ સંપૂર્ણ શાકાહારની વાત કરી. શાકાહારમાં પણ અન્ન, ફળ, મૂળ અને પર્ણ ના ભેદ પડ્યા. મૂળમાં રનર-ટાઈપ મૂળ સ્વિકારાયા, કારણે કે તેમાં વનસ્પતીનો સંપૂર્ણ હ્રાસ થતો નથી. પણ પર્ણ ને રાત્રે ન તોડવા તેવું સ્વિકારાયું. ફળમાં રસાદાર ફળો સ્વિકારાયા. અને બીજ ને ફાલવા દેવું. અન્નને અગિયારસ, અને દેવ-સેવાના મુખ્ય તહેવારોમાં ન ખાવા તેની પાછળ પણ સંવેદન શીલતાનું ગણિત જ કામ કરે છે. જેમ મંગળવારે કે શનિવારે માંસાહારી લોકો ભારતમાં માંસાહારને ત્યાજ્ય ગણે છે.

  વાસ્તવમાં ક્યાંક તો એક સીમા આવે જ છે. આપણે ગાય સાથે આત્મીયતા છે એટલે ગાય ખાતા નથી. યુરોપીયનોને કુતરાસાથે આત્મીયતા હોય છે તેથી તેઓ કુતરાને ખાતા નથી. કોણ કોની પ્રત્યે સંવેદનશીલ છે તે મહત્વનું હોય છે અને આખરે તે જ ભાગ ભજવે છે.

  કૃતજ્ઞતા એ એક સંવેદનાનો હિસ્સો છે. ગોસૃષ્ટિના માનવજાત ઉપર ઉપકાર છે, વનસ્પતિ સૃષ્ટિના પણ માનવજાત ઉપર ઉપકાર છે, અને તેથી આપણે તેમની પણ પૂજા કરીએ છીએ અને તેમનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ છીએ.અસ્ત્ર શસ્ત્રોની પણ આપણે પૂજાકરીએ છીએ. આ બધું આપણી સંવેદનશીલતાનું દ્યોતક છે.

  સર્પા પીબન્તિ પવનં ન ચ દૂર્બલાસ્તે, સુષ્કૈઃ તૂર્ણૈઃ વનગજા બલિનો ભવંતિ,
  કન્દૈઃ ફલૈઃ મુનીવરા ક્ષપયન્તિકાલં, સંતોષ એવ પુરુષસ્ય પરમં નિધાનં

  ઘાસ ખાઇને જંગલના હાથીઓ બળવાન થાય છે, પવનમાંથી સર્પો ભોજન કરી લે છે, કંદ અને ફળો ખાઈને મુનિઓ જીવન વ્યતિત કરે છે. સંતોષ એજ તારણ છે.

  અગાઉ વેદોમાં અહિંસાની વાત કરેલી.
  તેનું ઉદાહરણઃ
  અગ્ને યં યજ્ઞં અધ્વરં, વિશ્વતઃ પરિભૂરસિં । સ ઇદ્‌ દેવેષુ ગચ્છતિ ॥
  (ઋગવેદ મંડળ-૧, સુક્ત-૧, ઋચા-૪)

  હે અગ્નિદેવ તમે આ હિંસારહિત યજ્ઞ દ્વારા બધી બાજુથી દેવત્વ તરફ લઈ જાઓ છો.

  (અધ્વર યજ્ઞ એટલે અહિંસક યજ્ઞ)

  ચમત્કૃતિઃ
  હા તે જરુર શાકાહારી છે
  કોણ કહે છે કે પેલો માંસાહારી છે?
  પેલો પણ આમ તો શાકાહારી છે, પણ તે માંસાહારી વાનગીઓ ઉપર પણ હાથ મારે છે. શાકાહાર વગર તેને ચાલતું નથી. માંસાહાર સંપૂર્ણ ખોરાક છે જ નહીં.
  જો પેલો એમ માનતો હોત કે તે માંસાહારી છે તો તે
  હાડકાના ભૂકાના રોટલા ખાત,
  કોથમીરને બદલે મચ્છર અને માખીઓ વાપરત,
  તેલને બદલે ટેલો વાપરત,
  મીઠાને બદલે મંકોડા નાખત,
  મરચાને બદલે લાલ કીડીઓ નાખત,
  દાડમને બદલે દાંત નાખત,
  પાણી ને બદલે લોહી પીવત…

  Like

  1. બહુ સરસ ચર્ચા..
   શિરિષભાઇ સાહેબ અને ભૂપેન્દ્રસિંહ્જી એ ગ્યાન ગંગા વહાવી ને ઘણા ડાઉટ્સ દૂર કર્યા..

   અસતો મા સત ગમય..

   Like

 16. માંસાહાર સ્વાસ્થ્ય માટે અયોગ્ય છે. આપણે લેટેસ્ટ સાયન્સ જાણતા નથી એટલે આપણે માંસાહાર અને શાકાહાર બંનેને એક સરખાજ ગણીએ છીએ. આધુનિક સંશોધનો પ્રમાણે માંસાહાર કરવાથી શરીરમાં રોગોનું પ્રમાણ શાકાહારીઓ કરતા વધે છે.

  કારણકે,
  વનસ્પતિ જમીનમાંથી પોષકતત્વો મેળવે છે. અને આ પોષકતત્વોનું વનસ્પતિમાં ચયાપચય થાય છે. દરેક સજીવમાં ચયાપચયની ક્રિયા થાય જ છે. હવે, આ ચયાપચયની ક્રિયાને અંતે મુક્ત મૂલકો (ફ્રી રેડીકલ) ઉત્પન્ન થાય છે. સજીવના શરીરનું એક યોગ્ય બંધારણ હોય છે. આ બંધારણમાં મુક્ત મૂલકો વિક્ષેપ ઉત્પન્ન કરે છે. આથી તેનું નિયમન ખોરવાય છે. હવે આ ખોરવાયેલા નિયમનનેજ તો “રોગ” કહેવાય. હવે જ્યાં સુધી આ નિયમન એક મર્યાદામાં ખોરવાય ત્યાં સુધી તો સજીવ શરીર ચલાવી લે છે. પરંતુ તેનું વધતું પ્રમાણ મૃત્યુ તરફ લઇ જાય છે.

  હવે વનસ્પતિ સીધુજ જમીનમાંથી પોષણ મેળવે છે. એટલે પ્રથમ ચયાપચય વનસ્પતિમાં થાય છે. આ ચયાપચયને અંતે મુક્ત મૂલકો ઉત્પન્ન થાય છે. જે પ્રથમ ચયાપચાયના મુક્ત મૂલકો છે.
  હવે શાકાહારીઓ આ વનસ્પતિને ખાય છે. એટલે તેનામાં પોષકતત્વો વનસ્પતિમાંથી આવે છે. પરંતુ સાથે સાથે વનસ્પતિના મુક્ત મૂલકો પણ આવે છે. હવે બીજું ચયાપચય શાકાહારી પ્રાણીઓના શરીરમાં થાય છે. એટલે બીજા ચયાપચાયના મુક્ત મૂલકો શાકાહારીઓ ઉત્પન્ન કરે છે. એટલે હવે શાકાહારીઓના શરીરમાં એકરીતે કહીએ તો બેગણા મુક્ત મૂલકો થયા. એક તો વનસ્પતિના અને બીજા પોતાના.
  હવે માંસાહારીઓ શાકાહારીઓને ખાય છે. એટલે તેનામાં બે શાકાહારીઓના અને એક પોતાના એમ ત્રણ ગણા મુક્ત મૂલકો ઉત્પન્ન થાય છે.

  આથી રોગીષ્ટ થવાની શક્યતાઓ વનસ્પતિમાં સૌથી ઓછી, ત્યારબાદ શાકાહારીઓની અને સૌથી વધુ માંસાહારીઓની છે.

  હવે આહારકડીમાં ઉપરથી નીચે જાઓ તેમ તેમ મુક્ત મૂલકોનું પ્રમાણ ઘટે છે.

  હવે આપણે જમીનમાંથી સીધુજ તો પોષણ મેળવી શકવાના નથી. આથી આપણાં માટે સૌથી ઓછા મુક્ત મૂલકો વાળો વિકલ્પ વનસ્પતિ છે. હવે જો વનસ્પતિ ખાવાથી ચાલી શકતું હોય તો શા માટે માંસાહારી બનીને શારીરિક સ્વાસ્થ્ય બગાડવું?

  તમે એક રીતે અભ્યાસ કરશો તો જણાશે કે સૌથી વધુ જીવતા સજીવો એ મનુષ્ય, સિંહ, ગાય, કે અન્ય પ્રાણીઓ નહિ પરંતુ વનસ્પતિ છે. ત્યારબાદ શાકાહારીઓની ઉમર માંસાહારીઓ કરતા વધારે છે. હવે ઉમર સિંહની નહિ પરંતુ હરણની વધારે હોય છે. કારણકે સિંહ કરતા હરણમાં મુક્ત મૂલકો ઓછા હોય છે.

  હવે રામાયણમાં રામ-સીતા માંસ ખાતા હતા એવું તમે માત્ર એટલા પરથી ન કહી શકો કે તેઓ ફળ ફૂલ ખાતા હતા એવું રામાયણમાં લખ્યું નથી. હવે જો આવું બધુજ રામાયણમાં લખવા જાય તો તેની લંબાઈ કેટલી વધારે થઇ જાય. રામાયણ તો માત્ર સમાજમાં કેવી રીતે રહેવું તેનો આદર્શ છે. તે કઈ ખાવા-પીવાનું બતાવતો નથી. જો તમારે ખાવા-પીવાની જ વાત કરવી હોય તો “આયુર્વેદ” એક ઉત્તમ ગ્રંથ છે.

  હવે સજીવ શરીરનું એક માત્ર કામ છે જીવતા રહેવાનું. જીવવા માટે સજીવ શરીર ગમે તે કરવા માટે તૈયાર થઇ જાય છે. જયારે છપ્પનીયો દુકાળ પડ્યો ત્યારના જ ઉદાહરણો જુઓ ને કે એક માતા પોતાના છોકરાઓને પણ ખાઈ ગઈ હતી. શા માટે? માત્ર જીવવા માટે…

  એટલે જો તમે હિમાલયમાં ફસાઈ ગયા હોવ અને તમને ખાવા માટે કઈ ના મળે ત્યારે ભલેને તમે એક સસલાનો શિકાર કરીને તેને ખાઓ. કોણ ના પાડે છે. પરંતુ જ્યાં સુધી તમને એક વિકલ્પ હોય (વનસ્પતિનો) ત્યાં સુધી માંસાહાર ન જ કરવો જોઈએ.

  દરેક વસ્તુની એક સારી અને એક ખરાબ અસરો હોય છે. પરંતુ વધારે સારી વસ્તુ પસંદ કરવી એમાજ બુદ્ધિમત્તા છે.

  વિજ્ઞાનની દ્રષ્ટીએ માંસાહાર કરતા શાકાહાર વધુ ઉત્તમ છે.

  Like

  1. માર્ગેશભાઇ તમે સૌથી ટુંકાણમાં અને સૌથી શ્રેષ્ઠ વિચાર રજુ કર્યો છે..એ બદલ આપનો આભાર માનીએ તેટલો ઓછો જણાય છે.આટલુ પરફેક્શનથી લખી શકવા માટે કોન્ગ્રેચ્યુલેશન્સ.ગોડ બ્લેસ યુ.

   Like

 17. માર્ગેશભાઈએ વૈજ્ઞાનિકરીતે માંસાહારની વિરુદ્ધમાં સારી વાત સમજાવી છે.
  અભિનંદન.

  આમ તો સૌ કોઈ અભિનંદનને પાત્ર છે કારણ કે સૌએ એક બીજાના જ્ઞાનમાં વૃદ્ધિ કરી છે.

  Like

 18. JAY MATAJI..THE ARTICAL IS DEBATABLE . ACCORDING TO ME BASICALY MAN IS MADE FOR SHAKAHAR ,EVENTHOUGH GOD IS MERCIFUL. He cares everybody.. the design of teeth of mankind indicates that man should be shakahari. kesharsinh solanki

  Like

 19. मांसाहार या शाकाहार ! बहस बहुत उपयोगी है और मनोरंजक भी ! मैं स्वयं पूर्णतः शाकाहारी हूं पर मेरे विचार में मैं शाकाहारी इसलिये हूं क्योंकि मेरा जन्म एक शाकाहारी माता-पिता के घर में हुआ और मुझे बचपन से यह संस्कार मिले कि शाकाहार मांसाहार की तुलना में बेहतर है। आज मैं स्वेच्छा से शाकाहारी हूं और मांसाहारी होने की कल्पना भी नहीं कर पाता हूं।

  मुझे जिन कारणों से शाकाहार बेहतर लगता है, वह निम्न हैं:-

  १. मैने विज्ञान का विद्यार्थी होने के नाते पढ़ा है कि ऊर्जा का प्राथमिक स्रोत सूर्य है। पेड़-पौधे फोटो-सिंथेसिस के माध्यम से अपना भोजन बना सकते हैं पर जीव-जंतु नहीं बना सकते। ऐसे में वनस्पति से भोजन प्राप्त कर के हम प्रथम श्रेणी की ऊर्जा प्राप्त कर लेते हैं।

  २. दुनिया के जिन हिस्सों में वनस्पति कठिनाई से उत्पन्न होती है – विशेषकर रेगिस्तानी इलाकों में, वहां मांसाहार का प्रचलन अधिक होना स्वाभाविक ही है।

  ३. आयुर्वेद जो मॉडर्न मॅडिसिन की तुलना में कई हज़ार वर्ष पुराना आयुर्विज्ञान है – कहता है कि विद्यार्थी जीवन में सात्विक भोजन करना चाहिये। सात्विक भोजन में रोटी, दाल, सब्ज़ी, दूध, दही आदि आते हैं। गृहस्थ जीवन में राजसिक भोजन उचित है। इसमें गरिष्ठ पदार्थ – पूड़ी, कचौड़ी, मिष्ठान्न, छप्पन भोग आदि आते हैं। सैनिकों के लिये तामसिक भोजन की अनुमति दी गई है। मांसाहार को तामसिक भोजन में शामिल किया गया है। राजसिक भोजन यदि बासी हो गया हो तो वह भी तामसिक प्रभाव वाला हो जाता है, ऐसा आयुर्वेद का कथन है।

  भोजन के इस वर्गीकरण का आधार यह बताया गया है कि हर प्रकार के भोजन से हमारे भीतर अलग – अलग प्रकार की मनोवृत्ति जन्म लेती है। जिस व्यक्ति को मुख्यतः बौद्धिक कार्य करना है, उसके लिये सात्विक भोजन सर्वश्रेष्ठ है। सैनिक को मुख्यतः कठोर जीवन जीना है और बॉस के आदेशों का पालन करना होता है। यदि ‘फायर’ कह दिया तो फयर करना है, अपनी विवेक बुद्धि से, उचित अनुचित के फेर में नहीं पड़ना है। ऐसी मनोवृत्ति तामसिक भोजन से पनपती है, ऐसा आयुर्वेद का मत है।

  Like

 20. यदि आप कहना चाहें कि इस वर्गीकरण का कोई वैज्ञानिक आधार नहीं है तो मैं यही कह सकता हूं कि बेचारी मॉडर्न मॅडिसिन अभी प्रोटीन – कार्बोहाइड्रेट – वसा से आगे नहीं बढ़ी है। जिस दिन भोजन व मानसिकता का अन्तर्सम्बन्ध जानने का प्रयास करेगी, इस तथ्य को ऐसे ही समझ जायेगी जैसे आयुर्वेद व योग के अन्य सिद्धान्तों को समझती जा रही है। तब तक आप चाहे तो प्रतीक्षा कर लें, चाहे तो आयुर्वेद के सिद्धान्तों की खिल्ली भी उड़ा सकते हैं।

  जब हम मांसाहार लेते हैं तो वास्तव में पशुओं में कंसंट्रेटेड फॉर्म में मौजूद वानस्पतिक ऊर्जा को ही प्राप्त करते हैं क्योंकि इन पशुओं में भी तो भोजन वनस्पतियों से ही आया है। हां, इतना अवश्य है कि पशुओं के शरीर से प्राप्त होने वाली वानस्पतिक ऊर्जा सेकेंड हैंड ऊर्जा है।

  यदि आप मांसाहारी पशुओं को खाकर ऊर्जा प्राप्त करते हैं तो आप थर्ड हैंड ऊर्जा पाने की चेष्टा करते हैं। वनस्पति से शाकाहारी पशु में, शाकाहारी पशु से मांसाहारी पशु में और फिर मांसाहारी पशु से आप में ऊर्जा पहुंचती है। हो सकता है कि कुछ लोग गिद्ध, बाज, गरुड़ आदि को खाकर ऊर्जा प्राप्त करना चाहें। जैसी उनकी इच्छा ! वे पूर्ण स्वतंत्र हैं।

  एक तर्क यह दिया गया है कि पेड़-पौधों को भी कष्ट होता है। ऐसे में पशुओं को कष्ट पहुंचाने की बात स्वयमेव निरस्त हो जाती है। इस बारे में विनम्र निवेदन है कि हम पेड़ से फल तोड़ते हैं तो पेड़ की हत्या नहीं कर देते। फल तोड़ने के बाद भी पेड़ स्वस्थ है, प्राणवान है, और फल देता रहेगा। आप गाय, भैंस, बकरी का दूध दुहते हैं तो ये पशु न तो मर जाते हैं और न ही दूध दुहने से बीमार हो जाते हैं। दूध को तो प्रकृति ने बनाया ही भोजन के रूप में है। पर अगर हम किसी पशु के जीवन का अन्त कर देते हैं तो अनेकों धर्मों में इसको बुरा माना गया है। आप इससे सहमत हों या न हों, आपकी मर्ज़ी।

  Like

 21. चिकित्सा वैज्ञानिकों का यह भी मानना है कि प्रत्येक शरीर जीवित कोशिकाओं से मिल कर बनता है और शरीर में जब भोजन पहुंचता है तो ये सब कोशिकायें अपना-अपना भोजन प्राप्त करती हैं व मल त्याग करती हैं। यह मल एक निश्चित अंतराल पर शरीर बाहर फेंकता रहता है। यदि किसी जीव की हत्या कर दी जाये तो उसके शरीर की कोशिकायें मृत शरीर में मौजूद नौरिश्मेंट को प्राप्त करके यथासंभव जीवित रहने का प्रयास करती रहती हैं। यह कुछ ऐसा ही है कि जैसे किसी बंद कमरे में पांच-सात व्यक्ति ऑक्सीजन न मिल पाने के कारण मर जायें तो उस कमरे में ऑक्सीजन का प्रतिशत शून्य मिलेगा। जितनी भी ऑक्सीजन कमरे में थी, उस सब का उपभोग हो जाने के बाद ही, एक-एक व्यक्ति मरना शुरु होगा। इसी प्रकार शरीर से काट कर अलग कर दिये गये अंग में जितना भी नौरिश्मेंट मौजूद होगा, वह सब कोशिकायें प्राप्त करती रहेंगि और जब सिर्फ मल ही शेष बच रहेगा तो कोशिकायें धीरे धीरे मरती चली जायेंगी। ऐसे में कहा जा सकता है कि मृत पशु से नौरिश्मेंट पाने के प्रयास में हम वास्तव में मल खा रहे होते हैं। हो सकता है, यह बात कुछ लोगों को अरुचिकर लगे। मैं उन सब से हाथ जोड़ कर क्षमाप्रार्थना करता हूं। पर जो बायोलोजिकल तथ्य हैं, वही बयान कर रहा हूं।

  भारत जैसे देश में, जहां मानव के लिये भी स्वास्थ्य-सेवायें व स्वास्थ्यकर, पोषक भोजन दुर्लभ हैं, पशुओं के स्वास्थ्य की, उनके लिये पोषक व स्वास्थ्यकर भोजन की चिन्ता कौन करेगा? घोर अस्वास्थ्यकर परिस्थितियों में रहते हुए, जहां जो भी, जैसा भी, सड़ा-गला मिल गया, खाकर बेचारे पशु अपना पेट पालते हैं। उनमें से अधिकांश घनघोर बीमारियों से ग्रस्त हैं। ऐसे बीमार पशुओं को भोजन के रूप में प्रयोग करने की तो कल्पना भी मुझे कंपकंपी उत्पन्न कर देती है। यदि आप फिर भी उनको भोजन के रूप में बड़े चाव से देख पाते हैं तो ऐसा भोजन आपको मुबारक। हम तो पेड़ – पौधों पर छिड़के जाने वाले कीटनाशकों से ही निबट लें तो ही खैर मना लेंगे ।

  उक्त विवेचन में यदि किसी भी व्यक्ति को कुछ अरुचिकर अनुभव हुआ हो तो मुझे हार्दिक खेद है।

  Like

 22. તમારો આ લેખ એક સીમાચિન્હ બની શકે તેવો છે. નીડરતા માટે સલામ .
  ઘણા લોકો માંસાહારી છે. પણ કારણ ખબર નથી. ભાવે છે એટલે ખાય છે.. ઘણા ધર્મમાં ફરજીયાત હોય તેમ માનીને ખાય છે પણ માંસાહાર કોઈ ધર્મ આધારિત નથી.

  Like

 23. Saru thayu kahi didhu k gandhi ji ane mahavir bhagvan darpok hata. Btw samrat ashok n steve jobs a pan pachal thi mans chodi didhutu, kvu kehvay nai a loko adadhi jindagi pachi darpok thai gaya.

  Like

 24. સાહેબ, ભગવાન શ્રી રામ માંસ ખાતા હતા કે નહીં તે તો મને ખબર નથી પણ મેં કાંઈ આવું વાંચ્યું કે સાંભળ્યું નથી. મને લાગે છે કે તમે ઘણા બધાં વેદ, ઉપનિષદો વાંચ્યા લાગે છે. તમે ક્યારેય માંસાહારી અને શાકાહારી પ્રાણીઓના દાંત જોયા છે ? માંસાહારી પ્રાણીના દાંત અને નખ ભગવાને એ રીતે આપ્યા છે કે તેઓ સહેલાઈથી શિકાર કરીને ખાઈ શકે. જ્યારે શાકાહારી પ્રાણીઓના દાંત માંસાહારી પ્રાણીઓ જેવા હોતા નથી. માંસાહારી પ્રાણી અને શાકાહારી પ્રાણીના જઠરની રચના પણ જુદી હોય છે. માંસાહારી પ્રાણીનું જઠર સહેલાઈથી માંસ પચાવી શકે તેવું હોય છે જ્યારે શાકાહારી પ્રાણીનું જઠર સહેલાઈથી માંસ પચાવી શકતું નથી.
  જેથી ભાઈ તમારે ખાવું હોય તો ખાવ પણ બીજાને પ્રોત્સાહન મળે તેવું કેમ લખો છો. અને લખો તો તેમાં શાસ્ત્રના અધ્યાય તથા શ્લોકનો ઉલ્લેખ તો કરો તો અમને પણ ખબર પડે કે હિન્દુ ધર્મના શાસ્ત્રમાં આવું લખેલ છે.

  Like

  1. આ બાબતમાં તમારો અભ્યાસ અધૂરો છે. માનવી માંસાહારી કે શાકાહારી નહિ પણ મિશ્રાહારી છે..

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s