ઉર્જા,,કામઉર્જા..

               *ઉર્જા એનર્જી ને આપણે શક્તિ કહીએ છીએ.જીવન ઉર્જા,પ્રાણ ઉર્જા ગમેતે નામ આપો.ઉર્જા એકજ છે.પરંતુ જેતે ઇન્દ્રિય દ્વારા વપરાય તેવું કામ આપે છે.મૂળ ઉર્જા એકજ છે પણ એના કામ જુદા જુદા છે.વૈજ્ઞાનિક પરિભાષા માં વિદ્યુત ઉર્જા પણ કહેવાય.દરેક વ્યક્તિ ની અંદર વિદ્યુત ઉર્જા હોય છે.પણ માત્રા ઓછી હોવાથી અડનાર ને  કરંટ લાગતો નથી.તમે સાગર માં તરતા હોવ તો તમારા હાથપગ ના સાંધાઓમાં થી ઇલેક્ટ્રિક ડીસ્ચાર્જ થાય છે તે શાર્ક ને દેખાય છે,અનુભવાય છે.અને એ તમારો શિકાર કરવા દોડી આવે છે.તમે ચાલો ત્યારે ઈલેક્ટ્રીસીટી પેદા થાય છે.માટે જનરલ ઇલેક્ટ્રિક કંપની માં તમે જોવા જાવ તો તમારે ખાસ પ્રકાર ના કપડા પહેરવા પડે,જેથી તમારા શરીર માંથી પેદા થયેલી ઈલેક્ટ્રી સીટી ના કારણે એમના નાજુક યંત્રો ને નુકશાન ના પહોચે.આ ઉર્જા આંખો  દ્વારા વપરાય તો જોવાનું કામ કરે છે,કાન દ્વારા સાંભળવાનું,નાક દ્વારા સુન્ઘવાનું.આજ ઉર્જા બાળક પર પ્રેમ વરસાવે છે,ને દુશ્મન પર ઘૃણા.
        *માણસ ના શરીર માં ઉર્જા નું મૂળ ઉદભવ સ્થાન સેક્સ સેન્ટર છે. આ સેન્ટર ને યોગીઓ મૂલાધાર ચક્ર કહે છે.ત્યાં કુંડલીની શક્તિ સાપ ની જેમ આંટા મારીને સુતેલી છે.આ ઉર્જા ને જગાડીને ઉર્ધ્વગામી કરીને સહસ્ત્રાધાર ચક્ર સુધી પહોચાડી સમાધિનું સુખ  મેળવવા યોગીઓ રાતદિવસ મહેનત કરતા હોય છે.સ્ત્રી એ માયનસ એટલે કે ઋણ ઉર્જા છે ને પુરુષ એ પ્લસ (ઘન)ઉર્જા છે.બંને એકબીજા થી વિરુદ્ધ ના ધ્રુવો છે.એટલેજ બંને વચ્ચે જબરદસ્ત આકર્ષણ છે.બંને ભેગા થઇ ને સર્કીટ પૂરી કરવા માંગે છે.ત્યારે જ બલ્બ સળગે છે,પ્રકાશ પેદા થાય છે, આનંદ પેદા થાય છે.અને આ બંનેની ઉર્જા ભેગી થાય ત્યારે એક બાળક જન્મે છે.મૂળ ઉર્જા એકજ છે.જે ઉર્જા કામવાસના બને છે એજ ઉર્જા પ્રેમ બને છે.જે ઉર્જા ક્રોધ બને છે એજ ઉર્જા કરુણા બને છે.જ્યાં કામ વાસના જ ના હોય ત્યાં પ્રેમ પણ કઈ રીતે શક્ય બને?એટલા માટે શાસ્ત્રો માં બ્રહમાનંદ અને વિષયાનંદ ને સહોદર એટલે કે ભાઈ ગણ્યા છે.કામવાસના ની પૂર્તિ વખત નું સુખ એ સમાધિનું ક્ષણ માટેનું સુખ છે.જયારે સમાધિનું સુખ એ લાંબા ગાળાનું કામસુખ છે.ક્ષણ માટેના સમાધિ નું સુખ મેળવવા માણસ વારંવાર કામવાસના માં ઉતરે છે.એનુંજ તો આકર્ષણ છે.લાંબો સમય કામસુખ મેળવવા યોગીઓ સમાધિમાં ઉતરી જાય છે.
          *કામવાસના દબાવી દેવાથી કોઈ શક્તિશાળી બની જતું નથી.એ તો નિત્ય પેદા થનારી ઉર્જા છે.જો કામસુખ થી શક્તિ નો નાશ થઇ જતો હોય તો પરણેલો પુરુષ એની લાંબી જીંદગીમાં કેટલી બધી વાર આ સુખ ભોગવતો હશે.તો મરી કેમ નથી જતો.૭૦ કે ૮૦ વર્ષ સુધી આરામ થી કેમ જીવી જાય છે?જો તમે ધ્યાન ના કરતા હોવ તો કદી બ્રહ્મચર્ય  ના વ્રત લેશો નહિ.સ્વાભાવિક રૂપે બહાર નીકળતી ઉર્જા ખોટા વ્રત લેવાથી,વિવિધ રૂપે બહાર નીકળશે.એ રોકવાની નથી.કોઈ ઉપાય જ નથી.આંખો માંથી નીકળશે તો તમે સ્ત્રી નું  મોઢું પણ નહિ જોઈ શકો.ફરી તમારે સ્ત્રીનું મોઢું નહિ જોવાનું વ્રત લેવું પડશે.અને પાછા તમે એમાં ઊંડા ને ઊંડા ઉતરતા  જાસો.પછી તમારા થી કોઈ  સ્કેન્ડલ થઇ જશે ને કોઈ તમારી સીડી ઉતારી લેશે.કાંતો તમે પોર્નોગ્રાફી જોવાનું ચાલુ કરી દેશો.
         *ઉર્જા સતત ગતિ કરતી હોય છે.એ ઉર્જાનો ગુણધર્મ છે. એના ગતિ ના બીજા કોઈ રસ્તા નહિ શોધ્યા હોય તો હજાર રસ્તા એ શોધી કાઢશે.જે સમાજ ને મંજુર ના હોય.બીજા નંબરે ઉર્જા વધારે રિલીજ થાય છે આંખો દ્વારા.દિવસે સૌથી વધારે ઉપયોગ આપણે આંખો નો કરીએ છીએ.રાતે પણ સ્વપ્ન જોતા આંખો ફર્યા કરતી હોય છે.જેને રેપીડ આઈ મુવમેન્ટ (રેમ)કહે છે.એટલે જેની આંખો ગઈ છે,સુરદાસ છે એલોકો ની ઉર્જા આંખો તરફથી કાન તરફ ગતિ કરી જાય છે.આ લોકો ની શ્રવણ  શક્તિ ખુબજ ઉત્તમ થઇ જાય છે.સારા સંગીતકારો હોય છે.ખાલી પગલાના અવાજ(પદધ્વની) થી પણ કોણ આવી રહ્યું છે એનું નામ બોલી જાય છે.યોગ માં આ ઉર્જા ને  બાહ્ય અંગો માંથી નીકળતી રોકી એને અંદર તરફ વાળવાના પ્રયત્નો કરવામાં આવે છે.અને એ રીતે સુક્ષ્મ કેન્દ્રો ખોલવાની વાત છે.કારણ ઉર્જા સતત ગતિશીલ છે.રોકી રોકવાની નથી,માટે અંદર ના સુક્ષ્મ કેન્દ્રો તરફ વહી ને એ કેન્દ્રો ખોલી નાખશે.આંખની ઉર્જા રોકી ને,આંખ  ને સ્થિર રાખીને આજ્ઞાચક્ર ત્રીજુનેત્ર ખોલવાની વાત છે.એવી રીતે કાન ની ઉર્જા ને અંદર તરફ વાળી ને નાદ્બ્ર્હમ કે અનાહત નાદ ની સાધના કરે છે.એટલે મૌન નું મહત્વ છે.આખો દિવસ વ્યર્થ બોલી ને શું ઉર્જાનો વ્યય કરવો?
     આખું જગત ઉર્જા નો વ્યાપ છે.આને જ આપણે શક્તિ કે માતાનું નામ આપ્યું છે.નવરાત્રી એ શક્તિ નો તહેવાર છે.આ જ ઉર્જા ને પરમાત્મા તરીકે અંબા કે દુર્ગા  નું નામ આપેલું છે.તાંત્રિકો સ્ત્રીમાં રહેલી માયનસ વિદ્યુત શક્તિ નો ઉપયોગ કરવામાં ચીલો ચાતરી ગયા ને અવળા  માર્ગે ચડી ગયા હતા.એકલા ઉજ્જૈન નગરીના  ભોજ રાજાએ હજારો તાંત્રિકો  લટકાવી દીધા હતા.જરૂરી હતું.ન્યુક્લિયર એનર્જી થી બોમ્બ બનાવી ને સર્વનાશ પણ કરી શકાય ને એનો ઉપયોગ કરીને માનવજાત ની સેવા પણ કરી શકાય.સતત ગતિ કરતી ઉર્જા ને એના કુદરતી માર્ગે વહેવા દો,નહીતો તમારું સત્યાનાશ કરી મુકશે.ઉર્જા ને રોકવાની જરૂર જ નથી.ખાલી  ધ્યાન કરતા રહો એની જાતે ઉર્ધ્વગામી થઇ ને તમારું કલ્યાણ કરશે.ઉર્જા નો નાશ કરવાનો તો જરાપણ પ્રયત્ન કરતા નહિ.નહીતો નપુંસક થઇ જશો.જે કામી નથી તે પ્રેમી નહિ બની શકે.જે ક્રોધી નથી તે કરુણા પણ નહિ કરી શકે.જે ભોગી નથી તે ત્યાગી પણ કઈ રીતે બનશે?નાં ફળ ની ચિંતા ફક્ત ધ્યાન.”ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”એ સ્વામી વિવેકાનંદ નું વાક્ય ખુબજ પ્રચલિત છે.પણ આ મહાન સન્યાસી નો  અતિ મહત્વ નો સંદેશો લોકો ભૂલી ગયા છે.પેલું વાક્ય તો સામાન્ય જન માટે નો,આળસુ ભારતીયો માટેનો સંદેશો હતો.સ્વામીજીએ કહેલું “ટ્રાન્સફર યોર સેકસુઅલ એનર્જી ઇન ટુ સ્પિરિચ્યુઅલ એનર્જી”.તમારી  કામ ઉર્જા નું અધ્યાત્મિક ઉર્જામાં પરિવર્તન કરો.પણ સેક્સ ને  ગાળો દેવાવાળા ભારત માં આ મહાન સન્યાસી નો  મહત્વ નો સંદેશો ભુલાઈ ગયો. 

18 thoughts on “ઉર્જા,,કામઉર્જા..”

  1. સરસ સરળ શબ્દોમાં રજૂઆત કરી ઉર્જાનું આધ્યાત્મિક પરિવર્તન અને ઉર્જાને ઉર્ધ્વગામી બનાવી શકાય તે વિશે.

    Like

  2. ખુબ સરસ {“ઊર્જા,,કામ ઊર્જા”} ઉપર તમારો આધ્યાત્મીક ઉંડાણ સભર બ્લોગ વાંચી ખુબ ગમ્યું તથા શીખવા મળ્યું. સ્વામી વિવેકાનંદ ઉપર વધુ લખો તો સારું……..
    :- રણજીતસિંહ વાઘેલા

    Like

    1. શ્રી રણજીતસિંહ,
      બાપુ જયમાતાજીની.આપનો ખુબ જ આભાર.મુલાકાત લેતા રહેશો ને મુલ્યવાન અભિપ્રાયો આપતા રહેશો.

      Like

  3. ભૂપેન્દ્રસિંહજી નમસ્કાર, સુપ્રભાતમ..આપના આ લેખથી ખુબ ખુબ જાણવા મળ્યું મારી જે કંઈ સમજ હતી તે દ્રૂઢ બની અને તેમાં ઉમેરો થયો.તમે નિર્ભિક રીતે આ વ્યકત કરી શક્યા તે બહુ આનંદની વાત છે..આપને અભિનંદન આપવા ઘટે..આ કામ તથાકથીત સાધુસંતો પણ ન કરી શકે જે તમે કર્યુ છે….
    .”ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”એ સ્વામી વિવેકાનંદ નું વાક્ય ખુબજ પ્રચલિત છે.પણ આ મહાન સન્યાસી નો અતિ મહત્વ નો સંદેશો લોકો ભૂલી ગયા છે.પેલું વાક્ય તો સામાન્ય જન માટે નો,આળસુ ભારતીયો માટેનો સંદેશો હતો.સ્વામીજીએ કહેલું ”ટ્રાન્સફર યોર સેકસુઅલ એનર્જી ઇન ટુ સ્પિરિચ્યુઅલ એનર્જી”.તમારી કામ ઉર્જા નું અધ્યાત્મિક ઉર્જામાં પરિવર્તન કરો.પણ સેક્સ ને ગાળો દેવાવાળા ભારત માં આ મહાન સન્યાસી નો મહત્વ નો સંદેશો ભુલાઈ ગયો.

    છેલ્લે તમારી વાત ખુબ મહત્વના સંદેશ તરફ જાય છે..ઓશોએ આજ વાત નિર્ભિક રીતે કહેલી..સેક્સ ટુ સુપર કોન્શિયસ પણ લોકોએ હલ્કા અર્થમાં લીધો ને ગાળ સમજી ગાળ ભાંડી..આજે પણ મોટાભાગના ધાર્મિક કે અધ્યાત્નિક લોકો..આ ઉર્જાના પરિવર્તન્ ની સચી પ્રક્રિય ખોઇ બેઠાં છે અને માત્ર એક્બાજુ પકડી ભૂતિક સુખ ને શરીરના સુખને નીદ્ય હલ્કુ ગણે છે અને દમન કરવાથી પાછા અતિ કામૂક બની પાશવી આચરણ કરી બેસે છે…

    Like

    1. શ્રી દિલીપભાઈ,
      આપની વાત તદ્દન સાચી છે.ઓશો ના શબ્દ લોકોએ પૂર્વગ્રહ થી ભરાઈને વાચ્યા જ નથી.”સંભોગ થી સમાધિ તરફ” કહ્યું હતું.લોકો “સંભોગ માજ સમાધિ” સમજી ગાળો દેવા લાગ્યા.મારે પણ આવું થયું હતું.મને પણ મારા અહિંસક ગુજરાતી ભાઈઓએ ખુબ ગાળો દીધી હતી.શ્રી કાંતિ ભટ્ટ સાહેબે એકવાર લખેલું કે માંસ ખાવાથી બુદ્ધી બગડે ને ગાજર મુલા થી તેજ થાય.મેં લખ્યું કે માંસ ખાવા ને બુદ્ધી ને શું સબંધ?રવીન્દ્રનાથ ટાગોર માછલી ખાતા હતા.ગાંધીજી ના પ્રિય મિત્ર હતા.ગાંધીજી પણ રવીન્દ્રનાથ માછલી ખાય તો વિરોધ ના કરતા.દલાઈ લામા પરદેશ જાય ત્યારે રોજ આરામ થી દરિયાઈ ખોરાક જેવા કે માછલા,કરચલા,છીંપલા બધું ખાય છે.બૌદ્ધ સાધુઓ માં ભિક્ષામાં કોઈ માંસ આપે તો ખાઈ લેવાય એવી બુદ્ધ ની આજ્ઞા નું પાલન કરવામાં આવે છે.આખી દુનિયા લગભગ માંસાહારી છે.જેટલી શોધો થાય છે તે લગભગ માંસાહારી લોકો કરે છે.ગુજરાતી શાકાહારી વૈજ્ઞાનિકો કેટલા?મેં એવું લખ્યું ના હતું કે બધા માંસ ખાવાનું ચાલુ કરો,કે માંસાહાર સારો છે.મેં શાકાહાર સારો છે એવુજ લખેલું.પણ જે લોકો માંસ ખાય છે એ બધા જ બગડેલી બુદ્ધિના છે એવું કઈ રીતે કહી શકાય?એમાં તો દિવ્યભાસ્કર વાળાએ લેખ છાપી નાખ્યો ને માંસાહાર વિરુદ્ધ શાકાહાર ની ચર્ચા માં મૂકી ને મને ખુબ ગાળો ખવડાવી.લોકો માબેન સુધી પહોચી ગયા.એટલે અહી આ બ્લોગ માં મેં એની ચર્ચા કરી નથી.લોકો સરખું વાચતા જ નથી એમને જે વાંચવું હોય તે વાચે છે,તમારું લખેલું વાચતા નથી.આપનો ખુબ આભાર.આપના વિસ્તાર થી અપાએલા પ્રતિભાવો વાચવાનું મને પણ ગમે છે.એમાં થી પણ શીખવા મળે છે.

      Like

  4. શ્રી અતુલભાઈ,
    આવું લખીને આપે મને ગૂંચવાડામાં નાખી દીધો.હું તો વાચેલું ને સમજેલું સરળ ભાષા માં સમજાય તેવું લખું છું.શ્રી ગુણવંત શાહ એવું માને છે કે સરળ ભાષા માં લખો કે જેથી લોકો સમજી શકે ભારેખમ શબ્દો ના વાપરો.ટ્રેજેડી એવી થઇ છે કે મારા અમેરિકા સ્થિત વૈજ્ઞાનિક ભત્રીજા ને એમના હિન્દી માં પી.એચ.ડી કરેલા પ્રિન્સીપાલ મોટા ભાઈએ શ્રી ગુણવંત શાહ સાહેબે લખેલી બુક આપી છે.હવે મને ફોન પર ફરિયાદ કરતા હતા કે કાકા સમજ નથી પડતી આ પુસ્તક માં તો.હવે જો હું ગૂંચવાડા ઉકેલતો થઇ જઈશ તો લાગે છે મારે પણ ભગવાં કે સફેદ પહેરી આપની ભાગીદારીમાં બીઝનેસ શરુ કરી દેવો પડશે.કોઈ અઘરો પ્રશ્ન પૂછી બેસે તો નાથા ભગત તો છે સહાય માં ફોન કરી ખાનગીમાં પૂછી લેશું.અમેરિકા માં મજુરી કરવી એના કરતા વધારે કમાઈ શકીશું.પાછો હસવા ના રવાડે ચડી ગયો.ખેર આપનો આભાર. બધું સળગાવી નાખે એવા શ્રી નાથા ભગત ને એકવાર તો મારે દર્શન દેવા પડશે.એટલે મારે દર્શન કરવા પડશે.

    Like

  5. તમારા એક પ્રતિભાવના જવાબમાં વાંચ્યું કે તમે કાન્તિ ભટ્ટના એક લેખમાં પ્રતિભાવ આપેલો કે માંસહરથી બુદ્ધિ કેવી રીતે બગડે? અને તમારે એ પ્રતિભાવના સંદર્ભમાં લખાયેલા તમારા લેખના કારણે લોકોએ સમજ્યા વિના તમારા ઉપર શાબ્દિક પ્રહારો કર્યા. વાદવિવાદ સમજદારીપૂર્વક થવો જોઇએ. કાન્તિ ભટ્ટના લેખમાં આપેલા પ્રતિભાવમાં માંસાહારથી બુદ્ધિ કેવી રીતે બગડે? તે અને એક તમારું વાક્ય એ પણ છે કે એટલે ‘હું નથી કહેતો કે માંસહાર કરવો જ જોઇએ’ એવું સ્પષ્ટપણે છે. તે પ્રતિભાવને મેં પબ્લિશ પણ કર્યો છે. કોઇપણ વાતમાં ૧૦૦% સહમત થવું જરૂરી નથી. ઉપરાંત તમે જે પ્રતિભાવ આપ્યા છે તેમાં શાસ્ત્રો અને ગ્રંથમાંથી લીધેલા અવતરણો પણ પાનાં નંબર સહિત આપ્યાં છે. કંઇ હવામાં વાતો નથી કરી કે તમારા પોતાના વિચારો નથી રજૂ કર્યા. એટલે આ રીતનો સમજણ વગરના વિવાદથી દુઃખ પણ થયું. અહીં હુ તમને એક મારો પોતાનો દાખલો રજૂ કરું છું તમારા પ્રતિભાવના પહેલાં આશરે ૬ મહિના પહેલાંની આ વાત છે. મારો દીકરો ચીન તેની માર્શલ આર્ટની એડવાન્સ ટ્રેનિંગમાટે ગયેલો. જુલાઇ ૨૦૦૯માં. ચીનમાં ભાષા અને જે લોકો શાકાહારી હોય તેને ભોજનની પણ સમસ્યા રહે છે. ભાષા તેણે શીખી લીધેલી. અને શાકાહાર ભોજનની વ્યવ્સ્થા તેની સ્કૂલને શાવલીનમાં જણાવેલ હતું એટલે તેની પણ વ્યવ્સ્થા થઈ ગઈ હતી. પરંતુ જયારે પાછા આવતી વખતે તે પાંચેક દિવસ બિજિંગમાં ફરવા માટે રોકાયેલો. ત્યાં તેની સાથે તેની સ્કૂલમાં મેનેજમેન્ટ સંભાળતા એક ભાઇ તેના ટૂર ગાઇડ તરીકે હતા. તે દરરોજ તેના માટે તેમને શાકહારી ભોજનની વ્યવસ્થા કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી એક દિવસ ઓપેરા જોવા માટે ગયેલા ત્યાં તેને શાકાહાર ભોજન મળી શક્યું નહી. અને ઓપેરાનો ટાઇમ થઇ ગયેલો એટલે તે ભાઇ ગુસ્સે થઇ ગયા અને કહ્યું કે તું એક દિવસ માંસાહાર કરે તો કંઇ થઇ જાય? ત્યારે મારા દીકરાએ પણ ગુસ્સે થઈને જવાબ આપ્યો કે મારો હિંદુ ધર્મ મને ના પાડે છે. હું એકદિવસ નહીં જમું તો કંઇ નહીં થાય હું જ્યુસ પી લઇશ તું મારી ચિંતા કરીશ નહી.

    જ્યારે તેણે અમને આ વાત કરી ત્યારે એના પપ્પા અને મેં બંને એ કહ્યું કે એવું નથી. ભારતમાં બધે જ માંસાહાર થાય છે માત્ર ગુજરાતમાં તેનું પ્રમાણ ઓછું છે. બીજું એ કે હજારો વર્ષો પહેલાં એક જીવ બીજાં જીવ પર આધરિત હતો. તેથી માંસાહાર સામાન્ય વાત હતી. ધીમે ધીમે માંસાહારના અમુક ગેરફાયદાને કારણોને લીધે અમુક લોકોએ ધીરે ધીરે માંસહાર બંધ કર્યો હોઇ શકે. એવું કહેવું જોઇએ કે અમે કોઇ દિવસ ખાતા નથી અમારા વંશજો ખાતા નહોતા. અને અમને આ ના ખવાય તેવું કહેતા હોય એટલે આ ખોરાક અમે નથી ખાતા. એટલે અમારા જઠર પણ માંસાહારને પચાવવા લાયક ન હોય તેથી હવે અચાનક ખાવાથી નુકશાન થાય અને કયારેય ન ખાતા હોય તેથી સૂગ પણ પેદા થઈ હોય. બીજું અમે ભારતના જે વિસ્તાર ગુજરાતમાં રહીએ છીએ ત્યાં તાપમાન પણ ઊંચું રહેતું હોય છે તેથી પણ માંસાહાર નથી કરતા. ધર્મની વાત ન કરવી જોઇએ Sorry, પ્રતિભાવ એક લેખ જેવો થઇ ગયો. પણ સાચી રજૂઆત કરવાનું યોગ્ય લાગ્યું તેથી આટલું લાંબું લખાણ કર્યું છે.

    Like

  6. પ્રથમ તો ઘણા સમયે ફરી મુળ લેખ શાથે રસપ્રદ કોમેન્ટ્સ (Sorry ! પ્રતિભાવો) વાંચવાની મજા પડી. આ માટે ભુપેન્દ્રસિંહજી અને સૌ મિત્રોનો આભાર. “સંભોગથી સમાધી..” નો ઉલ્લેખ થયો, આ કદાચ અકસ્માત જ હશે પણ મેં આજે જ તે પુસ્તક વાંચવાનું ચાલુ કર્યું છે !!! “કામ” વિષય જ એવો છે કે એકાદ લેખથી “કામ” નહીં ચાલે !! વધુ માટે રાહ જોઇશ.
    માંસાહાર બાબતે ચર્ચા થઇ, જો કે મારા આખાયે કુટુંબના પુરૂષોમાં હું એક જ ચુસ્ત શાકાહારી છું !! (જે ધર્મને કારણે નહીં પરંતુ અંગત બાબતે) પરંતુ અતુલભાઇએ કહ્યું તેમ ’દરેક બાબતમાં વિવેક્બુદ્ધિની આવશ્યકતા છે.’ જો મિત્રોએ “જીંદગી જીંદગી” નામનું વિજયગુપ્ત મૌર્યનું પુસ્તક ન વાંચ્યું હોય તો જરૂર વાંચશો. તેમાં વિકટ પરિસ્થિતીમાં, સભ્ય લોકો પણ ’માનવમાંસ’ ખાવા માટે કેવા મજબુર બને છે તેની હ્રદયદ્રાવક, સત્યકથા આપેલી છે. પરંતુ જો કોઇ શાકાહારી જ હોય તો ફક્ત સ્વાદને ખાતર માંસાહારી બનવાનું કોઇ કારણ નથી.
    અંતે, બાપુ આપ આ ભગવા-સફેદ ના ધંધે ના ચડશો! આમે હવે અમારે ગીરનારમાં જગ્યા ઘટતી જાય છે !! આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ,
      હવે આપ ઓશો ને વાચી રહ્યા છો તો કામ(સેક્સ) ની બાબતે બીજા લેખો ની જરૂર નહિ પડે.બે દિવસ જોબ પર જઈ આવું પછી ભારે વિવાદાસ્પદ બનેલો મારો માંસાહાર વિષે નો લેખ જરા અપડેટ કરીને મુકવા નું વિચારું છું.જોકે ગાળો પડવાની શક્યતાઓ એમાં ઘણી છે.દક્ષીણ અમેરિકાની એન્ડીજ ની પર્વત માળા માં એક પ્લેન તૂટી પડેલું.અને ભયંક શિયાળો શરુ થઇ ગયો હતો.ત્યારે જે બચેલા એમાંના એક મેડીકલ વિદ્યાર્થી ની સલાહ ને માની મૃત સહ પ્રવાસીઓ ના શબ માંથી માંસ ખાઈને બાકીના બચેલા.આભાર.

      Like

  7. શ્રીકૃષ્ણે કહ્યું છે
    “ધર્માવિરુદ્ધો ભૂતાનામ કામો અસ્મિ”.

    એમ નથી કહ્યું કે “ધર્મયુંકતો ભૂતાનામ કામો અસ્મિ”.

    આપણી ફરજ બજાવવામાં નડતો ન હોય તેવો કામ ઈશ્વરનું જ સ્વરૂપ છે.

    Like

  8. વળી, પુરાણોની બ્રહ્મચર્યની વ્યાખ્યા મુજબ સુર્યોદય અને સુર્યાસ્ત વચ્ચેના ગાળામાં “સમ્ભોગ” વર્જ્ય ગણ્યો છે. ત્યારબાદ નહીં… આપણાં મોટાભાગના પ્રાચીન ઋષીઓ પત્ની અને સંતાનો ધરાવતાં હતાં.

    Like

  9. સ્વામિ વિવેકાનંદ અને ઓશો રજનીશ બહુજ વેહલા જન્મી ગયા. ત્યારે તેને સમજે એવો સમાજ નોહતો મારા મતે અત્યારે જે યુવા પેઢી છે. તે તેમને જરૂર સમજી શકશે. બસ આપના જેવા માર્ગદર્શક ની જરૂર છે.

    Like

  10. કામ ઉર્જા આધ્યાત્મિક ઉર્જામાં પરિવર્તિત કરવાની પધ્ધતિ વિષે વિગતવાર લેખ લખવા વિનંતી

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s