![images[1]](https://brsinh.files.wordpress.com/2010/02/images12.jpg?w=118&h=89)
એ પરદેશી લેખક મહાશય ને દરેક લેખ પહેલી વાર લખતા હોય તેમ લાગતું હતું.થાનકી સાહેબ પણ એનાથી પ્રેરણા લેતા હતા. હમણા ગુણવંત શાહ સાહેબ જો વાંચે તો તરત જ કહીદે ગુલામી માનસ(કોલોનિયલ માઈન્ડ).કેમ કોઈ ભારત નો લેખક ના મળ્યો?પ્રેરણા માટે? એમના માનવા પ્રમાણે પહેલીવાર લોકો ખુબજ કાળજીપૂર્વક લખે એવું હશે.મારે ઊંધું થાય છે.મને હમેશા થાય છે આ છેલ્લી વાર નો લેખ છે.હવે આના પછી કશું લખવા માટે બચ્યું નથી.કોઈ વિષય હવે આવતો નથી મનમાં. જોકે યશવંત ભાઈ કહેતા હતા કે આ જગત માં નકલ કર ચોટાડ(કોપી પેસ્ટ) નો ચેપી રોગ ચાલુ થયો છે.જોકે સજ્જન માણસો કોની નકલ કરીને ચોટાડ કામ કર્યું છે,એમનું શુભ નામ લખે છે.ઘણા ના પણ લખે તો શું કરી લેવાના?બધાને કાઈ કવિતા કે ગઝલ લખવાનું થોડું આવડી જાય?.
*થાનકી બાબુ ગેંડીદડા(હોકી) ની વાત કરતા હતા.હોકી ની રમત માં ભારત પાછળ પડી ગયું છે.આ આપણાં દેશ ની રમત છે.શ્રી કૃષ્ણ એ શરુ કરેલી હશે કદાચ.એ રમતા હતા.એમાંથી જ કદાચ ધોળિયા લોકોએ પ્રેરણા લઇ ને ધોકાદડા(ક્રિકેટ)ની રમત ચાલુ કરી હશે.પણ આપણું ગુલામી માનસ આપણી પોતાની રમત ભૂલી ગયા છીએ.ને ધોળીયાઓની રમત પાછળ પડ્યા છીએ.બર્લિન માં એકવાર ઓલોમ્પિક રમાએલી .ત્યારે આપણાં હોકી ટીમ ના કેપ્ટન હતા મેજર ધ્યાનચંદ.અતિહિંસક હિટલર સાહેબ જર્મન દેશ ના વડા હતા.એ રમત જોવા બેઠેલા.ભારત સુવર્ણ ચંદ્રક જીતી ગયું.હિટલર સાહેબે ધ્યાનચંદ ને બોલાવ્યા ને હોકી માગી,હોકી પર હાથ ફેરવ્યો ને પૂછ્યું.ભાઈલા તે આ હોકી ને બાવળનો કે ખેરનો ગુંદર તો નથી લગાવ્યોને?આ દડો તારી હોકી જોડે ચોટેલોજ રહે છે.કઈ જાદુ છે કે શું તારી હોકીમાં?પછી પૂછેલું શું કરો છો ભારતમાં?ધ્યાનચંદ એ વખતે સામાન્ય સૈનિક હતા.ઉત્તર સાંભળી હિટલરે કહેલું મારા લશ્કર માં આવા ખેલાડી હોય તો બહુ ઉંચી જગ્યાએ બેસાડું.
*ગુલામી માનસ એટલે ખાલી એમાં અંગ્રેજી ને અંગ્રેજો ની ગુલામી જ આવી જાય એવું બધાનું માનવું છે.પછી તમે સાધુઓની,ગુરુઓની,બાપુઓની,નેતાઓની ગુલામી કરોતો ગુલામી ના કહેવાય.એતો પવિત્ર કાર્ય કહેવાય.એતો સમર્પણ કહેવાય,ભક્તિ કહેવાય.સમર્પણ કરો,ભક્તિ કરો તો મુક્તિ મળે.તમારા ધન,બેંક બેલેન્સ માંથી મુક્તિ મળે.સ્ત્રીઓને એમના સાચવેલા શીલ માંથી મુક્તિ મળે.અંગ્રેજોના અચાર વિચાર નું અંધ અનુકરણ કરીએ તેને ગુલામી માનસ કહેવાય.ના કરવું જોઈએ.ગુલામી તો ગુલામી જ છે.કોઈનું પણ અંધ અનુકરણ કરો એ ગુલામી માનસ જ કહેવાય.બધા આ ચકરાવે ચડેલા છે.અંગ્રેજી ભાષાની ગુલામી ના વિરોધ માં જે યાત્રા નીકળી છે એના પ્રમુખ હર્તાકર્તા લોકો પોતે બાપુઓની ગુલામી માં સપડાએલા છે.ખેર પણ અંગ્રેજી ભાષાની ગુલામી વિરુદ્ધ લોકોમાં જાગૃતિ તો વધશે.એરીતે સારું છે.ગુલામી પાછી વસ્તુઓ ની પણ હોય છે.ઘણા ને બીડી,સિગારેટ,પાન,તંબાકુ,ટીવી,ઈન્ટરનેટ એવા તો ઘણા બધા ની ગુલામી હોય છે.આપણ ને બ્લોગ ની ગુલામી માફક આવી ગઈ છે.
*સવાલ છે ગુલામી માનસિકતા બદલવાનો.આપણે ચિંતા કરીએ છીએ ફક્ત અંગ્રેજો ની પશ્ચિમ ની સંસ્કૃતિ ની.અંગ્રેજો તો ગયા.હવે અહીના નેતાઓ ની ગુલામી શરુ થઇ.અંગ્રેજો તો ગયા,પણ એમના આચાર વિચાર ને ભાષા ની ગુલામી શરુ થઇ.ભલે અંગ્રેજો ગયા આપણું માનસ તો એનું એજ છે ને? અંગ્રેજો પણ પાછળ થી આવેલા.એ પહેલા પણ કોઈની ને કોઈની ગુલામી તો કરતા જ હતા.અંગ્રેજો નો વાંક જ નથી વાંક છે આપણી કદી ના બદલાતી માનસિકતા નો.પણ આપણે અંગ્રેજો ને ગાળો દઈ ને આપણી ભૂલો કબુલતા નથી.તમે તૈયાર ના હોવ તો કોઈ તમને ગુલામ બનાવી શકનાર નથી.અને તમે તૈયાર હસો તો માણસ તો શું એક નિર્જીવ ગણાતી બીડી કે તમાકુ,ચા,કોફી,ભજન,કથા વાર્તા,મંદિર કોઈ પણ તમને ગુલામ બનાવી દેશે.વ્યસન ખાલી ચા બીડી નું હોય એવું નથી.આમારા એક સબંધીને છાસવારે સત્ય નારાયણ ની કથાનું વ્યસન છે.રોજ તો બ્રાહ્મણ બોલાવાય નહિ,એટલે તેઓ ટેપરેકોર્ડર માં ઓડિયો કેસેટ કથાની મૂકી દે છે.એમાં કોઈ છગનલાલ મહારાજ ની લાંબી થાકી જવાય તેવી આરતી છે.હવે એમાં દાસ છગન એવું ગાય છે કે પ્રસાદ નો અનાદર કર્યો પુત્રો મરી ગયા.કેવી ભયાનક સજા કહેવાય?હવે પ્રસાદ નીચે પડી ને ગંદો થઇ ચુક્યો હોય પણ પોતાના પુત્રો નું બલિદાન કોણ આપે?આ સબંધીના ઘર ના નાના છોકરાને મેં ભોય પર પડેલો પ્રસાદ નહિ ખાઈ ને ફેકી દેવાની સુચના આપી તો એના દાદી એ જાણે કોઈ પ્રલય થઇ જવાનો હોય તેમ પેલા નાના છોકરાને પાપ લાગે તેવું કહી પ્રસાદ ખવડાવી દીધો.આ અમેરિકાની વાત છે.આ ગુલામી ની જંજીરો ને તમે જંજીર માનસો તો કોઈ દિવસ છુટવાનો પ્રયત્ન કરશો.પણ આ જંજીર ને દાગીનો,શણગાર કે ઘરેણું માનસો,તો કદી એમાંથી છુટવાનો પ્રયત્ન પણ નહિ કરો.બીડી કદાચ છૂટી જશે પણ ચા નહિ છૂટે.દારૂ છૂટી જશે પણ મૂરખ બનાવતી કથા નહિ છૂટે.
ભલા કો’કવાર તો બૉર કરવાનો તમને ય હક હોય ને?!
LikeLike
સંમોહન શક્તિ ના પ્રયોગ કરનારા પણ મક્કમ મનોબળ વાળા ને સંમોહિત નથી કરી શકતા.
—————–
સાવ સાચી વાત.
આ લેખો વાંચવા તમને જરુર ગમશે –
http://gadyasoor.wordpress.com/?s=%E0%AA%B8%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B9%E0%AA%A8
LikeLike
જોકે યશવંત ભાઈ કહેતા હતા કે આ જગત માં નકલ કર ચોટાડ(કોપી પેસ્ટ) નો ચેપી રોગ ચાલુ થયો છે.જોકે સજ્જન માણસો કોની નકલ કરીને ચોટાડ કામ કર્યું છે,એમનું શુભ નામ લખે છે.ઘણા ના પણ લખે તો શું કરી લેવાના?બધાને કાઈ કવિતા કે ગઝલ લખવાનું થોડું આવડી જાય?…
રાઉલજી,
ઉપરનું લખાણ મેં તમારા લેખમાંથી જ COPY_PASTE કરીને મુક્યું. એટલા માટે કે મારે જે કહેવું છે એના માટે આ લખાણ સંદર્ભ માટે જરૂરી છે. એ માટે COPY_PASTE ની સગવડતાનો લાભ લીધો. તમામ લખણ જાતે લખવાના વેદિયાવેડા ન કર્યા.
એવી જ રીતે હું COPY_PASTE ના સહારે અન્યનું લખાણ મારા બ્લોગમાં મુકીને એનું નામ કે લિન્ક ક આપું એ એક સ્વયંશિસ્તની બાબત છે. બાકી, દરેકને પોતપોતાની આઝાદી છે.
મૂળ વાત, બ્લોગ લખવા માટે કવિતા કે ગઝલ આવડવા જરૂરી નથી. પોતાની જ ભાષામાં ગતકડું તો ગતકડું લખી શકે છે. અરે! પોતે આજે શું ખાધું એની વાત પણ સાવ સાદી રીતે કહી શકે છે. કોઈ રોકતું નથી. પણ … જવા દો!
LikeLike
મેતો કોપી પેસ્ટ કરનારની મજાક કરી હતી.કોપી પેસ્ટ કરવું હોય તો મૂળ રચના કર નું નામ તો લખવું જ જોઈએ.નહીતો ચોરી જ કહેવાય.આપ તો જનો છો મને તો કોઈ પ્રેરણા આપે કે કોઈ વિષય સુજાડે તો પણ હું એનું નામ અવશ્ય લખતો હોઉં છું.ભલે મેં લેખ લખ્યો હોય પણ એની પ્રેરણા વગર કદાચ હું ના લખી શક્યો હોત .ખાલી એક નાનકડા મિત્રે ફોટા મુકેલા ઓરકુટ પર એનાપરથી મેં જોડકણું લખેલ તો પણ મેં એનું નામ લખેલું.હું જાણું છું કે મને કવિતા લખતા ના આવડે તે ના જ આવડે,તો એમાં શું થયું?કોઈની કવિતા થોડી મારા નામ પર ચડાવી દેવાય?
LikeLike