![images[1]](https://brsinh.files.wordpress.com/2010/02/images1.jpg?w=474)

*સામે જ મારા શ્વસુર નું ઘર છે.રસોડા ની બારી માંથી જોયું તો ૭૦ વરસ ના શ્વસુર બરફ કઈ રીતે ઉસેડવો એના વિચારોમાં મગ્ન દેખાયા.પછી વિચારતા હશે કે આ બરફ શબ્દ સંસ્કૃત માં થી પાલી ને પ્રાકૃત ની કઈ ગલીઓ માંથી ફરી ફરીને અહી ગુજરાતી માં ભૂલો પડ્યો હશે?એમને સંસ્કૃત બહુ પ્રિય.બેચાર મહેમાન કે મિત્રો ભેગા થાય ત્યારે કદી ના સાંભળ્યા હોય તેવા બેચાર શ્લોકો બોલી શોટ્ટો પાડી દે.અને દરેક શબ્દ ના મૂળ સંસ્કૃત માં ખોળવામાં સદાય રત રહે.મોટેરાઓએ ઘી ની ટોયલી શબ્દ તો સાંભળ્યો જ હશે.નવી પેઢીએ નહિ સાંભળ્યો હોય.એમના કહેવા મુજબ તોય એટલે પાણી.પત્રમ પુષ્પમ ફલમ તોયમ એવા કોઈ શબ્દો સંસ્કૃત માં છે.એટલે તોય માંથી ટોય થઇ પાણી ભરવાની ટોયલી થઇ ગઈ.હવે લોકો ઘી ભરે.જોકે નવા જમાના માં ઘી પણ ભરતા નથી.સદાય આવાજ અર્થો ખોળવાની ગંભીર બીમારી લાગી ગઈ છે.મેં પણ એકવાર મજાક માં કહ્યું કે આ જીસસ ક્રાઈસ્ટ શબ્દ પણ જયશ્રી કૃષ્ણ નું અપભ્રંસ જ છે.અને મોહન મદન(મદનમોહન,કૃષ્ણ) પરથી જ મોહમ્મદ શબ્દ આવ્યો લાગે છે.એમને મેં કહ્યું તમને ઘણું બધું જ્ઞાન છે તો બ્લોગ લખવાનું ચાલુ કરો.તો કહે ના હમણા નહિ.હવે ૭૦ ના તો થયા છે પછી ક્યારે ૮૦ ના થશે ત્યારે શરુ કરશે?એમણે દીકરાની,એની વહુ ની ગાડીઓ પરથી બરફ ની ચાદર હટાવી લીધી,દીકરો વહુ અંદર બેઠા બેઠા મૂરખ પેટી (ટીવી)જોતા હશે.મારા દીકરાઓ હાજર હોય તો પાછા એમની મદદ માં લાગી જાય,એ પણ અમારા ઘર આગળ બરફ હટાવા મદદ માં આવી જાય પાછા જોઈ ના રહે .દીકરાઓ ની ગેરહાજરી નો લાભ લઇ અમે બંને હુતોહુતીએ બરફ તો હટાવી નાખ્યો.
*આ નસીરુદ્દીન શાહ કહે છે બચ્ચન સાબ પ્રખ્યાત નહોતા થયા ત્યારે સારો અભિનય કરેલો.એવુજ દિલીપકુમાર અને દેવાનંદ સાહેબ નું પણ કહેવાય.એકવાર કોઈ લોન્ઠ્કા પત્રકારે જયા બચ્ચન ને પૂછેલું કે અભિનય ની દ્રષ્ટીએ કયો અભિનેતા તમારી દ્રષ્ટીએ સારો કહેવાય?અમિતજી બાજુમાં જ ઉભા હતા.અગાઉથીજ ફૂલણશી કાગડાની જેમ ખુશ થઇ ને ઉભા હતા કે જયા મારુજ નામ દેવાની છે.જયાસતી એ મારી રેખાજી નાં ઓટલે છાનામાના જઈ આવવાની ભૂલો માફ જ કરેલીને.એટલે ભારતીય નારી ની જેમ મારુજ નામ દેશે,એવી અમિતજી ની માન્યતા નો છેદ ઉડાડી જયાજીએ કહ્યું સંજીવકુમાર સાહેબ ની આજુબાજુ માઈલો સુધી કોઈ આવી નાં શકે.અમિતજી ભોંઠા પડ્યા પણ શું કરે.નમ્ર માણસ સાભળ્યું નાં હોય તેમ વર્તન કરી નાખ્યું.જુવાનીયાઓ માંથી કોઈએ સંજીવ કુમાર અને જયાજી નું કોશિશ નામનું ચિત્રપટ(ફિલ્મ)નાં જોઈ હોય તો જોઈ લેજો.બોલીવુડ નાં તમામ જુના નવા કલાકારોની કારીગરી ભુલાઈ જશે.મને અહી હિલેરીબેન ને જોઇને જયાજી યાદ આવી જાય છે.આ બંને બાઈઓને એમના ભાયડાઓએ છેતરેલી.પણ ખાનદાન બાયું કે પછી મજબૂરી જે ગણો તે એમના નંગો ને માફ કરેલા..
*ઘણા દિવસે બરફ હટાવ્યો પરિણામે કટીશુલ(બેકપેઈન)ઉત્પન્ન થયું લાગે છે.તો હું જરા આરામ કરી લઉં ને તમે બધા વાંચીને હસતા રહેજો.
mast vaat kari …
“મેં પણ એકવાર મજાક માં કહ્યું કે આ જીસસ ક્રાઈસ્ટ શબ્દ પણ જયશ્રી કૃષ્ણ નું અપભ્રંસ જ છે.અને મોહન મદન(મદનમોહન,કૃષ્ણ) પરથી જ મોહમ્મદ શબ્દ આવ્યો લાગે છે.”
waah .. wonderful thought … would like to spread these words whenever i have opportunity while talking to ppl around …
LikeLike