
હસવાનું નહિ….હસના મના હૈ.
*સાચો પ્રેમ ઓશિકા જેવો છે.જયારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે એને વળગી ને હળવા થઇ શકો છો,પીડા માં હોવ ત્યારે એના પર માથું મૂકી રડી શકો છો,અને ખુશ હોવ ત્યારે?
તો ૫૦ રૂપિયા હળવા કરો એક ઓશીકું ખરીદી લાવો .
*લગ્નો સ્વર્ગ માં ગોઠવાય છે એવું કહેવાય છે,અને લગ્ન પછી નર્ક નું નિર્માણ થાય છે.
*આ વરરાજા લગ્ન સમયે ઘોડા પર કેમ બેસતા હશે?
છેલ્લો ચાન્સ છે ભાગી છુટવાનો માટે.
*પ્રેમ સિગાર જેવો છે.આગ સાથે શરુ થાય,ધુમાડા સાથે આગળ વધે ને રાખ સાથે સમાપ્ત થાય.
કોઈ વાંધો નહિ હું તો ચેઈન સ્મોકર છું.
*તારા હાસ્ય ને ફૂલો સાથે સરખાવી શકાય,
તારા અવાજ ને કોયલ ની કુક સાથે સરખાવી શકાય,તારી નિર્દોષતા બાળક જેવી છે,તારી મૂર્ખાઈ ની સરખામણી તો કોઈ ની સાથે ના થાય.તું સર્વશ્રેષ્ઠ છે.
*મિત્ર મેં માગ્યા ફૂલ ને તે દઈ દીધો ગુલદસ્તો,
મેં એક નાનો પત્થર નો ટુકડો માંગ્યો ને તે આખી પ્રતિમા આપી દીધી,
મેં એક પીંછું માગ્યું ને તે તો આખો મોર જ દઈ દીધો,
મિત્ર શું આપ બહેરા તો નથી ને?
*મેં પાણી સાથે વોડકા લીધો ને ચડી ગઈ,
મેં પાણી સાથે વ્હીસ્કી લીધી ને પછી ચડી ગઈ,
વળી મેં પાણી સાથે રમ લીધો ને ચડી ગઈ,ચાલો હવે સોગંધ ખાઉં છું કદી પાણી નહિ લઉં.
*હાસ્ય-પ્રેમ ની ભષા છે.
હાસ્ય-હૃદય જીતવાની કળા છે.
હાસ્ય-તમારી પ્રતિભા માં વધારો કરે છે.
તો હવે આજથી બ્રશ કરવાનું ચાલુ કરી દો.
નોધ:–શ્રી અનંતસિંહ પરમારે મોકલેલી ઈ-મેલ નું ગુજરાતી ભાષાંતર છે.
Nice Collection
LikeLike
ભલે અનુવાદ કર્યો હોય પણ દરેક વાત સમજવા જાણવા અને માણવા જેવી પ્રથમ
પછી હસવા જેવું જો હસી શકાય તો……!
LikeLike
all are excellant.
LikeLike
મજાનું કલેક્શન.
રેતી પર નામ લખવાવાળી વાત મેં પણ ૨૦૦૭ની મારી પોસ્ટમાં કરી હતી!
LikeLike
શ્રી વિનયભાઈ,
આપની પોસ્ટ મેં વાંચી.આપનું ભાષાંતર વધારે યોગ્ય હતું.મને પણ એક સબંધીએ ઈ-મેલ માં અંગ્રેજીમાં મોકલેલું,એનું મેં ભાષાંતર કરીને મુકેલું.એટલે રેતી વાળું કાઢી નાખીને બીજું મૂકી દીધું છે.આભાર મારા બ્લોગ પર પધારવા બદલ.
LikeLike