દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..

દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..
       *આપણે દંભી  લોકો હમેશા એવું બતાવવા માંગીએ છીએ કે અમે બહુ ઉદાર દીલના અને માનવતાવાદી અને પાકિસ્તાનીઓ પ્રત્યે કોઈ દ્વેષભાવ વગરના છીએ, અને એવું બતાવવામાં હદ પણ વટાવી જઈએ છીએ. અમે બહુ નીતીવાદી છીએ. આ તો બે દેશોની સરકારોના ઝઘડા છે, પ્રજા તો એક બીજાને ચાહે છે. લેખકો પણ અવારનવાર એવુ જ સાબિત કરવા માંગતા હોય છે. પાકિસ્તાનના કલાકારોને આપણે માથા ઉપર બેસાડીયે છીએ. સારી વાત છે. એમાં કશું ખોટું નથી. હું પણ મહેદી હસન, ગુલામઅલી, નુસરત ફતેહઅલી અને રાહતઅલીનો ફેન છું. જગજીતસિંહ મારા પ્રિય ગઝલ ગાયક છે. મહેંદી હસન બીમાર પડે છે ત્યારે એમની  દવા કે સારવાર કરવાના પૈસા નથી, ત્યારે આ જગજીતસિંહ અહી ભારતથી લાખો રૂપિયા  મોકલી આપે છે. સારી વાત છે. પણ જગજીતસિંહ ને ૫૪ યુદ્ધ કેદીઓમાંના કોઈ પંજાબીને ઘેર જવાનો કે એમના તકલીફ ભોગવી રહેલા કુટુંબીઓની ખબર કાઢવાનો સમય નથી. આ બધા કોઈ રીચ, પૈસાપાત્ર નથી. જયારે એમનો મુખ્ય કમાનાર પાકિસ્તાનની જેલમાં સબડતો હોય ત્યારે એમના નાના બાળકોને મોટા કરતા કેટલી તકલીફ પડી હશે? કોઈ વરસ, કોઈ બે વરસ, કોઈ વળી ત્રણ મહિનાના એવા નાના નાના બાળકો હતા ને યુદ્ધમાં ગયેલા એમના વહાલસોયા પિતાઓ  ફરી કદી પાછા ના ફર્યા. મહેંદી હસનની ચિંતા કરનારા જગજીતસિંહે કદી આ લોકોની ચિંતા કરી છે ખરી?
     *શફાકતઅલી સારા ગાયક છે, એમને રેડીઓ પર સાંભળી શંકર મહાદેવન ગાંડા થઇ જાય છે. અને તાત્કાલિક ભારત બોલાવી ફિલ્મમાં ગવડાવે છે, અને અહોભાવથી જાણે બે દેશો વચ્ચેની દીવાલો તો આ ગાયકો હમણા મિટાવી દેશે એવા દંભી ખયાલોમાં અડધા અડધા થઇ જાય છે. પછી ક્યાંથી એ દેશ સામે લડેલા ભારતીય સૈનિકો યાદ આવે? એ તો પાકિસ્તાનના દુશ્મનો હતા. અમે તો પાકિસ્તાનના પ્રેમી છીએ. અમે તો કલાકારો, કલાને રાજકારણમાં વચ્ચે ના લવાય. આ સૈનિકોની  સ્ત્રીઓએ સ્વેચ્છાએ વિધવા જેવી જિંદગી વિતાવી છે. અને એમના બાળકોને આજે મોટા કરી લીધા છે કોઈની મદદ વગર. દિલીપકુમારનો પાક પ્રેમ વિખ્યાત છે. આપણાં નેતાઓને પાકિસ્તાન જઈને મેડલો લઇ આવતા જરાય શરમ આવી નથી. જે દેશે માનવાધિકારની ધરાર અવગણના કરી આપણા સૈનિકોને ત્યાં રાખી ત્રાસ આપ્યો છે, એ દેશના રત્નોના ખિતાબો? શરમ કરો શરમ. પાકિસ્તાન અને ત્યાંના મુસલમાનોની સહાનુભુતિ જીતવાના હમેશા પ્રયત્નો આ કાયર કલાકારો ને નેતાઓ તથા લેખકો કર્યા કરતા હોય છે. એમાં આપણાં દેશના સાચા સેક્યુલર મુસલમાનોની અવગણના કરવા સુધી પહોચી જાય છે.
             *૧૯૭૧નું યુદ્ધ જીત્યાંના નશામાં ઈન્દિરાજી અને એમના ચમચાઓ ભૂલી ગયા કે પાકની દાનત ખોરી છે. બધા ૯૩૦૦૦ યુદ્ધ કેદીઓને સોપી દીધા, સોપવાજ પડે એની ના નહિ પણ તપાસ તો કરો ત્યાં આપણાં કેટલા રહી ગયા છે? આપણાં પુરા સૈનિકો પાછા સોપાય તોજ એમના પુરા  સૈનિકો સોપાય. ના કોઈ તપાસ ના કોઈ છાનબીન. પાકનો રેડીઓ બોલે કે પાંચ પાયલોટો પકડાયા છે, છતાં અહી કીલ્ડ ઇન એક્શન લખાઈ જાય. કેટલી બેદરકારી? કે પછી માણસની કોઈ કીમત નહિ? પાકને હરાવ્યું, બંગલા દેશનું સર્જન કર્યું અને અમરિકાને પારકી રશિયાની મદદનો કરાર કરી નીચાજોણું કરી આપ્યું. બસ છકી ગયા, ને ૫૪ બહાદુરોની જીંદગી રોળી બેઠા. સાથે સાથે એમના કુટુંબોને બરબાદીની ગર્તામાં ફેકી દીધા. રે ભારત તારી પોકળ મહાનતા.
            *આના વિષે બે ફિલ્મો બની ચુકી છે સત્ય થી સદંતર દુર. બચ્ચન સાહેબ  અને અક્ષય ખન્નાને લઈને દીવાર ફિલ્મ બનેલી. અશક્ય ને શક્ય દર્શાવી કાયરો સપનામાં વિજય મેળવી લે છે. પાકિસ્તાનમાં એમજ ઘુસવા થોડું  મળે છે? દમયંતી તાંબે ને પૂછી જુવો કે પાછા ફરેલા કેદીઓને પૂછી જુવો. મીસીસ તાંબે પાકની જેલોમાં ગયા હતા ત્યારે ભારતીય માછીમારો ને બીજા કેદીઓને પીલરો સાથે લોખંડની સાંકળો વડે  બાંધેલા જોયા હતા. એમજ સહેલું હોત તો ૫૪ વિરલા ક્યારના પાછા આવી ગયા હોત. આ તો અક્ષય ખન્ના વગર વિસા એ ગયો. જઇ તો જુવો? ખાલી પ્રયત્ન તો કરી જુવો. અને બચ્ચન સાહેબ અક્ષયની મદદ લઇ  બધાને છોડાવી લાવ્યા. શું મુરખો જેવી વાતો કરો છો?  એટલું સહેલું હોત ૪૦ વરસની લાંબી લડાઈ એમના કુટુંબીઓએ લડવી ના પડી હોત, અને છતાય પરિણામ શૂન્ય છે. પણ લોકો મુવી જોઈ ખુશ થઇ ગયા. અને ભૂલી ગયા કે હજુ આ વીરો ત્યાં સડે છે. જુઠા સપનાઓ જોવાની ભારતને આદત પડી ગયી છે. બીજી મનોજ બાજપેઈ ને લઈને બનેલી ફિલ્મ હતી ૧૯૭૧. એમાં આ વીરોએ પ્રયત્ન કર્યો પણ પાછા આવી ના શક્યા. એવું બતાવ્યું છે. આ વીરો પ્રયત્ન પણ કરી શક્યાં નથી. જોકે બધા કહેશે ફિલ્મોમાં તો એવુજ હોય, સાચી વાત છે. પણ ખોટી  ફિલ્મો જોઇને સત્ય વિસરાઈ જાય છે. પ્રજા જુવે તેનેજ સાચું માનતી હોય છે. ઈતિહાસ ભણ્યા હોવા છતાં કે પીંડારી લુટારા હતા, છતાં વીર ફિલ્મનો રીવ્યુ લખનારા  પીંડારી વિષે બહાદુર આઝાદીના લડવૈયા એવું લખતા અચકાતા નથી.
                   *હવે મારી વાત ધ્યાનથી વાંચજો. આ પ્રકારની માનસિકતામાંથી ભારતમાં નેતાગીરી અને પ્રજામાં પણ એક વર્ગ એવો ઉભો થયો છે જે પોતાને ખુબજ સેક્યુલર દર્શાવી હમેશા મુસલમાનોને ખુશ કરવા મથી રહ્યો છે. એમની સહાનુભુતિ જીતવા પ્રયત્ન કરી રહ્યો છે. એમાં હિન્દુઓને નારાજ કરવાની હદ સુધી પહોચી જાય છે. આમાં કોંગ્રેસ, મુલાયમ, અમરસિંહ જેવા સમાજવાદીઓ આવી જાય. અને સ્વાભાવિક છે હિન્દુઓની અવગણના થાય એટલે હિંદુ નારાજ થવાના. એટલે એની પ્રતિક્રિયામાં બીજો એવો વર્ગ નેતાગીરી અને પ્રજામાં ઉભો થયો છે, જે પોતાને અમે એવા દંભી સેક્યુલર નથી એવું દર્શાવી હિન્દુઓની લાગણીઓનું શોષણ કરી એમની સહાનુભુતિ જીતી લેવા માંગે છે. આમાં ભાજપ, આર.એસ.એસ, વિશ્વહિન્દુ પરિષદ વિગેરે આવી જાય. આ લોકો પ્રજામાં જે ડરપોકપણું છે એનો સરસ ઉપયોગ કરે છે. અમને વોટ આપો નહી તો આ મુસલમાનો તમને મારી નાખશે, જીવવા નહી દે, અને જુવો કોંગ્રેસ તો આ લોકો સાથે છે, તમારું અમારા  સિવાય કોઈ નથી. એમાં મોદી અને બાળ ઠાકરે  જેવા આવી જાય, અને ફાવી પણ જાય. સ્વાભાવિક છે. ગુજરાતમાં કેમ વધારે ફાવે છે? અહીની પ્રજા બીજા રાજ્યો કરતા વધારે ડરપોક છે અને અહી કોમી રમખાણો પણ વધારે થાય છે. એટલે આમ પ્રજાને શાંતિ જોઈએ. રોજ રોજના રમખાણો ના ફાવે. અને કોંગ્રેસના સહકારે અહીના ગુજરાતના રમખાણપ્રિય મુસલમાનો પણ ફાટીને ધુમાડે થઇ ગયા હતા. રોજ કોમી રમખાણો કરી હિંદુઓને ડરાવતા હતા. બધાં મુસલમાનોને રમખાણ કરવામાં રસ્ ના હોય તે સમજી લેવાનું. આઝાદી પહેલાથી અહી પોપાબાઈનું રાજ આ રમખાણપ્રિય મુસલમાનો ભાળી ગયા હતા. આઝાદી પહેલાથી અમદાવાદમાં કોમી તોફાનો થતા હતા.  ગોધરાકાંડ થયા પછી જે તોફાનો થયા એમાં પહેલી વાર ગુજરાતના આ રમખાણપ્રિય મુસલમાનોમાં ડર પેઠો છે. એટલે મોદી ફાવી ગયા છે. આમાં સાચા સેક્યુલર હિંદુઓ અને મુસલમાનો ખોવાઈ જવાના. મારી સાચી વાત ના તો હિન્દુઓને ગમશે ના તો મુસલમાનોને. સૌથી સલામત મુસલમાન હોય તો એ ભારતનો મુસલમાન છે. એટલો તો પાકિસ્તાનમાં પણ નથી. કઈ રીતે તમે ભારત ક્રિકેટમાં હારે અને પાકિસ્તાન જીતે તો ફટાકડા ફોડી શકો? કઈ રીતે તમે પાકનો ઝંડો ફરકાવી શકો? તમો ભારતમાં રહો છો ને ફટાકડા ભારતની હારમાં ફોડો છો. પછી કહો છો હિંદુ નારાજ થાય છે, ના થાય તો શું કરે? તમે રહો છો અહી ને તમારા મુખ પાક તરફ છે. જરા પાક માં જઇ તો જુવો? જે બિહારમાથી ભાગલા વખતે ત્યાં ગયા છે એ લોકો ને પૂછી જુઓ. મુહાજીર છે એ લોકો પાક મુસલમાન નથી, મારે છે પંજાબી મુસલમાનો એ લોકોને. એમના નેતાને ઇંગ્લેન્ડથી મુહાજીર  કોમી મુવમેન્ટ  ચલાવવી પડે છે. તમે વારંવાર તોફાનો કરી હદ વટાવી દીધી એટલે ગુજરાતીઓ કંટાળ્યા હતા. હવે તો કોઈ પણ સરકાર આવશે ગુજરાતી ડરશે નહિ. અને હું  પણ સાચી વાત લખતા ડરવાનો નથી જ. હિંદુ નારાજ થાય તોયે ને મુસલમાન નારાજ થાય તોપણ.
                       *ખેર બ્લોગ જગતના  ખુબ બધા મિત્રોએ મારી આ ૧૯૭૧ના યુદ્ધ સમયે પાકિસ્તનની જેલોમાં ભારત સરકારની અક્ષમ્ય ભૂલના કારણે રહી ગયેલા બહાદુર અફસરોની અને એમને ત્યાંથી છોડાવી લાવવામાં માટેના એમના કુટુંબીઓએ કરેલા વ્યર્થ પ્રયત્નોની  સ્ટોરી હૃદય પૂર્વક વાચી છે. ઘણા બધાએ અભિપ્રાય આપ્યા છે. બધાનો ખુબ જ આભાર. ઘણા બધા મિત્રો આ હૃદયદ્રાવક વાતો વાચી હતપ્રભ થઇ ગયા હશે, એમને અભિપ્રાયમાં શું લખવું? શબ્દો જ જડ્યા નહિ હોય. વડીલ  શ્રી અરવિંદ અડલજાના શબ્દોમાં કહીએ તો હૃદય હચમચાવી મુકે તેવી વાત છે. સ્તબ્ધ થઇ ગયા હશે બ્લોગ જગતના મિત્રો. દેશના વિરુદ્ધનું કામ કોઈ કરે તો આપણે એને દેશદ્રોહી કહીએ છીએ. પણ આને શું કહીશું? આ તો દેશે પોતે એના નાગરિકોનો દ્રોહ કર્યો છે. કોઈ શબ્દોના કારીગર કે ખેરખાંને આના માટે કોઈ શબ્દ સુજે તો જણાવશો.

4 thoughts on “દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..”

  1. No trace of soldier missing after 1965 war, High Court told

    For Vidyadhar Patri, son of Indian soldier Anand Patri who is suspected to be in a Pakistan jail for the last 44 years, the government’s latest report before the Delhi High Court has shattered all hopes of his father’s return.

    A report submitted by the government to a division bench, comprising Chief Justice Ajit Prakash Shah and Justice S.Muralidhar, said no person with the name Anand Patri was found to be lodged in a Pakistani jail.

    “We have no record of Anand Patri after 1965. Though he took part in 1962 Indo-China conflict and also in the 1965 India-Pakistan war, but after this, he has not been traced and his name has not been found even amongst the prisoners of war of 1965,” said the status report, submitted Wednesday.

    However, a right to information (RTI) query to the external affairs ministry in 2007 revealed that the Indian High Commission in Pakistan had been informed that an Indian national named Naseem Gopal was lodged in a Pakistani jail. He was found to be mentally unsound, so no further details could be be furnished.

    Patri had seen a faded photograph of his father in an Oriya daily Feb 7, 2003 – 38 years after he went missing. The photograph, published by the Orissa government, identified him as Naseem Gopal, an inmate in a Pakistani jail for almost 40 years. The man had lost his memory and was of unsound mind, the advertisement said.

    Patri, a native of Sarpur Sashan village in Orissa’s Balasore district in Orissa, approached the state home secretary and said that the man in the picture was his father. He also wrote to the High Commissioner in Islamabad and then Pakistani Minister of Human Rights, Ansar Burney.
    Seeing the two contradictory statements by the government, the bench expressed its unhappiness and said: “This is pathetic. A person has lost his memory and become unsound of mind after languishing in jail for the last 44 years since 1965 and your (government) one department is stating he is in Pakistan and other denies it. You have to take a stand.”

    The court asked the government to file a status report by Dec 16.

    The order came on a public interest litigation filed by human rights activist Madangopal Khushiram Paul and lawyer Kishor Paul on behalf of Patri.

    Last updated on Nov 13th, 2009 at 14:16 pm IST

    Like

    1. મીત્ર આ હીરો વીશેની આપની બધી જ પોસ્ટ બરોબર વાંચી પછી સર્ચ ઈન્જીનનો ઉપયોગ કરી જે મળ્યું અને જ્યાંથી મળ્યું એ ભેગું કર્યું. કોઈ પણ હીરો કે યુદ્ધ કેદીને દુશ્મનની જેલમાંથી છોડાવવું એ બહુજ મુશ્કેલ કામ છે અને જનમત વગર શક્ય નથી. આપે કુરુક્ષેત્રમાં મુકેલ પાંચ પોસ્ટને કારણે મેં પણ મારો પ્રયત્ન કરેલ છે. કુશળતા, લી. વીકે વોરા.

      Like

      1. શ્રો વોરા સાહેબ,
        આપની મહેનત મેં જોઈ.ગુજરાતી કવિતા અને ગઝલ માં મેં પોસ્ટ વાચી.અઘરું છે.મી પૌલ આ સંગઠન ના વાઈસ પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે.છેક ક્લીન્ટન સુધી રજૂઆત કરી ચુક્યા છે.પણ જ્યાં પોતાનો દેશ જ પ્રયત્ન ના કરે ત્યાં સુધી કશું ના થાય.એના માટે પ્રચંડ જનમત અને જનતા દ્વારા આંદોલનો થાય અને આખી સરકારો હાલી ઉઠે તોજ કશું થાય.પણ એ દેશ ની માનસિકતા પ્રમાણે શક્ય નથી.હા કોઈ હજારો વર્ષ પહેલા થઇ ગયેલા ના મંદિર કે મૂર્તિ સ્થાપના માટે આ પ્રજા જીવ આપી દે,સકારો હલાવી દે,પણ જીવતા સૈનિકો માટે એક આંશુ પણ ના પાડે.તમારી ભાવના બદલ આભાર.

        Like

  2. લશ્કર માં કામ કરતા સૈનિક,, દેશ માટે કામ કરતા જાસૂસો ,, પોલીસમેન ,, અધિકારીઓ ,, કે આમ જનતા આ દરેકે દરેક ની રક્ષા કરવા ની સરકાર ની ફરજ છે ,,આ સૈનિકો કે જાસૂસો ને માન આપવું અને એમના માટે બનતું કરી છૂટવું એ આપણી ફરજ છે હવે આ ફરજો દેશ પ્રેમ માટે નિભાવો કે દેખાવ કરવા માટે પણ નિભાવો
    આ ૫૪ સૈનિકો ને છોડાવવા માં સરકાર મોળી પડી એ હકીકત છે ,, નહિ તર આ ૪૦ વરસ માં કૈક તો થયું હોત પણ આમાં એવું છે કે ઇન્દિરા સરકાર હાથ માં આવેલ મોકો ચુકી ગયા પછી બાકી ની સરકારો વિનંતી ગમે એટલી કરે હકીકત માં કઈ કરી શકે એટલી બહાદુર તો એકેય સરકાર નથી આવી ,, આ જુવો ને મુંબઈ હુમલા માં તો પુરાવા હોવા છતાં પણ સરકાર ફીફા ખાંડે છે બાકી જો ઇસરાયેલ સરકાર હોત તો કદાચ અલગ જ રંગ હોત પણ આપણી જનતા ઇસરાયેલી જેવી નથી અને આપણી સરકાર પણ એવી નથી
    પછી આવી વાત જનતા ની તો જનતા પણ હોતી હૈ ચાલતી હૈ એવી જ છે ,, પબ્લિક ને લડવું નથી કે કઈ ગુમાવવું નથી ,, જાણે કે લોહી જ મોળું છે ,, લડી ને પણ કઈ મળી શકે એવો આપણ ને ખ્યાલ જ નથી ,, આપણ ને શું આવડે માગવા નું ,, હક થી લેવાનું નહિ
    હવે તમે જે પાકિસ્તાન પ્રેમ ની વાત કરી તો અત્યાર ની જનરેશન માંથી કેટલાક મુસ્લિમો સિવાય બધા માટે પાકિસ્તાન દુશ્મન જ છે પણ આપના બાપ દાદાઓઅને એમની ઉમર ના વ્યક્તિઓ માટે પાકિસ્તાન દુશ્મન નથી ,, કેમકે એ ભાગલા ના સાક્ષી હતા એમના કોઈ ને કોઈ ઓળખીતા પાળખીતા ,સગા વહાલા , આ બધા પાકિસ્તાન સાથે સંકળાયેલા હતા ,, તો એ લોકો ને પાકિસ્તાન ને દુશ્મન માનવું મનથી આકરું લાગે છે
    તો આ લોકો દંભ નથી કરતા પણ ટેકો કરે છે , જે ભાગલા સાવ કે ખોટી જ ભૂમિકા ઉપર પડ્યા હતા એને એ લોકો સ્વીકારી જ નથી શક્યા ,, ઉલટાનું એમને ઊંડે ઊંડે આવી આશા છે કે જર્મની ની જેમ આ પણ ક્યારેક એક થશે , ક્યારેક તો આ દુશ્મની મટશે
    દરેક માણસ થોડો ઘણો દંભ તો કરતો જ હોય ,, ચાહે હું હોઉં , તમે હો કે જગજીત સિંહ માટે એવા દંભ ને ક્ષમ્ય ગણવો ,,

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s