

અસીમ યાતનાઓ વેઠવા જેઓને છોડી દેવાયા., They lived for India,died defending India.The forgotten Heroes of 1971 war. *સુમન પુરોહિત લગ્નના ફક્ત અઢાર જ મહિના વીત્યા છે,અને વહાલસોયો પુત્ર ફક્ત ત્રણ જ મહિનાનો થયો છે,એમના પતિ ભારતીય વાયુ સેનાના ફ્લાઈટ લેફ્ટેનેન્ટ મનોહર પુરોહિત ૯, ડીસેમ્બર ૧૯૭૧ ના રોજ રાજસ્થાન સેક્ટર થી પાકિસ્તાન તરફ ઉડાન ભરે છે.ફરી પાછા ક્યારેય આવતા નથી. જેઓને પાકિસ્તાન ની જેલોમાં અસીમ યાતનાઓ ઝેલવા છોડી દેવાયા ભારત સરકાર દ્વારા,એ ૧૯૭૧ ના યુદ્ધ ના હીરોસ માના મનોહર પુરોહિત ના પત્ની સુમન પુરોહિત ત્યારે ફક્ત ૨૩ વર્ષ ના યુવાન હતા,અત્યારે ૬૨ વર્ષના થઇ ચુક્યા છે.આ તમામ ૫૪ જણાં ને મિસિંગ ઇન એક્શન તરીકે નોધી દીધા છે.ના તો ભારત સરકાર ના તો પાકિસ્તાન સરકાર કોઈએ યુદ્ધ કેદી તરીકે નોધ્યાજ નથી.
*ઘણા માનતા હશે આ લોકો મૃત્યુ પામ્યા હશે,પણ ના એમના કુટુંબી જનોને જીવતા હોવાના પુરાવા મળ્યા છે.રાજેશ કૌરાં ના ભાઈ રવિન્દર કૌરાં પાકિસ્તાની ટ્રુપ્સ દ્વારા પકડાયા ત્યારે એમનો વાયરલેસ ઓપરેટર છટકીને ભાગી આવ્યો હતો.અને એમના કુટુંબી જનો ને સમાચાર આપેલા કે તેઓ જીવતા છે.ઘણા બધા મીલીટરી અને નોન મીલીટરી કેદીઓ એ જણાવેલ કે કેપ્ટન કૌરાં એમને પાક જેલોમાં મળેલા છે.બીજા કેદીઓ,રેડિયો,ન્યુઝ પેપર ના રીપોર્ટસ,જેલો બદલતા કેદીઓના પ્રસંગોપાત અકસ્માતે લેવાએલા ફોટોગ્રાફસ અને ખુદ કેદીઓ એ લખેલા પત્રો આ બધા પુરાવા હોવા છતાં ભારત સરકારે કરેલી ભયાનક ભૂલ છતી ના થઇ જાય માટે,કોઈ સરકારે ગંભીર રૂપે પ્રયત્નો ના કર્યા.
*અપ્રિલ ૧૯૭૯ માં પાક ની જેલો માં થી પાછા ફરેલા બીજા કેદીઓ ના એક ગ્રુપે ભારતીય ઇન્ટેલીજેન્સ સર્વિસ આગળ ૪૦ આવા યુદ્ધ કેદીઓ નું લીસ્ટ રજુ કરેલ.યોગ થેરાપીસ્ટ ડો.રામસ્વરૂપ સૂરી એ આ ૪૦ જણાં ના સગાઓને યેનકેન પ્રકારે સરનામાં શોધી પત્રો લખી ભેગા કર્યા.મિસિંગ ડીફેન્સ પર્સોનલ રીલેટીવ એસોશિયેશન સ્થાપી આ લોકોને શોધવા માટે,પાછા લાવવા માટે એક કેમ્પેન શરુ કર્યું.મી.ગીલ એમાં જોડાયા.એમના ભાઈ વિંગ કમાન્ડર હરશરણસિંગ ગીલ ના સાથીદાર ના કહેવા મુજબ એમનું પ્લેન ગ્રાઉન્ડ ને ટચ થતા એ બહાર નીકળી ગયેલા.પાછા ફરેલા ઘણા કેદીઓ ને આ વિંગ કમાન્ડર મળેલા છે.
*જવાહરલાલ નહેરુ યુની ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર મીસીસ દમયંતી તાંબે,એમના પતિ ફ્લાઈટ લેફ્ટેનેન્ટ વી વી તાંબે ને છોડાવવા ભારત તેમજ દરેક પાક સરકારો ને લખી ચુક્યા છે.એમણે મોકલેલ બધા પુરાવાઓ એક જગ્યા એથી બીજી જગ્યાએ અથડાઈને બીજા વધારે પુરાવા રજુ કરો ની ટીપ્પણી સાથે પાછા ફરેલા છે.શ્રીમતી તાંબે ને ફક્ત એકજ વરસ થયેલું એમના લગ્ન ને જયારે એમના પતિનું પ્લેન પાક માં તોડી પાડવામાં આવેલું.
* હમેશા માનવ અધિકાર ના બહાને દોડી ને દેશદ્રોહીઓની સેવા કરવા જતા કોઈ એન.જી.ઓ ને આ બહાદુર વીર અફસરો ના સગાઓના સંગઠન ને મદદ કરતા જોયું છે ખરું?આ કોઈ સામાન્ય સૈનિકો ના હતા.ઉચ્ચ હોદ્દો ધરાવતા ભારતીય સેનાના અફસરો હતા.અને સામાન્ય સૈનિક હોય તો પણ શું થયું?એના થી સરકાર ની જવાબદારી ઓછી ના થઇ જવી જોઈએ.માતોશ્રી નામના સુરક્ષિત પાંજરામાં રહીને હમેશા ત્રાડો પાડતાં વાઘ ને કદી આ બાબતે ત્રાડ પાડીને સરકારો ને જગાવવાનો પ્રયત્ન કરતા કદી જોયો છે ખરો?
==
૧૯૭૧માં પાકીસ્તાનનું લશ્કર દીલ્લી સુધી આવી ગયું છે અને હવે કબ્જો લેવાની તૈયારી ચાલુ છે એવા બણગા પાકીસ્તાને રેડીયો ઉપરથી ફેકેંલ.
શીમલા કરારમાં જુલ્ફીકાર અલી ભુતોએ ઈંદીરાજીને પગે પડી જણાંવેલ કે મને છોડાવ. મારા દેશના લોકો મને રોજ મારે છે.
ભારતમાં મહારાષ્ટ્રમાં મીનીસ્ટરો વીરુદ્ધ લડતા એક ભાઈ, ઉત્તર પદેશમાં ડેમો વીરુદ્ધ લડતા ભાઈ કે ગુજરાતના નર્મદા વીરુદ્ધ લડતી બાઈની જેમ પાકીસ્તાનમાં કોઈક તો હશે જ.
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ, વોચ ડોગ, રેડ ક્રોસ, વગેરે, વગેરે, ઘણી ઘણી સંસ્થાઓ છે અને સી.બી.આઈ., એફ.બી.આઈ., જેવી સંસ્થાઓ પણ છે. ક્યાંક થી પતો મેળવવો જોઈએ આ યુદ્ધના હીરોનો.
કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, બ્લોગ વગેરેને કારણે હવે ઘણું ઘણું જાણવા મળે છે. યુદ્ધ હીરોના સગાવહાલાઓએ આ પ્રશ્ર્નને સીધી રીતે, આડકતરી રીતે, આડ વાતે, અહીં મીત્રે મુકેલ વીગતો મુજબ, રજુઆત ચાલુ રાખવી જોઈએ. આ આર.ટી.આઈ. રાઈટ ટુ ઈન્ફોર્મેશન કાયદા પછી ઘણાં જાડી ચામડીવાળાની ચામડી નરમ બની ગઈ છે.
પાકીસ્તાનમાં પણ ઘણાં એવા હશે જે પોતાના સ્વાર્થ ખાતર બીજાનું ભલું કરતા હોય અને કામ કરી આપતા હોય.
જંગલમાં રોજ દેખાતું ગલુડીયું બે દીવસ ન દેખાય એટલે થાય કે શું થયું હશે? એક જંગલી જાનવરનું બચ્ચું ફાંસલામાં ફસાઈ ચીસો પાડતું હતું. હું જોવા ગયો કે એની મા મને મારવા દોડી. મોટા મોટા વાંસ લઈ ૫-૬ જણાએ કટર અને ઈજનેરી સામાન સાથે જેવો બચ્ચાને છોડાવ્યો કે બે સેકેન્ડમાં મા અને બચ્ચું બન્ને ગુમ થઈ ગયા.
અમન અમન કરનાર ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ અને ઈન્ડો પાક ફ્રેંડશીપ ગ્રુપે પણ જવાબદારી લેવી જોઈએ.
મીત્રે આ પોસ્ટ ત્રણ ભાગમાં મુકેલ છે એટલે મારે પણ યોગદાન આપવું જ પડશે.
જોઈએ શું થાય છે.
==
LikeLike
ટાઈમ્સ ગ્રુપ અને ઈન્ડો પાક ફ્રેન્ડશીપ ગ્રુપને તથા ટાઈમ્સ સાથે જોડાયેલ પાકીસ્તાનના પેપર સાથે હું પણ પત્ર વ્યવહાર કરીશ.
LikeLike