
*
ફેબ્રુ ૪,૧૯૫૪ કુંભમેળામાં મહાનિર્વાણી અખાડાના નાગા સાધુઓ સ્નાન કરી પાછા આવતા હતા, એમના સુંદર નગ્ન દેહો જોઇને સ્વર્ગમાં ટીકીટ બુક કરાવવાની લાલચમાં દોડાદોડી થઇ અને ભીડમાં ૫૦૦ કરતા વધારે લોકો કચડાઈ ને તરત દાન મહાપુણ્યના ન્યાયે સ્વર્ગે સિધાવ્યા. ટીકીટ શું બુક કરાવવાની સીધુ જ સ્વર્ગ. સારું કહેવાય ને? ઈ.સ. ૧૭૬૦ કુંભ મેળામાં વૈરાગી સાધુઓ વચ્ચે ઝઘડો થયો. મોટા ભાગે પહેલું કોણ સ્નાન કરે તે બાબત ઝગડા થતા હોય છે. સંસારીઓ તો ઝઘડે માની શકાય પણ વૈરાગી સાધુઓ ઝઘડે? પતિપત્ની ઝઘડે, એ તો ઝઘડવા માટે જ ભેગા થયા હોય છે. હહાહાહા, કેટલા મરાયા? પુરા ૧૮૦૦૦ કરતા પણ વધારે. નો પ્રોબ્લેમો અબજ કરતા પણ વધારે થવાના છીએ. છતાં કુંભ મેળાનું મહત્વ ઓછું થયું નથી, શ્રી કાંતિ ભટ્ટ ઉવાચ.. આવા તો કાયમ મર્યા કરે છે. તો તો ધોરાજીમાં કચડાઈ મર્યા તે બાબત આ લેખક દાદાને જરાય દુખ નહિ થયું હોય. ક્યાંથી થાય મોહમાયાથી પર જો થઇ ચુક્યા હોય.
શ્રી કાંતિ ભટ્ટ ઉવાચ ભારતમાં કેટલા સાધુઓ છે? જોઈ આવો જરા કુંભ મેળામાં, સવાલાખથી કદી ઓછા ના હોય. જોયું મારું ભારત કેટલું મહાન છે? અને કેટલું બધું ધાર્મિક છે? જેટલી સાધુઓની સંખ્યા વધારે તેટલું ભારતનું ગૌરવ. અને એટલે જ રૌરવ નરક ભોગવી રહ્યું છે. એ આ સાધુ બાવાઓની હમેશા ચમચાગીરી કરનાર લેખકશ્રીને ખબર નથી. લાખો અનપ્રોડકટીવ સાધુઓ, ના તો આત્મજ્ઞાનની પળોજણ કરે છે, ના તો સમાજના કોઈ કલ્યાણનું કામ. ના તો કોઈ ઉત્પાદન કરે છે, ના તો કોઈ સેવા. સંસારની જવાબદારીઓમાંથી છટકેલા આ ભીખારીઓ લાખો ભારતીયોની મહેનતની કમાણી મફતમાં ખાઈ જાય છે. ના તો કોઈ ટેક્ષ ભરવાની ચિંતા, ના કમાવાની. એમના ગુરુઓ પ્રજાનું બ્રેન વોશ કરે રાખે ને લોકો એમના ભરણપોષણ કરે રાખે. સાધુ તો ચલતા ભલા, સાધુનું કુળ ના પુછાય. બ્રેન વોશિંગના એટલા બધા ઉત્તમ નમુના તમને ભારતમાં જોવા મળશે કે વાત ના પૂછો. અગાઉથી બધી જ પૂરી તૈયારી હોય. તમે એનો ઈતિહાસ પૂછો જ નહિ. ના તો પોલીસ પણ તપાસ કરે. પાપ લાગે . કેટલાય ક્રિમિનલ્સ આનો લાભ લઇ ખાસ તો ગુજરાતમાં સાક્ષરશ્રીઓના પ્રણામ ઝીલતા હશે? થોડા હિન્દી બોલનેકા, થોડી ચોપાઈ ગોખ લેને કી.
કશું પણ કામ ના કરનારા આ સાધુઓનું પોષણ ભારતના ગરીબ, તવંગર અને મધ્યમ વર્ગના માથે છે. જાણીતા કથાકાર મોરારીબાપુ ૨૦ વર્ષ પહેલા કુંભ ગયેલા ત્યારે ગુજરાતીઓ ગાંડા થઇ, કુંભમાં સંખ્યા વધારવાનું પુણ્ય કમાવા દોડી ગયેલા. ૨૦ વર્ષ પહેલા ૧૫ લાખના ખર્ચે ભવ્ય વ્યાસપીઠ વાળો મંડપ બાંધેલો. ને એમને ટાઢ, તડકા ને વરસાદની અસર ના થાય માટે એક લાખનો એમનો પર્સનલ તંબુ વોટરપ્રૂફ બાંધવામાં આવેલો. કોના પૈસા? જેણે આપ્યા હશે, ગરીબ, તવંગર કે કાળા બજારીયાયે, કમાવા મહેનત તો કરીજ હશે ને?
*ગંગા કદી પ્રદુષિત થવાની નથી, ભલે કરોડો લોકો સ્નાન કરે, ને હાજતે જાય. કાંતિ ભટ્ટ શ્રી ઉવાચ, ગંગાના પ્રદુષિત પાણીની વાત વારંવાર કરનારે કુંભ સ્નાન જોવા જવું, તેના પર્યાવરણના પ્રદુષિત જ્ઞાનની શુદ્ધિ થશે. બોલો બાકી રહ્યું કાઈ? પથ્થર પર પાણી.
નોધ:-ઉપરનો આર્ટીકલ “ગંગા કદી અશુદ્ધ ના થાય” એવા શ્રી કાંતિ ભટ્ટના ઓનલાઈન દિવ્યભાસ્કરમાં આવેલા આર્ટીકલની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.
આ કુંભ અને ગંગા બન્ને શબ્દ ચાઈનીસ ભાષાના શબ્દ છે. એટલે આ સાધુઓ નાહકના સ્નાન કરી પવીત્ર થાય છે. આ સાધુઓ થોડીક ચાઈનીસ ભાષા શીખશે તો ખબર પડશે ગંગા એ ચાઈનીસ શબ્દ છે અને એક વખત ગંગા ચાઈનીસ બની ગઈ પછી કુંભ આપો આપ બની જશે. ચેંગ, કાઈ સેંગ, ઠેંગ, ફેંગ, તુંગ, વગેરે પરથી તરત જ ખબર પડશે આ ગંગા એ ચાઈનીસ શબ્દ છે.
LikeLike
vat tamari sachi che pan mota bhage ansamsju ane ashikshit loko aava mela ma jay che . apde charcha samju loko pase kariye chiye je kadi mela ma ke bhid ma nathi jata. ane pela ashikshit thoda facebook no upayog karta hoy! kai avu vicharo ke karo ke jethi ashikshit na kane pohche
LikeLike
हमें अपनी धार्मिक आस्थाए, सोच एवं नजरियां बदलनेकी सख्त जरुरत है…….. ॥
SOMETHING CALLED “COLLECTIVE & SELF-REGULATING RELIGIOUS REFORMS” ARE REQUIRED TO BE PUT IN PLACE & DEDICATEDLY IMPLEMENTED……..
LikeLike
saras jaanva jevi vaat lakhi che
LikeLike
He is insane now. I stopped reading him since last 7-8 Years. He should retired now.
This so called columnist of Gujarati Newspapers are not writers. They are clerks who get the information from Google or (From random pages Encyclopaedia in old days).
LikeLike
ભટ્ટસાહેબ જેવા કટાર લેખકો એક ઉચાઈએ પહોંચ્યા પછી લોકો ગેરમાર્ગે દોરાય તેવા સ્ટેટમેન્ટ કેમ કરતા હશે તે જ સમજાતુ નથી.
LikeLike
સાઠે બુદ્ધિ નાઠે જેવું..
LikeLike
બાપુ આપનો લોક જાગૃતિનો માટે નો પ્રયાસ પ્રશંસનીય છે…પણ અત્રે એક શેર યાદ આવે છે…
કારોબાર મત પૂછીએ મેરા,
આયને બેચતા હું મેં અંધો કે શહર મેં…
LikeLike
બાપુ અંધોકે શહરમે આપ જૈસે દીખનેવાલે ભી હૈ, જો હમારે કદરદાન હૈ…હહાહાહા
LikeLike
very good…..
LikeLike