અંગ્રેજી કે ગુજરાતી? ગુજરાતી કે અંગ્રેજી ?

Dr Annie Besant

    આપણી માતૃભાષા આપણાં અચેતન મનમાં ઘુસેલી હોય છે. ગુજરાતની સ્કૂલોનું માધ્યમ ગુજરાતી હોવું જોઈએ કે અંગ્રેજી એનો સારો એવો વિવાદ ચાલી રહ્યો છે. બીજા રાજ્યો કરતા ગુજરાતીઓ અંગ્રેજી સારું જાણતા નથી કે બોલી નથી શકતા. એટલે કોર્પોરેટ નોકરીઓમાં પાછળ પડી જાય છે એ પણ હકીકત છે. સારી એવી ઉંચી પોસ્ટો પર દક્ષીણ ભારતીયો કે બંગાળીઓ કે પછાત ગણાતા બિહારના લોકો ગુજરાતમાં મેદાન મારી જાય છે. કલેકટર કે આઈ.પી.એસ કે આઈ.એ.એસ ઓફિસરોમાં ગુજરાતીઓ નહીવત છે. અંગ્રેજી વૈશ્વિક ભાષા બની રહી હોય ત્યારે એને વખોડીને એને નકારવી એ મેરા ભારત મહાનનો એક ઓર મહાદંભ કહી શકાય. માધ્યમ ભલે ગુજરાતી હોય પણ એ સ્કુલમાં અંગ્રેજી બરાબર શીખવવું જોઈએ. અને માધ્યમ અંગ્રેજી હોય પણ એના વિદ્યાર્થીઓને અંગ્રેજી બરોબર આવડતું ના હોય તો શું કામનું? એટલે માધ્યમ ગમેતે રાખો અંગ્રેજી સારું શીખવો તો બાકી દુનિયા થી ગુજરાતી વિદ્યાર્થીઓ પાછળ ના પડી જાય. સ્વદેશીના મોહમાં અને અંગ્રેજી પ્રત્યે દ્વેષ રાખી ગુજરાતની સરકારોએ અંગ્રેજીને મહત્વ આપ્યું નથી. એના ખરાબ પરિણામો જગ જાહેર છે. અંગ્રેજોનું બધારણ, કપડા, શિક્ષણ પધ્ધતિ, રહેણી કરણી બધું વહાલું લાગ્યું ને અંગ્રેજીનો દ્વેષ? અંગ્રેજીને ગાળો દેવાવાળા શર્ટપેન્ટ શું કામ પહેરતા હશે? ૧૮૫૭ ના બળવા પછી આઝાદીની વાતો બધ થઇ ગઈ હતી. આપણાં લોકો ઇંગ્લેન્ડ ગયા, કાયદા કાનુન ભણ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આપણું પોતાનું રાજ હોવું જોઈએ. બધાજ આઝાદીના લડવૈયાઓ બેરિસ્ટર હતા. છતાય આપણું પોતાનું રાજ હોવું જોઈએ એવી ચળવળ સૌથી પહેલા કોણે શરુ કરેલી? ગોખલે, તિલક કે ગાંધીજીએ? ના એક અંગ્રેજ બાઈ એ “એનીબેસન્ટ” હતા, હોમરુલ લીગની સ્થાપના સાથે આઝાદી ની ચળવળ શરુ થએલી. આપણાં ગુલામી માનસ ને આઝાદ થવું જોઈએ એવી શરૂઆત પણ અંગ્રેજ બાઈ એ કરાવેલ. ઈ.સ.૧૯૧૪ માં ડો. એનીબેસંટે  હોમરુલ લીગની સ્થાપના કરી ને ૧૯૧૭માં ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

                 *હવે દુનિયાની ભાષા અંગ્રેજી થઇ ચુકી છે. એટલે અંગ્રેજી મીડીયમની સ્કૂલો કરતા સારું અંગ્રેજી શીખે એની જરૂર છે. વડોદરાની ઘણી બધી અંગ્રેજી મીડીયમની સ્કુલોના વિદ્યાર્થીઓ સારું અંગ્રેજી પણ બોલી શકતા નથી. જયારે ગુજરાતી મીડીયમની એલેમ્બિક વિદ્યાલયના મારા મિત્રો આજથી ૩૫ વરસ પહેલા ખુબજ સરસ અંગ્રેજી બોલતા હતા. અને ગુજરાતી નો તો સવાલ જ ન હતો. એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં ભણેલા એન્જીનીયરો ને અંગ્રેજી બોલતા ના આવડતું હોય એવું પણ મેં જોએલુ છે. આપણાં ગુજરાતના જિલ્લાઓનો વહીવટ કરતા હોય એમાં ગુજરાતી પોતે કેટલા? આપણાં ગુજરાતના જિલ્લાઓની મહત્વની કાયદા કાનુન ને રક્ષણ ની જવાબદારી નિભાવતા પોલીસ વડાઓમાં ગુજરાતી કેટલા?
              *અહી અમેરિકામાં પણ સારી નોકરીઓ પર બીજા રાજ્યના લોકો વધારે આગળ હોય છે. ખાસ તો દક્ષીણ ભારતીયો ને મુંબઈ થી આવેલા ને અહી અમેરિકામાં કોઈ ખાસ તકલીફ પડતી નથી. જયારે ગુજરાતીઓ કાતો ધંધો કે મજુરી જ  કરતા હોય છે. ગુજરાતીઓ ધંધાની બાબતમાં સાહસિક હોય છે, એટલે ગમે તે કરીને આગળ નીકળી જાય છે. એ માટે એમની તારીફ કરીએ એટલી ઓછી છે. પણ સામાન્ય કોમ્પુટર પર ડ્રાઈવિંગ માટે જરૂરી નોલેજ ટેસ્ટ પાસ કરતા ગુજરાતીઓને આંખે પાણી આવી જાય છે. એમના કાચા લાયસન્સ પર ૧૨ વખત ટ્રાયલ મારેલાં સિક્કા મેં જોયા છે. હું અમેરિકા આવ્યો ને પહેલા ટ્રાયલે પાસ થયો ને મારા ગુજરાતના વર્ષો જુના લાયસન્સ ને દેખીને ન્યુ જર્સીમાં તરત જ લાયસન્સ આપી દીધું, તે વાત મારા અહીના કોઈ સગા માનવા તૈયાર જ ન હતા. પહેલા ટ્રાયલે પાસ થયા એ વાત જ ની નવાઈ લાગેલી. જોકે હું અંગ્રેજીમાં ઘણો કાચો છું. ગોખણપટ્ટી  મારીને પાસ થઇ ગયેલો. દક્ષીણ ભારતમાં હું મારા સગા રહેતા હોવાથી ઘણી વાર જઇ આવ્યો છું. ત્યાં અંગ્રેજી લોકો ખુબ સરસ બોલતા હોય છે. કેરાલામાં ૧૦૦% એજુકેશન રેટ છે. એ લોકો એમની માતૃભાષા  ભૂલી ગયાનું જાણ્યું નથી. મારા સગાનાં દીકરા દીકરી બેંગલોરમાં ભણેલા છે અંગ્રેજી માધ્યમમાં. એ લોકો અંગ્રેજીની સાથે કન્નડ ભાષા પણ ખુબ સારી રીતે કન્નડ લોકોને શરમાવે એ રીતે બોલતા મેં જોયા છે. માતૃભાષા કોઈ ભૂલી જવાનું નથી. કારણ જન્મ થતાની સાથે બાળક ગુજરાતી સાંભળતો હોય તો એ ભાષા એના બ્રેનની કોરી હાર્ડડિસ્કમાં એક વાર સ્ટોર થઇ જાય, મતલબ એના અચેતન માઈન્ડમાં ઘુસી જાય પછી દુનિયાની કોઈ તાકાત એને ભૂસી ના શકે. આ વિજ્ઞાન ના જાણતા લોકો ખોટો હોબાળો કરે છે.
            દેખા દેખીથી અને ફક્ત કમાણી કરવાના આશયથી ખોલેલી અંગ્રેજી માધ્યમની સ્કુલો કરતા તો સારું અંગ્રેજી શીખવતી ગુજરાતી માધ્યમની એલેમ્બિક વિદ્યાલય જેવી સ્કુલો હજાર દરજ્જે સારી. નામ હોય ગુરુકુળ ને માધ્યમ હોય અંગ્રેજી આના કરતા મોટી વિડમ્બના કઈ?  બીજું દસ અને બાર ધોરણ ની બોર્ડની પરીક્ષાઓમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના  ટકા ઓછા આવે છે. એનું ગુજરાતમાં રહસ્યમય કારણ છે કે અંગ્રેજી મીડીયમના દસમાં બારમાના પેપરો ગુજરાતી મીડીયમના શિક્ષકો તપાસે છે. અને તે પણ પૂર્વગ્રહ થી ભરાઇને. બીજું આ શિક્ષકોનું અંગ્રેજી સારું ન હોય તે સ્વાભાવિક છે. એમાં ઘણા બધા ખુબજ હોશિયાર અંગ્રેજી મીડીયમના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાઈ ચુક્યું છે. મારા એક મિત્ર વડોદરાની અંગ્રેજી મીડીયમની હાઇસ્કુલ બરોડા હાઇસ્કુલ, અલકાપુરીમાં દસ અને બારમાં ધોરણમાં અંગ્રેજી ભણાવતા હતા. એ પેપર તપાસવા ગયેલા ત્યારે એમને નવાઇ લાગેલી કે અહી તો સાવ ઉંધુ જ ચાલી રહ્યું છે. અંગ્રેજી મીડીયમના પેપરો ગુજરાતી મીડીયમના ટીચર્સ તપાસતા હતા. ઈતિહાસનો ટીચર સાયન્સના પેપર તપાસતો હતો. એમણે પાછા આવી લાંબી લાંબી અરજીઓ શિક્ષણ ખાતામાં અને ગુજરાત સરકારમાં કરેલી પણ કોઈ રિસ્પોન્સ ના મળ્યો. જવાબ મળ્યો કે અમારી પાસે કોઈ તપાસવા માટે પુરતા શિક્ષકો નથી. અત્યારે  શું ચાલી રહ્યું છે તે ખબર નથી. એ  મિત્ર ૧૧માં ધોરણમાં અંગ્રેજીમાં નાપાસ થએલા. અંગ્રેજીમાં બી.એ અને એમ.એ કરી બી.એડ કરી આખી જીંદગી અંગ્રેજી ભણાવતા હવે રીટાયર થશે.
              *પહેલા કોઈ ભાષા નહોતી ત્યારે પણ માણસ જીવતો જ હતો. સંસ્કૃત હવે પુસ્તકોમાં રહી ગયી છે. એની અવેજીમાં આવેલી પ્રાકૃત જૈન અને પાલી બુદ્ધ સાહિત્ય પુરતી રહી હશે. જૂની અસલ ગુજરાતી કોઈ ને યાદ છે? એના માટે કોઈ જુના સાહિત્યકાર ખોળવા પડે. ગુજરાતી પણ સુરતની જુદી, સૌરાષ્ટ્રની જુદી. ચરોતરની ચમ સો? મહેસાણાની લેબુ, મેઠું ને પોણી. અમારા ઉત્તર ગુજરાતના રાજપૂતોમાં નાના છોકરાને પણ તુંકારે ના બોલાવાય. મેર લોકો તો રાજાને ય તું કહીને બોલાવે. અમે રજપૂતો આપ પધારો, બિરાજો, ફૂવાસા, કાકાસા, કાકીસા, જી હુકુમ બોલાવામાંથી ઊંચા જ ના આવીએ. દક્ષીણ ગુજરાતના રાજપૂતોની વાત જુદી છે. હું નવો નવો વડોદરા ભણવા આવ્યો. હોસ્ટેલમાં એક સુરતી છોકરો હતો. એણે એક દિવસ મને ગાળ દીધી. હું તો એના ઉપર ચડી બેઠો ને માંડ્યો મારવા. બધાએ છોડાવ્યા ને કારણ પૂછ્યું . પેલો સુરતી કહે હું તો ગાળ બોલ્યો જ નથી. એ જમાનામાં ઉત્તર ગુજરાતમાં કોઈ ગાળ દે તો મારામારી થઇ જાય. પછી મને પહેલી વાર ખબર પડી કે સુરતીને ખબર ના હોય કે શબ્દે શબ્દે ગાળ બોલે છે. પછીતો એ મારો પરમ મિત્ર બની ગયો, ને હું પણ શીખી ગયો…શું?
         *આ સતત પરિવર્તન શીલ સંસાર માં સંસ્કૃત જેવી દેવ ભાષા પણ અજ્ઞાતમાં સરી ગયી છે. કશું આ સંસારમાં સ્થાયી નથી. અંગ્રેજી પણ જૂની હવે ટકવાની નથી. દર ત્રણ મીનીટે એક નવો શબ્દ અંગ્રેજીમાં ઘુસતો જાય છે. જગન્નાથ મંદિરની રથયાત્રા જોઇને ખુબ વિશાલ, પ્રચંડ ને ભવ્ય હોય તેના માટે  જેગર્નોટ શબ્દ અંગ્રેજો એ બનાવેલો છે. લગભગ દરેક ભાષામાંથી શબ્દો અંગ્રેજીમાં ઘુસતા જાય છે. એમાય પછી ચેટીંગ માટે એકદમ શોર્ટ અંગ્રેજી પ્રસ્થાપિત થઇ ચુકી છે. થેન્ક્સના બદલે Thx.  હવે પછી એક નવી ગ્લોબલ ભાષા આવવાનીજ  છે. કોઈના કહેવાથી કશું અટકવાનું નથી. જરૂરિયાત પ્રમાણે બધું જ બદલાઈ જવાનું છે,  ભાષા પણ.
             *માતૃભાષા દરેક ને સારી રીતે આવડવી જોઈએ. એનું ધ્યાન અહીની કોલેજો સારું રાખતી હોય છે. એના માટે જો તમે ભારતમાં અંગ્રેજીમાં સ્નાતક હોવ અને તમને ગુજરાતી પણ સારું ભણાવતા આવડતું હોય તો તમને અમેરિકાની કોલેજોમાં ગુજરાતીના શિક્ષક તરીકે નોકરી ને વિઝા મળી શકે છે. એના માટે મેં અકિલા ન્યુજ પેપરમાં એની માહિતી અને વેબનું એડ્રેસ વાચેલું. અને તે હકીકત છે. કોઈ ખોટી વાત નથી. ખાલી ગુજરાતી નહિ પણ ભારતની બીજી ભાષાઓ પણ આ યોજનામાં સામેલ કરેલી છે.દા:ત.  હિન્દી,પંજાબી અને બીજી દક્ષીણ ભારતની.
       *માધ્યમ કયા રાખવા એના કરતા માતૃભાષા અને સાથે સાથે અંગ્રેજી સારી રીતે શીખાય તે મહત્વનું છે.

20 thoughts on “અંગ્રેજી કે ગુજરાતી? ગુજરાતી કે અંગ્રેજી ?”

  1. મીત્ર બીઆરસીંહ, આ સુરતીઓ એકલા જ નહીં એવા ઘણાં લોકો હોય છે જેમના મોઢામાંથી સરસ્વતી સડસડાટ નીકળતી હોય.

    મુંબઈની લોકલ ટ્રેનમાં એ એટલું સામાન્ય છે કે ઓળખાણ પીછાણ વગર, મારા મોઢામાંથી નીકળી જાય છે અરે સજ્જન આપ જે હમણાં બોલ્યા એ અંગ્રેજીમાં બોલવું જોઈએ નહીંતો કલાસ ભરી અંગ્રેજી શીખો. હીન્દી કે માતૃભાષાને શા માટે બદનામ કરો છો?

    વાત રહી ગુજરાતીઓની અંગ્રેજી બાબત. મુંબઈમાં તો ગુજરાતી શાળાઓ બંધ થઈ ગઈ છે. ૩૫૦૦ વીદ્યાર્થીઓ બે પારીમાં હતા અને હવે માંડ ૧૨૫. ગુજરાતીમાં ભણી અંગ્રેજી ન આવડયું એટલે મા બાપ અંગ્રેજી માધ્યમની શાળામાં મોકલી બધો ગુસ્સો કાઢી રહ્યા છે અને એ સાચા છે.

    આ ગુજરાતીના માસ્તરો હ્ર્સ્વ, દીર્ઘ અને વ્યાકરણની ભુલોમાંથી ઉંચા આવે તો અંગ્રેજી બાજુ ધ્યાન આપે. મુળ હું કચ્છ બાજુનો. અમે બહેન કે બનેવી માટે કચ્છીમાં જે બોલીએ એને મહેસાણાનો માસ્તર રીતસરની ગાળ સમજતો.

    ભલું થાજો આ યુનીકોડવાળાનું જેથી મારા જેવા ઉંજા સમર્થક આ બ્લોગ ઉપર લખી શકે છે.

    Like

    1. વોરા સાબ,
      સાચી વાત છે તમારી,સરસ્વતી તો બધા બોલતા જ હોય છે.એકલા હોય ત્યારે.આતો ખાલી જાત અનુભવ નો દાખલો આપેલો.એમાં કોઈની નિંદા કરવાનો હેતુ ન હતો.
      આ પ્રાકૃત અને પાલી ગામડા નું સંસ્કૃત કહી શકાય.જે સહેલું પડે એ બધા સ્વીકારીલે.અહી પણ લોકો બધું ચોખ્ખું નથી બોલતા.ગેટ ટુ ગો ને બદલે ગાડે ગો અને ગેટ આઉટ ફ્રોમ હિઅર ને બદલે ગેટઆડે હિઅર બોલતા હોય છે.એટલે શરુ માં તો સમાજ જ ના પડે.અને બ્લેક પીપલ બોલે તો દસ વરસે પણ સમજ ના પડે.

      Like

  2. “કશું આ સંસાર માં સ્થાયી નથી.” આ વાત જો સમજી લઈએ તો ઘણા બધા પ્રશ્નો, સમસ્યાઓનો ઉકેલ મળી જાય. ક્યાંક વાંચ્યું હતું કે આઝાદી પછી આપણામાંથી નવું શીખવાનો(અને સ્વીકારવાનો) ગુણ જ નીકળી ગયો છે. જુના નિયમો વ્યવસ્થાઓ ને વળગી પડ્યા છીએ, જેમાં થી ઘણી હવે નવા જમાનાને અનુરૂપ નથી. ચાલો પ પ પગલી તો કરીએ, સાવ ઉભા રહેશું તો ક્યાય નહિ પહોચીએ. હું પણ અંગ્રેજી કે ગુજરાતી મીડીઅમ માટે થોડો ઘણો અવઢવ માં હતો(અને હજી છું) પણ હજી નિર્ણય લેવા માટે થોડી વાર છે, તો કઈક ઉકેલ મળીઆવશે!

    Like

    1. શ્રી નવનીત ભાઈ,
      માધ્યમ ની ચિંતા કર્યાવગર સારી સ્કુલ પસંદ કરવી.સારું નાગ્રેજી ભણાવતી ગુજરાતી સ્કુલ ના મળે તો બહેતર છે.અંગ્રેજી માધ્યમ ની પણ સારી સ્કુલ પસંદ કરવી સારી.અને ઘરમાં અંગ્રેજીનો મહાવરો રાખવો પણ જરૂરી છેજ.matrubhasha koi bhuli javanu nathi.kher aato maro angat abhipray છે.

      Like

  3. આ વિષયને ન્યાય આપવાનો પ્રયાસ અભિનંદનને પાત્ર છે. હકીકતની વાતો જણાવી છે. અભ્યાસપૂર્ણ લેખ.

    Like

  4. “ભાષાનો ઉપયોગ વિચારોની આપ-લે માટે થાય છે પરંતુ ભાષાનો ઉપયોગ ત્યાં સુધી મર્યાદિત નથી.”
    First connect.
    Let expert to work for correction.

    Rajendra Trivedi, M.D.

    Like

  5. તમારા ભાષા વીશેના વીચારોમાં વાસ્તવીકતાનો રણકો છે. ખાલી પોથીમાંના રીંગણાં નથી. ભાષા વીશે ઘણી ચર્ચાઓ વાંચી છે, કરી છે, પણ તમારી વાતે નવો પ્રકાશ પાડ્યો છે. અભીનંદન.

    Like

  6. અંગરેજી જ નહીં બાકીનું બધું તો જ બરાબર શીખવાશે જો માબાપો કોઓપરેટીવ બનાવી પોતાનાં છોકરાંવના શીક્ષણની જાતે જવાબદારી લે.

    સરકારના હાથમામ શીક્ષણ રહેવા દઇ આશા કરવી કે અંગરેજીનું સારું શીક્ષણ મળશે તે વાંજણી આશા છે.

    ફકત પાંચમાથી અંગરેજી નથી શીખવાતું (તે માટે કોઇ સામુગટા પ્રયાસો નથી થતા) તેટલી જ વાત નથી. અગીયાર-બારમાના વીજ્ઞાન સ્ટ્રીમના ગુજરાતના છોકરાંવ ઉપર લાદેલ બોજા સાથે પાડોસી રાજ્યોનાં છોકરાંવનો હળવો ભાર સરખાવો.

    Like

    1. થોડુક ઊમેરું .

      —————-
      દક્ષીણ ભારતમાં હું મારા સગા રહેતા હોવાથી ઘણી વાર જઇ આવ્યો છું.ત્યાં અંગ્રેજી લોકો ખુબ સરસ બોલતા હોય છે.કેરાલામાં ૧૦૦% એજુકેશન રેટ છે.એ લોકો એમની માતૃભાષા ભૂલી ગયાનું જાણ્યું નથી.
      ———————-
      અહીંના ભારતીય ગ્રોસરી સ્ટોર – મોટા ભાગના ગુજરાતી માલિકોના .એમાં એક પણ ગુજરાતી સંગીતની કેસેટ કે સીડી જોઇ નથી. દક્ષિણ ભારતની ઢગલાબંધ.
      આ છે , ગુજરાતીઓનો ગુજરાતી પ્રેમ.
      મારી વાત .. આ મનોવૃત્તિ બદલવા માટે છે.

      Like

      1. પરદેશમાં વસતાં ગુજરાતીઓ स्वांत:सुखाय ગુજરાતી વાપરે, ગુજરાતીનો મહીમા કરે, સંતોષીમા જેમ તેને દેવી બનાવી પુજે, પણ તેથી ગુજરાતમાં વસતાં દુબળાં ગુજરાતીઓ, તેમનાં છોકરાંઓને કોઇ ફેર પડવાનો નથી.
        શીક્ષણ સરકારી ઓફીસરો તથા ધંધાદારી એજ્યુકેશનીસ્ટોના હાથમાંથી છુટે, ગુજરાતનાં માબાપો છોડાવે, તો શીક્ષણ આપવાની ગુજરાતી ભાષાની તાકાતનો પુરો ઉપયોગ થાય.
        છાપાં, મેગેઝીનો, મનોરંજન ગુજરાતીને દૃઢ ન કરી શકે. થે કામ શીક્ષણ મારફત જ થાય.

        Like

  7. અંગ્રેજોનું બધારણ,કપડા,શિક્ષણ પધ્ધતિ,રહેણી કરણી બધું વહાલું લાગ્યું ને અંગ્રેજીનો દ્વેષ?અંગ્રેજી ને ગાળો દેવાવાળા શર્ટપેન્ટ શું કામ પહેરતા હશે?૧૮૫૭ ના બળવા પછી આઝાદી ની વાતો બધ થઇ ગઈ હતી.આપણાં લોકો ઇંગ્લેન્ડ ગયા,કાયદા કાનુન ભણ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આપણું પોતાનું રાજ હોવું જોઈએ.બધાજ આઝાદીના લડવૈયાઓ બેરિસ્ટર હતા.છતાય આપણું પોતાનું રાજ હોવું જોઈએ એવી ચળવળ સૌથી પહેલા કોણે શરુ કરેલી?ગોખલે,તિલક કે ગાંધીજીએ?ના એક અંગ્રેજ બાઈ એ “એનીબેસન્ટ” હતા,હોમરુલ લીગ ની સ્થાપના સાથે આઝાદી ની ચળવળ શરુ થએલી.
    ——————–
    વાહ બાપુ વાહ ! ઇતિહાસના રસીયા આ જણને તમારી વાત શીરાની જેમ ગળે ઊતરી ગઈ.
    બીજા હતા નવરોજી દેસાઇ. એ પણ આખી જિંદગી . ઈન્ગ્લેન્ડમાં હતા.

    Like

  8. ભાઈશ્રી ભુપેન્દ્રસિંહ
    આપને એક વાર ફરીથી મારા શિક્ષણનું માધ્યમ માતૃભાષા ઉપરના બંને લેખો વાચી જવા વિનતિ છે અને બાદમાં આપના આ લેખ સાથે તટસ્થતાથી સરખામણી કરવા પણ વિનંતિ છે.આપના અને મારાં લેખનો ધ્વનિ લગભગ એક સરખો જ છે તેમ મને તો લાગે છે. બાકીતો વાત રહી પોત પોતાના અર્થઘટન અને અભિપ્રાય અને સમજની ! મને યાદ છે ત્યાં સુધી મેં કોઈ જ્ગ્યાએ અંગ્રેજીની મહત્તા ઓછી છે તેવું લખ્યું નથી. બાળકોને અંગ્રેજીના માધ્યમથી જ અંગ્રેજીમાં માહેર કરી શકાય તે વાત મને કોઈ વાતે ગળે ઉતરે તેમ નથી. હું પોતે ગુજરાતી માધ્યમમાં બી.એ. અર્થ શાસ્ત્ર અને પોલીટીકસના વિષયો સાથે થયો છું અને એલ.એલ્.બી પણ ગુજરાતી માધ્યમમાં થયો છું. મેં 35 વર્ષ બેંકમાં જુદી જુદી પોઝિશનમાં નોકરી કરી છે અને મને ક્યારે ય ભાષાની અર્થાત અંગ્રેજીમાં પત્ર વ્યવહાર કરવાની કે અન્ય પ્રકારની કોઈ તકલીફ પડી નથી. મારાં બાળકો પણ ગુજરાતી માધ્યમમાં જ ભણ્યા છે અને એક બી.કોમ છે. બીજા એક કોમ્ એંજીનીયર છે અને 11 વર્ષ અમેરીકામાં કામ કરી થોડા સમય પહેલાં અહી શિફટ થયા છે ત્રીજું સીવીલ એંજીનીયર છે. એટલે કોઈ પણ ભાષા શીખવા માટે શીખનારની તૈયારી અને તે માટેની નિષ્ઠા મહત્વની છે નહિ કે શિક્ષણનું માધ્યમ ! ખેર આ અંતહીન ચર્ચાનો વિષય હોઈ વધારે નથી લખવું અહિ જ અટકું છું. આવજો ! મળતા રહીશું !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

    1. માનનીય અરવિંદભાઈ,
      મારી સમજફેર થઇ હશે.હું પણ એજ કહેવા માંગું છું કે બે ભાષા સારી રીતે શીખી શકાય.મેં એલેમ્બિક વિદ્યાલય નો દાખલો આપેલો .એ ગુજરાતી મીડીયમ સ્કુલ ના વિદ્યાર્થીઓ બહુ સરસ ઈંગ્લીશ બોલતા.મેં લખ્યું છે માધ્યમ કોઈ પણ હોય સારું ગુજરાતી ને સારું અંગ્રેજી શીખવી શકાય.આપણાં વિચારોમાં ભેદ નથી ખાલી લખવાની સ્ટાઈલ અલગ છે.પણ એના લીધે મનભેદ તો જરાય ના થવો જોઈએ.મારા થી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરશો.

      Like

      1. ભાઈશ્રી ભુપેન્દ્રસિંહ
        વિચારભેદને કારણે મન ભેદ તો ક્યારે ય નહિ જ થાય તેની ખાત્રી રાખજો ! મેં હંમેશા તમામ બાબતોમાં સમયની સાથે પરિવર્તન અનિવાર્ય છે તેવું સ્વીકાર્યું છે અને તે માત્ર મારાં પૂરતું મર્યાદિત નહિ રાખતા અમારાં બાળકોના માનસનું પણ તેવી જ રીતે ઘડતર કરવા સફળતા પણ મેળવી છે. ઝડપતી બદલાતા સામાજિક્ અને ટેકનિકલ માહોલમાં વિચારોમાં તરલતા ના આવે તો સમય સાથે કદમ ના જ મીલાવી શકાય અને તેવા વિચારો હોવાને કારણે જ આ ઉમરે પણ આપ સૌ સાથે કોમ્પ્યુટર સાથે ટાઈપ પણ શીખી વિચારોની આપલે કરી શકું છું. વધુમાં આપણે એક બીજા સાથે વિચારોની આપ લે કરી રહ્યા હોઈએ ત્યારે ખેલદિલી પૂર્વક અન્યના વિચારો પણ શાંતિ પૂર્વક સાંભળવા જોઈએ તેવું હું માનું છું ખુલ્લા મન સાથે પોતાના પૂર્વગ્રહો કે ગ્રંથિઓ દ્વારા વિરોધી વિચારસરણી ધરાવનારને તોડી પાડવા તે યોગ્ય ના જ ગણાય ! ખરું કે ?
        સ-સ્નેહ
        અરવિંદ

        Like

  9. કોઈપણ માધ્યમમાં ભણાવો પણ સબ્જેક્સ અને પરીક્ષા પેપર્સ સરખા હોવા જરૂરી છે.આંતરાષ્ટ્રિય ભાષા અંગ્રેજીનું જ્ઞાન પણ જરૂરી છે.હિન્દી ભાષીઓએ આપણને આપણીજ સ્કૂલોમાં હિન્દી શીખવાડ્યું પણ આપણે તેઓને કમ્પ્યુટર સરળ ગુજરાતી મૂળાક્ષર પણ ન શીખવી શક્યા?ઘણા ગુજરાતીઓ હિન્દી જાણેછે છતાં પોતાના સાહિત્યને/ બ્લોગ્ઝને પોતાની માતૃલિપિમાં ગુજરાત બહાર લઇ જવાનો પ્રયત્નજ કરતા નથી. વેપારીવૃતી છે પણ ભાષાનો પ્રચાર કરી શકતા નથી. આ બાબતમાં પ્રતિભાવો દર્શાવા પ્રયત્ન કરશો.

    ચાલો સાથે પ્રયત્ન કરીએ ગુજરાતીને રાષ્ટ્રલિપિ બનાવવાનો……

    GUJARAT PLUS…
    http://kenpatel.wordpress.com/

    Like

  10. Very good thoughts.
    Most Gujarati students can’t focus on English because they learn 3-4 languages in three scripts while Hindi people learn only two languages.
    Gujarat can easily eliminate Devanagari script by writing Hindi in Shirorekhaa free Gujarati script or via script converter.

    હિન્દી ભાષીઓ ને રોમન લિપિ નો ભય છે પણ ગુજરાતી ભાષીઓ ને બે લિપિઓ નો ! !

    સિતમ્બર મેં હોનેવાલે વિશ્વ હિંદી સમ્મેલન કે ઉપલક્ષ્ય મેં હિંદીકે સમ્મુખ ૧૪ મુખ્ય સવાલ
    હિંદીકે સમ્મુખ ૧૪ મુખ્ય સવાલ —
    સેક્શન ૧ – આધુનિક ઉપકરણોંમેં હિંદી
    ૧. હિંદી લિપિકો સર્વાધિક ખતરા — અગલે ૧૦ વર્ષોંમેં મૃતપ્રાય હોનેકા ડર
    ૨. સંગણક પર, મોબાઇલપર, નિકટ ભવિષ્યમેં બનનેવાલે ઐસે કિતનેહી ઉપકરણોંપર કહાઁ હૈ હિંદી
    ૩. વિકિપીડિયા જો ધીરે ધીરે વિશ્વજ્ઞાનકોષકા રૂપ લે રહા હૈ, ઉસપર કહાઁ હૈ હિંદી
    સેક્શન –૨ જનમાનસમેં
    ૪. કૈસે બને રાષ્ટ્રભાષા
    ૫. લોકભાષાએઁ સહેલિયાઁ બનેં યા દુર્બલ કરેં — ભારતમેં ૬૦૦૦ સે આધિક ઔર હિંદીકી ૩૦૦૦ સે અધિક બોલીભાષાએઁ હૈં, જો હમારે દેશકે લિયે ગર્વ હૈં ફિર ભી….
    ૬. અંગ્રેજીકી તુલનામેં તેજીસે ઘટતા લોકવિશ્વાસ
    સેક્શન – ૩ સરકારમેં
    ૭. હિંદીકે પ્રતિ સરકારી વ્હિજન ક્યા હૈ
    ૮. સરકારમેં કૌન કૌન વિભાગ હૈં જિમ્મેદાર, ઉનમેં ક્યા હૈ કોઑર્ડિનેશન, વે કૈસે તય કરતે હૈં ઉદ્દિષ્ટ ઔર કૈસે નાપતે હૈં સફલતાકો
    ૯. વિભિન્ન સરકારી સમિતિયોંકી શિફારિશોંકા આગે ક્યા હોતા હૈ
    સેક્શન ૪ — સાહિત્ય જગતમેં —
    ૧૦. લલિત સાહિત્ય કે અલાવા બાકી કહાઁ હૈ હિંદી સાહિત્ય — વિજ્ઞાન, ભૂગોલ, કૉમર્સ, કાનૂન વ વિધી, બઁક ઔર વ્યાપારકા વ્યવહાર, ડૉક્ટર ઔર ઇંજીનિઅર્સકી પઢાઈકા સ્કોપ ક્યા હૈ |
    ૧૧. લલિત સાહિત્યમેં ભી વહ સર્વસ્પર્શી લેખન કહાઁ હૈ જો એક્સોડસ જૈસે નૉવેલ યા રિચર્ડ બાખકે લેખનમેં હૈ|
    ૧૨. ભાષા બચાનેસેહી સંસ્કૃતિ બચતી હૈ — ક્યા હમેં અપની સંસ્કૃતી ચાહિયે | દૂસરી ઓર ક્યા હમારી આજકી ભાષા હમારી સંસ્કૃતિકો વ્યક્ત કર રહી હૈ|
    ૧૩. યુવા પીઢી ક્યા કહતી હૈ ભાષાકે મુદ્દેપર — કૌન સુન રહા હૈ યુવા પીઢીકો|
    ૧૪. આઘુનિક મલ્ટિમીડિયા સંસાધનોંકા પ્રભાવી ઉપયોગ હિંદી ઔર ખાસકર બાલસાહિત્યકે લિયે ક્યોં નહી હૈ
    —————–
    http://bhasha-hindi.blogspot.com/2012/12/14.html

    Like

  11. ઓ ટમે બઢા ભેગા ઠઈને હુરટી લેન્ગ્વેજની કેમ મેઠી માર્વા બેઠા છો? અમારો સાસ્ટરી કોઈ બી દારો ગાલ બોલતૉ નથી. અંગરેજીની ફાડો છે. ટમારા ડેસમા રબડી ડેવી કે ફૂલન ડેવી રાજ કરટા હોય ટો બઢ્ઢી જ બોલીનું બારમુ કર્હો. અમારો સાસ્ટરી લેખક ઠયેલો છે ને બઢ્ઢી સ્પેલિંગ ખોટ્ટી મારે છે. સહી ડસ્તક ચંદુ ચા વાલા.

    Like

  12. રાંઓલજી, આપને ભાષા ની વાત કરીએ છીએ, પણ એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ભણતર દરેક માટે જુદી જુદી કક્ષાનું હોવું જોઈએ, શા માટે જે બાળક/વ્યક્તિ સ્કુલ ની શિક્ષા પછી ભણવાનું છોડી દેવાનો છે તેને દરેક વિષયનું જ્ઞાન હોવું જોઈએ? જે સમાજમાં એને કામ કરવું છે કરવાનું છે અને એમાં એને અંગ્રેજી ગુજરાતી, સંસ્કૃત બધાનું શિક્ષણ શું જરૂરી છે? કે માધ્યમ પણ જરૂરી છે?
    બે પ્રકાર છે (1) Mass અને (2) Class, જો class અંગે વાત કરો છો તો આપની વાત બિલકુલ સત્ય છે, પણ Mass અંગે વિચારણા જરૂરી છે, જેને પોતાના વર્તુળની બહાર નીકળવું નથી એને ભાષા -માધ્યમ અંગે કોઈ ફેર પડતો નથી, અને જરૂરી પણ નથી,
    આપે કહ્યું કે ગુજરાતી જે અમેરિકા આવ છે તેમને ભાષાના પ્રશ્નો ઉભા થાય છે પણ મિત્ર, એ બધા એને માટે જ આવે છે કે પૈસા કમાઈ લયીએ, અને મોટેલ કે સ્ટોરમાં નોકરીએ લાગી જાય છે, પણ આપે જોયું હશે કે 1960 થી 1975 સુધીમાં આવેલા કેટલાય ગુજરાતીમાં ભણી ને ડોક્ટર/એન્જીનીઅર બનીને આવેલા પણ આપે જણાવ્યા મુજબ જ બીજા સાઉથના કે મુંબઈના વ્યક્તિઓ કરતા પણ સુંદર રીતે નોકરીઓ અને ધંધામાં સેટલ થયેલા છે, અહીં પણ class અને mass નો ફેર દેખાય જ છે,

    Like

  13. Bhupendrasinh – મુદ્દો તાજો અને દરેક નો પોતીકો છે … પરંતુ આ મુદ્દો જુનવાણી-વૃદ્ધ-લેખકોનો માલિકીનો બની જાય છે … આ વિષય ઉપર આખીવાતને સમજ્યા વગર 3-દિવસના નિરર્થક ‘લેકચર’ ઠોકીને આખા-મુદ્દાને આ જુના-ઘસાયેલા લેખકોની જાહેરાત-ન તમાશો બનાવી નખાય છે … ત્યારે આજની-પેઢીની વિચારશીલ-પ્રગતિશીલ ગુજરાતી-યુવાની આ કહેવાતા ભાષાના ઠેકેદારોમાં અટવાય છે અને પછી … પછી તે પોતાની માત્રુ-ભાષાનાં ઉભા થયેલા આ કુંઠિત-વિચારોના વાડાઓ કુદીને બીજી ભાષા અપનાવવા પ્રેરિત થાય છે … કારણકે તે (અંગ્રેજી) ભાષા તે સમયને અનુરૂપ – વૈશ્વિક જ્ઞાનને અનુરૂપ છે … ..
    ……..
    12-માં-ધોરણ સુધી અમારું પણ ભણતર ‘ગુજરાતી-માધ્યમ’ માં-જ રહ્યું … પરંતુ તે સાથે 13-વર્ષની વાયથી હું અંગ્રેજી-નવલકથાઓ વાંચતો … અને પછી મારા મિત્રો સાથે અમેરિકન / બ્રિટીશ એક્સેન્ટમાં અંગ્રેજીમાં વાર્તાલાપ કરવાનો પ્રયત્ન કરતો ત્યારે આપણાં માનસિક-ગુલામ ગુજરાતી મિત્રો મજાક કરતા કે – “ખોટે ખોટું ફાડવા નું બંધ ક” … અત્યારે? … અત્યારે તે બધા ત્યાના ત્યાં-જ છે … અને મને એ ફાયદો થયો કે – “છેલ્લા 15-વર્ષથી અમેરિકાન-બ્રિટીશ કંપનીનાં પ્રોજેક્ટ્સ ‘ડાઈરેકટર ‘ લેવલથી હેન્ડલ કરું છું … એય ને ફાડફળાટ … “

    Like

Leave a comment