ઘુંઘવતો દરીયોને શાંત એના ખોળે રે,
ભીના પગલાની છાપ મે તો છોડી રે.
કાંટાળી કેડીઓ ને અણજાણ્યા પંથ રે,
આંખોમાં ભર્યા મેતો શમણાં કેરા ભાર રે.
ચાર ડગલા આમ ચાલુ,ચાર ચાલુ તેમ રે,
ગંતવ્ય સ્થાન કઈ કેટલુંય દુર રે.
નીરવ ઘંટારવ ને છીપલાઓ ખાલી રે,
જીવન ના સત્યો હજુ પામવાને વાર રે.
નભના નીલા વાદળોને રૂપેરી કોર રે,
સાતપગલે પહોચવાની દિલમાં છે હામ રે.
કાંટાળા બાવળો માં રંગ મેતો દીઠા રે,
ભીના પગલાની છાપ મે તો છોડી રે.
કાંટાળી કેડીઓ ને અણજાણ્યા પંથ રે,
આંખોમાં ભર્યા મેતો શમણાં કેરા ભાર રે.
ચાર ડગલા આમ ચાલુ,ચાર ચાલુ તેમ રે,
ગંતવ્ય સ્થાન કઈ કેટલુંય દુર રે.
નીરવ ઘંટારવ ને છીપલાઓ ખાલી રે,
જીવન ના સત્યો હજુ પામવાને વાર રે.
નભના નીલા વાદળોને રૂપેરી કોર રે,
સાતપગલે પહોચવાની દિલમાં છે હામ રે.
કાંટાળા બાવળો માં રંગ મેતો દીઠા રે,
દોડતી ખિસકોલીએ પ્રાણ એમાં પૂર્યા રે.
*આને શું કવિતા કહેવાય?કે તુકબંદી,અછાંદસ.ગાંધીનગર થી વિરાજ નામના એક નાનકડા ઓરકુટ મિત્રે એની અંદર રહેલા ફિલસુફે ખેચેલા થોડાક ફોટા મુકેલા.એ જોઇને મારી અંદર રહેલો તુકબંદીકાર જાગી ઉઠ્યો.પહેલીવાર જેવું આવડ્યું તેવું લખી નાખ્યું છે.કોઈ હસતા નહિ,હો કે ! એ ફોટા પણ ઉપર મુક્યા છે.
ભુપેન્દ્રસિંહ,,,,,,,,,,,,,,, પ્રેરણા આપનાર “વિરાજ”…..
thank u uncle…pan tamari kavita kharekhar bau saras chhe….
LikeLike