*આજે દિવ્યભાસ્કરમાં ગુજરાતના પનોતા પુત્ર સામ પિત્રોડાનો વિઝન વિભાગમાં વસ્તીનો અંત:સ્ફોટ નામનો લેખ વાચ્યો.ઘણી બધી ટેકનીકલ ચર્ચા કરી છે.ખુબ સરસ લેખ છે.વસ્તી ઘટાડવા માટે સ્ત્રી શિક્ષણ જરૂરી છે,લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્નો કરવા પડે,અતિશય વસ્તીથી આરોગ્ય અને સુખાકારીના સાધનો પર અસર પડે વિગેરે વિગેરે ચર્ચા કરી છે.હવે હું તમને નવા કોન્સેપ્ટ તરફ લઇ જાઉં.ઉત્ક્રાન્તીવાદ,ઇકોલોજી અને ઈવોલ્યુશન તરફ લઇ જાઉં.ભારતની વસ્તી એક અબજ કરતા વધી ગઈ છે.અને હવે ચીન કરતા પણ આપણે આગળ નીકળી જઈશું.એની ચિંતા આપણા કરતા બીજા દેશો વધારે કરે છે.ચાલો કુદરત(ભગવાન)ના કેટલાક સિમ્પલ નિયમો જાણીએ.
*સર્વાઇવલના યુધ્ધમાં જે મજબુત હોય તે જીવે,નબળો,કમજોર હોય તે મરે.”સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ” એવું ડાર્વિન કહી ગયો ખુબજ અભ્યાસ પછી. કમજોરનું આ દુનિયામાં કામ નથી.
*દરેક પ્રાણી,એમાં આપણે પણ આવી ગયા, ભગવાને કે કુદરતે એવી વૃત્તિ મુકેલી છે કે પોતાની એક પ્રતિકૃતિ પાછળ મુકતા જવું.નહીતો પછી દુનિયા આગળ ચાલે નહિ.અને એના માટે કુદરતે દરેક પ્રાણી,પક્ષી,વનસ્પતિ,જીવ,જંતુ અને બીજા તમામ સજીવોમાં સેક્સ મુક્યો.એક છોડ કે વનસ્પતિ પર ફૂલ આવે ને પરાગનયન થઇ ફળ આવે એમાં બીજ હોય એના વડે પછી બીજી વનસ્પતિ પેદા થાય આ સેક્સ જ કહેવાય.દરેકના પ્રજનન તંત્રો જુદા જુદા હોય પણ કામ તો એકજ કરવાનું કે પોતાના જેવું બીજું કૈક પાછળ મુકતા જવાનું.
*એટલે એક તો ખુબજ મજબુત થવાનું,અને બીજું પાછળ એવોજ મજબુત વંશ મુકતા જવાનું.આ બે કામ ચોક્કસ પણે કરવાના એ દરેક પ્રાણી માત્રનો ધર્મ જ કહેવાય.
*પહેલા વસ્તી ઓછી હતી માટે ઋષીઓ એવા આશીર્વાદ આપતા કે અષ્ટપુત્રાભવ:,હવે ભારતમાં તો ના જ અપાય.બીજી ધાર્મિક માન્યતા હતી કે પાછળ પુત્ર હોવો જોઈએ નહિ તો નરકમાં જવાય.પુરુષ પ્રધાન સમાજમાં દીકરાથી વંશ ચાલે.બીજું કારણ પુરુષના જીન્સ Y ક્રોમોઝોમ દ્વારા દીકરામાં ટ્રાન્સફર થાય,દીકરીમાં ન થાય કેમ કે દીકરીમાં Y હોતા નથી ફક્ત X જ હોય છે.તમે ગર્ભ પરીક્ષણ કરી દીકરીઓને જન્મતા પહેલા મારી ના નાખો તો કુદરત તો દીકરા અને દીકરીના જન્મનું પ્રમાણ લગભગ સરખું જાળવી જ રાખે છે.ભારતમાં સરખું નથી,એનું કારણ ભ્રુણ હત્યા છે.
*કુદરતે એક ફૂડ ચેઈન બનાવી છે.એમાં એક જીવ બીજા ને ખાય છે.વનસ્પતિ પણ જીવ જ છે.વનસ્પતિ જમીન માંથી પોષણ મેળવે.આ વનસ્પતિ ખાઈને ઘાસાહારી પ્રાણીઓ મોટા થાય.અને આ પ્રાણીયોને ખાઈ માંસાહારી પ્રાણીઓ જીવે.”જીવો જીવસ્ય ભોજનમ”.સૌ સૌના જઠર પ્રમાણે ખાય છે.સિંહ કે વાઘ હિંસક નથી ફક્ત એમની પાસે ઘાસ પચાવે એવું જઠર જ નથી.ઘાસ પચાવવા માટે જઠરમાં ખાસ પ્રકારના બેક્ટેરિયા જોઈએ.જે ઘાસને ખાઈ તોડી નાખે.મતલબ તમને ખાવા માટે કોઈ ટાંપીને બેઠું છેજ.એમાં કોઈ હિસા કે પાપ નથી.ફક્ત તમારે જીવવું હોય તો સામનો કરો કે ભાગો કે કોઈપણ ઉપાય અજમાવો.એ તમારે વિચારવાનું છે.નહિ તો પછી મરો અને કોઈના આહાર બની એને જીવવા દો.
*પાછળ જે પેઢી તમે મુકતા જાવ એમાં શ્રેષ્ઠ જીન્સ ટ્રાન્સફર કરતા જાવ,નબળા ,કમજોર નહિ.નહીતો કાળક્રમે પેઢી ખલાસ થઇ જાય.કેટલાક જાણવા જેવા દાખલા.સિંહ નું એક ફેમીલી હોય છે.એમાં બધી સિંહણો જ હોય,એમના નાના બચ્ચા,કબ હોય છે.કોઈ બીજા મોટા સિંહને રહેવા દેવામાં ના આવે મારીને કાઢી મુકાય છે.બીજા સિંહ જે એકલા ફરતા હોય એ અવારનવાર પ્રયત્નો કરતા હોય છે આં ટોળાનો કબજો લેવા,પણ ટોળાનો બોસ લડીને કાઢી મૂકતો હોય છે. હવે આ સિંહ ઘરડો થાય કે કમજોર પડે એટલે પેલા જુવાન સિંહ પાછા હુમલો કરે અને કમજોર નરને ભગાડી મારી તગેડી મુકે.હવે કબજો જમાવ્યા પછી પહેલું કામ શું કરશે?તમને નવાઇ લાગશે,ક્રુરતા લાગશે,પહેલું કામ ટોળામાં રહેલા નાના નાના બચ્ચાને મારી નાખશે.કેમ?કેમકે આ બચ્ચાઓના કમજોર બાપને મારી કાઢી મુક્યો હવે એના જીન્સ ના જોઈએ,અને બીજું પારકા જીન્સ હું ના ઉછેરું મારા પોતાના મજબુત જીન્સ કેમ ના ઉછેરું?બીજું જ્યાં સુધી બચ્ચા માંને ધાવતા હોય ત્યાં સુધી એ સિંહણ હીટ માં નાઆવે.ગર્ભવતી ના થાય.હવે જે બચ્ચાઓને બચાવવા જીવના જોખમે પેલા સિંહ જોડે લડી હોય છે એજ સિંહણ બચ્ચા મરી જતા ગરમીમાં આવી એજ સિંહ જોડે પ્રેમાલાપ કરી ગર્ભવતી બને છે.
* બીજો દાખલો સિંહોના ટોળા અને જંગલી ભેસોના ટોળા આફ્રિકામાં એક સાથેજ રહે છે.સર્વાઇવલનું યુદ્ધ રોજ ચાલે છે.આ ભેસો હમેશા એક ટોળામાં રહે.એ લોકોએ સર્વાઇવલ થવા માટે તરકીબો શોધી કાઢી છે.નાના બચ્ચા હમેશાં વચ્ચે જ રહે.અને ભાગતી વખતે કોઈ પાછળ રહી જાય અને સિંહની જપટમાં આવી જાય તો આખું ટોળું જે ભાગતું હતું તે અચાનક પાછું વળી સિંહો પર હુમલો કરી,પડી ગયેલી ભેસને શીંગ મારી ઉઠાડી એમની સાથે ફરી ભાગવા મજબુર કરે.એક કે બે સિંહનું કામ જ નહિ કે આ ભેસનો શિકાર કરે.કમસેકમ સાત થી આઠ સિંહ વળગે તોજ શિકાર થાય.હવે ઘાયલ ભેસને વારવાર બચાવવા છતાં જો એ ભાગી ના શકે તો તમને નવાઇ લાગશે ભેસોના ટોળાનો બોસ જાતેજ પેલી ઘાયલ ભેસને શીંગ મારી મારીને પાડી દેશે.અને બધા ભાગી જશે.ખોટો સમય અને એનર્જીનો વ્યય કરવો.
*બીજો એક ઉપાય સર્વાઇવલ થવાનો જો તમે મજબુત ના બની શકો તો ખુબજ વસ્તી વધારો.મારી મારીને કેટલા મારશે?આફ્રિકામાં ભેસોની વસ્તી પ્રમાણ માં ઓછી ગણાય કેમ કે સિંહોની વચ્ચે એ લોકો સર્વાઈવ થઇ જાય છે,પણ વાઈલ્ડ બીસ્ટ પ્રમાણમાં નબળા પડે.ના તો એલોકો સામો હુમલો કરે.ના તો ટોળામાંના કોઈને બચાવે ઉભા ઉભા જોયા કરે.તો એમની વસ્તી એટલી બધી છે કે ખતમ જ ના થાય.જે જે પ્રાણીઓ કમજોર છે એમની વસ્તી ખુબ હોય,પ્રજનન ક્ષમતા ખુબ જ હોય.ઘણા દર છ મહીને બચ્ચા પેદા કરતા હોય છે.
*તમારી પાછળ કોઈને મુકતા જવાની ચિંતા કુદરત ખુબજ કરતી હોય છે માટે પુરુષના એક ટીપા Seminal fluid માં અબજો સ્પર્મ મુકે છે,ચાન્સ લેવા માગતી નથી.વનસ્પતિના બીજ એકજ જગ્યાએ નહિ પણ જુદી જુદી જગ્યાએ ફેલાય એવી વ્યવસ્થા કુદરતે ખૂબી થી કરેલી હોય છે.પ્રાણીઓમાં પણ એવુજ છે.કુદરત ચાન્સ લેવા નથી માગતી માટે એક નર જુદી જુદી માદા ઓમાં પોતાના બીજ રોપતો હોય છે.માદા પણ મજબુત નરના જ બીજ ઉછેરવા માગતી હોય છે.માટે એક માદા માટે બે નર યુદ્ધ કરે છે,માદા રાહ જુવે છે,જે જીતે એ ભોગવે ને બીજ રોપે.માણસ જાત પણ કુદરતની નજરમાં પ્રાણી જ છે.એટલે માણસ જાતના નરમાં જુદી જુદી સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છા સામાન્ય હોય છે,પણ કાયદા,સંસ્કાર,નિયમો,ધર્મ ને બીજી અનેક બાબતો ને લઇ ને આવું કરતા નથી.બહુપત્નીની પ્રથા હતીજ.
*તમામ પ્રાણીઓમાં માણસ જાત કમજોર ગણાય.બધા પ્રાણીઓના બચ્ચા બે કલાકમાં ઉભાથાઈ જાય.દોડવા માડે.એટલે માણસ જાતે ફેમીલી બનાવ્યું.વધારામાં કુદરતે બ્રેન આપ્યું.પણ છતાં સામાન્યનિયમો તો લાગેજ.કુદરતના સામાન્ય નિયમ પ્રમાણે માનવ જાતમાં પણ મજબુત નરના ભાગમાં જ નારી આવતી હશે.કમજોરના ભાગમાં નારી આવતી નહિ હોય.પણ બીજા પ્રાણીઓ સાથે સર્વાઈવલ થવા માટે સંખ્યા વધારવી જ પડે.એટલે રોજ નારી માટે ઝગડવાનું પોસાય નહિ.એટલે કોઈ કમજોર પણ બુદ્ધિશાળી માનવ સમુહે દરેકના ભાગે નારી આવે એવું વિચારી લગ્નસંસ્થા,લગ્ન વ્યવસ્થાની શોધ કરી હશે.મજબુતના મનમાં આનો વિચાર જ ક્યાંથી આવે?એને તો એની શક્તિ પર વિશ્વાસ જ હોય.પણ લગ્ન વ્યવસ્થાને લીધે લીધે મજબુત અને કમજોર બધા જ બચ્ચા પેદા કરવા માંડ્યા,વસ્તી ઝડપથી વધવા માંડી.લગભગ બધાજ પ્રાણીઓથી કમજોર માનવ જાત નામનું પ્રાણી સર્વાઇવ થઇ ગયું.લગ્ન વ્યવસ્થા એ અસ્તિત્વ ટકાવવાની મથામણ માંથી નીપજેલો એક બુદ્ધિશાળી ઉપાય માત્ર જ છે.એ કોઈ ઉપરથી ફેકેલી યોજના નથી.આપણે એને પવિત્રતાનો દરજ્જો આપી આજ સુધી ટકાવી રાખી.પણ હવે પશ્ચિમના દેશોમાં લગભગ તૂટી ચુકી છે.ત્યાં હવે જેવાતેવાના ભાગમાં નારી આવતી નથી.
*મહાભારતના યુદ્ધ માં લગભગ સર્વ નાશ થઇ ચુક્યો હતો.પ્રજા યુધ્ધોથી ગભરાઈ ગઈ હતી.યજ્ઞોમાં પશુઓના બલિદાન અને કર્મકાંડો વધી ગયા હતા.એમાં આવ્યા ભગવાન બુદ્ધ અહિંસાનો સંદેશ લઇ.લોકો કંટાળી ગયા હતા.પ્રજાને કશું નવું,નવો સિદ્ધાંત જોઈતો હતો.દસ હજાર શિષ્યોનો કાફલો લઇ બુદ્ધ ફરતા હતા.હિંદુ ધર્મ ઉપર ખતરો છવાઈ ગયો હતો.એ વખતના હિંદુ મહાપુરુષોએ રટવાનું ચાલુ કર્યું અમે પણ અહિંસક છીએ.ગાયો,ભેશો,બકરા,ઘોડા વધેરવાનું બધ થયું,એની જગ્યાએ નાળીએર ને કોળા વધેરવાનું ચાલુ થયું.અહિંસાનો નારો એટલો બધો ગુંજી ઉઠ્યો કે પ્રજા સાવ જ ડરપોક અને કાયર બની ચુકી.અહિંસા પરમ ધર્મ.દુશ્મનોના ધાડેધાડા આવવા માંડ્યા.પણ શું થાય હવે તો અહિંસા પરમોધર્મ.તો કુદરત શું કરશે?ચાલો ભાઈ વસ્તી વધારો.મારી મારી ને કેટલાને મારશે?સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ.
*આ ત્રાસવાદીઓને કુદરતના નિયમની ખબર નથી,એક અબજ છીએ.અમારો નાશ કદી ના થાય.ચીનમાં પણ આજ હતું.ત્યાં પણ બુદ્ધ ધર્મ અસર કરી ગયો.માંન્ગોલ્યા થી રોજ ધાડે ધાડા આવે અને ચીન અંગ્રેજોનું વેચેલું અફીણ ખાઈ ને નમાલું થઇ ગયું હતું.હવે એની વસ્તીનો દર ચોક્કસ ઘટવાનો,કારણ હવે મજબુત થઇ ચુક્યું છે.બાકી ચીનમાં તો ગરમી નથી પડતી,એતો તિબેટ ની પેલે પાર આવ્યું છે.જયારે આફ્રિકાના ગરમ પ્રદેશોમાં પણ ભારત જેટલી વસ્તી નથી.કારણ ઘણા એવું માનતા હોય છેકે ભારત ગરમ દેશ છે માટે વસ્તી વધારે છે.શું આપણે ભારતીઓ બળવાન છીએ,ગરમ પ્રદેશના છીએ,ચોખ્ખા ઘી દૂધ ખાઈ ને,કામ ઉર્જાની બાબતમાં વધારે તાકાતવર છીએ એટલે બાળકો વધારે પેદા કરીને વસ્તી વધારીએ છીએ?એવો ગર્વ ઘણા બધા કરે છે.પણ ના એવું નથી.કુદરતના નિયમ પ્રમાણે આપણે ખુબજ કમજોર છીએ અને મહેસુસ કરીએ છીએ એટલે વસ્તી વધારીએ છીએ.આ સત્ય ખુબજ કડવું છે.એટલે ગળે ઉતરવું મુશકેલ છે. અહંકાર પણ આડે આવેજ.આપણે આફ્રિકાની ભેસો જેવા નથી રહ્યા,આપણે એ બહાદુર ભેસો જે એમના ભાઈ પર હુમલો થાય ત્યારે જીવના જોખમે પાછા વળી સિંહ જેવા મોસ્ટ ડેન્જરસ પ્રાણી પર હુમલો કરે છે,એવા નથી રહ્યા.આપણે કોઈ ત્રાસવાદી હુમલો કરે ત્યારે ફક્ત પેલા ડરપોક વાઈલ્ડ બીસ્ટ ની જેમ ભાગવા માંડીએ છીએ.અને આપણો કોઈ ભાઈ સામનો કરતો હોય તો મદદ પણ કરતા નથી ને એને મરવા દઈએ છીએ.એક જમાદાર ખાલી ખુરશીઓ ફેકી ત્રાસવાદીની સામે ટક્કર લેતો હોય ત્યારે હજારો બહાદુરીના બણગા ફૂકતાં કાયર ભાગતા હોય છે.ઝરખડાઓને ખબર છે કે આ ઘેટાઓ ઉભા રહેવાના નથી.એટલે તો છાસ વારે હુમલા થાય છે.આપણી માનસિકતા બદલાઈ ચુકી છે,એટલે પેલા આફ્રિકન વાઈલ્ડ બીસ્ટોની જેમ આપણા પ્રજનન તંત્રો વધારે સક્રિય થઇ ચુક્યા છે.અને વસ્તીનો વિસ્ફોટ વધતો જાય છે.હવે એજ્યુકેશન વધી ગયું છે.બે બાળકો બસના નારા પણ ગવાઈ ચુક્યા છે.પ્રજા જાગૃત બની ચુકી છે,છતાં કેમ વસ્તી ઓછી થતી નથી?દિવસે દિવસે વધતી જાય છે.અને ચીનથી પણ આગળ નીકળવાની હોડ જામી છે.આપણી માનસિકતા નહિ બદલાય,સર્વાઇવલ ના યુદ્ધમાં સામનો કરવાની હિંમત નહિ આવે,આપણા પ્રજનન તંત્રો વધારે પડતા સક્રિય બન્યા છે તે અટકે નહિ ત્યાં સુધી વસ્તી વિસ્ફોટ અટકવાનો નથી. આપણા વૈજ્ઞાનિકોએ,સમાજશાસ્ત્રીઓએ,સાયકોલોજીસ્ટોએ અને નેતાઓએ આનો અભ્યાસ કરવો પડશે.ઉત્ક્રાન્તીવાદના સામાન્ય નિયમોને તમે અવગણી શકો નહિ.
*ભારતની વસ્તી ઘટાડવા માટે પ્રજાની માનસિકતામાંથી નમાલાપણું,કાયરતા,કમજોરી કાઢી,એને બહાદુરી અને મજબૂતાઈના પાઠ ભણાવો,એના માટે કઈ રોજ લડવા જવાનું નથી,ફક્ત માનસિકતા બદલવાની છે.કુદરત એનું કામ કરશે.બાકી કોઈ નહિ.
*મારા વિચારો કદાચ કોઈની સમજમાં ના પણ આવે,માનવામાં ના પણ આવે,યોગ્ય ના પણ લાગે,પણ સર્વાઇવલ,ઇકોલોજી,ઈવોલ્યુશન,સાયકોલોજીના નિયમો વિષે આંગળી ચીન્ધવું લગભગ અશક્ય છે.ભારતમાં પણ ક્ષત્રિયોની વસ્તી ખુબજ ઓછી છે,ભલે સમાજે કે ધર્મોએ વધારે લગ્નો કરવાની છૂટ આપી હતી.સિંહોના ટોળા ના હોય વાઈલ્ડ બીસ્ટના જ હોય.
નોધ:–ઉપરનો આર્ટીકલ શ્રી સામ પિત્રોડા ના “વસ્તી નો અંત:સ્ફોટ” ઓન લાઈન દિવ્યભાસ્કર આવેલા માં આર્ટીકલ ની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.
![6ff86c2b3cd21a0e[1]](https://brsinh.files.wordpress.com/2009/12/6ff86c2b3cd21a0e1.jpg?w=474)
કમાલનો અભ્યાસ રજૂ કર્યો છે. માનવું પડે એવાં તારણો છે. તમે માત્ર કરવા ખાતરની દલીલો નથી કરી પણ એ દરેકની પાછળ મજબૂત તર્ક અને ઉદાહરણો પણ આપ્યાં છે.
LikeLike
જોકે ઘણો જુનો આર્ટિકલ છે.પણ વાંચ્યો એટલે કઈક કહેવાનું મન થયુ.
“ઉત્ક્રાંતિ નું હૃદય છે સેક્સ” અને ” વિનાશનો યમ છે સેક્સ”
અસહ્ય વસ્તી વિસ્ફોટએ અશિક્ષીત વર્ગને આભારી છે.વસ્તી વધતા મનુષ્યની જરુરીયાતો પણ વધતી ગઈ.મનુષ્યે પોતાની જરુરીયાતો સંતોષવા કુદરતની સંતુલાને વેરવિખેર કરી નાખી છે.જેના કારણે ગ્લોબલ વોર્મિગ નામના યમ નો જન્મ થયો છે.આ યમ પાડો લઈને ક્યાંરે પૃથ્વી પર આવે, કહી ન શકાય.
તમારો લેખ વિચારવા માટે પ્રેરે છે…આભાર
LikeLike