
*અઢારમી સદીની શરૂઆતમાં જયપુરના રાજા સવાઈ જયસિંહે જયપુરમાં જંતર(instrument), મંતર(ફોર્મ્યુલા) ની જ્યોતિષના અને સૂર્યની ગતિવિધિઓના અભ્યાસ માટે સ્થાપના કરી. સૂર્યની પોજીસન ઉપરથી સમય માપવા માટે સન ડાયલની રચના કરી. એને તમે સૂર્ય ઘડિયાળ કહી શકો.
*ધોળાવીરા………કચ્છમાંથી મળેલું ૪૫૦૦ વર્ષ જુનું આ શહેર એક કિલોમીટરના ઘેરાવામાં ફેલાયેલું સ્પોર્ટ સ્ટેડીયમ ધરાવતું હતું. ગટર વ્યવસ્થા, સુએઝ વ્યવસ્થા, બાથરૂમ અને અમેરિકન સ્ટાઈલવાળા સંડાશ ધરાવતા એ શહેરમાં આશરે ૧૦૦૦૦ હજાર માણસો રહેતા હતા. આના ૨૦૦૦ વર્ષ પછી રોમનોએ શહેર બનાવ્યા.
*0…..zerઓ……The mystical idea of nothingness, શૂન્ય એટલે કશું નહિ. શૂન્યની શોધએ દુનિયાને આપેલી મોટામાં મોટી ભેટ છે. આનો લેખિત પુરાવો ૯મી સદીમાં રાજા મીહીરભોજે બનાવેલા ચતુરભુજ વિષ્ણુ મંદિર, ગ્વાલિઅરના શિલાલેખમાં આજે પણ છે. એક થી નવ નંબર અને ગણિત, દશાંશ પધ્ધતિ એ ભારતની બહુમુલ્ય ભેટ છે. આરબ વેપારીઓ આ ગણિત યુરોપમાં લઇ ગયા. ૧૩મી સદીમાં રોમન ચર્ચ ડેવિલનું કામ છે એવું કહીને આ ગણિત પર પ્રતિબધ મુકે છે, પણ પછી સહેલાયથી ગણી શકાતું હોવાથી ધીરે ધીરે સમગ્ર યુરોપે આને સ્વીકારી લીધું.
*હ્યુજ મેટલ વર્ક…………કુતુબ મીનારના સંકુલમાં આવેલો ૧૭૦૦ વર્ષ જુનો થંભ સ્ટીલમાંથી બનાવેલો છે. લાકડામાંનો કાર્બન લોખંડમાં ઉમેરીને કાટ ના આવે આવું સ્ટીલ બનાવવાની પધ્ધતિ ભારતીયોને આવડતી હતી.
*કપાસમાંથી કાપડ બનાવવાની ભારતની હાથશાળોની ટેકનોલોજી અપનાવી ૧૮મી સદીમાં અંગ્રેજોએ મોટા મશીનો બનાવી કાપડનું ઉત્પાદન કરવા માંડ્યું, એનું શ્રેય ભારતને ફાળે જાય છે. અને આજ કોટન કપડાને ભડકીલા રંગ ચડાવવાનું કામ પણ દુનિયા ભારતીયો પાસે થીજ શીખી છે.
*લગભગ ૪૦૦૦ વર્ષ જુનો યોગા આખી દુનિયામાં ડંકો વગાડે છે. જોકે પરદેશમાં યોગાના કલાસીસમાં આસનો શીખવવામાં આવે છે. યોગના આઠ અંગોમાનું આસનો એક જ અંગ છે. યોગા વિષે વધારે લખવાની જરૂર નથી. આજે યોગાના સૌથી વધારે પેટન્ટ અમેરિકા આપશે છે ભારત પાસે નહિ.
*ચરકે આયુર્વેદ(હર્બલ મેડીસીન) ઈશુના ૪૦૦ વર્ષ પહેલા લખ્યો, જે ફીજીશ્યન હતા. શુશ્રુત સર્જન હતા, ૨૫૦૦ વર્ષ પહેલા એમણે લખેલું સર્જન મેન્યુઅલ આજે પણ સર્જનો જાણે અજાણે વાપરે છે. કપાળમાંથી ચામડી લઇ યુદ્ધમાં ઘવાએલા નાક વાળા સૈનિકોના નાક ઠીક કરવાની પ્લાસ્ટિક સર્જરી એ ભારતના શુશ્રુતની શોધ છે.
*ચેસ………..ચતુરંગની રમત જેને આપણે ચેસ તરીકે ઓળખીએ છીએ એ ભારતના રાજાઓની નવરાશના સમયે રમવાની રમત હતી. પોલો પણ ભારતનાં રાજાઓની રમત હતી.
*વેક્સીનેસન…….શીતળાના દર્દીના શીતળામાંથી થોડું પસ સાજા માણસને થોડો ઘા કરી એમાં દાખલ કરી એને વૈદ્યોના સતત નિરીક્ષણ હેઠળ રાખી, એને તાવ આવે ત્યારે એના પર સતત ઠંડુ પાણી રેડી એને તાવમાંથી મુક્ત કરી સાજા કરવાની પધ્ધતિ આપનાવેલી, પછી એ માણસને ક્યારેય શીતળા નાં થાય.
*મીણનો ઉપયોગ કરી ધાતુ(મેટલ)ના પુતળા બનાવવાની વિદ્યા ભારતની શોધ છે.
*કામસૂત્ર……….પહેલ વહેલું સેક્સના શિક્ષણ ઉપર વ્યવસ્થિત રીતે લખેલું પુસ્તક એ વાત્સ્યાયનની રચના છે. શિવજીના લિંગ(મેલ જેનેટલ)અને જલાધારી(માતા પાર્વતીની યોની, ફીમેલ જેનેટલ)સર્જનના પ્રતિકની પૂજા કરી નોર્મલ સેક્સનું બહુમાન કરવાનું શ્રેય ભારતીયોને ફાળે જાય છે. જાપાનમાં આવાજ લાકડાના લિંગ બનાવી એની પૂજા થાય છે. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચર્યા , ચર્યા એટલે ફરવું અથવા સતત એમાં રમમાણ રહેવું એવો અર્થ કરી શકાય. સેક્સ ના કરવો એવો સ્ટુપીડ અર્થ કોણે ઘુસાડ્યો ખબર નથી.
વાહ. આનંદ થયો.
LikeLike
Vaah saheb, Khoob j saras Information.
LikeLike
eagerly waiting for part 2
LikeLike
અજંતાની ગુફાઓમાં રંગકામ અને ચીત્રોને જે કપડાં પહેરાવેલ છે એ જોવાજેવા છે. ગાઈડે ચીત્રમાં એક નારીનું કપડું બતાવેલ જે મારા ખમીસને આબેહુબ મળતું આવતું હતું.
ધોળાવીરાની બાથરુમ અને સંડાસની વ્યવસ્થા ખરેખર અદ્દભુત. ન્યુયોર્કથી ચડીયાતી.
દુનીયામાં ચેસ એવી રમત છે જે બોર્ડ ઉપર નરી આંખે બધું દેખાય અને લખી સકાય એવી રમત છે અને છતાંય જીતનારો ક્યારે હારી જશે એની ખબર ન પડે.
કોમ્પ્યુટર પ્રોગ્રામોમાં ૧૦-૨૦ લાખ ઈન્ટરનેશનલ લેવલની રમતો હોય છે અને ૫-૬ થી ૮-૯ ચાલો માનવની જેમ એડવાન્સ વીચારી રમે છે એ જોવા જેવું હોય છે.
ઉપરની પોસ્ટમાં છેલ્લું ચીત્ર ધોળાવીરામાં પ્રજાજનો માટેની પાણીની ટાંકીનું છે. કચ્છમાં એ વખતે પણ દુકાળ પડતા હતા અને પાણીને સાંચવવાની એ લોકોને આવડત હતી.
બાંધકામ પાંકુ છે એ આજે પણ દેખાય છે.
LikeLike
what your thinking about untouchability in india? please reply
LikeLike
હાશ…લોકો કહેશે કે બાપુએ ક્યાંક તો ભારતના વખાણ કર્યા!
બહુ જ સુંદર અને માહિતીપ્રદ લેખ. હજુ આર્યુવેદ જેવી બીજી બાબતો સમાવી શકાય..
LikeLike
દાદા આતો બહુ જુનો લેખ છે. તમેય શું ??
LikeLike
છેલ્લા ૧૦૦-૨૦૦ વરસોમાં કરેલું કોઈ ભૌતિક સંશોધન ધ્યાનમાં ખરું ?!
LikeLike
સી.વી.રામન પછી કોઈ સારો વૈજ્ઞાનિક પકવી શક્યા નથી. ૧૦૦-૨૦૦ વર્ષ હહાહાહાહા!!!
LikeLike
Bhupendrabhai: http://rutmandal.info/guj/2010/07/modernindia/
LikeLike
ભૌતિકશાસ્ત્રમાં સર સી. વી. રામન ખરેખર દાદને પાત્ર હતાં; કે જેમણે નૉબેલ પ્રાઈઝ પણ મેળવ્યું હતું. પરંતુ, શ્રી મેઘનાદ સહા (આઈન્સ્ટાઈનના કાર્યને આગળ ધપાવનાર)એ ભૌતિકીમાં ન ભૂલી શકાય તેવું પ્રદાન આપેલું છે. તેમની સાથે શ્રી સત્યેન્દ્રનાથ બૉઝને પણ યાદ કરવા જોઈએ (હિગ્સ-બોસોન પાર્ટિકલના શોધક). તો શ્રી જયંત નાર્લિકરનું કૉસ્મોલોજીમાં પ્રદાન અનન્ય છે – બ્રહ્માંડની ઉત્પત્તિની હૉઈલ-નાર્લિકર થીયરી આપનાર. બીજા પણ ઘણા ગણાવી શકાય જેમણે ઇન્ટરનેશનલ લેવલે ઘણા શોધ-નિબંધો પ્રસિધ્ધ કરેલા છે.
LikeLike
i m read ur blog in facebook link….resent 2 month i read and enjoy very much sir.generlly i m not intrested in reading but now a day m waitting to ur new blog….
thanx sir..
best regards,
viraj katariya(M.E(E.C))
LikeLike
Sir,
one request sir,when new artical come plz tag me on facebook….
thanx….
LikeLike
જો…. મોગલો ને અંગ્રેજોને ભારતમાં ઘૂસતાંજ મારી હટાવ્યા હોત , ચન્દ્રગુપ્ત થી ગોંડલ ના ભગવતસિંહજી જેવા શાશકો મળ્યા હોત … તો એકજ મહાસત્તા હોત.
LikeLike
કેટલીક રસપ્રદ બીજી બાબતો –
– પાઈ – π (pi) – નું ચોક્કસ મુલ્ય, પ્રથમ વખત ભારતિય ગણિતશાસ્ત્રીઓએ શોધ્યુ.
– શરીર પર લાગેલા ઘા પર સાંધા લેવા માટે ઘાની બેઉતરફની ચામડીને ભેગી કરી તેના પર જીવતા મકોડાને પકડી રાખીને ડંખ મરાવવો અને ત્યારબાદ તેનું માથુ જ રહે તે રીતે મકોડાનું શરીર તોડીને ફેંકી દેવાનું – ટાંકા લેવાની આ પધ્ધતિ સૌપ્રથમ ભારતિય આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ (સુશ્રુત સંહિતા)માં અપનાવવામાં આવી.
– રસશાસ્ત્ર – રસાયણ શાસ્ત્ર (કેમેસ્ટ્રી)માં ભારતિય લોકો ઘણા માહેર હતાં; તેના પુરાવા ઓછા મળે છે. પરંતુ સાંયોગિક પુરાવાઓ જુઓ તો આજે પણ મળી આવે. ઘણાં સાધુ – અઘોરીઓ કુદરતી રીતે મળતા તત્વોમાંથી નવા મિશ્રણ બનાવી શકતા. તેને જે તે સમયે જાદુ કે કિમિયા તરીકે ઓળખાતું; આજે પણ આવા પ્રકારના ઠગ-જાદુગરો જોવા મળે છે.
– જયપુરના રાજા સવાઈ જયસિંહે જંતર-મંતર જેવા સ્ટ્રક્ચર જયપુર – દિલ્હી – ઇન્દોરમાં બનાવ્યા તે પહેલાથી ભારતિય ખગોળશાસ્ત્રી (જે તે સમયે તે જ્યોતિષશાસ્ત્રીઓ કહેવાતા)ઓ સૂર્યઘડી – સનડાયલ (Sundial) – ની બાંધણી અને ઉપયોગ જાણતા હતાં – આર્યભટ્ટ અને વરાહમિહિરે આનો ઉલ્લેખ કરેલો છે.
– ભૂસ્તરશાસ્ત્ર વિષે વરાહમિહિરે ઘણી નોંધો કરેલી છે. (ખાસ કરીને કઈ જમીનમાં કેટલે ઊંડે પાણી મળી શકે તે બાબતે).
– સૌથી અગત્યનું – સંસ્ક્રુત ભાષા. દુનિયાની સૌથી વધુ સ્ટ્રક્ચર્ડ ભાષા. વ્યાકરણની રીતે; નિયમોની રીતે; અભિવ્યક્તિની રીતે અને ઉપયોગની રીતે સૌથી વધુ સુગઠીત ભાષા હોય તો તે સંસ્ક્રુત છે. (એક તારણ મુજબ – જો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સંસ્ક્રુત ભાષાના આધારે કરવામાં આવે તો તે સૌથી સરળ પડે – કદાચ એટલે જ દક્ષિણ ભારતિયો – કે જે સામાન્ય સંજોગોમાં પણ સંસ્ક્રુત ભાષાનો ઊપયોગ વધારે પ્રમાણમાં કરે છે – કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં દુનિયામાં સૌથી આગળ છે!!)
– પાયથાગોરિઅન થિયરમ (સૂલ્વ-સૂત્ર ભૂમિતિ; ઈ.પૂર્વ ૮મી સદી) કે ફિબોનાકી સંખ્યાઓનું (હેમચંદ્રસુરિ મહારાજ) આકલન પણ ભારતિય ગણિતજ્ઞો આગવી રીતે જાણતા હતા.
– ન્યુટનના આધુનિક બીજગણિતના આધાર સમા -Sine – ચાપનો પ્રથમ ખ્યાલ ભારતિય હતો – જે બાદમાં આરબ લોકો દ્વારા યુરોપ સુધી પહોંચ્યો.
– સામુદ્રિક શાસ્ત્ર – વ્યક્તિના કેટલાક ચોક્કસ અંગોને જોઈને તે વ્યક્તિ વિષેનો સમગ્ર ખ્યાલ મેળવી લેવો. જેમકે – હાથની રેખાઓ, લલાટની રેખાઓ, કે હાથ-પગના નખ, કે પગના ચિન્હો વગેરે. (હસ્તરેખા શાસ્ત્રએ સામુદ્રિક શાસ્ત્રની જ એક શાખા ગણી શકાય!) મંદિર નિર્માણના શિલ્પીઓ – સોમપુરા બ્રાહ્મણો – એ આ શાસ્ત્રનું જ્ઞાન મેળવવું જરૂરી હતું કારણકે તેના આધારે જ જુદી-જુદી મૂર્તીઓનું નિર્માણ વ્યવસ્થિત રીતે શક્ય છે. જો કે આ પ્રકારના શાસ્ત્રો દુનિયાની બીજી સભ્યતાઓમાં પણ હોઈ શકે છે; પરંતુ ભારતમાં તે સ્વતંત્ર રીતે વિક્સ્યુ હતું.
આવા ઘણા જાણીતા-અજાણ્યા પ્રદાન છે.
LikeLike
ખૂબ સરસ માહિતી છે.
LikeLike