પાવાગઢ ના રાજા પતાઈ,,,,,,,,,,,,માતાજીનો છેડો.

પાવાગઢ ના રાજા પતાઈ વિષે પણ લોકોમાં ગેરમાન્યતા હજુ આજે પણ છે.પતાઈ રાજા એ પૃથ્વીરાજ ચૌહાણ ના વંશ નો પાવાગઢ નો લોકપ્રિય રાજા હતો.માતાજીનો પરમ ભક્ત,મહાકાળીના મંદિરમાં દશન કર્યાં વગર પાણી પણ ના પીવે.હવે સમજો મહમદ બેગડા એ પાવાગઢ ના કિલ્લા ને જીતવા ખુબ પ્રયત્નો કર્યાં,પણ પાવાગઢ નો અજેય કિલ્લો જીતવા સફળ વારંવાર પ્રયત્નો છતાં ના થયો.પાવાગઢ નું ભૌગોલિક સ્થાન જ એવું હતું.કિલ્લા માં પેસવાના ગુપ્ત માર્ગ મળે તોજ જીતાય માટે કોઈને ફોડવો પડે અને જયારે પ્રજા માં પ્રિય હોય તો કોઈ ખૂટલ થાય નહિ.
*હવે સમજો માતાજી કોઈ વ્યક્તિ નથી.શક્તિનું અને સ્ત્રીતત્વ નું એક પ્રતિક માત્ર છે.એની પૂજા કરવી એ એનું બહુમાન આભાર વ્યક્ત કરવાની રીત છે.એનર્જી નો સદુપયોગ થાય એજ માતાજી ની ભક્તિ કહેવાય.હવે મહમદ બેગડાએ રાજ રમત રમી,શીઘ્ર કવિઓ જોડે કવિતાઓ બનાવડાવી,ગરબા રચાવ્યા કે માતાજી ગરબો રમવા પધાર્યા ને પતાઈ રાજા એ માતાજીનો છેડો પકડ્યો.હવે જે માતાજી નો પરમ ભક્ત હોય,માતાજીના દર્શન કર્યાં વગર પાણી પણ ના પીતો હોય એ આવું કરે ખરો?અને પહેલી વાત કે માતાજી વ્યક્તિ બની ગરબા રમવા આવે ખરા?માતાજીએ શ્રાપ આપ્યો,એવી અંધ માન્યતા કવિઓ અને વાર્તાકારોએ ફેલાવી અને પતાઈ રાજાને ખરાબ ચરિત્રહીન સાબિત કરી દીધો.લોકો વિરુદ્ધ માં ગયા,અને હવે તો અનો નાશ થવો જોઈએ એવું માની ગુપ્ત રસ્તા બતાવી દીધા અને પાવાગઢ નું પતન થયું.એના વારસદારો  ભાગ્યાં.અને આજુબાજુ છુપાઈ ગયા પછી ચાન્સ મળતા પછી પોતાની ગાદીઓ સ્થાપી.દેવગઢબારિયા પતાઈ રાજાના વારસદારોએ સ્થાપેલું.ત્યાંના મહારાજા જયદીપસિંહ લોકસભા ના સભ્ય હતા,સ્પોર્ટ ઓથોરીટીના ચેરમેન હતા,જયપુર ના રાજકુંવરી જોડે એમના લગ્ન થએલા.
*     આવીજ એક બીજી અંધ માન્યતાની વાત કરું તો જયારે મહમદ ગજની સોમનાથ પર ચડી આવ્યો ત્યારે બ્રાહ્મણો કહેતા હતા આમારા શિવજી ત્રીજું નેત્ર ખોલશે એટલે બધા ભસ્મ થઇ જશે.બધા લિંગ ને બચાવવા લપેટાઈ લપેટાઈ ને કપાઈ મર્યા પણ કોઈએ તલવાર નાં ખેચી.પથ્થર ને ભગવાન માનીએ એમાં ખોટું નથી.પણ એ પથ્થરનું લિંગ જે મેલ જેનેટલ અંગ અને જલાધારીએ પાર્વતી ની યોની છે,આ સર્જન નું પ્રતિક માત્ર છે એની પાસે બધાને ભસ્મ કરી નાખવાની આશા રાખવી મુર્ખામી છે.આવી અંધ માન્યતાઓ ફેલાવવા વાળા કરતા એને માનવાવાળા મોટા ગુનેગાર છે.
*લોકોને જાણે અંધશ્રદ્ધા વગર ચાલતું જ નથી એવું લાગે છે.જાણે જીવવામાટે કોઈ સહારો જોઈતો હોય.જાણે કોઈના સહારે જ જીવાય બાકી મરી જવાય.અને પાછો દરેકનો વારા પછી વારો આવતો હોય છે.કોઈ વાર સંતોષી માતાનું ચાલે કોઈ વાર દશામાનું.હવે સંતોષીમાતા ને કોઈ ખાસ યાદ કરતુ નથી.ક્યાં ગયા?વાતો પણ કેવી વ્રત કે કથા ના કરી તો બારે વહાણ ડૂબી ગયા સમુદ્રમાં.અને કથા કે વ્રત કર્યાં તો ડૂબેલા જહાજ પાછા આવી ગયા.ટાયટેનીક ને જરા પુછોતો કે દરિયો કોઈને છોડતો નથી ડૂબ્યા તો ગયા.
*સર્વાઈવલ ના યુદ્ધ માં નબળા પડ્યા તો ગયા.કોઈ ભગવાન પણ બચાવવા ના આવે કારણ એ નિયમ એણે બનાવ્યો છે.અને ભગવાન માટે પૃથ્વી પરના તમામ જીવો સરખાજ છે.ભારતીયો એને વહાલા હોય અને બીજા ના હોય એવું ના હોય.માણસ વહાલો હોય અને બીજા પ્રાણી ના હોય એવું નહોય.કુદરત માટે બધા સરખાજ છે.એવું જ હોત તો ગજની જીત્યો ના હોત.મુસલમાનોએ હજાર વરસ રાજ ના કર્યું હોત કે અંગ્રેજોએ ૨૦૦ વર્ષ રાજ ના કર્યું હોત જો તમે મહાન ધાર્મિક લોકો પ્રભુને વધારે વહાલા હોત તો.   

13 thoughts on “પાવાગઢ ના રાજા પતાઈ,,,,,,,,,,,,માતાજીનો છેડો.”

  1. વાત સાચી છે. પણ એક વાત બીજી પણ યાદ રાખો આ જ શ્રદ્ધા ને લીધે હિંદુ ધર્મ સંસ્કૃતિ જીવત્તા છે. 5000 વર્ષ અને અનેક હુમલા છતાં.
   શ્રદ્ધા રાખવામાં કશું જ ખોટુ નથી. અંધશ્રદ્ધા ચોક્કસ આવકાર્ય નથી.

   Liked by 1 person

 1. પ્રિય સર,
  આવો સરસ લેખ લખવા માટે તમારો આભાર,
  તમારી વાત મને ખુબ જ ગમી આજે પણ આપના હિંદુ સમાજ માં ઘણી ગેરમાન્યતાઓ છે અને અંધ્શ્રથા પણ એટલી જ છે.
  લોકો પોતાની માન્યતાઓને એટલી હદે સ્વીકારી લીધું છે કે માન્યતાઓ પણ એમને વાસ્તવિકતા જ લાગે છે.
  તમે જે પતાઈ રાજા ની વાત કરી એ પણ વિચારવા લાયક જ છે .
  મને પણ એક આવી માન્યતા યાદ આવી જે હું કહું છું.
  જયારે આર્યો ભારતમાં આવ્યા ત્યારે ભારત માં એકદમ શાંત પ્રજા હતી.જે લોકો ને યુદ્ધ આવડતું પણ ન હતું .જયારે આર્યો તો યુદ્ધમાં
  માંહેર હતા.એટલે એમને જે અનાર્યો ને હરાવ્યા અને આપને અત્યારે તેને અસુર તરીકે ઓળખીએ છે.
  અપના પુરાણો મુજબ રાજા બલિ ને હરાવવા ભગવાન વિષ્ણુએ એક બ્રહ્માણનો અવતાર લઈને એની પાસેથી ત્રણ જમીન ના રૂપે
  ત્રણે લોક માંગી લીધા એવી માન્યતાઓ પ્રચલિત છે .પણ હકીકત માં રાજા બલિ એક પ્રજા પ્રેમી રાજા હતો અને તેના રાજ માં પ્રજા સુખી હતી.
  જયારે આર્યો આવ્યા તો આર્યો ને લાગ્યું કે આને હરાવી શકાશે નહિ તો તેમને વિષ્ણુ ભગવાન ના અવતાર ની માન્યતા પ્રચલિત કરી ને લોકોને
  વિશ્વાસ અપાવી દીધો.અને પ્રજા એ વિદ્રોહ કર્યો અબે રાજા બલિ નું પતન થયું અને પછી ભારત વર્ષ પર આર્યો નું રાજ થઇ ગયું .

  આના સિવાય ની એવી કેટલીય માન્યતાઓ છે જેવી કે મનુસ્મૃતિ ની માનતાઓ જે ફક્ત એમ જ બતાવે છે કે બ્રાહ્મણોને જ બધો અધિકાર છે .
  જેના વિષે તમારા લેખ ઘણા સારા છે અને આગળ વધુ લખશો તેવી વિનંતી છે. જયારે ભારત પર બુદ્ધ ધર્મ વિકસી રહ્યો હતો ત્યારે કદાચ મનુસ્મૃતિની
  માન્યતાઓ અસ્તિત્વમાં આવી હશે. .

  Liked by 1 person

 2. ઇ.સ. પુર્વે 3000-2500 દરમ્યાન મધ્ય એશિયાનાં ભટકતા આર્યોએ સિંધુતટની જુની, વિકસીત ,સમ્રુધ્ધ અને સુસંસ્ક્રુત દ્રવિડ ( આદિવાસી – અસુર ) સાથે સંઘર્ષ કર્યો, ભારતીય આર્યોનું વેદ સાહિત્ય ઇ.સ. પુર્વે 2000-800 સુધીમાં રચાયુ,તે આર્યોની મુખપાટવતા અને સ્મ્રુતિને કારણે સચવાયા, વેદકાળમાં ચાર વર્ણ સ્પષ્ટ હતા એમ પુરુષસુક્ત ઉપરથી લાગે છે,સૌથી પહેલા બધા બ્રાહ્મણો જ હતા, અને કર્મ ( ધંધા ) વડે વર્ણ પડ્યા. ધર્મક્રિયા કરનાર,કરાવનાર ,અને શિક્ષણનું કાર્ય કરનાર તે બ્રાહ્મણ, દેહ કસીને યુધ્ધમાં જ કુશળતા મેળવનાર તે ક્ષત્રિય , ક્રુષિ, વ્યાપારમાં નિપુણતા મેળવનાર તે વૈશ્ય , શારરિક શ્રમ થકી આજીવિકા મેળવનાર તે શુદ્ર, ,આર્યકાળમાં વર્ણભેદ, જન્મભેદ નહોતા પરંતુ કર્મભેદ હતા, જેમ આજે અમેરિકામાં છે.અને 1908માં ગાંધીજીનુ સ્વપ્ન ” હિંન્દ સ્વરાજ્ય ” માં કર્મ આધારિત ભારતની કલ્પનામાં આલેખાયેલું છે. આર્યો તો અંદરોઅંદર વર્ણો વચ્ચે લગ્નસંબંધોથી વિવિધ જ્ઞાતિઓમાં વહેંચાયો, જ્યારે દ્રવિડ- આદિવાસીઓ ( અનાર્ય ) પોતાના વિસ્તાર તેમજ સમુહ મુજબ ઓળખાયા. એ હકિકત ઇતિહાસવિદોનાં કહેવા મુજબ છે, અને પુરાતત્વવિદો અને મોહેન જો ડેરો તથા હડપ્પાની સંસ્ક્રુતિને આધારે ઓગણીસમી સદીની ચમત્કારિક શોધ છે. ભારતવર્ષનાં મુળનિવાસી આ દ્રવિડ, આદિવાસી, અનાર્ય છે. જેમને આ જ્ઞાતિવ્યવસ્થાનાં ચાર વર્ણોમાં કોઇ સ્થાન નથી, આમેય એમના કોઇ દેવ હોય તો એ પ્રક્રુતિ પોતે છે, એ સુર્ય, નદી, વ્રુક્ષ, પર્વત, વાઘ, સાપ વિગેરે છે,

  Liked by 1 person

  1. અરુણભાઈ આપનો આભાર ,,
   તમે જેમ કહ્યું એ મુજબ પેહલા બધા બ્રાહ્મણ જ હતા ..અને શુદ્ર તો ફક્ત ભારત ની મુળનિવાસી પ્રજા જ હતી એ વાત માં કોઈ બેમત નથી …સિંધુતટની જ વાત લો તો તે લોકો પ્રકૃતિને જ પૂજાતા હતા અને એના પુરાવા પણ મળ્યા છે ..

   Liked by 1 person

 3. Many beliefs are just created for their own benefits and to show the opponents down..
  Majority is not taking care to apply their minds, and follow in blind faith. Evan educated have no time to think is il-luck of our Nation. Swami Shri Sachidananji of Petlad and evan Gandhiji has told that varnashram system must be according to karma and not by birth should be proper.

  Like

 4. ભગવાન માટે પૃથ્વી પરના તમામ જીવો સરખાજ છે………..

  you may read these links…….

  Jews as a chosen people……….

  http://en.wikipedia.org/wiki/Jews_as_a_chosen_people

  Chosen people…

  http://en.wikipedia.org/wiki/Chosen_people

  Harijan……….

  http://en.wikipedia.org/wiki/Harijan

  ગુજરાતી ભારતકી રાજ્યભાષા ઔર રાષ્ટ્રલિપિ?

  http://kenpatel.wordpress.com/

  Liked by 1 person

 5. Mr.mayank

  જયારે આર્યો ભારતમાં આવ્યા ત્યારે ભારત માં એકદમ શાંત પ્રજા હતી.જે લોકો ને યુદ્ધ આવડતું પણ ન હતું………………………..

  you may listen this.

  ગુજરાતી ભારતકી રાજ્યભાષા ઔર રાષ્ટ્રલિપિ?

  http://kenpatel.wordpress.com/

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s