ગુડ લીશનીંગ,પ્રજ્ઞા અને અદ્વૈતવાદ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,પ્રેરણા–દિશા ગોહિલ.

*૨૫૦૦ વર્ષ પહેલા ભગવાન બુદ્ધે કહેલું કે જેને સાંભળવાની કળા(આર્ટ ઓફ ગુડ લીશનીગ)નથી આવડતી એનું શરીર અખાલાની જેમ વધે છે પણ એની પ્રજ્ઞા એટલે બુદ્ધી નથી વધતી.એના પછી ઈ.સ.૧૯૧૨ માં ફ્રેંચ મનોવૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિનયે એ જાહેર કર્યું કે માણસ ની શારીરિક અને માનસિક ઉંમર જુદી જુદી હોય છે.આપણે વડીલોનો હમેશા આદર કરીએ છીએ.કે ભાઈ ઉંમર વધવા સાથે એમના અનુભવોને આધારે એ વધારે બુદ્ધિશાળી હોય છે.પણ જો એમણે સારા શ્રોતા બનવાની વિદ્યા અમલમાં ના મૂકી હોય તો?બુદ્ધી ને ઉંમર સાથે ખાસ લેવાદેવા નથી.
*એક નાનું બાળક જન્મે છે,એ બોલતા શીખે છે બધું સાંભળીને.જો બાળક જનમ થી બહેરું હોય તો ભલે એનું સ્વર તંત્ર સારું હોય છતાં એ બોલતા શીખતું નથી.કારણ એ સાંભળે તો એના બ્રેન માં બધું સ્ટોર થાય પછી બોલતા શીખે.જન્મ થી બહેરું બાળક મૂંગું પણ હોય છે.સંભાળીએ તો આપણે બધાજ છીએ પણ સંભાળવાની કળા કોને આવડે છે,એ મહત્વનું છે.ઘણા લોકોને એમની વાતો કરવામાં જ રસ હોય છે,બીજાની વાત સાંભળવામાં જરા પણ રસ ધરાવતા નથી.
*સ્વામી વિવેકાનંદ ૩૨ કે ૩૩ વર્ષ ની ઉંમરમાં દિવંગત થઇ ગયા.આટલી નાની શારીરિક ઉંમરમાં એમની માનસિક ઉંમર કેટલી?૩૦૦,૫૦૦,કે ૧૦૦૦ વર્ષ?અને એમની સ્મરણ શક્તિ?દુનિયા માં એમના જેટલો મેમરી પાવર ધરાવતો કોઈ હજુ પેદા થયો નથી.અને આદ્ય જગદગુરુ શંકરાચાર્ય પણ એટલીજ નાની ઉંમર માં દિવંગત થયેલા.એટલી નાની ઉંમરમાં એમણે કેટલા બધા પુસ્તકો લખ્યા,ભાષ્યો કર્યા,ટીકાઓ લખી.આખા ભારત વર્ષના તમામ પંડિતોને શાસ્ત્રાર્થ માં હરાવ્યા.અને અદ્વૈતવાદ જેવા વૈજ્ઞાનિકવાદની સ્થાપના કે શોધ કરી.ફક્ત ૮માં વર્ષે સન્યાસ લીધેલો.આમારી પેઢીમાં આઠ વર્ષના બાળકને કશું ના આવડે,હમણા ની વાત જુદી છે.અત્યારે તો આઠ વર્ષ ના બાળકો ખુબજ હોશિયાર હોય છે.પણ લગભગ આઠમી સદીમાં જન્મેલા આદ્ય જગદગુરુ શંકરાચાર્ય ના જમાનામાં આઠ વર્ષનું બાળક સન્યાસ લેવાની વાત કરે મતલબ એની માનસિક ઉંમર કેટલી હશે?લો ઓફ સીન્ગ્યુંલારીટી શું છે?અદ્વૈતવાદ નથી તો શું છે?ભલે એની શોધ નું શ્રેય  આજના વૈજ્ઞાનિકોના ફાળે જતું.આજના ધર્મગુરુઓને એનું ભાન જ નથી.એમનો ધર્મ આ ખવાય,આના ખવાય,મંત્ર ,તંત્ર અને કથાવાર્તા અને કર્મકાંડો માં જ સમાઈ ગયો છે.દ્વૈત એટલે બે.અદ્વૈત એટલે એકજ.આ જગત માં કશું બે નથી.બધું એકજ છે.પદાર્થ અને એનર્જી એકજ છે.કશું નાશ પામતું નથી ફક્ત રૂપાંતર થાય છે.હુજ બ્રહ્મ છું,અહં બ્રહ્મમાસ્મી,સર્વ ખલુ ઈદમ બ્રહ્મ આજ તો લો ઓફ સીન્ગ્યુંલારીટી છે.નરસિંહ મહેતા કહે છે,બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે,નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોયે.
*સારા વક્તા બનતા  પહેલા સારા શ્રોતા બનવું જરૂરી છે.Fort Myers,Florida થી દિશા ગોહિલ લખે છે,I truly believe that a person who is good listener has more chance to learn new things and to learn from mistakes of others.આ લેખ લખવા પાછળ એમની જ તો પ્રેરણા છે. 
*વર્લ્ડ વોર સમયે અમેરિકન સૈનિકોની સરેરાશ ઉંમર ફક્ત ૧૩ વર્ષ ની હતી. 
*તમે કેટલું સાંભળો છો એ મહત્વનું નથી કેટલી ઉત્કટતાથી,તલ્લીનતાથી,ધ્યાન દઈને,એનું મહત્વ સમજી હૃદય માં ઉતારવા માટે સાંભળો છો એ મહત્વનું છે.
*હવે ભગવાન બુદ્ધ ના ઉપદેશ અનુસાર ફક્ત અખાલાની જેમ શરીર વધારવું છે કે પછી પ્રજ્ઞા પણ વધારવી છે?    

2 thoughts on “ગુડ લીશનીંગ,પ્રજ્ઞા અને અદ્વૈતવાદ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,પ્રેરણા–દિશા ગોહિલ.”

  1. ==

    અનુક્રમણીકા વાંચતા વાંચતા આર્ટ ઓફ ગુડ લીશનીંગ પર આવ્યો. શંકરાચાર્ય વીશે આપે લખ્યું છે કે :

    ” નાની ઉંમરમાં એમણે પુસ્તકો લખ્યા, ભાષ્યો કર્યા, ટીકાઓ લખી. આખા ભારત વર્ષના તમામ પંડિતોને શાસ્ત્રાર્થ માં હરાવ્યા. અદ્વૈતવાદ જેવા વૈજ્ઞાનિકવાદની સ્થાપના કે શોધ કરી. ૮માં વર્ષે સન્યાસ લીધેલો. “

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s