
કોણ કહે છે અમેરિકા માં ફેમીલી વેલ્યુજ ખલાશ થઇ ગઈ છે?થઇહશે પણ સાવ નહિ.અમરિકાના કેલીફોર્નીયા સ્ટેટ ના વાલેન્સિયા ની કોલેજ ના અંગ્રેજીના પ્રોફેસર માઈકલ અને એમની ઘરરખ્ખું પત્ની સુઝાન એમની સ્કીજોફ્રેનીયા થી પીડાતી ૭ વરસ ની દીકરી જેની ને દુનિયાભર ની જેટલી આપી શકાય તેટલી ખુશીઓ આપવા રાતદિવસ મહેનત કરી રહ્યા છે.નાનું બાળક જન્મે ત્યારે રોજની ૨૦ કલાક ઊંઘ લેતું હોય છે.જેની ફક્ત રોજના ૪ કલાક અને સતત ૨૦ મિનીટ થી વધારે કદી ઊંઘી નથી.પાચ વરસ ની થતા સુધીમાં ધીરે ધીરે માબાપ ને ખબર પડી ચુકી હતી એમની વહાલસોઈ દીકરી ગંભીર માનસિક બીમારીનો ભોગ બની ચુકી છે.હમેશા ઈલુજન માં જીવતી હિંસક બની જતી દીકરી જેની માબાપ ના ચહેરા નખ વડે ઉતરડી નાખતા વાર નથી લગાડતી.અખો દિવસ એના કાલ્પનિક મિત્રો જોડે રમતી વાતો કરતી,જેની ના લગભગ ૨૦૦ જેટલા કેટ,રેટ,ડોગ અને બર્ડસ એવા કાલ્પનિક મિત્રો છે.હિંસક બનતા ક્યારેક પોતાની ડોક ભાગવાનો પણ પ્રયત્ન કરતી હોય છે.એની હિંસકતા એના નાના ભાઈ બોધી માટે મુશ્કેલી ના સર્જે માટે માબાપે બાજુમાં જ જુદા એપાર્ટમેન્ટમાં જેનીને રાખવાનો અણગમતો નિર્ણય લેવો પડ્યો છે.સાથે એમાં કોઈ પણ ધારદાર વસ્તુ ના હોય એનું ધ્યાન પણ રાખ્યુજ છે,સાથે સાથે બંને માબાપ માંથી કોઈ એકની સતત હાજરી પણ હોયજ છે.શ્રી કૃષ્ણ ને થયે ૫૦૦૦ વરસ થયા અને શ્રી રામ ને એનાથી પણ વધારે.હવે આપણે એમને ફક્ત કલ્પનામાં જ વિચારવાનાને?હવે શ્રી કૃષ્ણ અને જશોદાના બાળપ્રેમ ને યાદ કરી રડતા કથાકારો કે શ્રી રામ સીતાજીની વનવાસ ની વાતો યાદ કરી રડતા અને શ્રોતાઓને રડાવતા કથાકારો વધતે,ઓછે અંશે સ્કીજોફ્રેનીક તો નહિ હોય ને?કે પછી પ્રજાને ઈમોશનલી બ્લેકમેલ કરી પોતાના રોટલા શેકતા બોર્ન એક્ટરો?મને તો લાગે છે લોકોનું બ્રેન વોશ કરનારા ઈમોશનલ બ્લેકમેલરો જ છે.માનીએ કે એમનું જીવન(શ્રીરામ,કૃષ્ણ) એક સંદેશો હોય,એમનું લખેલું કે કહેલું જ્ઞાન (ગીતાજી)લાખો વરસો લગી એવુંને એવું તાજું લાગે.એમની જીવન ઝરમર પ્રેરણા રૂપ હોય.પણ રોજ એનીએજ કથાઓ આજે અહી કાલે બીજે.આજે પાણીમાં(જહાજ),કાલે હવા(પ્લેન)માં,આજે મુંબઈ માં કાલે હિમાલયમાં.એકવાર વાચી લીધી કે સાંભળી લીધી,ટીવીમાં જોઈ લીધી,કે સ્કુલમાં ભણી લીધી બહુ થયું.જેને જે સંદેશો લેવો હોય તે લઇ લે.
મરમેડ ગર્લ શિલોહ પેપીન ૧૦ વરસ ની જન્મી ત્યારથી બંને પગ ભેગા જોઈન્ટ.આવું બાળક ૩ દિવસમાંજ મરી જાય.નાતો રેક્ટમ મળે ના યુરીન જવાની કોઈ વ્યવસ્થા.બે હોલ,નાના કાણા માંથી બધું બહાર આવે તેને સાચવવાનું.જે બાળક ત્રણ દિવસ માં મરી જાય તેવું હોય તેને દસ વરસનું કરતા લેસ્લી માતા ને એલ્મેર પિતા તથા ચાઈલ્ડ સ્પેશીયાલીસ્ટ મેથ્યુ હેડ ને કેટલી તકલીફ પડી હશે ?અને હજુ જીંદગી બાકી છે.કેટલીક વિષમ શારીરક પરિસ્થિતિને કારણે ના તો ડોક્ટર્સ એનું ઓપરેશન કરીને બે પગ છુટા પાડી શકે છે.વંદન છે આ માતા પિતાઓને.અમેરિકામાં ફેમીલી વેલ્યુજ સાવ ખલાસ નથી થઇ ગઈ.
Like this:
Like Loading...
Related
સાહેબ આવો જ મે એક કેસ અભિયાન માં વાંચેલો છે… વિદેશ (મે ઈટાલી) માં પોતાની પુત્રીના હત્યારા ને શોધવા માતા વેશ્યા બની ત્યા સુધી પહોચે છે અને હ્ત્યારા ને આબાદ પક્ડે છે…. મને લાગે છે ભારતીયો દંભી તો ઠીક પણ સ્યુડો -સેન્ટીમેન્ટ્લ પણ છે.
LikeLike
ખૂબ ખૂબ આભાર.આ સ્યુડો સેન્ટીમેન્ટલ વિષે આપે મારો મેલ બ્રેઈન ફીમેલ બ્રેઈન વાળો અને ભક્તોની ભરમાર વાળો લેખ વાચવો રહ્યો.
LikeLike
સાહેબ
આપના કોઈ લેખ મને ગમે છે તો એમાંથી અમુક લેખ ને ફેસબૂકમાં આપની લીંક સહિત શેર કરી શકુ ????
LikeLike
ચોક્કસ કરો.મારા લેખોની લીંક મારા ફેસબુકમાં આવી જતી હોય છે.આપના ફેસબુકમાં પણ લીંક મુકો આપના પ્રતિભાવ સાથે મુકો.
LikeLike