
માનવીનું બ્રેઈન બનાવીને ભગવાને હાથ ધોઈ નાખ્યા હશે. આખા શરીરનું કંટ્રોલ બ્રેઈન અને તેના મોકલેલ કેમિકલ મેસેજ દ્વારા થતું હોય છે. બ્રેઈનના જુદા જુદા વિભાગો જાતજાતના કામ કરતા હોય છે. ડાબોડી લોકોનું જમણું બ્રેઈન વધારે કામ કરતુ હોય છે, એમજ જમણા હાથે કામ કરનારા લોકોનું ડાબું બ્રેઈન વધારે એક્ટીવ હોય છે. આઈરીશ લેખક ક્રિસ્ટી બ્રાઉન આખા શરીરે લકવા ગ્રસ્ત હતો. જન્મથી દસ વર્ષ સુધી એને મેન્ટલી રીટારડેડ સમજવામાં આવ્યો હતો. એ બોલી પણ ના શકતો. એનું બ્રેઈન ફક્ત ડાબા પગને જ કંટ્રોલ કરી શકતું હતું. ચાલી પણ ના શકતો. એણે ડાબા પગ વડે ચિત્રો દોર્યા, જુના જમાનાનું ટાઇપ રાઈટર ચલાવ્યું ને મોટો લેખક બની ગયો. ના તો એણે કોઈ મંત્રો જપ્યા હતા, નાતો કોઈ શ્રી યંત્રની પૂજા કરી હતી. સેરેબ્રલ પાલ્સીનો એ શિકાર હતો. બ્રેઈનનો એ વિભાગ શરીરનું બેલેન્સ જાળવવાનું કામ કરે છે. બાળકને જન્મ સમયે ઓક્સીજન એટલે કે સ્વાસ લેવામાં કોઈ ગરબડ ઉભી થાય કે આચકી આવે તો આ સેરેબ્રલ વિભાગમાં ગરબડ થાય છે.
મહાન વૈજ્ઞાનિક ન્યુટનની કેબીનમાં બેસતો આવો જ લકવા ગ્રસ્ત વૈજ્ઞાનિક સ્ટીવન હોકિન્સ એની બિંગ બેંગ થીઅરી માટે જાણીતો છે. એના વિષે લખવું એ નાના મોઢે મોટી વાત જેવું થશે. શ્રી યંત્રોની પૂજા કરવાથી કે બુદ્ધી માંગતા મંત્રો જપવાથી કશું ના વળે. બ્રેઈનને એક્ટીવ રાખવું પડે , ગહન અભ્યાસ કરવો પડે, ચિંતન કરવું પડે. તમે કોઈ ધંધો કે નોકરી ના કરો તો શ્રી યંત્રની સતત પૂજા પણ પૈસા ના આપે. ના તો તમારો માનસિક વિકાસ થાય. આપણે મંત્રો જપવામાજ રહી ગયા. જુના જમાનાના ઋષીઓ આવા નહતા. એ લોકોએ જાતજાતના સિદ્ધાન્તોની શોધો કરી છે. સતત મંત્ર જપવાથી એ મંત્ર તમારા સબ કોન્શીયાશ માઈન્ડમાં સ્ટોર થઇ જાય, બીજું શું થાય? તમને ઊંઘમાં પણ કોઈ પૂછે તો તમે રટી જાવ ભૂલ ના થાય, બીજું શું ? બ્રેઈનની આજ કારીગરીનો ઉપયોગ જુના ગ્રંથોને સાચવવામાં કરવામાં આવેલો. છાપકામ(પ્રિન્ટીંગ) વિદ્યા અહી ના હતી. લખવાનું બહુ પાછળથી આવ્યું. કાગળ ને પ્રિન્ટીંગ ચીનાઓની શોધ છે. હજારો વર્ષોથી , હજારો ગ્રંથો ફક્ત કંઠસ્થ રાખીને સાચવેલા છે. આખાને આખા ગ્રંથો પેઢી દર પેઢી સતત રટણ કરી ને, જપીને સબ કોન્શીયશ માઈન્ડમાં સ્ટોર કરીને સાચવેલા છે. આ એક ભગીરથ કાર્ય હતું. એમાંથી જ કદાચ જપ જપવાનું ચાલુ થયું હશે.
દા.ત.ગાયત્રી મંત્રમાં સૂર્યનારાયણ પાસે બુદ્ધી માગી છે. ઋષિ વિશ્વામિત્રે એની રચના કરી હતી. ઋષિઓને ખબર હશે કે આ સૂર્યનારાયણ આપણાજન્મદાતા છે. એટલે એમની પાસે બુદ્ધી માગી. એમાં કશું ખોટું નથી. કે હે ભગવાન મને બુદ્ધી આપજે જેથી હું શાસ્ત્રોનું અધ્યયન કરી શકું. સારું બ્રેઈન આપજે કોઈ ગરબડ વગરનું જેથી હું અભ્યાસ કરી શકું. બધા જોડે સારું બ્રેઈન હોતું નથી કે પછી ઉપયોગ કરતા આવડતું ના હોય. રોજ બેચાર વાર ગાયત્રી મંત્ર બોલી, ભગવાન જોડે સારી બુદ્ધી માગી, એ આપીછે કે નહિ એની ખાતરી કરવા જે તે વિષયના અભ્યાસમાં ખુંપી જવું એજ ગાયત્રી મંત્રનો સાચો ઉપયોગ મને તો લાગે છે. હવે આ મંત્ર સતત જાપો તો એ મંત્ર ગોખાઈ જાય. તમારા બ્રેઈન માં સ્ટોર થઇ જાય, એનાથી આઈનસ્ટૈનની થીઅરી ઓફ રીલેટીવીટી કઈ રીતે સમજાઈ જાય? એના માટે તમારે એ થીઅરીનો જ અભ્યાસ કરવો પડે. આઈનસ્ટૈનને કોઈ દિવસ મંત્ર જપતા જાણ્યા નથી. બુદ્ધી માગવાથી થોડી મળી જાય, એના માટે સતત અભ્યાસ કરવો પડે. હજારો વર્ષોથી ગાયત્રી મંત્ર જપતા આપણે પાછળ કેમ પડ્યા? ગાયત્રીના પ્રચારક અને ગાયત્રી પરિવારના સ્થાપક પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્ય ખાલી મંત્ર જપીને બેસી નથી રહ્યા. તેઓશ્રીએ વેદો અને શાસ્ત્રોનું ગહન અધ્યયન પણ કરેલું છે. એના લીધે આટલુ બધું સાહિત્ય રચીને આપણા માટે મુક્યું છે. જે તે વિષયનું જ્ઞાન મેળવવા જે તે વિષયમાં ખુંપી જવું પડે. મહામુલા ગ્રંથોને પ્રિન્ટીંગના જ્ઞાનના અભાવે સતત જપીને, કંઠસ્થ રાખીને જીવતા રાખવાના પ્રયત્નોમાં આપણે સફળ થયા પણ એમાં જ આપણે દિશા ચાતરી ગયા ને મંત્રો જપી જપીને બુદ્ધી મળી જશે, ધન મળી જશે, જાતજાતની વિદ્યા મળી જશે એવું વિચારી બુદ્ધિહીન બની ફક્ત અને ફક્ત ગોખણીયા જ બની ગયા, અને બાકી દુનિયાથી પાછળ પડી ગયા. મને પોતાને નાનપણમાં કોઈ પણ અર્થની ખબર વગર ગીતાના પ્રથમ બે અધ્યાય મોઢે હતા. એક પણ શ્લોકનો અર્થ ખબર નહતી. ફક્ત પિતાશ્રીએ નિયમ રાખેલો કે રોજ બે અધ્યાય વાચવા. ઊંઘમાંથી ઉઠાડી કોઈ પૂછે તો પણ એ શ્લોકો હું બોલી શકતો..
દુનિયાને શૂન્યની સાથે મેથ્સ, યોગ, આયુર્વેદ, કામસૂત્ર, કોટન કપડાને કલર કરવાનું જ્ઞાન, લાકડમાંનો કાર્બન લોખંડમાં ઉમેરી સ્ટેઈનલેસસ્ટીલ બનાવવા જેવું ધાતુ વિજ્ઞાન આપવાવાળા આપણે પછાત રહી ગયા. ચરક ફીઝીશ્યન હતા, શુશ્રુત સર્જન હતા, કપાળમાંથી ચામડી લઈને યુદ્ધમાં તૂટેલા નાકની પ્લાસ્ટિક સર્જરી કરતા હતા. એમણે જે સર્જન મેન્યુઅલ લખ્યું છે એ આજે પણ સર્જનો પાળે છે. વાળના બે ભાગ કરે તેવા સાધનો હતા એમની પાસે એવું સાભળ્યું છે. આ બધું મારા ઘરનું નથી લખતો, “પ્રાચીન લોકોએ દુનિયા ને શું આપ્યું? (ઇન્ડિયન્સ)”, એવી એક યુંરોપીયને બનાવેલ ડોક્યુમેન્ટ્રી જોઈ હતી. ઘણું બધું હતું એમાં ભારતે દુનિયાને આપેલ, આતો થોડા દાખલા જ આપ્યા છે. ક્યાં ભૂલ થઇ આપણી? કેમ પાછળ પડી ગયા? પી એમ રૂમ, સ્મશાન ગૃહ, લેબર રૂમ બધામાંથી મરેલા માનવ અંગોનો તંત્ર મંત્રમાં ઉપયોગ કરવા વેપાર થાય છે જાણી શરમ આવે છે. શ્રી યંત્રની પૂજા કરીને કોઈને ધન કમાવું છે કે કોઈને મંત્ર જાપીને બુદ્ધી મેળવવી છે, કોઈને ગુરુઓના આશીર્વાદ કે ધબ્બા ખાઈને સુખી થવું છે, કે કોઈને જીભ ચડાવી માનતા પૂરી કરવી છે, કે કોઈને મરેલા માનવના અંગોની પૂજા કરીને ઇચ્છાઓ પૂરી કરવી છે, એક પોતાની જીભ કાપે છે, બીજો બીજાના અંગ વાપરે છે, બધાને વિના પ્રયત્ને, સહેલાયથી બધું મેળવી લેવું છે. બ્રેઈનમાં રહેલી મહાન શક્તિઓનો કોઈને ઉપયોગ કરવો નથી. હાથમાં માળા લઈને સતત મંત્રો જપતા બાવાઓની બુદ્ધીહીનતા શું નથી દેખાતી? એક મંત્ર સારી રીતે બ્રેઈનમાં સ્ટોર થઇ જાય પછી એને સતત જપવાનો શો અર્થ? કોઈ મેડીકલનો વિદ્યાર્થી કે ડોક્ટર કોઈ રોગ ની દવા યાદ કરીલે કે ગોખીલે પછી? રોજ હાથમાં માળા લઈને ક્રોસીન ક્રોસીન કે બ્રુફેન બ્રુફેન જપ્યા કરે તો? ગાંડો જ લાગશે. નાતો મંત્રો જપવાથી કે નાતો યંત્રોની પૂજા કરવાથી, ધન મળે કે બુદ્ધી વધે. ધન મળે ધંધો પાણી કે જોબ કરવાથી અને બુદ્ધી વધે અભ્યાસ કરવાથી. 

૧૦૦% સહમત (કાંતિકારી વિચાર)
:- રણજીતસિંહ વાઘેલા
LikeLike
ખરેખર મંત્ર જાપ કરવાથી ધ્યાન કરવામાં સહાયતા મળતી હોય તો કરવો જરૂરી.પણ મેં સામાન્ય જન આખો દિવસ એમજ માળાઓ ફેરવ્યા કરે છે,એને માટે લખેલું.મંત્ર દાખલા તરીકે ઓમ નો જોરથી કાન ને સંભળાય તેવો જપ કરો પછી બધ થઇ જાવ ને એની ગુંજ ને સાંભળવાનો પ્રયત્ન કરો.એના ધ્વનીને પકડવાનો ટ્રાય કરો.તમે જે બોલો છો એ આહત નાદ છે,ઉત્પન્ન કરેલો.પણ પ્રયત્ન કરવાનો છે સાંભળવાનો અનાહત ને.જે ઉત્પન્ન કરેલો નથી,શાશ્વત છે.ઓમ નો ધ્વની એ વૈશ્વિક,કોસ્મિક ધ્વની છે.એને બે વસ્તુ અથાડીને ઉત્પન્ન કરવો નથી પડતો.એને સાંભળીલો એટલે કામ પત્યું.અનાહત ને સાભળવાની સાધના માટે મંત્ર ની જરૂર પડે.પણ એ મંત્ર સતત રટવાનો નથી.એક વાર સારી રીતે બોલ્યા પછી એની લીંક પકડી અનાહત ને પકડવાનો છે. આ તો ખોટા આખો દિવસ માળા લઈને દેખાડા કરતા હોય છે.હા પણ આપણી વાત સાચી છે એટલો સમય બાકી દુનિયા ને નડે તો નહિ.ફરી બીજો ગૂંચવાડો ક્લીઅર કરી આપ્યો.બોલો ફી (ચાર્જ) કેટલો આપો છો?
LikeLike
So true and agreed. 🙂
LikeLike
tamara kantikari ane purava sathe nu discussion bahu game chhe..
LikeLike
શ્રી યંત્ર વાપરવાથી ધન વધે જ! – વેચનારને! 🙂
મંત્રો બીજી વાત છે. હું તો ઘણું બધું નથી જાણતો પણ અતુલભાઈની વાત સાચી – નડતા અટકવું તે ખોટું નથી.
ઉપરાંત, મારા મતે અંદર (ભયના કે વેરના કે ક્રોધના કે અભિમાનના કે મહત્ત્વાકાંક્ષાના માર્યા) વિચારોનું દબાણ વધી જાય ત્યારે બુદ્ધિ વપરાતી બંધ થઈ જાય છે.
મંત્ર (કાનથી), ત્રાટક (આંખથી), એરોમાથેરાપી (નાકથી), ચોકલેટ ચગળવી (સ્વાદથી), ધ્યાનથી (મનથી), યોગ કે કસરતથી (બેલેન્સથી) કે માત્ર ઊંઘી જવાથી મગજને થોડો સમય ભુલાવામાં નાખીએ તો એ દબાણ હટી જાય છે. સરવાળે નિર્ણયો વધુ સાચી રીતે લઈ શકાય છે.
જો સાચા નિર્ણયો લેવા તેનું નામ બુદ્ધિ હોય તો મંત્રજાપથી બુદ્ધિ વધીને?
LikeLike
So very true……
By the way I also liked what Pramath said….”શ્રી યંત્ર વાપરવાથી ધન વધે જ! – વેચનારને! :-)”
LikeLike
આ લેખ છેક આજે વાંચું છું.મંત્ર જપવાથી બુદ્ધિ કેમ વધે? તો ગોખણિયા વિદ્યાર્થી જ ગોલ્ડ મેડલ લઈ જાય. હા. મંત્ર જપતા જ રહીએ દાઢી વધે ખરી! એટલે જ આપણા બધા ઋષિમુનિ દાઢીવાળા છે. મંત્ર જપ્યા કરે, ચેલાઓ ભિક્ષા માગી લાવીને પોતાનું અને ગુરુનું પેટ ભરે. બાકી એ કોણે કહ્યું કે ઋષિ થયા એટલે દાઢી વધારવી જ જોઇએ! વેદમાં કે કોઈ બીજા શાસ્ત્રમાં લખ્યું છે ?
LikeLike
.
.
શ્રી દીપક્ભાઇ,
તમે ઋષિઓનો વાંક નહી કાઢતા હો….. એ તો ત્યારે બાબરનો અભાવ હતો નહીતર આ બધા ક્લિન શેવ કેવા દેખાતા હોત……………
.
.
LikeLike
શ્રી યંત્ર આખી અલગ જ ડિવાઈસ છે અથવા એક મોડેલ રૂપ મંદીર ની રચના નો લે આઉટ પ્લાન…તેના થી કોઈ ધન નથી વધતુ …. બાકી અંધશ્રધ્ધાની બજાર માં વેચવાવાળો ય દિવાનો અને ખરીદવા વાળો ય દિવાનો
LikeLike
આપે ઘણું વાંચી લીધું ને કાઈ?ખૂબ ખૂબ આભાર આપે રસ્ બતાવ્યો અને વાંચ્યું.સાથે પ્રતિભાવ પણ આપ્યા.
LikeLike
my father name is mahesh date of birthaday 26-01-1959
time 12.10 am job kab millaga
LikeLike
thanks for giving us sure guide line i agree with your thought give such type of thought on every manyata
LikeLike
બાપુ સાહેબ, ખુબ સરસ લેખ છે. આમ તો હું રેશનલ છું (ના માનતા હો તો જુવો મારી કુંડલી – એમાં પણ ઈ જ લખ્યું છે). આમ મજાક ને બાજુ માં મુકીએ, પણ ફક્ત તંત્ર મંત્ર નાં રવાડે ચડી ને કુટુંબને બરબાદ થતા જોયા છે. અહી ફક્ત વિશ્વાસનો અભાવ, અને આળસ, ટુકા રસ્તે, કોઈ જ પ્રયત્ન વગર ફટાફટ સમ્પત્તી માટે આ શ્રી યંત્ર કે અન્ય યંત્રનો ઉપયોગ પ્રચલિત છે.
મારા દાદા લગભગ ૩૦ વરસ નિયમિત ગાયત્રી હવન કરેલ. પણ નીજાન્દ માટે. ઘણા પૂછતાં શું માગો છો? તેમનો સરળ જવાબ રહેતો, મઝા આવે છે અને નિવૃત થયા પછી પ્રવૃત્તિ રહે છે. બસ. જો મળતું હોત તો આખી જિંદગી નોકરી જ ન કરત ને. અહી ધર્માન્ધતા અને અંધશ્રદ્ધા એ બંને ખતરનાક કોમ્બીનેશન છે.
LikeLike
વાહ રાઓલ બાપુ છેલા બે ફકરા તોહ સો ટચ નું સોનું છે !!
હાહહાહા ધાર્મિક વાત નો તો હવે વેપાર થાય છે ને!! લોકો એ ડોક્ટર ની જેમ ભગવાન ને પણ spceialization કરાવી દીધું છે!! અમદાવાદ માં એક એવા હનુમાનજી નું મંદિર ખુલ્યું છે કે અમેરિકા જવા ના વિસા ના મળ્યા હોય એ લોકો ને ત્યાં “વિસા હનુમાન” ને માથું ટેકવા જવું પડે તો એમનો બેડો પાર. હવે વિસા કેટલા ને મળ્યા એની માહિતી નથી પણ વિસા હનુમાન ના પુજારી માલંમાલ થઇ ગયા છે એ ખબર છે!! અમુક માતાજી ના નામ તમે ક્યારેય શાસ્ત્રો માં વાંચ્યા ના હોય એના મંદિર ખુલી ગયા છે થન્ક્સ ટુ વ્યાપારીકરણ ઓફ ધરમ!!
as usaul really eye opening અભાર
LikeLike
વિસા હનુમાન? શું વાત કરો છો? હવે તો હદ થાય છે ભાઈ.
LikeLike
==
આ લેખ વાચી કોઈએ ધાર્મીક લાગણી દુભાવવી નહીં. કોઈપણ પુર્વગ્રહ મનમાં રાખીને વાંચવો નહીં.
બાપુ આનો સંસ્કૃત શ્ર્લોક બનાવો. અમે રોજ રટણ કરીશું.
LikeLike
ભાઈ સંસ્કૃત આવડતું નથી, બાકી મંત્ર બનાવી નાખત, વાચકોમાંથી જોઈએ કોઈ મદદ કરે છે??
LikeLike
ખુબ સરસ અને સમજવા જેવો લેખ રાઓલસાહેબ.
પશ્ચિમી દેશો દરરોજ નવા ”યંત્રો” માર્કેટમા મુકે છે આપણે અવનવા ”યંત્રો” બજારમા મુકીએ છીએ.
યંત્રથી કે મત જપવાથી ધન વધે એમ માનવુ મુર્ખામી અને અંધશ્રધ્ધાથી વિશેષ કશુ નથી.
LikeLike
ભાઈ પશ્ચિમના લોકો કામ કરે તેવા, કામમાં આવે તેવા યંત્રો મુકે છે, અને આપણે ગોખલામાં મુકવાના યંત્રો બનાવીએ છીએ.
LikeLike
લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે……………ખુબ સરસ !!!
LikeLike
“Mera…… Bharat….. Mahaan……..”
LikeLike
http://www.visahanuman.com/profile.php
LikeLike