અંધશ્રદ્ધા,માતાજીને જીભ ચડાવી.

                           પ્રથમ તો આવી આવી અંધ શ્રદ્ધાઓ ફેલાવે છે કોણ?ગુરુઓ.ભણેલા ગણેલા લોકોના ગુરુઓ જરા વધારે સોફેસ્ટીકેટેડ,વધારે ચાલક,ભપકાવાળા,હોશિયાર અને ભણેલા હોય છે.જયારે આ ભૂવાઓ,જંતર મંતર કરવાવાળા અભણ લોકોના ગુરુઓ હોય છે.અજ્ઞાત ભવિષ્ય વિશે દરેક ના મનમાં એક ભય,એક ફોબિયા હોય છે.જેનો આ ચાલક ગુરુઓ પુરેપુરો લાભ ઉઠાવે છે.અમારી કૃપા થી,અમે કહીએ તેમ કરો તો જ તમારું સારું થશે.કશું ખોટું થાય તો કર્મ નો નિયમ આગળ કરતા વાર કેટલી?કર્મ તો તમારે ભોગવવું પડે.આ ચક્કર માં બધાજ પડેલા છે.આ ગરીબ ના અચેતન મનમાં આવું ઘુસેલું હસેજ.ભગવાન કે માતાજી કોઈ વ્યક્તિ નથીજ કે થોડા પ્રસાદ કે જીભ ચડાવવાથી પ્રસન્ન થાય.આ ગુરુઓની કથાઓ જ અંધશ્રદ્ધા થી ભરેલી હોય છે.એમાં કશીજ વૈજ્ઞાનિકતા હોતી નથી.જો તમારી અંદર વૈજ્ઞાનિક એપ્રોચ અભિગમ જ ના હોય તો તમારા ઉચ્ચ ભણતર,ડીગ્રી નો કશોજ અર્થ નથી.એક મોટા સંત હમણા ના છાપાઓમાં ખુબ ચગેલા છે,રેડીઓ પરની એમની કથા માં મેં જાતે સાભળેલું કે એક મહાન સંત નું ગળું બાદશાહે કપાવ્યું તો ગળામાંથી એક નસ માંથી દૂધ અને બીજી નસ માંથી લોહી નીકળ્યું,અરે ભૈલા ગળું કપાય તો લોહી જ નીકળે દ્દુધ ના નીકળે પણ સ્ટુપીડ લોકો તાળીઓ પાડે.હવે બીજા એક મોટા કથાકાર ખુબજ પ્રતિષ્ઠા ધરાવતા,એક ટીવી ટોક શો માં હોસ્ટ નો સવાલ કે બાપુ તમે મેટ્રિક માં ત્રણ વાર નાપાસ થયેલા અને ભજનના ચક્કર માં ભણતર બગડ્યું તો બાપુ નો જવાબ ગર્વ થીકે ભણતર ઉપર ભજન ની જીત થઇ,અને સ્ટુપીડ શ્રોતાઓ તાળીઓ પાડવા લાગ્યા.બાળકો પહેલા માબાપ ની નકલ કરેછે,અને સમાજ,લોકો ગુરુઓની વાત માને છે.મોટા માણસોએ એક શબ્દ પણ બોલતા પહેલા વિચારવું પડે જયારે આખો સમાજ એમને પૂજ્ય માની અનુસરવા અંધ બનીને ઉભો હોય.જો બધા ભજન જ કરશે તો ભણશે કોણ?બાપુ તો રોજીરોટી માટે કથા કરે ને એમાં એમની માસ્ટરી હોય,બીજા કાઈ ભજન કરી રોટલા ના રળી શકે.આને તો ખાલી જીભ ચડાવી.અભણ છે બિચારો.પણ ખુબજ ડાહી,પૈસાવાળી,હોશિયાર કહેવાતી કોમ ના ગુરુઓ અમેજ કૃષ્ણ સ્વરૂપ છીએ એવું બ્રેન વોશ કરી,એમને બધુજ અર્પણ કરો એવું ઠસાવી,ભક્તોની સ્ત્રીઓ,દીકરીઓ સુધ્ધાનું સેકસુઅલ શોષણ કરે છેજ.મારો જાતનો અનુભવ લખું,એક મિત્ર સાથે અમદાવામાં ઘરેણા ને લગતું કામ હતું તો અમે એક સોનીભાઇ ને ત્યાં ગયેલા.ત્યાં એમના મહારાજશ્રીનો ફોન આવ્યો.મહારાજશ્રીને બહાર જવાનું હશે તો કંપની માટે સોની ની દીકરી જે સ્કુલ માં ૧૧કે ૧૨ માં ધોરણમાં ભણતી હશે એને મોકલી આપવા માટે હુકમ ફોન પર કરતા હતા.સોનીભાઈએ સ્કૂલમાંથી એમ રજા નહિ મળે એવા બહાના કાઢ્યા પણ મહારાજશ્રી નાં માન્યાં,સોનીભાઈ નું મોઢું તો બગડી ગયેલું કે આજે દીકરીનો આ મહારાજશ્રી ઉપયોગ કરી લેશે,પણ શું કરે?મહારાજ શ્રીની કૃપા નો ભંગ થઇ જાય.મારી જોડેના મિત્ર અને પેલા સોની ભાઈ ના ગુરુ એકજ હતા.એટલે એ લોકોની વાતો પરથી હું બધું સમજી ગયો.રે હિંદુ તારી લાચારી…હોંશે હોંશે પોતાની પત્નીઓ અને દીકરીઓને ગુરુઓને ધરાવનારા આ દંભી  ભક્તો એમના થુન્કેલા પાન પણ ચાટી જાય છે,એમની એંઠી પતરાળી માંથી પ્રસાદ ખાવા પડાપડી કરે છે આને શું કહેશો?આવું તો બધેજ ચાલી રહ્યું છે.આતો જીભ કાપી ને લોહી નીકળ્યું એટલે તમને લાગી આવ્યું ,પેલા ભણેલા લોકો ની સ્ત્રીઓના આત્માનું હનન થાય છે ત્યારે?કેમ કે આની જેમ એ પ્રકાશ માં નથી આવતું.ભવિષ્ય સારું કે ખોટું તમારેજ ભોગવવાનું છે અને એમાંથી રસ્તો પણ તમારેજ કાઢવાનો છે.મહેનત પણ તમારેજ કરવાની છે.એકલા ભારત ની વાત નથી,આખી દુનિયામાં ચાલે છેજ.પણ એનાથી ભારતમાં ચાલે છે એને વ્યાજબી ના ઠરાવાય.આ બધું ક્યારે દુર થાય? એકલા એજ્યુકેશન થી ના દુર થાય.એજ્યુકેશન ની સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમ,એપ્રોચ આવે તો જ દુર થાય.એને માટે કોઈ પણ મુરખો ગુરુ જયારે,જ્યારે અવૈજ્ઞાનિક વાત કરે,ત્યારે ત્યારે લોકોએ તો ખરોજ પણ મીડિયા અને પ્રેસે પણ સમાજ પ્રત્યે ફરજ સમજી વિરોધ નોધાવી એ મૂરખ ગુરુનો જવાબ માંગવો જોઈએ.

4 thoughts on “અંધશ્રદ્ધા,માતાજીને જીભ ચડાવી.”

    1. ભણેલા ગણેલા લોકોમાં પણ અંધશ્રધ્ધા ફુટી ફુટીને ભરેલી હોય છે. તેવા લોકો પાછા સાયન્સમાં ગ્રેજ્યુશેન કરેલુ હોય છે. આવા લોકોનું ભણતર ખાલી નોકરી મેળવવા પુરતુ બુધ્ધીના નામે મીડું.

      Like

  1. ભણેલા ગણેલા લોકોમાં અંધશ્રધ્ધા ફુટી ફુટીને ભરેલી છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s