સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો?

એક લેખ આવ્યો છે જાણીતા ન્યુજ પેપરમાં, ધાર્મિક કથાઓ સ્ત્રીઓ માટે આશું ઉપચાર કથાઓ છે તેવું લેખકનું કહેવું છે.

સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો? ક્યાં સુધી મૂર્ખી બનાવતા રહેશો? આજ તો ચાલાકી છે,પુરુષ પ્રધાન સમાજ ની.સ્ત્રીઓના સબ  કોન્શિયસ બ્રેનમાં નાનપણ થીજ ભરવી દેવાનું, કે અમે તમને ગમે તેટલું હેરાન કરીએ તમારે અમને જ પ્રેમ કરવાનો. અમે તમને તમારો વાંક ના હોય છતાં , વનમાં મોકલીએ ભલે તમારા પેટમાં અમારા બાળકો હોય, પાડોશીના કહેવાથી અમે તમારા પર શંકા કરીએ ને ઘરમાંથી કાઢી મુકીએ, અથવા ગુસ્સો આવે તો બાળી પણ મુકીએ, અમે તમને પૈસા ખૂટે તો જુગારમાં પણ મૂકી દઈએ, છતાં તમારે અમને જ પ્રેમ કરવાનો કેમ સીતાજી કરતા હતા તો તમારું શું જાય છે? પાછા લેખક શ્રી જાણે હજારો સ્ત્રીઓને પૂછીને આવ્યા હોય તેમ લખે છે કે સ્ત્રીઓને સીતાજી ની જેમ સફર(પીડાવું) થવું છે, કે પિયર વાસ કે વન વાસ ભોગવવો છે, સ્ત્રીઓ સીતાજીની કથાની રાહ જુએ છે . બાવાઓ ને કથાકારોએ બ્રેન વોશ કરવાનું ભારતમાં ચાલુ જ રાખેલું છે. હવે તેમાં આ પણ ઉમેરાયા.  સ્ત્રીઓના સરળ હૃદયનો ક્યાં સુધી લાભ લેશો? સીતાજીએ આપણા રામજી ને માફ નથી કર્યાં. એટલે તો લવકુશ સાથે યુદ્ધ કર્યાં પછી ઓળખાણ પડ્યા પછી સીતાજી પાછા અયોધ્યા નથી ગયા. અને એમ કોઈના કહેવાથી ધરતી ફાટી પણ નથી જતી. હજારો, સેકડો વરસ ધરતીમાં એનર્જી ભેગી થાય પછી ધરતીકંપ થાય, અને એમાં ભાગ્યેજ ફાટે. સીતાજી ધરતીમાં સમાય ગયા એવી સ્ત્રીઓને ભરમાંવવાની વાતો બધ કરવી જોઈએ. એવા રૂપાળા શબ્દો વાપરવાનું બધ કરવું  જોઈએ, આ બધા રૂપાળા શબ્દો છે, આત્મહત્યાથી કે ભૂગર્ભમાં ઉતરી ગયા વિશેષ કશું નથી. ટીવી સીરીયલ મેકરો ને કથાકારો પાછા આખી વાર્તા ને સુંદર રીતે મરોડી નાખે કે એતો સીતાજી પતિનું ખરાબ ના દેખાય માટે જાતે વન માં ગયેલા, અથવા સીતાજીનો પડછાયો હતો વિગેરે વિગેરે.

કથાકારો રડીને ઈમોશનલ બ્લેકમેલ કરે છે.  હું નાનો હતો ત્યારે કોઈની  કથા હતી, કથા કરતા કરતા કથાકાર રડવા લાગ્યા, આમેય રડવા માટે જાણીતા જ હતા. બાલકૃષ્ણની વાતો આવે એટલે લાલો..લાલો કરીને કાયમ રડતા..મને થયું આ માણસ આવા ઘેલા કેમ કાઢતો હશે? કૃષ્ણને થયે ૫૦૦૦ વરસ થયા. હમણા કોઈ બગીચામાં ઉભો ઉભો કોઈ માણસ એના માની લીધેલા મિત્ર જોડે વાતો કરે, ઘેલા કાઢે તો આપણે એને સ્કીજોફ્રેનીક કહીશું. હમણા મેં ઓપ્રાહના શો માં આવી એક નાની બાળકી ને જોઈ એ એના માની લીધેલા રેટ, કેટ અને બીજી એક ફ્રેન્ડની સાથે આખો દિવસ રમતી હોય છે અને વાતો કરતી હોય છે. વાસ્તવમાં એની જોડે કોઈ જ હોતું નથી. કાલ્પનિક મિત્રો હોય છે. હવે થાય છે કે આ બધું ઈમોશનલ બ્લેકમેલ જ છે. જોયું બાપુ જેવા મહાત્મા કેવા  રડી પડ્યા કેટલા સરળ હૃદયના છે. એમાંય સ્ત્રીઓને ભોળવવી સહેલું છે. એટલેજ સ્ત્રીઓ કથામાં વધારે હોય છે. વધારે પડતી સરળતા મુર્ખામી છે. ભવિષ્ય અજ્ઞાત હોય છે, એનો ડર ફોબિયા દરેકના મનમાં હોય એનો આ બાવાઓ ભરપુર ફાયદો ઉઠાવે છે.

ચમત્કારથી વગર મહેનતે કશું મળી જતું હોય તો કોને ના ગમે?  એટલેજ તો હિમાલય થી આવેલા બાપુઓ સુપર બાપુ બની જાય.  રોગો માટે કંઠી, બદલી માટે કંઠી, સંતાનો માટે કંઠી, આ બધી મુર્ખામી છે. એમાં ગર્વ લેવા જેવું શું છે. ગોંડલ કોલેજની કન્યા ચાલુ લેકચરે બાપુએ આપેલી માળા સંતાડી રામ રામ કરે છે, લેખક કહે છે તમે એના પર કટાક્ષ ના કરી શકો બોલો આ સવાયા બાપુ ને શું કહેવું? એ મૂર્ખી છે, એનું બ્રેન કોઈ બાપુએ વોશ કરી નાખ્યું છે કે ભજન કરતા ભણતર નીચું છે. ભજનની જીત થાય છે ભણતર ઉપર. એક જાણીતા કથાકાર બાપુનો ટીવીમાં શો જોયો, હોસ્ટ પૂછે કે બાપુ તમે ભજનના ચક્કરમાં ભણતર બગાડ્યું, બાપુ ગર્વ થી કહે નાં એમ નહિ ભજનની જીત થઇ ભણતરની હાર થઇ. મુર્ખ શ્રોતાઓ તાળીઓ પાડવા લાગ્યા. બોલો હવે આવા મહાત્મા ઓ જ જયારે આવો સંદેશો આપે તો ભણશે કોણ? પછી પેલી કોલેજ કન્યા ચાલુ લેકચરે માળા જ ફેરવેને?  જે બાપુઓ વધારે લોકોને ગમે છે એ લોકો વધારે ચાલક છે, એ લોકો માસ સાયકોલોજી જાણે છે, પોતે રડે છે, બીજાને રડાવે છે અને ભોળા લોકોના દિલ જીતી લે છે. ધાર્મિક કથાઓ આંસુ ઉપચાર કે બ્રેન વોશિંગ?

Published in Divyabhaskar.co.in/oct 14. 2009.

26 thoughts on “સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો?”

  1. I have witnessed, puja being performed by 4 pandaas, sitting almost ‘over’ the ‘chowkdee’,where a maid was already cleaning utensils…It appeared like a competition going on between what is noisier…the mantrochhaar, or the clinging vessels? On top of it, all 3,( while 1 of them was reading shlokas at the top of his voice,)were joking & teasing eachother …
    All this in the name of, “SHAANTIPAATH!!”

    Like

  2. What did Gaandhaari do? IN the name of following Pati Parmeshwar & ‘sharing’ his blindness, so to speak…?
    Could it not be wiser to have kept her eyes OPEN, & thereby, BE HIS eyes, & more vigilant, thereby??
    I have seen my own grandmother, with shaved head, n moving ‘blouseless’…HER fault? She was widowed at a young age 0f 23, with 4 kids to take care of,WITHOUT ANY financial or social support.MORAL support does not curb hunger-pangs.Period.

    Like

    1. ૨૩ વર્ષની યંગ એજ માં વિધવા થઈને કેટલી યાતનાઓ વેઠી હશે તેતો એજ જાણે.કોઈને ખબર નાં પડે કે કહે પણ નહિ.મારા એક દુરના ફોઈ સાવ નાની ફક્ત ૯ વર્ષની ઉંમરે વિધવા થયેલા.અને આખી જીંદગી સગાઓના ગોલાપા કરીને કાઢી.મારા ઘરે રહેવા આવતા.મારો જીવ કકળી ઉઠતો.હું એમને બહુ સાચવતો,ખૂબ રીસ્પેક્ટ રાખતો.નવ વર્ષની છોકરીને વિધવા એટલે શું તે સમજ નહિ હોય.
      આ ગાંધારી તો સતી કહેવાય.કેવી પતિની જેમ છતી આંખે આંધળી થઇ ને જીવી??માટે જ હું કહું છુકે ભીષ્મે જ્યારે દ્રૌપદીના ચીર હરણ વખતે હરફ સરખો ના ઉચ્ચાર્યો એનો મતલબ એમની સંમતિ કહેવાય.અન્યાયનો વિરોધ ના કરો તો તમારી એમાં સંમતિ જ છે.અરે સભા ત્યાગ પણ કરી શકાય ને??એક વિકર્ણ જે દુર્યોધનનો નાનો ભાઈ હતો તે બોલ્યો ભીષ્મ કેમ ના બોલ્યા?સભા ત્યાગ કેમ ના કર્યો?માટે મેં લખ્યું છે બીજા એક લેખમાં કે એમને દ્રૌપદીના નગ્ન દેહને જોવાની લાલસા હોવી જોઈએ.

      Like

  3. ભુપેન્દ્રભાઈ,આ બધું એટલું તો વ્યાપક છે કે આવતા સો વરસો માં પણ એ દુર નહિ થાય.
    સ્ત્રીઓ પોતે જ્યાં સુધી આ બધી ચુંગાલ માંથી નહિ છૂટે ત્યાં સુધી કોઈ રસ્તો નથી.
    આપના વિચારો ક્રાંતિકારી છે ,આવું વિચારનારા પુરુષો કેટલા ટકા?

    Like

  4. Ours in not an individualistic society.Therefore, also, Women are not taught to be assertive since birth…
    In many homes, the mother sows the seeds of remaining meek (ablaa),passes on to her female generations…Shares nutritive food & big chunks with the male child 1st…
    Sigh sigh sigh…

    Like

  5. ખરેખર મોટા ભાગની ભારતીય સ્ત્રીઓ લાગણીઘેલી હોય છે. ભાવુક હોય છે. જે વાત નો બાવા સાધુઓ લાભ ઉઠાવે છે. ને પોતાની રોજી રોટી રળી લે છે. ક્યાંક સાચા સાધુઓ પણ હશે છતા મોટા ભાગના સાધુઓ ધુતારા જ હોય છે. આ ઇમોશનલ બ્લેક્મેલ મા થી સ્ત્રીઓયે જાતેજ બહાર નિકળવુ પડશે. ને નવી પેઢીને પણ આ બાબત થી ચેતવવી જોઇશે ….

    Like

    1. સ્ત્રી માટે ભાવુક અને લાગણી શીલ હોવું સ્વાભાવિક બાબત છે,પણ પાછળ વિચારનું તત્વ પણ એટલુજ જરૂરી છે.જરા વિચાર કરશે તો સમજાઈ જશે કે અહી ગરબડ છે,પણ અહી વિચારે છે કોણ?

      Like

  6. Arre, if female intellectually is reflected in her attitude, HOW many of her near & so called dear ones(!) appreciate it?Let alone support her…:) EGOs will start hindering her aspirations to ‘grow…’Then, she just ends up being a facilitator…Ughh

    Like

  7. પ્રિય બાપુ,

    આ સમાજ બાવાઓનો છે અને રહેશે.. થોડા મારા તમારા જેવા લોકો વિરોધ કરશે પણ કોઈ જ ફેર નહીં પડે… રામને તો આ જનતા પૂજશે જ… આ લેખથી સહિયારો પ્રયાસ ચાલુ… :-))

    સેમ…

    Like

  8. very bitter…but true also….I just wish that each and every woman inspire from “RANI LAKSHMIBAI” instead of “sita” or any other “sati”….

    Like

  9. Charity begins from ourself lets initiate and make example, you will witness multiplication and increasing force! we create society and we are part responsible no matter male or female so lets positively start team work.

    Like

  10. ચમત્કારથી વગર મહેનતે કશું મળી જતું હોય તો કોને ના ગમે? Bas aa chamtkaar ni lalch ahi em aasanithi jaay em nthi……..

    Like

  11. બાપુસાહેબ, કહે છે કે રામાયણ ઈસ્વીસન પૂર્વે 10000 વર્ષ પહેલા થઇ ગયું, મહાભારત પણ 5000 વર્ષ પહેલા થઇ ગયું, — હકીકત છે કે કાપડ/સુતરાઉ વસ્ત્રો ઈસ્વીસન પૂર્વે 3000 વર્ષ પહેલા હત નહિ, એ જમાનામાં કૃષ્ણે અગણિત સાડીઓ દ્રૌપદીને પૂરી પાડી, – પ્રભુ આ બધી વાર્તાઓ છે, All fictions. આજે અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાન ની જે લોકપ્રિયતા છે એ જોતા આવતા બે પાંચ સૈકા પછી જો એમની વાર્તાઓ ચાલુ રહે તો તેઓ પણ ભગવાન બની જાય, અને એમની ફિલ્મોમાં આવતા પ્રેમ અને બીજા બધા પ્રસંગો ભગવાનની લીલા ગણાય,
    આજે બધા સીતાના પ્રચારકો પોતાનો ધંધો કરે છે, પેટીયું રળવાનો એક રસ્તો છે, કબુલ ન થાય, અને એમના ફોલોઅર્સ આવી વાર્તાઓ ના આદિ બની ગયા છે એક વ્યસનની માફક જ, કશું થઇ નહિ શકે,

    Like

  12. Sav sachi vat saheb. Pan jya sudhi loko dare che baba o no business to chalva noj che. US atlej aagal che kmk tya ther-ther mandir k maszid nathi, baki aa mandir jetla black money haji sudhi politicians pan bhega nathi kri sakya.

    Like

  13. Bhupendrasinh – આ વિષય સ્ત્રી-લક્ષી એટલેકે પ્રકૃતિ-લક્ષી કહીશ …
    સ્ત્રી નબળી હોઈ-જ નાં શકે … કે તે રોત્તાલ હોઈ-જ નાં શકે … તેમનું રુદન કે દેખાતો ‘ડર’ તે જનની-કુદરત-પ્રકૃત્તિની “સ્થિતિસ્થાપકતા” છે …પાણીની જેમ પાત્રમાં ઢળી જવું કે પછી ધારા બની અને ભાલ-ભલા કઠ્ઠણ-પત્થરોને ઘસી અને ચીરી-નાંખવા કે પછી રુદ્ર-સ્વરૂપે રસ્તામાં આવાતા તમામ તત્વોનો વિનાશ કરવો …તે તાકાત સ્ત્રી-માં પ્રાકૃતિક પણે છે-જ … પરંતુ આવા છીછરા-મુર્ખ ‘ટોપા-લખોટા’ લેખકો (સોરી ફોર ધ અડજેકટિવ) જે “ગ્રહ-શોભા” જેવા ફાલતુ સ્ત્રી-સામાયિકના તંત્રીની જેમ જુઠ્ઠાણું ફેલાવે છે … તેમને સરે-આમ બહિષ્કાર થવો જોઈએ … હવે ફરીવાર આવા લેખકો -કથાકારોને સામાજિક દુષણ ગણી તેમને ટોપા-લખોટા’ નાં વિશેષણથી નવાજવા વિનતી કે જે સ્ત્રી-જાત (માદા-જાત)ને નબળી ગણી આ શક્તિશાળી કુદરતનું અપમાન કરે છે …

    Like

  14. કોઈક અંગ્રેજી લેખક નું એક ક્વોટ હતું કે “જે પુરુષે કોઈ સ્ત્રી ને કદી રડાવી નથી એ પુરષ નથી”…..હવે એની સાથે સહમત થવું કે નઈ એની મને બોવ્જ અવઢવ રહી છે ….સ્ત્રી નબળી છે…લાગણીશીલ છે…તરત ભરમાઈ જાય….એમ કહી કહી ને આપડે જ સ્ત્રીઓ નું અવમુલ્યન કરીએ જ છે ને…..મારી પત્ની અને પત્ની પેહલા ની gfs મારા લીધે હાજર વાર રડી હશે…મારો ઈગો….મારો attitude….મારા વિચારો…પચાવવા કે સમજવા અઘરા હતા…મારા વર્તન માં રહેલી રફનેસ ના લીધે ઘણી વાર એ બન્યું છે …પણ મારી સ્ત્રી ની આંખમાં માર લીધે (કે ગમે તેના લીધે ) આવેલા આંશુ ને દુર કરવા મેં ઘણી વાર આકાશ પાતાળ એક કરી જ દીધા હશે…..સ્ત્રી નબળી હોય તો…પુરષ થોડો રફ હશે જ…..સ્ત્રી લાગણીશીલ હોય તો પુરુષ લાગણી કરતા વાસ્તવિકતા ને વધારે મહત્વ અપાવાનો જ……સ્ત્રી ભરમાઈ જતી હોય તો પુરષ તો ફૂંકી ફૂંકી ને પગલા ભરવાનો જ….આ જાતિગત લક્ષ્નીક્તાઓ છે…..અને એ બધું રેહેવાનું….પુરષ અને સ્ત્રી બંને તરફ થી થોડી થોડી લચકતા (ફ્લેક્ષિબલિટી) હોય તો કામ ચાલી જાય…..હું ગમે તેવો વીર થઇ ને ફર્રતો હોય પણ મારી માં અને મારી પત્ની (અને હવે મારી ૨૯ દિવસ ની દીકરી) મારી તાકાત છે….તો એજ રીતે એ લોકો ની તાકાત પણ હું જ હઈશ…..આ સહ અસ્તિત્તવ છે…..દોસ્તો સાથે દારૂ ની પાર્ટી માં જતી વખતે માં અને પત્ની એક મોરચો બનાવી ને જયારે ખખડાવે કે “ઓછુ પીજો પીધા પછી તમને ભાન નથી રહેતું..૧૧ વાગ્યે તમે પાછા ઘર માં જોઈએ “ત્યારે સ્વતંત્રા છીનવાઈ ગયી હોય એમ લાગે…બોવ જ ગુસ્સો આવે ….પણ ચુપચાપ ચલાવી લઈએ…એજ રીતે જૂની થયી ગયેલી સેન્ટ્રો વેચી ને નવી હોન્ડા સીટી લાવવા પત્ની રોજ દબાણ કરે….અને હું નફફટ થઇ ને કોઈ પણ કારણ અપીયા વગર કહી દવ કે “ચુપ રહે….હમણા સીટી ફીટી નઈ આવે” ત્યારે પત્ની રડે પણ ખરી…….આ જ તો છે સહાસ્તીત્ત્વ….

    Like

Leave a comment