પ્રાચીન હિંદુ ધર્મ અને અહિંસા બાર ગાઉનું છેટું. આપણો પૌરાણિક ઈતિહાસ યુધ્ધોથી ભરેલો છે. રામાયણ , મહાભારત અને તમામ પુરાણો યુધ્ધોથી ભરેલા છે, સુર અસુર સંગ્રામોથી ભરેલો છે. ઘણી વાર તો એવું થાય કે આ લોકોને કોઈ કામધંધો જ નથી. વાતવાતમાં યુદ્ધ,અને તે પણ વરસો વરસ ચાલે. આર્યો મધ્ય એશિયાથી આવ્યા, ત્યારે અહી વસેલા દ્રવિડિયન લોકોએ એમની પૂજા કરી થોડું સ્વાગત કર્યું હશે? ઘણા બધા યુદ્ધો લડયા પછી હારીને ઘુસવા દીધા હશે. દેવ દાનવોના યુદ્ધો એજ હતા. તુર્કમેનિસ્તાનમાં રશિયાના એક મોટા અર્કીયોલોજીસ્ટને આના પુરાવા પણ મળ્યા છે. ચાર પૈડાવાળા રથને કાર્ટ કહેવાય તેવા રથ પણ મળ્યા છે. આખી વસાહત મળી છે. માઈકલ વુડ નામના હિસ્ટોરિયનની બી.બી.સી. ની સ્ટોરી ઓફ ઇન્ડિયા નામની ડોક્યુમેન્ટરી જોવી રહી. ૧૦૦૦૦ વર્ષનો ઈતિહાસ છ કલાકમાં સમાવતા એને તકલીફ પડી હતી એવું એ કહે છે.
સરાસર યુદ્ધોથી ભરેલો આપણો આ ઈતિહાસ જોતા હિંદુ ધર્મ કઈ રીતે અહિંસક કહેવાય? અને એમાં થોડી કોઈ ગાળ છે? યજ્ઞોમાં પશુ ઓનું બલિદાન અપાતું હતું. અશ્વમેઘ યજ્ઞો થતા હતા. અશ્વનું બલિદાન અપાતું હતું. માંસાહાર સામાન્ય હતો. બુદ્ધ ધર્મ આવ્યો અને તેનો ભયંકર પ્રચાર અને પ્રસાર થવા લાગ્યો, અને હિંસાનો વિરોધ થવા લાગ્યો, ત્યારે હિદુ ધર્મનું બચવું મુશ્કેલ થયું. હિદુ ધર્મને બચાવવા માટે તે સમયના મહાપૃષોએ શરુ કર્યું કે અમે પણ અહિંસક છીએ, અમારો હિદુ ધર્મ પણ અહિંસામાં માને છે. અમે પણ શાકાહારી છીએ, આતો વેદોના ખોટા અર્થ કરી લોકો યજ્ઞોમાં પશુઓના બલિદાન આપે છે. છૂટકો જ નહતો. ભગવાન બુદ્ધ દસ દસ હજાર શિષ્યોનો મોટો કાફલો લઇને ફરતા હતા. લોકોને કશું નવું જોઈતું હતું.બુદ્ધમ શરણં ગચ્છામીનો નારો ચારે તરફ ગુંજતો હતો. નો ચોઈસ્,અહિંસક બન્યા વગર. હવે યજ્ઞોમાં નાલીએર હોમવા લાગ્યા. પશુઓના માથાને બદલે નાલીએર દેખાવા માંડ્યા. પશુઓને બદલે કોળા વધેરવાનું શરુ થયું. જૂની ટેવ અને રીવાજ એકદમ તો છૂટે નહિ. ખાલી સ્વરૂપ બદલ્યું.નાલીએર હોમવાનો ને કોળા વધેરવાનું આવ્યું ક્યાંથી? આ વિચાર અને કોન્સેપ્ટ આવ્યો ક્યાંથી? અહીસક બન્યા પણ વધેરવાનું તો ચાલુજ છે. માનસિકતા તો એનીએજ છે.
પણ આખો ઈતિહાસ તપાસો.ભગવાન બુદ્ધના હાથમાં શું છે? ભગવાન મહાવીરના હાથમાં શું છે? કદી વિચાર્યું છે?અને આપણા તમામ દેવો,અવતારો,દેવીઓના હાથમાં શું છે? વેપન્સ, હથિયારો છે. એક માં સરસ્વતી સિવાય દરેકના હાથમાં હથિયાર, કાતિલ હથિયારો છે. શા માટે? અને એમાં કશું ખોટું પણ શું છે? સર્વાઈવલના યુદ્ધમાં લડ્યા વગર કોણ જીવવા દે? જે ફીટ છે, મજબુત છે એને જ લોકો જીવવા દેમાઈકલ વુડ કહે છે અહિંસા મોસ્ટ ડેન્જરસ આઈડિયા છે. બુદ્ધનો ધરમ પાળતા ચીન,જાપાન, અને બીજા દેશો ક્યાં યુદ્ધ નથી કરતા? બધા કરે છે. અહિંસાએ ભારતના લોકોને નબળા, કાયર બનાવ્યા. એક નાનકડું ઈઝરાઈલ આજુબાજુ બધાને ડરાવે છે, અને આપણા આવડા મોટા દેશ ને એક નાનું પાકિસ્તાન, અરે બંગલા દેશ કે એક સામાન્ય ત્રાસવાદી ડરાવી જાય છે. પ્રજાને ખોટું શીખવવાનું નેતાઓ અને ધર્મગુરુઓએ બંધ કરવું જોઈએ. મુંબઈમાં એક ત્રાસવાદીને બહાદુર જમાદાર ખાલી ખુરશીઓ તેની ઉપર ફેકી પોતાનો જીવ આપી ભગાડે અને હજારો લોકો જોઈ ને ભાગવા માંડે અને શું અહિંસા કહેવાય? લ્યાનત છે એવી અહિંસા ઉપર. હજારો લોકો પીઠ બતાવી ભાગે એને બદલે એજ હજારો લોકો ત્રાસવાદી ની સામે દોડે તો? ભારતમાં કોઈ ત્રાસવાદી ફરી પ્રવેશવાની પણ હિંમત ના કરે.
vatan e vatan ej sachu ratan. vah ! like it very much.
LikeLike
.
.
શ્રી રાઓલ સાહેબ,
આપે લખ્યું છે કે “ જૂની ટેવ અને રીવાજ એકદમ તો છૂટે નહિ. ખાલી સ્વરૂપ બદલ્યું.નાલીએર હોમવાનો ને કોળા વધેરવાનું આવ્યું ક્યાંથી? આ વિચાર અને કોન્સેપ્ટ આવ્યો ક્યાંથી? અહીસક બન્યા પણ વધેરવાનું તો ચાલુજ છે. માનસિકતા તો એનીએજ છે. “
ક્યાં છે એની એ માનસિકતા ????. પહેલા પશુની બલી ચડાવતાં ( ભલે તે યોગ્ય નાહોય ) પણ હવે તેનામાં એવી તાકાત રહી છે ? જો પોતાની જાતને ધાર્મિક માનતા હોઇયે તો દેવતા ને અનુસરીને હાથમાં હથિયાર રાખવું જોઇયે, કાં તો બચાવ માટે કે આક્રમણ માટે. હવે એ માનસીકતા ને જોજનો દૂરનું છેટું પડી ગયું હોય એવું લાગે છે.
.
.
LikeLike
યુદ્ધ તો બહુ દુર ની વાત છે પરંતુ સરેરાશ ભારતીય લોકોમાં ખોટી વાત/ખોટા કાર્યનો વિરોધ કરવાની પણ શક્તિ નથી રહી…
LikeLike
એકદમ સચોટ મુદ્દો છે. જે પ્રજા ના બધા દેવતાઓ ના પ્રતિક યુદ્ધ ના હથિયાર છે તે જ નમાલા જેવી રીતે વર્તે છે અને પછી કોઈ આંગળી ના કરે તો જ નવાઈ કહેવાય. આવ ભાઈ અમે અહિંસા ના ભેખધારી છીએ. ગાંધીજી ના માર્ગે ચાલનારા છીએ, પણ ગાંધીજી ને કોઈએ વાંચ્યા નથી. ગાંધીજી પણ આજ ના સમય અને પરિસ્થિતિ મુજબ વિચારતા હોત અને ઈંટનો જવાબ પથ્થરથી આપો તેમ કહેતા હોત.
LikeLike
Hats of Raolji, thank you for lighting this very good topic.
LikeLike
હિંસા નું વ્યાજબીપણું જો તટસ્થ રીતે નક્કી કરી શકાય….તો અહિંસા નો આગ્રહ જરૂરી નથી…જોકે આજ ના જમાના માં તો હિંસા વ્યાજબીપણું સાપેક્ષ જ છે….ઈઝરાઈલ ને પણ પોતાની હિંસા સાચી જ લાગે અને હમાસ ને પણ….જો કે તમે કહ્યું એમ આ આખો ટકી રહેવાનો ખેલ છે….જો કે આ ટકી રહેવાના ખેલ ની જ વાત કરીએ તો ગાંધીજી ની અહિંસા ના વિચારો એકદમ અવાસ્તવિક લાગે છે…અમુક મુર્ખાઓ એ તો ગાંધીજી ના પ્રભાવ હેઠળ એવું પણ કહેલું ને કે “ભારત શાંતિ પ્રિય દેશ છે એને લશ્કર ની શી જરુરુ ?,ચાલો વિખેરી નાખીએ”….મારા માનવા મુજબ હિંદુ દેવી દેવતા ઓ ના હાથ માં રહેલા હથિયારો પ્રતીકાત્મક છે ….એ સ્થૂળ હિંસા નો સંદેશ નથી આપતા પણ….કદાચ એમ કહેવા માંગે છે જીવન માં રહેલી બદીઓ ને દુર કરવા મક્કમ મનોબળ જરૂરી છે….અને મક્કમ મનોબળ નું પ્રતિક હથિયાર ગણી શકાય…..રહી વાત ત્રાસવાદ ની તો અને પાકિસ્તાન ની તો એની સ્વબચાવ માટે કરતી હિંસા ને હિંસા કહી જ ના શકાય…..જીસસ એ કહેલું કે કોઈ એક લાફો મારે તો બીજો ગાલ ધરો…..હવે બીજી ઝાપડ/લાફો ખાધા પછી શું??(એની ચોખવટ જીસસે નથી કરી) સામે લાફો મારવો કે બીજી વાર ગાલ ધરવો….એ સમાજ ની માનસિકતા પર છે….ગાંધીજી ના પ્રભાવ હેઠળ આપડે વારંવાર ગાલ ધર ધર કરીએ એ નમાલાપણું ગણાય…..કહેવાય છે કે “પેહલો ઘા રાણા નો”…..મારા માનવા મુજબ પેહલો ઘા કરનારો(શાંતિપૂર્વક ઉપાય શોધવાનો પ્રયત્ન કરિયા વગર) હિંસક કહેવાય….અને જનુન થી સ્વબચાવ કરનાર ને વ્યાજબી કહી શકાય….
LikeLike